હોમ / ટ્રાવેલ ઇન્શ્યોરન્સ / સ્ટુડન્ટ સુરક્ષા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ
  • પરિચય
  • શું શામેલ છે?
  • શું શામેલ નથી?
  • એચડીએફસી અર્ગો શા માટે પસંદ કરવું?
  • FAQ

ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ

 

વિદેશમાં અભ્યાસ કરવો એ અનેક વિદ્યાર્થીઓનું સપનું હોય છે, કારણકે તે તેમની કારકિર્દી ઘડવા માટે અસંખ્ય તકો પૂરી પાડે છે. તે જીવનમાં પરિવર્તન લાવતો એક મોટો નિર્ણય છે જેની સાથે અસંખ્ય અપેક્ષાઓ જોડાયેલી હોય છે, તથા તે જીવનમાં આનંદ લાવે છે તેમજ જીવનના પાઠ શીખવા મળે છે. જોકે, પોતાની કારકિર્દી માટે પોતાના પરિવારને છોડીને દૂર અન્ય દેશમાં રહેવું સરળ નથી. આનંદ અને સફળતાની સાથે તબીબી કટોકટી, અભ્યાસમાં અડચણ, ડૉક્યુમેન્ટ ખોવાઈ જવા તથા તેવી અન્ય કમનસીબ ઘટનાઓનું જોખમ પણ રહેલું હોય છે. અને તેથી જ, સ્ટુડન્ટ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવી જરૂરી છે, કારણકે જો તમે વિદેશમાં અભ્યાસ કરવા ઇચ્છો છો તો તે તમને ત્યાં સુરક્ષા આપે છે, જો તમે જે દેશમાં અભ્યાસ માટે જવાનું વિચારી રહ્યાં છો ત્યાં તમારું રોકાણ ટૂંકા સમયનું છે, તો તમારા રોકાણમાં અડચણ ઉભી કરી શકે તેવી પરિસ્થિતિઓનો સામનો કરવા માટે તૈયાર રહેવા ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદો.

એકવાર તમારી પસંદગીનો દેશ અને યુનિવર્સિટી નક્કી કર્યા બાદ, તમારા રોકાણ દરમિયાન જરૂરી સહાય પૂરી પાડતી યોગ્ય સ્ટુડન્ટ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદો. એચડીએફસી અર્ગો ઓવરસીઝ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન લાવ્યું છે, જે તબીબી ખર્ચ, રોકાણ દરમિયાન આવતા અવરોધ, સામાન સંબંધિત અને મુસાફરી સંબંધિત જોખમોને કવર કરે છે.

તમે વિદેશના કોઈ પણ દેશમાં રહીને તમારા શિક્ષણને આગળ વધારવાનું પસંદ કરો, અમે તમને કવર કરીશું!

USA અને કેનેડા સિવાય વિશ્વવ્યાપી
USA અને કેનેડા સિવાય વિશ્વવ્યાપી
તમે ભણવા ઇચ્છો છો તે અભ્યાસક્રમ વિશ્વના એક દૂરસ્થ ભાગમાં ભણાવવામાં આવે છે? અમે તમને સ્ટુડન્ટ માટે કસ્ટમાઇઝ કરેલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન સાથે કવર કર્યા છે. તેથી, તમે હંમેશા તમારા ભૌતિક અને માનસિક સ્વાસ્થ્યને પ્રાથમિકતા પર રાખી શકો છો.
વિશ્વવ્યાપી કવરેજ
વિશ્વવ્યાપી કવરેજ
દુનિયા આખી તમારો ક્લાસરૂમ છે! તમારે ક્યાં જવું છે તે શોધો અને તે તરફ દુનિયામાં કોઈપણ સ્થળે અભ્યાસક્રમ માટે આગળ વધો, કારણ કે અમે તમને અને તમારા સામાનને દુનિયાભરમાં સુરક્ષિત અને સલામત કરીએ છીએ, તેથી તમે તમારો શિક્ષણનો પ્રવાસ શરૂ કરી શકો છો, પછી ભલે તમે ક્યાંય પણ હોવ.

શું શામેલ છે?

મેડિકલ સંબંધિત કવરેજ

ઇમરજન્સી મેડિકલ ખર્ચ
ઇમરજન્સી મેડિકલ ખર્ચ

વિદેશી જમીન પર વિદ્યાર્થી હોવાથી, અચાનક બીમારી આવવી અથવા ઈજા થવી, તમારી નાણાંકીય યોજનાને અસર કરી શકે છે, અમારા ઇન્શ્યોરન્સ સાથે અમે હૉસ્પિટલાઇઝેશનના કિસ્સામાં કૅશલેસ મેડિકલ સારવાર પ્રદાન કરીએ છીએ.

કટોકટી ડેન્ટલ ખર્ચ
કટોકટી ડેન્ટલ ખર્ચ

અમે ઇજા અથવા ગંભીર દર્દના કિસ્સામાં દાંતની સારવાર માટેનો ખર્ચ ભરપાઈ કરીએ છીએ જેથી તમે તમારું સ્મિત જાળવી રાખી શકો.

તબીબી નિકાસ
તબીબી નિકાસ

અમે ખરેખર તમને કટોકટીની પરિસ્થિતિમાં હવાઈ/જમીન માર્ગ મારફતે નજીકની હોસ્પિટલમાં સ્થાળાંતર કરી કષ્ટદાયક પરિસ્થિતિમાંથી બહાર કાઢીશું.

બૉડીને વતન લાવવી
બૉડીને વતન લાવવી

મૃત્યુના કિસ્સામાં, અમે નશ્વર દેહને વતનમાં સ્થળાંતર કરવાનો ખર્ચ વહન કરીશું.

આકસ્મિક મૃત્યુ
આકસ્મિક મૃત્યુ

દુર્ભાગ્યપૂર્ણ આકસ્મિક ઘટના જેથી મૃત્યુ થઈ શકે છે, તેવાં કિસ્સામાં અમે તમને એક સામટી રકમની ચુકવણી કરીશું.

કાયમી અપંગતા
કાયમી અપંગતા

આમ તો અમે તમારા નુકસાનની ભરપાઈ કરી શકતા નથી, પણ અકસ્માતમાં કાયમી અપંગતાના કિસ્સામાં અમે તમને વળતર આપીને મદદ કરવાનું વચન આપીએ છીએ.

કાયમી અપંગતા
કાયમી અપંગતા

જો દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત કાયમી અપંગતામાં પરિણમે છે, તો અમે તમારા માટે આવી પરિસ્થિતિને થોડી હળવી બનાવવા માટે એક સામટું વળતર આપીશું.

સામાન-સંબંધિત કવરેજ

ચેક ઇન કરેલ સામાન ગુમ થઈ જવો
ચેક ઇન કરેલ સામાન ગુમ થઈ જવો

તમે જ્યારે તમારી જીવન યાત્રાનો નવો અધ્યાય શરૂ કરી રહ્યા હોવ ત્યારે ખોવાયેલ સામાનને કારણે અટકશો નહીં. અમે નુકસાન બદલ વળતર આપીશું.

ચેક ઇન કરેલ સામાનની પ્રાપ્તિમાં થતો વિલંબ
ચેક ઇન કરેલ સામાનની પ્રાપ્તિમાં થતો વિલંબ

જો સામાન મેળવવામાં વિલંબ થાય તો આવા કિસ્સામાં કટોકટીની ખરીદી માટેના ભંડોળથી તમારા વર્ગોને શરૂ કરો.

રોકાણ-સંબંધિત

વ્યક્તિગત જવાબદારી
વ્યક્તિગત જવાબદારી

વિદેશી જમીન પર, જો તમે કોઈપણ થર્ડ પાર્ટીના નુકસાન માટે આકસ્મિક રીતે જવાબદાર હોવ, તો અમે તેના માટે તમને વળતર આપીશું.

જામીનગીરી ખત
જામીનગીરી ખત

જામીનપાત્ર ગુના માટે ધરપકડ/ અટકાયત પર જામીનની રકમ ચૂકવીને અમે તમને કાનૂની મુશ્કેલીમાંથી બહાર આવવા મદદ કરીશું.

અભ્યાસમાં રુકાવટ
અભ્યાસમાં રુકાવટ

જો લાંબા સમય સુધી હૉસ્પિટલાઇઝેશન અથવા તમારા પરિવારના સભ્ય/પ્રાયોજકના મૃત્યુને કારણે તમારા અભ્યાસમાં વિક્ષેપ આવે છે તો અમે ટ્યુશન ફીનું રિફંડ કરીએ છીએ.

પ્રાયોજકની સુરક્ષા
પ્રાયોજકની સુરક્ષા

શું તમારા વાલી હવે આ દુનિયામાં નથી? અમે તમારા પ્રાયોજકના આકસ્મિક મૃત્યુની સ્થિતિમાં ટ્યુશન ફીની ચૂકવણી કરીશું.

સહાનુભૂતિદર્શક મુલાકાત
સહાનુભૂતિદર્શક મુલાકાત

વિદેશમાં એક પરિચિત ચહેરા કરતાં વધુ સારું કંઇ જ નથી. જો તમને 7 દિવસથી વધુ સમય સુધી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે તો પરિવારના કોઈપણ સભ્યની મુલાકાત માટેનો ખર્ચ માટે અમે ચુકવણી કરીશું.

પાસપોર્ટનું નુકસાન
પાસપોર્ટનું નુકસાન

ગભરાશો નહીં!! નવો મેળવવાના ખર્ચ માટે અમે ચુકવણી કરીશું.

આમાં શું શામેલ નથી?

કાયદાનો ભંગ
કાયદાનો ભંગ

યુદ્ધ સંબંધિત ઈજા અથવા કાયદાના ભંગને કારણે થતી કોઈપણ બીમારી અથવા સ્વાસ્થ્ય સમસ્યાઓ.

નશીલા પદાર્થોનું સેવન
નશીલા પદાર્થોનું સેવન

જો તમે નશાના અથવા પ્રતિબંધિત પદાર્થનો ઉપયોગ કરો છો, તો પૉલિસીમાં તમે કોઈપણ કલેઇમ્સ કરી શકશો નહીં.

પહેલેથી હોય તેવી બિમારીઓ
પહેલેથી હોય તેવી બિમારીઓ

જો તમે મુસાફરી દરમિયાન કોઈ રોગથી પીડિત છો અથવા કોઈ બીમારી માટે સારવાર લઈ રહ્યા છો, જે તમે પહેલેથી જ ધરાવો છો, તો અમે તેને કવર કરતા નથી.

કૉસ્મેટિક અને સ્થૂળતાની સારવાર
કૉસ્મેટિક અને સ્થૂળતાની સારવાર

જો તમે અથવા તમારા પરિવારના સભ્ય કોસ્મેટિક અથવા સ્થૂળતાની સારવાર કરાવવાનું પસંદ કરો છો, તો તે કવર થશે નહીં.

સ્વયં પ્રભાવિત ઇજા
સ્વયં પ્રભાવિત ઇજા

જો તમે પોતાને નુકસાન કરો છો અથવા આત્મહત્યાના પ્રયત્નને કારણે હૉસ્પિટલમાં દાખલ થઈ જાઓ તો અમે આવી સારવાર માટે તમને કવર કરી શકીશું નહીં, જે બદલ અમે દિલગીર છીએ

એડવેન્ચર સ્પોર્ટ્સ
એડવેન્ચર સ્પોર્ટ્સ

એડવેન્ચર સ્પોર્ટને કારણે થતી કોઈપણ ઈજા કવર થશે નહીં.

સૌથી વધુ મુલાકાત લેવાતાં દેશો માટે ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ

એચડીએફસી અર્ગો શા માટે?

1 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!

એચડીએફસી અર્ગો માટે ભરોસા પર આધારિત સંબંધોનું અનેરું મૂલ્ય છે. અમે ઇન્શ્યોરન્સને વધુ સરળ, વધુ વ્યાજબી અને વધુ વિશ્વાસપાત્ર બનાવવાનો સતત પ્રયત્ન કરીએ છીએ. અહીં વચનોનું પાલન કરવામાં આવે છે, ક્લેઇમને પૂરા કરવામાં આવે છે અને લોકોના ભરોસાને પૂરી ઈમાનદારી સાથે મજબૂત કરવામાં આવે છે.
એચડીએફસી અર્ગો શા માટે?

તમારા માટે 24x7 સહાયતા

અમે સમજીએ છીએ કે તકલીફના સમયે, ત્વરિત મદદ એ સમયની માંગ હોય છે. અમારી 24x7 કસ્ટમર કેર અને સમર્પિત ક્લેઇમ અપ્રૂવલ ટીમની મદદથી અમે જરૂરિયાતના સમયે સતત તમારી સહાયતા માટે હાજર છીએ.
એચડીએફસી અર્ગો શા માટે?

તમે પ્રવાસ કરો તેટલા દિવસની જ ચુકવણી કરો

એવું વિચારો છો કે કદાચ તમે ખરેખર પ્રવાસ કર્યો હોય તેના કરતાં વધુ દિવસ માટે ચુકવણી કરો છો? હવે ચિંતા ન કરો! હવે તમે ચોક્કસ દિવસ માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ મેળવી શકો છો અને સરળતાથી દિવસના હિસાબે ચુકવણી કરી શકો છો.
એચડીએફસી અર્ગો શા માટે?

હવે હેલ્થ ચેક અપને કહો આવજો

એચડીએફસી અર્ગો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ મેળવવા માટે કોઈપણ હેલ્થ ચેક અપ કરાવવાની જરૂર નથી.
એચડીએફસી અર્ગો શા માટે?

પેપરલેસ રીતે આગળ વધો!

અમને પણ પેપરવર્ક પસંદ નથી. આ ઝડપી દુનિયામાં, ઓછામાં ઓછા ડૉક્યુમેન્ટ અને સરળ ચુકવણી પદ્ધતિ થકી તમારી પૉલિસી ઑનલાઇન મેળવો. તમારી પૉલિસી તમને તુરત જ ઇ-મેઇલમાં મોકલવામાં આવે છે**.
એચડીએફસી અર્ગો શા માટે?

1 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!

એચડીએફસી અર્ગો માટે ભરોસા પર આધારિત સંબંધોનું અનેરું મૂલ્ય છે. અમે ઇન્શ્યોરન્સને વધુ સરળ, વધુ વ્યાજબી અને વધુ વિશ્વાસપાત્ર બનાવવાનો સતત પ્રયત્ન કરીએ છીએ. અહીં વચનોનું પાલન કરવામાં આવે છે, ક્લેઇમને પૂરા કરવામાં આવે છે અને લોકોના ભરોસાને પૂરી ઈમાનદારી સાથે મજબૂત કરવામાં આવે છે.

તમારા માટે જરૂરી 24 x 7 સહાયતા

અમે સમજીએ છીએ કે તકલીફના સમયે, ત્વરિત મદદ એ સમયની માંગ હોય છે. અમારી 24x7 કસ્ટમર કેર અને સમર્પિત ક્લેઇમ અપ્રૂવલ ટીમની મદદથી અમે જરૂરિયાતના સમયે સતત તમારી સહાયતા માટે હાજર છીએ.

તમે પ્રવાસ કરો તેટલા દિવસની જ ચુકવણી કરો

એવું વિચારો છો કે કદાચ તમે ખરેખર પ્રવાસ કર્યો હોય તેના કરતાં વધુ દિવસ માટે ચુકવણી કરો છો? હવે ચિંતા ન કરો! હવે તમે ચોક્કસ દિવસ માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ મેળવી શકો છો અને સરળતાથી દિવસના હિસાબે ચુકવણી કરી શકો છો.

હવે હેલ્થ ચેક અપને કહો આવજો

એચડીએફસી અર્ગો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ મેળવવા માટે કોઈપણ હેલ્થ ચેક અપ કરાવવાની જરૂર નથી

પેપરલેસ રીતે આગળ વધો!

અમને પણ પેપરવર્ક પસંદ નથી. આ ઝડપી દુનિયામાં, ઓછામાં ઓછા ડૉક્યુમેન્ટ અને સરળ ચુકવણી પદ્ધતિ થકી તમારી પૉલિસી ઑનલાઇન મેળવો. તમારી પૉલિસી તમને તુરત જ ઇ-મેઇલમાં મોકલવામાં આવે છે**.

અમારા ગ્રાહકોએ અમને 4.2/5 સ્ટારની રેટિંગ આપી છે

23,696 રિવ્યૂ

અન્ય સંબંધિત લેખો

 

અન્ય સંબંધિત લેખો

 

વારંવાર પૂછાતા પ્રશ્નો

વિદેશમાં અભ્યાસ માટે જવાની યોજના બનાવતા 16 થી 35 વર્ષ વચ્ચેના વિદ્યાર્થીઓ પૉલિસી ખરીદી શકે છે.
ના. તમારી પૉલિસીની શરૂઆતની તારીખ અને ખરીદીની તારીખ, તમારી યાત્રા શરૂ થયાની તારીખ પછીની ન હોઈ શકે.
હા, જો તમે પહેલેથી હોય તેવી બિમારી વિશે જાણ કરો છો તેવા કિસ્સામાં તમે સ્ટુડન્ટ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદી શકો છો. જો કે, પૉલિસીમાં પહેલેથી હોય તેવી બિમારીનો ખર્ચ આવરી લેવામાં આવતો નથી.
સ્પોન્સરના આકસ્મિક મૃત્યુના કિસ્સામાં, બાકીની અવધિ માટેનો ટ્યુશનનો સમયગાળો પૉલિસી શેડ્યૂલમાં ઉલ્લેખિત મહત્તમ લિમિટ સુધી ભરપાઈ કરવામાં આવશે.
જો ઈજા કે માંદગીને કારણે એક મહિનાથી વધુ સમય સુધી હોસ્પિટલમાં દાખલ થવાને કારણે કે સ્પોન્સરના આકસ્મિક મૃત્યુના કારણે તમારો બાકીના સત્રનો અભ્યાસ થઈ શકતો નથી તો શૈક્ષણિક સંસ્થાને ચૂકવવામાં આવેલી એડવાન્સ ટ્યુશન ફી વાસ્તવિક રિફંડ બાદ કરીને ચૂકવવામાં આવશે.
જો ઇન્શ્યોર્ડ વ્યક્તિને સતત 7 દિવસથી વધુ સમય માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં છે અને તેની સંભાળ રાખી શકે તેવી કોઈ પુખ્ત વ્યક્તિ તેમની સાથે નથી, તો કંપની દ્વારા તેના પરિવારના એક સભ્ય માટે આવવા-જવાની ઇકોનોમી ક્લાસની એર ટિકિટની વ્યવસ્થા કરવામાં આવશે. આ અમારા પેનલ ડૉક્ટરની પુષ્ટિ પર નિર્ભર કરે છે કે એક માણસે તેમની સાથે રોકાવાની જરૂર છે કે કેમ.
હા, 'પ્લસ પ્લાન' તરીકે ઍડ-ઑન કવરેજ ઉપલબ્ધ છે. તેમાં ગર્ભાવસ્થા, માનસિક અને નર્વસ ડિસઓર્ડર જેમ કે દારૂની લત અને નશીલા પદાર્થોના બંધાણી, કેન્સરની તપાસ અને મેમોગ્રાફીની તપાસ તથા ચાઇલ્ડ કેર બેનિફિટ માટે હોસ્પિટલમાં દાખલ કરવા પર થતા ખર્ચનો સમાવેશ થાય છે.
એવૉર્ડ અને સન્માન
x