જેમ જેમ આપણા માતાપિતાની ઉંમર વધે, તેમ તેમને વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓ, ઈજાઓ અને સંક્રમણ થવાની સંભાવના વધી જાય છે, જેના કારણે અણધાર્યા હૉસ્પિટલાઇઝેશન અથવા પ્લાન કરેલ મેડિકલ સર્જરીઓ કરાવવી પડી શકે છે. હેલ્થકેરનો વધતો ખર્ચ આવા સમયે તમારા અને તમારા માતાપિતા બંને માટે નોંધપાત્ર આર્થિક તણાવ ઊભો કરી શકે છે. માતાપિતા માટે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન હોવાથી આ બોજ ઘટાડવામાં મદદ મળી શકે છે.
માતાપિતા માટે ડિઝાઇન કરેલ મોટાભાગના હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન હૉસ્પિટલાઇઝેશન ખર્ચ, ડે-કેર સારવાર, નિદાન પરીક્ષણો અને એમ્બ્યુલન્સ ફી સહિતના વિવિધ તબીબી ખર્ચને કવર કરે છે અને તે ઘણીવાર અન્ય લાભો સહિત કૅશલેસ હૉસ્પિટલાઇઝેશન પ્રદાન કરે છે. એચડીએફસી અર્ગો ખાસ માતાપિતા માટે તૈયાર કરેલ વિવિધ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ઑફર કરે છે, જે તમારા અને તેમના બંને માટે મનની શાંતિ સુનિશ્ચિત કરે છે.
અમારા માતાપિતાના માટેના હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન વધતી જતી તબીબી જરૂરિયાતો અને વધતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરેલ છે.
ઍડ્રેસ
C-1/15A યમુના વિહાર, પિનકોડ-110053
ઍડ્રેસ
C-1/15A યમુના વિહાર, પિનકોડ-110053
ઍડ્રેસ
C-1/15A યમુના વિહાર, પિનકોડ-110053
વૃદ્ધાવસ્થામાં વારંવાર હૉસ્પિટલાઇઝેશન થઈ શકે છે અને તેમાં નર્સિંગ શુલ્ક, ICU ફી અને રૂમના ખર્ચ જેવા કેટલાક વિવિધ ખર્ચ થઈ શકે છે. આ પૉલિસી હૉસ્પિટલાઇઝેશન દરમિયાન થયેલા તમામ ખર્ચાઓને કવર કરે છે.
અમે માનીએ છીએ કે માતાપિતાના માનસિક સ્વાસ્થ્યની કાળજી એ શારીરિક બીમારી અથવા ઈજાને કારણે થતા હૉસ્પિટલાઇઝેશનની જેમ જ મહત્વપૂર્ણ છે; તેથી, અમે મેન્ટલ ઇલનેસ કવરેજની સારવાર માટે થયેલા હૉસ્પિટલાઇઝેશન ખર્ચને કવર કરીએ છીએ.
અમુકવાર સારવારની દિશા નક્કી કરવા માટે ઘણા નિદાન પરીક્ષણો કરવાની જરૂર હોય છે, આ ખર્ચાઓ પરિવાર માટે આર્થિક તણાવ સર્જી શકે છે. તણાવને ઘટાડવા માટે, આ પૉલિસી પ્રી અને પોસ્ટ હૉસ્પિટલાઇઝેશન અગાઉના 60 દિવસના અને હૉસ્પિટલાઇઝેશન બાદના 180 દિવસના તમામ ખર્ચને કવર કરે છે.
મેડિકલ ટેક્નોલોજીની પ્રગતિએ કેટલીક પ્રક્રિયાઓમાં લાગતો જરૂરી સમય ઘટાડી દીધો છે. આ પૉલિસી એવી તબીબી સારવારને કવર કરી લે છે જેમાં 24 કલાકથી ઓછા સમયના હૉસ્પિટલાઇઝેશનની જરૂર પડે છે.
હૉસ્પિટલમાં કોઈ બેડ ઉપલબ્ધ ના હોય તે કિસ્સામાં, જો ડૉક્ટર ઘરે સારવારની મંજૂરી આપે, તો આ પ્લાન હેઠળ તેના ખર્ચ કવર કરવામાં આવે છે. જેથી તમને તમારા ઘરે બેઠાં આરામથી મેડિકલ સારવાર મળે.
આ લાભ એક જાદુઈ બૅકઅપની જેમ કાર્ય કરે છે, જે આગામી હૉસ્પિટલાઇઝેશન માટે તમારા સમાપ્ત થયેલ હેલ્થ કવરને રિચાર્જ કરે છે. આ જરૂરિયાતના સમયે અવિરત મેડિકલ કવરેજની ખાતરી કરે છે.
જો તમને યોગ્ય અંગ દાતા મળે છે, તો ખર્ચ વિશે ચિંતા કર્યા વગર આગળ વધો કારણ કે પૉલિસી અંગ દાતાના ખર્ચને કવર કરી લે છે.
10 દિવસથી વધુના હૉસ્પિટલાઇઝેશન માટે, આ પ્લાન હૉસ્પિટલાઇઝેશનને કારણે તમારે ઘરે થતા અન્ય નાણાંકીય નુકસાન માટે વળતર આપે છે. તે હૉસ્પિટલાઇઝેશન સિવાયના અન્ય ખર્ચાઓની કાળજી લેવામાં મદદ કરે છે.
જો તમે તમારા માતાપિતા માટે આયુર્વેદ, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી જેવા વૈકલ્પિક ઉપચારો પસંદ કરવા માંગતા હોવ, તો તમે તમારી પસંદગીની ઉપચાર પદ્ધતિનો લાભ લઈ શકો છો કારણ કે અમે આયુષ સારવારના ખર્ચને પણ કવર કરીએ છીએ.
તમારા માતાપિતાનું સ્વાસ્થ્ય બહેતર રહે તેની ખાતરી કરવા માટે, અમે તમારી પૉલિસીના રિન્યૂ કર્યાના 60 દિવસની અંદર મફત હેલ્થ ચેક-અપ પ્રદાન કરીએ છીએ.
એકવાર તમે અમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન સાથે પોતાને સુરક્ષિત કરો છો, પછી કોઈ નડતર રહેતી નથી. અમારો હેલ્થ પ્લાન બ્રેક-ફ્રી રિન્યૂઅલ સાથે તમારા સંપૂર્ણ જીવનકાળ માટે તમારા મેડિકલ ખર્ચ સામે સુરક્ષા આપવાનું ચાલુ રાખે છે.
પ્રથમ વર્ષમાં કોઈ ક્લેઇમ ન કરવા પર, આગામી પૉલિસી વર્ષે સમ ઇન્શ્યોર્ડમાં 50% નો વધારો થશે. તેનો અર્થ એ છે કે, ₹ 5 લાખના બદલે, હવે બીજા વર્ષે તમારી સમ ઇન્શ્યોર્ડ ₹ 7.5 લાખ થશે.
ઉપર ઉલ્લેખિત કવરેજ અમારા કેટલાક હેલ્થ પ્લાનમાં ઉપલબ્ધ ન હોઈ શકે. કૃપા કરીને અમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન વિશે વધુ જાણવા માટે પૉલિસી નિયમાવલી, બ્રોશર અને પ્રોસ્પેક્ટ્સ વાંચો.
લોકો ઉતેજનાના ભાવ માટે એડવેન્ચર સ્પોર્ટ્સ કરવા માંગે છે. જો કે, પૉલિસી એડવેન્ચર સ્પોર્ટ્સથી થયેલી ઈજાઓને કવર કરતી નથી.
તમારા સંપૂર્ણ પરિવાર માટે આત્મ-ઘાતી ઇજા દુઃખદાયક બની શકે છે, પરંતુ પૉલિસીમાં જાતે-કરેલી ઈજાઓ કવર કરવામાં આવતી નથી.
એક યુદ્ધ ઘણા કારણોસર ફાટી શકે છે અને તે કોઈ એક વ્યક્તિનો નિર્ણય ક્યારેય હોતો નથી. યુદ્ધ દરમિયાન થયેલ કોઈપણ ઈજા પૉલિસી દ્વારા કવર કરી લેવામાં આવતી નથી.
સંરક્ષણ (આર્મી/નેવી/એર ફોર્સ)ના કાર્યોમાં ભાગ લેતા સમયે થયેલ આકસ્મિક ઇજા અમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાં કવર કરવામાં આવતી નથી.
જોકે અમે વેનેરિયલ અને જાતિય સંચારિત રોગોની ગંભીરતાને સમજીએ છીએ, ત્યારે આવા રોગોની સારવાર પૉલિસી હેઠળ કવર કરવામાં આવતી નથી.
કેટલાક લોકો માટે સ્થૂળતાને ઘટાડવાની સારવાર અનિવાર્ય હોઈ શકે છે. જો કે, પૉલિસી, સ્થૂળતાની સારવાર અને કોસ્મેટિક સર્જરીને કવર કરતી નથી.
તમારા માતાપિતા માટે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન હોવાથી તમે હૉસ્પિટલાઇઝેશન અથવા ઇમરજન્સી દરમિયાન ફાઇનાન્શિયલ તણાવથી કેવી રીતે બચી શકો છો તે અહીં આપેલ છે
દવાઓના ક્ષેત્રે ટેક્નોલોજીમાં પ્રગતિ સાથે, મેડિકલ સારવાર અને સુવિધાઓનો ખર્ચ પણ વધી ગયો છે. આ બાબત કોઈ અનપેક્ષિત મેડિકલ ઇમરજન્સી દરમિયાન તમારી બચત પર મોટી અસર કરવા માટે પૂરતી છે. આવી પરિસ્થિતિઓને ટાળવા માટે, તમારા માતાપિતા માટે વહેલી ઉંમરે વ્યાપક શ્રેણીના હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાં ઇન્વેસ્ટ કરવાની સલાહ આપવામાં આવે છે.
શ્રેષ્ઠ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન કવરમાં માત્ર હૉસ્પિટલાઇઝેશન ખર્ચ કરતાં વધુ પ્રદાન કરવામાં આવે છે છે. તે એમ્બ્યુલન્સ કવરેજ, ડે-કેર સર્જરી અને સમયાંતરે હેલ્થ ચેક-અપ કવરેજ વગેરે જેવા હૉસ્પિટલાઇઝેશન પહેલાં અને પછીના ખર્ચને પણ કવર કરી લે છે. કેટલાક કોમ્પ્રિહેન્સિવ હેલ્થ પ્લાનમાં ડાયગ્નોસ્ટિક ટેસ્ટ અને દવાઓના ખર્ચને પણ કવર કરવામાં આવે છે.
લાઇફસ્ટાઇલમાં ફેરફારોને લીધે તણાવમાં વધારો થયો છે અને આધુનિક જીવન પર ઘણી તાણ પડે છે. આને કારણે, એવી બીમારીઓ થવાની શક્યતા વધી છે, જે ઉંમર વધતા અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ તરફ દોરી જાય છે. તેથી, આપણા પ્રિયજનોને સુરક્ષિત કરવા માટે, વહેલી તકે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાં ઇન્વેસ્ટ કરવું મહત્વનું છે.
માતાપિતાની પૉલિસી માટે હેલ્થ ઇન્શ્યોરન્સનું પ્રીમિયમ ઇન્કમ ટૅક્સ ઍક્ટના સેક્શન 80D હેઠળ ટૅક્સમાં છૂટને પાત્ર છે. ₹50,000 સુધીની બચત કરો અને આ તમારા અને તમારા 60 વર્ષથી ઓછી ઉંમરના માતાપિતા માટે હેલ્થ ઇન્શ્યોરન્સના પ્રીમિયમ પર મળતો ટૅક્સ લાભ છે. જો તમારા માતાપિતાની ઉંમર 60 વર્ષથી વધુ હોય, તો આ મર્યાદા વધીને ₹75,000 સુધી થઈ જાય છે. જો કે, આ લાગુ કરેલ ટૅક્સ મર્યાદા મુજબ બદલાઈ શકે છે.
એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન હેઠળ કવરેજ તમે ખરીદી રહેલ પૉલિસીના પ્રકાર પર આધારિત હોય છે. સામાન્ય રીતે, તમને નીચેના માટે કવરેજ મળે છે –
મોટાભાગની હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીઓમાં પહેલાંથી હાજર મેડિકલ સમસ્યાઓ માટે ફરજિયાત પ્રતીક્ષા અવધિ હોય છે. જો તમારા માતા-પિતા વરિષ્ઠ નાગરિક હોય, તો પ્રતીક્ષા અવધિ લગભગ 2-3 વર્ષની હોઈ શકે છે, જે દરમિયાન પહેલાંથી હાજર મેડિકલ સમસ્યાને સંબંધિત કોઈપણ પ્રક્રિયાને કવર કરવામાં આવશે નહીં. તેથી, તમારા માતા-પિતા માટે હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદતી વખતે, આનું ધ્યાન રાખવું અગત્યનું છે.
સામાન્ય રીતે, હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી માટે મહત્તમ અથવા બહાર નીકળવાની વય મર્યાદા હોય છે. પૉલિસીમાંથી બહાર નીકળવાની ઉંમર સામાન્ય રીતે લગભગ 75-80 વર્ષ હોય છે, જેના પછી પૉલિસીનું રિન્યુઅલ કરવામાં આવતું નથી. તેથી, તમે તમારા માતા-પિતા માટે હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદી રહ્યા હોવ, ત્યારે હંમેશા પૉલિસીમાં ઉંમરની મર્યાદા તપાસો.
જો કોઈ ચોક્કસ સમયગાળા માટે કોઈ ક્લેઇમ ન કરવામાં આવે, તો હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં નો ક્લેઇમ બોનસ (NCB) ની કલમ ચૂકવવાપાત્ર પ્રીમિયમની રકમને ઘટાડે છે. જો નિર્દિષ્ટ સમયગાળા દરમિયાન કોઈ ક્લેઇમ કરવામાં ન આવે, તો ચૂકવવાપાત્ર પ્રીમિયમની રકમ ઘટાડવાને બદલે ઘણા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રદાતાઓ સમ ઇન્શ્યોર્ડમાં વધારો કરવાની સુવિધા આપે છે.
તમારા માતા-પિતા માટે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદતી વખતે જરૂરી ડૉક્યૂમેન્ટનું લિસ્ટ:
મોટાભાગની ઇન્શ્યોરન્સ કંપનીઓમાં પ્રવેશની ઉંમર સેટ કરતી હોવાથી, તેથી હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદતી વખતે ડૉક્યૂમેન્ટ હોવા આવશ્યક છે. તમે નીચેનામાંથી કોઈપણ ડૉક્યૂમેન્ટની કૉપી આપી શકો છો:
• PAN કાર્ડ
• મતદાર આઇડી કાર્ડ
• આધાર કાર્ડ
• પાસપોર્ટ
• ડ્રાઇવિંગ લાયસન્સ
• જન્મ પ્રમાણપત્ર
સંદેશાવ્યવહારના હેતુઓ માટે, હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રદાતાને પૉલિસીધારકનું પોસ્ટલ ઍડ્રેસ જાણવાની જરૂર પડશે. નીચેના ડૉક્યૂમેન્ટ પૉલિસીધારક દ્વારા સબમિટ કરી શકાય છે:
• ડ્રાઇવિંગ લાયસન્સ
• રાશન કાર્ડ
• PAN કાર્ડ
• આધાર કાર્ડ
• ટેલિફોન બિલ, વીજળી બિલ વગેરે જેવા ઉપયોગિતા બિલ.
• જો લાગુ પડે તો ભાડાના કરાર
ઓળખના પુરાવાઓ ઇન્શ્યોરન્સ કંપનીને પૉલિસીધારકને પ્રસ્તાવિત સમાવેશના પ્રકારને અલગ કરવામાં મદદ કરે છે. નીચેના ડૉક્યૂમેન્ટ પૉલિસીધારક દ્વારા સબમિટ કરી શકાય છે:
• પાસપોર્ટ
• મતદાર આઇડી કાર્ડ
• ડ્રાઇવિંગ લાયસન્સ
• આધાર કાર્ડ
• મેડિકલ રિપોર્ટ (જો ઇન્શ્યોરન્સ કંપની દ્વારા પૂછવામાં આવે તો)
• પાસપોર્ટના કદનો ફોટો
• યોગ્ય રીતે ભરેલું અને હસ્તાક્ષરિત કરેલું પ્રપોઝલ ફોર્મ
હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદવાનો એકમાત્ર હેતુ મેડિકલ ઇમર્જન્સી સમયે નાણાંકીય સહાય મેળવવાનો છે. તેથી, હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમની પ્રોસેસ કૅશલેસ ક્લેઇમ અને વળતર ક્લેઇમની વિનંતીઓ માટે કેવી રીતે અલગ રીતે કાર્ય કરે છે તે જાણવા માટે નીચેના પગલાં વાંચવા મહત્વપૂર્ણ છે.
કૅશલેસ મંજૂરી માટે નેટવર્ક હૉસ્પિટલમાં પ્રી-ઑથ ફોર્મ ભરો
એકવાર હૉસ્પિટલ અમને સૂચિત કરે તે પછી, અમે તમને સ્ટેટસ અપડેટ મોકલીએ છીએ
પ્રી-ઑથ મંજૂરીના આધારે હૉસ્પિટલાઇઝેશન કરી શકાય છે
ડિસ્ચાર્જ સમયે, અમે સીધા હૉસ્પિટલ સાથે ક્લેઇમ સેટલ કરીએ છીએ
તમારે શરૂઆતમાં બિલની ચુકવણી કરવી પડશે અને અસલ બિલને સાચવી રાખવા પડશે
હૉસ્પિટલથી ડિસ્ચાર્જ થયા પછી અમને તમારા બધા બિલ અને સારવારના ડૉક્યુમેન્ટ મોકલો
અમે તમારા ક્લેઇમ સંબંધિત બિલ અને સારવારના ડૉક્યુમેન્ટને વેરિફાઇ કરીએ છીએ
અમે તમારા બેંક એકાઉન્ટમાં મંજૂર કરેલ ક્લેઇમની રકમ મોકલીએ છીએ.
હાલના આવકવેરા કાયદા અનુસાર, એક થી વધુ વર્ષ માટે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પેટે ચૂકવવામાં આવેલ એકસામટી રકમ, કલમ 80D હેઠળ ટૅક્સમાં કપાત માટે પાત્ર છે, અને ટૅક્સમાં કપાત માટે પાત્ર રકમ પૉલિસીની મુદત માટે ચૂકવવામાં આવેલા કુલ પ્રીમિયમ પર આધારિત હશે. જે પ્રમાણે લાગુ પડતું હશે તે પ્રમાણે ₹25,000 અથવા ₹50,000ની મર્યાદાને આધિન હશે.
તમારા માતાપિતા માટે ખરીદવામાં આવેલ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી પર ચૂકવવામાં આવેલ પ્રીમિયમ માટે ટૅક્સમાં ₹50,000 સુધીની છૂટ મળી શકે છે. વધુમાં, વૃદ્ધ લોકોની ચોક્કસ બીમારીઓ પર થયેલા ખર્ચ માટે ટૅક્સમાં કપાતની મર્યાદા ₹ 1 લાખ સુધીની છે.
આ પણ વાંચો : ઇન્કમ ટૅક્સ રીટર્ન
પ્રિવેન્ટીવ હેલ્થ ચેક અપ માટે કરવામાં આવેલ ખર્ચ પર પણ ટૅક્સમાં લાભ મળે છે. જો કે, મોટાભાગના કરદાતાઓ તે ખર્ચ પોતે જ ચૂકવે છે. કર મુક્તિ મર્યાદા ₹5,000 છે.
હૉસ્પિટલાઇઝેશનના ખર્ચ ઉપરાંત, આઉટ-પેશન્ટ દર્દીના વિભાગ અથવા OPD કન્સલ્ટેશન શુલ્ક તેમજ નિદાન પરીક્ષણો પર થયેલા ખર્ચ પર કર મુક્તિના લાભો પણ પ્રદાન કરવામાં આવે છે. તમે રોકડ ચુકવણી પર પણ કર લાભો મેળવી શકો છો. અન્ય તબીબી ખર્ચાઓથી વિપરીત, કે જેમાં કરમુક્તિના લાભો મેળવવા માટે ડેબિટ/ક્રેડિટ કાર્ડ, ચેક અથવા ઇન્ટરનેટ બેંકિંગ દ્વારા ચૂકવણી કરવી જરૂરી હોય છે.
કૃપા કરીને નોંધ કરો કે ઉપરોક્ત લાભો દેશમાં લાગુ હાલના ટૅક્સ કાયદા મુજબ છે. તમારા ટૅક્સ લાભો ટૅક્સ કાયદાને આધિન બદલી શકે છે. તમારા ટૅક્સ સલાહકાર સાથે તેની ફરી પુષ્ટિ કરી લેવાની સલાહ આપવામાં આવે છે. આ તમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ મૂલ્યથી સ્વતંત્ર છે.
જ્યારે પણ તમે તમારા માતા-પિતા માટે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનની શોધ કરો છો, ત્યારે તમને અચરજ થાય છે કે માતા-પિતા માટે ક્યો હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન શ્રેષ્ઠ છે? ઑનલાઇન શ્રેષ્ઠ હેલ્થ પ્લાન કેવી રીતે પસંદ કરવો? તેમાં શું કવરેજ હોવું જોઈએ? યોગ્ય હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન પ્રાપ્ત કરવાના ઉખાણાને ઉકેલવા માટે તમારા તમામ પ્રશ્નોના જવાબ મેળવવા માટે વધુ વાંચો.
જો તમે મેટ્રો શહેરોમાં રહો છો તો સારવારનો ખર્ચ વધુ આવી શકે છે, તેથી કોઈ વ્યક્તિ માટે તમારી સમ ઇન્શ્યોર્ડ આદર્શ રીતે 7 લાખથી 10 લાખની વચ્ચે હોવી જોઈએ. જો તમે તમારા જીવનસાથી અને બાળકોને ઇન્શ્યોરન્સ આપવા માટે પરિવારનું કવર શોધી રહ્યાં છો તો ફ્લોટરના આધારે 8 લાખથી 15 લાખ સુધીની સમ ઇન્શ્યોર્ડ શ્રેષ્ઠ અને અનુકૂળ હોય છે. તે એક વર્ષમાં બની શકે તેવા એકથી વધુ હૉસ્પિટલાઇઝેશનને કવર કરવા માટે પર્યાપ્ત હોવું જોઈએ.
જો તમે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન માટે ઓછા પ્રીમિયમની ચુકવણી કરવા માંગો છો તો તમારા હૉસ્પિટલના બિલની સહ-ચુકવણી કરો. તો તમે તમારા હેલ્થ ઇન્શ્યોરર સાથે તબીબી ખર્ચ શેર કરો છો તેથી તમારે ભારે પ્રીમિયમ ચૂકવવાની જરૂર પડતી નથી. તમે માય:હેલ્થ સુરક્ષા હેલ્થ ઇન્શ્યોરન્સ પણ ખરીદી શકો છો જે માસિક, અર્ધવાર્ષિક, ત્રિમાસિક અને વાર્ષિક ધોરણે હપ્તાની ચુકવણીની સુવિધા પ્રદાન કરે છે.
હંમેશા તપાસો કે ઇન્શ્યોરન્સ કંપની પાસે નેટવર્ક હૉસ્પિટલોની વિશાળ લિસ્ટ છે. જો ઇન્શ્યોરન્સ કંપની દ્વારા નજીકની હૉસ્પિટલ અથવા તબીબી સુવિધા સૂચિબદ્ધ હોય તો તે તમને કૅશલેસ સારવાર મેળવવામાં મદદ કરશે. એચડીએફસી અર્ગોમાં, અમારી પાસે 16000+ કૅશલેસ હેલ્થ કેર સેન્ટરનું મોટું નેટવર્ક છે.
સામાન્ય રીતે તમારા તબીબી ખર્ચ તમારા રૂમના પ્રકાર અને રોગ પર આધારિત હોય છે. એક એવા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદવાની ભલામણ કરવામાં આવે છે જેની હૉસ્પિટલના રૂમના ભાડા પર સબ-લિમિટ (ઉપ-મર્યાદા) નથી જેથી તમે તમારા આરામ મુજબ હૉસ્પિટલ રૂમ પસંદ કરી શકો. અમારી મોટાભાગની પૉલિસીઓમાં પણ રોગોની સબ-લિમિટ શામેલ હોતી નથી; આ પણ એક મહત્વપૂર્ણ પરિબળ છે જેને ધ્યાનમાં રાખવું જરૂરી છે.
તમારી પ્રતીક્ષા અવધિ પૂર્ણ ન થાય ત્યાં સુધી તમારો હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન સક્રિય થતો નથી. હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ઑનલાઇન ખરીદતા પહેલાં પહેલાથી હાજર બીમારીઓ અને પ્રસૂતિના લાભો માટે ઓછી પ્રતીક્ષા અવધિવાળી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ તપાસો.
હંમેશા માર્કેટમાં સારી પ્રતિષ્ઠા ધરાવતી હેલ્થ ઇન્શ્યોરન્સ કંપની પસંદ કરો. તમારે કસ્ટમર આધાર અને ક્લેઇમને ચુકવણીની ક્ષમતા ઉપર પણ ધ્યાન આપવું જોઈએ તે જાણવા હેતુ કે શું તમે ભવિષ્યમાં ક્લેઇમ કરો તો બ્રાંડ તેને સ્વીકારી અને ચૂકવી શકે કે નહીં.
તમે ઘરે આરામથી બેસીને ઇન્ટરનેટ પર પ્લાન શોધી શકો છો. તમે ઇન્શ્યોરન્સ કંપનીની ઑફિસની મુલાકાત લઇને અથવા એજન્ટની તમારા ઘરની મુલાકાતે બોલાવીને તમારો સમય અને શ્રમ બચાવો છો. તમે કોઈ પણ સ્થળેથી, કોઈ પણ સમયે સુરક્ષિત રીતે ટ્રાન્ઝૅક્શન કરી શકો છો. ઉપરાંત, તમે ફાઇન પ્રિન્ટ વાંચીને માહિતગાર રહી શકો તે માટે પૉલિસીના શબ્દો ઑનલાઇન ઉપલબ્ધ છે.
તમારે તમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન માટે કૅશ અથવા ચેકમાં પ્રીમિયમ ચૂકવવાની જરૂર નથી! ડિજિટલ રીત અપનાવો! બહુવિધ સુરક્ષિત ચુકવણી પદ્ધતિઓ દ્વારા ઑનલાઇન ચુકવણી કરવા માટે માત્ર તમારા ક્રેડિટ/ડેબિટ કાર્ડ અથવા નેટ બેંકિંગ સેવાઓનો ઉપયોગ કરો.
તમે ઑનલાઇન હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદવા માટે તમારી આંગળીઓના ટેરવે ઑનલાઇન પ્રીમિયમની ગણતરી કરી શકો, સભ્યોને ઉમેરી અથવા કાઢી શકો, પ્લાનને કસ્ટમાઇઝ કરી શકો અને કવરેજ ચેક કરી શકો છો.
હવે તમારે ફિઝિકલ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીના ડૉક્યુમેન્ટ માટે રાહ જોવાની જરૂર નથી. તમે જેવી ઑનલાઇન પ્રીમિયમની ચુકવણી કરો છો કે તરત જ તમારી પૉલિસીની PDF કૉપી તમને ઇ-મેઇલમાં મોકલવામાં આવે છે અને તમને થોડી સેકંડમાં તમારી પૉલિસી મળે છે.
અમારી માય:હેલ્થ સર્વિસેજ મોબાઇલ એપ્લિકેશનમાં તમારા પૉલિસી દસ્તાવેજો, બ્રોશર વગેરે મેળવો. ઑનલાઇન કન્સલ્ટેશન બુક કરવા, તમારા આહારમાં લેવાતી કેલરીનું ધ્યાન રાખવા અને તમારા BMI નું પણ ધ્યાન રાખવા માટે અમારી વેલનેસ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
તમારા માતા-પિતા માટે હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદવાની સૌથી સરળ અને સૌથી સુવિધાજનક રીત તેને ઑનલાઇન ખરીદવાની છે. તમે એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ઑનલાઇન કેવી રીતે ખરીદી શકો છો તે અહીં આપેલ છે:
• એચડીએફસી અર્ગોના હેલ્થ ઇન્શ્યોરન્સ પેજની મુલાકાત લો.
• ઉપર જમણે, તમને ફોર્મ જોવા મળશે. તેમાં તમારી મૂળભૂત માહિતી જેમ કે સંપર્કની વિગતો, પ્લાનનો પ્રકાર વગેરે લખો. પછી પ્લાન જુઓ બટન પર ક્લિક કરો
• એકવાર તમે પ્લાન જોયા પછી, પસંદગીની સમ ઇન્શ્યોર્ડ, પૉલિસીની શરતો અને અન્ય માહિતી પસંદ કરીને તમારી પૉલિસીને કસ્ટમાઇઝ કરો.
• ઑનલાઇન ચુકવણી પદ્ધતિ પસંદ કરો અને અમારા સુરક્ષિત પેમેન્ટ ગેટવે દ્વારા ચુકવણી કરો.
જ્યારે અમે નાના હતા ત્યારે આપણા માતાપિતાએ આપણી કાળજી લીધી. તેથી તેમના સંધ્યાકાળમાં તેમની કાળજી લેવી એ આપણી જવાબદારી બની જાય છે. વધતી તબીબી જરૂરિયાતો અને વધતી મોંઘવારી સાથે, તમે તમારા માતાપિતા માટે હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદો તે જરૂરી છે.
ઇન્ટરનેટ દ્વારા ટેક્નોલોજી અને ઍક્સેસિબિલિટીના આગમનથી ઘણા કાર્યો સરળ બની ગયા છે. તમારા માતાપિતા માટે હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદવું સરળ અને સુવિધાજનક છે અને તે માત્ર થોડા ક્લિક દૂર છે. તમારે માત્ર એચડીએફસી અર્ગો પેજની મુલાકાત લેવાની અને તમારી જરૂરિયાતોને અનુરૂપ પ્લાન પસંદ કરવાની જરૂર છે. તમે પ્રીમિયમની ગણતરી કરી શકો છો અને તમારા માતાપિતા માટે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદવા માટે ઑનલાઇન કવરેજ ચેક કરી શકો છો.
હેલ્થ ક્લેઇમ બે રીતે ફાઇલ કરી શકાય છે. કૅશલેસ ક્લેઇમ અને વળતર ક્લેઇમ
કૅશલેસ ક્લેઇમ કરવા માટે આ નીચેના સરળ પગલાંઓને અનુસરો
• કૅશલેસ ક્લેઇમ વિકલ્પ માટે, તમારે નેટવર્ક હૉસ્પિટલ પસંદ કરવું પડશે.વળતર ક્લેઇમ કરવા માટે, તમારે માત્ર આ પગલાંઓનું પાલન કરવું પડશે
• શરૂઆતમાં, તમારે હૉસ્પિટલમાં ચુકવણી કરવી પડશે.હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં મહત્તમ પ્રવેશની ઉંમર ઉલ્લેખિત હોય છે. હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીને આજીવન રિન્યુ કરી શકાય છે
હા, જો તમારા માતાપિતાને પહેલેથી હાજર કોઈ બીમારી હોય તો તમે હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદી શકો છો. બીમારી પૂર્વ-અસ્તિત્વમાં હોય તેવી તબીબી સ્થિતિના કિસ્સામાં, ક્લેઇમ દાખલ કરતા પહેલાં તમારે પ્રતીક્ષા અવધિ તરીકે અમુક નિર્ધારિત સમયગાળો વિતાવવો પડશે. જ્યારે નક્કી કરવાનું હોય કે કયો ઇન્શ્યોરન્સ ખરીદવાનો છે, તો તેને પસંદ કરવાની સલાહ આપવામાં આવે છે કે જે તમને ન્યૂનતમ પ્રતીક્ષા અવધિ ઑફર કરે છે. આ પૉલિસીના નિયમો અને શરતોને આધિન છે.
હા, સેક્શન 80D હેઠળ હેલ્થ ઇન્શ્યોરન્સ માટે ચૂકવેલ પ્રીમિયમ ટૅક્સ કપાત માટે પાત્ર છે. ટૅક્સ-કપાતપાત્ર રકમ પૉલિસીની મુદત માટે ચૂકવેલ કુલ પ્રીમિયમના આધારે રહેશે. ટૅક્સ મુક્તિઓ ઇન્કમ ટૅક્સ ઍક્ટના નિયમો અને નિયમનોને આધિન છે.
માતાપિતા માટે એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી શા માટે પસંદ કરવી જોઈએ તેના કેટલાક કારણો નીચે સૂચિબદ્ધ કરેલ છે.
• ઑનલાઇન વધારાની 5% છૂટ