હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમ પ્રક્રિયા

  • તમારી હેલ્થ પૉલિસી અંગે મહત્વપૂર્ણ અપડેટ!

  • કૃપા કરીને નોંધ કરો કે 15 એપ્રિલ 2023 થી, રીઇમ્બર્સમેન્ટ ક્લેઇમ માટે, પૂર્વાયોજિત સારવાર માટે હૉસ્પિટલાઇઝેશનની જાણ ન્યૂનતમ 48 કલાક પહેલાં અને ઇમરજન્સી હૉસ્પિટલાઇઝેશનની જાણ 24 કલાકની અંદર કરવાની રહેશે. આ અમને તમારા ક્લેઇમની પ્રક્રિયા સરળ બનાવવામાં મદદ કરશે. કૃપા કરીને અહીં ક્લિક કરીને ક્લેઇમની જાણ કરો



પગલું 1. હૉસ્પિટલાઇઝેશન

તે કોણ કરશે : પૉલિસીધારક
શું કરવું જોઈએ? નજીકની નેટવર્ક હૉસ્પિટલ શોધવા માટે અહીં ક્લિક કરો

પગલું 2. કૅશલેસ હૉસ્પિટલાઇઝેશનનો લાભ લો અને ડૉક્યૂમેન્ટ સબમિટ કરો

તે કોણ કરશે : પૉલિસીધારક
શું કરવું જોઈએ? તમારું હેલ્થ કાર્ડ અને માન્ય ફોટો ID બતાવીને નેટવર્ક હૉસ્પિટલમાં કૅશલેસ સુવિધા મેળવો

પગલું 3. પ્રિ-ઑથોરાઇઝેશન

કોના દ્વારા કરવામાં આવશે: નેટવર્ક હૉસ્પિટલ
શું કરવું જોઈએ? હૉસ્પિટલ દ્વારા એચડીએફસી અર્ગોને કૅશલેસ રિક્વેસ્ટ મોકલવામાં આવશે અને પ્રિ-ઑથોરાઇઝેશન ફોર્મ માટે અમારો સંપર્ક કરશે .

પગલું 4. ડિસ્ચાર્જ અને ક્લેઇમ સેટલમેન્ટના સમયે

તે કોણ કરશે : એચડીએફસી અર્ગો
શું કરવું જોઈએ? એચડીએફસી અર્ગો/TPA તમામ પ્રાપ્ત દસ્તાવેજોની ચકાસણી કરશે અને ક્લેઇમ વિશે અંતિમ નિર્ણય જણાવશે.

પગલું 5. સ્ટેટસ અપડેટ

તે કોણ કરશે : એચડીએફસી અર્ગો
શું કરવું જોઈએ? તમને તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અથવા ઇમેઇલ id પર ક્લેઇમના દરેક તબક્કે SMS/ઇમેઇલ દ્વારા અપડેટ પ્રાપ્ત થશે.

પગલું 6.કૅશલેસ અધિકૃતતા અને ક્લેઇમની મંજૂરી

કોના દ્વારા કરવામાં આવશે: એચડીએફસી અર્ગો અને નેટવર્ક હૉસ્પિટલ
શું કરવું જોઈએ? અધિકૃતતા માટે હૉસ્પિટલ દ્વારા એચડીએફસી અર્ગોને અંતિમ બિલ મોકલવામાં આવશે, જેની એચડીએફસી અર્ગો દ્વારા ચકાસણી કરવામાં આવશે અને હૉસ્પિટલને માન્ય ટ્રાન્ઝૅક્શનના કિસ્સામાં અંતિમ અધિકૃતતા આપવામાં આવશે. કોઈપણ અસ્વીકાર્ય ખર્ચ, સહ-ચુકવણીઓ, કપાતની ચુકવણી તમારે કરવાની રહેશે.

ડૉક્યુમેન્ટ ચેકલિસ્ટ

  • તમામ ડૉક્યૂમેન્ટ પ્રાપ્ત થયા પછી, છેલ્લું ડૉક્યૂમેન્ટ પ્રાપ્ત થયાના 2 કલાકમાં ક્લેઇમની પ્રક્રિયા કરવામાં આવશે.
    ( કૃપા કરીને નોંધ કરો કે આંતરિક ચકાસણીના કિસ્સામાં એચડીએફસી અર્ગો/TPA દ્વારા છેલ્લો દસ્તાવેજ પ્રાપ્ત થયાના 24 કલાકની અંદર અંતિમ નિર્ણય લેવામાં આવશે )

પગલું 1. ક્લેઇમ રજિસ્ટ્રેશન


રીઇમ્બર્સમેન્ટ અથવા સપ્લીમેન્ટરી ક્લેઇમ રજિસ્ટર કરવા અને ડૉક્યૂમેન્ટ તરત અપલોડ કરવા માટે અહીં ક્લિક કરો (દરેક ફાઇલની સાઇઝ 8MB હોવી જોઈએ). તમારા વધુ સંદર્ભ માટે KYC/NEFT અને ડિજિટલ ક્લેઇમ ફોર્મ ડાઉનલોડ કરવા માટેની લિંક અહીં આપેલ છે. અહીં ક્લિક કરો કેવાયસીએનઇએફટી, ડિજિટલ ક્લેઇમ ફોર્મ. જો તમારો ક્લેઇમ પહેલેથી જ રજિસ્ટર્ડ છે તો કૃપા કરીને અહીં ક્લિક કરો તમારા દસ્તાવેજો તરત જ અપલોડ કરવા માટે.

પગલું 2. ક્લેઇમની પ્રક્રિયા


તમે ડૉક્યૂમેન્ટ શેર કર્યા પછી, એચડીએફસી અર્ગોના ડૉક્ટરની ટીમ દ્વારા તમામ ડૉક્યૂમેન્ટની સમીક્ષા કરવામાં આવશે. તમામ જરૂરી દસ્તાવેજો પ્રાપ્ત થાય બાદ એચડીએફસી અર્ગો દ્વારા નિયમો અને શરતો અનુસાર છેલ્લો ડૉક્યુમેન્ટ મળ્યાના 15 દિવસમાં ક્લેઇમની પ્રક્રિયા કરવામાં આવશે. તમને ક્લેઇમના દરેક તબક્કે SMS/ઇમેઇલ દ્વારા ક્લેઇમની સ્થિતિ સાથે અપડેટ પણ પ્રાપ્ત થશે. તમે અહીં તમારા ક્લેઇમની સ્થિતિને તરત ટ્રૅક કરી શકો છો
અહીં ક્લિક કરો

પગલું 3. વધારાના/બાકી ડૉક્યુમેન્ટ અપલોડ કરવાની પ્રક્રિયા


કોઈપણ અતિરિક્ત માહિતી અથવા ડૉક્યૂમેન્ટની જરૂર પડે તો, એચડીએફસી અર્ગો દ્વારા SMS અને ઇમેઇલ દ્વારા તેની સૂચના મોકલવામાં આવશે અને તમે અહીં ઉલ્લેખિત લિંક દ્વારા તેને અપલોડ કરી શકો છો. પ્રશ્ન/બાકી દસ્તાવેજો અપલોડ કરવા માટે અહીં ક્લિક કરો

તમામ જરૂરી ડૉક્યુમેન્ટ પ્રાપ્ત થયા બાદ એચડીએફસી અર્ગો દ્વારા નિયમો અને શરતો અનુસાર છેલ્લો ડૉક્યુમેન્ટ પ્રાપ્ત થયાના 15 દિવસમાં ક્લેઇમની પ્રક્રિયા કરવામાં આવશે.

પગલું 4. ક્લેઇમનું સેટલમેન્ટ


તમામ જરૂરી ડૉક્યુમેન્ટ પ્રાપ્ત થયા બાદ એચડીએફસી અર્ગો દ્વારા છેલ્લો ડૉક્યુમેન્ટ પ્રાપ્ત થયાના 15 દિવસમાં ક્લેઇમની ચુકવણી કરવામાં આવશે અને મંજૂર ક્લેઇમની ચુકવણીની પ્રક્રિયા કરવામાં આવશે. ચુકવણી તમારા બેંક એકાઉન્ટમાં NEFT દ્વારા કરવામાં આવશે.

(કૃપા કરીને નોંધ કરો કે કોઈપણ આંતરિક ચકાસણીના કિસ્સામાં એચડીએફસી અર્ગો/TPA દ્વારા છેલ્લો ડૉક્યુમેન્ટ પ્રાપ્ત થયાના 30 દિવસની અંદર અંતિમ નિર્ણયની પુષ્ટિ કરવામાં આવશે)

ડૉક્યુમેન્ટ ચેકલિસ્ટ

ક્લેઇમ રજિસ્ટર કરવા માટે જરૂરી ડૉક્યૂમેન્ટનું લિસ્ટ

  • એચડીએફસી અર્ગો પૉલિસી નંબર સાથેનું, યોગ્ય રીતે ભરેલ અને સહી કરેલ ક્લેઇમ ફોર્મ.
  • ઓરિજિનલ ડિસ્ચાર્જ સમરી.
  • પ્રિસ્ક્રિપ્શન દ્વારા સમર્થિત વિગતવાર વિવરણ, ચુકવણીની રસીદ અને મૂળ ફાર્મસી બિલ સાથેનું અસલ અંતિમ બિલ વિગતવાર બ્રેકઅપ, ચુકવણીની રસીદ અને પ્રિસ્ક્રિપ્શન સાથેનું દવાનું મૂળ અંતિમ બિલ.
  • અસલ તપાસ રિપોર્ટ (દા.ત. લોહીની તપાસના રિપોર્ટ્સ, એક્સ-રે, વગેરે).
  • ઇમ્પ્લાન્ટ સ્ટિકર/બિલ, જો ઉપયોગ કરેલ હોય તો (દા.ત. એન્જીયોપ્લાસ્ટીમાં ફોરસ્ટેન્ટ, મોતિયાનો લેન્સ વગેરે).
  • અગાઉ કરાવેલી સારવારના ડૉક્યુમેન્ટ, જો કોઈ હોય તો.
  • અકસ્માતના કિસ્સામાં, મેડિકો લીગલ સર્ટિફિકેટ (MLC) અથવા FIR.
  • જો પ્રસ્તાવકર્તાનું અવસાન થયેલ હોય, તો નૉમિનીની વિગતો પ્રદાન કરવાની રહેશે. જો નૉમિની સગીર હોય તો કાનૂની વારસદારનું પ્રમાણપત્ર જરૂરી છે.
  • અન્ય સંબંધિત ડૉક્યુમેન્ટ, જો કોઈ હોય તો.
  • ચુકવણી માટે NEFTની વિગતો - પ્રસ્તાવકર્તાના નામ પર રદ કરેલ ચેક અથવા પાસબુકની બેંક દ્વારા પ્રમાણિત નકલ. ઉપરાંત, ₹ 1 લાખ અને તેનાથી વધુના તમામ ક્લેઇમ માટે નીચેનામાંથી કોઈપણ KYC ડૉક્યૂમેન્ટની નકલ સાથે KYC (નો યોર કસ્ટમર) ફોર્મ પ્રદાન કરો. KYC ફોર્મ માટે પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, વોટર ID વગેરે અહીં ક્લિક કરો.
  • યાદ રાખવા જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ - અહીં ક્લિક કરો.
  • ક્લેઇમ ફોર્મનો નમૂનો - અહીં ક્લિક કરો.

એવૉર્ડ અને સન્માન

best_bfsi_2011 best_employer_brand best_employer_brand_2012            best_employer_brand_besi_2012 bfsi_2014 cfo_2014 iaaa icai_2013 icai_2014 icai_2015 icai_2016 iir_2012 iir_2016
જ્ઞાન કેન્દ્ર
x