Car insurance provides coverage to your vehicle from damages due to any unforeseen scenarios. These could be natural calamities or man-made disasters. Unwanted events like theft, burglary, vandalism, terrorism, theft, earthquakes, floods, etc., can damage your car to a greater extend and can lead to hefty repair bills. However, if you have an active car insurance policy, you can save your expenses from draining out for car repair due to the aforementioned circumstances. Also, with growing number of road accidents in India, it is wise to buy a car insurance policy and give your vehicle the necessary protection. It is advisable to buy car insurance online with relevant add-on covers for additional safety.
You can choose our standalone own-damage cover or third party insurance cover which is mandated by the Motor Vehicles Act of 1988 separately, to suit your requirements. But, it is recommended to opt for comprehensive car insurance which provides complete vehicle protection, covering own damages and third-party liabilities. You can further enhance the coverage of your car insurance by opting for add-on riders like engine gearbox protection, no claim bonus, zero depreciation and many more. So, get HDFC ERGO’s best car insurance at affordable premium and access to a network of 8000+ cashless garagesˇ.
એચડીએફસી અર્ગો પાસે ઇલેક્ટ્રિક વાહન (EV) માલિકો માટે શુભ સમાચાર છે! અમે ખાસ કરીને EV માટે અનુકૂળ અમારા ઇલેક્ટ્રિક કાર ઇન્શ્યોરન્સ સાથે નવા ઍડ-ઑન કવર રજૂ કરી રહ્યા છીએ. આ ઍડ-ઑનમાં તમારા બૅટરી ચાર્જર અને ઍક્સેસરીઝ માટે સુરક્ષા, તમારા ઇલેક્ટ્રિક મોટર માટે કવરેજ અને બૅટરી ચાર્જર માટે અનન્ય ઝીરો ડેપ્રિશિયેશન ક્લેઇમ શામેલ છે. આ કવર તમારી ઇલેક્ટ્રિક કાર ઇન્શ્યોરન્સ પૉલિસીમાં ઉમેરવાથી તમારા EVને પૂર અથવા આગ જેવી અનપેક્ષિત ઘટનાઓને કારણે થતા સંભવિત બૅટરીના નુકસાનથી બચાવી શકાય છે. તમારા EV ના હૃદય એવા બૅટરી અને ઇલેક્ટ્રિક મોટરની સુરક્ષા એક સ્માર્ટ પગલું છે. આ ત્રણ ઍડ-ઑન તમારા કોમ્પ્રિહેન્સિવ અથવા સ્ટેન્ડઅલોન ઓન ડેમેજ કવરમાં સરળતાથી ઉમેરી શકાય છે. બૅટરી ચાર્જર ઍક્સેસરીઝ ઍડ-ઑન એ આગ અને ભૂકંપ અથવા પૂર જેવી કુદરતી આપત્તિઓને કારણે થતા નુકસાન સામે સુરક્ષા પ્રદાન કરે છે. ઇલેક્ટ્રિક મોટર કવર એ તમારા EV ની મોટર અને તેના ઘટકોને થતાં કોઈપણ નુકસાન માટે કવરેજ સુનિશ્ચિત કરે છે. બૅટરી ચાર્જર માટે ઝીરો ડેપ્રિશિયેશન ક્લેઇમ સાથે, ડિટેચેબલ બૅટરી, ચાર્જર અને ઍક્સેસરીઝ સહિત બૅટરીને બદલતી વખતે તમને કોઈપણ ડેપ્રિશિયેશન માટે વળતર આપવામાં આવશે. તમારી ઇલેક્ટ્રિક કાર ઇન્શ્યોરન્સ પૉલિસીને કસ્ટમાઇઝ કરવાની તક ચૂકશો નહીં – આ ઍડ-ઑન કવર પસંદ કરો અને શાંત મને ડ્રાઇવ કરો.
કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ
થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ
સ્ટેન્ડઅલોન ઓન ડેમેજ કવર
બ્રાન્ડ ન્યૂ કાર માટે કવર
કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ પૉલિસી તમારા વાહનને પોતાના નુકસાન અને થર્ડ પાર્ટીની જવાબદારીઓ માટે સંપૂર્ણ કવરેજ પ્રદાન કરે છે, જેમાં થર્ડ પાર્ટીની પ્રોપર્ટીને નુકસાન/વ્યક્તિની મૃત્યુ અને કાયમી વિકલાંગતા સહિતના નુકસાનનો સમાવેશ થાય છે. જો તમે કાર ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવાની યોજના બનાવી રહ્યા હોવ, તો તમે કોમ્પ્રિહેન્સિવ કવર પસંદ કરી શકો છો કારણ કે તે તમારા વાહનને અણધારી ઘટનાઓથી સુરક્ષિત કરશે. તેમાં ચોરી, તોડફોડ, રમખાણો અને કુદરતી આફતો જેમકે પૂર, ભૂકંપ વગેરે શામેલ છે. તમે એક વર્ષ અથવા ત્રણ વર્ષ માટે કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ પૉલિસી લઈ શકો છો.
અકસ્માત
પર્સનલ એક્સિડેન્ટ કવર
કુદરતી આપત્તિઓ
થર્ડ પાર્ટી લાયબિલિટી
ઍડ-ઑનની પસંદગી
ચોરી
તમારી કાર ઇન્શ્યોરન્સ પૉલિસીમાં કવરેજનો આધાર તમે ક્યા પ્રકારની પૉલિસી પસંદ કરો છો તેના પર આધારિત છે.
થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ પ્લાન નીચેના પ્રકારની નાણાંકીય જવાબદારીઓને કવર કરે છે જેનો સામનો તમારે તમારી કારની દુર્ઘટના વખતે કરવો પડી શકે છે–
થર્ડ પાર્ટીની જવાબદારીઓ સામે તમારા વાહનને કવર કરવા ઉપરાંત, એક કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ પૉલિસી નીચેની બાબતો માટે કવરેજ પ્રદાન કરે છે -
મુખ્ય વિશેષતાઓ | લાભ |
થર્ડ પાર્ટી નુકસાન | વ્યક્તિગત અકસ્માત, થર્ડ પાર્ટીની ઈજાઓ અને મિલકતના નુકસાનને કવર કરે છે |
ઓન ડેમેજ કવર | અકસ્માત, આગ અને વિસ્ફોટ, ચોરી અને આપત્તિઓને કવર કરે છે |
નો ક્લેઇમ બોનસ | 50%સુધી |
કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ | ₹2,094 થી શરૂ* |
પર્સનલ એક્સિડેન્ટ કવર | ₹15 લાખ સુધી~* |
કૅશલેસ ગેરેજ | સમગ્ર ભારતમાં 8000+ ˇ |
ઍડ-ઑન કવરેજ | 8+ ઍડ-ઑન કવર |
80% કસ્ટમર્સ આ પસંદ કરે છે | ||
---|---|---|
કવરેજ @ કાર ઇન્શ્યોરન્સ | કોમ્પ્રિહેન્સિવ કવર | થર્ડ પાર્ટી લાયબિલિટી ઓનલી કવર |
કુદરતી આપત્તિઓને કારણે નુકસાન - ભૂકંપ, વાવાઝોડું, પૂર વગેરે. | સામેલ | બાકાત છે |
આગ, ચોરી, તોડફોડ વગેરે જેવી ઘટનાઓને કારણે નુકસાન. | સામેલ | બાકાત છે |
ઍડ-ઑનની પસંદગી - ઝીરો ડેપ્રિશિયેશન, NCB પ્રોટેક્ટ વગેરે. | સામેલ | બાકાત છે |
કારની કિંમતનું કસ્ટમાઇઝેશન | સામેલ | બાકાત છે |
₹15 લાખનું વ્યક્તિગત અકસ્માત કવર~* | સામેલ | સામેલ |
થર્ડ પાર્ટી વાહન/પ્રોપર્ટીને નુકસાન | સામેલ | સામેલ |
થર્ડ પાર્ટી વ્યક્તિને ઈજા | સામેલ | સામેલ |
જો માન્ય થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ પૉલિસી હોય તો કોઈ ભારે દંડ વસૂલવામાં આવતો નથી | સામેલ | સામેલ |
કવરેજ જેટલું વધુ કોમ્પ્રિહેન્સિવ હશે, તમને ક્લેઇમ એટલો જ વધુ મળશે. આ માટે જ, એચડીએફસી અર્ગો તેના કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ પ્લાન સાથે ઍડ-ઑનની શ્રેણી પસંદ કરવાનું પ્રદાન કરે છે. એક નજર કરો –
જેમ જેમ તમે કારનો ઉપયોગ કરો છો, તેમ તેમ તેના પાર્ટમાં ઘસારો થાય છે અને તેનું મૂલ્ય ઘટે છે. ઇન્શ્યોરન્સ ક્લેઇમમાં ડેપ્રિશિયેશન કવર કરવામાં આવતું ન હોવાથી, તેનો ખર્ચ તમારે વહન કરવો પડે છે. ઝીરો ડેપ્રિશિયેશન કવરમાં , તમને રિપેર કરેલ અથવા બદલાવેલા પાર્ટનું પૂર્ણ મૂલ્ય મળે છે.
ક્લેઇમ કર્યા બાદ તમારા NCB ડિસ્કાઉન્ટ વિશે ચિંતિત છો? ચિંતા ન કરો; આ ઍડ-ઓન કવર તમારા અત્યાર સુધી કમાયેલા નો ક્લેઇમ બોનસ અત્યાર સુધી કમાયેલ. ઉપરાંત, તેને આગામી NCB સ્લેબની કમાણીમાં લઈ જાય છે.
અમારી કાર ઇન્શ્યોરન્સ પૉલિસી તમારા વાહનની કોઈપણ મિકેનિકલ બ્રેકડાઉન સમસ્યાઓને ઉકેલવા માટે રાઉન્ડ-ધ-ક્લૉક સહાય ઑફર કરશે.
કાર ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ આ ઍડ-ઓન કવર લુબ્રિકન્ટ, એન્જિન ઑઇલ, બ્રેક ઑઇલ વગેરે જેવી કન્ઝ્યુમેબલ્સ વસ્તુઓ માટે કવરેજ પ્રદાન કરે છે.
ટાયર સિક્યોર કવર સાથે, તમને ઇન્શ્યોરન્સ ધરાવતા વાહનના ટાયર અને ટ્યુબને બદલવા સંબંધિત ખર્ચ માટે કવરેજ મળે છે. જ્યારે ઇન્શ્યોરન્સ ધરાવતા વાહનના ટાયર ફાટી જાય, ફૂલી જાય, પંક્ચર થઈ જાય અથવા અકસ્માત દરમિયાન કપાઈ જાય ત્યારે કવરેજ આપવામાં આવે છે.
EMI પ્રોટેક્ટર સાથે, ઇન્શ્યોરન્સ કંપની ઇન્શ્યોરન્સ ધારકને પૉલિસીમાં ઉલ્લેખિત મુજબ સમાન માસિક હપ્તાની રકમ (EMI) ચૂકવશે. જો ઇન્શ્યોરન્સ ધારક વ્યક્તિની કારને આકસ્મિક રિપેર માટે 30 દિવસથી વધુ સમય સુધી ગેરેજમાં રાખવામાં આવે, તો ઇન્શ્યોરન્સ કંપની વાહનની EMI કિંમતને કવર કરશે.
તમારી કાર તમને ખૂબ પ્રિય છે? તમારી કાર ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે આ ઍડ-ઓન કવર ખરીદો અને તમારા વાહનને ચોરી અથવા સંપૂર્ણ નુકસાનના કિસ્સામાં તમારા બિલનું મૂલ્ય રિકવર કરો.
એન્જિન તમારી કારનું હૃદય છે, અને તેને સુરક્ષિત કરવું મહત્વપૂર્ણ છે. આ કવર તમને તમારી કારના એન્જિનને નુકસાન થવાને કારણે થયેલા આર્થિક નુકસાન સામે સુરક્ષિત કરે છે.
કાર ગેરેજમાં છે? જ્યારે તમારી કાર રિપેરીંગમાં હોય ત્યારે તમારી રોજિંદી મુસાફરી માટે થતા ખર્ચને આ કવર આવરી લે છે.
આ ઍડ-ઓન તમારા સામાનના નુકસાન જેમ કે કપડાં, લૅપટૉપ, મોબાઇલ અને રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ વગેરેના નુકસાનને કવર કરે છે.
પે ઍઝ યૂ ડ્રાઇવ ઍડ-ઑન કવરમાં, તમે પૉલિસી વર્ષના અંતમાં ઓન-ડેમેજ પ્રીમિયમ પર લાભો મેળવી શકો છો. આ કવર હેઠળ, જો તમે તમારું વાહન 10,000કિલોમીટર કરતાં ઓછું ચલાવો છો તો તમે પૉલિસીની મુદતના અંતે ઓન ડેમેજ પ્રીમિયમના 25% સુધીના લાભોનો ક્લેઇમ કરી શકો છો.
આ કવર સાથે, જો વાહનના રિપેરમાં 6 થી 15 દિવસ થાય, તો ઇન્શ્યોરન્સ કંપની 1st EMI ના 50% ચૂકવી શકે છે. જો આ સમયગાળો 15 દિવસથી વધુ લંબાય, તો ઇન્શ્યોરન્સ કંપની 1st EMI ના બાકીના 50% ની અથવા સંપૂર્ણ EMI ની ચુકવણી કરશે. આ ઉપરાંત, જો વાહનને 30 દિવસ અને 60 દિવસથી વધુ સમય માટે ગેરેજમાં રાખવામાં આવે, તો ઇન્શ્યોરન્સ કંપની અનુક્રમે 2nd અને 3rd EMI ચૂકવશે.
જ્યારે તમે તમારી કાર ખૂબ ઓછી ચલાવી હોય અથવા તમારી કારનો ઓછો ઉપયોગ કરો છો, તો કારનું ઊંચું ઇન્શ્યોરન્સ પ્રીમિયમ ચૂકવવું બોજારૂપ બની શકે છે. પ્રક્રિયાને વધુ સરળ બનાવવા અને વધુ લાભો ઑફર કરવા માટે, એચડીએફસી અર્ગો લાવ્યું છે પે ઍઝ યૂ ડ્રાઈવ – કિલોમીટર બેનિફિટ ઍડ-ઓન કવર. PAYD વડે પૉલિસીધારક પૉલિસીની સમાપ્તિ પછી 25% સુધીના લાભો મેળવી શકે છે.
તમે પૉલિસી રિન્યુઅલ દરમિયાન તમારા પોતાના ઓન ડેમેજ પ્રીમિયમ પર 25% સુધીનો લાભ ક્લેઇમ કરી શકો છો. જ્યારે પૉલિસીની સમયસીમા સમાપ્ત થઈ જાય છે, ત્યારે મુસાફરી કરેલ અંતરને આધિન, તમે કોઈ અલગ ઇન્શ્યોરન્સ કંપનીમાં પણ લાભનો ક્લેઇમ કરી શકો છો. જો કે, જો તમે અમારી સાથે પૉલિસીને રિન્યૂ કરો છો, તો જો તમારી પાછલી પૉલિસીમાં કોઈ ક્લેઇમ કરવામાં ન આવે તો તમને પ્રીમિયમ પર અતિરિક્ત 5% નું ડિસ્કાઉન્ટ મળે છે.
પે ઍઝ યૂ ડ્રાઇવ
દરેક વ્યક્તિ પોતાની કાર ઇન્શ્યોરન્સ પૉલિસી માટે ઓછું પ્રીમિયમ ચૂકવવા માંગતી હોય છે. પ્રસ્તુત છે વિવિધ રીતો, જેના દ્વારા તમે તમારા કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમને ઘટાડી શકો છો:
કાર ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદતી વખતે અથવા રિન્યૂ કરતી વખતે, તેના પ્રીમિયમની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે તે જાણવું જરૂરી છે. તમારા કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમની ગણતરી માટે પગલાં મુજબની માર્ગદર્શિકા અહીં આપેલ છે
પગલું 1: એચડીએફસી અર્ગોની વેબસાઇટની મુલાકાત લો અને કાર ઇન્શ્યોરન્સ પર ક્લિક કરો. પેજની ટોચ પર, તમે બૉક્સમાં વાહન રજિસ્ટ્રેશન નંબર દાખલ કરી શકો છો અને ક્વોટેશન મેળવો પર ક્લિક કરીને આગળ વધી શકો છો. જો તમારી એચડીએફસી અર્ગોની વર્તમાન પૉલિસીની સમયસીમા સમાપ્ત થઈ ગઈ હોય તો તમે કાર નંબર વગર પણ આગળ વધી શકો છો અથવા એચડીએફસી અર્ગો કાર ઇન્શ્યોરન્સ પૉલિસીને રિન્યૂ કરો પર ક્લિક કરી શકો છો.
પગલું 2: ક્વોટેશન મેળવો અથવા કાર નંબર વગર આગળ વધો પર ક્લિક કર્યા પછી, તમારે તમારી કારનું મેક (નિર્માણ) અને મોડેલ દાખલ કરવું પડશે.
પગલું 3:તમારે થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ અને કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ પ્લાન બન્ને માંથી એક પસંદ કરવું આવશ્યક છે
પગલું 4: તમારી છેલ્લી ઇન્શ્યોરન્સ પૉલિસી વિશેની વિગતો આપો- સમાપ્તિની તારીખ, કમાયેલ નો ક્લેઇમ બોનસ અને કરેલ ક્લેઇમની વિગત. તમારો મોબાઇલ નંબર અને ઇમેઇલ ID દાખલ કરો.
પગલું 5: હવે તમે તમારું કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ જોઈ શકો છો. જો તમે કોમ્પ્રિહેન્સિવ પ્લાન પસંદ કર્યો છે, તો તમે ઝીરો ડેપ્રિશિયેશન, ઇમરજન્સી આસિસ્ટન્સ, રિટર્ન ટુ ઇનવૉઇસ અને અન્ય તેના જેવા ઍડ-ઑન પસંદ કરીને તમારા પ્લાનને વધુ કસ્ટમાઇઝ કરી શકો છો.
એચડીએફસી અર્ગોની વેબસાઇટ પર કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમની ગણતરી કરવી સરળ અને સહેલી છે. તમે તમારી સુવિધા માટે અમારા કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કૅલ્ક્યૂલેટરનો પણ ઉપયોગ કરી શકો છો.
મહારાષ્ટ્ર હાઇવે પોલીસ દ્વારા મહારાષ્ટ્ર રોડ ક્રૅશ રિપોર્ટ 2022 માં પ્રકાશિત ડેટા મુજબ, રોડ ક્રૅશ અથવા માર્ગ અથડામણ એ વૈશ્વિક સ્તરે તમામ વય જૂથના લોકો માટે મૃત્યુનું આઠમું અગ્રણી કારણ હોવાનું અનુમાન છે અને વૈશ્વિક સ્તરે ભારતમાં સૌથી વધુ સંખ્યામાં રોડ ક્રૅશની ઘટનાઓ થાય છે. ભારતમાં, વર્ષે 4.5 લાખ રોડ ક્રૅશમાં 1.5 લાખ લોકો મૃત્યુ પામે છે અને 4.5 લાખથી વધુ લોકો વિકલાંગ બને છે. મહારાષ્ટ્રમાં 2022 માં 33,383 અથડામણ થઈ હતી.
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના ભારતમાં માર્ગ અકસ્માત 2022ના રિપોર્ટ મુજબ, ભારતમાં ગયા વર્ષે માર્ગ અકસ્માતોમાં એક દિવસમાં 462 લોકોનું મૃત્યુ થયું છે અને દર કલાકે 19 લોકોએ જીવ ગુમાવ્યો છે. માર્ગ અકસ્માતોને કારણે દેશભરમાં 443,000 લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે અને અકસ્માતોની સંખ્યા 2021 અને 2022 દરમિયાન 11.9% વધી ગઈ છે.
નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો દ્વારા જારી કરવામાં આવેલા ડેટા મુજબ, 2021 માં ભારતમાં 17490 લાઇટ (નાના) મોટર વાહનોની ચોરીની ઘટનાઓ નોંધાઈ છે, જેમાં ઑટોમોબાઇલ અને જીપનો સમાવેશ થાય છે. જો કે, આ જ સમયગાળામાં માત્ર 4407 વાહનો જ પાછા મેળવી શકાયા હતા.
ભારતના પૂર્વોત્તર, મધ્ય અને ઉત્તરીય ભાગોમાં વરસાદ અને જળભરાવમાં ત્રણ ગણો વધારો જોવા મળ્યો છે. ભારતમાં પૂરથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય ગંગા નદીના તટપ્રદેશ અને બ્રહ્મપુત્રા નદીના કાંઠા વિસ્તાર હેઠળ આવે છે. NRSC ના અભ્યાસ અનુસાર, ઉત્તર અને પૂર્વોત્તર ભારતના ઇન્ડો-ગંગા-બ્રહ્મપુત્રના મેદાની પ્રદેશો ભારતની નદીઓના કુલ જળ પ્રવાહના લગભગ 60% જળ ધરાવે છે, જેથી આ વિસ્તારોમાં પૂરની સંભાવના વધુ હોય છે. પૂરને કારણે કારના પાર્ટ્સને નુકસાન થવાની સંભાવના હોય છે. કેટલીક પરિસ્થિતિઓમાં, કાર પાણીમાં વહી પણ જાય છે અથવા તેને સંપૂર્ણપણે નુકસાન થાય છે, તેથી રિટર્ન ટુ ઇનવૉઇસ (RTI) જેવા સંબંધિત ઍડ-ઑન કવર સાથે કાર ઇન્શ્યોરન્સ પૉલિસી હોવી એ સમજદારીભર્યું છે.
પોસાય તેવું
વિવિધ વિકલ્પો સાથે, અમારું પ્રીમિયમ ₹2094* થી શરૂ થાય છે.*. અમે મહત્તમ લાભો સાથે વાજબી પ્રીમિયમ ઑફર કરીએ છીએ. ઉદાહરણ તરીકે, કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ પૉલિસી પસંદ કરવાથી તમને 50% સુધીના નો-ક્લેઇમ બોનસના લાભો મળશે. અને અમારા કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કૅલ્ક્યૂલેટર વડે તમારી કારના ઇન્શ્યોરન્સ પ્રીમિયમની ગણતરી કરવી ખૂબ જ સરળ છે.
મુસાફરીમાં અડચણ આવી? હવે તમે ક્યાંય પણ અધવચ્ચે ફસાયેલા હોવ ત્યારે તમારી કારને રીપેર કરવા માટે નાણાંની ચિંતા કરવાની જરૂર નથી. અમારા 8000 કરતાં વધારે કૅશલેસ ગેરેજ સાથે, સંપૂર્ણ ભારતમાં મદદ ક્યારેય વધારે દૂર નથી; અમારું કૅશલેસ ગેરેજ નું વ્યાપક નેટવર્ક તમને તમારી જરૂરિયાત સમયે મિત્રની જેમ મદદ કરશે. વધુમાં, અમારી 24x7 રોડસાઇડ સહાય સુનિશ્ચિત કરે છે કે તે માત્ર એક ફોન કૉલ પર ઉપલબ્ધ છે, અને તમારી કારની કોઇપણ સમયે કાળજી લેવામાં આવે છે.
કારને રિપેર કરાવવી જરૂરી છે, પરંતુ કાલે સવારે ઑફિસે કેવી રીતે જશો તેની ચિંતામાં છો? એચડીએફસી અર્ગોની ઓવરનાઇટ રિપેર¯ સર્વિસ તમારો દિવસ બચાવે છે! તમારી કારને અકસ્માતને કારણે થયેલ નાનું સરખું નુકસાન કે બ્રેકડાઉન અમે રાત દરમિયાન રિપેર કરીને સવાર સુધીમાં કારને તૈયાર કરી દઈએ છીએ. જો આને સુવિધા ન કહીએ તો કોને કહીશું?
એચડીએફસી અર્ગો કાર ઇન્શ્યોરન્સ ક્લેઇમની પ્રક્રિયા ઝંઝટ મુક્ત છે અને તમે અમારી વેબસાઇટ દ્વારા ઝડપથી ક્લેઇમ ફાઇલ કરી શકો છો. તમે અમારી વેબસાઇટ પરથી ક્લેઇમ ફોર્મ ડાઉનલોડ પણ કરી શકો છો. આ ઉપરાંત, તમે અમારી વેબસાઇટ પરથી તમારા કાર ઇન્શ્યોરન્સ ક્લેઇમના સ્ટેટસને ટ્રૅક પણ કરી શકો છો. અમારો ક્લેઇમ સેટલમેન્ટ રેશિયોનો રેકોર્ડ 100% છે, જે તમારી ક્લેઇમ સંબંધિત ચિંતાઓને હળવી કરશે!
1.6 કરોડ+ થી વધુ સંતુષ્ટ કસ્ટમર સાથે, અમને ગર્વ થાય છે કે અમે લાખો ચહેરાઓ પર સ્મિત લાવી શક્યા છીએ અને તેમાં સતત વધારો થઈ રહ્યો છે. અમારા સતત વિકસી રહેલા કસ્ટમરના પરિવાર તરફથી મળતા શબ્દરૂપી પ્રમાણપત્રો હૃદયસ્પર્શી છે. તેથી તમારી કાર ઇન્શ્યોરન્સ સંબંધિત ચિંતાઓને દૂર કરો અને ખુશ કસ્ટમરનો ભાગ બનો!
જોકે કાર ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદવું સરળ છે. કાર ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદતી વખતે તમારે કેટલાક પાસાઓ ધ્યાનમાં રાખવા જોઈએ.
પ્રથમ, તમારે તમારી કાર માટે જરૂરી પૉલિસીનો પ્રકાર પસંદ કરવો જોઈએ. કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ શ્રેષ્ઠ કાર ઇન્શ્યોરન્સ પ્લાન સાબિત થાય છે કારણ કે તે ઇન્શ્યોરન્સ યોગ્ય જોખમને કારણે તમારા વાહનને તમામ પ્રકારના વાહનના નુકસાન માટે સંપૂર્ણ સુરક્ષા પ્રદાન કરે છે. જો કે, જો તમારી કાર ખૂબ જૂની છે, તો તમે તમારી કાર ચલાવવાના કાનૂની આદેશને પૂર્ણ કરવા માટે થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ પસંદ કરી શકો છો.
કારનું ઇન્શ્યોર્ડ ડિક્લેયર્ડ વેલ્યૂ એ કારની ઉંમરના આધારે માર્કેટ વેલ્યૂમાંથી ડેપ્રિશિયેશન બાદ કરતા મળતું મૂલ્ય છે. IDV એ ઇન્શ્યોરન્સ કંપની દ્વારા આપવામાં આવતી મહત્તમ કવરેજ જવાબદારીને પણ દર્શાવે છે. ઇન્શ્યોર્ડ જોખમને કારણે વાહનના સંપૂર્ણપણે નુકસાનના કિસ્સામાં, પૉલિસીની IDV એ મહત્તમ ક્લેઇમની રકમ હશે. તેથી, શ્રેષ્ઠ કાર ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદતી વખતે, IDV પર ધ્યાન આપો. તમારી કારના માર્કેટ વેલ્યૂ સાથે મેળ ખાતી IDV પસંદ કરો જેથી ઉચ્ચ ક્લેઇમ કરી શકાય.
કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ પ્લાન સાથે, તમે વિવિધ ઍડ-ઑન પસંદ કરી શકો છો. સૌથી અનુકૂળ હોય તે પસંદ કરવાથી સંપૂર્ણ કવરેજ મેળવવામાં મદદ મળશે. ઉદાહરણ તરીકે, 5 વર્ષની ઉંમર સુધીની કાર માટે ઝીરો ડેપ્રિશિયેશન ઍડ-ઑન આવશ્યક છે. આ ઍડ-ઑન સંપૂર્ણ ક્લેઇમ મેળવવામાં મદદ કરે છે કારણ કે તેને લીધે અંતિમ સેટલમેન્ટ દરમિયાન ઇન્શ્યોરન્સ કંપની ડેપ્રિશિયેશન મૂલ્ય કાપતી નથી. તેથી, ઉપલબ્ધ ઍડ-ઑનનું મૂલ્યાંકન કરો અને સૌથી અનુકૂળ હોય તે પસંદ કરો. યાદ રાખો, દરેક ઍડ-ઑન ઉમેરવામાં વધારાનું પ્રીમિયમ શામેલ છે.
હંમેશા શ્રેષ્ઠ કાર ઇન્શ્યોરન્સ પૉલિસીની તેમના પ્રીમિયમ પર તેમના કવરેજની તુલના કરો. એક પ્લાન જે કવરેજનું સૌથી વ્યાપક કાર્યક્ષેત્ર ઑફર કરે છે અને તે પણ સૌથી નીચા પ્રીમિયમ દરે, તે સૌથી યોગ્ય હશે - જેમ કે એચડીએફસી અર્ગોના કાર ઇન્શ્યોરન્સ પ્લાન. તેથી, ઑફર કરેલ કવરેજ સાથે હંમેશા કાર ઇન્શ્યોરન્સની કિંમતની તુલના કરવી એ સમજદારીભર્યું છે.
ક્લેઇમ સેટલમેન્ટ રેશિયો (CSR) ક્લેઇમની ટકાવારીને સૂચવે છે કે જે ઇન્શ્યોરન્સ કંપની એક ફાઇનાન્શિયલ વર્ષમાં સેટલ કરે છે. ક્લેઇમ સેટલમેન્ટના સંદર્ભમાં, જેટલો વધારે CSR હોય, કંપની જેટલી જ વધુ સારી હોય છે. તેથી, CSRની તુલના કરો અને વધુ CSR ધરાવતા ઇન્શ્યોરરને પસંદ કરો.
કૅશલેસ ગેરેજનું નેટવર્ક ક્લેઇમના કૅશલેસ સેટલમેન્ટનો લાભ લેવાની સંભાવના વધારવા માટે એક મહત્વપૂર્ણ પેરામીટર છે. જો કંપની પાસે કૅશલેસ ગેરેજનું વિશાળ નેટવર્ક હોય, તો તમે ઝડપથી તેને શોધી શકો છો. અહીં તમે ખર્ચની ચુકવણી કર્યા વિના તમારી કારને રિપેર કરાવી શકો છો. તેથી, કૅશલેસ ગેરેજનું વિશાળ નેટવર્ક ધરાવતા ઇન્શ્યોરર શોધો. ઉદાહરણ તરીકે, એચડીએફસી અર્ગો કાર ઇન્શ્યોરન્સ પૉલિસી, તમારી કારને સર્વિસ આપવા માટે સમગ્ર ભારતમાં 8000 થી વધુ કૅશલેસ ગેરેજ ધરાવે છે.
તમારા ક્લેઇમને સેટલ કરવામાં કેટલો સમય લાગશે તે સમજવા માટે ક્લેઇમ સેટલમેન્ટ પ્રોસેસને તપાસવી જોઈએ. શ્રેષ્ઠ કાર ઇન્શ્યોરન્સ પૉલિસી એ છે જેમાં ક્લેઇમ સેટલમેન્ટ પ્રોસેસ સરળ અને ઝંઝટ-મુક્ત હોય. ઉદાહરણ તરીકે, એચડીએફસી અર્ગો ઓવર નાઇટ વ્હીકલ રિપેર¯ સર્વિસ ઑફર કરે છે, જેથી તમારે તમારી કાર રિપેર થવા માટે લાંબી રાહ જોવી ન પડે..
જો તમે કાર ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવાની યોજના બનાવી રહ્યા છો, તો અમે તમને એચડીએફસી અર્ગો વેબસાઇટ દ્વારા ઑનલાઇન કાર ઇન્શ્યોરન્સ ખરીદવા અથવા રિન્યૂ કરવાની સલાહ આપીએ છીએ. નીચે સૂચિબદ્ધ કેટલાક લાભો છે:
1. તમારા ઇન્શ્યોરન્સ પ્રોવાઇડરની વેબસાઇટ પર જઇ તમારો કાર નોંધણી નંબર, મોબાઇલ નંબર અને ઇમેઇલ એડ્રેસ સહિતની વિગતો ભરો.
2. પૉલિસીની વિગતો દાખલ કરો અને તમે કવર માટે પસંદ કરવા માંગો છો તે ઍડ-ઑન પસંદ કરો.
3. પ્રીમિયમની ઑનલાઇન ચૂકવણી કરીને પ્રોસેસ પૂર્ણ કરો.
પૉલિસી સાથે કન્ફર્મેશન મેઇલ તમને મેઇલ કરવામાં આવશે.
1. ઇન્શ્યોરન્સ પ્રોવાઇડરની વેબસાઇટ પર જાઓ અને પૉલિસી રિન્યુ કરો વિકલ્પ પસંદ કરો.
2. વિગતો ભરો, ઍડ-ઓન ઉમેરો/દૂર કરો અને પ્રીમિયમ ઑનલાઇન ભરીને પ્રોસેસ પૂર્ણ કરો.
3. રિન્યુ કરેલી પૉલિસી તમારા રજિસ્ટર્ડ ઇમેઇલ ID પર મેઇલ કરવામાં આવશે.
પૂર્વ-માલિકીની કાર માટે વાહનના નુકસાન સામે કવરેજ મેળવવા માટે યોગ્ય કાર ઇન્શ્યોરન્સ પૉલિસીની પણ જરૂર પડે છે. પરંતુ કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ, કારણ કે તમારી કારના અગાઉના માલિકે પહેલેથી જ ઑનલાઇન માન્ય કાર ઇન્શ્યોરન્સ મેળવ્યો હશે. જો કોઈ ઇન્શ્યોરન્સ અસ્તિત્વમાં હોય, તો તેને તમારા નામ પર ટ્રાન્સફર કરો.
તેથી, જ્યારે તમે સેકન્ડહેન્ડ કાર માટે કાર ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદવા માંગો છો, ત્યારે નીચેના પરિબળોને ધ્યાનમાં રાખો.
• તમારી પૂર્વ-માલિકીની કારના ક્લેઇમની હિસ્ટ્રી ચેક કરો કારણ કે તે તમને કરેલા અગાઉના ક્લેઇમ અંગેની માહિતી આપશે. એકવાર પૉલિસી તમારા નામ પર ટ્રાન્સફર થયા પછી, તમે માત્ર ઇન્શ્યોરન્સ પ્રદાતાની વેબસાઇટ પર તમારો પૉલિસી નંબર દાખલ કરી શકો છો અને વિગતો મેળવી શકો છો.
• લાભો મેળવવાનું ચાલુ રાખવા માટે તમે તમારું NCB તમારા કાર ઇન્શ્યોરન્સમાં ટ્રાન્સફર કરો છો તેની ખાતરી કરો.
• જો તમારા સેકન્ડહેન્ડ કાર ઇન્શ્યોરન્સની સમયસીમા સમાપ્ત થઈ ગઈ છે અથવા પાછલા માલિક દ્વારા તેને ખરીદવામાં આવ્યો નથી, તો તમે તરત જ તમારી સેકન્ડ હેન્ડ કાર માટે નવો ઇન્શ્યોરન્સ મેળવી શકો છો.
• એકવાર કાર ઇન્શ્યોરન્સ પૉલિસીનું ટ્રાન્સફર થયા પછી, ખાતરી કરો કે તમે તેની સમાપ્તિની તારીખ તપાસો છો. જો તમારા જૂના કાર ઇન્શ્યોરન્સની માન્યતા ટૂંક સમયમાં સમાપ્ત થવાની છે, તો તેને સમયસર રિન્યૂ કરો.
જો મોટો અકસ્માત હોય અને રિપેર ખર્ચ ઇન્શ્યોર્ડ રકમના 75% કરતાં વધુ હોય તો ક્લેઇમ સેટલમેન્ટમાં 30 દિવસ સુધીનો સમય લાગી શકે છે.
ઇન્શ્યોરન્સ ધરાવતા વાહનની ચોરીના કિસ્સામાં, કંપની તેને ટ્રૅક કરવા માટે એક ખાનગી તપાસકર્તાની નિમણૂક કરશે અને આ હેતુ માટે તમામ સંકળાયેલા ડૉક્યુમેન્ટ પોલીસ પાસેથી એકત્રિત કરવામાં આવશે. આ કિસ્સામાં, ક્લેઇમના સેટલમેન્ટમાં 60 દિવસ સુધીનો સમય લાગી શકે છે.
• ચોરી અથવા કોઈપણ અકસ્માતના કિસ્સામાં નજીકના પોલીસ સ્ટેશન પર FIR દાખલ કરો. જો નુકસાન મોટું છે, તો અકસ્માતગ્રસ્ત વાહનને જગ્યાથી દૂર કરતા પહેલાં કંપનીને જાણ કરી શકાય છે જેથી ઇન્શ્યોરન્સ કંપની સ્થાન પર જ નુકસાનની તપાસની વ્યવસ્થા કરી શકે.
• અમારી વેબસાઇટ પર અમારા કૅશલેસ નેટવર્ક ગેરેજ શોધો.
• ડ્રાઇવ કરો અથવા તમારા વાહનને નજીકના નેટવર્ક ગેરેજ પર ટો કરાવો.
• બધા નુકસાન / હાનિ માટે અમારા સર્વેક્ષક દ્વારા સર્વેક્ષણ અને મૂલ્યાંકન કરવામાં આવશે.
• ક્લેઇમ ફોર્મ ભરો અને ફોર્મમાં ઉલ્લેખિત સંબંધિત દસ્તાવેજો પ્રદાન કરો.
• ક્લેઇમના દરેક તબક્કે તમને SMS/ઇમેઇલ દ્વારા સૂચિત કરવામાં આવશે.
• એકવાર વાહન તૈયાર થઈ જાય પછી, ગેરેજને કપાતપાત્ર, ડેપ્રિશિયેશન વગેરે સહિતના ક્લેઇમના તમારા ફરજિયાત શેરની ચુકવણી કરો. ઇન્શ્યોરર દ્વારા સીધા નેટવર્ક ગેરેજ સાથે બૅલેન્સ સેટલ કરવામાં આવશે
• તમારા તૈયાર રેકોર્ડ્સ માટે સંપૂર્ણ બ્રેક અપ સાથે ક્લેઇમ ગણતરી શીટ પ્રાપ્ત કરો.
કાર ઇન્શ્યોરન્સ ક્લેઇમ ઑનલાઇન ભરવા માટે નીચેના ડૉક્યુમેન્ટની જરૂર છે:
• ક્લેઇમ ફોર્મ પૂર્ણ થઇ ગયો છે
• રજિસ્ટ્રેશન સર્ટિફિકેટની કૉપી (RC). 3 મહિનાથી ઓછા જૂના અને RC ઉપલબ્ધ ન હોય તેવા નવા વાહનના કિસ્સામાં, ટૅક્સની રસીદ અને વાહનની ખરીદીનું બિલ સબમિટ કરી શકાય છે).
• આધાર કાર્ડ
• NEFT મેન્ડેટ ફોર્મ સાથે અસલ ક્લેઇમ ફોર્મ (NEFT ફોર્મ માત્ર નૉન-કૅશલેસ કિસ્સાઓ માટે જરૂરી છે)
• કેન્સલ ચેક
• રજિસ્ટ્રેશન સર્ટિફિકેટની કૉપી (RC) (3 મહિનાથી ઓછા જૂના અને RC ઉપલબ્ધ ન હોય તેવા નવા વાહનના કિસ્સામાં, ટૅક્સની રસીદ અને વાહન ખરીદીનું બિલ એકત્રિત કરવામાં આવે છે)
• ગેરેજનો અંદાજ
• રિપેર બિલ
• અકસ્માતના સમયે વાહન ચલાવતા વ્યક્તિના ડ્રાઇવિંગ લાઇસન્સની કૉપી
• કાર ઇન્શ્યોરન્સ પૉલિસીની કૉપી
• એક સત્તાવાર રીતે માન્ય ડૉક્યુમેન્ટ અને પાન કાર્ડ/ફોર્મ 60 ની પ્રમાણિત કૉપી
• એફઆઇઆર અથવા પોલીસ રિપોર્ટ
• આધાર કાર્ડ અને PAN કાર્ડ સહિતના તમામ મૂળભૂત ડૉક્યૂમેન્ટ.
• મૂળ RC
• મૂળ કાર ઇન્શ્યોરન્સ પૉલિસી
• ઇન્શ્યોર્ડ દ્વારા યોગ્ય રીતે સહી કરેલ ફોર્મ 28, 29 અને 30 (ત્રણ કૉપી)
• ઇન્ડેમ્નિટી બૉન્ડ
• FIR (જ્યાં પણ જરૂરી હોય)
• NEFT ફોર્મ અને કૅન્સલ્ડ ચેક
• જો વાહન લોન પર લેવામાં આવ્યું હોય તો નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ અને ફોર્મ 16.
તમે કાર ઇન્શ્યોરન્સ પૉલિસી ઑનલાઇન કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો તે અહીં આપેલ છે:
• પગલું 1: અમારી વેબસાઇટની મુલાકાત લો.
• પગલું 2: હોમપેજ પર હેલ્પ બટન આઇકન પર ક્લિક કરો. પછી ઇમેઇલ/ડાઉનલોડ પૉલિસીની કૉપી પર ક્લિક કરો.
• પગલું 3: પૉલિસી નંબર, મોબાઇલ નંબર વગેરે જેવી તમારી પૉલિસીની વિગતો દાખલ કરો.
• પગલું 4: ત્યારબાદ, પૂછવામાં આવેલ OTP દાખલ કરો. ઉપરાંત, જો પૂછવામાં આવે તો તમારી પ્રોફાઇલને વેરિફાઇ કરો.
• પગલું 5: વેરિફિકેશન પછી, તમારી કાર ઇન્શ્યોરન્સ પૉલિસી જુઓ, પ્રિન્ટ કરો અથવા ડાઉનલોડ કરો.
બ્રોશર | ક્લેઇમ ફોર્મ | પૉલિસીની શબ્દાવલી |
બ્રોશરમાં કાર ઇન્શ્યોરન્સ પૉલિસીના મુખ્ય લાભો, કવરેજ અને બાકાત વિશેની વિગતો મેળવો. અમારું કાર ઇન્શ્યોરન્સ બ્રોશર તમને અમારી પૉલિસી વિશે તમામ જાણવામાં મદદ કરશે. અમારા બ્રોશરની મદદથી, તમે એચડીએફસી અર્ગો કાર ઇન્શ્યોરન્સ પૉલિસીના યોગ્ય નિયમો અને શરતોને સમજી શકશો. | ક્લેઇમ ફોર્મ કે જેમાં તમે જરૂરી માહિતી ભરી શકો છો, તેને મેળવીને તમારી કાર ઇન્શ્યોરન્સ ક્લેઇમની પ્રક્રિયાને સરળ બનાવો. અમારું કાર ઇન્શ્યોરન્સ ક્લેઇમ ફોર્મ તમારી ક્લેઇમની પ્રક્રિયાને સરળ બનાવશે. | કાર ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ તમે જે શરતો હેઠળ નુકસાનનું કવરેજ મેળવી શકો છો તે જાણવી જરૂરી છે. કૃપા કરીને નિયમો અને શરતો માટે કાર ઇન્શ્યોરન્સ પૉલિસીની શબ્દાવલી જુઓ. |
1. ડ્રાઇવિંગ લાઇસન્સ
ડ્રાઇવિંગ લાઇસન્સ એ કાનૂની ડૉક્યૂમેન્ટ છે જે તમને ભારતીય માર્ગ પર તમારા વાહનને ચલાવવા માટે અધિકૃત કરે છે. વિવિધ RTO (પ્રાદેશિક પરિવહન કાર્યાલય) દ્વારા જારી કરવામાં આવતા વિવિધ પ્રકારના ડ્રાઇવિંગ લાઇસન્સ છે જે ભારતીય માર્ગ પર ટૂ-વ્હીલર, ફોર-વ્હીલર અથવા કોમર્શિયલ વાહન ચલાવવા માટે માન્ય કરે છે. તમારે મૂળભૂત ડ્રાઇવિંગ નિયમો અને ટ્રાફિક નિયમોનું પાલન કરવું પડશે અને માન્ય લાઇસન્સ મેળવવા માટે ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ કરવી પડશે
2. RTO
પ્રાદેશિક પરિવહન ઑફિસ અથવા RTO જે એક અધિકૃત સરકારી સંસ્થા છે જે ભારતમાં તમામ વાહનો રજિસ્ટર કરે છે તેમજ ડ્રાઇવિંગ લાઇસન્સ જારી કરે છે. વાસ્તવમાં, RTO ના અધિકારીઓ ભારતમાં ચાલતા તમામ રજિસ્ટર્ડ વાહનોના ડેટાબેઝ અને તમામ માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સના રેકોર્ડ જાળવવાની જવાબદારી સંભાળે છે.
3. થર્ડ પાર્ટી લાયબિલિટી કવરેજ
થર્ડ પાર્ટી ઓન્લી મોટર ઇન્શ્યોરન્સ પ્લાન એક એવી ફરજિયાત ઇન્શ્યોરન્સ પૉલિસી છે, જે તમારે ભારતીય રસ્તાઓ પર તમારા વાહનને ચલાવવા માટે જરૂરી છે. આ પ્લાન તમામ એવી કાનૂની જવાબદારીઓ સામે કવરેજ પ્રદાન કરે છે, જે ઇન્શ્યોર્ડ કાર દ્વારા થયેલા કોઈપણ અકસ્માતને કારણે વ્યક્તિ, પ્રોપર્ટી અથવા વાહન જેવા કોઈપણ થર્ડ પાર્ટીને થયેલા નુકસાનથી ઉદ્ભવી શકે છે. કોઈ ત્રાહિત-વ્યક્તિના મૃત્યુ અથવા ઈજા માટે પ્રદાન કરેલ કવરેજ માટે કોઈ લિમિટ નથી. જો કે, થર્ડ-પાર્ટી પ્રોપર્ટી અને વાહનના નુકસાન માટે મહત્તમ ₹7.5 લાખ સુધીની લિમિટ છે. આમ, ભારતીય રસ્તાઓ પર તમારા વાહનને ચલાવવા માટે, થર્ડ પાર્ટી મોટર ઇન્શ્યોરન્સ પૉલિસી ફરજિયાત છે. .
4. કોમ્પ્રિહેન્સિવ કવરેજ
કોમ્પ્રિહેન્સિવ મોટર ઇન્શ્યોરન્સ પ્લાન્સ તમારા પોતાના વાહનના નુકસાન સાથે થર્ડ-પાર્ટીની જવાબદારીઓ માટે કવરેજ પ્રદાન કરે છે. થર્ડ પાર્ટી-ઓન્લી ઇન્શ્યોરન્સ પૉલિસીના બદલે કોમ્પ્રિહેન્સિવ પ્લાન પસંદ કરવું ફરજિયાત નથી, જેથી કોઈપણ આકસ્મિક નુકસાનના કિસ્સામાં તમારા પોતાના વાહનને રિપેર કરવા માટે તમારે અનિચ્છનીય ખર્ચ ન કરવો પડે. આ પ્લાન તમારા વાહનને કોઈપણ કુદરતી આપત્તિ જેમ કે આગ, પૂર વગેરેથી તેમજ તમામ માનવ-નિર્મિત આપત્તિ જેમ કે ચોરી સાથે રોડ અકસ્માતોને કારણે થતા નુકસાન માટે પર્યાપ્ત કવરેજ પ્રદાન કરે છે. આમ, જો તમે તમારા વાહનની સંપૂર્ણ સુરક્ષા ઈચ્છો છો, તો તમારે કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ પ્લાન પસંદ કરવો આવશ્યક છે. વાસ્તવમાં, તમે અતિરિક્ત રાઇડર લાભો પસંદ કરીને પણ પ્લાનનું કવરેજ વધારી શકો છો.
5. કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ
"આપેલ મુદત માટે તમારા વાહનને ઇન્શ્યોરન્સ આપવા બદલ તમારે ઇન્શ્યોરન્સ કંપનીને ચૂકવવાની રકમને કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કહેવામાં આવે છે. આ રકમ અન્ય પાસાઓ સહિત તમારી કારના IDV (ઇન્શ્યોર્ડ ડિક્લેયર્ડ) વેલ્યૂના આધારે નક્કી કરવામાં આવે છે અને તે આપેલ મુદત માટે નિર્ધારિત કરવામાં આવે છે જેના માટે તે આકસ્મિક નુકસાન સામે કવરેજ પ્રદાન કરે છે.
પ્રીમિયમની રકમ તમારા વાહનના મેક અને મોડેલ, ભૌગોલિક સ્થાન તેમજ કારની ઉંમર જેવા અનેક પરિબળો પર અલગ હોય છે. તે તમારા ડ્રાઇવિંગ અનુભવ અને નો-ક્લેઇમ બોનસની રકમ પર પણ આધારિત છે જે તમે વર્ષોથી એકત્રિત કરેલ હશે. આમ, પ્લાન પસંદ કરતા પહેલાં પ્રીમિયમ અને તેની સાથે સંકળાયેલા લાભોની તપાસ કરવી એ સારો વિચાર છે."
6. ઇન્શ્યોર્ડ ડિકલેર્ડ વેલ્યૂ
IDV અથવા તમારી કારનું ઇન્શ્યોર્ડ ડિક્લેયર્ડ વેલ્યૂ એ તમારા માટે કાર ઇન્શ્યોરન્સ પ્લાન પસંદ કરતા પહેલાં પ્લાનને સમજવા માટેનું એક નોંધપાત્ર પાસું છે. આ એ મહત્તમ રકમ છે જે ઇન્શ્યોરન્સ કંપની અકસ્માત અથવા ચોરીમાં કારના સંપૂર્ણ નુકસાન અથવા ખોટના કિસ્સામાં ક્લેઇમ તરીકે તમને ચૂકવશે. અન્ય તમામ ક્લેઇમની રકમની ગણતરી IDV ના આધારે કરવામાં આવે છે, એટલે કે જ્યારે નુકસાનને કુલ અથવા સંપૂર્ણ નુકસાન માનવામાં આવતું ન હોય ત્યારે IDV ના ટકાવારી તરીકે. કારની IDV દર વર્ષે વાહનના મૂલ્ય સાથે ઘટે છે અને રેગ્યુલેટર દ્વારા પ્રદાન કરેલ સ્ટાન્ડર્ડ ડેપ્રિશિયેશન ટેબલ મુજબ તેમની ગણતરી કરવામાં આવે છે. વર્ષના મધ્યમાં ક્લેઇમના કિસ્સામાં, પૉલિસી વર્ષની શરૂઆતમાં કારની IDV માંથી ડેપ્રિશિયેશનની ગણતરી કરવામાં આવે છે. આમ, તમારા કાર ઇન્શ્યોરન્સ પ્લાનને રિન્યૂ કરતી વખતે IDV ની નોંધ લેવી મહત્વપૂર્ણ છે, જેથી કરીને તે કારના બજાર મૂલ્યની બરાબર હોય.
7. કપાતપાત્ર
મોટર ઇન્શ્યોરન્સમાં, કપાતપાત્ર એ ક્લેઇમની રકમનો એક ભાગ છે જેની ઇન્શ્યોરન્સ લેનાર વ્યક્તિએ ક્લેઇમ સેટલમેન્ટ દરમિયાન ચુકવણી કરવી પડશે. બાકીના ક્લેઇમ રકમની ચુકવણી ઇન્શ્યોરન્સ કંપની કરે છે. તેના બે પ્રકાર છે: સ્વૈચ્છિક અને ફરજિયાત કપાતપાત્ર. ફરજિયાત કપાતપાત્ર એ રકમ છે જે જ્યારે પણ તમે ક્લેઇમ રજિસ્ટર્ડ કરો ત્યારે તમારે ફરજિયાતપણે ચૂકવવી પડશે. બીજી તરફ, સ્વૈચ્છિક કપાતપાત્ર રકમ એ ક્લેઇમની રકમનો ભાગ છે જે ઇન્શ્યોરન્સ લેનાર વ્યક્તિ ક્લેઇમ સેટલમેન્ટ સમયે ઇચ્છાથી ચુકવણી કરવાનું પસંદ કરે છે જેથી કાર ઇન્શ્યોરન્સ રિન્યૂઅલ પ્રીમિયમ પર પૈસા બચાવવી શકાય.
8. નો ક્લેઇમ બોનસ
જો તમે કોઈ ચોક્કસ પૉલિસી વર્ષમાં કોઈપણ ક્લેઇમ ફાઇલ કરતા નથી, તો ઇન્શ્યોરન્સ કંપની નો-ક્લેઇમ બોનસ અથવા NCB ના નામે પ્રીમિયમમાં ડિસ્કાઉન્ટ પ્રદાન કરે છે. આ એક સારા ડ્રાઇવર બનવા બદલ આપવામાં આવેલ ડિસ્કાઉન્ટ છે અને તમારા કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમની ગણતરી કરતી વખતે એક મહત્વપૂર્ણ પરિબળ છે. રિન્યૂઅલ સમયે પૉલિસીધારકને આ રિવૉર્ડ પ્રદાન કરવામાં આવે છે. જો તમે 1 વર્ષ માટે ક્લેઇમ કરતા નથી, તો તમે 20% નો-ક્લેઇમ બોનસ મેળવી શકો છો અને તે સતત 5 ક્લેઇમ-મુક્ત વર્ષોમાં મહત્તમ 50% સુધી જઈ શકે છે. નોંધ કરવાનો મુદ્દો એ છે કે પૉલિસીધારકને, એટલે કે કારના માલિક અને કારને નો-ક્લેઇમ બોનસ પ્રદાન કરવામાં આવે છે. તેથી, જો તમે તમારી કાર વેચવાનું પસંદ કરો છો, તો NCB કારના નવા માલિકને ટ્રાન્સફર કરી શકાતું નથી. પણ તેના બદલે, તમે તમારી જૂની કારના નો-ક્લેઇમ બોનસને તમારી નવી કારમાં ટ્રાન્સફર કરી શકો છો.
9. કૅશલેસ ગેરેજ
કૅશલેસ ગેરેજ એ વાહનના કૅશલેસ ક્લેઇમના સેટલમેન્ટ માટે ઇન્શ્યોરન્સ કંપની સાથે સંકળાયેલ ગેરેજના નેટવર્કમાંનું અધિકૃત ગેરેજ છે. તેથી, જો તમે તમારી કારના રિપેર કાર્ય માટે કૅશલેસ ક્લેઇમનો લાભ લેવા માંગો છો, તો તમારે કૅશલેસ ગેરેજની મુલાકાત લેવાની જરૂર છે. અહીં ઇન્શ્યોરન્સ કંપની દ્વારા સર્વેક્ષણ કરવામાં આવશે અને મંજૂર રિપેર કાર્ય માટેની ચુકવણી સીધી ગેરેજને ચૂકવવામાં આવશે, કપાતપાત્ર અને ક્લેઇમની બિન-અધિકૃત રકમ સિવાય તમારે પોતાના ખિસ્સામાંથી કોઈપણ ચુકવણી કરવી પડશે નહીં. આમ, કૅશલેસ ગેરેજ તમારા પોતાના વાહનમાં કરેલા કોઈપણ રિપેર કાર્ય માટે ક્લેઇમ સેટલમેન્ટને સરળ બનાવે છે.
10 ઍડ-ઑન કવર
ઍડ-ઑન કવર એ અતિરિક્ત લાભો છે જેનો લાભ તમે એકંદર લાભો વધારવા અને કારના કવરેજને વિસ્તૃત કરવા માટે તમારી કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે મેળવી શકો છો. તમારી હાલની બેઝ કાર ઇન્શ્યોરન્સ પૉલિસીમાં એકથી વધુ રાઇડર ઉમેરી શકાય છે જેમ કે ઝીરો ડેપ્રિશિયેશન કવરેજ, એન્જિન અને ગિયર-બૉક્સ સુરક્ષા, રિટર્ન ટુ ઇનવૉઇસ, NCB સુરક્ષા, ઇમરજન્સી આસિસ્ટન્સ, કન્ઝ્યુમેબલ કવર, ડાઉનટાઇમ સુરક્ષા, વ્યક્તિગત સામાનનું નુકસાન વગેરે. દરેક રાઇડર માટે, તમારે પ્લાનનું એકંદર કવરેજ વધારવા માટે તમારા બેસ પ્રીમિયમ સાથે અતિરિક્ત પ્રીમિયમ રકમ ચૂકવવું પડે છે. તેથી, તમારે તમારી કાર ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદતી અને રિન્યૂ કરતી વખતે તમારી જરૂરિયાત મુજબ ઍડ-ઑન પસંદ કરવું પડશે.
11. પર્સનલ એક્સિડન્ટ કવર
પર્સનલ એક્સિડન્ટ પૉલિસી એ એક નિશ્ચિત લાભ ધરાવતો ઇન્શ્યોરન્સ પ્લાન છે, જે ઇન્શ્યોરન્સ ધારક વ્યક્તિને આકસ્મિક નુકસાન માટે ચોક્કસ રકમની ચુકવણી કરે છે. IRDAI એ ભારતીય રસ્તાઓ પર વાહનને ચલાવવા માટે ઇન્શ્યોરન્સ લીધેલ કારના તમામ માલિક/ડ્રાઇવર માટે ન્યૂનતમ ₹15 લાખની ફરજિયાત પર્સનલ એક્સિડન્ટ પૉલિસી હોવી ફરજિયાત કરી છે. તે મૃત્યુ, વિકલાંગતા, અંગવિચ્છેદ તેમજ આકસ્મિક ઈજાઓ સામે કવરેજ પ્રદાન કરે છે. પર્સનલ એક્સિડન્ટ કવરેજ તમારી કાર ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે પણ લઈ શકાય છે.