આ નવા વર્ષે તમારા પરિવાર માટે કંઈક વિશેષ કરો, કોમ્પ્રિહેન્સિવ ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે મેડિકલ ઇમરજન્સી સામે તેમના ભવિષ્યને સુરક્ષિત કરો. તે એક જ પ્લાન હેઠળ તમારા પરિવારના તમામ સભ્યોના સ્વાસ્થ્ય અને સુખાકારીને સુરક્ષિત કરવા માટે ડિઝાઇન કરેલ છે. તે હૉસ્પિટલાઇઝેશન, મેડિકલ ઇમરજન્સી, નિદાન ખર્ચ અને પ્રિવેન્ટિવ કેર માટે કવરેજ પ્રદાન કરે છે, જે સુનિશ્ચિત કરે છે કે તમને અને તમારા પરિવારને ફાઇનાન્સ વિશે ચિંતા કર્યા વિના ક્વૉલિટી હેલ્થકેરની સુવિધા મળે. કસ્ટમાઇઝ કરી શકાય તેવા વિકલ્પો સાથે, ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ પરિવારના દરેક સભ્યને મનની શાંતિ અને સુરક્ષા પ્રદાન કરે છે.
તમારા પરિવાર માટે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન પસંદ કરતી વખતે, બે મુખ્ય પરિબળો: કવર કરવામાં આવતા સભ્યોની સંખ્યા અને સમ ઇન્શ્યોર્ડને ધ્યાનમાં લેવા જરૂરી છે. તમે જે પ્રીમિયમ ચૂકવો છો તેના માટે શ્રેષ્ઠ કવરેજ પ્રદાન કરતો પ્લાન પસંદ કરો. એચડીએફસી અર્ગો પર, અમે કોમ્પ્રિહેન્સિવ ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન પ્રદાન કરીએ છીએ જે હૉસ્પિટલાઇઝેશન શુલ્ક, કન્સલ્ટેશન ફી, દવાઓ અને વધુ માટે કવરેજ સહિતના અસંખ્ય લાભો સાથે આવે છે. તમે તમારી જરૂરિયાતોની પૂર્તિ કરતી પૉલિસી શોધી શકો છો અને મેડિકલ ઇમરજન્સીના કિસ્સામાં પરિવારના દરેક સભ્યની કાળજી સારી રીતે લેવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે આ પૉલિસીઓને ઑનલાઇન જોઈ શકો છો.
જ્યારે તમને લાગી શકે છે કે વર્ષોથી એકત્રિત કરેલી બચત તમારા પરિવારની તબીબી જરૂરિયાતોની કાળજી લેવા માટે પૂરતી હોઈ શકે છે. તમારું ભંડોળ તમારી ધારણા કરતાં વહેલું પૂરું થઇ શકે છે. પરિવારો માટે હેલ્થ ઇન્શ્યોરન્સ તમારા પરિવારની હેલ્થકેરની જરૂરિયાતોની કાળજી લેતી વખતે તમારી જીવનની બચતને સુરક્ષિત રાખવા માટે એક મહત્વપૂર્ણ સાધન છે. એક વ્યાપક ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન તમને વધતા તબીબી ખર્ચના યુગમાં પણ તમારી તબીબી જરૂરિયાતોની કાળજી લેવામાં મદદ કરશે.
મેડિકલ ફુગાવાને કારણે હેલ્થકેર ખર્ચમાં સતત વધારો થયો છે, જેના કારણે મેડિકલ ખર્ચને પોતાની રીતે મેનેજ કરવું વધુ મુશ્કેલ બની ગયું છે. નિયમિત કન્સલ્ટેશન અને નિદાન પરીક્ષણોથી લઈને સર્જરી તેમજ ઇમરજન્સી સારવાર સુધીનો, હેલ્થકેર સર્વિસનો ખર્ચ દર પસાર થતા વર્ષ સાથે વધતો જાય છે. આના લીધે પરિવારો પર નોંધપાત્ર નાણાંકીય તાણ પડી છે, ખાસ કરીને જ્યારે અચાનક અથવા લાંબા ગાળાની મેડિકલ સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
આ પરિસ્થિતિને જોતાં, ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન હોવો મહત્વપૂર્ણ છે. તે હૉસ્પિટલાઇઝેશન, સર્જરી, દવાઓ અને અન્ય માટે કવરેજ પ્રદાન કરીને પરિવારોને મેડિકલ સારવારના ઊંચા ખર્ચ સામે સુરક્ષિત કરે છે, જે સુનિશ્ચિત કરે છે કે તમારી બચતને ખર્ચ્યા વિના બહેતર ક્વૉલિટીની હેલ્થકેર ઉપલબ્ધ છે.
ભારતમાં, તાજેતરના વર્ષોમાં મેડિકલ ફુગાવો સામાન્ય ફુગાવા કરતાં નોંધપાત્ર રીતે વધુ રહ્યો છે. મેડિકલ ફુગાવા પર ભારત માટે વિશિષ્ટ એવા કેટલાક આંકડાઓ અહીં આપેલ છે:
મેડિકલ ફુગાવાનો દર: 2023 મુજબ, ભારતમાં લગભગ 6% ના સામાન્ય ફુગાવાના દરની સરખામણીએ મેડિકલ ફુગાવાનો દર લગભગ 12-14% હતો. આના કારણે હેલ્થ કેરનો ખર્ચ દર 5-6 વર્ષે બમણો થાય છે.
હેલ્થકેર ખર્ચ: પાછલા દાયકા દરમિયાન, ભારતમાં હૉસ્પિટલાઇઝેશન ખર્ચ વાર્ષિક ધોરણે લગભગ 10-15% સુધી વધી ગયા છે. શહેરી વિસ્તારોમાં, સારવાર અને હૉસ્પિટલના આધારે, કોઈ હૉસ્પિટલમાં એક વખત દાખલ થવાનો ખર્ચ ₹ 50,000 થી ₹ 5 લાખ સુધીનો હોઈ શકે છે.
જાતે કરવાના ખર્ચ: ભારતીયો તેમના કુલ હેલ્થકેર ખર્ચના 60% કરતાં વધુ ખર્ચ જાતે કરે છે, જે વૈશ્વિક સ્તરે સૌથી વધુ દરોમાંથી એક છે. આ મુખ્યત્વે વધતા સારવારના ખર્ચ અને હેલ્થકેર માટેના મર્યાદિત સરકારી ભંડોળને કારણે છે.
સારવાર ખર્ચ: ઉદાહરણ તરીકે, હાર્ટ સર્જરીનો ખર્ચ વાર્ષિક ધોરણે 15% વધી ગયો છે, અને કૅન્સરની સારવારનો ખર્ચ, રોગના તબક્કા અને જટિલતાના આધારે ₹5 લાખથી ₹20 લાખ સુધીનો હોઈ શકે છે.
પ્રિસ્ક્રિપ્શન દવાઓ: દવાઓના ખર્ચમાં, ખાસ કરીને દીર્ઘકાલીન ગંભીર બીમારીઓને લગતી દવાઓના ખર્ચમાં તીવ્ર વધારો થયો છે, જેના લીધે હેલ્થકેર ખર્ચમાં એકંદર વૃદ્ધિ થઈ છે. ડાયાબિટીસ અથવા હાઇપરટેન્શન જેવી દીર્ઘકાલીન બીમારીઓ માટે, સારવારનો ખર્ચ વાર્ષિક ધોરણે 10-12% જેટલો વધી ગયો છે.
આ વધતા ખર્ચ હેલ્થ ઇન્શ્યોરન્સની જરૂરિયાત પર ભાર મૂકે છે કારણ કે મોટાભાગના ભારતીય ઘરો માટે આવક કરતા મેડિકલ ફુગાવો વધુ ઝડપે વધી રહ્યો છે.
ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ અને માતાપિતાના હેલ્થ ઇન્શ્યોરન્સ વચ્ચે નિર્ણય લેતી વખતે, તેમના મુખ્ય તફાવતોને સમજવાથી તમને તમારી જરૂરિયાતો માટે શ્રેષ્ઠ પ્લાન પસંદ કરવામાં મદદ મળી શકે છે. પ્રસ્તુત છે, તેમની તુલના:
સુવિધા | ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ | પેરેન્ટ હેલ્થ ઇન્શ્યોરન્સ |
કવરેજનો સ્કોપ | ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ: એક જ પ્લાન હેઠળ પૉલિસીધારક, જીવનસાથી અને બાળકોને કવર કરે છે. તે હૉસ્પિટલાઇઝેશન, સર્જરી અને પ્રસૂતિ લાભો જેવા વ્યાપક કવરેજના વિકલ્પો સાથે પરિવારના યુવા સભ્યોની મેડિકલ સુરક્ષા સુનિશ્ચિત કરે છે. | પેરેન્ટ્સ હેલ્થ ઇન્શ્યોરન્સ: ખાસ કરીને વૃદ્ધ માતાપિતા માટે ડિઝાઇન કરેલ, આ પ્લાન ઉંમર સંબંધિત બીમારીઓ અને સ્વાસ્થ્ય સમસ્યાઓને કવર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તે ગંભીર બીમારીઓ, પહેલાંથી હાજર બીમારીઓ અને ઉચ્ચ હૉસ્પિટલાઇઝેશનની જરૂરિયાતો, જે વડીલોને ઘણીવાર જરૂર પડે છે, તેના માટે અનુકૂળ કવરેજ પ્રદાન કરે છે. |
પ્રીમિયમનો ખર્ચ | ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ: પરિવારના યુવા, સ્વસ્થ સભ્યોને કવર કરતી વખતે પ્રીમિયમ ઓછું હોય છે. સ્વાસ્થ્ય સંબંધિત એકંદર જોખમને ઓછું માનવામાં આવે છે, તેથી ઇન્શ્યોરર વધુ વાજબી પ્રીમિયમ ઑફર કરે છે. | પેરેન્ટ્સ હેલ્થ ઇન્શ્યોરન્સ: પ્રીમિયમ વધુ હોય છે કારણ કે માતાપિતાને, સામાન્ય રીતે મોટી ઉંમરે, તેમને સ્વાસ્થ્ય સમસ્યાઓ થવાની સંભાવના વધુ હોય છે. જેમ જેમ ઉંમર સાથે સ્વાસ્થ્ય સંબંધિત જોખમો વધતા જાય છે, તેમ ઇન્શ્યોરર આ પ્લાન માટે વધુ પ્રીમિયમ વસૂલ કરે છે. |
પહેલેથી હોય તેવી સ્થિતિઓ | ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ: સામાન્ય રીતે, પહેલાંથી હાજર બીમારીઓ ઓછી હોય છે, અને તેમાં કવરેજ માટેનો વેટિંગ પીરિયડ ઓછો હોઈ શકે છે. | પેરેન્ટ્સ હેલ્થ ઇન્શ્યોરન્સ: ઘણીવાર, માતાપિતાને પહેલાંથી હોય તેવી બીમારીઓ વધુ હોય છે, જેના માટે લાંબો વેટિંગ પીરિયડ અથવા બાકાત હોઈ શકે છે, જોકે ઘણા પ્લાન આવી બીમારીઓ માટે હવે નિર્દિષ્ટ સમયગાળા પછી કવરેજ પ્રદાન કરે છે. |
ગંભીર બીમારી અને વિશેષ સંભાળ: | ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ: ક્રિટિકલ ઇલનેસ કવર ઍડ-ઑન તરીકે ઉપલબ્ધ હોઈ શકે છે, પરંતુ પ્રાથમિક ધ્યાન પરિવારની એકંદર સ્વાસ્થ્ય સંભાળ પર હોય છે. | પેરેન્ટ્સ હેલ્થ ઇન્શ્યોરન્સ: ઘણીવાર હૃદય રોગ, કિડનીની બીમારીઓ અને કેન્સર જેવી ગંભીર બીમારીઓ માટે કવરેજ શામેલ છે, કારણકે વરિષ્ઠ નાગરિકોમાં આ બીમારીઓ થવાની સંભાવના વધુ હોય છે. |
ટૅક્સ બેનિફિટ | ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ: ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ માટે ચૂકવેલ પ્રીમિયમ સેક્શન 80D હેઠળ, 60 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિઓ માટે ₹25,000 સુધી, ટૅક્સ કપાત માટે પાત્ર છે. | પેરેન્ટ્સ હેલ્થ ઇન્શ્યોરન્સ: જો માતાપિતા વરિષ્ઠ નાગરિક હોય તો માતાપિતાના હેલ્થ ઇન્શ્યોરન્સ માટે ચૂકવેલ પ્રીમિયમ માટે સેક્શન 80D હેઠળ ₹50,000 સુધીનો અતિરિક્ત ટૅક્સ લાભ ઉપલબ્ધ છે. |
ઑપ્ટિમા સિક્યોર
ઑપ્ટિમા રિસ્ટોર
માય:હેલ્થ મેડિશ્યોર સુપર ટૉપ-અપ
અમે તમારા પરિવારને તમે જેટલું મહત્વ આપો છો તેટલું જ મહત્વ આપીએ છીએ અને તેથી અમે એવા ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ ડિઝાઇન કર્યા છે જે ખાસ કરીને પરિવારની ઉભરતી જરૂરિયાતોને પૂર્ણ કરે છે.
ઍડ્રેસ
C-1/15A યમુના વિહાર, પિનકોડ-110053
ઍડ્રેસ
C-1/15A યમુના વિહાર, પિનકોડ-110053
ઍડ્રેસ
C-1/15A યમુના વિહાર, પિનકોડ-110053
અમારા ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ઇમરજન્સી અને આયોજિત પ્રક્રિયાઓ માટેના પ્લાન હેઠળ કવર કરવામાં આવતા દરેક પરિવારના સભ્ય માટે તમામ પ્રકારના હૉસ્પિટલાઇઝેશનને કવર કરે છે. જો તમે તમારા પરિવાર માટે ઑપ્ટિમા રિસ્ટોર પ્લાન પસંદ કરો છો અથવા ઑપ્ટિમા રિસ્ટોર પ્લાન પસંદ કરો છો, તો ક્લેઇમ કર્યા પછી તમને તમારી સમ ઇન્શ્યોર્ડનું 100% રિસ્ટોરેશન મળે છે જેથી તમારે વર્ષભર તમારા પ્રિયજનો માટે તબીબી ખર્ચ વિશે ચિંતા કરવાની જરૂર નથી.
કેટલીક બીમારીમાં લાંબા સમય સુધી કાળજી રાખવાની અને સાચવવાની જરૂર પડી શકે છે. તમારા પ્રિયજનો શાંતિથી સાજા થાય તેની ખાતરી કરવા માટે અમારો ફેમિલી ઇન્શ્યોરન્સ પ્લાન સામાન્ય રીતે મેળવેલ 30 અને 90 દિવસના બદલે અનુક્રમે 60 અને 180 દિવસના હૉસ્પિટલાઇઝેશન પહેલા અને પછીના તબીબી ખર્ચને કવર કરે છે.
તબીબી પ્રગતિઓ મહત્વપૂર્ણ સર્જરી અને સારવારને 24 કલાકથી ઓછા સમયમાં પૂર્ણ કરવામાં મદદ કરે છે, અને શું જાણો છો? કે અમે તમને તે માટે પણ કવર કરીએ છીએ. તેથી નાની સર્જરીઓ અને પ્રક્રિયાઓ માટે, તમારે અથવા તમારા પ્રિયજનોને પ્રક્રિયા પછી ઘરે પાછા ફરવાની જરૂર નથી, જ્યારે અમે બાકીની કાળજી લઈએ છીએ.
નિવારણ ચોક્કસપણે ઉપચાર કરતાં વધુ સારું છે અને તેથી અમારી ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ પ્લાન હેઠળ શામેલ તમામ સભ્યો માટે રિન્યૂઅલ પર મફત હેલ્થ ચેક-અપ પ્રદાન કરે છે. જો કોઈપણ સભ્ય માટે તબીબી સ્થિતિ શોધવામાં આવે છે અને ભવિષ્યમાં હૉસ્પિટલ બિલ ઓછું કરે છે અને રિકવરી સમયગાળામાં મુશ્કેલી આવે છે, તો આ વહેલી તકે મદદ મેળવવામાં મદદ કરે છે.
જો તમારે અથવા તમારા પ્રિયજનને વધુ સારી તબીબી સુવિધાઓ અને સારવાર માટે હવાઈ માર્ગે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાની જરૂર હોય, તો પરિવારો માટે અમારો ઑપ્ટિમા સિક્યોર પ્લાન ₹5 લાખ સુધીના એર એમ્બ્યુલન્સ પરિવહનના ખર્ચની ભરપાઈ કરવા માટે તૈયાર કરવામાં આવ્યો છે.
હૉસ્પિટલાઇઝેશન, દવાઓ અને અન્ય તબીબી ખર્ચ એકમાત્ર ખર્ચ નથી કે જે તબીબી કટોકટી દરમિયાન શામેલ છે. સમયસર નજીકના હેલ્થકેર સેન્ટર સુધી પહોંચવા માટે તમારે સારી રીતે સજ્જ એમ્બ્યુલન્સની જરૂર પડી શકે છે. આ જ કારણ છે કે પરિવારો માટેના અમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન તમારા અને તમારા પ્રિયજનો માટે સુરક્ષા અને સમયસર સારવાર સુનિશ્ચિત કરવા માટે રોડ એમ્બ્યુલન્સ ખર્ચને કવર કરે છે.
જ્યારે તમે અથવા તમારા પ્રિયજનને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે ત્યારે ઘણા ખર્ચાઓ થઈ શકે છે, જેમ કે મુસાફરી ખર્ચ, ભોજન અને અન્ય ખિસ્સા ખર્ચ. મુશ્કેલીને હળવી કરવા માટે અમે તમને અમારા ઑપ્ટિમા સિક્યોર પ્લાન સાથે, હોસ્પિટલમાં દાખલ થવા પર મહત્તમ ₹4800 સુધી પ્રતિ દિવસ ₹800નું દૈનિક રોકડ ભથ્થું આપીએ છીએ.
જો તમે નિષ્ણાતની સલાહ લેવા ઇચ્છતા હોવ તો, બીજો અભિપ્રાય જીવ બચાવનાર બની શકે છે. કેટલીકવાર નિષ્ણાતને વ્યક્તિગત મળવું શક્ય ન બની શકે. તમારી સારવાર અને સંભાળમાં કોઈ અડચણો ન આવે તેની ખાતરી કરવા માટે અમે ઑપ્ટિમા સિક્યોર પ્લાન હેઠળ ભારતમાં અમારા નેટવર્ક પ્રદાતા દ્વારા 51 ગંભીર બીમારીઓ માટે ઇ-ઓપિનિયન સક્ષમ કર્યા છે.
કેટલીકવાર આપણે આપણા ઘરની ચાર દિવાલોની અંદર વધુ સારી રીતે સાજા થઈએ છીએ અથવા ઝડપથી સાજા થવા માટે આપણને આપણા પ્રિયજનોની સારવારની જરૂર હોય છે. આવી પરિસ્થિતિઓમાં, જો ડૉક્ટર દ્વારા કૅશલેસ આધારે સલાહ આપવામાં આવે તો, અમે તમારા દ્વારા હોમ હૉસ્પિટલાઇઝેશન પર થયેલા તબીબી ખર્ચ માટે ચુકવણી કરીશું.
અંગ દાન જીવન બચાવી શકે છે પરંતુ તે એક મોંઘી સારવાર છે અને તેને સફળ બનાવવા માટે શ્રેષ્ઠ તબીબી કુશળતા અને સારવારની જરૂર છે. અમે દાતાના શરીરમાંથી મુખ્ય અંગને કાઢવા માટેના તબીબી ખર્ચને કવર કરીએ છીએ જ્યાં ઇન્શ્યોર્ડ (વ્યક્તિગત અથવા પરિવાર) પ્રાપ્તકર્તા છે.
જ્યારે તબીબી તકનીકમાં પ્રગતિએ પરિણામોને વધારે સારાં બનાવ્યા છે અને મૃત્યુદરમાં ઘટાડો કર્યો છે ત્યારે આપણામાંથી કેટલાક હજુ પણ વૈકલ્પિક ઉપચાર અને પરંપરાગત દવાઓમાં માને છે. તમારો વિશ્વાસ સુરક્ષિત રાખવામાં આવે છે અને તમને પસંદગીની સારવાર મળે છે તેની ખાતરી કરવા માટે, અમે આયુર્વેદ, યુનાની, સિદ્ધ, હોમિયોપેથી, યોગ અને નેચરોપેથી જેવા વૈકલ્પિક ઉપચારો માટે ઇન-પેશન્ટ કેર માટે સમ ઇન્શ્યોર્ડ સુધીના સારવારના ખર્ચને કવર કરીએ છીએ.
ઑપ્ટિમા સિક્યોર પ્લાન તમારી સુરક્ષા કરે છે. અમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી બ્રેક-ફ્રી રિન્યુઅલ પર આજીવન તમારા તબીબી ખર્ચને કવર કરે છે. આ રીતે તમે ખાતરી રાખી શકો છો કે તમે અને તમારા પરિવારના સભ્યોને કોઈપણ ચિંતા અથવા નાણાંકીય ચિંતા વગર તબીબી કટોકટી દરમિયાન યોગ્ય સંભાળ અને સમર્થન મળે છે.
કૃપા કરીને માય ઑપ્ટિમા સિક્યોર વિશે વધુ જાણવા માટે પૉલિસીની શબ્દાવલી, બ્રોશર અને પ્રોસ્પેક્ટસ વાંચો.
સાહસો તમને તીવ્ર ઉત્તેજના આપી શકે છે, પરંતુ જ્યારે અકસ્માત સાથે જોડાયેલ હોય, ત્યારે તે જોખમી હોઈ શકે છે. અમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન એડવેન્ચર સ્પોર્ટ્સમાં ભાગ લેતી વખતે થયેલા અકસ્માતોને કવર કરતા નથી.
અમે કોઈપણ વીમાધારક વ્યક્તિ દ્વારા ગુનાહિત ઈરાદા સાથે કાયદાનો ભંગ કરવા અથવા કરવાનો પ્રયાસ કરવાને કારણે ઉદ્ભવતા સીધા કે પરિણામી સારવારના ખર્ચને આવરી લેતા નથી.
યુદ્ધ વિનાશક અને દુર્ભાગ્યપૂર્ણ હોઈ શકે છે. જો કે, અમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાં યુદ્ધના કારણે થયેલા કોઈપણ ક્લેઇમને કવર કરતા નથી.
અમે કોઈપણ હૉસ્પિટલમાં અથવા કોઈપણ મેડિકલ પ્રેક્ટિશનર અથવા ઇન્શ્યોરર દ્વારા વિશિષ્ટ રીતે બાકાત કરેલા કોઈપણ અન્ય પ્રદાતા દ્વારા સારવાર માટેના ખર્ચને આવરી લેતા નથી. (પેનલ પરની હૉસ્પિટલની યાદી માટે અમારો સંપર્ક કરો)
અમે સમજીએ છીએ કે જન્મજાત બાહ્ય રોગ માટેની સારવાર મહત્વપૂર્ણ છે, જો કે, અમે જન્મજાત બાહ્ય રોગોની ખામીઓ અથવા અસંગતિઓ માટે થયેલા તબીબી ખર્ચને આવરી લેતા નથી.
(જન્મજાત રોગો એટલે જન્મ સમયની ખામીઓ).
આલ્કોહોલ, ડ્રગ અથવા માદક દ્રવ્યોના દુરુપયોગ અથવા કોઈપણ વ્યસનની સ્થિતિ અને તેના પરિણામોની સારવાર આવરી લેવામાં આવતી નથી.
ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ કવર કરવામાં આવતા સભ્યોની સંખ્યા સમ ઇન્શ્યોર્ડ અને પ્લાનમાં શામેલ લોકોની સંખ્યા પર આધારિત છે. સામાન્ય રીતે, ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાં જીવનસાથી અને આશ્રિત બાળકોને સમાવવાની પરવાનગી હોય છે. કેટલાક પ્લાન વૉર્ડ ગાર્ડિયન્સ (આશ્રિત વાલીઓ)ના સમાવેશને પણ મંજૂરી આપે છે. આ ઉપરાંત, કેટલાક ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન છે, જે એકલ વ્યક્તિ, જીવનસાથી, આશ્રિત બાળકો અને આશ્રિત માતાપિતા સહિત ભાઈ-બહેન, સાસુ-સસરા, દાદા, દાદી, પૌત્ર, જમાઈ, સાળી, સાળા અને પુત્રવધૂ, ભત્રીજા-ભાણેજ વગેરે જેવા સંબંધોને કવર કરવાની જોગવાઈ પ્રદાન કરે છે. જો કે, ખાતરી કરો કે જો તમે તમારા પરિવારના વધુ સભ્યોને સામેલ કરો છો, તો તમે પ્રીમિયમ પસંદ કરો જે બધા માટે કવરેજની ખાતરી કરશે. તે કિસ્સામાં તમારું પ્રીમિયમ પણ વધી શકે છે.
પરિવાર માટે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદવાનો એકમાત્ર હેતુ તબીબી કટોકટીના સમયે ફાઇનાન્શિયલ સહાય મેળવવાનો છે. તેથી, હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમની પ્રક્રિયા કૅશલેસ ક્લેઇમ અને વળતર ક્લેઇમની વિનંતીઓ માટે કેવી રીતે અલગ રીતે કાર્ય કરે છે તે જાણવા માટે નીચેના પગલાં વાંચવા મહત્વપૂર્ણ છે.
કૅશલેસ મંજૂરી માટે નેટવર્ક હૉસ્પિટલમાં પ્રી-ઑથ ફોર્મ ભરો
એકવાર હૉસ્પિટલ અમને સૂચિત કરે તે પછી, અમે તમને સ્ટેટસ અપડેટ મોકલીએ છીએ
પ્રી-ઑથ મંજૂરીના આધારે હૉસ્પિટલાઇઝેશન કરી શકાય છે
ડિસ્ચાર્જ સમયે, અમે સીધા હૉસ્પિટલ સાથે ક્લેઇમ સેટલ કરીએ છીએ
તમારે શરૂઆતમાં બિલની ચુકવણી કરવી પડશે અને અસલ બિલને સાચવી રાખવા પડશે
હૉસ્પિટલથી ડિસ્ચાર્જ થયા પછી અમને તમારા બધા બિલ અને સારવારના ડૉક્યુમેન્ટ મોકલો
અમે તમારા ક્લેઇમ સંબંધિત બિલ અને સારવારના ડૉક્યુમેન્ટને વેરિફાઇ કરીએ છીએ
અમે તમારા બેંક એકાઉન્ટમાં મંજૂર કરેલ ક્લેઇમની રકમ મોકલીએ છીએ.
તમારા પરિવારને સ્વાસ્થ્ય સંબંધી કટોકટીની પરિસ્થિતિ સામે સુરક્ષિત કરવાની સાથે સાથે ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ સાથે ટેક્સ પણ બચાવો. આવકવેરા અધિનિયમ, 1961 ની કલમ 80D હેઠળ એક વર્ષમાં ₹1,00,000 સુધીની તમારી ટૅક્સની જવાબદારી ઘટાડો.
આ પણ વાંચો : ઇન્કમ ટૅક્સ રીટર્ન
ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સમાં રોકાણ કરવાથી તમને નાણાંકીય વર્ષમાં ₹25,000 સુધીની કપાત મેળવવામાં મદદ મળી શકે છે.
માતાપિતા માટે ખરીદેલ હેલ્થ ઇન્શ્યોરન્સ પર ₹25,000 નો વધારાનો ટૅક્સ લાભ મેળવો. જો તમારા માતા-પિતામાંથી કોઈ એક વરિષ્ઠ નાગરિક હોય, તો ₹30,000 સુધીની કપાત મળે છે.
તમે પ્રિવેન્ટીવ સ્વાસ્થ્ય તપાસ માટે એક વર્ષમાં ₹5000 સુધીના ટૅક્સ લાભો મેળવી શકો છો.
કૃપા કરીને નોંધ કરો કે ઉપરોક્ત લાભો દેશમાં લાગુ હાલના ટૅક્સ કાયદા મુજબ છે. તમારા ટૅક્સ લાભો ટૅક્સ કાયદાને આધિન બદલી શકે છે. તમારા ટૅક્સ સલાહકાર સાથે તેની ફરી પુષ્ટિ કરી લેવાની સલાહ આપવામાં આવે છે. આ તમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ મૂલ્યથી સ્વતંત્ર છે.
ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદતી વખતે તમારે ધ્યાનમાં લેવા જોઈએ તેવા કેટલાક પરિબળો નીચે મુજબ છે:
ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદતી વખતે, તે કવરેજ અને તેના દ્વારા પ્રદાન કરવામાં આવતા લાભો તપાસવા મહત્વપૂર્ણ છે. સામાન્ય રીતે, ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન તમને ઇન-પેશન્ટ હૉસ્પિટલાઇઝેશન ખર્ચ, હૉસ્પિટલાઇઝેશન પહેલાંના અને હૉસ્પિટલાઇઝેશન પછીના ખર્ચ, ડે-કેર ખર્ચ, ઘરેલું હૉસ્પિટલાઇઝેશનના ખર્ચ, અંગ દાતાના ખર્ચ અને રોડ એમ્બ્યુલન્સ ખર્ચ માટે કવર કરે છે. અન્ય સમાવેશના લાભોમાં આજીવન ટકાઉ ક્ષમતા લાભ, ટૅક્સ લાભો વગેરેનો સમાવેશ થાય છે.
દેશમાં હેલ્થકેરનો ખર્ચ દરરોજ વધી રહ્યો છે. તેથી, તમારે તમારા પરિવાર માટે એક એવો હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદવો જોઈએ જે સુવિધાજનક હોય અને તમને ફરીથી સાજા થવાના સમયે તમારી સંપૂર્ણ સુરક્ષાને વિસ્તૃત કરવામાં મદદ કરે છે. જો તમે પાછલા વર્ષમાં કોઈ ક્લેઇમ કર્યો નથી, તો કેટલીક હેલ્થ ઇન્શ્યોરન્સ કંપનીઓ તમને સમ ઇન્શ્યોર્ડમાં રિવૉર્ડ તરીકે વધારો ઑફર કરે છે. તે લાભો માટે જુઓ.
આ લાભ તમને તણાવ-મુક્ત રાખે છે કારણ કે જરૂરી સારવાર મેળવવા માટે તમારે છેલ્લી ઘડીએ ફંડ મેનેજ કરવાની જરૂર રહેતી નથી. તેથી, ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી પસંદ કરતી વખતે, ખાતરી કરો કે ઇન્શ્યોરન્સ કંપની પાસે નેટવર્ક હૉસ્પિટલોનું મજબૂત લિસ્ટ છે. ઉપરાંત, તેમાંથી કેટલી હૉસ્પિટલ તમારા રહેઠાણની નજીક છે તે ચેક કરો જેથી જો ઇમરજન્સી આવે, તો તમારો સમય બગડે નહીં.
સામાન્ય રીતે, ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન આજીવન રિન્યૂ કરી શકાય તેવા લાભો સાથે આવે છે. જો કે, કેટલીક હેલ્થ ઇન્શ્યોરન્સ કંપનીઓમાં રિન્યૂ કરી શકાય તેવી ઉંમરની લિમિટ60-65 વર્ષ સુધીની હોય છે. તેથી, જો તમારી પોલિસી હેઠળ તમારાં માતા-પિતાને આવરી લેવામાં આવ્યાં હોય અને વય મર્યાદા વટાવી ગયા છે તો તપાસો કે હજુ પણ આ પ્લાન અંતર્ગત ઑફર કરવામાં આવતા લાભો માટે પાત્ર છે કે નહીં.
દરેક હેલ્થ ઇન્શ્યોરન્સ કંપનીની ક્લેઇમ સેટલમેન્ટ પ્રોસેસ સમાન હોવા છતાં, તમે પસંદ કરી રહ્યા છો કે તમારા પસંદગીના પાર્ટનર પાસે સરળ ક્લેઇમ સેટલમેન્ટ રેશિયો છે કે નહીં તે તપાસવું હજુ પણ મહત્વપૂર્ણ છે. જો ન હોય તો તેને પરિવાર માટે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદવાની જરૂર નથી.
જ્યારે હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ સમાવેશ થતી બાબત તપાસવી સ્વાભાવિક છે, ત્યારે બાકાત બાબતને પણ તપાસવી પણ તેટલી જ મહત્વપૂર્ણ બાબત છે. એવી પૉલિસી પસંદ કરો જેમાં ઓછામાં ઓછી રકમની બાકાત છે અને તમને અને તમારા પરિવારને વ્યાપક કવરેજ આપે છે.
હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદતી વખતે, આપણા પરિવારના તમામ સભ્યો વીમો મેળવવા માટે પાત્ર છે કે નહીં તે અંગે વિચાર કરતાં હોઈએ છીએ. હેલ્થ ઇન્શ્યોરન્સ માટેની પાત્રતા મુખ્યત્વે આ મુદ્દાઓ પર આધાર રાખે છે
હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદતી વખતે તમારી મેડિકલ હિસ્ટ્રીને પ્રામાણિક રીતે જાહેર કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તાવ કે ફ્લૂ જેવી ગંભીર બીમારીઓથી કોઈ ફરક પડતો નથી, પરંતુ કેન્સર કે હૃદયની બીમારી જેવી બીમારીઓ જાહેર કરવી જરૂરી છે. પહેલાંથી હોય તેવી ચોક્કસ બિમારીઓને ઇન્શ્યોરર વેટિંગ પિરિયડ બાદ આવરી શકે છે, જ્યારે અમુક બીમારીઓ માટે વધારાનું પ્રીમિયમ ચૂકવવું જરૂરી હોય છે.
જો તમારી ઉંમર 18 વર્ષથી વધુ હોય, તો હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદવામાં તમારે કોઈ સમસ્યાઓનો સામનો કરવો પડશે નહીં. 65 વર્ષ સુધીના વરિષ્ઠ નાગરિકો ઇન્શ્યોરન્સ લઈ શકે છે. એચડીએફસી અર્ગો તમારા નવજાત બાળક માટે પણ ઇન્શ્યોરન્સ આપે છે, પરંતુ બાળકને આવરી લેવા માટે તમારી પાસે અમારો મેડિક્લેમ ઇન્શ્યોરન્સ હોવો જરૂરી છે.
ગ્રુપ પ્લાન્સ પર ઓછી નિર્ભરતા
તમારા એમ્પ્લોયર દ્વારા તમારા પરિવારના કેટલાક સભ્યોને પણ આવરી લેતો હેલ્થ ઇન્શ્યોરન્સ આપ્યો હોય તેમ બની શકે છે. જો કે યાદ રાખો કે તમે જ્યાં સુધી કંપનીનો ભાગ છો ત્યાં સુધી જ તે ઇન્શ્યોરન્સ અસ્તિત્વમાં રહે છે. જ્યારે તમે નવી નોકરી શોધો ત્યારે તમારા પરિવાર પાસે ઇન્શ્યોરન્સનું કોઈ પ્રકારનું કવરેજ ન હોય તેમ બની શકે છે. વળી ઘણા એમ્પ્લોયર દ્વારા પ્રોબેશનના સમયગાળા દરમિયાન હેલ્થ કવરેજ આપવામાં આવતું નથી. તમારા પરિવારના સ્વાસ્થ્ય માટે એમ્પ્લોયર દ્વારા આપવામાં આવેલ કવરના આધારે ન રહો.
તમામ ઈમર્જન્સીઓ માટે તૈયાર રહો
આપણામાંથી ઘણા લોકો હેલ્થ ઇન્શ્યોરન્સ ભવિષ્યમાં લેવાનું વિચારીને વિલંબ કરે છે અને કટોકટીની સ્થિતિ આવે છે ત્યારે જ આપણી ભૂલનો ખ્યાલ આવે છે. કોઈપણ કમનસીબ ઘટનાને તમારા પરિવારની શાંતિ અને ખુશી ડહોળવાની તક આપશો નહીં. ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ મેળવો અને તમામ સભ્યો માટે સારું સ્વાસ્થ્ય સુનિશ્ચિત કરો.
કોમ્પ્રિહેન્સિવ કવરેજ
માત્ર હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદવો એટલું પૂરતું નથી. જો તમે પૂરતું કવરેજ ધરાવતા નથી, તો જરૂરના સમયે તમારા પરિવારના સભ્યો માટે કેટલીક હેલ્થકેર સુવિધાઓનો લાભ મળી શકતો નથી. તમારા પરિવારને વ્યાપક કવરેજ મળે તે માટે તમામ સભ્યોનો ઇન્શ્યોરન્સ લેવો જરૂરી છે, ખાસ કરીને જો તમે મોટા શહેરમાં રહો છો તો શહેરોમાં તબીબી સુવિધાઓ પ્રમાણમાં મોંઘી હોય છે.
સુવિધા | વ્યક્તિગત હેલ્થ ઇન્શ્યોરન્સ | ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ |
વ્યાખ્યા | માત્ર એક જ વ્યક્તિને કવર કરે છે અને ઇન્શ્યોરન્સની રકમ તેમની સારવાર માટે રાખવામાં આવે છે, જેમાં તેને શેર કરવાની કોઈ સુવિધા નથી. | આ પ્લાન, પરિવારના સભ્યો વચ્ચે શેર કરવામાં આવે છે અને તેમાં સીમિત રકમ હોય છે, જેનો ઉપયોગ જ્યારે તે સીમિત રકમ ખર્ચાય જાય ત્યારે અન્ય કોઈપણ સભ્ય દ્વારા કરી શકાતો નથી. |
કવરેજ | આ કિસ્સામાં કવર કરવામાં આવતી રકમ સંપૂર્ણપણે વ્યક્તિગત પૉલિસીધારક માટે છે. | આ રકમનો ઉપયોગ સમગ્ર પરિવાર દ્વારા કરી શકાય છે, જેમાં દરેક સભ્ય માટે કોઈ નિર્ધારિત રકમ નથી. પરંતુ તેઓ માત્ર સમ ઇન્શ્યોર્ડ સુધીની રકમનો ઉપયોગ કરી શકે છે |
પ્રીમિયમ | પૉલિસીધારકની ઉંમરના આધારે પ્રીમિયમની ગણતરી કરવામાં આવે છે. | સામાન્ય રીતે, પ્રીમિયમની ગણતરી કરવા માટે પરિવારના સૌથી વધુ મોટા સભ્યની ઉંમર ધ્યાનમાં લેવામાં આવે છે. |
ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ કવર કરવામાં આવતા સભ્યોની સંખ્યા ઇન્શ્યોરન્સ પર આધારિત છે. સામાન્ય રીતે, ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાં જીવનસાથી અને આશ્રિત બાળકોને સમાવવાની પરવાનગી હોય છે. કેટલાક પ્લાન વૉર્ડ ગાર્ડિયન્સ (આશ્રિત વાલીઓ)ના સમાવેશને પણ મંજૂરી આપે છે. આ ઉપરાંત, કેટલાક ચોક્કસ ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન છે, જે એકલ વ્યક્તિ, જીવનસાથી, આશ્રિત બાળકો અને આશ્રિત માતાપિતા સહિત ભાઈ-બહેન, સાસુ-સસરા, દાદા, દાદી, પૌત્ર, જમાઈ, સાળી, સાળા અને પુત્રવધૂ, ભત્રીજા-ભાણેજ વગેરે જેવા સંબંધોને કવર કરવાની જોગવાઈ પ્રદાન કરે છે.
ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદતી વખતે જરૂરી ડૉક્યૂમેન્ટનું લિસ્ટ:
મોટાભાગની ઇન્શ્યોરન્સ કંપનીઓમાં પ્રવેશની ઉંમર સેટ કરતી હોવાથી, તેથી હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદતી વખતે ડૉક્યૂમેન્ટ હોવા આવશ્યક છે. તમે નીચેનામાંથી કોઈપણ ડૉક્યૂમેન્ટની કૉપી આપી શકો છો:
• PAN કાર્ડ
• મતદાર આઇડી કાર્ડ
• આધાર કાર્ડ
• પાસપોર્ટ
• ડ્રાઇવિંગ લાયસન્સ
• જન્મ પ્રમાણપત્ર
સંદેશાવ્યવહારના હેતુઓ માટે, હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રદાતાને પૉલિસીધારકનું પોસ્ટલ ઍડ્રેસ જાણવાની જરૂર પડશે. નીચેના ડૉક્યૂમેન્ટ પૉલિસીધારક દ્વારા સબમિટ કરી શકાય છે:
• ડ્રાઇવિંગ લાયસન્સ
• રાશન કાર્ડ
• PAN કાર્ડ
• આધાર કાર્ડ
• ટેલિફોન બિલ, વીજળી બિલ વગેરે જેવા ઉપયોગિતા બિલ.
• જો લાગુ પડે તો ભાડાના કરાર
ઓળખના પુરાવાઓ ઇન્શ્યોરન્સ કંપનીને પૉલિસીધારકને પ્રસ્તાવિત સમાવેશના પ્રકારને અલગ કરવામાં મદદ કરે છે. નીચેના ડૉક્યૂમેન્ટ પૉલિસીધારક દ્વારા સબમિટ કરી શકાય છે:
• પાસપોર્ટ
• મતદાર આઇડી કાર્ડ
• ડ્રાઇવિંગ લાયસન્સ
• આધાર કાર્ડ
• મેડિકલ રિપોર્ટ (જો ઇન્શ્યોરન્સ કંપની દ્વારા પૂછવામાં આવે તો)
• પાસપોર્ટના કદનો ફોટો
• યોગ્ય રીતે ભરેલું અને હસ્તાક્ષરિત કરેલું પ્રપોઝલ ફોર્મ
શા માટે લાંબા ડૉક્યુમેન્ટ ભરવા અને કતારમાં ઊભા રહેવું? ઑનલાઇન હેલ્થ પ્લાન્સ અભૂતપૂર્વ સુવિધા પ્રદાન કરે છે. તમે એક ક્લિકમાં સંશોધન કરી શકો છો, નિષ્ણાત અભિપ્રાય મેળવી શકો છો અને યોગ્ય ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદી શકો છો.
આજે જ્યારે કૉન્ટૅક્ટલેસ ચુકવણી સામાન્ય બની રહી છે, ત્યારે રોકડ અથવા ચેકથી ચુકવણી શા માટે?. ઑનલાઇન સુરક્ષિત ચુકવણી કરવા માટે તમારા ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા નેટ બેંકિંગ સુવિધાનો ઉપયોગ કરો.
તમે પ્લાનને કસ્ટમાઇઝ, સભ્યોની સંખ્યામાં બદલાવ અથવા પ્લાનમાં ફેરફાર કરી શકો છો અને તરત જ પ્રીમિયમ જાણી શકો છો. વિવિધ પરિસ્થિતિઓ માટે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ ની ગણતરી કરવા માટે તમારે કોઈ વ્યક્તિની જરૂર નથી. તમે ઑનલાઇન ખરીદો ત્યારે બધું જ તમારી આંગળીઓના ટેરવે ઉપલબ્ધ હોય છે.
પૉલિસી દસ્તાવેજ માટે હવે રાહ જોવાની જરૂર નથી. પ્રથમ પ્રીમિયમની ચુકવણી કરતાં જ તમારા મેલબૉક્સમાં તરત જ પૉલિસી દસ્તાવેજ મેળવો.
માય:હેલ્થ સર્વિસેજ મોબાઇલ એપ્લિકેશનમાં પૉલિસી સંબંધિત તમામ દસ્તાવેજોનો ઍક્સેસ મેળવો. તમે ઑનલાઇન કન્સલ્ટેશન બુક કરી શકો છો, તમે કેટલી કેલોરી લો છો તેનું ધ્યાન રાખી શકો છો અને મોબાઇલ એપ્લિકેશન દ્વારા BMIની ગણતરી કરી શકો છો.
એચડીએફસી અર્ગો તમને ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનની વિશાળ શ્રેણી પ્રદાન કરે છે. તમે ઑનલાઇન તેમજ ઑફલાઇન પ્લાન ખરીદી શકો છો. આ પ્લાન ઑનલાઇન ખરીદવા માટે, તમારે નીચે આપેલા સરળ પગલાંઓને અનુસરવાની જરૂર છે:
1. તમારી નજીકની નેટવર્ક હૉસ્પિટલ માટે hdfcergo.com અને 'હેલ્થ ઇન્શ્યોરન્સ' ટૅબ પર ક્લિક કરો.
2. ફોર્મમાં પૂછવામાં આવેલી વ્યક્તિગત વિગતો દાખલ કરો.
3. ત્યારબાદ તમને પ્લાન માટે માર્ગદર્શન આપવામાં આવશે, તે અનુસાર પસંદ કરો અને સૂચનોનું પાલન કરો.
એક ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન તમારા સંપૂર્ણ પરિવારને આવરી લે છે. એક એકલ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન જે વ્યાપક કવરેજ અને ઘણા વધારાના લાભો પ્રદાન કરે છે જેમ કે પ્રિવેન્ટીવ હેલ્થ ચેક-અપ, કૅશલેસ સારવાર, આજીવન નવીનીકરણ વગેરે. ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન હેઠળ એક નિશ્ચિત રકમનો વીમો કરવામાં આવે છે જે કુટુંબના સભ્યોને આવરી લે છે.
કોવિડ19 ના આવ્યા બાદ સ્વાસ્થ્યની સંભાળ માટેના ખર્ચમાં વધારો જોવા મળે છે. વધતા તબીબી ખર્ચ અને પ્રવર્તમાન બિમારીઓના સમયમાં પર્યાપ્ત રીતે આવરી લેતી ફેમીલી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી તમારા અને તમારા પરિવારના સુરક્ષા કવચ તરીકે કાર્ય કરે છે. વળી, પરિવારના પ્રત્યેક સભ્ય માટે વ્યક્તિગત પૉલિસીઓ ખરીદવાની સરખામણીમાં ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી માટે ઓછો ખર્ચ કરવો પડે છે.
ફેમિલી ફ્લોટર હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાં ફ્લોટિંગ ઇન્શ્યોરન્સ રકમ નક્કી હોય છે અને તે પરિવારના તમામ સભ્યો માટેની થઈને એક જ રકમ હોય છે. જ્યારે પરિવારના સભ્યને તબીબી કટોકટી અથવા પહેલેથી નક્કી કર્યા મુજબ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે, ત્યારે તમે તમારા ઇન્શ્યોરન્સ પ્રોવાઇડર સાથે સંકળાયેલ હોય તેવી હૉસ્પિટલોના નેટવર્કમાં કૅશલેસ સારવાર પસંદ કરી શકો છો. નૉન-નેટવર્ક હૉસ્પિટલોના કિસ્સામાં, તમે તમારા ઇન્શ્યોરન્સ પ્રોવાઇડરની ક્લેઇમ સેટલમેન્ટ ટીમને સારવાર અને બિલિંગ સંબંધિત દસ્તાવેજો સબમિટ કરીને વળતરનો દાવો કરી શકો છો. જે ઇન્શ્યોરન્સ પ્રોવાઇડરનો ક્લેઇમ સેટલમેન્ટ રેશિયો ઊંચો હોય તેમની પસંદગી કરવી સલાહભર્યું છે.
હા, તમે ફેમિલી ફ્લોટર પૉલિસીમાં તમારા માતાપિતાને શામેલ કરી શકો છો. તમે પૉલિસી ખરીદતી વખતે અથવા તમારી પૉલિસીના રિન્યુઅલ દરમિયાન તમારા માતાપિતાને શામેલ કરી શકો છો.
હા, તમે ફેમિલી ફ્લોટર પૉલિસીમાં તમારા નવજાતને શામેલ કરી શકો છો. જો તમારી પાસે પ્રસૂતિ કવર છે, તો તમારા નવજાત બાળકને પૉલિસીમાં 90 દિવસ સુધી કવર કરવામાં આવે છે. અન્યથા, તમે 90 દિવસની પ્રતીક્ષા અવધિ પછી તમારી હાલની પૉલિસીમાં તમારા નવજાતને ઉમેરી શકો છો.
હા, જો તમે પેનલ પર હોય તેવી નેટવર્ક હૉસ્પિટલને પસંદ કરો, તો કૅશલેસ સારવારનો વિકલ્પ ઉપલબ્ધ છે. ઇન્શ્યોરન્સ પ્રદાતા દ્વારા બિલ સીધું જ પેનલ પરની હૉસ્પિટલ સાથે સેટલ કરવામાં આવે છે. એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી સમગ્ર ભારતમાં 13000+ˇ નેટવર્ક હૉસ્પિટલને કવર કરે છે.
હા, પૉલિસીના રિન્યુઅલ સમયે પરિવારના સભ્યોને હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાં ઉમેરી શકાય છે. પૉલિસીના નિયમો અને શરતોને આધિન.
સરેરાશ રીતે, 10 લાખનું કવર તમને વાર્ષિક 25,000 થી 30,000 રૂપિયા વચ્ચે ક્યાંય પણ ખર્ચ કરી શકે છે.
હા, તમે તમારા ઇન્શ્યોરરના કોઈપણ નેટવર્ક હૉસ્પિટલોમાંથી પોતાના અથવા પરિવારના સભ્યો માટે કૅશલેસ સુવિધાનો લાભ લઈ શકો છો. એચડીએફસી અર્ગો પર અમે અમારા 1200 કરતાં વધુ નેટવર્ક હૉસ્પિટલોમાં કૅશલેસ હૉસ્પિટલાઇઝેશન પ્રદાન કરીએ છીએ.
તમારે ઓળખનો પુરાવો, ઉંમરનો પુરાવો વગેરે જેવા તમામ જરૂરી ડૉક્યુમેન્ટ સાથે તમારી હાલની પૉલિસીમાં પરિવારના સભ્યને ઉમેરવા માટે તમારા ઇન્શ્યોરરનો સંપર્ક કરવાની જરૂર છે.
હા, જો તમે પહેલેથી જ એમ્પ્લોયર હેલ્થ પ્લાન હેઠળ આવરી લેવાયેલા છો તો પણ એક અલગ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવાની સલાહ આપવામાં આવે છે. તમે જ્યાં સુધી સંસ્થામાં નોકરી કરો છો ત્યાં સુધી જ એમ્પ્લોયર હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી માન્ય હોય છે. તમે સંસ્થા બદલો છો કે પોતાની સંસ્થા શરું કરો છો ત્યારે તમારું હેલ્થ કવર અસ્તિત્વમાં રહેશે નહીં. જ્યાં સુધી તમે કોઈ અન્ય સંસ્થા સાથે નહીં જોડાઓ ત્યાં સુધી તમારી પાસે ઇન્શ્યોરન્સની સુરક્ષા નહીં હોય અને તબીબી કટોકટીની સ્થિતિમાં તમારી પાસે સુરક્ષા કવચ ઉપલબ્ધ નહીં હોય. આવા પરિસ્થિતિઓમાં, અલગ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી તમારી સહાય કરશે.
એચડીએફસી અર્ગો ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન શા માટે પસંદ કરવા જોઈએ તે નીચે સૂચિબદ્ધ ફીચર્સ દ્વારા જાણી શકાય છે.