શું તમે કામ અથવા લેઝર હેતુઓ માટે વિશ્વભરમાં મુસાફરી કરવાનું ચાલુ રાખો છો? જો હા, તો તમારા માટે એચડીએફસી અર્ગો એન્યુઅલ મલ્ટી-ટ્રીપ કવરના સુરક્ષા કવર સાથે આગલા ગંતવ્ય પર જવાનો સમય છે. વાર્ષિક મલ્ટિ-ટ્રિપ કવરેજ સાથે, તમારે દરેક ટ્રિપ માટે ઇન્શ્યોરન્સ ખરીદવાની જરૂર નથી. અમે તમને એક વર્ષના સમયગાળામાં બહુવિધ ટ્રિપ્સ માટે કવરેજ ઑફર કરીએ છીએ; આ તમારા પ્રવાસના કાર્યસૂચિને સરળ બનાવે છે અને સમયની પણ બચત કરે છે. ફ્રિક્વન્ટ ફ્લાયર હોવાને કારણે, તમારે તમારી ટ્રિપ્સને સુરક્ષિત રાખવા માટે મલ્ટી-ટ્રિપ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ મેળવવો જરૂરી છે જેથી તમારે મેડિકલ અથવા ડેન્ટલ ઇમરજન્સીને કારણે વિદેશમાં સંઘર્ષ ન કરવો પડે. ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ તમને પ્રવાસ-સંબંધિત અને તબીબી કટોકટીઓ માટે પર્યાપ્ત રીતે આવરી લેવામાં આવ્યા છે તેની ખાતરી કરતી વખતે તમારે સ્થાનોની શોધખોળ કરવા માટે જરૂરી સુરક્ષા આપે છે જે તમને વિદેશની ધરતી પર સાવચેતીથી બચાવી શકે છે..
આ લાભમાં હૉસ્પિટલાઇઝેશન, રૂમનું ભાડું, OPD સારવાર અને રોડ એમ્બ્યુલન્સના ખર્ચને કવર કરવામાં આવે છે. તે ઇમરજન્સી મેડિકલ ઇવેક્યુએશન, મેડિકલ રિપેટ્રિએશન અને મૃત અવશેષોને સ્વદેશમાં લાવવા પર થયેલા ખર્ચની પણ ભરપાઈ કરે છે.
અમે માનીએ છીએ કે દાંતની સંભાળ એ શારીરિક બીમારી અથવા ઈજાને કારણે હૉસ્પિટલાઇઝેશન જેટલું જ મહત્વપૂર્ણ છે; તેથી, અમે તમારી મુસાફરી દરમિયાન થઈ શકે છે તેવા ડેન્ટલ (દાંતને લગતા) ખર્ચને કવર કરી લઈએ છીએ. પૉલિસીના નિયમો અને શરતોને આધિન.
અમે તમારા દરેક સારા અને ખરાબ સમયમાં તમારો સાથ આપવામાં માનીએ છીએ. અકસ્માતની સ્થિતિમાં, વિદેશમાં મુસાફરી કરતી વખતે, અમારો ઇન્શ્યોરન્સ પ્લાન કાયમી અપંગતા અથવા આકસ્મિક મૃત્યુના કારણે થતા કોઈપણ ફાઇનાન્શિયલ બોજમાં સહાય કરવા માટે તમારા પરિવારને એકસામટી રકમની ચુકવણી પ્રદાન કરે છે.
અમે સારા-નરસા સમયમાં તમારો સાથ આપવામાં વિશ્વાસ કરીએ છીએ. તેથી, દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિઓમાં, સામાન્ય વાહનથી થતી ઈજાથી ઉદ્ભવતી આકસ્મિક મૃત્યુ અથવા કાયમી અપંગતાના કિસ્સામાં અમે એકસામટી રકમની ચુકવણી પ્રદાન કરીશું.
જો કોઈ વ્યક્તિને ઈજા અથવા બીમારીને કારણે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે, તો અમે પૉલિસી શેડ્યૂલમાં જણાવેલ મહત્તમ દિવસ સુધી, હૉસ્પિટલાઇઝેશનના દરેક સંપૂર્ણ દિવસ માટે પ્રતિ દિવસ સમ ઇન્શ્યોર્ડ જેટલી રકમ ચૂકવીશું.
ફ્લાઇટમાં વિલંબ અથવા કૅન્સલેશન આપણા નિયંત્રણની બહાર હોઈ શકે છે, પરંતુ ચિંતા ન કરો, અમારી રિઇમ્બર્સમેન્ટ સુવિધા તમને આવા અવરોધથી ઉદ્ભવતા કોઈપણ આવશ્યક ખર્ચને પહોંચી વળવાની સુવિધા આપે છે.
ટ્રિપમાં વિલંબ અથવા ટ્રિપ કૅન્સલેશનના કિસ્સામાં, અમે તમારા અગાઉથી બુક કરેલ આવાસ અને પ્રવૃત્તિઓના બિન-રિફંડપાત્ર ભાગને રિફંડ કરીશું. પૉલિસીના નિયમો અને નિયમાવલીને આધિન.
મહત્વપૂર્ણ ડૉક્યુમેન્ટના ગુમ થવાથી તમે વિદેશમાં અટવાઈ શકો છો. તેથી, અમે નવો અથવા ડુપ્લિકેટ પાસપોર્ટ અને/અથવા આંતરરાષ્ટ્રીય ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા સંબંધિત ખર્ચની તમને ભરપાઈ કરીશું.
જો તમારે અણધારી પરિસ્થિતિઓને કારણે તમારી મુસાફરીને ટૂંકી કરવાની જરૂર હોય તો ચિંતા કરશો નહીં. અમે પૉલિસી શેડ્યૂલ મુજબ તમારા બિન-રિફંડપાત્ર આવાસ અને અગાઉથી બુક કરેલ પ્રવૃત્તિઓ માટે તમને વળતર આપીશું.
જો તમે ક્યારેય વિદેશી ભૂમિમાં થર્ડ-પાર્ટી નુકસાન માટે જવાબદાર હોવ છો, તો અમારો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસીના નિયમો અને શરતોને આધિન તમને તે નુકસાનીનું સરળતાથી વળતર આપવામાં મદદ કરે છે.
મેડિકલ ઈમર્જન્સીઓનો અર્થ એ હોઈ શકે છે કે તમારે થોડા દિવસો સુધી તમારી હોટેલ બુકિંગ લંબાવવાની જરૂર પડી શકે છે. શું વધેલા ખર્ચ વિશે ચિંતિત છો? જ્યારે તમે સાજા થઈ રહ્યા હોય ત્યારે અમને તેની કાળજી લેશું. પૉલિસીના નિયમો અને શરતોને આધિન
ફ્લાઇટ કનેક્શન ચૂકી જવાને કારણે અનપેક્ષિત ખર્ચ વિશે ચિંતા કરશો નહીં; તમારા ગંતવ્ય સ્થાન સુધી પહોંચવા માટે આવાસ અને વૈકલ્પિક ફ્લાઇટ બુકિંગ પર થયેલા ખર્ચ માટે અમે તમને તેની ભરપાઈ કરીશું.
ફ્લાઇટ હાઇજેક થવી એક દુઃખદાયક અનુભવ હોઈ શકે છે. અને જ્યારે સબંધિત અધિકારીઓ સમસ્યાના ઉકેલમાં લાગ્યા હોય, ત્યારે અમે અમારાથી બનતું કરીશું અને આ તણાવને કારણે થતી તકલીફ માટે તમને વળતર આપીશું.
મુસાફરી કરતી વખતે, ચોરી અથવા લૂંટફાટને કારણે રોકડની મુશ્કેલી થઈ શકે છે. પરંતુ ચિંતા ન કરો ; એચડીએફસી અર્ગો ભારતમાં ઇન્શ્યોર્ડના પરિવારમાંથી ફંડ ટ્રાન્સફરની સુવિધા આપી શકે છે. પૉલિસીના નિયમો અને શરતોને આધિન.
તમારો ચેક-ઇન કરેલ સામાન ખોવાઇ ગયો છે? ચિંતા કરશો નહીં; અમે તમને નુકસાન માટે વળતર આપીશું, જેથી તમારે તમારી આવશ્યક વસ્તુઓ અને વેકેશનની મૂળભૂત વસ્તુઓ વિના જવું ન પડે. પૉલિસીના નિયમો અને શરતોને આધિન.
રાહ જોવામાં ક્યારેય મજા નથી. જો તમારા સામાનને આવવામાં વિલંબ થયો હોય, તો અમે તમને કપડાં, પ્રસાધનની વસ્તુઓ અને દવાઓ જેવી આવશ્યક વસ્તુઓ માટે વળતર આપીશું, જેથી તમે ચિંતા-મુક્ત થઈને તમારું વેકેશન શરૂ કરી શકો.
ચોરી અથવા ખોવાયેલ સામાન તમારી યાત્રાને બગાડી શકે છે. તેથી, તમારી યાત્રા ટ્રૅક પર રહેવાની ખાતરી કરવા માટે, સામાનની ચોરીના કિસ્સામાં અમે તમને વળતર આપીશું. પૉલિસીના નિયમો અને શરતોને આધિન.
અમારા કેટલાક ટ્રાવેલ પ્લાનમાં ઉપરોક્ત કવરેજ કદાચ ઉપલબ્ધ ન હોય. કૃપા કરીને અમારા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન વિશે વધુ જાણવા માટે પૉલિસી નિયમાવલી, બ્રોશર અને પ્રોસ્પેક્ટસ વાંચો.
યુદ્ધ, ઈજા અથવા કાયદાના ભંગને કારણે થતી કોઈપણ બીમારી અથવા સ્વાસ્થ્ય સમસ્યાઓ.
જો તમે નશાના અથવા પ્રતિબંધિત પદાર્થનો ઉપયોગ કરો છો, તો પૉલિસીમાં તમે કોઈપણ કલેઇમ્સ કરી શકશો નહીં.
જો તમે મુસાફરી કરતા પહેલા કોઈ રોગથી પીડિત હોવ અથવા પહેલેથી અસ્તિત્વમાં રહેલી બીમારીની સારવાર કરાવતા હોવ, તો અમે તેને આવરી લેતા નથી.
જો તમે અથવા તમારા પરિવારના સભ્ય કોસ્મેટિક અથવા સ્થૂળતાની સારવાર કરાવવાનું પસંદ કરો છો, તો તે કવર થશે નહીં.
જો તમે પોતાને નુકસાન કરો છો અથવા આત્મહત્યાના પ્રયત્નને કારણે હૉસ્પિટલમાં દાખલ થઈ જાઓ તો અમે આવી સારવાર માટે તમને કવર કરી શકીશું નહીં, જે બદલ અમે દિલગીર છીએ
એડવેન્ચર સ્પોર્ટને કારણે થતી કોઈપણ ઈજા કવર થશે નહીં.
નીચેના વિકલ્પોમાંથી તમારી પસંદગી કરો, જેથી તમે વિદેશમાં તમારી મુસાફરી માટે વધુ સારી તૈયારી કરી શકો
નામ પ્રમાણે, સિંગલ ટ્રીપ ઇન્ટરનેશનલ ઇન્શ્યોરન્સ તે તમામ લોકો માટે યોગ્ય છે જેઓ વિદેશી ગંતવ્ય સ્થાન પર માત્ર એક વખત મુસાફરી કરવા માંગે છે. જેમ તમે જૉર્જિયા અથવા બહામાસમાં એકલા ખભે થેલો ઉપાડીને જવા માંગો છો કે U.S. માં બિઝનેસ કૉન્ફરન્સમાં જવા માંગો છો, આ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ તમારા માટે શ્રેષ્ઠ છે. જો તમે મિત્રો અથવા કુટુંબીજનોનો સમૂહ જે વેકેશન માટે જઈ રહ્યાં છો, તો આ પણ અત્યંત અનુકૂળ છે. એચડીએફસી અર્ગો વ્યાપક લાભો પ્રદાન કરે છે, જેમ કે જ્યારે તમે બીમાર પડો અથવા આકસ્મિક ઈજાનો સામનો કરો ત્યારે મેડિકલ કવર ઑફર કરે છે.
જેઓ હંમેશા સફરમાં હોય છે અને એકથી વધુ દેશોની મુલાકાત લેતા હોય છે અથવા વર્ષમાં ઘણી વખત એક જ દેશની મુલાકાત લેતા હોય છે, તેમના માટે આ ઇન્શ્યોરન્સ જરૂરી છે. શ્રેષ્ઠ ભાગ એ છે કે તે તમને એકથી વધુ રિન્યુઅલની ઝંઝટથી બચાવે છે. તમે તેને એક વર્ષ માટે ખરીદી શકો છો અને દરેક પ્રવાસ માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ મેળવવાની ચિંતા કર્યા વગર તમે ઇચ્છો તેટલી મુસાફરી કરી શકો છો. આ ફ્રીક્વન્ટ ફ્લાયર્સ માટે અત્યંત અનુકૂળ છે!
તબીબી જરૂરિયાતો માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ જરૂરી છે! આપણે બધા જાણીએ છીએ કે આંતરરાષ્ટ્રીય ગંતવ્ય પર તબીબી ખર્ચ ખુબ જ ખર્ચાળ હોય છે, એટલું જ નહીં, નાની ઈજા અથવા તાવની સારવાર તમારા પ્રવાસના બજેટને અવરોધે છે.. તેથી, હંમેશા મેડિકલ કવરેજ માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદવાની ભલામણ કરવામાં આવે છે. અમે લાભો ઑફર કરીએ છીએ જેવાં કે:
● ઇમર્જન્સી મેડિકલ ખર્ચ
● દાંતના ખર્ચ
● વ્યક્તિગત અકસ્માત
● હૉસ્પિટલ કૅશ
અહીં કેટલાક દેશો છે જ્યાં વિદેશીઓ માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સની જરૂર છે: આ એક સૂચક સૂચિ છે. ટ્રાવેલ કરતા પહેલાં દરેક દેશની વિઝાની જરૂરિયાતને સ્વતંત્ર રીતે તપાસવાની સલાહ આપવામાં આવે છે.
સ્ત્રોત: VisaGuide.World
પ્રતિ ટ્રિપનો સમયગાળો 15, 30, 45, 60, 90 અથવા 120 દિવસ હોઈ શકે છે.
વાર્ષિક મલ્ટી-ટ્રિપ પ્લાન વિશ્વવ્યાપી કવરેજ પ્રદાન કરે છે. UN પ્રતિબંધિત દેશો ચોક્કસપણે પૉલિસીના અવકાશથી બહાર છે.
હા, અમારી પૉલિસી OPD ના આધારે બીમારી અથવા ઈજાને કારણે ઈમર્જન્સી મેડિકલ ખર્ચની ભરપાઈ કરશે.
આલિયાન્ઝ વર્લ્ડવાઇડ અમારા પ્રવાસ સહાયક ભાગીદારો છે. તેમની પાસે 24x7 સેવા ક્ષમતાઓ ધરાવતા 8 લાખ+ સર્વિસ પ્રોવાઇડરનું વિશાળ નેટવર્ક છે.
એચડીએફસી અર્ગોનો ફ્રીક્વન્ટ ફ્લાયર્સ ઇન્શ્યોરન્સ પ્લાન તમને ટ્રિપ પર થઈ શકે તેવી મેડિકલ ઇમર્જન્સીની શ્રેણીને કવર કરે છે. આમાં નીચેનાનો સમાવેશ થાય છે -
● જો તમને ઈજા થઈ હોય અથવા જો તમે મુસાફરી દરમિયાન બીમાર પડો તો તમને ઇમરજન્સીમાં મેડિકલ સારવારની જરૂર પડી શકે છે
● મુસાફરી કરતી વખતે દાંતની ઇજાઓ અને ઇમરજન્સીમાં દાંતની સારવારનો ખર્ચ
● મેડિકલ ઇવેક્યુએશન જેમાં તમને હવાઈ અથવા જમીન માર્ગે હૉસ્પિટલ સુધી પહોંચાડવાના ખર્ચને કવર કરી લેવામાં આવશે
● હૉસ્પિટલ દૈનિક કૅશ અલાઉન્સ, જેમાં તમને વિદેશમાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે ત્યારે તમને દૈનિક રોકડ લાભ મળે છે
● મેડિકલ અને બૉડી રિપેટ્રિએશન જેમાં મૃતદેહને ભારતમાં પરત મોકલવા પર થયેલ ખર્ચ આવરી લેવામાં આવે છે
● આકસ્મિક મૃત્યુ અને અપંગતાઓ આવરી લેવામાં આવે છે જેમાં એકસામટી રકમનો લાભ ચૂકવવામાં આવે છે
હા, જો તમને નીચે જણાવેલી બાબતોને કારણે કોઈપણ ઈજા અથવા બીમારી થાય, તો તેનો મેડિકલ ખર્ચ કવર કરવામાં આવશે નહીં -
● સ્વયંને પહોંચાડેલ ઈજાઓ અથવા આત્મહત્યાનો પ્રયત્ન
● કાયદાનો ભંગ
● માદક પદાર્થોનો ઉપયોગ
● જોખમી રમતગમત અથવા પ્રવૃત્તિઓમાં ભાગ લેવો
● કૉસ્મેટિક અને સ્થૂળતાની સારવાર
● ગર્ભાવસ્થા અને બાળજન્મ સંબંધિત જટિલતાઓ
● પહેલાંથી હોય તેવી બીમારીઓ, વગેરે.
ના, પહેલાંથી હાજર બીમારીઓ આવરી લેવામાં આવતી નથી. જો તમને આવી બીમારીઓને કારણે કોઈ મેડિકલ કૉમ્પલિકેશન થાય, તો ક્લેઇમ ચૂકવવામાં આવશે નહીં.
આલિયાન્ઝ વર્લ્ડવાઇડ અમારા પ્રવાસ સહાયક ભાગીદારો છે. તેમની પાસે 24x7 સેવા ક્ષમતાઓ ધરાવતા 8 લાખ+ સર્વિસ પ્રોવાઇડરનું વિશાળ નેટવર્ક છે.
ફ્રિકવન્ટ ફ્લાયર ઇન્શ્યોરન્સ પ્લાન એક વર્ષ માટે માન્ય છે. આમ, જ્યારે તમે પૉલિસી ખરીદો ત્યારે તે શરૂ થાય છે અને જ્યારે વર્ષ સમાપ્ત થાય ત્યારે સમાપ્ત થાય છે.
ક્લેઇમ કરવા માટે તમે એચડીએફસી અર્ગો અને/અથવા તેના TPA - એલાયન્સ ગ્લોબલ આસિસ્ટનો સંપર્ક કરી શકો છો. કંપની અથવા TPA દ્વારા તમને ક્લેઇમની પ્રક્રિયા અને તેના માટે જરૂરી ડૉક્યુમેન્ટ વિશે માર્ગદર્શન આપવામાં આવશે. જણાવેલ પ્રક્રિયાને અનુસરો; સંબંધિત ડૉક્યુમેન્ટ સબમિટ કરો અને ક્લેઇમ સેટલ કરવામાં આવશે.
પૉલિસી કૅન્સલેશન માટે ₹250/ ચૂકવવાના રહેશે-.
હા, જો પૉલિસી શરૂ ન થઈ હોય તો જ, કૅન્સલેશન શુલ્ક બાદ કર્યા બાદનું પ્રીમિયમ રિફંડ કરવામાં આવશે.
ના, આ પ્લાન હેઠળ કોઈ ફ્રી-લુક પીરિયડ ઉપલબ્ધ નથી. જો તમે પૉલિસી ખરીદી કર્યા પછી તેને કૅન્સલ કરો, તો કૅન્સલેશન ફી ચૂકવવાની રહેશે.