દરેક પૉલિસીધારક પાસે અણધારી ઘટનાઓમાં વાહનને થતા નુકસાનના ખર્ચ સામે સુરક્ષિત રહેવા માટે મોટર ઇન્શ્યોરન્સ પૉલિસી હોવી જોઈએ. મોટર વાહન ઇન્શ્યોરન્સ દ્વારા તમે તમારા વાહનને ચલાવતી વખતે મનની શાંતિ મેળવી શકશો. તમારા વાહન માટે તમારા હૃદયમાં વિશેષ સ્થાન છે. તમે તમારા વાહનોને અનિચ્છનીય નુકસાન અથવા હાનિથી સુરક્ષિત કરવા કોઈ જાતનું આવરણ લપેટી શકતા નથી, ત્યારે તમે મોટર ઇન્શ્યોરન્સ સાથે તેમની સુરક્ષા સુનિશ્ચિત કરી શકો છો. બીજે ક્યાંય જવાની જરૂર નથી, એચડીએફસી અર્ગો એ તમારી કાર હોય કે ટૂ-વ્હીલર, દરેક વાહન માટે મોટર વાહન ઇન્શ્યોરન્સ માટેનું તમારું વન સ્ટોપ સોલ્યુશન છે.
અકસ્માતો અને માર્ગ દુર્ઘટનાઓ ટાળી શકાતા નથી, ત્યારે તમારી પ્રિય કાર/બાઇક માટે મોટર ઇન્શ્યોરન્સ હોવાથી તમે તમારા વાહન માટે મસમોટા રિપેર બિલ ચૂકવવાથી બચી શકો છો. તમારી પાસે યોગ્ય મોટર વાહન ઇન્શ્યોરન્સ પૉલિસી હોય, તો તમારા વાહનને ભૂકંપ, પૂર, ભૂસ્ખલન વગેરે જેવી પ્રાકૃતિક આફત અથવા કોઈ માનવસર્જિત આફતને કારણે થઈ શકતા નુકસાનની ભરપાઈ થઈ શકે છે. જ્યારે તમે વાહન ખરીદો છો, ત્યારે ઇન્શ્યોરન્સ ખરીદવું માત્ર કાનૂની રીતે જ ફરજિયાત નથી પરંતુ ખૂબ જ જરૂરી છે. આ કવરેજ તમને તમારી કાર/બાઇકને થયેલ રિપેરના ખર્ચને કવર કરવામાં મદદ કરી શકે છે. તમે એચડીએફસી અર્ગોનો મોટર ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદી શકો છો અને તમારી જરૂરિયાત મુજબ પ્લાન પસંદ કરી શકો છો.
તમારી કાર/બાઇકની સુરક્ષા માટે મોટર ઇન્શ્યોરન્સ પૉલિસી જરૂરી છે. તમારા માટે પસંદ કરવા માટે ઉપલબ્ધ પ્લાનના પ્રકારો અહીં આપેલ છે
કાર ઇન્શ્યોરન્સ અથવા ફોર-વ્હીલર ઇન્શ્યોરન્સ તે છે જેમાં ઇન્શ્યોરન્સ પ્રદાતા પ્રીમિયમના બદલામાં અકસ્માત, કુદરતી આપત્તિઓ, ચોરી વગેરેને કારણે થયેલા નુકસાન અથવા ખર્ચ સામે માલિકની કાર માટે કવરેજ પ્રદાન કરવા માટે સંમત થાય છે. બંને પક્ષો દ્વારા ઔપચારિક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવે છે, જે કાનૂની ઇન્શ્યોરન્સ કવર બને છે. નીચે કેટલાક પ્રકારના કાર ઇન્શ્યોરન્સ આપેલ છે:
ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ અનપેક્ષિત અકસ્માત, કુદરતી આપત્તિઓ વગેરેથી થતા નુકસાન સામે બાઇકના માલિકને કવરેજ પ્રદાન કરે છે. નીચે કેટલાક પ્રકારના ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ આપેલ છે:
સુવિધા | વર્ણન |
થર્ડ-પાર્ટીનું નુકસાન | મોટર વાહન ઇન્શ્યોરન્સ એ ઇન્શ્યોરન્સ ધરાવતી કારને કારણે થયેલ અકસ્માતમાં સંડોવાયેલ થર્ડ પાર્ટીનું વ્યક્તિગત/પ્રોપર્ટીનું નુકસાન અને તે થર્ડ પાર્ટીને થયેલ શારીરિક ઈજાને કવર કરે છે. |
ઓન ડેમેજ કવર | મોટર ઇન્શ્યોરન્સ પૉલિસીનું સ્ટેન્ડઅલોન ઓન ડેમેજ કવર આગ, અથડામણ, માનવસર્જિત આફતો અને કુદરતી આફતોને કારણે તમારી કારને થયેલા નુકસાન માટે કવરેજ પ્રદાન કરશે. |
નો ક્લેઇમ બોનસ | જો તમે પૉલિસીના સમયગાળા દરમિયાન કોઈ ક્લેઇમ કર્યો ના હોય, તો મોટર ઇન્શ્યોરન્સ પૉલિસીના તમારા આગામી પ્રીમિયમમાં 50% સુધીનો ઘટાડો થશે. |
પોકેટ-ફ્રેન્ડલી પ્રીમિયમ | એચડીએફસી અર્ગો મોટર ઇન્શ્યોરન્સ વાજબી છે. મોટર બાઇક ઇન્શ્યોરન્સ ₹538 થી શરૂ થાય છે, જ્યારે કાર ઇન્શ્યોરન્સ ₹2094 થી ઉપલબ્ધ છે. |
કૅશલેસ ગેરેજ | એચડીએફસી અર્ગો 8700+ થી વધુ કૅશલેસ ગેરેજમાં કાર માટે મફત મેન્ટેનન્સ અને રિપ્લેસમેન્ટ સર્વિસ પ્રદાન કરે છે. જ્યારે ટૂ-વ્હીલર માટે 2000 થી વધુ ગેરેજ છે. |
ક્લેઇમ સેટલમેન્ટ રેશિયો | એચડીએફસી અર્ગો પોતાની મોટર ઇન્શ્યોરન્સ પૉલિસીઓ માટે 100% ક્લેઇમ સેટલમેન્ટ રેશિયોનો રેકોર્ડ ધરાવે છે. |
મોટર વાહન ઇન્શ્યોરન્સ પૉલિસી હોવાના લાભો નીચે મુજબ છે:
લાભો | વર્ણન |
સંપૂર્ણ કવરેજ | મોટર વાહન ઇન્શ્યોરન્સ વ્યવહારિક રીતે તમારા વાહનને નુકસાન પહોંચાડી શકતી દરેક પરિસ્થિતિઓને કવર કરે છે. જો કે, સ્ટેન્ડઅલોન ઓન ડેમેજ કવર અને કોમ્પ્રિહેન્સિવ કવર વાહનના પોતાના નુકસાન માટે કવરેજ પ્રદાન કરે છે. |
કાનૂની શુલ્ક | જો કોઈ તમારી કારને સંડોવતા અકસ્માત માટે કાયદાકીય ખટલો દાખલ કરે, તો મોટર ઇન્શ્યોરન્સ પૉલિસી તમારા વકીલને ચૂકવેલ કાનૂની ફીને કવર કરે છે. |
કાયદાનું અનુપાલન | મોટર ઇન્શ્યોરન્સ પૉલિસી દંડથી બચવામાં મદદ કરી શકે છે, કારણ કે થર્ડ-પાર્ટી વાહનનું કવરેજ કાનૂની રીતે ફરજિયાત છે. જો તમે સમાપ્ત થયેલી મોટર ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે ડ્રાઇવ કરો, તો તમને ₹ 4000 સુધીનો દંડ થઈ શકે છે. |
ફ્લેક્સિબલ | તમે નો ક્લેઇમ બોનસ પ્રોટેક્શન કવર, ઝીરો ડેપ્રિશિયેશન, રોડસાઇડ આસિસ્ટન્સ વગેરે જેવા યોગ્ય ઍડ-ઑન કવર પસંદ કરીને કવરેજનો વ્યાપ વધારી શકો છો. |
આ પૉલિસી હેઠળ અકસ્માતમાંથી ઉદ્ભવતા નુકસાનને કવર કરવામાં આવે છે. ચિંતા ન કરો અને તમારી ડ્રાઇવનો આનંદ માણો!
અનપેક્ષિત આગ અથવા વિસ્ફોટ તમારી રાઇડને ભસ્મીભૂત કરી શકે છે, પરંતુ અમે તમારા ફાઇનાન્સને સુરક્ષિત કરવાનું વચન આપીએ છીએ!
કાર અથવા બાઇક ચોરીના થવા ડરને તમારી ઊંઘમાં ખલેલ પાડવા દેશો નહીં. જો કદાચ તમારી બાઇક ચોરાઈ જાય તો અમે તેનાથી થયેલ નુકસાન કવર કરીએ છીએ.
કુદરતી આપત્તિઓ જેવી પરિસ્થિતિઓ આપણા હાથની બહાર હોય છે પરંતુ સીમાથી બહાર હોતી નથી. પૂર અથવા ભૂકંપ જેવી કુદરતી આપત્તિઓના કિસ્સામાં અમે તમારી કાર અથવા બાઇકના નુકસાનને કવર કરીએ છીએ
અમે અકસ્માતને કારણે થતી ઈજાઓના કિસ્સામાં તમારા સારવારના ખર્ચને કવર કરવા માટે ફરજિયાત વ્યક્તિગત અકસ્માત કવર ઑફર કરીએ છીએ. તમારી સુરક્ષાને હંમેશા પ્રાથમિકતા આપવી એ અમારો વચન છે!
અમારી થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ ફીચર દ્વારા થર્ડ પાર્ટી પ્રોપર્ટી અથવા ઇજાઓને થયેલા કોઈપણ નુકસાનને કવર કરવામાં આવે છે
જેમ ભારતીય માર્ગો પર વાહનોની સંખ્યા દિવસેને દિવસે વધતી જાય છે, તેમ સાવધ ડ્રાઈવર હોવા છતાં, તમને હંમેશા અથડામણ થવાનું જોખમ રહે છે. અને અથડામણ માત્ર રસ્તા પર ડ્રાઇવરની બેદરકારી, બેદરકારી પૂર્વક ચાલતા રાહદારીઓ, હાઈવે પર રખડતા પ્રાણીઓ અથવા રસ્તા પર દોડતા બાળકોને બચાવવાના પ્રયાસથી થતી નથી. અકસ્માત ગમે ત્યાં, ગમે ત્યારે થઈ શકે છે. મોટર ઇન્શ્યોરન્સનો અર્થ સમજવાથી તમને મોટર ઇન્શ્યોરન્સ હોવો કેમ જરૂરી છે તે સમજવામાં મદદ મળશે.
તમારો મોટર ઇન્શ્યોરન્સ કેવી રીતે મદદ કરી શકે છે તેના પર એક નજર કરો:
મોટર વાહન અધિનિયમ 1961 દરેક મોટરાઇઝ્ડ વાહન માટે ભારતીય રસ્તાઓ પર તમારા વાહનને ચલાવવા માટે ન્યૂનતમ થર્ડ પાર્ટી લાયબિલિટી ઇન્શ્યોરન્સ કવરેજ હોવું ફરજિયાત બનાવે છે. આમ, મોટર ઇન્શ્યોરન્સ પૉલિસીને ફરજિયાત આવશ્યકતા માનવામાં આવે છે.
તમારી મોટર ઇન્શ્યોરન્સ પૉલિસી અકસ્માતના કિસ્સામાં તેમજ અન્યના કિસ્સામાં તમારા વાહનને રિપેરના ખર્ચને કવર કરવામાં મદદ કરશે.
માનવનિર્મિત આપત્તિઓને કારણે તમારા વાહનને થયેલ નુકસાનને મોટર ઇન્શ્યોરન્સ પૉલિસી દ્વારા કવર કરી લેવામાં આવશે.
તમારી ભૂલ/બેદરકારીને કારણે થયેલા અકસ્માતને કારણે થતી કાનૂની જવાબદારીઓને મોટર ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ કવર કરી લેવામાં આવશે
તમે તમારી મોટર ઇન્શ્યોરન્સ પૉલિસી માટે થર્ડ પાર્ટી અથવા કોમ્પ્રિહેન્સિવ અથવા સ્ટેન્ડઅલોન ઓન ડેમેજ કવર પસંદ કરી શકો છો. ચાલો, આ ત્રણ પ્લાનની તુલના કરીએ
મોટર ઇન્શ્યોરન્સ હેઠળના કવર | કોમ્પ્રિહેન્સિવ કવર | થર્ડ પાર્ટી કવર | સ્ટેન્ડઅલોન ઓન ડેમેજ કવર |
કુદરતી આપત્તિઓને કારણે નુકસાન - ભૂકંપ, વાવાઝોડું, પૂર વગેરે. | સામેલ | બાકાત છે | સામેલ |
આગ, ચોરી, તોડફોડ વગેરે જેવી ઘટનાઓને કારણે નુકસાન. | સામેલ | બાકાત છે | સામેલ |
ઍડ-ઑનની પસંદગી - ઝીરો ડેપ્રિશિયેશન, NCB પ્રોટેક્ટ વગેરે. | સામેલ | બાકાત છે | સામેલ |
કારની કિંમતનું કસ્ટમાઇઝેશન | સામેલ | બાકાત છે | સામેલ |
₹15 લાખનું વ્યક્તિગત અકસ્માત કવર~* | સામેલ | સામેલ | સામેલ |
થર્ડ પાર્ટી વાહન/પ્રોપર્ટીને નુકસાન | સામેલ | સામેલ | બાકાત છે |
થર્ડ પાર્ટી વ્યક્તિને ઈજા | સામેલ | સામેલ | બાકાત છે |
તમારા વાહનની એકંદર સુરક્ષા માટે તમારી મોટર ઇન્શ્યોરન્સ પૉલિસી માટે લોન્ગ ટર્મ કોમ્પ્રિહેન્સિવ પ્લાન ખરીદવો એ સમજદારીભર્યું છે. જો કે, જો તમારી પાસે પહેલેથી જ થર્ડ પાર્ટી કવર હોય, તો તમે સ્ટેન્ડઅલોન ઓન ડેમેજ કવર ખરીદી શકો છો અને કોઈપણ ઇન્શ્યોરેબલ જોખમને કારણે તમારા પોતાના વાહનને થતા નુકસાન પેટે ખર્ચ મેળવી શકો છો.
જો તમારી કાર અથવા બાઇકને નુકસાન થાય છે, તો આ ઍડ-ઑન ખાતરી કરશે કે તમે ડેપ્રિશિયેશન માટે કોઈપણ કપાત વિના સંપૂર્ણ ક્લેઇમની રકમ મેળવો છો.
આ ઍડ-ઑન તમે આજ સુધી કમાવેલ નો ક્લેઇમ બોનસને સુરક્ષિત કરે છે અને તેને આગામી સ્લેબ પર લઈ જાય છે, જેથી તમને પ્રીમિયમ પર મોટી છૂટ મળે છે.
જો તમારી કાર અથવા બાઇક અચાનક ખરાબ થઈ જાય, તો આ ઍડ-ઑનમાં તમને ચોવીસે કલાક મદદ મળશે.
આ ઍડ-ઑન કવર સાથે તમને તમારા વ્યક્તિગત સામાન જેમ કે કપડાં, લૅપટૉપ, મોબાઇલ અને વાહનના ડૉક્યુમેન્ટ જેમ કે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ વગેરેના નુકસાન માટે કવરેજ મળશે.
શું તમારી કાર સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે અથવા ચોરી થઈ ગઈ છે? ચિંતા કરશો નહીં કારણ કે આ ઍડ-ઑન તમને તમારા બિલનું મૂલ્ય પાછું મેળવવામાં મદદ કરશે.
ક્ષતિગ્રસ્ત એન્જિનને ઠીક કરવું ખૂબ ખર્ચાળ હોઈ શકે છે. પરંતુ આ ઍડ-ઑન સાથે ખર્ચાળ નથી.
જો તમારી કારને ઇન્શ્યોરરના નેટવર્ક ગેરેજમાંથી કોઈ એક ગેરેજમાં રિપેર કરાવવી પડે છે, તો તમને વૈકલ્પિક મુસાફરી પર થતા તમારા ખર્ચ બદલ વળતર આપવામાં આવશે.
મોટર વાહન ઇન્શ્યોરન્સનું આ ઍડ-ઑન કવર લુબ્રિકન્ટ, એન્જિન ઑઇલ, બ્રેક ઑઇલ વગેરે જેવી કન્ઝ્યુમેબલ વસ્તુઓ માટે કવરેજ પ્રદાન કરે છે.
કાર ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદતી વખતે અથવા રિન્યૂ કરતી વખતે, તેના પ્રીમિયમની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે તે જાણવું જરૂરી છે.
તમારા કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમની ગણતરી માટે પગલાં મુજબની માર્ગદર્શિકા અહીં આપેલ છે
તમે મોટર ઇન્શ્યોરન્સ પ્રીમિયમની ગણતરી કરવા માટે અમારા કાર ઇન્શ્યોરન્સ કૅલ્ક્યૂલેટર અથવા બાઇક ઇન્શ્યોરન્સ કૅલ્ક્યૂલેટરનો ઉપયોગ કરી શકો છો. આ ઉપરાંત તમે અમારા કાર ઇન્શ્યોરન્સ અથવા બાઇક ઇન્શ્યોરન્સ પેજની મુલાકાત લઈને તમારા મોટર ઇન્શ્યોરન્સ ક્વોટને ઑનલાઇન પણ જોઈ શકો છો.
મોટર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કૅલ્ક્યૂલેટર એક ઝડપી ઑનલાઇન ટૂલ છે, જે તમને તમારી મોટર ઇન્શ્યોરન્સ પૉલિસી માટે તમારે ચૂકવવાની પ્રીમિયમની રકમની ગણતરી કરવામાં મદદ કરે છે. તમારે માત્ર થોડી વિગતો જેમ કે તમારું નામ, મોબાઇલ નંબર, વાહન અને શહેરની વિગતો અને પસંદગીનો પૉલિસીનો પ્રકાર જણાવવાના રહેશે. મોટર ઇન્શ્યોરન્સ પૉલિસી માટે પ્રીમિયમ કૅલ્ક્યૂલેટર તમને પ્રીમિયમની ચોક્કસ રકમ જણાવશે.
મોટર વાહન ઇન્શ્યોરન્સ પ્રીમિયમને ઘટાડવાની કેટલીક રીતો અહીં આપેલ છે:
મોટર વાહન ઇન્શ્યોરન્સની ઑનલાઇન તુલના તમામ ખરીદદારોએ ભૂલ્યા વગર કરવી જ જોઈએ. પૉલિસીઓની તુલના કરવાથી તમે વિવિધ પ્લાનનું મૂલ્યાંકન કરી શકો છો, અન્યથા જેમાંથી મોટાભાગના પ્લાન તમે તમારા અંતિમ નિર્ણય પર પહોંચતા પહેલાં ચૂકી ગયા હોત. તમે મોટર ઇન્શ્યોરન્સ ક્વોટ ઑનલાઇન તપાસી શકો છો. ઇન્શ્યોરન્સ પ્રીમિયમ સામાન્ય રીતે મોટર ઇન્શ્યોરન્સ પૉલિસીઓ વચ્ચેના તફાવત અને તેમના દ્વારા પ્રદાન થતા કવરેજના વ્યાપના આધારે અલગ હોય છે.
તમારા વાહનમાં એન્ટી-થેફ્ટ ડિવાઇસ ઇન્સ્ટૉલ કરીને, તમે ચોરી અથવા લૂંટફાટની સંભાવનાઓ ઘટાડી શકો છો. આના કારણે મોટર ઇન્શ્યોરન્સના ક્લેઇમ (ચોરી અથવા લૂંટ સંબંધિત) થવાની સંભાવનાઓ પણ ઘટશે. તેથી, ઇન્શ્યોરન્સ કંપનીઓ જેમની કારમાં એન્ટી-થેફ્ટ ડિવાઇસ ઇન્સ્ટૉલ કરેલ હોય એવા વાહનના માલિકોને કેટલીક છૂટ પ્રદાન કરે છે.
ઇન્શ્યોરન્સ કંપનીઓ પૉલિસીધારકોને ઇન્શ્યોરન્સ ટર્મ દરમિયાન કોઈ ક્લેઇમ ના કર્યા હોય, તો NCB (નો ક્લેઇમ બોનસ) ના રૂપમાં મહત્તમ લાભ પ્રદાન કરે છે. આ લાભ સામાન્ય રીતે પ્રીમિયમના ઘટાડાના સ્વરૂપે પ્રદાન કરવામાં આવે છે, અને ઇન્શ્યોરન્સ ધારક વ્યક્તિ તે પૉલિસી વર્ષના અંતે પૉલિસીના રિન્યૂઅલ સમયે તેનો લાભ લઈ શકે છે.
સુનિશ્ચિત કરો કે તમે સમયસર મોટર ઇન્શ્યોરન્સ પૉલિસીને રિન્યૂ કરો. રિન્યૂ કરવાનું ભૂલી જવાથી અને તેને લૅપ્સ થવા દેવાથી, તમારે નવો પ્લાન ખરીદવો પડશે પરંતુ સાથે દંડ પણ ચૂકવવો પડી શકે છે. ઉપરાંત, પૉલિસીની મુદત દરમિયાન કોઈ ક્લેઇમ કરેલ ન હોવા છતાં, તમે નો ક્લેઇમ બોનસ માટે અપાત્ર બનો છો. જો કે, જો તમે મોટર ઇન્શ્યોરન્સ પૉલિસીની સમાપ્તિના 90 દિવસની અંદર તેને રિન્યૂ કરો નહીં, તો NCB ના લાભ લૅપ્સ થઈ જાય છે. તમે કોઈપણ અવરોધ વગર એચડીએફસી અર્ગો વેબસાઇટ પરથી મોટર ઇન્શ્યોરન્સને સરળતાથી ઑનલાઇન રિન્યૂ કરી શકો છો.
પૉલિસીધારકો માત્ર જરૂરી કવરેજની પસંદગી કરીને પણ તેમના મોટર ઇન્શ્યોરન્સ પ્રીમિયમને ઘટાડી શકે છે. બિનજરૂરી ઍડ-ઑન ખરીદવાથી તમારા પ્રીમિયમમાં વધારો થશે.
નવી મોટર ઇન્શ્યોરન્સ પૉલિસી ઑનલાઇન ખરીદવા માટે
1. અમારી વેબસાઇટની મુલાકાત લઈને તમારા વાહનના રજિસ્ટ્રેશન નંબર, મોબાઇલ નંબર અને ઇમેઇલ ઍડ્રેસ સહિતની વિગતો ભરો.
2. પૉલિસીની વિગતો દાખલ કરો અને તમે કવર માટે પસંદ કરવા માંગો છો તે ઍડ-ઑન પસંદ કરો.
3. પ્રીમિયમની ઑનલાઇન ચૂકવણી કરીને પ્રોસેસ પૂર્ણ કરો.
પૉલિસી સાથે કન્ફર્મેશન મેઇલ તમને મેઇલ કરવામાં આવશે.
હાલની મોટર ઇન્શ્યોરન્સ પૉલિસીને ઑનલાઇન રિન્યૂ કરવા માટે
1. અમારી વેબસાઇટની મુલાકાત લો અને 'પૉલિસીને રિન્યૂ કરો' વિકલ્પ પસંદ કરો.
2. વિગતો ભરો, ઍડ-ઓન ઉમેરો/દૂર કરો અને પ્રીમિયમ ઑનલાઇન ભરીને પ્રોસેસ પૂર્ણ કરો.
3. રિન્યુ કરેલી પૉલિસી તમારા રજિસ્ટર્ડ ઇમેઇલ ID પર મેઇલ કરવામાં આવશે.
એચડીએફસી અર્ગો સાથે મોટર ઇન્શ્યોરન્સને ઑનલાઇન રિન્યૂ કરવાના કેટલાક લાભ અહીં આપેલ છે
લાભો | વર્ણન |
થર્ડ પાર્ટી કવરેજ | ઇન્શ્યોરન્સ ધારક વ્યક્તિનું વાહન સંડોવાયેલ હોય તેવા અકસ્માતમાં, જો તમે મોટર ઇન્શ્યોરન્સ પૉલિસી સમયસર રિન્યૂ કરેલ હોય, તો થર્ડ-પાર્ટી પ્રોપર્ટી/વ્યક્તિને થયેલ નુકસાન સંબંધિત ખર્ચ ઇન્શ્યોરન્સ કંપની દ્વારા વહન કરવામાં આવશે. |
કોમ્પ્રિહેન્સિવ કવરેજ | સમાપ્ત થયેલ મોટર ઇન્શ્યોરન્સને ઑનલાઇન રિન્યૂ કરીને, તમે કુદરતી આફતો અને માનવ-નિર્મિત આપત્તિઓ સામે કવરેજ મેળવવાનું ચાલુ રાખો છો. તમને આગ અને અન્ય ઇન્શ્યોરન્સ પાત્ર જોખમને કારણે થતા વાહનના નુકસાન માટે પણ કવરેજ મળે છે. |
નો ક્લેઇમ બોનસ (NCB) | તમે પૉલિસીના સમયગાળા દરમિયાન કોઈપણ ક્લેઇમ કર્યા વિના મોટર ઇન્શ્યોરન્સ રિન્યૂ કરો, તો તમે NCB લાભ માટે પાત્ર બનશો. આ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પરનું ડિસ્કાઉન્ટ છે, જેનો તમે મોટર ઇન્શ્યોરન્સ પૉલિસી રિન્યૂઅલ દરમિયાન ઉપયોગ કરી શકો છો. |
કાર ઇન્શ્યોરન્સ ઑનલાઇન | એચડીએફસી અર્ગો વેબસાઇટ દ્વારા મોટર ઇન્શ્યોરન્સ ઑનલાઇન રિન્યૂઅલ કરી શકાય છે. તમારે માત્ર તમારા વાહન, પાછલી પૉલિસી વિશે થોડી વિગતો ભરવાની રહેશે અને તમે થોડી મિનિટોમાં ઑનલાઇન પૉલિસી ખરીદી શકો છો. |
સુરક્ષા | તમે સમયસર મોટર ઇન્શ્યોરન્સ પૉલિસીને રિન્યૂ કરીને મનની શાંતિ સાથે ડ્રાઇવ કરી શકો છો અને તમારે કોઈ અકસ્માતના નાણાંકીય દુષ્પ્રભાવો વિશે ચિંતા કરવાની જરૂર નથી. |
ટ્રાફિક દંડ | તમારી પૉલિસીને રિન્યૂ કરીને તમે RTO ને ટ્રાફિક સંબંધિત દંડ ચૂકવવાનું ટાળી શકો છો. સમાપ્ત થયેલી મોટર ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે ડ્રાઇવિંગ કરવું એ મોટર વાહન અધિનિયમ 1988 મુજબ ગેરકાયદેસર છે. |
તેનાથી વધુ કંઈ સરળ હોઈ શકતું નથી! અમારી 4 પગલાંની પ્રોસેસ તમારા ક્લેઇમ સંબંધિત પ્રશ્નોને સરળ બનાવશે:
વાહનની માલિકી તેની જવાબદારી અને ચિંતાઓ સાથે જ આવે છે, જો તમારે તમારી કાર અથવા બાઇકના નુકસાન પર ક્લેઇમ કરવાની જરૂર હોય તો આમાંથી કોઈ એક ઝંઝટનો તમારે સામનો કરવો પડે છે. એચડીએફસી અર્ગો સાથે તમારી ક્લેઇમ સંબંધિત ચિંતાઓ ભૂલી જાઓ, અમે અમારી સફળતાની માત્ર વાતો જ નથી કરતા, બધું વાંચો અને પછી અમારી સાથે સંમત થાવ:
ભલે તમે તમારા રહેઠાણ સુધી કોઈ SUV ચલાવો છો, ત્યાં તમે તમારી સ્ક્રીન પર મોટર ઇન્શ્યોરન્સનું ક્વોટેશન મેળવો તે પહેલાં ઘણા પરિબળો પોતાની ભૂમિકા ભજવે છે. જુઓ અહીં અમે તમારા મોટર ઇન્શ્યોરન્સ પ્રીમિયમને અસર કરતા ટોચના પરિબળોને સૂચિબદ્ધ કર્યા છે:
શું તમારી કાર તમારા માતાપિતા તરફથી એક દશક પહેલાં ગ્રેજ્યુએશન પૂર્ણ કરવા પર ગિફ્ટ તરીકે મળી છે? અથવા તો તમે હજુ પણ 90ના છેલ્લાં વર્ષોમાં તમારી પ્રથમ પગારથી ખરીદેલી બાઇક પર રાઇડ કરો છો? પ્રીમિયમની રકમ નક્કી કરવામાં આ પ્રશ્નો મહત્વપૂર્ણ છે કારણ કે મુખ્ય વાત એ છે કે તમારું વાહન જેટલું વધુ જુનું હશે એટલી વધુ રકમ તમારે ઇન્શ્યોરન્સ પ્રીમિયમ તરીકે ચુકવવી પડશે.
ભલે તમે જુનું સ્કૂટર ચલાવો અથવા તો દમદાર સેડાન ચલાવો છો, તમારી કિંમતી સંપત્તિ માટે પ્રીમિયમની રકમ તમારા વાહનના મેક અને મોડેલ મુજબ અલગ થશે.
શું તમે એડવાન્સ્ડ સિક્યોરિટી સુવિધા સહિતની ગેટવાળી કમ્યુનિટીમાં રહો છો અથવા તો એવા વિસ્તારમાં રહો છો જ્યાં ગુનાનો દર વધુ છે? તો, તમારો જવાબ એ નક્કી કરશે કે તમારે તમારી કાર અથવા ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ માટે કેટલી ચુકવણી કરવી પડશે
શું તમે એક પર્યાવરણ પ્રેમી છો કે જેમણે ઇલેક્ટ્રિક સ્કૂટર પસંદ કર્યું છે અથવા તેજ ગતિવાળા વાહનના શોખીન છો, તમારા વાહનની એન્જિન ક્ષમતા અને ઇંધણનો પ્રકાર તમારા વાહન ઇન્શ્યોરન્સ પ્રીમિયમની રકમને નક્કી કરવામાં મહત્વપૂર્ણ પરિબળો છે.
ભારતમાં થતા મોટર વાહનના અકસ્માતોની ઉચ્ચ સંખ્યાને ધ્યાનમાં રાખીને, ભારતમાં મોટર વાહન ઇન્શ્યોરન્સ ફરજિયાત છે. તેનું મુખ્ય કારણ જાહેર હિતનું રક્ષણ કરવું, સુરક્ષિત ડ્રાઇવિંગ આદતોને પ્રોત્સાહન આપવું અને કારના માલિકોને નાણાંકીય સુરક્ષા પ્રદાન કરવી છે. કાયદાનું અનુપાલન કરવા અને કોઈપણ અણધારી ઘટનાઓના કિસ્સામાં, તમને આર્થિક રીતે સુરક્ષિત કરવા માટે માન્ય મોટર ઇન્શ્યોરન્સ પૉલિસી હોવી આવશ્યક છે.
ભારતમાં, 1988 ના મોટર વાહન અધિનિયમ મુજબ, કોઈપણ જાહેર જગ્યામાં ચાલતા તમામ વાહનો માટે મોટર વાહન ઇન્શ્યોરન્સનું થર્ડ પાર્ટી કવર હોવું ફરજિયાત છે.
IRDAI ના સુધારેલા નિયમો નીચે મુજબ છે:
• લોન્ગ-ટર્મ કાર ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદવા માટે, પૉલિસીનો સમયગાળો ઓછામાં ઓછો ત્રણ વર્ષનો હોવો જોઈએ.
• તમે માત્ર થર્ડ-પાર્ટી લોન્ગ-ટર્મ પૉલિસી ખરીદીને પ્રીમિયમની રકમ ઓછી કરી શકો છો.
• થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે દર વર્ષે સ્ટેન્ડઅલોન ઓન-ડેમેજ કવર ખરીદી શકાય છે.
• તમામ ઇન્શ્યોરન્સ કંપનીઓ માટે NCB સ્લેબની સંરચના સમાન હોય છે.
• સંપૂર્ણ નુકસાન અથવા ચોરીના ક્લેઇમના કિસ્સામાં, રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (RC) કૅન્સલ થઈ જશે અને પૉલિસીધારકે ઇન્શ્યોરન્સ કંપનીઓને RC મોકલવાની રહેશે.
• ફરજિયાત કપાતપાત્ર અને સ્ટાન્ડર્ડ કપાતપાત્ર હવે સમાન છે.
• 1500cc અથવા ઓછી એન્જિન ડિસ્પ્લેસમેન્ટ ક્ષમતા ધરાવતી કાર અને 1500cc અથવા વધુ એન્જિન ડિસ્પ્લેસમેન્ટ ક્ષમતા ધરાવતી કાર માટે, સ્ટાન્ડર્ડ કપાતપાત્ર અનુક્રમે ₹1000 અને ₹2000 નિર્ધારિત કરવામાં આવે છે.
• IRDAI ની ભલામણ મુજબ ઇન્શ્યોરન્સ ધરાવતા વાહનમાં મુસાફરી કરનાર તમામ મુસાફરો માટે ₹25,000 નું ઇન્શ્યોરન્સ કવર ફરજિયાત છે.