ઈન્ડિવિજ્યુઅલ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી માત્ર એક વ્યક્તિને કવર કરે છે, જે સુનિશ્ચિત કરે છે કે પૉલિસીધારકની જરૂરિયાતોની સંપૂર્ણપણે પૂર્તિ કરવામાં આવે. તમારી સ્વાસ્થ્યની જરૂરિયાતોના આધારે, તમે સૌથી યોગ્ય પ્લાન પસંદ કરી શકો છો.
મોટાભાગના વ્યક્તિગત હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન કૅશલેસ હૉસ્પિટલાઇઝેશન, ડે-કેર પ્રક્રિયાઓ, રોડ એમ્બ્યુલન્સ સર્વિસ, હૉસ્પિટલાઇઝેશન પહેલાં અને પછીના ખર્ચ, વૈકલ્પિક સારવાર અને નો-ક્લેઇમ લાભો સહિત વ્યાપક શ્રેણીનું કવરેજ પ્રદાન કરે છે. એચડીએફસી અર્ગોનો ઑપ્ટિમા સિક્યોર પ્લાન, જે હૉસ્પિટલોનું વિશાળ નેટવર્ક અને ઝડપી પ્રોસેસિંગ સમયની સુવિધા આપે છે, જે તમને યોગ્ય બહેતર ક્વૉલિટીની સારવાર મળે એ સુનિશ્ચિત કરે છે.
ઑપ્ટિમા સિક્યોર
ઑપ્ટિમા રિસ્ટોર
માય:હેલ્થ સુરક્ષા
માય:હેલ્થ મેડિશ્યોર સુપર ટૉપ-અપ
અમારા વ્યક્તિગત હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન વધતી જતી મેડિકલ જરૂરિયાતો અને વધતા ફુગાવાને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યા છે.
ઍડ્રેસ
C-1/15A યમુના વિહાર, પિનકોડ-110053
ઍડ્રેસ
C-1/15A યમુના વિહાર, પિનકોડ-110053
ઍડ્રેસ
C-1/15A યમુના વિહાર, પિનકોડ-110053
અમે બિમારીઓ અને ઈજાઓને કારણે થતાં તમારા હૉસ્પિટલાઇઝેશનના તમામ ખર્ચને કવર કરીએ છીએ. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે ઑપ્ટિમા સિક્યોર પ્લાનમાં કોવિડ-19ની સારવારનો ખર્ચ પણ કવર કરવામાં આવેલ છે.
સામાન્ય રીતે લાભ મેળવેલ 30 અને 90 દિવસના બદલે, 60 અને 180 દિવસ હૉસ્પિટલાઇઝેશન પહેલાં અને પછીના તબીબી ખર્ચ કવર કરવામાં આવે છે.
તબીબી ક્ષેત્રે થયેલ પ્રગતિઓ મહત્વપૂર્ણ સર્જરી અને સારવારને 24 કલાકથી ઓછા સમયમાં પૂર્ણ કરવામાં મદદ કરે છે, અને શું જાણો છો? કે અમે તમને તે માટે પણ કવર કરીએ છીએ.
નિવારણ ચોક્કસપણે ઉપચાર કરતાં વધુ સારું છે અને તેથી અમે તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીને રિન્યુ કરવા પર મફત હેલ્થ ચેક-અપ ઑફર કરીએ છીએ.
ઑપ્ટિમા સિક્યોર પ્લાન ₹5 લાખ સુધીના એર એમ્બ્યુલન્સ ટ્રાન્સપોર્ટના ખર્ચની ભરપાઈ માટે બનાવવામાં આવેલ છે.
ઑપ્ટિમા સિક્યોર પ્લાન સમ ઇન્શ્યોર્ડ સુધીના રોડ એમ્બ્યુલન્સ ખર્ચને કવર કરે છે.
ઑપ્ટિમા સિક્યોર પ્લાન હેઠળ હૉસ્પિટલાઇઝેશન પર પ્રતિ દિન, મહત્તમ ₹4800 સુધી, ₹800 રોકડ મેળવો.
ઑપ્ટિમા સિક્યોર પ્લાન હેઠળ ભારતમાં નેટવર્ક પ્રદાતા દ્વારા 51 ગંભીર બીમારીઓ માટે ઈ-ઓપિનિયન મેળવો.
જો ડૉક્ટરની સલાહ પર ઘરે સારવાર કરવામાં આવેલ હશે તો તેના માટે તમારા દ્વારા થયેલા તબીબી ખર્ચની ચુકવણી કૅશલેસ આધારે કરવામાં આવશે.
જે કિસ્સામાં અંગ મેળવનાર વ્યક્તિ વીમેદાર છે, તે કિસ્સામાં અમે દાતાના શરીરમાંથી કોઈ મુખ્ય અંગના હાર્વેસ્ટિંગ માટેના તબીબી ખર્ચને કવર કરીએ છીએ.
આયુર્વેદ, યુનાની, સિદ્ધ, હોમિયોપેથી, યોગ અને નેચરોપેથી જેવી વૈકલ્પિક ઉપચારો માટે ઇન-પેશન્ટ કેર તરીકે સમ ઇન્શ્યોર્ડ રકમ સુધીના સારવારના ખર્ચને કવર કરવામાં આવે છે.
ઑપ્ટિમા સિક્યોર પ્લાન તમારી સુરક્ષા કરે છે. અમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી બ્રેક ફ્રી રિન્યુઅલ પર આજીવન તમારા તબીબી ખર્ચાઓને કવર કરે છે.
કૃપા કરીને માય ઑપ્ટિમા સિક્યોર વિશે વધુ જાણવા માટે પૉલિસીની શબ્દાવલી, બ્રોશર અને પ્રોસ્પેક્ટસ વાંચો.
સાહસો તમને તીવ્ર ઉત્તેજના આપી શકે છે, પરંતુ જ્યારે અકસ્માત સાથે જોડાયેલ હોય, ત્યારે તે જોખમી હોઈ શકે છે. અમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન એડવેન્ચર સ્પોર્ટ્સમાં ભાગ લેતી વખતે થયેલા અકસ્માતોને કવર કરતા નથી.
અમે કોઈપણ વીમાધારક વ્યક્તિ દ્વારા ગુનાહિત ઈરાદા સાથે કાયદાનો ભંગ કરવા અથવા કરવાનો પ્રયાસ કરવાને કારણે ઉદ્ભવતા સીધા કે પરિણામી સારવારના ખર્ચને આવરી લેતા નથી.
યુદ્ધ વિનાશક અને દુર્ભાગ્યપૂર્ણ હોઈ શકે છે. જો કે, અમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાં યુદ્ધના કારણે થયેલા કોઈપણ ક્લેઇમને કવર કરતા નથી.
અમે કોઈપણ હૉસ્પિટલમાં અથવા કોઈપણ મેડિકલ પ્રેક્ટિશનર અથવા ઇન્શ્યોરર દ્વારા વિશિષ્ટ રીતે બાકાત કરેલા કોઈપણ અન્ય પ્રદાતા દ્વારા સારવાર માટેના ખર્ચને આવરી લેતા નથી. (પેનલ પરની હૉસ્પિટલની યાદી માટે અમારો સંપર્ક કરો)
અમે સમજીએ છીએ કે જન્મજાત બાહ્ય રોગ માટેની સારવાર મહત્વપૂર્ણ છે, જો કે, અમે જન્મજાત બાહ્ય રોગોની ખામીઓ અથવા અસંગતિઓ માટે થયેલા તબીબી ખર્ચને આવરી લેતા નથી.
(જન્મજાત રોગો એટલે જન્મ સમયની ખામીઓ).
આલ્કોહોલ, ડ્રગ અથવા માદક દ્રવ્યોના દુરુપયોગ અથવા કોઈપણ વ્યસનની સ્થિતિ અને તેના પરિણામોની સારવાર આવરી લેવામાં આવતી નથી.
જ્યારે કોઈ ઈન્ડિવિજ્યુઅલ હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદવામાં આવે છે, ત્યારે પૉલિસીધારક ઇન્શ્યોરર સાથે કરાર કરે છે. કરારમાં ઉલ્લેખ કરવામાં આવે છે કે ઇન્શ્યોરર સમ ઇન્શ્યોર્ડ મુજબ અને પૉલિસીની શરતો અનુસાર તમારા હેલ્થકેર ખર્ચને કવર કરશે. સામે, પૉલિસીધારકે નિયમિતપણે પ્રીમિયમ ચૂકવવું પડશે.
ઉદાહરણ તરીકે, તમે ₹10 લાખની સમ ઇન્શ્યોર્ડ સાથે શ્રેષ્ઠ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદી છે. જો તમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે તો પૉલિસી ખરીદવા પછી, ઇન્શ્યોરર પૉલિસીના નિયમો અને શરતો અનુસાર હૉસ્પિટલના બિલની ચુકવણી કરવા માટે જવાબદાર રહેશે.
હવે, ધારો કે હૉસ્પિટલનું બિલ ₹4 લાખનું હતું. તમારી ઇન્શ્યોરન્સ કંપની હૉસ્પિટલ સાથે બિલને સેટલ કરશે, અને હવે વર્ષ માટે તમારી સમ ઇન્શ્યોર્ડ ₹6 લાખ સુધી ઘટાડવામાં આવશે.
હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદવાનો એકમાત્ર હેતુ મેડિકલ ઇમર્જન્સી સમયે નાણાંકીય સહાય મેળવવાનો છે. તેથી, હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમની પ્રોસેસ કૅશલેસ ક્લેઇમ અને વળતર ક્લેઇમની વિનંતીઓ માટે કેવી રીતે અલગ રીતે કાર્ય કરે છે તે જાણવા માટે નીચેના પગલાં વાંચવા મહત્વપૂર્ણ છે.
કૅશલેસ મંજૂરી માટે નેટવર્ક હૉસ્પિટલમાં પ્રી-ઑથ ફોર્મ ભરો
એકવાર હૉસ્પિટલ અમને સૂચિત કરે તે પછી, અમે તમને સ્ટેટસ અપડેટ મોકલીએ છીએ
પ્રી-ઑથ મંજૂરીના આધારે હૉસ્પિટલાઇઝેશન કરી શકાય છે
ડિસ્ચાર્જ સમયે, અમે સીધા હૉસ્પિટલ સાથે ક્લેઇમ સેટલ કરીએ છીએ
તમારે શરૂઆતમાં બિલની ચુકવણી કરવી પડશે અને અસલ બિલને સાચવી રાખવા પડશે
હૉસ્પિટલથી ડિસ્ચાર્જ થયા પછી અમને તમારા બધા બિલ અને સારવારના ડૉક્યુમેન્ટ મોકલો
અમે તમારા ક્લેઇમ સંબંધિત બિલ અને સારવારના ડૉક્યુમેન્ટને વેરિફાઇ કરીએ છીએ
અમે તમારા બેંક એકાઉન્ટમાં મંજૂર કરેલ ક્લેઇમની રકમ મોકલીએ છીએ.
હાલના આવકવેરા કાયદા અનુસાર, એક થી વધુ વર્ષ માટે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પેટે ચૂકવવામાં આવેલ એકસામટી રકમ, કલમ 80D હેઠળ ટૅક્સમાં કપાત માટે પાત્ર છે, અને ટૅક્સમાં કપાત માટે પાત્ર રકમ પૉલિસીની મુદત માટે ચૂકવવામાં આવેલા કુલ પ્રીમિયમ પર આધારિત હશે. જે પ્રમાણે લાગુ પડતું હશે તે પ્રમાણે ₹25,000 અથવા ₹50,000ની મર્યાદાને આધિન હશે.
હૉસ્પિટલાઇઝેશનના ખર્ચ ઉપરાંત, આઉટ-પેશન્ટ વિભાગ અથવા OPD કન્સલ્ટેશન શુલ્ક તેમજ નિદાન પરીક્ષણો પર થયેલા ખર્ચ પર પણ ટૅક્સ છૂટના લાભો પણ પ્રદાન કરવામાં આવે છે. તમે રોકડ ચુકવણી પર પણ ટૅક્સમાં લાભ મેળવી શકો છો. અન્ય મેડિકલ ખર્ચાઓથી વિપરીત, કે જેમાં ટૅક્સ છૂટના લાભો મેળવવા માટે ડેબિટ/ક્રેડિટ કાર્ડ, ચેક અથવા ઇન્ટરનેટ બેંકિંગ દ્વારા ચુકવણી કરવી જરૂરી હોય છે.
કૃપા કરીને નોંધ કરો કે ઉપરોક્ત લાભો દેશમાં લાગુ હાલના ટૅક્સ કાયદા મુજબ છે. તમારા ટૅક્સ લાભો ટૅક્સ કાયદાને આધિન બદલી શકે છે. તમારા ટૅક્સ સલાહકાર સાથે તેની ફરી પુષ્ટિ કરી લેવાની સલાહ આપવામાં આવે છે. આ તમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ મૂલ્યથી સ્વતંત્ર છે.
જ્યારે પણ તમે તમારા માટે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન શોધતા હોવ, ત્યારે તમે અવઢવમાં હોવ છો કે તમારા માટે શ્રેષ્ઠ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન કયો છે. ઑનલાઇન શ્રેષ્ઠ હેલ્થ પ્લાન કેવી રીતે પસંદ કરવો?? તેમાં શું કવર થવું જોઈએ? યોગ્ય હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન પ્રાપ્ત કરવાના ઉખાણાને ઉકેલવા તમારા તમામ પ્રશ્નોના જવાબ મેળવવા માટે વધુ વાંચો.
જો તમે મેટ્રો શહેરોમાં રહો છો તો સારવારનો ખર્ચ વધુ આવી શકે છે, તેથી કોઈ વ્યક્તિ માટે તમારી સમ ઇન્શ્યોર્ડ આદર્શ રીતે 7 લાખથી 10 લાખની વચ્ચે હોવી જોઈએ. જો તમે તમારા જીવનસાથી અને બાળકોને ઇન્શ્યોરન્સ આપવા માટે પરિવારનું કવર શોધી રહ્યાં છો તો ફ્લોટરના આધારે 8 લાખથી 15 લાખ સુધીની સમ ઇન્શ્યોર્ડ શ્રેષ્ઠ અને અનુકૂળ હોય છે. તે એક વર્ષમાં બની શકે તેવા એકથી વધુ હૉસ્પિટલાઇઝેશનને કવર કરવા માટે પર્યાપ્ત હોવું જોઈએ.
જો તમે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન માટે ઓછા પ્રીમિયમની ચુકવણી કરવા માંગો છો તો તમારા હૉસ્પિટલના બિલની સહ-ચુકવણી કરો. તો તમે તમારા હેલ્થ ઇન્શ્યોરર સાથે તબીબી ખર્ચ શેર કરો છો તેથી તમારે ભારે પ્રીમિયમ ચૂકવવાની જરૂર પડતી નથી. તમે માય:હેલ્થ સુરક્ષા હેલ્થ ઇન્શ્યોરન્સ પણ ખરીદી શકો છો જે માસિક, અર્ધવાર્ષિક, ત્રિમાસિક અને વાર્ષિક ધોરણે હપ્તાની ચુકવણીની સુવિધા પ્રદાન કરે છે.
હંમેશા તપાસો કે ઇન્શ્યોરન્સ કંપની પાસે નેટવર્ક હૉસ્પિટલોની વિશાળ લિસ્ટ છે. જો ઇન્શ્યોરન્સ કંપની દ્વારા નજીકની હૉસ્પિટલ અથવા તબીબી સુવિધા સૂચિબદ્ધ હોય તો તે તમને કૅશલેસ સારવાર મેળવવામાં મદદ કરશે. એચડીએફસી અર્ગોમાં, અમારી પાસે 16,000+ કૅશલેસ હેલ્થ કેર સેન્ટરનું મોટું નેટવર્ક છે.
સામાન્ય રીતે તમારા તબીબી ખર્ચ તમારા રૂમના પ્રકાર અને રોગ પર આધારિત હોય છે. એક એવા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદવાની ભલામણ કરવામાં આવે છે જેની હૉસ્પિટલના રૂમના ભાડા પર સબ-લિમિટ (ઉપ-મર્યાદા) નથી જેથી તમે તમારા આરામ મુજબ હૉસ્પિટલ રૂમ પસંદ કરી શકો. અમારી મોટાભાગની પૉલિસીઓમાં પણ રોગોની સબ-લિમિટ શામેલ હોતી નથી; આ પણ એક મહત્વપૂર્ણ પરિબળ છે જેને ધ્યાનમાં રાખવું જરૂરી છે.
તમારી પ્રતીક્ષા અવધિ પૂર્ણ ન થાય ત્યાં સુધી તમારો હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન સક્રિય થતો નથી. હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ઑનલાઇન ખરીદતા પહેલાં પહેલાથી હાજર બીમારીઓ અને પ્રસૂતિના લાભો માટે ઓછી પ્રતીક્ષા અવધિવાળી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ તપાસો.
હંમેશા માર્કેટમાં સારી પ્રતિષ્ઠા ધરાવતી હેલ્થ ઇન્શ્યોરન્સ કંપની પસંદ કરો. તમારે કસ્ટમર આધાર અને ક્લેઇમને ચુકવણીની ક્ષમતા ઉપર પણ ધ્યાન આપવું જોઈએ તે જાણવા હેતુ કે શું તમે ભવિષ્યમાં ક્લેઇમ કરો તો બ્રાંડ તેને સ્વીકારી અને ચૂકવી શકે કે નહીં.
ઘણીવાર, જ્યારે તમે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદવાનું વિચારો છો, ત્યારે તમારા મનમાં આવતી પ્રથમ વાત એ છે કે શું હું આ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદવા માટે પાત્ર છું? શું આ ચોક્કસ મેડિકલ ઇન્શ્યોરન્સ પ્લાન માટે કેટલાક મેડિકલ ટેસ્ટ કરાવવાની જરૂર પડશે? વૈકલ્પિક રીતે, શું મારે હેલ્થ ઇન્શ્યોરન્સ માટે સાઇન અપ કરતા પહેલાં ઉંમરના માપદંડ પૂર્ણ કરવા પડશે? આ પ્રશ્નો વારંવાર મનમાં ઊઠતાં હોય છે, જોકે, આજના સમયમાં જ્યારે તમે ઑનલાઇન હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદવાનો પ્રયત્ન કરો છો, ત્યારે તમે ભારતમાં કોઈ ચોક્કસ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદતા પહેલાં પળભરમાં તમારી પાત્રતા તપાસી શકો છો.
મેડિક્લેમ પૉલિસી ખરીદતી વખતે, તમારે તમારી પહેલેથી હાજર બધી બીમારીઓ જાહેર કરવા માટે પૂરતા પ્રામાણિક રહેવું પડશે. આ બીમારીઓમાં તમને થતો સામાન્ય તાવ, ફ્લુ અથવા માથાનો દુખાવો હોય તે જરૂરી નથી. જોકે, ભૂતકાળમાં જો તમને કોઈપણ રોગ, જન્મથી ખામીઓ હોય, સર્જરી થઈ હોય અથવા કોઈપણ ગંભીર કેન્સરનું નિદાન કરવામાં આવ્યું હોય તો તમારી મેડિકલ ઇન્શ્યોરન્સ કંપનીને તે અંગે જાણ કરવું મહત્વપૂર્ણ છે. કારણ કે, ઘણી બીમારીઓ કાયમી બાકાત હેઠળ સૂચિબદ્ધ છે, કેટલીક પ્રતીક્ષા અવધિ સાથે કવર કરવામાં આવે છે અને કેટલીક અન્યને પ્રતીક્ષા અવધિ સાથે વધારાના પ્રીમિયમ ચાર્જ કરીને કવર કરવામાં આવે છે.
જો તમારી ઉંમર 18 વર્ષથી વધુ હોય, તો તમે તમારા માટે સરળતાથી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદી શકો છો. અમે નવજાત બાળકોને પણ કવર કરીએ છીએ પરંતુ માતાપિતા પાસે અમારી સાથેની મેડિક્લેમ ઇન્શ્યોરન્સ પૉલિસી હોવી જરૂરી છે. જો તમે વરિષ્ઠ નાગરિક હો, તો તમે 65 વર્ષની ઉંમર સુધી પોતાનો ઇન્શ્યોર્ડ કરાવી શકો છો.
તમે ઘરે આરામથી બેસીને ઇન્ટરનેટ પર પ્લાન શોધી શકો છો. તમે ઇન્શ્યોરન્સ કંપનીની ઑફિસની મુલાકાત લઇને અથવા એજન્ટની તમારા ઘરની મુલાકાતે બોલાવીને તમારો સમય અને શ્રમ બચાવો છો. તમે કોઈ પણ સ્થળેથી, કોઈ પણ સમયે સુરક્ષિત રીતે ટ્રાન્ઝૅક્શન કરી શકો છો. ઉપરાંત, તમે ફાઇન પ્રિન્ટ વાંચીને માહિતગાર રહી શકો તે માટે પૉલિસીના શબ્દો ઑનલાઇન ઉપલબ્ધ છે.
તમારે તમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન માટે કૅશ અથવા ચેકમાં પ્રીમિયમ ચૂકવવાની જરૂર નથી! ડિજિટલ રીત અપનાવો! બહુવિધ સુરક્ષિત ચુકવણી પદ્ધતિઓ દ્વારા ઑનલાઇન ચુકવણી કરવા માટે માત્ર તમારા ક્રેડિટ/ડેબિટ કાર્ડ અથવા નેટ બેંકિંગ સેવાઓનો ઉપયોગ કરો.
તમે ઑનલાઇન હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદવા માટે તમારી આંગળીઓના ટેરવે ઑનલાઇન પ્રીમિયમની ગણતરી કરી શકો, સભ્યોને ઉમેરી અથવા કાઢી શકો, પ્લાનને કસ્ટમાઇઝ કરી શકો અને કવરેજ ચેક કરી શકો છો.
હવે તમારે ફિઝિકલ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીના ડૉક્યુમેન્ટ માટે રાહ જોવાની જરૂર નથી. તમે જેવી ઑનલાઇન પ્રીમિયમની ચુકવણી કરો છો કે તરત જ તમારી પૉલિસીની PDF કૉપી તમને ઇ-મેઇલમાં મોકલવામાં આવે છે અને તમને થોડી સેકંડમાં તમારી પૉલિસી મળે છે.
અમારી માય:હેલ્થ સર્વિસેજ મોબાઇલ એપ્લિકેશનમાં તમારા પૉલિસી દસ્તાવેજો, બ્રોશર વગેરે મેળવો. ઑનલાઇન કન્સલ્ટેશન બુક કરવા, તમારા આહારમાં લેવાતી કેલરીનું ધ્યાન રાખવા અને તમારા BMI નું પણ ધ્યાન રાખવા માટે અમારી વેલનેસ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
જો તમે તમારા માટે હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદી રહ્યા છો, તો તમારે કદાચ તમારી વાર્ષિક આવકના ઓછામાં ઓછી અડધી રકમની કવરેજ રકમ પસંદ કરવી જોઈએ. ઉદાહરણ તરીકે, જો તમારી વાર્ષિક આવક ₹6 લાખ છે, તો તમારે ઓછામાં ઓછું ₹3 લાખનું હેલ્થ ઇન્શ્યોરન્સ કવર પસંદ કરવું આવશ્યક છે.
પરંતુ, છેલ્લા કેટલાક વર્ષોમાં હેલ્થકેરનો ખર્ચ ખૂબ જ વધી ગયો છે. તેથી, ઓછું હેલ્થ કવર પસંદ કરવું, ભલે તે તમારા પગારના 50% જેટલું હોય, તો પણ તે પર્યાપ્ત ન હોઈ શકે. તેથી, ઇન્શ્યોરન્સ નિષ્ણાતો લોકોને તેમના તબીબી ખર્ચને આરામદાયક રીતે કવર કરવા માટે ન્યૂનતમ ₹5 લાખનું હેલ્થ ઇન્શ્યોરન્સ કવર પસંદ કરવાની સલાહ આપે છે.
વધુમાં, જો તમે તમારી 20 વર્ષની ઉંમરની શરૂઆતમાં ઇન્શ્યોરન્સ ખરીદો છો, તો ક્લેઇમ કરવાની સંભાવના ઓછી હોય છે અને આના કારણે તમે દરેક ક્લેઇમ-મુક્ત વર્ષ પર સંચિત બોનસની મદદથી કોઈપણ અતિરિક્ત ખર્ચ વગર તમારી સમ ઇન્શ્યોર્ડ રકમ વધારી શકશો.
જો તમે પરિવાર માટે એમ્પ્લોયર હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ધરાવો છો, તો પણ તમારે એક અલગ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનની જરૂર પડશે. એમ્પ્લોયર દ્વારા આપવામાં આવેલ વીમો તમે સંસ્થામાં કામ કરો છો ત્યાં સુધી જ માન્ય છે અને સામાન્ય રીતે, ગ્રુપ પ્લાન્સ મૂળભૂત કવરેજ પ્રદાન કરે છે.
હેલ્થ ઇન્શ્યોરન્સ પોર્ટેબિલિટી ને કારણે, જ્યારે તમે ઇન્શ્યોરન્સ કંપની બદલો છો ત્યારે, નવેસરથી વેટિંગ પિરિયડ લાગુ પડતો નથી. પોર્ટેબિલિટીને કારણે, તમે કોઈપણ લાભ ગુમાવ્યા વિના, સરળતાથી ઇન્શ્યોરન્સ કંપની બદલી શકો છો.
પહેલાંથી હોય તેવી બિમારી એ એક ઈજા અથવા બીમારી છે જેનું નિદાન તમે પૉલિસી ખરીદી તે પહેલા થયેલું હતું. સામાન્ય રીતે, ઇન્શ્યોરર વેટિંગ પિરિયડ બાદ જ પહેલાંથી હોય તેવી બિમારી માટે કવરેજ પ્રદાન કરે છે.
હૉસ્પિટલાઇઝેશન ને લગતા ઘણા ખર્ચ હોય છે. દાખલ થતાં પહેલાં તમારે ડૉક્ટરની સલાહ લેવાની રહે છે અને નિદાન માટેના પરીક્ષણો કરાવવાના રહે છે. હૉસ્પિટલમાંથી રજા મળ્યા બાદ પણ એ જ પ્રોસેસ અનુસરવામાં આવે છે. હૉસ્પિટલાઇઝેશન પહેલાના ખર્ચને પ્રી-હોસ્પિટલાઇઝેશન અને બાદના ખર્ચને પોસ્ટ-હોસ્પિટલાઇઝેશન ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે.
હા, ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદતાં સમયે તબીબી પરીક્ષણ કરાવવાનું જરૂરી હોય છે. જો કે કેટલીક પૉલિસીઓ હેઠળ, જો તમારી ઉંમર ચોક્કસ ઉંમરથી ઓછી હોય તો, પરીક્ષણની જરૂર નથી.
હા, તમે પૉલિસી ખરીદતી વખતે અથવા રિન્યુઅલના સમયે પરિવારના સભ્યોને ઉમેરી શકો છો.`
તમે રિન્યુઅલ સમયે તમારા 90 દિવસથી મોટા અને મહત્તમ 21 વર્ષની ઉંમર ધરાવતા બાળકોનો ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સમાં સમાવેશ કરી શકો છો.
અરજદારની ઉંમર જેટલી નાની, હેલ્થ ઇન્શ્યોરન્સનું પ્રીમિયમ એટલું ઓછું હોય છે. યુવાવસ્થામાં ઇન્શ્યોરન્સ ખરીદવાથી તમને લાભો પણ વધુ મળે છે.
હા, તમારા પરિવારની જરૂરિયાતોને આધારે તમારી પાસે એકથી વધુ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી હોઈ શકે છે.
વેટિંગ પિરિયડ (પ્રતીક્ષા અવધિ) એ સમયગાળો છે જે દરમિયાન પૉલીસી ધારક ઇન્શ્યોરન્સ પ્રોવાઇડર પાસે કોઈ ચોક્કસ બીમારી માટે અમુક કે તમામ લાભો મેળવવા માટે ક્લેઇમ નોંધાવી શકતા નથી.
ફ્રી લુક પીરિયડ એ સમયગાળો છે જેમાં તમે કોઈપણ દંડ વગર તમારી પૉલિસીને કૅન્સલ કરી શકો છો. સામાન્ય રીતે, અલગ અલગ ઇન્શ્યોરર અનુસાર ફ્રી લુક પીરિયડ 10 દિવસથી 15 દિવસ સુધીનો હોય છે.
ઇન્શ્યોરન્સ કંપનીઓના નેટવર્કમાં ઘણી હૉસ્પિટલો હોય છે. તમે કૅશલેસ સારવાર માત્ર નેટવર્ક હૉસ્પિટલોમાં મેળવી શકો છો. જો તમે નૉન-નેટવર્ક હૉસ્પિટલ પસંદ કરો છો, તો હૉસ્પિટલનું બિલ તમારે ચૂકવવાનું રહેશે અને ત્યાર બાદ તમે ઇન્શ્યોરર પાસે વળતરનો ક્લેઇમ કરી શકો છો.
જ્યારે ઇન્શ્યોરન્સ લેનાર વ્યક્તિ હૉસ્પિટલમાં ખસેડી શકાય તેવી સ્થિતિમાં ન હોય અથવા હોસ્પિટલમાં રૂમની ઉપલબ્ધતા ન હોવાને કારણે ઘરે સારવાર લેવામાં આવે, તો તેને ડોમિસિલરી હૉસ્પિટલાઇઝેશન કહેવામાં આવે છે.
હૉસ્પિટલાઇઝેશન પહેલા અને પછીના ખર્ચ, નિદાન માટેના પરીક્ષણો, દવા અને ડૉક્ટરની સલાહના ખર્ચ જેવા ખર્ચાઓ મૂળભૂત હૉસ્પિટલાઇઝેશન હેઠળ આવરી લેવામાં આવે છે.
તમે જેટલી નાની વયે હેલ્થ ઇન્શ્યોરન્સ લો છો તેટલું વધુ સારું છે. તમે 18. વર્ષની ઉંમર બાદ હેલ્થ કવર મેળવી શકો છો. 18 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિને ફેમીલી હેલ્થ ઇન્શ્યોરન્સ હેઠળ આવરી શકાય છે.
સગીર (માઇનર) વ્યક્તિ વ્યક્તિગત રીતે હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદી શકતી નથી, જો કે, માતા-પિતા ફેમીલી હેલ્થ ઇન્શ્યોરન્સ હેઠળ સગીરને આવરી શકે છે.