આંતરરાષ્ટ્રીય મુસાફરી કરતી વખતે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ તમારું આવશ્યક સુરક્ષા કવચ છે, જે તમને મેડિકલ ઇમરજન્સી, ટ્રિપ કૅન્સલેશન અથવા ખોવાયેલ સામાન જેવી કોઈપણ અનપેક્ષિત ઘટનાઓથી સુરક્ષિત કરે છે. એચડીએફસી અર્ગો એક્સપ્લોરર ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન અનુકૂળ કવરેજ પ્રદાન કરે છે, જે પડકારજનક પરિસ્થિતિઓમાં પણ તમારી મુસાફરી તણાવ-મુક્ત રહે તે સુનિશ્ચિત કરે છે. તમે બિઝનેસ માટે મુસાફરી કરી રહ્યા હોવ કે રજા ગાળવા માટે, અમારી ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી મેડિકલ ખર્ચ, ફ્લાઇટમાં વિલંબ, પાસપોર્ટના ખોવાઈ જવા અને અન્ય માટે સુરક્ષા પ્રદાન કરે છે.
તમે તમારા ઘરે આરામથી આંતરરાષ્ટ્રીય પ્રવાસ માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદી શકો છો. ઑનલાઇન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદવાની ક્ષમતા સાથે, યોગ્ય પૉલિસીને સુરક્ષિત કરવી ક્યારેય આટલી સરળ ન હતી. તમે તમારી જરૂરિયાતોના આધારે તમારા કવરેજને કસ્ટમાઇઝ કરી શકો છો, ભલે તે ટૂંકા આંતરરાષ્ટ્રીય પ્રવાસ માટે હોય અથવા લાંબા ગાળાની વિદેશી મુસાફરી માટે હોય. જ્યારે તમે આ શિયાળામાં તમારી આંતરરાષ્ટ્રીય મુસાફરીઓનું આયોજન કરો, ત્યારે તમારા પ્રવાસના અનુભવોને સુરક્ષિત કરવા માટે ઑનલાઇન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદવાનું વિચારો. એચડીએફસી અર્ગોનું 1 લાખ+ કૅશલેસ હૉસ્પિટલનું વિશ્વવ્યાપી નેટવર્ક સુનિશ્ચિત કરે છે કે તમે વિશ્વમાં ક્યાંય પણ હોવ, હંમેશા સહાયતા ઉપલબ્ધ હોય. અમારી પૉલિસીઓ સંભવિત કટોકટીઓને મેનેજ કરી શકાય તેવી અસુવિધાઓમાં રૂપાંતરિત કરવા માટે બનાવવામાં આવી છે, જે તમારી મુસાફરીને સુરક્ષિત અને ચિંતા-મુક્ત બનાવે છે.
શું વિદેશી પ્રદેશમાં અનપેક્ષિત મેડિકલ ઈમર્જન્સી ઊભી થઇ છે? ટ્રાવેલ ઇન્શ્યોરન્સ, ઈમર્જન્સી મેડિકલ લાભો સાથે, આવા મુશ્કેલ સમય દરમિયાન તમારા મિત્રની જેમ તમને મદદરૂપ બનશે. અમારી 1,00,000+ કૅશલેસ હૉસ્પિટલ તમારી સંભાળ લેવા માટે ઉપલબ્ધ છે.
ફ્લાઇટમાં વિલંબ. સામાનનું નુકસાન. ફાઇનાન્શિયલ ઇમર્જન્સી. આ વસ્તુઓ ખૂબ જ અસ્થિરતા ઊભી કરી શકે છે. પરંતુ તમારી પાસે ટ્રાવેલ ઇન્શ્યોરન્સનો બેકઅપમાં હોવાથી, તમે શાંત રહીને મુસાફરી ચાલું રાખી શકો છો.
તમારી મુસાફરી માટે #SafetyKaTicket ખરીદો. તમે જ્યારે વિદેશમાં મુસાફરી કરી રહ્યા હોવ ત્યારે તમારી બધી જરૂરિયાતની વસ્તુઓ તમારા સામાનમાં હોય છે, અને અમે તમને આવા સામાનના નુકસાન સામે કવર કરીએ છીએ અને સામાનમાં વિલંબ ચેક-ઇન કરેલ સામાન માટે.
વધુ પડતો ખર્ચ કર્યા વિના તમારા આંતરરાષ્ટ્રીય પ્રવાસોને સુરક્ષિત કરો. દરેક પ્રકારના બજેટ માટે વ્યાજબી પ્રીમિયમ સાથે, ટ્રાવેલ ઇન્શ્યોરન્સના લાભો, ખર્ચ કરતા ઘણા વધારે છે.
સારા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાનના ટાઇમ ઝોન કોઈ સમસ્યા હોતી નથી. તમે વિશ્વના કોઈપણ ભાગમાં કે ઝોનમાં હોવ, અમે હંમેશા તમારી મદદ કરીશું. અમારા ઇન-હાઉસ ક્લેઇમ સેટલમેન્ટ અને કસ્ટમર સપોર્ટ મિકેનિઝમથી આ સંભવ બને છે.
તમે તમારી મુસાફરીમાં બધું જ લઇ જાઓ; ચિંતા અહીં છોડી દો. વિશ્વભરમાં ફેલાયેલી અમારી 1 લાખ+ કૅશલેસ હૉસ્પિટલો તમારા તબીબી ખર્ચને કવર કરવાની ખાતરી કરશે.
તમારી મુસાફરીને ઉત્સાહપૂર્વક ભરવા અને ચિંતાઓને દૂર રાખવા માટે, એચડીએફસી અર્ગો તમને એકદમ નવા આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ ઇન્શ્યોરન્સ લાવે છે, જે તમે કલ્પના કરી શકો તેના કરતાં વધુ લાભો સાથે ભરપૂર છે. તબીબી અથવા દાંતની કટોકટી, તમારા ચેક-ઇન કરેલ સામાનનું નુકસાન અથવા વિલંબ, ફ્લાઇટમાં વિલંબ અથવા કૅન્સલેશન, ચોરી, લૂંટ અથવા વિદેશમાં જયારે પાસપોર્ટનું નુકસાન હોય ત્યારે એક્સપ્લોરરને તમારી સાથે મળી ગઈ. તે એકમાં પૅક કરેલા 21 સુધીના લાભો અને માત્ર તમારા માટે 3 અનુકૂળ પ્લાન સાથે આવે છે.
ભલામણ કરેલ | ||
---|---|---|
ટ્રાવેલ ઇન્શ્યોરન્સ હેઠળ કવર કરે છે | વ્યક્તિઓ/પરિવાર | ફ્રીક્વન્ટ ફ્લાયર્સ |
આ માટે યોગ્ય છે | ||
પૉલિસીમાં સભ્યોની સંખ્યા | ||
રહેવાનો મહત્તમ સમયગાળો | ||
તમે મુસાફરી કરી શકો છો તેવા સ્થળો | ||
કવરેજ રકમના વિકલ્પો |
શું તમારી જરૂરિયાતોને અનુરૂપ પરફેક્ટ પ્લાન મળ્યો છે? આજે તમારા પ્રવાસને સુરક્ષિત કરો.
ઑક્ટોબર 2024 માં, યુરોપિયન યુનિયન પ્રવેશ માટે નવી બાયોમેટ્રિક જરૂરિયાતો રજૂ કરવાનું છે, જ્યાં ભારતીય પ્રવાસીઓ સહિત મુસાફરોએ બોર્ડર ચેકપૉઇન્ટ પર ફિંગરપ્રિન્ટ અને ફેશિયલ સ્કૅન પ્રદાન કરવાના રહેશે. આ પગલાને લીધે નોંધપાત્ર વિલંબ થવાની અપેક્ષા છે, ખાસ કરીને હવાઈ માર્ગે, ફેરી અથવા ટ્રેન દ્વારા પ્રવેશ કરતા લોકો માટે વિલંબ થશે. યોગ્ય ટ્રાવેલ ઇન્શ્યોરન્સ વગર, મુસાફરોને કનેક્શન મિસ થઈ જવા, હોટલમાં રોકાણ અથવા ફ્લાઇટનું ફરીથી બુકિંગ સંબંધિત અનપેક્ષિત ખર્ચ વેઠવા પડી શકે છે. કોમ્પ્રિહેન્સિવ પૉલિસી આ ખર્ચને કવર કરશે, જે મુસાફરીના અણધાર્યા અવરોધો દરમિયાન નાણાંકીય આંચકા સામે સુરક્ષા પ્રદાન કરશે.
સ્ત્રોત: બીબીસી ન્યૂઝ
તાજેતરના મુસાફરીના અવરોધો, ખાસ કરીને સમગ્ર યુરોપમાં શ્રમિકોની હડતાળને કારણે ભારતીય મુસાફરોને ગંભીર રીતે અસર થઈ છે. ઉદાહરણ તરીકે, 24 સપ્ટેમ્બર, 2024 ના રોજ ઇટાલીમાં વિઝ એરની હડતાળને લીધે ભારે વિલંબ થયો હતો, જેના કારણે મુખ્ય એરપોર્ટમાં આવતી અને બહાર જતી ફ્લાઇટને અસર થઈ છે. મુસાફરોને કૅન્સલેશન, કનેક્શન મિસ થવા અને હોટલમાં અનપેક્ષિત રોકાણનો સામનો કરવો પડ્યો હતો. તેવી જ રીતે, હડતાળને લીધે નેધરલૅન્ડ અને ફ્રાન્સમાં જાહેર પરિવહનમાં અવરોધ થયો હતો, જે આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ પ્લાનને વધુ મુશ્કેલ બનાવે છે. આવી પરિસ્થિતિઓમાં, ટ્રાવેલ ઇન્શ્યોરન્સ મૂલ્યવાન બને છે. તે છેલ્લા મિનિટના હોટલ બુકિંગ અથવા વૈકલ્પિક ફ્લાઇટ વ્યવસ્થા જેવા અનિયોજિત ખર્ચને કવર કરી શકે છે, જે સુનિશ્ચિત કરે છે કે મુસાફરો પર અચાનક અવરોધો દ્વારા આવી પડતા નાણાંકીય બોજને ટાળી શકાય.
સ્ત્રોત: યૂરોન્યૂઝ
ઑગસ્ટ 2024 માં, થાઇલેન્ડમાં ભારતીય મુસાફરોને શ્વસનતંત્રનું સંક્રમણ લાગ્યું હતું, જેને લીધે ઘણા બધા લોકોને હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. થાઇલેન્ડમાં મેડિકલ બિલ, ખાસ કરીને વિદેશીઓ માટે, ઘણા ખર્ચાળ હોઈ શકે છે. ટ્રાવેલ ઇન્શ્યોરન્સ વગરના લોકો માટે, આ આકસ્મિક ખર્ચ નાણાંકીય બોજ બની ગયો હતો, જેના લીધે તેમની ટ્રિપ અને બચત બંનેને અસર થઈ હતી. કોમ્પ્રિહેન્સિવ ટ્રાવેલ ઇન્શ્યોરન્સમાં ઇન્વેસ્ટ કરીને, આ મુસાફરો હૉસ્પિટલના રોકાણ, કન્સલ્ટેશન અને દવાઓ સહિતની મેડિકલ ઇમરજન્સી માટે કવરેજ મેળવી શક્યા હોત. ટ્રાવેલ ઇન્શ્યોરન્સ સુનિશ્ચિત કરે છે કે તેમનું ફોકસ સાજા થવા પર રહે, જ્યારે પૉલિસી દ્વારા મેડિકલ ખર્ચની કાળજી લેવામાં આવે છે, અને તેમને તેમના ખિસ્સામાંથી થતા નોંધપાત્ર ખર્ચથી બચાવે છે.
સ્ત્રોત: બીબીસી ન્યૂઝ
આ લાભમાં હૉસ્પિટલાઇઝેશન, રૂમનું ભાડું, OPD સારવાર અને રોડ એમ્બ્યુલન્સના ખર્ચને કવર કરવામાં આવે છે. તે ઇમરજન્સી મેડિકલ ઇવેક્યુએશન, મેડિકલ રિપેટ્રિએશન અને મૃત અવશેષોને સ્વદેશમાં લાવવા પર થયેલા ખર્ચની પણ ભરપાઈ કરે છે.
અમે માનીએ છીએ કે દાંતની સંભાળ એ શારીરિક બીમારી અથવા ઈજાને કારણે હૉસ્પિટલાઇઝેશન જેટલું જ મહત્વપૂર્ણ છે; તેથી, અમે તમારી મુસાફરી દરમિયાન થઈ શકે છે તેવા ડેન્ટલ (દાંતને લગતા) ખર્ચને કવર કરી લઈએ છીએ. પૉલિસીના નિયમો અને શરતોને આધિન.
અમે તમારા દરેક સારા અને ખરાબ સમયમાં તમારો સાથ આપવામાં માનીએ છીએ. અકસ્માતની સ્થિતિમાં, વિદેશમાં મુસાફરી કરતી વખતે, અમારો ઇન્શ્યોરન્સ પ્લાન કાયમી અપંગતા અથવા આકસ્મિક મૃત્યુના કારણે થતા કોઈપણ ફાઇનાન્શિયલ બોજમાં સહાય કરવા માટે તમારા પરિવારને એકસામટી રકમની ચુકવણી પ્રદાન કરે છે.
અમે સારા-નરસા સમયમાં તમારો સાથ આપવામાં વિશ્વાસ કરીએ છીએ. તેથી, દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિઓમાં, સામાન્ય વાહનથી થતી ઈજાથી ઉદ્ભવતી આકસ્મિક મૃત્યુ અથવા કાયમી અપંગતાના કિસ્સામાં અમે એકસામટી રકમની ચુકવણી પ્રદાન કરીશું.
જો કોઈ વ્યક્તિને ઈજા અથવા બીમારીને કારણે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે, તો અમે પૉલિસી શેડ્યૂલમાં જણાવેલ મહત્તમ દિવસ સુધી, હૉસ્પિટલાઇઝેશનના દરેક સંપૂર્ણ દિવસ માટે પ્રતિ દિવસ સમ ઇન્શ્યોર્ડ જેટલી રકમ ચૂકવીશું.
ફ્લાઇટમાં વિલંબ અથવા કૅન્સલેશન આપણા નિયંત્રણની બહાર હોઈ શકે છે, પરંતુ ચિંતા ન કરો, અમારી રિઇમ્બર્સમેન્ટ સુવિધા તમને આવા અવરોધથી ઉદ્ભવતા કોઈપણ આવશ્યક ખર્ચને પહોંચી વળવાની સુવિધા આપે છે.
ટ્રિપમાં વિલંબ અથવા ટ્રિપ કૅન્સલેશનના કિસ્સામાં, અમે તમારા અગાઉથી બુક કરેલ આવાસ અને પ્રવૃત્તિઓના બિન-રિફંડપાત્ર ભાગને રિફંડ કરીશું. પૉલિસીના નિયમો અને નિયમાવલીને આધિન.
મહત્વપૂર્ણ ડૉક્યુમેન્ટના ગુમ થવાથી તમે વિદેશમાં અટવાઈ શકો છો. તેથી, અમે નવો અથવા ડુપ્લિકેટ પાસપોર્ટ અને/અથવા આંતરરાષ્ટ્રીય ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા સંબંધિત ખર્ચની તમને ભરપાઈ કરીશું.
જો તમારે અણધારી પરિસ્થિતિઓને કારણે તમારી મુસાફરીને ટૂંકી કરવાની જરૂર હોય તો ચિંતા કરશો નહીં. અમે પૉલિસી શેડ્યૂલ મુજબ તમારા બિન-રિફંડપાત્ર આવાસ અને અગાઉથી બુક કરેલ પ્રવૃત્તિઓ માટે તમને વળતર આપીશું.
જો તમે ક્યારેય વિદેશી ભૂમિમાં થર્ડ-પાર્ટી નુકસાન માટે જવાબદાર હોવ છો, તો અમારો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસીના નિયમો અને શરતોને આધિન તમને તે નુકસાનીનું સરળતાથી વળતર આપવામાં મદદ કરે છે.
મેડિકલ ઈમર્જન્સીઓનો અર્થ એ હોઈ શકે છે કે તમારે થોડા દિવસો સુધી તમારી હોટેલ બુકિંગ લંબાવવાની જરૂર પડી શકે છે. શું વધેલા ખર્ચ વિશે ચિંતિત છો? જ્યારે તમે સાજા થઈ રહ્યા હોય ત્યારે અમને તેની કાળજી લેશું. પૉલિસીના નિયમો અને શરતોને આધિન
ફ્લાઇટ કનેક્શન ચૂકી જવાને કારણે અનપેક્ષિત ખર્ચ વિશે ચિંતા કરશો નહીં; તમારા ગંતવ્ય સ્થાન સુધી પહોંચવા માટે આવાસ અને વૈકલ્પિક ફ્લાઇટ બુકિંગ પર થયેલા ખર્ચ માટે અમે તમને તેની ભરપાઈ કરીશું.
ફ્લાઇટ હાઇજેક થવી એક દુઃખદાયક અનુભવ હોઈ શકે છે. અને જ્યારે સબંધિત અધિકારીઓ સમસ્યાના ઉકેલમાં લાગ્યા હોય, ત્યારે અમે અમારાથી બનતું કરીશું અને આ તણાવને કારણે થતી તકલીફ માટે તમને વળતર આપીશું.
મુસાફરી કરતી વખતે, ચોરી અથવા લૂંટફાટને કારણે રોકડની મુશ્કેલી થઈ શકે છે. પરંતુ ચિંતા ન કરો ; એચડીએફસી અર્ગો ભારતમાં ઇન્શ્યોર્ડના પરિવારમાંથી ફંડ ટ્રાન્સફરની સુવિધા આપી શકે છે. પૉલિસીના નિયમો અને શરતોને આધિન.
તમારો ચેક-ઇન કરેલ સામાન ખોવાઇ ગયો છે? ચિંતા કરશો નહીં; અમે તમને નુકસાન માટે વળતર આપીશું, જેથી તમારે તમારી આવશ્યક વસ્તુઓ અને વેકેશનની મૂળભૂત વસ્તુઓ વિના જવું ન પડે. પૉલિસીના નિયમો અને શરતોને આધિન.
રાહ જોવામાં ક્યારેય મજા નથી. જો તમારા સામાનને આવવામાં વિલંબ થયો હોય, તો અમે તમને કપડાં, પ્રસાધનની વસ્તુઓ અને દવાઓ જેવી આવશ્યક વસ્તુઓ માટે વળતર આપીશું, જેથી તમે ચિંતા-મુક્ત થઈને તમારું વેકેશન શરૂ કરી શકો.
ચોરી અથવા ખોવાયેલ સામાન તમારી યાત્રાને બગાડી શકે છે. તેથી, તમારી યાત્રા ટ્રૅક પર રહેવાની ખાતરી કરવા માટે, સામાનની ચોરીના કિસ્સામાં અમે તમને વળતર આપીશું. પૉલિસીના નિયમો અને શરતોને આધિન.
અમારા કેટલાક ટ્રાવેલ પ્લાનમાં ઉપરોક્ત કવરેજ કદાચ ઉપલબ્ધ ન હોય. કૃપા કરીને અમારા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન વિશે વધુ જાણવા માટે પૉલિસી નિયમાવલી, બ્રોશર અને પ્રોસ્પેક્ટસ વાંચો.
યુદ્ધ અથવા કાયદાના ઉલ્લંઘનને કારણે થતી બીમારી અથવા સ્વાસ્થ્ય સમસ્યાઓને આ પ્લાનમાં કવર કરવામાં આવતી નથી.
જો તમે કોઈ નશીલા અથવા પ્રતિબંધિત પદાર્થોનું સેવન કરતા હોવ, તો પૉલિસી હેઠળ કોઈપણ ક્લેઇમ મંજૂર થશે નહીં.
જો તમે જે પ્રવાસ માટે ઇન્શ્યોર્ડ થાવ છો તે પહેલાં કોઈપણ બિમારીથી પીડિત હોવ અને તમે પહેલેથી જ હોય તેવી બિમારી માટે કોઈ સારવાર લઈ રહ્યા હોવ, તો તે સારવારના ખર્ચને પૉલિસીમાં કવર કરવામાં આવશે નહીં.
જો તમે કે તમારા પરિવારના કોઈપણ સભ્ય તમારા દ્વારા ઇન્શ્યોરન્સ મેળવેલ પ્રવાસ દરમિયાન કોઈપણ કૉસ્મેટિક અને સ્થૂળતાની સારવારનો વિકલ્પ પસંદ કરે, તો આવા ખર્ચાઓ કવર કરવામાં આવતા નથી.
અમે ઑફર કરતા કોઈપણ ઇન્શ્યોરન્સ પ્લાનમાં સ્વયં પહોંચાડેલી ઈજાઓથી ઉદ્ભવતા મેડિકલ ખર્ચ અને હૉસ્પિટલાઇઝેશનના ખર્ચને કવર કરવામાં આવતા નથી.
મુખ્ય વિશેષતાઓ | લાભ |
કૅશલેસ હોસ્પિટલ | વિશ્વભરમાં 1,00,000+ કૅશલેસ હૉસ્પિટલ. |
કવર કરેલા દેશો | 25 શેંગેન દેશ + 18 અન્ય દેશ. |
કવરેજ રકમ | $40K થી $1,000K |
હેલ્થ ચેકઅપની જરૂરિયાત | મુસાફરી કરતા પહેલાં હેલ્થ ચેકઅપ કરાવવું જરૂરી નથી. |
કોવિડ-19 કવરેજ | કોવિડ-19 હૉસ્પિટલાઇઝેશન માટે કવરેજ. |
લગભગ બે વર્ષ માટે કોવિડ-19 મહામારીના સપડાયા રહ્યા બાદ વિશ્વ સામાન્ય રીતે પરત આવી રહ્યું છે. જો કે, સૌથી ખરાબ સમય હજી સમાપ્ત થયો નથી. વાઇરસનો નવો પ્રકાર - આર્ક્ટરસ કોવિડ વેરિઅન્ટ - જાહેર અને આરોગ્યસંભાળ નિષ્ણાતોમાં ઘણી ચિંતનો કારણ બન્યો છે. આ નવો કોવિડ વેરિઅન્ટ દુનિયાના ઘણા દેશોમાં નોંધાયો છે. કોવિડના આ નવા વેરિઅન્ટની ચિંતા એ છે કે, તે અગાઉના સ્ટેન કરતાં વધારે ઝડપથી પ્રસરી શકે છે, પરંતુ અગાઉના સ્ટેન કરતાં વધારે ઘાતક છે કે નહીં એ હજી સ્પષ્ટ થયું નથી. આ અનિશ્ચિતતાનો અર્થ એ પણ છે કે, હજી સુધી આપણે અવકાશ માટે કઇ કરી શકતા નથી અને પ્રસરણને આગળ વધતું અટકાવવા માટે કેટલી મૂળભૂત સાવચેતીઓનું પાલન કરવું જોઇએ. માસ્ક, સેનિટાઇઝર અને ફરજિયાત સફાઈ હજુ પણ આપણી પ્રાથમિકતા હોવી જોઈએ.
ભારતમાં વધતા કોવિડ કેસને ધ્યાનમાં રાખીને, વેક્સિનેશન અને બૂસ્ટર ડોઝના મહત્વ વિશે ફરીથી ભારપૂર્વક જણાવવામાં આવે છે. જો તમને હજુ સુધી વેક્સિન આપવામાં આવી ના હોય, તો તમે વહેલી તકે વેક્સિનનો ડોઝ લઈ લો. જો તમે જરૂરી ડોઝ ના લીધા હોય, તો આંતરરાષ્ટ્રીય મુસાફરીમાં વિધ્ન ઊભા થઈ શકે છે, કારણ કે વિદેશી મુસાફરી માટે આ એક આવશ્યકતા છે. આકટુરસ કોવિડ વાઇરસના લક્ષણો હળવાથી મધ્યમ સુધી, જેમ કે - ઉધરસ, તાવ, થાક, ગંધ અથવા સ્વાદ ગુમાવવો અને શ્વાસ લેવામાં મુશ્કેલી હોઈ શકે છે. કેટલીક વ્યક્તિઓને સ્નાયુઓમાં દુખાવો, માથાનો દુખાવો, ગળામાં ખરાશ, છાતીમાં ચોક થવું, આંખ આવવી અથવા ગુલાબી આંખનો પણ અનુભવ થઈ શકે છે. જો તમને વિદેશમાં મુસાફરી દરમિયાન આમાંના કોઈપણ લક્ષણો જણાય, તો તપાસ માટે નજીકની હૉસ્પિટલમાં જાઓ. વિદેશી ધરતી પર મેડિકલ ખર્ચ મોંઘા હોઈ શકે છે, તેથી ટ્રાવેલ ઇન્શ્યોરન્સનું સમર્થન ખૂબ મદદરૂપ થઈ શકે છે. એચડીએફસી અર્ગોની ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી તમને કોવિડ-19 થવાના કિસ્સામાં તમારી સુરક્ષા સુનિશ્ચિત કરે છે.
અહીં ટ્રાવેલ મેડિકલ ઇન્શ્યોરન્સ હેઠળ કોવિડ-19 માટે શું કવર કરવામાં આવે છે તે જણાવેલ છે -
● હૉસ્પિટલાઇઝેશન ખર્ચ
● નેટવર્ક હૉસ્પિટલોમાં કૅશલેસ સારવાર
● હૉસ્પિટલાઇઝેશન દરમિયાન દૈનિક રોકડ ભથ્થું
● મેડિકલ ઇવેક્યુએશન
● ઇલાજ માટે હોટેલમાં લાંબા સમય સુધી રહેવુ
● મેડિકલ અને બૉડી રિપેટ્રિએશન
"હું સ્વસ્થ છું, તેથી ટ્રાવેલ ઇન્શ્યોરન્સની કોઈ જરૂર નથી!"
ભ્રમણા ભાજક: મુસાફરી કરતી વખતે સૌથી સ્વસ્થ લોકોને પણ દુર્ઘટનાઓ નડી શકે છે. ટ્રાવેલ ઇન્શ્યોરન્સ માત્ર અકસ્માતગ્રસ્ત લોકો માટે જ નથી; તે રસ્તામાં આવતી અનપેક્ષિત મુશ્કેલીઓમાં તમારો વિશ્વાસપાત્ર સાથી છે.
"ટ્રાવેલ ઇન્શ્યોરન્સ માત્ર વારંવાર મુસાફરી કરતા લોકો માટે હોય છે!"
ભ્રમણા ભાજક: તમે વારંવાર મુસાફરી કરતા હોવ કે પ્રાસંગિક મુસાફરી કરતા હોવ, ટ્રાવેલ ઇન્શ્યોરન્સ તમારી સાથે છે. તે માત્ર વારંવાર મુસાફરી કરતા લોકો માટે જ નથી; તે મુસાફરી અને હરવા-ફરવાના શોખીન લોકો માટે છે!
“વરિષ્ઠ નાગરિકો માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ઉપલબ્ધ નથી!"
ભ્રમણા ભાજક: ઉંમર માત્ર એક સંખ્યા છે, ખાસ કરીને ટ્રાવેલ ઇન્શ્યોરન્સની દુનિયામાં! વરિષ્ઠ નાગરિકો માટે તૈયાર કરેલી પૉલિસીઓ વિશે જાણકારી મેળવીને તેઓ ચિંતા-મુક્ત રીતે મુસાફરી કરી શકે છે.
"આ માત્ર એક ઝડપી ગેટવે છે - તેના માટે કોને ટ્રાવેલ ઇન્શ્યોરન્સની જરૂર છે?"
ભ્રમણા ભાજક: અકસ્માત કોઈપણ સમયે અને કોઈપણ સ્થળે, કોઈપણ પૂર્વ સૂચના અથવા આમંત્રણ વિના થઈ શકે છે. ભલે તે ત્રણ દિવસ હોય કે ત્રીસ દિવસ હોય, ટ્રાવેલ ઇન્શ્યોરન્સ એ તમારું સુરક્ષા કવચ છે, પછી ગમે તે સમયગાળો હોય.
" ટ્રાવેલ ઇન્શ્યોરન્સ માત્ર શેંગેન દેશો માટે ફરજિયાત છે. શું મારે અન્ય દેશો માટે પણ ટ્રાવેલ ઇન્શ્યોરન્સની જરૂર છે?"
ભ્રમણા ભાજક: શા માટે પોતાને માત્ર શેંગેન દેશો સુધી મર્યાદિત કરવું? મેડિકલ ઇમરજન્સી, સામાનનું નુકસાન, ફ્લાઇટમાં વિલંબ વગેરે જેવી અણધારી ઘટનાઓ કોઈપણ દેશમાં થઈ શકે છે. ચિંતા-મુક્ત મુસાફરી કરવા માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સને તમારો વૈશ્વિક સાથી બનવા દો.
"ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખૂબ જ ખર્ચાળ હોય છે!"
ભ્રમણા ભાજક: જ્યારે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ વધારાના ખર્ચની જેમ લાગી શકે છે, ત્યારે તે ફ્લાઇટ કૅન્સલેશન, મેડિકલ ઇમરજન્સી અથવા ટ્રિપમાં વ્યવધાન થવાથી સંભવિત ખર્ચ સામે મનની શાંતિ પ્રદાન કરે છે. વધુમાં, તમે વિવિધ પ્લાનની તુલના કરી શકો છો અને તમારી જરૂરિયાતો અને બજેટને સૌથી વધુ અનુરૂપ પ્લાન પસંદ કરી શકો છો.
એચડીએફસી અર્ગો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે, તમે કોઈ પણ બાબતની ચિંતા કર્યા વિના સફર કરી શકો છો. અમે તમારી યાત્રા દરમિયાન અકાળે થતા ખર્ચ માટે કવરેજ પ્રદાન કરીએ છીએ જેમ કે, સામાનનું નુકસાન, ફ્લાઇટ ચૂકી જવી અથવા કોવિડ-19 થી સંક્રમિત થવાનું જોખમ. તેથી કોઈપણ અનિચ્છનીય ઘટનાઓને કારણે તમારા ખિસ્સામાંથી ખર્ચ કરવાનું ટાળવા માટે, કોમ્પ્રિહેન્સિવ ખરીદવું ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ આવશ્યક છે.
અમારો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ તમને નીચેના સંજોગોમાં આવશ્યકપણે સુરક્ષિત કરશે:
નીચેના વિકલ્પોમાંથી તમારી પસંદગી કરો, જેથી તમે વિદેશમાં તમારી મુસાફરી માટે વધુ સારી તૈયારી કરી શકો
તમારો પ્રવાસ જેટલો લાંબો હશે, ઇન્શ્યોરન્સ પ્રીમિયમ તેટલું વધારે હશે, કારણ કે લાંબા સમય સુધી વિદેશમાં રહેવામાં સામેલ જોખમ વધારે છે.
જો તમે સુરક્ષિત અથવા આર્થિક રીતે વધુ સ્થિર દેશમાં પ્રવાસ કરી રહ્યા છો, તો ઇન્શ્યોરન્સ પ્રીમિયમ ઓછું રહેશે.
સમ ઇન્શ્યોર્ડ જેટલો વધુ હોય તેમ તમારું ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ વધુ રહેશે.
જ્યારે પણ સમાપ્ત થવાનો હોય ત્યારે તમે તમારા ટ્રાવેલ ઇન્શ્યોરન્સને વિસ્તૃત અથવા નવીકરણ કરી શકો છો. વધુ વિગતો માટે પૉલિસી ડૉક્યુમેન્ટનો સંદર્ભ લો.
સામાન્ય રીતે, મોટી ઉંમરના મુસાફર પાસેથી વધુ પ્રીમિયમ વસૂલવામાં આવશે. આનું કારણ એ છે કે ઉંમર સાથે તબીબી કટોકટી ઊભી થવાની સંભાવના વધે છે.
એચડીએફસી અર્ગો ટ્રાવેલ ઇન્શ્યોરન્સની ક્લેઇમની પ્રક્રિયા એક સરળ 4 પગલાંની પ્રક્રિયા છે. તમે કૅશલેસ તેમજ વળતરના આધારે ઑનલાઇન ટ્રાવેલ ઇન્શ્યોરન્સનો ક્લેઇમ કરી શકો છો.
travelclaims@hdfcergo.com / medical.services@allianz.com પર ક્લેઇમની જાણ કરો અને TPA તરફથી નેટવર્ક હૉસ્પિટલોની સૂચિ મેળવો.
અમારા TPA પાર્ટનર- આલિયાન્ઝ ગ્લોબલ સહાયતા, medical.services@allianz.com પર કૅશલેસ ક્લેઇમ ડૉક્યુમેન્ટ અને પૉલિસીની વિગતો મોકલો.
અમારી સંબંધિત ટીમ પૉલિસીના નિયમો અને શરતો અનુસાર વધુ કૅશલેસ ક્લેઇમ પ્રક્રિયા માટે 24 કલાકની અંદર તમારો સંપર્ક કરશે.
સંપૂર્ણ ડૉક્યુમેન્ટ પ્રાપ્ત થયા પછી, પૉલિસીના નિયમો અને શરતો અનુસાર ક્લેઇમ રજિસ્ટર કરવામાં આવશે અને 7 દિવસની અંદર પ્રોસેસ કરવામાં આવશે.
અહીં કેટલાક દેશો છે જ્યાં વિદેશીઓ માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સની જરૂર છે: આ એક સૂચક સૂચિ છે. ટ્રાવેલ કરતા પહેલાં દરેક દેશની વિઝાની જરૂરિયાતને સ્વતંત્ર રીતે તપાસવાની સલાહ આપવામાં આવે છે.
સ્ત્રોત: VisaGuide.World
ટ્રાવેલ ઇન્શ્યોરન્સના તમામ જાર્ગન વિશે મૂંઝવણમાં છો? અમે સામાન્ય રીતે વપરાતાં ટ્રાવેલ ઇન્શ્યોરન્સના શબ્દોને ડીકોડ કરીને તેને તમારા માટે સરળ બનાવીશું.
સમ ઇન્શ્યોર્ડ એ મહત્તમ રકમ છે જે ઇન્શ્યોરન્સ કંપની તમને કોઈપણ ઇન્શ્યોરેબલ ઘટનાઓમાંની કોઈપણ ઘટનાના કિસ્સામાં ચુકવશે. અન્ય શબ્દોમાં, તે મહત્તમ કવરેજ છે જે તમે તમારા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન હેઠળ મેળવવા માટે હકદાર છો.
સબલિમિટ એ તમારી ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી દ્વારા ઑફર કરવામાં આવતી કવરેજમાં વધારાની નાણાંકીય મર્યાદાઓ છે. તે ચોક્કસ ઇન્શ્યોરેબલ ઘટનાઓ અથવા નુકસાન પર લાગુ કવરને મર્યાદિત કરે છે અને તે પૉલિસી દ્વારા ઑફર કરવામાં આવતી મૂળ એકંદર કવરેજનો એક ભાગ છે.
કેટલાક કિસ્સાઓમાં, જ્યારે ઇન્શ્યોરેબલ ઘટના થાય છે, ત્યારે તમારે તમારા પોતાના ખિસ્સામાંથી કેટલાક ખર્ચની ચુકવણી કરવી પડી શકે છે. આ રકમ કપાતપાત્ર તરીકે ઓળખાય છે. બાકીના ખર્ચ અથવા નુકસાનને ઇન્શ્યોરન્સ કંપની દ્વારા ઉઠાવવામાં આવશે.
કૅશલેસ સેટલમેન્ટ એક પ્રકારની ક્લેઇમ સેટલમેન્ટ પ્રોસેસ છે જ્યાં ઇન્શ્યોરર જ પૉલિસીધારકને થયેલ કોઈપણ ઇન્શ્યોરેબલ નુકસાનના કિસ્સામાં સામેલ ખર્ચની ચુકવણી કરે છે પૉલિસીધારકે ખિસ્સામાંથી ચુકવણી કરવાની રહેતી નથી.
આ એક પ્રકારનું ક્લેઇમ સેટલમેન્ટ છે જેમાં પૉલિસીધારક પ્રથમ ખિસ્સામાંથી ખર્ચની ચુકવણી છે અને પછી ઇન્શ્યોરન્સ કંપની કવરેજ મર્યાદા મુજબ ખર્ચની ભરપાઈ કરે છે.
સિંગલ ટ્રિપ પ્લાન એ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન છે, જે માત્ર એક જ પ્રવાસ માટે કવરેજ પ્રદાન કરે છે.. તમે વિદેશમાં રજા ગાળવા માટે આ પ્લાન અગાઉથી ખરીદી શકો છો.
મલ્ટી-ટ્રિપ પ્લાન્સ એ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ છે જે પૂર્વનિર્ધારિત સમયગાળામાં બહુવિધ પ્રવાસો માટે કવરેજ ઑફર કરે છે. સામાન્ય રીતે, મલ્ટી-ટ્રિપ પ્લાન્સ દ્વારા ઑફર કરવામાં આવતું કવર એક વર્ષ માટે માન્ય છે.
જેમ તેના નામથી સ્પષ્ટ થાય છે, ફેમિલી ફ્લોટર પ્લાન્સ પરિવારો માટે છે. આ પ્લાન્સ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ કવરેજ ઑફર કરે છે જે ઇન્શ્યોર્ડ પ્રવાસ પર પ્રવાસ કરનાર પરિવારના દરેક સભ્યને મળે છે.
બ્રોશર | ક્લેઇમ ફોર્મ | પૉલિસીની શબ્દાવલી |
ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસીની મુખ્ય વિશેષતાઓ અને લાભો વિશે વિગતો મેળવો. અમારું ટ્રાવેલ ઇન્શ્યોરન્સ બ્રોશર તમને અમારી પૉલિસી વિશે જાણવામાં અને અન્ય અંગે જાણવામાં મદદ કરશે. અમારા બ્રોશરની મદદથી, તમે એચડીએફસી અર્ગો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસીના યોગ્ય નિયમો અને શરતોને સમજી શકશો. | શું તમારી ટ્રાવેલ પૉલિસીનો ક્લેઇમ કરવા માંગો છો? ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ક્લેઇમ ફોર્મડાઉનલોડ કરવા માટે વધુ જાણો અને ઝંઝટ મુક્ત ક્લેઇમ સેટલમેન્ટ માટે જરૂરી વિગતો ભરો. | કૃપા કરીને ટ્રાવેલ ઇન્શ્યોરન્સ હેઠળના નિયમો અને શરતો વિશે વધુ જાણવા માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી નિયમાવલી જુઓ. એચડીએફસી અર્ગો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન દ્વારા ઑફર કરવામાં આવતા કવરેજ અને વિશેષતાઓ વિશે વધુ વિગતો મેળવો. |
શું USA ની મુસાફરી કરી રહ્યા છો?
લગભગ 20% સંભાવના છે કે તમારી ફ્લાઈટમાં વિલંબ થઈ શકે છે. એચડીએફસી અર્ગોના ટ્રાવેલ ઇન્શ્યોરન્સ સાથે પોતાને સુરક્ષિત કરો.
અમારી પાસે તમારા માટે સારા સમાચાર છે. જો તમે એચડીએફસી અર્ગો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવાની યોજના બનાવી રહ્યા હોવ તો તબીબી ચેકઅપ જરૂરી નથી. તબીબી ચેકઅપ વગર અને કોઈપણ ઝંઝટ વગર ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદી શકો છો.
હા, તમે ખરેખર તમારાં પ્રવાસ માટે બુકિંગ કર્યા પછી ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદી શકો છો. વાસ્તવમાં, આવું કરવું એક સ્માર્ટ વિચાર છે, કારણ કે તે રીતે, તમે તમારી મુસાફરીની વિગતો, જેમ કે શરૂઆતની તારીખ, અંતિમ તારીખ, તમારી સાથે રહેલા લોકોની સંખ્યા અને ગંતવ્ય વિગતો વિશે વધુ સારી રીતે જાણશો. તમારા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ કવરનો ખર્ચ નિર્ધારિત કરવા માટે આ બધી વિગતો જરૂરી છે.
તમામ 26 શેંગેન દેશોમાં પ્રવાસ કરવા માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ફરજિયાત છે.
ના. એચડીએફસી અર્ગો એક જ પ્રવાસ માટે એક જ વ્યક્તિને બહુવિધ ઇન્શ્યોરન્સ પ્લાન્સ પ્રદાન કરતી નથી.
જો ઇન્શ્યોર્ડ ભારતમાં હોય તો જ પૉલિસી લઇ શકાય છે. પહેલેથી જ વિદેશમાં પ્રવાસ કરેલા વ્યક્તિઓ માટે કવર ઑફર કરવામાં આવતું નથી.
ટ્રાવેલ ઇન્શ્યોરન્સ એક ફાઇનાન્શિયલ સુરક્ષા નેટ તરીકે કાર્ય કરે છે અને તમારી મુસાફરી પર અનપેક્ષિત કટોકટીઓના સંભવિત ફાઇનાન્શિયલ અવરોધો સામે તમને સુરક્ષિત કરે છે. જ્યારે તમે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદો, ત્યારે તમે મુખ્યત્વે ચોક્કસ ઇન્શ્યોરેબલ ઇવેન્ટ્સ સામે કવર ખરીદો છો. તે મેડિકલ, સામાન સંબંધિત અને મુસાફરી સંબંધિત કવરેજ પ્રદાન કરે છે.
કોઈપણ ઇન્શ્યોર્ડ ઇવેન્ટ્સ જેમ કે ફ્લાઇટમાં વિલંબ, સામાનને નુકસાન અથવા તબીબી કટોકટીની સ્થિતિમાં, તમારા ઇન્શ્યોરર આવી ઇવેન્ટ્સને કારણે તમે જે વધારાનો ખર્ચ કરો છો તેની ભરપાઈ કરશે અથવા તે માટે કૅશલેસ ક્લેઇમ સેટલમેન્ટ ઑફર કરશે.
જો જરૂર પડે તો આપાતકાલીન તબીબી જરૂરિયાતો માટે સમયસર સારવાર કરવી જરૂરી છે. અને તેથી તમારે તબીબી સારવાર માટે આગળ વધતા પહેલાં વીમાદાતા પાસેથી કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી મેળવવી જરૂરી નથી, પરંતુ ઇન્શ્યોરન્સ કંપનીને ક્લેઇમની જાણ કરી દેવી વધુ હિતાવહ છે. જોકે, સારવારની પ્રકૃતિ અને ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસીની શરતો નક્કી કરશે કે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ દ્વારા સારવાર કવર કરી લેવામાં આવે છે કે નહીં.
સારું, તે તમે ક્યાં મુસાફરી કરી રહ્યા છો તેના પર આધારિત છે. વધુ ચોક્કસ રીતે કહીએ તો, 34 દેશો છે જેણે મુસાફરી ઇન્શ્યોરન્સને ફરજિયાત બનાવ્યો છે, તેથી તમારે ત્યાં મુસાફરી કરતા પહેલાં કવર ખરીદવાની જરૂર પડશે. આ દેશોમાં ક્યુબા, યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા, યુનાઇટેડ આરબ ઑફ અમિરાત, ઇક્વાડોર, એન્ટાર્કટિકા, કતાર, રશિયા, તુર્કી અને 26 શેંગેન દેશોનો સમૂહ શામેલ છે.
સિંગલ ટ્રિપ-91 દિવસથી 70 વર્ષ સુધી. AMT સમાન, ફેમિલી ફ્લોટર - 91 દિવસથી 70 વર્ષ સુધી, 20 લોકો સુધીનું ઇન્શ્યોરન્સ.
ચોક્કસ ઉંમરના માપદંડ એક ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસીથી બીજી પૉલિસીમાં અને એક ઇન્શ્યોરરથી બીજા સુધી પણ અલગ અલગ હોય છે. એચડીએફસી અર્ગો તરફથી ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી માટે, ઉંમરના માપદંડ તમે જે કવર પસંદ કરો છો તેના પર આધારિત છે.
• સિંગલ ટ્રિપ ઇન્શ્યોરન્સ માટે, 91 દિવસ અને 70 વર્ષની વચ્ચેના લોકોને ઇન્શ્યોર્ડ કરી શકાય છે.
• વાર્ષિક મલ્ટી ટ્રિપ ઇન્શ્યોરન્સ માટે, 18 અને 70 વર્ષની વચ્ચેના લોકોને ઇન્શ્યોર્ડ કરી શકાય છે.
• ફેમિલી ફ્લોટર ઇન્શ્યોરન્સ માટે, જે પૉલિસીધારકને અને 18 સુધીના અન્ય પરિવારના સભ્યોને કવર કરે છે, પ્રવેશની ન્યૂનતમ ઉંમર 91 દિવસ છે અને તેનો 70 વર્ષ સુધીનો ઇન્શ્યોરન્સ કરી શકાય છે.
તે વર્ષ દરમિયાન તમે જેટલી ટ્રિપ્સ કરી રહ્યા છો તેની સંખ્યા પર આધારિત છે. જો તમે માત્ર એક પ્રવાસ કરવાના હોવ તો, તો તમે એક જ ટ્રિપ કવર ખરીદવા માંગતા હશો. એક જ પ્રવાસ માટે ટ્રાવેલ પૉલિસી ખરીદવાનો આદર્શ સમય તમારી ફ્લાઈટની ટિકિટ બુક કરવાના થોડા અઠવાડિયાની અંદર છે. બીજી તરફ, જો તમે વર્ષ દરમિયાન એકથી વધુ પ્રવાસ કરવાનો પ્લાન બનાવો છો, તો તમે તમારાં વિવિધ પ્લાન બુક કરો તે પહેલાં તમારાં ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાનને અગાઉથી ખરીદવી એક સારો વિચાર હશે.
હા, બિઝનેસ માટે વિદેશમાં પ્રવાસ કરતા ભારતીય નાગરિકો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદી શકે છે.
ટ્રાવેલ ઇન્શ્યોરન્સ સામાન્ય રીતે પ્રવાસના સમયગાળા માટે લેવામાં આવે છે. પૉલિસી તેના શેડ્યૂલમાં શરૂઆત અને અંતિમ તારીખનો ઉલ્લેખ કરશે.
તમે એચડીએફસી અર્ગોની ભાગીદાર હૉસ્પિટલોની સૂચિમાંથી તમારી પસંદગીની હૉસ્પિટલ શોધી શકો છો https://www.hdfcergo.com/locators/travel-medi-assist-detail અથવા travelclaims@hdfcergo.com પર મેઇલ મોકલો.
દુર્ભાગ્યે, તમે દેશ છોડ્યા પછી ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદી શકતા નથી. મુસાફરે વિદેશમાં મુસાફરી કરતા પહેલાં ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસીનો લાભ લેવાનું સુનિશ્ચિત કરવું જરૂરી છે.
શેંગેન દેશોની મુલાકાત લેનારા ગ્રાહકો માટે કોઈ સબ-લિમિટ લાગુ કરવામાં આવી નથી.
61 વર્ષથી ઓછી ઉંમરના ઇન્શ્યોર્ડ વ્યક્તિઓ માટે, ટ્રાવેલ મેડિકલ ઇન્શ્યોરન્સ હેઠળ કોઈ સબ-લિમિટ લાગુ પડતી નથી.
પેટા-મર્યાદાઓ 61 વર્ષ અને તેનાથી વધુ વયના ઇન્શ્યોર્ડ વ્યક્તિઓ માટે લાગુ પડે છે, જેમાં હૉસ્પિટલના રૂમ અને બોર્ડિંગ, ફિઝિશિયન ફી, ICU અને ITU શુલ્ક, એનેસ્થેટિક સેવાઓ, સર્જિકલ સારવાર, નિદાન પરીક્ષણ ખર્ચ અને એમ્બ્યુલન્સ સેવાઓ શામેલ છે. આ સબ-લિમિટ ખરીદેલ પ્લાનને ધ્યાનમાં લીધા વિના તમામ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ પર લાગુ પડે છે. વધુ વિગતો માટે, પ્રૉડક્ટ પ્રૉસ્પેક્ટસનો સંદર્ભ લો.
ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસીનો ખર્ચ ઘણા પરિબળો પર આધારિત છે. તમામ ટ્રિપ માટેનો ખર્ચ નિશ્ચિત અથવા એકસમાન નથી. નીચેના પરિબળો નક્કી કરે છે કે કેટલું પ્રીમિયમ ચૂકવવાપાત્ર થશે –
● પૉલિસીનો પ્રકાર
વિવિધ પ્રકારના ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન ઉપલબ્ધ છે અને દરેક પ્લાનનું પ્રીમિયમ અલગ હોય છે. સિંગલ ટ્રિપ પ્લાન એન્યુઅલ મલ્ટી-ટ્રિપ પ્લાન કરતાં સસ્તા છે. અને એ જ રીતે પર્સનલ પ્લાન, ફેમિલી પ્લાન કરતાં સસ્તા હોય છે.
● ગંતવ્યસ્થાન
વિવિધ દેશો માટે વિવિધ પ્રીમિયમ હોય છે. USA, UK, ઑસ્ટ્રેલિયા વગેરે જેવા વિકસિત દેશો માટેની પૉલિસીનું અન્ય દેશ કરતા વધુ પ્રીમિયમ હોય છે.
● મુસાફરી કરનાર સભ્યોની સંખ્યા
તમારી સાથે મુસાફરી કરનાર સભ્યોની સંખ્યા વધુ હશે તો પ્રીમિયમ પણ વધશે.
● ઉંમર
વધુ ઉંમરના લોકોની બીમારીથી પીડિત થવાની સંભાવના વધારે હશે. એથી જ, ઉંમર સાથે પ્રીમિયમમાં વધારો થાય છે
● ટ્રિપનો સમયગાળો
લાંબી મુસાફરીનું વધુ પ્રીમિયમ હોય છે અને ટુંકી મુસાફરીનું ઓછું પ્રીમિયમ હોય છે.
● પ્લાન વેરિઅન્ટ
સમાન પ્લાનના વિવિધ વેરિયન્ટ છે. દરેક વેરિયન્ટમાં અલગ-અલગ કવરેજ લાભો હોય છે. પ્લાનમાં જેટલું વધુ સમાવિષ્ટ હોય તે પ્લાન વેરિયન્ટ ઉચ્ચ હોય છે અને તેથી તેનું પ્રીમિયમ વધુ હોય છે
● વીમાકૃત રકમ
તમે જેટલી ઉચ્ચ સમ ઇન્શ્યોર્ડ પસંદ કરો છો તેટલું વધુ પ્રીમિયમ હશે અને તેનાથી વિપરીત ઓછી સમ ઇન્શ્યોર્ડનું પ્રીમિયમ ઓછું હશે
તમે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન માટે ચૂકવવાપાત્ર પ્રીમિયમ જાણવા માટે એચડીએફસી અર્ગોના ઑનલાઇન કૅલ્ક્યૂલેટરનો ઉપયોગ કરી શકો છો.
ના, તમે તમારી ટ્રિપ શરૂ કર્યા પછી ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદી શકતા નથી. ટ્રિપ શરૂ થાય તે પહેલાં પૉલિસી ખરીદવી જોઈએ.
તમારે તમારી મુસાફરીની જરૂરિયાતોના આધારે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન પસંદ કરવો જોઈએ. કેવી રીતે તે જુઓ –
● જો તમે એકલા મુસાફરી કરી રહ્યા છો, તો ઈન્ડિવિજ્યુઅલ પૉલિસી પસંદ કરો
● જો તમે તમારા પરિવાર સાથે મુસાફરી કરી રહ્યા છો, તો ફેમિલી ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન યોગ્ય રહેશે
● જો કોઈ વિદ્યાર્થી/વિદ્યાર્થીની ઉચ્ચ શિક્ષણ માટે મુસાફરી કરી રહ્યા/રહી હોય, તો સ્ટુડન્ટ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન પસંદ કરો
● તમે તમારા ગંતવ્ય સ્થાનના આધારે પણ પ્લાન પસંદ કરી શકો છો, જેમ કે શેન્જન ટ્રાવેલ પ્લાન, એશિયા ટ્રાવેલ પ્લાન વગેરે.
● જો તમે વારંવાર પ્રવાસ કરો, તો એન્યુઅલ મલ્ટી-ટ્રિપ પ્લાન પસંદ કરો
તમે જે પ્લાન ઈચ્છો છો તેને શૉર્ટલિસ્ટ કર્યા પછી, તે કેટેગરીમાં વિવિધ પૉલિસીની તુલના કરો. ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન ઑફર કરતી વિવિધ ઇન્શ્યોરન્સ કંપનીઓ છે. નીચેની બાબતના આધારે ઉપલબ્ધ પૉલિસીની તુલના કરો –
● કવરેજના લાભો
● પ્રીમિયમ દરો
● ક્લેઇમ સેટલમેન્ટમાં સરળતા
● તમે જે દેશમાં મુસાફરી કરી રહ્યા છો તે દેશમાં કંપનીની આંતરરાષ્ટ્રીય જોડાણો
● ડિસ્કાઉન્ટ, વગેરે.
એક એવી પૉલિસી પસંદ કરો જેનું પ્રીમિયમ સૌથી ઓછું હોય અને તેમાં સૌથી વધુ સમાવિષ્ટ કવરેજ લાભો પ્રદાન કરવામાં આવતા હોય છે. એક શ્રેષ્ઠ સમ ઇન્શ્યોર્ડ પસંદ કરો અને ટ્રિપને સુરક્ષિત કરવા માટે શ્રેષ્ઠ પ્લાન ખરીદો.
હા, અમે ફ્લાઇટ કૅન્સલેશનની સ્થિતિમાં ઇન્શ્યોરન્સ લેનાર વ્યક્તિને નૉન-રિફંડેબલ ફ્લાઇટ કૅન્સલેશન ખર્ચ માટે વળતર આપીશું.
આ લાભમાં હૉસ્પિટલાઇઝેશન, રૂમનું ભાડું, OPD સારવાર અને રોડ એમ્બ્યુલન્સના ખર્ચને કવર કરવામાં આવે છે. તે ઇમરજન્સી મેડિકલ ઇવેક્યુએશન, મેડિકલ રિપેટ્રિએશન અને મૃત અવશેષોને સ્વદેશમાં લાવવા પર થયેલા ખર્ચની પણ ભરપાઈ કરે છે.
સ્ત્રોત : https://www.hdfcergo.com/docs/default-source/downloads/prospectus/travel/hdfc-ergo-explorer-p.pdf
ના. એચડીએફસી અર્ગો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી તમારી ઇન્શ્યોર્ડ મુસાફરીના સમયગાળામાં પહેલેથી હોય તે બિમારી અથવા પરિસ્થિતીની સારવાર સંબંધિત કોઈપણ ખર્ચને કવર કરતી નથી.
ક્વૉરંટાઇનના પરિણામસ્વરૂપ થતાં આવાસ અથવા રી-બુકિંગ કરવાનાં ખર્ચને કવર કરી લેવામાં આવતાં નથી.
તબીબી લાભમાં હૉસ્પિટલાઇઝેશન, રૂમનું ભાડું, OPD સારવાર અને રોડ એમ્બ્યુલન્સના ખર્ચને આવરી લેવામાં આવે છે. તે ઇમરજન્સી મેડિકલ ઇવેક્યુએશન, મેડિકલ રિપેટ્રિએશન અને મૃત અવશેષોને સ્વદેશમાં લાવવા પર થયેલા ખર્ચની પણ ભરપાઈ કરે છે. ઇન્શ્યોરરની નેટવર્ક હૉસ્પિટલોમાં સારવાર મેળવવા માટે કૅશલેસ સુવિધા ઉપલબ્ધ છે.
ફ્લાઇટ ઇન્શ્યોરન્સ એ ટ્રાવેલ ઇન્શ્યોરન્સનો એક ભાગ છે જેમાં તમને ફ્લાઇટ સંબંધિત આકસ્મિકતાઓ માટે કવર મળે છે. આવી આકસ્મિકતાઓમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે –
● ફ્લાઇટમાં વિલંબ
● પ્લેન ક્રૅશને કારણે આકસ્મિક મૃત્યુ
● હાઇજેક
● ફ્લાઇટ કૅન્સલેશન
● મિસ્ડ ફ્લાઇટ કનેક્શન
જ્યારે તમે મુસાફરી કરતી વખતે બીમાર પડો ત્યારે અમારા ટોલ ફ્રી નંબર +800 0825 0825 (એરિયા કોડ ઉમેરો + ) અથવા શુલ્કપાત્ર નંબર +91 1204507250 / + 91 1206740895 પર સંપર્ક કરો અથવા travelclaims@hdfcergo.com પર ઇમેેઇલ લખો
એચડીએફસી અર્ગોએ તેની તમામ TPA સર્વિસ માટે એલાયન્સ ગ્લોબલ આસિસ્ટ સાથે ભાગીદારી કરી છે. https://customersupport.hdfcergo.com/DigitalClaimForms/travel-insurance-claim-form.aspx?_ga=2.101256641.138509516.1653287509-1095414633.1644309447 પર ઉપલબ્ધ ઑનલાઇન ક્લેઇમ ફોર્મ ભરો.ROMIF ફોર્મ ભરો જે https://www.hdfcergo.com/docs/default-source/documents/downloads/claim-form/romf_form.pdf?sfvrsn=9fbbdf9a_2 પર ઉપલબ્ધ છે.
ભરેલ અને હસ્તાક્ષરિત ક્લેઇમ ફોર્મ, ROMIF ફોર્મ અને ક્લેઇમ સંબંધિત તમામ ડૉક્યૂમેન્ટ TPA ને medical.services@allianz.com પર મોકલો. TPA તમારી ક્લેઇમની પ્રક્રિયા કરશે, નેટવર્ક કરેલ હૉસ્પિટલ શોધી અને તમને હૉસ્પિટલની યાદી શોધવામાં મદદ કરશે જેથી તમે તમારે જરૂરી હોય તે તબીબી સારવાર મેળવી શકો.
તમારી ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી રદ કરવી ખૂબ જ સરળ છે. તમે ઇમેઇલ અથવા ફેક્સ દ્વારા તમારી રદ્દીકરણની વિનંતી કરી શકો છો. ખાતરી કરો કે રદ્દીકરણની વિનંતી પૉલિસીની શરૂઆતની તારીખથી પહેલા 14 દિવસની અંદર પહોંચી જાય.
જો પૉલિસી પહેલેથી જ અમલમાં છે, તો તમારે તમારા પાસપોર્ટના તમામ 40 પેજની કૉપી પણ સબમિટ કરવાની જરૂર પડશે, પ્રવાસ હાથ ધરવામાં આવ્યો નથી તેના પુરાવા તરીકે.. નોંધ કરો કે ₹250 નો રદ્દીકરણ શુલ્ક લાગુ થશે અને ચૂકવેલ રકમ રિફંડ કરવામાં આવશે.
હાલમાં અમે પૉલિસી વધારી શકતા નથી
સામાન્ય રીતે, કુલ પૉલિસીનો સમયગાળો, જો કોઈ હોય તો વિસ્તરણ સહિત, 360 દિવસથી વધુ ન હોવો જોઈએ. જો કે, નીચે દર્શાવેલ વિશિષ્ટ પ્લાન માટે મર્યાદા અલગ હોઈ શકે છે.
ના. એચડીએફસી અર્ગો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી ફ્રી-લુક પીરિયડ સાથે આવતી નથી.
ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસીનાં કોઈપણ કવર પર ગ્રેસ પીરિયડ લાગુ પડતો નથી.
શેન્જન દેશો માટે યુરો 30,000 નો ન્યૂનતમ ઇન્શ્યોરન્સ જરૂરી છે. સમકક્ષ અથવા વધુ રકમ માટે ઇન્શ્યોરન્સ ખરીદવો જોઈએ.
શેન્જન દેશોની ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી મેળવવા માટે ઉપ-મર્યાદા લાગુ પડે છે. કૃપા કરીને ઉપ-મર્યાદા જાણવા માટે પૉલિસી ડોક્યુમેન્ટ્સનો સંદર્ભ લો.
ના, પ્રોડક્ટ વહેલા પરત આવવાં માટે કોઈ રિફંડ ઑફર કરતી નથી.
જો તમે તમારા એચડીએફસી અર્ગો ટ્રાવેલ ઇન્શ્યોરન્સને રદ કરો છો, તો ₹ 250 નું રદ્દીકરણ શુલ્ક વસૂલવામાં આવશે, પછી ભલે તમે તમારો પ્રવાસ શરૂ થાય તે પહેલાં કે પછી તેની વિનંતી કરી હોય.
ના. ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી માટે કોઈ ગ્રેસ પીરિયડ લાગુ નથી.
શેન્ઝેન દેશોમાં મુસાફરી કરવા માટે ઓછામાં ઓછા 30,000 યુરો કે તેની સમકક્ષ સમ ઇન્શ્યોર્ડ રકમનો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ લેવો જરૂરી છે. શેન્ઝેન પ્રદેશમાં લગભગ 26 દેશોનો સમાવેશ થાય છે જેની તમે મુલાકાત લઇ શકો છો અને આ દેશોની મુલાકાત લેવા માટે ટ્રાવેલ મેડિકલ ઇન્શ્યોરન્સ કવર હોવું ફરજિયાત છે. શેન્ઝેન વિઝા મેળવવા માટે તમારે ટ્રાવેલ મેડિકલ ઇન્શ્યોરન્સ ડૉક્યુમેન્ટ દર્શાવવો જરૂરી છે.
ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્રીમિયમની ગણતરી નીચેની વિગતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે –
● પ્લાનનો પ્રકાર
● ગંતવ્ય સ્થાન
● ટ્રિપનો સમયગાળો
● ઇન્શ્યોરન્સ લેવાનો છે તેવા સભ્યો
● તેમની ઉંમર
● પ્લાન વેરિયન્ટ અને સમ ઇન્શ્યોર્ડ
તમે જે પૉલિસી ઈચ્છો છો તેના પ્રીમિયમને જાણવા માટે એચડીએફસી અર્ગોના ઑનલાઇન પ્રીમિયમ કૅલ્ક્યૂલેટરનો ઉપયોગ કરી શકો છો. તમારી ટ્રિપની વિગતો દાખલ કરો અને પ્રીમિયમની ગણતરી કરવામાં આવશે.
એચડીએફસી અર્ગો દ્વારા આ પૉલિસી જારી કરવામાં આવે છે જે ટ્રાવેલ ઇન્શ્યોરન્સના પુરાવા તરીકે કાર્ય કરે છે. બૉન્ડ તમારા ઇમેઇલ ID પર મેઇલ કરવામાં આવશે. વધુમાં, તમારા રજિસ્ટર્ડ ઍડ્રેસ પર ફિઝિકલ કૉપી પણ મોકલવામાં આવે છે. તમે આ કૉપીને કવરેજના પુરાવા તરીકે સાથે રાખી શકો છો.
એચડીએફસી અર્ગો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી માટે ઑનલાઇન તેમજ ઑફલાઇન બંને રીતે ચુકવણી સ્વીકારે છે. ઉપલબ્ધ પદ્ધતિઓમાં નીચેનાનો સમાવેશ થાય છે –
● ચેક
● ડિમાન્ડ ડ્રાફ્ટ
● ક્રેડિટ કાર્ડ
● ડેબિટ કાર્ડ
● નેટ બેન્કિંગ સુવિધા
● NEFT/RTGS/IMPS
ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી દ્વારા આવરી લેવામાં આવતી કોઈપણ ઇન્શ્યોર્ડ ઘટના બને તો, શક્ય તેટલી વહેલી તકે અમને ઘટનાની લેખિત સૂચના આપવી શ્રેષ્ઠ છે.. કોઈપણ કિસ્સામાં, લેખિત સૂચના આવી ઘટનાનાં 30 દિવસની અંદર આપવી આવશ્યક છે.
જો ઇન્શ્યોર્ડ ઇવેન્ટ કવર કરવામાં આવેલા વ્યક્તિનું મૃત્યુ હોય તો, સૂચના તરત જ આપવી જોઈએ.
અમે સમજીએ છીએ કે કોઈપણ કટોકટી ફાઇનાન્શિયલ તણાવ દરમિયાન, જેટલી વહેલી તકે અમે તમને મદદ કરી શકીએ, તેટલી સારી રીતે તમે સંકટમાંથી પસાર થઈ શકશો. તેથી અમે રેકોર્ડ સમયમાં તમારા કલેઇમ્સને સેટલ કરીએ છીએ. જ્યારે સમયગાળાની ચોક્કસ લંબાઈ કેસ ટૂ કેસ અલગ હોય છે, ત્યારે અમે ખાતરી કરીએ છીએ કે તમારા કલેઇમ્સ મૂળ ડૉક્યુમેન્ટ્સની પ્રાપ્તિ પર ઝડપી સેટલ કરવામાં આવે છે.
ડૉક્યુમેન્ટેશનનો પ્રકાર ઇન્શ્યોર્ડ ઘટનાની પ્રકૃતિ પર ખૂબ જ આધારિત છે જે થઈ ગઈ છે. ટ્રાવેલ પૉલિસી દ્વારા કવર કરી લેવામાં આવેલા કોઈપણ નુકસાનના કિસ્સામાં, નીચેના પુરાવાને સબમિટ કરવો આવશ્યક છે.
1. પૉલિસી નંબર
2. તમામ ઈજાઓ અથવા બીમારીઓની પ્રકૃતિ અને મર્યાદાનું વર્ણન કરતો અને ચોક્કસ નિદાન પ્રદાન કરતો પ્રારંભિક મેડિકલ રિપોર્ટ
3. બધા ઇન્વોઇસ, બિલ, પ્રિસ્ક્રિપ્શન, હૉસ્પિટલના પ્રમાણપત્રો જે અમને તબીબી ખર્ચની રકમ (જો લાગુ હોય તો) ચોક્કસપણે નિર્ધારિત કરવાની પરવાનગી આપશે
4. જો અન્ય પક્ષ સામેલ હતો (જેમ કે કાર અથડામણના કિસ્સામાં), તો તૃતીય પક્ષના નામો, સંપર્કની વિગતો અને શક્ય હોય તો, તેના ઇન્શ્યોરન્સની વિગતો
5. મૃત્યુના કિસ્સામાં, એક અધિકૃત મૃત્યુ પ્રમાણપત્ર, સુધારેલ અનુસાર ભારતીય ઉત્તરાર્ધ અધિનિયમ 1925 ને અનુસરતા ઉત્તરાધિકાર પ્રમાણપત્ર અને કોઈપણ અન્ય કાનૂની દસ્તાવેજો જે કોઈપણ અને તમામ લાભાર્થીઓની ઓળખ સ્થાપિત કરે છે
6. ઉંમરનો પુરાવો, જ્યાં લાગુ પડતું હોય ત્યાં
7. આવી કોઈપણ અન્ય માહિતી જે અમને ક્લેઇમની પતાવટમાં જરૂર પડી શકે છે
ટ્રાવેલ પૉલિસી દ્વારા કવર કરવામાં આવેલ કોઈપણ અકસ્માતના કિસ્સામાં, નીચેના પુરાવાને સબમિટ કરવાં જરૂરી છે.
1. અકસ્માતની વિગતવાર પરિસ્થિતિઓ અને સાક્ષીઓના નામો, જો કોઈ હોય તો
2. અકસ્માત સંબંધિત કોઈપણ પોલીસ રિપોર્ટ્સ
3. ઇજા માટે કોઈ ડૉક્ટરની સલાહ લેવામાં આવી હોય તે તારીખ
4. તે ડૉક્ટરની સંપર્ક વિગતો
ટ્રાવેલ પૉલિસી દ્વારા કવર કરવામાં આવેલી કોઈપણ બીમારીના કિસ્સામાં, નીચેના પુરાવાને સબમિટ કરવો જરૂરી છે.
1. જે તારીખથી બીમારીના લક્ષણો શરૂ થયા હતા
2. તે તારીખ કે જ્યારે બીમારી માટે કોઈ ચિકિત્સકની સલાહ લેવામાં આવી હતી
3. તે ડૉક્ટરની સંપર્ક વિગતો
તમારા પ્રવાસ દરમિયાન તમારાં સામાનને ગુમાવવો અસુવિધાજનક હોઈ શકે છે, કારણ કે જરૂરિયાતની ઘણી બધી વસ્તુઓ ખરીદવાની અને ખિસ્સામાંથી ખર્ચ કરવાની જરૂર પડી શકે છે. ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે, તમે આવા નુકસાનની ફાઇનાન્શિયલ અસરને ઓછી કરી કરી શકો છો.
જો તમે ઇન્શ્યોરન્સ કવર સમયગાળા દરમિયાન તમારો સામાન ગુમાવો છો, તો તમે અમારા 24-કલાકના હેલ્પલાઇન સેન્ટર પર કૉલ કરીને ક્લેઇમ રજિસ્ટર કરી શકો છો અને પૉલિસીધારકનું નામ, પૉલિસી નંબર, ઇન્શ્યોરન્સ કંપની અને પાસપોર્ટ નંબરનો ઉલ્લેખ કરી શકો છો. આ 24 કલાકની અંદર કરવું જરૂરી છે.
અમારી સંપર્કની વિગતો અહીં છે.
લેન્ડલાઇન:+ 91 - 120 - 4507250 (શુલ્કપાત્ર)
ફૅક્સ: + 91 - 120 - 6691600
ઇમેઇલ: travelclaims@hdfcergo.com
ટોલ ફ્રી નં.+ 800 08250825
વધુ માહિતી માટે તમે આ બ્લૉગ ની મુલાકાત લઈ શકો છો.
જો તમારી મુસાફરી પૉલિસી દ્વારા કવર કરવામાં આવેલ કોઈપણ નુકસાન અથવા ઇન્શ્યોર્ડ ઇવેન્ટ થાય છે, તો તમે અમારા 24-કલાકના હેલ્પલાઇન સેન્ટર પર કૉલ કરીને અને પૉલિસીધારકનું નામ, પૉલિસી નંબર, ઇન્શ્યોરન્સ કંપની અને પાસપોર્ટ નંબરનો ઉલ્લેખ કરી ક્લેઇમ રજિસ્ટર કરી શકો છો. આ 24 કલાકની અંદર કરવાની જરૂર છે.
અમારી સંપર્કની વિગતો અહીં છે.
લેન્ડલાઇન:+ 91 - 120 - 4507250 (શુલ્કપાત્ર)
ફૅક્સ: + 91 - 120 - 6691600
ઈમેઇલ: travelclaims@hdfcergo.com
ટોલ ફ્રી નં.+ 800 08250825
ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ક્લેઇમ કરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ્સ આપાતકાલીન તબીબી ખર્ચ માટે હોય તેવા જ છે, જે ફક્ત કોવિડ-19 માટે પૉઝિટિવ પરીક્ષણ કરનારા દર્દીઓ માટે જ ખર્ચને કવર કરશે. તે હોમ ક્વૉરંટાઇન અથવા હોટલમાં ક્વૉરંટાઇનના ખર્ચને કવર કરશે નહીં.
માત્ર વાર્ષિક મલ્ટી-ટ્રિપ પૉલિસીને રિન્યુ કરી શકાય છે. સિંગલ ટ્રિપ પૉલિસીને રિન્યુ કરી શકાતી નથી.
માત્ર AMT પૉલિસી રિન્યુ કરી શકાય છે. સિંગલ ટ્રિપ પૉલિસીને રિન્યુ કરી શકાતી નથી. સિંગલ ટ્રિપ પૉલિસીનું વિસ્તરણ ઑનલાઇન કરી શકાય છે.
એચડીએફસી અર્ગોનો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ કોરોનાવાઇરસ હૉસ્પિટલાઇઝેશનને કવર કરે છે. તમારે કોવિડ-19 માટે અલગ ઇન્શ્યોરન્સ ખરીદવાની જરૂર નથી. તમારો ટ્રાવેલ મેડિકલ ઇન્શ્યોરન્સ તમને તેના માટે કવર કરશે. તમે અમારી વેબસાઇટની મુલાકાત લઈને અથવા અમારા હેલ્પલાઇન નંબર 022 6242 6242 પર કૉલ કરીને ઑનલાઇન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદી શકો છો.
ટ્રાવેલ ઇન્શ્યોરન્સમાં કોવિડ-19 માટે કવર કરવામાં આવતી કેટલીક સુવિધાઓ નીચે મુજબ છે -
● જો કોઈને કોવિડ-19 થાય છે તો હોસ્પિટલનો ખર્ચ ઓવરસીઝ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ હેઠળ કવર કરવામાં આવે છે.
● નેટવર્ક હૉસ્પિટલોમાં કૅશલેસ સારવાર.
● તબીબી ખર્ચની ભરપાઈ.
● હૉસ્પિટલાઇઝેશન દરમિયાન દૈનિક રોકડ ભથ્થું.
● કોવિડ-19 ને કારણે મૃત્યુના કિસ્સામાં મૃત શરીરને દેશમાં સ્થળાંતર કરવા સંબંધિત ખર્ચ
આદર્શ રીતે, જો તમે એચડીએફસી અર્ગોના ઇન્ટરનેશનલ ટ્રાવેલ પ્લાન જેવો કોઈ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદો છો તો તે શ્રેષ્ઠ હશે, જે તમારી મુસાફરી શરૂ થતા પહેલાં કોરોનાવાઇરસ હૉસ્પિટલાઇઝેશનને કવર કરે છે. ટ્રાવેલ ઇન્શ્યોરન્સ તમને તમારી મુસાફરીના પ્રથમ દિવસથી તમે ભારત પરત આવો ત્યાં સુધી તમને કવર કરે છે. જો કે, જ્યારે તમે વિદેશમાં હોવ ત્યારે તેને ખરીદવું અને તેના લાભો મેળવવાનું શક્ય ન હોઈ શકે. તેથી, સમય પહેલાં તમારો ટ્રાવેલ મેડિકલ ઇન્શ્યોરન્સ ખરીદવો જરૂરી છે તે વાત યાદ રાખો. છેલ્લી ઘડીની તકલીફોથી બચવા માટે તમે તમારા ગંતવ્ય સ્થાન માટે ટિકિટ બુક કરો ત્યારે તરત જ તમારો ઇન્શ્યોરન્સ ખરીદો.
ના, જો તમારી મુસાફરી પહેલાં PCR ટેસ્ટ પૉઝિટિવ હોવાનું માલૂમ થાય તો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ તેને કવર કરતું નથી. જો કે, જો તમે મુસાફરી કરતી વખતે કોરોનાવાઇરસથી સંક્રમિત થાઓ છો તો તમારી ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ જણાવ્યા મુજબ હૉસ્પિટલના ખર્ચ, મેડિકલ વળતર અને નેટવર્ક હૉસ્પિટલોમાં કૅશલેસ સારવાર પ્રદાન કરવામાં આવે છે.
ના, કોવિડ-19 ઇન્ફેક્શનને કારણે ફ્લાઇટ કૅન્સલેશન એચડીએફસી અર્ગોના ઇન્ટરનેશનલ ટ્રાવેલ પ્લાન હેઠળ કવર કરવામાં આવતું નથી.
ઑનલાઇન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદતી વખતે, તમે તમારી જરૂરિયાત અને તમે કેવી રીતે પ્રવાસ કરવા માંગો છો તેના આધારે ઈન્ડિવિજ્યુઅલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ, ફેમિલી ટ્રાવેલ ઇન્શ્યોરન્સ અથવા સ્ટુડન્ટ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પસંદ કરી શકો છો. તમે જે સમ ઇન્શ્યોર્ડનો ઇન્શ્યોરન્સ લેવા માંગો છો તેના આધારે, તમે અમારા ગોલ્ડ, સિલ્વર, પ્લેટિનમ અને ટાઇટેનિયમ પ્લાનમાંથી પણ પસંદ કરી શકો છો. જો કે, તમારે કોવિડ-19 કવરેજ માટે અતિરિક્ત ચુકવણી કરવાની જરૂર નથી. તમે પસંદ કરેલા કોઈપણ ટ્રાવેલ પ્લાનમાં તેના માટે તમને કવર કરવામાં આવશે.
એચડીએફસી અર્ગોની ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી તમારા નિવાસ દરમિયાન પહેલેથી હોય તેવી શારીરિક સ્થિતિને કવર કરતી નથી, ભલે પછી તમને ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ હેઠળ કવર કરવામાં આવેલ હોય. જો કે, તમને તમારા ઇન્શ્યોર્ડ સમયગાળા દરમિયાન કોવિડ-19 હૉસ્પિટલાઇઝેશન માટે કવર કરવામાં આવશે.
ના, એચડીએફસી અર્ગોનો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન ક્વૉરંટાઇનના ખર્ચને કવર કરતો નથી.
અમે તમને કોવિડ-19 હૉસ્પિટલાઇઝેશન અને તેના ખર્ચા માટેના તમારા ક્લેઇમને સેટલ કરવામાં શક્ય તેટલી મદદ કરીશું. વળતર માટે તમારા હૉસ્પિટલાઇઝેશન અને તબીબી ખર્ચ સંબંધિત તમામ માન્ય ડૉક્યૂમેન્ટ પ્રાપ્ત થયા પછી ત્રણ કાર્યકારી દિવસની અંદર ક્લેઇમ સેટલ કરવામાં આવે છે. કૅશલેસ માટે ક્લેઇમ સેટલ કરવાનો સમયગાળો હૉસ્પિટલ દ્વારા સબમિટ કરેલા ઇનવૉઇસ મુજબ છે (લગભગ 8 થી 12 અઠવાડિયા). ક્લેઇમ કોવિડ-19 માટે પૉઝિટિવ ટેસ્ટ કરનારા દર્દીઓ માટેના ખર્ચને કવર કરશે. જો કે, તે હોમ ક્વૉરંટાઇન અથવા હોટેલમાં ક્વૉરંટાઇનના ખર્ચને કવર કરતું નથી.
ના, એચડીએફસી અર્ગોનો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ કોવિડ-19 અથવા કોવિડ-19 ટેસ્ટિંગને કારણે મિસ્ડ ફ્લાઇટ અથવા ફ્લાઇટ કૅન્સલેશનને કવર કરતો નથી.
થર્ડ-પાર્ટી ઍડ્મિનિસ્ટ્રેટર એચડીએફસી અર્ગો સાથેના કરાર હેઠળ તમારી પૉલિસીમાં ઉલ્લેખિત ક્લેઇમ પ્રોસેસિંગ અને અન્ય લાભો જેવી ઑપરેશનલ સર્વિસ પ્રદાન કરે છે અને વિદેશી ધરતી પર હોય ત્યારે ઇમરજન્સીના સમયે તમને મદદ કરી શકે છે.