કામ કે વેકેશન, બિઝનેસ કે નવરાશ - કઈ બાબત છે, જે તમારી અંદરના પ્રવાસીને જીવંત રાખે છે? જવાબ ગમે તે હોય, અમને સુનિશ્ચિત કરીએ છીએ કે તમે ક્યારેય અટકો નહીં. પરંતુ તમે તમારી મુસાફરી શરૂ કરો એ પહેલાં ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ચોક્કસથી મેળવો, જેથી ટ્રીપ દરમિયાન ઘરથી દૂર આવતાં સંભવિત જોખમોથી સુરક્ષિત રહી શકાય. મેડિકલ કે ડેન્ટલ ઇમરજન્સી, ચેક-ઇન કરેલ સામાન ખોવાઈ જવો કે વિલંબ, ડૉક્યુમેન્ટની ચોરી થવી - કોઈપણ અપ્રિય ઘટનામાં તમે વિદેશની ધરતી પર લાચારી અને અસહાય અનુભવી શકો છો. આવા સમયે વ્યક્તિગત ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી તમારી મદદે આવી શકે છે. વિદેશની ધરતી પર જ્યારે તમે એકલા મુસાફરી કરી રહ્યા હોવ ત્યારે તમારે મુસાફરી દરમિયાન કોઈપણ પડકાર માટે તૈયાર રહેવું જોઈએ. તેથી, જ્યારે તમે તમારી જરૂરિયાતની વસ્તુઓ પેક કરો ત્યારે સાથે તમારી ટ્રીપને સુરક્ષિત કરવા માટે ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ લેવાનું ખાસ યાદ રાખજો.
• આવશ્યક જીવનરક્ષક: વિદેશમાં અનપેક્ષિત પડકારો અને ઇમરજન્સી દરમિયાન મહત્વપૂર્ણ સહાય પ્રદાન કરે છે.
• એકલ પ્રવાસીઓનો સર્વોત્તમ સાથી: વિદેશી સ્થળોએ એકલા ફરતા વ્યક્તિઓ માટે ખાસ ભલામણ કરવામાં આવે છે.
• મનની શાંતિ માટે મેડિકલ કવરેજ: મેડિકલ અને ડેન્ટલ ઇમરજન્સી માટે નાણાંકીય સહાય પ્રદાન કરે છે, જેનાથી ચિંતા-મુક્ત થઈને સાજા થવાની ખાતરી મળે છે.
• સંપૂર્ણપણે ટ્રિપની સુરક્ષા: ફ્લાઇટમાં વિલંબ, કૅન્સલેશન, ડૉક્યુમેન્ટ ખોવાઈ જવા, વ્યક્તિગત જવાબદારી અને સામાનમાં વિલંબ કે ખોવાઈ જવા જેવી મુસાફરી અને સામાન સંબંધિત સમસ્યાઓ સામે સુરક્ષા પ્રદાન કરે છે.
• તમામ ઇન્શ્યોરન્સ કંપનીઓનું અલગ અલગ કવરેજ: કવરેજની વિશિષ્ટતાઓ અલગ હોઈ શકે છે, તેથી સમાવિષ્ટ અને બાકાત બાબતોને સમજવા માટે વ્યક્તિગત ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસીઓની કાળજીપૂર્વક સમીક્ષા કરો.
• વૈશ્વિક ફરજિયાત આવશ્યકતાઓ: તુર્કી અને UAE જેવા કેટલાક દેશોમાં ફરજિયાત, માન્ય ટ્રાવેલ મેડિકલ ઇન્શ્યોરન્સ હોવાના મહત્વ પર વધુ ભાર આપે છે.
આ લાભમાં હૉસ્પિટલાઇઝેશન, રૂમનું ભાડું, OPD સારવાર અને રોડ એમ્બ્યુલન્સના ખર્ચને કવર કરવામાં આવે છે. તે ઇમરજન્સી મેડિકલ ઇવેક્યુએશન, મેડિકલ રિપેટ્રિએશન અને મૃત અવશેષોને સ્વદેશમાં લાવવા પર થયેલા ખર્ચની પણ ભરપાઈ કરે છે.
અમે માનીએ છીએ કે દાંતની સંભાળ એ શારીરિક બીમારી અથવા ઈજાને કારણે હૉસ્પિટલાઇઝેશન જેટલું જ મહત્વપૂર્ણ છે; તેથી, અમે તમારી મુસાફરી દરમિયાન થઈ શકે છે તેવા ડેન્ટલ (દાંતને લગતા) ખર્ચને કવર કરી લઈએ છીએ. પૉલિસીના નિયમો અને શરતોને આધિન.
અમે તમારા દરેક સારા અને ખરાબ સમયમાં તમારો સાથ આપવામાં માનીએ છીએ. અકસ્માતની સ્થિતિમાં, વિદેશમાં મુસાફરી કરતી વખતે, અમારો ઇન્શ્યોરન્સ પ્લાન કાયમી અપંગતા અથવા આકસ્મિક મૃત્યુના કારણે થતા કોઈપણ ફાઇનાન્શિયલ બોજમાં સહાય કરવા માટે તમારા પરિવારને એકસામટી રકમની ચુકવણી પ્રદાન કરે છે.
અમે સારા-નરસા સમયમાં તમારો સાથ આપવામાં વિશ્વાસ કરીએ છીએ. તેથી, દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિઓમાં, સામાન્ય વાહનથી થતી ઈજાથી ઉદ્ભવતી આકસ્મિક મૃત્યુ અથવા કાયમી અપંગતાના કિસ્સામાં અમે એકસામટી રકમની ચુકવણી પ્રદાન કરીશું.
જો કોઈ વ્યક્તિને ઈજા અથવા બીમારીને કારણે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે, તો અમે પૉલિસી શેડ્યૂલમાં જણાવેલ મહત્તમ દિવસ સુધી, હૉસ્પિટલાઇઝેશનના દરેક સંપૂર્ણ દિવસ માટે પ્રતિ દિવસ સમ ઇન્શ્યોર્ડ જેટલી રકમ ચૂકવીશું.
ફ્લાઇટમાં વિલંબ અથવા કૅન્સલેશન આપણા નિયંત્રણની બહાર હોઈ શકે છે, પરંતુ ચિંતા ન કરો, અમારી રિઇમ્બર્સમેન્ટ સુવિધા તમને આવા અવરોધથી ઉદ્ભવતા કોઈપણ આવશ્યક ખર્ચને પહોંચી વળવાની સુવિધા આપે છે.
ટ્રિપમાં વિલંબ અથવા ટ્રિપ કૅન્સલેશનના કિસ્સામાં, અમે તમારા અગાઉથી બુક કરેલ આવાસ અને પ્રવૃત્તિઓના બિન-રિફંડપાત્ર ભાગને રિફંડ કરીશું. પૉલિસીના નિયમો અને નિયમાવલીને આધિન.
મહત્વપૂર્ણ ડૉક્યુમેન્ટના ગુમ થવાથી તમે વિદેશમાં અટવાઈ શકો છો. તેથી, અમે નવો અથવા ડુપ્લિકેટ પાસપોર્ટ અને/અથવા આંતરરાષ્ટ્રીય ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા સંબંધિત ખર્ચની તમને ભરપાઈ કરીશું.
જો તમારે અણધારી પરિસ્થિતિઓને કારણે તમારી મુસાફરીને ટૂંકી કરવાની જરૂર હોય તો ચિંતા કરશો નહીં. અમે પૉલિસી શેડ્યૂલ મુજબ તમારા બિન-રિફંડપાત્ર આવાસ અને અગાઉથી બુક કરેલ પ્રવૃત્તિઓ માટે તમને વળતર આપીશું.
જો તમે ક્યારેય વિદેશી ભૂમિમાં થર્ડ-પાર્ટી નુકસાન માટે જવાબદાર હોવ છો, તો અમારો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસીના નિયમો અને શરતોને આધિન તમને તે નુકસાનીનું સરળતાથી વળતર આપવામાં મદદ કરે છે.
મેડિકલ ઈમર્જન્સીઓનો અર્થ એ હોઈ શકે છે કે તમારે થોડા દિવસો સુધી તમારી હોટેલ બુકિંગ લંબાવવાની જરૂર પડી શકે છે. શું વધેલા ખર્ચ વિશે ચિંતિત છો? જ્યારે તમે સાજા થઈ રહ્યા હોય ત્યારે અમને તેની કાળજી લેશું. પૉલિસીના નિયમો અને શરતોને આધિન
ફ્લાઇટ કનેક્શન ચૂકી જવાને કારણે અનપેક્ષિત ખર્ચ વિશે ચિંતા કરશો નહીં; તમારા ગંતવ્ય સ્થાન સુધી પહોંચવા માટે આવાસ અને વૈકલ્પિક ફ્લાઇટ બુકિંગ પર થયેલા ખર્ચ માટે અમે તમને તેની ભરપાઈ કરીશું.
ફ્લાઇટ હાઇજેક થવી એક દુઃખદાયક અનુભવ હોઈ શકે છે. અને જ્યારે સબંધિત અધિકારીઓ સમસ્યાના ઉકેલમાં લાગ્યા હોય, ત્યારે અમે અમારાથી બનતું કરીશું અને આ તણાવને કારણે થતી તકલીફ માટે તમને વળતર આપીશું.
મુસાફરી કરતી વખતે, ચોરી અથવા લૂંટફાટને કારણે રોકડની મુશ્કેલી થઈ શકે છે. પરંતુ ચિંતા ન કરો ; એચડીએફસી અર્ગો ભારતમાં ઇન્શ્યોર્ડના પરિવારમાંથી ફંડ ટ્રાન્સફરની સુવિધા આપી શકે છે. પૉલિસીના નિયમો અને શરતોને આધિન.
તમારો ચેક-ઇન કરેલ સામાન ખોવાઇ ગયો છે? ચિંતા કરશો નહીં; અમે તમને નુકસાન માટે વળતર આપીશું, જેથી તમારે તમારી આવશ્યક વસ્તુઓ અને વેકેશનની મૂળભૂત વસ્તુઓ વિના જવું ન પડે. પૉલિસીના નિયમો અને શરતોને આધિન.
રાહ જોવામાં ક્યારેય મજા નથી. જો તમારા સામાનને આવવામાં વિલંબ થયો હોય, તો અમે તમને કપડાં, પ્રસાધનની વસ્તુઓ અને દવાઓ જેવી આવશ્યક વસ્તુઓ માટે વળતર આપીશું, જેથી તમે ચિંતા-મુક્ત થઈને તમારું વેકેશન શરૂ કરી શકો.
ચોરી અથવા ખોવાયેલ સામાન તમારી યાત્રાને બગાડી શકે છે. તેથી, તમારી યાત્રા ટ્રૅક પર રહેવાની ખાતરી કરવા માટે, સામાનની ચોરીના કિસ્સામાં અમે તમને વળતર આપીશું. પૉલિસીના નિયમો અને શરતોને આધિન.
અમારા કેટલાક ટ્રાવેલ પ્લાનમાં ઉપરોક્ત કવરેજ કદાચ ઉપલબ્ધ ન હોય. કૃપા કરીને અમારા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન વિશે વધુ જાણવા માટે પૉલિસી નિયમાવલી, બ્રોશર અને પ્રોસ્પેક્ટસ વાંચો.
યુદ્ધ અથવા કાયદાના ભંગને કારણે થતી કોઈપણ બીમારી અથવા સ્વાસ્થ્ય સમસ્યાઓ.
જો તમે નશાના અથવા પ્રતિબંધિત પદાર્થનો ઉપયોગ કરો છો, તો પૉલિસીમાં તમે કોઈપણ કલેઇમ્સ કરી શકશો નહીં.
જો તમે મુસાફરી કરતા પહેલા કોઈ રોગથી પીડિત હોવ અથવા પહેલેથી અસ્તિત્વમાં રહેલી બીમારીની સારવાર કરાવતા હોવ, તો અમે તેને આવરી લેતા નથી.
જો તમે અથવા તમારા પરિવારના સભ્ય કોસ્મેટિક અથવા સ્થૂળતાની સારવાર કરાવવાનું પસંદ કરો છો, તો તે કવર થશે નહીં.
જો તમે પોતાને નુકસાન કરો છો અથવા આત્મહત્યાના પ્રયત્નને કારણે હૉસ્પિટલમાં દાખલ થઈ જાઓ તો અમે આવી સારવાર માટે તમને કવર કરી શકીશું નહીં, જે બદલ અમે દિલગીર છીએ
એડવેન્ચર સ્પોર્ટને કારણે થતી કોઈપણ ઈજા કવર થશે નહીં.
આંતરરાષ્ટ્રીય સ્થળોએ ટ્રિપ પર જવાની યોજના બનાવતા એકલ પ્રવાસીઓ માટે ડિઝાઇન કરેલ છે. ભલે તે ફુરસદની પળોમાં મોજ કરવા માટેની ટૂર હોય અથવા બિઝનેસ કે નોકરીના કામ માટેની ટૂંકી ટ્રિપ હોય, તમે આ પ્રકારના ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન સાથે આકસ્મિક પરિસ્થિતિઓથી તમારી મુસાફરીને સરળતાથી સુરક્ષિત કરી શકો છો. નોંધ કરો કે વિદેશમાં સિંગલ ટ્રિપ માટેનો વ્યક્તિગત ટ્રાવેલ ઇન્શ્યોરન્સ માત્ર એક જ ચોક્કસ મુસાફરીને કવર કરે છે, અનેક મુસાફરીઓને કવર કરતો નથી. તેનો અર્થ એ છે કે આ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન હેઠળનું કવરેજ સામાન્ય રીતે તે ચોક્કસ ટ્રિપની શરૂઆતના સમયથી ચાલુ થશે અને સુવ્યવસ્થિત મુસાફરીના નિર્ધારિત સમયગાળા સુધી ચાલશે. તેથી જે લોકોને વર્ષ દરમિયાન કોઈ ચોક્કસ આંતરરાષ્ટ્રીય સ્થળે વેકેશનનો પ્લાન હોય, તેઓ આ પ્રકારના પ્લાનને સરળતાથી પસંદ કરી શકે છે.
પોતાને પ્રવાસના ઉત્સાહી માનતા લોકો માટે ડિઝાઇન કરેલ છે, તે એક પ્રકારનો ઓવરસીઝ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન છે, જે એક વર્ષ (365 દિવસ)ની અંદર અનેક મુસાફરીને કવર કરે છે. તેથી, વેકેશન પર ફરવા જવા માંગતા એકલ પ્રવાસીઓ અથવા બિઝનેસ કે નોકરીના કામે વારંવાર મુસાફરી કરતા, એક વર્ષમાં અનેક વખત મુસાફરી કરતા લોકો વ્યક્તિગત મલ્ટી ટ્રિપ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી પસંદ કરી શકે છે. આ પૉલિસી એક વર્ષમાં અનેક ટ્રિપને કવર કરે છે, એટલે કે તમને એક જ પ્લાન હેઠળ અનેક મુસાફરીઓ માટેનું કવરેજ મળે છે. તેના લીધે માત્ર ટ્રાવેલ ઇન્શ્યોરન્સની ખરીદી અને તેને મેનેજ કરવું જ સરળ બનતું નથી પરંતુ તેનો અર્થ એ પણ છે કે તમારે નોંધપાત્ર રીતે ઓછું પેપરવર્ક કરવું પડશે. તમે ઘણી અણધારી મેડિકલ અને નૉન-મેડિકલ ઘટનાઓ સહિતના તમામ સામાન્ય રીતે ઉપલબ્ધ કવરેજ મેળવો છો, પરંતુ નોંધ કરો કે વર્ષમાં દરેક ટ્રિપ માટેના કવરેજમાં મહત્તમ દિવસની મર્યાદા હોય છે.
ટ્રાવેલ મેડિકલ ઇન્શ્યોરન્સ એ સમગ્ર વિશ્વમાં તમારા એકલ સાહસિક પ્રવાસો માટે સૌથી યોગ્ય ટ્રિપ સાથીદાર છે. મોટેભાગે મેડિકલ ઇમરજન્સી અણધારી આવતી હોય છે, અને વિદેશની ધરતી પર એકલ મુસાફરી કરતી વખતે તેમને સંભાળવી ખરેખર મુશ્કેલ હોઈ શકે છે. તે માત્ર માનસિક તણાવનું કારણ જ નહીં પરંતુ તમારા એકંદર ટ્રિપના બજેટને પણ અસર કરે છે, જેનું મુખ્ય કારણ વિદેશમાં હેલ્થકેર ખર્ચાળ હોય છે.
તેથી, તમારા એકલ પ્રવાસ દરમિયાન આવી તકલીફો મોટી સમસ્યાઓ ના બની જાય તેની ખાતરી કરવા માટે, તમે વ્યક્તિગત ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં ઇન્વેસ્ટ કરવાનું શ્રેષ્ઠ પગલું લઈ શકો છો. તેની આર્થિક સહાયતા અને ચોવીસે કલાકની મદદ વડે, તમે તમારી આંતરરાષ્ટ્રીય ટ્રિપ દરમિયાન થતી સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે તમને જરૂરી હોય એવી યોગ્ય મેડિકલ સારવાર મેળવી શકો છો. આ પ્લાન હેઠળ આપવામાં આવતા કવરેજના કેટલાક ઉદાહરણો નીચે મુજબ છે:
• ઇમરજન્સી મેડિકલ લાભો: આ વ્યક્તિગત ટ્રાવેલ ઇન્શ્યોરન્સની મુખ્ય વિશેષતાઓમાંથી એક છે. તે મુસાફરી દરમિયાન અકસ્માત અથવા બીમારીને કારણે થયેલા ખર્ચને કવર કરે છે, જેમાં હૉસ્પિટલાઇઝેશન, રૂમનું ભાડું, OPD સારવાર અને રોડ એમ્બ્યુલન્સ ખર્ચ શામેલ છે. તે ઇમરજન્સી મેડિકલ ઇવેક્યુએશન, મેડિકલ રિપેટ્રિએશન અને મૃત અવશેષોને સ્વદેશમાં લાવવા પર થયેલા ખર્ચની પણ ભરપાઈ કરે છે.
• હૉસ્પિટલ કૅશ: જો ઇન્શ્યોરન્સ ધારકને મુસાફરી દરમિયાન કોઈ બીમારી અથવા અકસ્માતને કારણે હૉસ્પિટલમાં દાખલ થવું પડે, તો ઇન્શ્યોરન્સ કંપની પ્લાનમાં ઉલ્લેખિત "કૅશ" નું દૈનિક ભથ્થું પ્રદાન કરશે.
• મેડિકલ ઇવેક્યુએશન: જો ઇન્શ્યોરન્સ ધારકને યોગ્ય સારવાર મેળવવા માટે નજીકની હૉસ્પિટલમાં ઇમરજન્સી મેડિકલ ઇવેક્યુએશન કરવાની જરૂરિયાત ઊભી થાય, તો આ પૉલિસી ભૂમિ માર્ગ કે હવાઈ માર્ગે પરિવહન દ્વારા દર્દીને ખસેડવામાં થતા સંબંધિત ખર્ચને કવર કરી લેશે.
• કાયમી અપંગતા: મુસાફરી દરમિયાન કોઈ અકસ્માતને કારણે કાયમી અપંગતાના કિસ્સામાં, પૉલિસી ઇન્શ્યોરન્સ ધારકને એકસામટી રકમનું વળતર પ્રદાન કરશે.
વ્યક્તિગત ટ્રાવેલ પ્લાનની ચોક્કસ વિશેષતાઓ દરેક પ્રદાતા માટે અલગ અલગ હોય છે. એચડીએફસી અર્ગોના વ્યક્તિગત ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ઇન્ડિયા સાથે આવતી મુખ્ય વિશેષતાઓના કેટલાક ઉદાહરણો અહીં આપેલ છે
મુખ્ય વિશેષતાઓ | લાભ |
વિશ્વભરમાં કૅશલેસ હૉસ્પિટલ નેટવર્કની વિશાળ શ્રેણી | વિશ્વભરમાં 1 લાખથી વધુ નેટવર્ક હૉસ્પિટલો સાથે, જો તમારી આંતરરાષ્ટ્રીય મુસાફરી દરમિયાન જરૂર પડે તો તમે સરળતાથી કૅશલેસ ક્લેઇમ સુવિધાનો લાભ લઈ શકો છો. કૅશલેસ સુવિધા તમને તમારા ખિસ્સા ખાલી કર્યા વિના યોગ્ય મેડિકલ સંભાળનો ઍક્સેસ આપે છે. |
વ્યાપક કવરેજ રકમ | એચડીએફસી અર્ગો વ્યક્તિગત ટ્રાવેલ ઇન્શ્યોરન્સ તમને $40K થી $1000K સુધીના કવરેજ વિકલ્પો આપે છે. તમારી ટ્રિપની જરૂરિયાત અને એકંદર બજેટના આધારે, તમે યોગ્ય કવરેજ રકમ પસંદ કરી શકો છો. |
કોવિડ-19 માટે કવર | વ્યક્તિગત ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી મુસાફરી દરમિયાન કોવિડ-19 દ્વારા સંક્રમિત થવાને કારણે થતા હૉસ્પિટલાઇઝેશન અને અન્ય ખર્ચને કવર કરે છે. |
સ્પર્ધાત્મક કિંમતો પર તૈયાર કરેલ પ્લાન | તમે તમારી મુસાફરીના બજેટ અને જરૂરિયાતો મુજબ સિલ્વર, ગોલ્ડ અને પ્લેટિનમ પ્લાનના વિકલ્પોમાંથી પસંદગી કરી શકો છો. |
મેડિકલ અને નૉન-મેડિકલ કવર | મેડિકલ અને ડેન્ટલ ઇમરજન્સી ઉપરાંત, વ્યક્તિગત ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન અનપેક્ષિત નૉન-મેડિકલ ઘટનાઓને પણ કવર કરે છે. તેમાં ટ્રિપના સમયગાળામાં ઘટાડો, હાઇજેક ડિસ્ટ્રેસ અલાઉન્સ, ફ્લાઇટમાં વિલંબ, ચેક-ઇન કરેલ સામાન ખોવાઈ જવો વગેરેનો સમાવેશ થાય છે. |
24x7 ઇન-હાઉસ ક્લેઇમ આસિસ્ટન્સ | એચડીએફસી અર્ગો વ્યક્તિગત ટ્રાવેલ ઇન્શ્યોરન્સ સાથે, તમને 24x7 ક્લેઇમ સેટલમેન્ટ સર્વિસ મળે છે, જે મુસાફરીને વધુ વ્યવસ્થિત અને મજેદાર બનાવે છે. |
જો તમે એચડીએફસી અર્ગોનો વ્યક્તિગત ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદવાનું વિચારી રહ્યા હોવ, તો તમારે પાત્રતાના માપદંડ વિશે શું જાણવાની જરૂર છે તે અહીં આપેલ છે ;
• આ પૉલિસીમાં ભારતીય નિવાસીઓ માટે રજાઓ, બિઝનેસ અને સત્તાવાર કારણોસર તેમજ રોજગારના હેતુ સંબંધિત મુસાફરી માટે વિશ્વવ્યાપી કવરેજ ઉપલબ્ધ છે.
• વય મર્યાદા 91 દિવસથી 70 વર્ષ સુધીની છે.
ડૉક્યુમેન્ટેશનના સંદર્ભમાં, વ્યક્તિગત ટ્રાવેલ ઇન્શ્યોરન્સ માટે જરૂરી ચોક્કસ પેપરવર્ક વિશે જાણવા માટે તમારી ઇન્શ્યોરન્સ કંપનીનો સંપર્ક કરો. એચડીએફસી અર્ગોમાં ઑનલાઇન ખરીદતી વખતે શૂન્ય પેપરવર્કની ખાતરી આપવામાં આવે છે, તમારે પૉલિસી ખરીદતી વખતે માત્ર નીચેની વિગતો જણાવવાની રહેશે:
• મુસાફરીનું ગંતવ્ય સ્થળ અને સમયગાળાની વિગતો.
• ઇન્શ્યોરન્સ ધારકની વ્યક્તિગત વિગતો, જેમ કે નામ, જાતિ, પાસપોર્ટ નંબર, જન્મ તારીખ અને મેડિકલ ઇતિહાસ (જો કોઈ હોય તો).”
• પ્રસ્તાવકર્તાની વ્યક્તિગત વિગતો, જેમ કે નામ, ઍડ્રેસ, PAN કાર્ડ નંબર અને નૉમિનીની વિગતો.
• આ પાસા પર અતિરિક્ત વિગતો માટે ઇન્શ્યોરન્સ કંપનીને ટોલ-ફ્રી નંબર અથવા ઇમેઇલ દ્વારા સંપર્ક કરો.
વ્યક્તિગત ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી શોધતી વખતે, ભૂલ્યા વગર ક્લેઇમ પ્રોસેસ વિશે જાણકારી મેળવો. એચડીએફસી અર્ગો સાથે વ્યક્તિગત ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ક્લેઇમ દાખલ કરવાનું ખૂબ જ સરળ છે. અહીં બે પ્રકારની ક્લેઇમ પ્રોસેસ આપેલ છે, જેને તમે અનુસરી શકો છો ;
travelclaims@hdfcergo.com / medical.ervices@allianz.com પર ક્લેઇમની જાણ કરો અને TPA પાસેથી નેટવર્ક હૉસ્પિટલોની સૂચિ મેળવો.
ચેકલિસ્ટ: કૅશલેસ ક્લેઇમ માટે જરૂરી ડૉક્યુમેન્ટનું ચેકલિસ્ટ travelclaims@hdfcergo.com શેર કરશે
અમારા TPA પાર્ટનર- આલિયાન્ઝ ગ્લોબલ સહાયતા, medical.services@allianz.com પર કૅશલેસ ક્લેઇમ ડૉક્યુમેન્ટ અને પૉલિસીની વિગતો મોકલો.
અમારી સંબંધિત ટીમ પૉલિસીના નિયમો અને શરતો અનુસાર વધુ કૅશલેસ ક્લેઇમ પ્રક્રિયા માટે 24 કલાકની અંદર તમારો સંપર્ક કરશે.
રિઇમ્બર્સમેન્ટ માટે ચેકલિસ્ટ મુજબ તમામ જરૂરી ડૉક્યુમેન્ટ travelclaims@hdfcergo.com પર મોકલો
સંપૂર્ણ ડૉક્યુમેન્ટ પ્રાપ્ત થયા પછી, પૉલિસીના નિયમો અને શરતો અનુસાર ક્લેઇમ રજિસ્ટર કરવામાં આવશે અને 7 દિવસની અંદર પ્રોસેસ કરવામાં આવશે.
એચડીએફસી અર્ગો સાથે, વ્યક્તિગત ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ક્લેઇમ દાખલ કરવાનું અને સેટલ કરવાનું કાર્ય સરળ બની ગયું છે. 24x7 ક્લેઇમ સપોર્ટ અને વિશ્વભરમાં 1 લાખ+ નેટવર્ક હૉસ્પિટલોએ કૅશલેસ અને રિઇમ્બર્સમેન્ટ ક્લેઇમના સેટલમેન્ટ સરળ બનાવ્યા છે.
અહીં કેટલાક દેશો છે જ્યાં વિદેશીઓ માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સની જરૂર છે: આ એક સૂચક સૂચિ છે. ટ્રાવેલ કરતા પહેલાં દરેક દેશની વિઝાની જરૂરિયાતને સ્વતંત્ર રીતે તપાસવાની સલાહ આપવામાં આવે છે.
સ્ત્રોત: VisaGuide.World
એવો સમ ઇન્શ્યોર્ડ પસંદ કરો જે કોઈપણ પરિસ્થિતિના કિસ્સામાં તમને શ્રેષ્ઠ રીતે કવર કરશે. અમે તમારા મુલાકાતના દેશના આધારે ભલામણ કરીએ છીએ કારણ કે સરેરાશ તબીબી સારવાર ખર્ચ દરેક દેશ મુજબ અલગ-અલગ હોય છે.
ચોક્કસપણે, તમે તમારા માતા-પિતા માટે વ્યક્તિગત સમ ઇન્શ્યોર્ડના આધારે અથવા ફ્લોટરના આધારે તમારા માતા-પિતા માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદી શકો છો.
ના. તમે માત્ર તમારા પરિવારના સભ્યો માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદી શકો છો.
હા, જો તમે હાઇપરટેન્શન/ડાયાબિટીસથી પીડિત હોવ તો તે જાહેર કરીને તમે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદી શકો છો. જોકે, તબીબી કટોકટીની સ્થિતિમાં, તમને તમે પહેલાંથી ધરાવો છો તે બિમારીઓ સિવાયના તમામ ખર્ચાઓ માટે કવર કરી લેવામાં આવશે.
કપાતપાત્ર એ એવી રકમ છે કે જે તમામ કિસ્સાઓમાં પ્રથમ ઇન્શ્યોર્ડે ભોગવવી પડશે અને ચુકવવાપાત્ર ક્લેઇમની રકમમાંથી બાદ કરવામાં આવે છે.
સબ-લિમિટ માત્ર 61 વર્ષથી વધુની ઉંમર માટે લાગુ પડે છે. તે વિશે પૉલિસી શેડ્યૂલમાં જણાવેલ છે.
ના, આવી કોઈ જરૂરિયાત નથી. માત્ર જાહેર કરો કે જો કોઈ પહેલાંથી હાજર રોગની સ્થિતિ છે અને તમે આગળ વધવા માટે તૈયાર છો.
આ પૉલિસી પહેલાંથી અસ્તિત્વમાં હોય તે બિમારીઓ કવર કરતી નથી. પહેલેથી હોય તેવી બીમારી એ છે જેની સાથે વ્યક્તિ પૉલિસી ખરીદતા પહેલાં જ પીડિત છે.
ઈમર્જન્સી મેડિકલ એવેક્યુએશનનો અર્થ એક ઇન્શ્યોર્ડ વ્યક્તિને નજીકની હૉસ્પિટલમાં ખસેડવા માટે જરૂરી પરિવહનની વ્યવસ્થા છે અને મેડિકલ રિપેટ્રિએશનનો અર્થ એક ઇન્શ્યોર્ડ વ્યક્તિને તેના/તેણીના નિવાસના દેશમાં ખસેડવા માટે જરૂરી પરિવહનની વ્યવસ્થા છે.