જ્ઞાન કેન્દ્ર
એચડીએફસી અર્ગો #1.6 કરોડ+ ખુશ કસ્ટમર્સ
#1.6 કરોડ+

સંતુષ્ટ કસ્ટમર

એચડીએફસી અર્ગો 1 લાખ+ કૅશલેસ હૉસ્પિટલો
1 લાખ+

કૅશલેસ હોસ્પિટલ

એચડીએફસી અર્ગો 24x7 ઇન-હાઉસ ક્લેઇમ સહાય
24x7 ઇન-હાઉસ

ક્લેઇમ આસિસ્ટન્સ

હોમ / ટ્રાવેલ ઇન્શ્યોરન્સ / આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ ઇન્શ્યોરન્સ - ઓવરસીઝ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદો

ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ

ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ શું છે?

ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ તમને ચિંતામુક્ત બની આરામદાયક રીતે તે દેશમાં ફરવા માટે સુરક્ષા અને મનની શાંતિ પ્રદાન કરે છે. જ્યારે તમે નવી સંસ્કૃતિ અને લોકોની વિશિષ્ટતાનો અનુભવ કરતી વખતે પરદેશની ભૂમિ પર યાદો બનાવો છો ત્યારે ખાતરી કરો કે, તમે કોઇપણ અણધારી ઘટના સામે આર્થિક રીતે સુરક્ષિત રહો. યાદ રાખો, મેડિકલ અને દાંતને લગતી ઇમર્જન્સી અગાઉથી જાણ કરીને આવતી નથી અને તેને ક્યારેક તમે વેકેશન દરમિયાન પણ તેનાથી બચી શકતા નથી. વિદેશની ધરતી પર આવા ખર્ચાઓ તમને મોંઘા પડી શકે છે. ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ અથવા ઓવરસીસ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ તમને આવા સંકટથી બચાવી શકે છે.

મેડિકલ ઇમર્જન્સીની સ્થિતિ સિવાય, અન્ય દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ તમારી ખુશીમાં ઘટાડો કરી શકે છે, જેમ કે ફ્લાઇટ અથવા સામાનમાં વિલંબ. આંતરરાષ્ટ્રીય મુસાફરી દરમિયાન, ચેક-ઇન સામાનનું નુકસાન ખૂબ જ સામાન્ય છે. આ પરિસ્થિતિઓ અતિરિક્ત ખર્ચ તરફ દોરી શકે છે અને તમારા પ્રવાસના ખર્ચને વધારી શકે છે. પરંતુ ફોરેન ટ્રાવેલ ઇન્શ્યોરન્સની ખાતરી સાથે, તમે આવી દુર્ઘટનાઓ અંગે ચિંતા કર્યા વિના તમારી રજાઓ ગાળી શકો છો. વધુમાં, પાસપોર્ટ અથવા ચોરી અથવા ઘરફોડી જેવા આવશ્યક ડૉક્યુમેન્ટના નુકસાનના કિસ્સામાં, ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ તમને આવા મુશ્કેલ સમયમાં જરૂરી કવર અને સુરક્ષા આપે છે. જો તમે કામ અથવા આરામ માટે વિદેશ પ્રવાસની યોજના બનાવી રહ્યા છો તો એચડીએફસી અર્ગોની ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી ઑનલાઇન પસંદ કરો અને તમારા ઘરેથી આરામથી તમારી મુસાફરીને સુરક્ષિત કરો.

તમને ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સની જરૂર શા માટે છે?

તમને ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સની જરૂર શા માટે છે?

વિદેશમાં મુસાફરી કરતી વખતે, જો અગાઉથી આયોજિત પ્રવાસનો કાર્યક્રમ કામ ન કરે તો તમારા સમયનો મહત્તમ લાભ લેવા માટે બૅકઅપ પ્લાન તૈયાર રાખો. ઓવરસીઝ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન ખોવાયેલ સામાન, ફ્લાઇટમાં વિલંબ, સામાનમાં વિલંબ અથવા કોઈપણ અણધારી ઘટનાઓ સામે નુકસાન બદલ કવરેજ પ્રદાન કરશે. એચડીએફસી અર્ગોનો ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ક્લેઇમને સરળતાથી સેટલ કરવા માટે 1 લાખ કરતાં વધારે કૅશલેસ હૉસ્પિટલોનું નેટવર્ક અને 24x7 સપોર્ટ પ્રદાન કરે છે.

અમારો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ તમને નીચેના સંજોગોમાં આવશ્યકપણે સુરક્ષિત કરશે:

એચડીએફસી અર્ગોના ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન

એચડીએફસી અર્ગો દ્વારા વ્યક્તિઓ માટે ઇન્ટરનેશનલ ટ્રાવેલ પ્લાન

ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ - વ્યક્તિગત

સોલો ટ્રાવેલર્સ અને એક્સપ્લોરર માટે

એકલ મુસાફરી દરમિયાન, ખાતરી કરો કે તમારો પરિવાર એચડીએફસી અર્ગો એક્સપ્લોરર વ્યક્તિગત પ્લાનના બૅકિંગ સાથે તમારી સુરક્ષા અને સુખાકારી સંબંધિત શાંતિથી છે. વ્યક્તિગત ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન વિવિધ પરિસ્થિતિઓમાં ઉપયોગી બની શકે છે, જેમ કે તબીબી કટોકટીઓ અથવા કોઈપણ અણધારી ઘટનાઓ, જેમ કે - સામાનનું નુકસાન/વિલંબ, ફ્લાઇટમાં વિલંબ, ચોરી અથવા વ્યક્તિગત ડૉક્યુમેન્ટનું નુકસાન.

પ્લાન જુઓ વધુ જાણો
એચડીએફસી અર્ગો દ્વારા પરિવારો માટે ઇન્ટરનેશનલ ટ્રાવેલ પ્લાન

ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ - પરિવાર

એવા પરિવારો માટે જે સાથે સફર કરે

જ્યારે પણ તમે તમારા પરિવાર સાથે મુસાફરી કરો છો, ત્યારે ટ્રિપ દરમિયાન તેમની સુરક્ષાની કાળજી લેવીએ તમારી જવાબદારી છે. એચડીએફસી અર્ગો એક્સપ્લોરર પ્લાન સાથે તમારા પરિવારના વેકેશનને સુરક્ષિત કરો કારણ કે તે જીવનભરની યાદો બનાવે છે.

પ્લાન જુઓ વધુ જાણો
એચડીએફસી અર્ગોના ફ્રીક્વન્ટ ફ્લાયર માટે ઇન્ટરનેશનલ ટ્રાવેલ પ્લાન

ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ - વિદ્યાર્થી

મોટું સપનું સેવતા વિદ્યાર્થીઓ માટે

જ્યારે તમે અભ્યાસના હેતુ માટે વિદેશમાં મુસાફરી કરી રહ્યા છો, ત્યારે ખાતરી કરો કે તમારી પાસે વિદ્યાર્થી માટેનો યોગ્ય ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન છે. એક ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી ચોરી, સામાનનું નુકસાન/વિલંબ, ફ્લાઇટમાં વિલંબ વગેરે જેવી કોઈપણ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાને કારણે થતી કોઈપણ અનિશ્ચિતતાને દૂર કરવામાં મદદ કરશે. વિદ્યાર્થી માટે એચડીએફસી અર્ગો એક્સપ્લોરર પૉલિસી સાથે, તમે વિદેશમાં રહો ત્યારે અભ્યાસ પર સંપૂર્ણપણે ધ્યાન કેન્દ્રિત કરી શકો છો.

પ્લાન જુઓ વધુ જાણો
ફ્રીક્વન્ટ ફ્લાયર માટે ઇન્ટરનેશનલ ટ્રાવેલ પ્લાન

ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ - ફ્રીક્વન્ટ ફ્લાયર

જેઓ વારંવાર વિદેશની મુસાફરી કરે છે તેમના માટે

એક કોમ્પ્રિહેન્સિવ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન હેઠળ, તમે બહુવિધ ટ્રિપને સુરક્ષિત કરી શકો છો. એચડીએફસી અર્ગો એક્સપ્લોરર સાથે તમે માત્ર એક ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન સાથે મલ્ટિપલ ટ્રિપનો શાંતિપૂર્વક આનંદ માણી શકો છો.

પ્લાન જુઓ વધુ જાણો
વરિષ્ઠ નાગરિકો માટે ઇન્ટરનેશનલ ટ્રાવેલ પ્લાન

ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ - વરિષ્ઠ નાગરિકો

દિલથી યુવાન મુસાફરો માટે

રજાઓની રજા માણવાની યોજના બનાવી રહ્યા છો અથવા પ્રિયજનોની મુલાકાત લઈ રહ્યા છો, વરિષ્ઠ નાગરિકો માટે એચડીએફસી અર્ગો એક્સપ્લોરર સાથે તમારી યાત્રાને સુરક્ષિત કરો અને તમને વિદેશમાં રક્ષણ આપી શકે તેવી કોઈપણ તબીબી અથવા દાંતની ઇમરજન્સી સામે કવર મેળવો.

પ્લાન જુઓ વધુ જાણો

એચડીએફસી અર્ગો ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી શું કવર કરે છે?

ઇમરજન્સી મેડિકલ ખર્ચ

ઇમરજન્સી મેડિકલ ખર્ચ

આ લાભમાં હૉસ્પિટલાઇઝેશન, રૂમનું ભાડું, OPD સારવાર અને રોડ એમ્બ્યુલન્સના ખર્ચને કવર કરવામાં આવે છે. તે ઇમરજન્સી મેડિકલ ઇવેક્યુએશન, મેડિકલ રિપેટ્રિએશન અને મૃત અવશેષોને સ્વદેશમાં લાવવા પર થયેલા ખર્ચની પણ ભરપાઈ કરે છે.

એચડીએફસી અર્ગો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ દ્વારા ઈમર્જન્સી ડેન્ટલ ખર્ચ કવરેજ

દાંતની સારવારનો ખર્ચ

અમે માનીએ છીએ કે દાંતની સંભાળ એ શારીરિક બીમારી અથવા ઈજાને કારણે હૉસ્પિટલાઇઝેશન જેટલું જ મહત્વપૂર્ણ છે; તેથી, અમે તમારી મુસાફરી દરમિયાન થઈ શકે છે તેવા ડેન્ટલ (દાંતને લગતા) ખર્ચને કવર કરી લઈએ છીએ. પૉલિસીના નિયમો અને શરતોને આધિન.

વ્યક્તિગત અકસ્માત

વ્યક્તિગત અકસ્માત

અમે તમારા દરેક સારા અને ખરાબ સમયમાં તમારો સાથ આપવામાં માનીએ છીએ. અકસ્માતની સ્થિતિમાં, વિદેશમાં મુસાફરી કરતી વખતે, અમારો ઇન્શ્યોરન્સ પ્લાન કાયમી અપંગતા અથવા આકસ્મિક મૃત્યુના કારણે થતા કોઈપણ ફાઇનાન્શિયલ બોજમાં સહાય કરવા માટે તમારા પરિવારને એકસામટી રકમની ચુકવણી પ્રદાન કરે છે.

વ્યક્તિગત અકસ્માત : સામાન્ય વાહક

વ્યક્તિગત અકસ્માત : સામાન્ય વાહક

અમે સારા-નરસા સમયમાં તમારો સાથ આપવામાં વિશ્વાસ કરીએ છીએ. તેથી, દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિઓમાં, સામાન્ય વાહનથી થતી ઈજાથી ઉદ્ભવતી આકસ્મિક મૃત્યુ અથવા કાયમી અપંગતાના કિસ્સામાં અમે એકસામટી રકમની ચુકવણી પ્રદાન કરીશું.

હૉસ્પિટલ કૅશ - અકસ્માત અને બીમારી

હૉસ્પિટલ કૅશ - અકસ્માત અને બીમારી

જો કોઈ વ્યક્તિને ઈજા અથવા બીમારીને કારણે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે, તો અમે પૉલિસી શેડ્યૂલમાં જણાવેલ મહત્તમ દિવસ સુધી, હૉસ્પિટલાઇઝેશનના દરેક સંપૂર્ણ દિવસ માટે પ્રતિ દિવસ સમ ઇન્શ્યોર્ડ જેટલી રકમ ચૂકવીશું.

એચડીએફસી અર્ગો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ દ્વારા ફ્લાઇટ વિલંબ કવરેજ

ફ્લાઇટમાં વિલંબ અને ફ્લાઇટ કૅન્સલેશન

ફ્લાઇટમાં વિલંબ અથવા કૅન્સલેશન આપણા નિયંત્રણની બહાર હોઈ શકે છે, પરંતુ ચિંતા ન કરો, અમારી રિઇમ્બર્સમેન્ટ સુવિધા તમને આવા અવરોધથી ઉદ્ભવતા કોઈપણ આવશ્યક ખર્ચને પહોંચી વળવાની સુવિધા આપે છે.

ટ્રિપમાં વિલંબ અને ટ્રિપ કૅન્સલેશન

ટ્રિપમાં વિલંબ અને ટ્રિપ કૅન્સલેશન

ટ્રિપમાં વિલંબ અથવા ટ્રિપ કૅન્સલેશનના કિસ્સામાં, અમે તમારા અગાઉથી બુક કરેલ આવાસ અને પ્રવૃત્તિઓના બિન-રિફંડપાત્ર ભાગને રિફંડ કરીશું. પૉલિસીના નિયમો અને નિયમાવલીને આધિન.

એચડીએફસી અર્ગો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ દ્વારા સામાન અને અંગત ડોક્યુમેન્ટ્સનાં ખોવાઈ જવા પર

પાસપોર્ટ અને આંતરરાષ્ટ્રીય ડ્રાઇવિંગ લાઇસન્સનું નુકસાન

મહત્વપૂર્ણ ડૉક્યુમેન્ટના ગુમ થવાથી તમે વિદેશમાં અટવાઈ શકો છો. તેથી, અમે નવો અથવા ડુપ્લિકેટ પાસપોર્ટ અને/અથવા આંતરરાષ્ટ્રીય ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા સંબંધિત ખર્ચની તમને ભરપાઈ કરીશું.

ટ્રિપ કર્ટેલમેન્ટ

ટ્રિપ કર્ટેલમેન્ટ

જો તમારે અણધારી પરિસ્થિતિઓને કારણે તમારી મુસાફરીને ટૂંકી કરવાની જરૂર હોય તો ચિંતા કરશો નહીં. અમે પૉલિસી શેડ્યૂલ મુજબ તમારા બિન-રિફંડપાત્ર આવાસ અને અગાઉથી બુક કરેલ પ્રવૃત્તિઓ માટે તમને વળતર આપીશું.

એચડીએફસી અર્ગો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ દ્વારા વ્યક્તિગત જવાબદારી કવરેજ

વ્યક્તિગત જવાબદારી

જો તમે ક્યારેય વિદેશી ભૂમિમાં થર્ડ-પાર્ટી નુકસાન માટે જવાબદાર હોવ છો, તો અમારો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસીના નિયમો અને શરતોને આધિન તમને તે નુકસાનીનું સરળતાથી વળતર આપવામાં મદદ કરે છે.

ટ્રિપ કર્ટેલમેન્ટ

ઇન્શ્યોર્ડ વ્યક્તિ માટે ઇમરજન્સી હોટલ આવાસ

મેડિકલ ઈમર્જન્સીઓનો અર્થ એ હોઈ શકે છે કે તમારે થોડા દિવસો સુધી તમારી હોટેલ બુકિંગ લંબાવવાની જરૂર પડી શકે છે. શું વધેલા ખર્ચ વિશે ચિંતિત છો? જ્યારે તમે સાજા થઈ રહ્યા હોય ત્યારે અમને તેની કાળજી લેશું. પૉલિસીના નિયમો અને શરતોને આધિન

મિસ્ડ ફ્લાઇટ કનેક્શન ફ્લાઇટ

ચૂકી ગયેલ ફ્લાઇટ કનેક્શન

ફ્લાઇટ કનેક્શન ચૂકી જવાને કારણે અનપેક્ષિત ખર્ચ વિશે ચિંતા કરશો નહીં; તમારા ગંતવ્ય સ્થાન સુધી પહોંચવા માટે આવાસ અને વૈકલ્પિક ફ્લાઇટ બુકિંગ પર થયેલા ખર્ચ માટે અમે તમને તેની ભરપાઈ કરીશું.

પાસપોર્ટ અને આંતરરાષ્ટ્રીય ડ્રાઇવિંગ લાઇસન્સનું નુકસાન :

હાઇજેક ડિસ્ટ્રેસ ભથ્થું

ફ્લાઇટ હાઇજેક થવી એક દુઃખદાયક અનુભવ હોઈ શકે છે. અને જ્યારે સબંધિત અધિકારીઓ સમસ્યાના ઉકેલમાં લાગ્યા હોય, ત્યારે અમે અમારાથી બનતું કરીશું અને આ તણાવને કારણે થતી તકલીફ માટે તમને વળતર આપીશું.

હૉસ્પિટલ કૅશ - અકસ્માત અને બીમારી

ઇમરજન્સી કૅશ સહાય સેવા

મુસાફરી કરતી વખતે, ચોરી અથવા લૂંટફાટને કારણે રોકડની મુશ્કેલી થઈ શકે છે. પરંતુ ચિંતા ન કરો ; એચડીએફસી અર્ગો ભારતમાં ઇન્શ્યોર્ડના પરિવારમાંથી ફંડ ટ્રાન્સફરની સુવિધા આપી શકે છે. પૉલિસીના નિયમો અને શરતોને આધિન.

એચડીએફસી અર્ગો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ દ્વારા ચેક-ઇન થયેલાં સામાનનાં ખોવાઈ જવા પર

ચેક-ઇન કરેલ સામાનનું નુકસાન

તમારો ચેક-ઇન કરેલ સામાન ખોવાઇ ગયો છે? ચિંતા કરશો નહીં; અમે તમને નુકસાન માટે વળતર આપીશું, જેથી તમારે તમારી આવશ્યક વસ્તુઓ અને વેકેશનની મૂળભૂત વસ્તુઓ વિના જવું ન પડે. પૉલિસીના નિયમો અને શરતોને આધિન.

એચડીએફસી અર્ગો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ દ્વારા ચેક-ઇન થયેલ સામાનમાં વિલંબ પર

ચેક-ઇન કરેલ સામાનમાં વિલંબ

રાહ જોવામાં ક્યારેય મજા નથી. જો તમારા સામાનને આવવામાં વિલંબ થયો હોય, તો અમે તમને કપડાં, પ્રસાધનની વસ્તુઓ અને દવાઓ જેવી આવશ્યક વસ્તુઓ માટે વળતર આપીશું, જેથી તમે ચિંતા-મુક્ત થઈને તમારું વેકેશન શરૂ કરી શકો.

પાસપોર્ટ અને આંતરરાષ્ટ્રીય ડ્રાઇવિંગ લાઇસન્સનું નુકસાન :

સામાન અને તેની સામગ્રીની ચોરી

ચોરી અથવા ખોવાયેલ સામાન તમારી યાત્રાને બગાડી શકે છે. તેથી, તમારી યાત્રા ટ્રૅક પર રહેવાની ખાતરી કરવા માટે, સામાનની ચોરીના કિસ્સામાં અમે તમને વળતર આપીશું. પૉલિસીના નિયમો અને શરતોને આધિન.

અમારા કેટલાક ટ્રાવેલ પ્લાનમાં ઉપરોક્ત કવરેજ કદાચ ઉપલબ્ધ ન હોય. કૃપા કરીને અમારા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન વિશે વધુ જાણવા માટે પૉલિસી નિયમાવલી, બ્રોશર અને પ્રોસ્પેક્ટસ વાંચો.

એચડીએફસી અર્ગોના ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાનમાં શું કવર કરવામાં આવતું નથી?

કાયદાનો ભંગ

કાયદાનો ભંગ

યુદ્ધ અથવા કાયદાના ઉલ્લંઘનને કારણે થતી બીમારી અથવા સ્વાસ્થ્ય સમસ્યાઓને આ પ્લાનમાં કવર કરવામાં આવતી નથી.

એચડીએફસી અર્ગો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ દ્વારા નશાકારક પદાર્થોનો ઉપયોગ કવર કરવામાં આવતો નથી

નશીલા પદાર્થોનું સેવન

જો તમે કોઈ નશીલા અથવા પ્રતિબંધિત પદાર્થોનું સેવન કરતા હોવ, તો પૉલિસી હેઠળ કોઈપણ ક્લેઇમ મંજૂર થશે નહીં.

એચડીએફસી અર્ગો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ દ્વારા પહેલેથી હોય તેવી બિમારીઓ કવર કરવામાં આવતી નથી

પહેલેથી હોય તેવી બિમારીઓ

જો તમે જે પ્રવાસ માટે ઇન્શ્યોર્ડ થાવ છો તે પહેલાં કોઈપણ બિમારીથી પીડિત હોવ અને તમે પહેલેથી જ હોય તેવી બિમારી માટે કોઈ સારવાર લઈ રહ્યા હોવ, તો તે સારવારના ખર્ચને પૉલિસીમાં કવર કરવામાં આવશે નહીં.

એચડીએફસી અર્ગો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ દ્વારા કૉસ્મેટિક અને સ્થૂળતાની સારવારને કવર કરવામાં આવતી નથી

કૉસ્મેટિક અને સ્થૂળતાની સારવાર

જો તમે કે તમારા પરિવારના કોઈપણ સભ્ય તમારા દ્વારા ઇન્શ્યોરન્સ મેળવેલ પ્રવાસ દરમિયાન કોઈપણ કૉસ્મેટિક અને સ્થૂળતાની સારવારનો વિકલ્પ પસંદ કરે, તો આવા ખર્ચાઓ કવર કરવામાં આવતા નથી.

એચડીએફસી અર્ગો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ દ્વારા જાતે પહોંચાડવામાં આવેલી ઈજા કવર કરવામાં આવતી નથી

સ્વયં પ્રભાવિત ઇજા

અમે ઑફર કરતા કોઈપણ ઇન્શ્યોરન્સ પ્લાનમાં સ્વયં પહોંચાડેલી ઈજાઓથી ઉદ્ભવતા મેડિકલ ખર્ચ અને હૉસ્પિટલાઇઝેશનના ખર્ચને કવર કરવામાં આવતા નથી.

એચડીએફસી અર્ગોની ઓવરસીસ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસીની મુખ્ય વિશેષતાઓ

મુખ્ય વિશેષતાઓ લાભ
કૅશલેસ હોસ્પિટલ વિશ્વભરમાં 1,00,000+ કૅશલેસ હૉસ્પિટલ.
કવર કરેલા દેશો 25 શેંગેન દેશ + 18 અન્ય દેશ.
કવરેજ રકમ $40K થી $1000K
હેલ્થ ચેકઅપની જરૂરિયાત મુસાફરી કરતા પહેલાં હેલ્થ ચેકઅપ કરાવવું જરૂરી નથી.
કોવિડ-19 કવરેજ કોવિડ-19 હૉસ્પિટલાઇઝેશન માટે કવરેજ.

ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સના લાભો

ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ હોવાના કેટલાક લાભો અહીં આપેલ છે -

  • તબીબી ખર્ચ માટે કવર: ઇન્ટરનેશનલ ટ્રિપ દરમિયાન તબીબી ખર્ચ તમારા ખિસ્સા પર ભારે પડી શકે છે. પરંતુ તમે ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સની ખાતરી સાથે વિદેશી જમીનમાં સારવાર મેળવી શકો છો. પરંતુ ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ સુનિશ્ચિત કરે છે કે આવી ઇમરજન્સી પરિસ્થિતિઓ માટે તમને કવર કરવામાં આવે છે, જે યોગ્ય સારવાર અને સંભાળની ખાતરી કરતી વખતે તમારા ઘણા પૈસા બચાવે છે. એચડીએફસી અર્ગોનો ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ હૉસ્પિટલના બિલ પર કૅશ વળતર અને વિશ્વભરમાં 1 લાખ કરતાં વધારે હૉસ્પિટલ નેટવર્કનો સરળ ઍક્સેસ પ્રદાન કરે છે.
  • સામાનની સુરક્ષાનું વચન આપે છે: ચેક-ઇન સામાન અથવા વિલંબને કારણે તમારા હૉલિડે પ્લાનને નુકસાન થઈ શકે છે, પરંતુ ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ સાથે, તમને એવી આવશ્યક વસ્તુઓ માટે કવર કરવામાં આવે છે જે તમને ખોવાયેલ અથવા વિલંબિત સામાન જેવા તમારા પ્લાનને અનુરૂપ રાખી શકે છે. દુર્ભાગ્યે, સામાન સાથેની આ સમસ્યાઓ ઇન્ટરનેશનલ ટ્રિપ પર ખૂબ જ સામાન્ય છે. ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ સાથે, તમે ખોવાયેલ અથવા વિલંબિત સામાન સામે સુરક્ષિત છો જેથી તમે તમારી રજાનો સરળતાથી આનંદ માણી શકો.
  • અસાધારણ પરિસ્થિતિઓ સામે કવર: જ્યારે રજાઓ મુસ્કાન અને આનંદ વિશે હોય છે, ત્યારે જીવન ઘણીવાર કઠોર હોઈ શકે છે. ફ્લાઇટ હાઇજેક, થર્ડ-પાર્ટી પ્રોપર્ટીને નુકસાન તમારા રજાના મૂડને બગાડી શકે છે. પરંતુ ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ આવા સમયે તમારા તણાવને સરળ બનાવી શકે છે. ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ તમને આવી ઘટનાઓથી પણ સુરક્ષિત કરે છે.
  • ખાતરી કરે છે કે તમે તમારા ટ્રાવેલ બજેટથી વધુ ખર્ચ કરતા નથી: તબીબી અથવા દાંતને લગતી ઇમરજન્સીના કિસ્સામાં, તમારા ખર્ચ તમારા બજેટથી વધુ થઈ શકે છે. કેટલીકવાર તમારે તબીબી સારવાર પૂર્ણ કરવા માટે તમારા રોકાણને વધુ લંબાવવું પડી શકે છે, જે તમારા ખર્ચને ધાર્યા કરતા વધારી શકે છે. પરંતુ ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ તે વધારાના હોટલમાં રોકાણના ખર્ચને પણ કવર કરે છે.
  • સતત સહાય: વિદેશમાં પાસપોર્ટની લૂંટ, ચોરી અથવા નુકસાન થવું સામાન્ય બાબત છે. ટ્રાવેલ ઇન્શ્યોરન્સ હોવાથી તમને કોઈપણ ફાઇનાન્શિયલ નુકસાન સામે સુરક્ષિત કરીને માનસિક શાંતિ પ્રદાન કરી શકે છે

ઓવરસીઝ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી ઑનલાઇન ખરીદો

ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદવામાં માત્ર એક ક્લિકનો સમય લાગે છે અને તમારી સુવિધા પ્રમાણે તમારા ઘર અથવા ઑફિસમાંથી આરામથી ખરીદી શકાય છે. તેથી, ઓવરસીઝ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાનની ઑનલાઇન ખરીદી દિવસેને દિવસે વધી રહી છે.

• અમારી પૉલિસી ખરીદવા માટે લિંક પર ક્લિક કરો, અથવા એચડીએફસી અર્ગો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ વેબપેજની મુલાકાત લો.

• મુસાફરની વિગતો, ગંતવ્ય માહિતી અને મુસાફરીની શરૂઆત અને અંતિમ તારીખો દાખલ કરો.

• અમારા ત્રણ અનુકૂળ વિકલ્પોમાંથી તમારો પસંદગીનો પ્લાન પસંદ કરો.

• તમારી વ્યક્તિગત વિગતો પ્રદાન કરો.

• મુસાફરો વિશે વધારાની વિગતો ભરો અને ઑનલાઇન ચુકવણી પદ્ધતિઓનો ઉપયોગ કરીને ચુકવણી કરવા માટે આગળ વધો.

• હવે બસ આટલું જ બાકી છે - તમારી પૉલિસી તરત ડાઉનલોડ કરો!

ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદો
તો, શું તમે પ્લાનની તુલના કરી પોતાના માટે શ્રેષ્ઠ પ્લાન પસંદ કરી લીધો છે?

  શું એચડીએફસી અર્ગોનો ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ કોવિડ-19 ને કવર કરે છે?

એચડીએફસી અર્ગો દ્વારા કોવિડ 19 કવર સાથેનો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ
હા, તે કરે છે!

જ્યારે વિશ્વ સામાન્ય તરફ પાછું ફરી રહ્યું છે અને આંતરરાષ્ટ્રીય મુસાફરી ફરી ખૂલી રહી છે, ત્યારે કોવિડ-19નો ડર હજી પણ આપણા પર પ્રવર્તે છે. તાજેતરમાં એક નવા પ્રકારના વેરિઅન્ટનો ઉદભવ - આર્ક્ટુરસ કોવિડ વેરિઅન્ટ - જાહેર અને સ્વાસ્થ્ય કાળજી નિષ્ણાતોમાં ઘણી ચિંતાનું કારણ બન્યું. જ્યારે મોટાભાગના દેશોએ કોવિડ-19 સંબંધિત તેમના મુસાફરીના પ્રોટોકોલમાં છૂટ આપી છે, ત્યારે સાવચેતી અને ચેતવણી આપણને અન્ય લહેરને દૂર રાખવામાં મદદ કરી શકે છે. પડકારજનક બાબત એ છે કે નવા પ્રકારનો કોઈપણ ઉદભવ અગાઉના સ્ટ્રેન કરતાં વધુ ટ્રાન્સમિસિબલ હોવાનું નોંધાયું છે. આ અનિશ્ચિતતાનો અર્થ એ પણ છે કે, હજી સુધી આપણે અવકાશ માટે કઇ કરી શકતા નથી અને પ્રસરણને આગળ વધતું અટકાવવા માટે કેટલી મૂળભૂત સાવચેતીઓનું પાલન કરવું જોઇએ. માસ્ક, સેનિટાઇઝર અને ફરજિયાત સફાઈ હજુ પણ આપણી પ્રાથમિકતા હોવી જોઈએ.
જ્યારે પણ નવો વેરિઅન્ટ તેની હાજરી દર્શાવે છે, ત્યારે ભારત અને વિદેશમાં કોવિડ કેસ ઝડપથી વધે છે, જે વેક્સિનેશન અને બૂસ્ટર ડોઝનું મહત્વ દર્શાવે છે. જો તમને હજી સુધી રસી આપવામાં આવી નથી તો રસી લેવાનો સમય આવી ગયો છે. તમારા બૂસ્ટરના ડોઝને સમયસર લેવાનું પણ યાદ રાખો. જો તમે જરૂરી ડોઝ લીધા નથી તો આંતરરાષ્ટ્રીય મુલાકાતોમાં સમસ્યા ઊભી થઇ શકે છે, કારણ કે તે વિદેશી મુસાફરી માટેના આદેશોમાંથી એક છે. કફ, તાવ, થાક, ગંધ અથવા સ્વાદ ગુમાવવા જેવા લક્ષણો અને શ્વાસ લેવામાં મુશ્કેલી જે ચિંતાનો વિષય હોઈ શકે છે અને વહેલી તકે તપાસ કરાવો, ખાસ કરીને જો તમે આંતરરાષ્ટ્રીય પ્રવાસની યોજના બનાવી રહ્યા હોવ અથવા વિદેશી ગંતવ્ય સ્થાન પર હોવ તો. વિદેશી જમીનમાં તબીબી ખર્ચ મોંઘા હોઈ શકે છે, તેથી ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સનું સમર્થન હોવું ખૂબ જ મદદરૂપ થઈ શકે છે. એચડીએફસી અર્ગોની ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી સુનિશ્ચિત કરે છે કે જો તમે કોવિડ-19 મેળવો છો તો તમને સુરક્ષિત કરવામાં આવે છે.

કોવિડ-19 માટે ટ્રાવેલ મેડિકલ ઇન્શ્યોરન્સ હેઠળ શું કવર કરવામાં આવે છે તે અહીં આપેલ છે -

• હૉસ્પિટલાઇઝેશન ખર્ચ

• નેટવર્ક હૉસ્પિટલોમાં કૅશલેસ સારવાર

• હૉસ્પિટલાઇઝેશન દરમિયાન દૈનિક રોકડ ભથ્થું

• તબીબી નિકાસ

• ઇલાજ માટે લાંબા સમય સુધી હોટેલમાં રહેવું

• મેડિકલ અને બૉડી રિપેટ્રિએશન

તમારા ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્રીમિયમને અસર કરતા પરિબળો

પ્રવાસનો સમયગાળો અને ટ્રાવેલ ઇન્શ્યોરન્સ

તે દેશ જયાં તમે જઈ રહ્યા છો

જો તમે સુરક્ષિત અથવા આર્થિક રીતે વધુ સ્થિર દેશમાં મુસાફરી કરી રહ્યા છો, તો ઇન્શ્યોરન્સ પ્રીમિયમ ઓછું રહેશે. ઉપરાંત, ગંતવ્ય સ્થાન તમારા ઘરથી જેટલું વધુ, તેટલું ઇન્શ્યોરન્સ પ્રીમિયમ વધુ હશે.

પ્રવાસનું ગંતવ્ય અને ટ્રાવેલ ઇન્શ્યોરન્સ

તમારા પ્રવાસનો સમયગાળો

જેટલો વધુ સમય તમે દૂર રહો છો, તમારી બીમાર પડવાની અથવા ઇજા થવાની સંભાવના તેટલી વધુ હોય છે. તેથી, તમારી મુસાફરીનો સમયગાળો લાંબો હશે, તો વધારે પ્રીમિયમ વસૂલવામાં આવશે.

પ્રવાસીની ઉંમર અને ટ્રાવેલ ઇન્શ્યોરન્સ

મુસાફર(રો)ની ઉંમર

ઇન્શ્યોરન્સ લેનારની ઉંમર પ્રીમિયમ નિર્ધારિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વરિષ્ઠ નાગરિકો માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ થોડું વધુ હોઈ શકે છે કારણ કે તેમને બીમારી અને ઈજાનું જોખમ ઉંમર સાથે વધે છે.

ટ્રાવેલ ઇન્શ્યોરન્સમાં રિન્યુઅલ અથવા વિસ્તરણનાં વિકલ્પો

તમે પસંદ કરો છો તે કવરેજની મર્યાદા

ઇન્શ્યોરન્સ લેનાર વ્યક્તિ દ્વારા પસંદ કરેલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ કવરેજનો પ્રકાર તેમની પૉલિસીનું પ્રીમિયમ નક્કી કરે છે. વધુ કોમ્પ્રિહેન્સિવ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાનની કિંમત સ્વાભાવિક રીતે પ્રાયમરી કવરેજની કિંમત કરતાં વધુ હોય છે.

3 સરળ પગલાંમાં તમારું ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ જાણો

તમારું ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ જાણો
એચડીએફસી અર્ગો પગલાં 1 સાથે તમારું ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ જાણો

પગલું 1

તમારી યાત્રાની વિગતો ઉમેરો

ફોન ફ્રેમ
એચડીએફસી અર્ગો પગલાં 2 સાથે તમારું ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ જાણો

પગલું 2

તમારી વ્યક્તિગત વિગતો ભરો

ફોન ફ્રેમ
એચડીએફસી અર્ગો સાથે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ માટે સમ ઇન્શ્યોર્ડ પસંદ કરો

પગલું 3

તમારો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન પસંદ કરો

slider-right
સ્લાઇડર-ડાબી બાજુએ
એચડીએફસી અર્ગો દ્વારા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ તથ્ય
ઘણા દેશોએ વિદેશી મુસાફરો માટે તેમની સીમામાં પ્રવેશ કરતા પહેલાં માન્ય આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી લેવાનું ફરજિયાત બનાવ્યું છે?

  ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સનો ક્લેઇમ કેવી રીતે કરવો?

એચડીએફસી અર્ગો ટ્રાવેલ ઇન્શ્યોરન્સની ક્લેઇમ પ્રોસેસ સરળ છે. તમે કૅશલેસ તેમજ વળતરના આધારે તમારા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પર ઑનલાઇન ક્લેઇમ કરી શકો છો.

સૂચના
1

સૂચના

travelclaims@hdfcergo.com પર ક્લેઇમની જાણ કરો અને TPA તરફથી નેટવર્ક હૉસ્પિટલોની સૂચિ મેળવો.

ચેકલિસ્ટ
2

ચેકલિસ્ટ

Medical.services@allianz.com કૅશલેસ ક્લેઇમ માટે જરૂરી ડોક્યુમેન્ટ શેર કરશે.

મેઇલ ડોક્યુમેન્ટ
3

મેઇલ ડોક્યુમેન્ટ

અહીં થી ડિજિટલ ક્લેઇમ ફોર્મ ડાઉનલોડ કરો

પ્રોસેસિંગ
4

પ્રોસેસિંગ

ડિજિટલ ક્લેઇમ ફોર્મને ROMIF સાથે medical.services@allianz.com પર મોકલો.

હૉસ્પિટલાઇઝેશન
1

સૂચના

travelclaims@hdfcergo.com પર ક્લેઇમની જાણ કરો અથવા વૈશ્વિક ટોલ-ફ્રી નંબર : +800 08250825 પર કૉલ કરો

ક્લેઇમ રજિસ્ટ્રેશન
2

ચેકલિસ્ટ

Travelclaims@hdfcergo.com વળતર માટે જરૂરી ચેકલિસ્ટ/ડોક્યુમેન્ટ્સ શેર કરશે

ક્લેઇમ વેરિફિકેશન
3

મેઇલ ડોક્યુમેન્ટ

ક્લેઇમ ફોર્મ સાથે ક્લેઇમના ડોક્યુમેન્ટ્સ travelclaims@hdfcergo.com અથવા processing@hdfergo.com પર મોકલવામાં આવશે

પ્રોસેસિંગ
3

પ્રોસેસિંગ

એચડીએફસી અર્ગો કૉલ સેન્ટર એક્ઝિક્યુટિવ દ્વારા સંબંધિત ક્લેઇમ સિસ્ટમ પર ક્લેઇમ રજીસ્ટર કરવામાં આવે છે.

સૌથી વધુ મુલાકાત લેવાતા દેશો માટે ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ

નીચેના વિકલ્પોમાંથી તમારી પસંદગી કરો, જેથી તમે વિદેશમાં તમારી મુસાફરી માટે વધુ સારી તૈયારી કરી શકો

ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદો અને સલામત રીતે US ની મુસાફરી કરો

શું US ના પ્રવાસે જઈ રહ્યાં છો?

લગભગ 20% સંભાવના છે કે તમારી ફ્લાઈટમાં વિલંબ થઈ શકે છે. એચડીએફસી અર્ગોના ટ્રાવેલ ઇન્શ્યોરન્સ સાથે પોતાને સુરક્ષિત કરો.

અમારા સંતુષ્ટ કસ્ટમરનું સાંભળો

4.4/5 સ્ટાર
મૂલ્યાંકન

અમારા કસ્ટમરએ અમને રેટિંગ આપેલ છે

quote-icons
female-face
જાગ્રતિ દહિયા

સ્ટુડન્ટ સુરક્ષા ઓવર્સીઝ ટ્રાવેલ

10 સપ્ટેમ્બર 2021

સર્વિસથી ખુશ

quote-icons
male-face
વૈદ્યનાથન ગણેશન

માય:સિંગલ ટ્રિપ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ

05 જુલાઈ 2019

મેં એચડીએફસી ઇન્શ્યોરન્સને મારા જીવનસાથી તરીકે પસંદ કરવાનું નક્કી કરતા પહેલાં કેટલીક ઇન્શ્યોરન્સ કંપની જોઈ છે. આમાં સૌથી રસપ્રદ બાબત એ છે કે મારા કાર્ડથી માસિક-સ્વયંસંચાલિત કપાત થઈ જાય થે તેમજ કંપની નિયત તારીખ પહેલાં રિમાઇન્ડર મોકલે છે. કંપની દ્વારા વિકસાવવામાં આવેલી એપ્લિકેશન ઉપયોગ કરવા માટે પણ અનુકુળ છે અને મને અન્ય ઇન્શ્યોરન્સ કંપનીની તુલનામાં વધુ સારો અનુભવ આપે છે.

quote-icons
female-face
સાક્ષી અરોરા

માય:સિંગલ ટ્રિપ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ

05 જુલાઈ 2019

ફાયદા: - શ્રેષ્ઠ કિંમત: ભૂતકાળના ત્રણ-ચાર વર્ષમાં અન્ય વીમાદાતાઓના ક્વોટેશન હંમેશા 50-100% ઉચ્ચ રહ્યાં છે જેમાં તમામ સંભવિત છૂટ અને સભ્યપદ લાભો શામેલ છે - શ્રેષ્ઠ સર્વિસ: બિલિંગ, ચુકવણી, ડૉક્યુમેન્ટેશન વિકલ્પોની પસંદગી - શ્રેષ્ઠ કસ્ટમર સર્વિસ: સમાચાર પત્રો, પ્રતિનિધિઓ તરત અને વ્યાવસાયિક જવાબો આપે છે: નુકસાન:- અત્યાર સુધી કોઈ નથી

તાજેતરનાં ટ્રાવેલ ઇન્શ્યોરન્સ બ્લૉગ વાંચો

slider-right
દિવાળી એડવેન્ચર માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સના લાભો

દિવાળી એડવેન્ચર માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ શા માટે જરૂરી છે

વધુ વાંચો
25 ઓક્ટોબર 2024 ના રોજ પ્રકાશિત
આધ્યાત્મિક મુકામ પર ધ્યાન કરતો એકલો પ્રવાસી

આધ્યાત્મિક શોધકર્તાઓ માટે એકલ મુસાફરી સ્થળો

વધુ વાંચો
25 ઓક્ટોબર 2024 ના રોજ પ્રકાશિત
બજેટ-ફ્રેન્ડલી ટ્રિપ દરમિયાન દિવાળીની ઉજવણી કરનાર ખુશ પરિવાર

ઓછા ખર્ચમાં દિવાળી ટ્રિપનું આયોજન કેવી રીતે કરવું

વધુ વાંચો
24 ઓક્ટોબર 2024 ના રોજ પ્રકાશિત
દિવાળીના વેકેશનમાં મુલાકાત લેવા જેવા શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય સ્થળો

દિવાળીના વેકેશનમાં મુલાકાત લેવા જેવા શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય સ્થળો

વધુ વાંચો
24 ઓક્ટોબર 2024 ના રોજ પ્રકાશિત
પ્રી-ફ્લાઇટ ચેકલિસ્ટ

તણાવ-મુક્ત મુસાફરી માટે અલ્ટિમેટ પ્રી-ફ્લાઇટ ચેકલિસ્ટ

વધુ વાંચો
23 ઓક્ટોબર 2024 ના રોજ પ્રકાશિત
સ્લાઇડર-ડાબી બાજુએ

ઓવરસીઝ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ અંગે વારંવાર પૂછાતા પ્રશ્નો

ઓવરસીસ ટ્રાવેલ ઇન્શ્યોરન્સની એચડીએફસી અર્ગોની અનન્ય સુવિધા તેની 24x7 ઇન-હાઉસ ક્લેઇમ સેટલમેન્ટ સેવાઓ છે, જે 1 લાખ કરતાં વધારે કૅશલેસ હૉસ્પિટલોના વિશાળ નેટવર્ક દ્વારા પૂરક કરવામાં આવે છે

તમારા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પરનું પ્રીમિયમ તમારા ગંતવ્ય અને તમારા રહેવાના સમયગાળા પર આધારિત છે. ઇન્શ્યોરન્સ લેનાર વ્યક્તિની ઉંમર અને વિવિધ પ્રકારોમાંથી પસંદ કરેલ પ્લાન, ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસીના ખર્ચને નક્કી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

તમારું પૉલિસી કવર તમારા દેશના ઇમિગ્રેશન કાઉન્ટરથી શરૂ થાય છે અને તમારું વેકેશન પૂર્ણ થયા બાદ અને તમારી ઇમિગ્રેશન ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી સમાપ્ત થાય છે. આ જ કારણ છે કે જ્યારે તમે વિદેશમાં હોવ ત્યારે તમે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદી શકતા નથી. તેથી, મુસાફરી શરૂ થયા પછી ખરીદેલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સને માન્ય ગણવામાં આવતી નથી.

એકવાર વિદેશમાં ગયા બાદ, જો હજુ પણ માન્ય હોય તો, તમે તમારી ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસીને લંબાવી શકો છો. જો કે, યાદ રાખો કે તમે માત્ર તમારી હાલની પૉલિસી લંબાવી શકો છો. જ્યારે તમે દેશથી દૂર હોવ ત્યારે તમે ખરીદી શકતા નથી.

હા, તમે છેલ્લી મિનિટમાં પણ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદી શકો છો. તેથી જો તે તમારો પ્રસ્થાન દિવસ હોય અને તમે ઇન્શ્યોર્ડ ન હોવ, તો પણ તમે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ કવર ખરીદી શકો છો.

હા, જ્યારે તમે વિદેશમાં હોવ ત્યારે તમે ડૉક્ટરની મદદ મેળવી શકો છો, કારણ કે ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં તબીબી ખર્ચને કવર થાય છે.

જો તમે શેંગેન દેશોમાં મુસાફરી કરી રહ્યા છો, તો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદવું એ વિઝા મેળવવા માટે જરૂરી છે. આ ઉપરાંત, ઘણા દેશોમાં વિઝા મેળવવા માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ફરજિયાત છે. તેથી, મુસાફરી કરતા પહેલાં દરેક રાષ્ટ્રની વિઝાની જરૂરિયાતને તપાસવાની સલાહ આપવામાં આવે છે.

હા, જો તમારે ઘરે ઇમર્જન્સીની સ્થિતિ હોય, પરિવારના સભ્યનું અચાનક મૃત્યુ થયું હોય, રાજકીય અવરોધ અથવા આતંકવાદી હુમલા જેવી અણધારી સ્થિતિઓને કારણે પ્રસ્થાનની તારીખ પહેલાંની મુસાફરી કૅન્સલ કરો છો તો તમે ટ્રિપ કૅન્સલેશન માટે રિફંડ મેળવી શકો છો. પૉલિસી કૅન્સલ થયા પછી આવી પરિસ્થિતિઓમાં તમારા પ્રીમિયમનું સંપૂર્ણ રિફંડ શક્ય છે.

સમય સીમાના વધારા સહિત કુલ પૉલિસીની અવધિ 360 દિવસથી વધુ ન હોવી જોઈએ.

હા, વિદેશમાં ફ્લાઇટ બુક કરતા પહેલાં ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે તમારી મુસાફરીને સુરક્ષિત કરવાની સલાહ આપવામાં આવે છે. તમે મલ્ટી ટ્રિપ ઇન્શ્યોરન્સ પ્લાન પસંદ કરીને આમ કરી શકો છો જે દરેક વખતે તમે ટ્રિપ કરો ત્યારે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદવાની ઝંઝટથી તમને બચાવશે અને તે વાજબી પણ સાબિત થાય છે.

હા, તમે તમારા પ્રસ્થાનના દિવસે પણ ફ્લાઇટ બુક કર્યા પછી ઓવરસીઝ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદી શકો છો. જો કે, તમારી રજા બુક કર્યાના 14 દિવસની અંદર ટ્રાવેલ ઇન્શ્યોરન્સ કવર ખરીદવાની સલાહ આપવામાં આવે છે.

તમે તમારી પૉલિસીને મફતમાં રિશેડ્યૂલ કરી શકો છો; જો કે, પૉલિસીની સમય સીમા વધારવાથી ખર્ચ પર અસર થશે. ખર્ચાનો આધાર તમે કેટલા દિવસનો વધારો છો તેના પર રહેશે.

ના, જો તમે નિર્ધારિત તારીખથી પહેલાં ભારતમાં પરત ફરો છો તો તમને આંશિક રિફંડ મળશે નહીં.

હા, તે દાંતની સારવારના ખર્ચને કવર કરે છે. વધુમાં, ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સમાં આકસ્મિક ઈજાથી ઉદ્ભવતા ઇમર્જન્સી ડેન્ટલ વર્કના $500* સુધીના ખર્ચને કવર કરવામાં આવે છે.

હા, તે શિપ પર અથવા વિદેશમાં ટ્રેનમાં શફર કરતી વખતે થયેલી ઈજા માટે કવરેજ પ્રદાન કરશે.

ધારો કે તમે મેડિકલ ઇમર્જન્સી, અકસ્માત અથવા ઈજાને કારણે તમારી મુસાફરીના અંતિમ દિવસે તમારા રોકાણને લંબાવો છો. તે કિસ્સામાં, તમે કોઈપણ પ્રીમિયમ ચૂકવ્યા વિના 7 થી 15 દિવસ માટે તમારી ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસીને લંબાવી શકો છો. 

હા, ભારતમાં પાછા મુસાફરી કર્યા પછી ક્લેઇમ કરી શકાય છે. જોકે, યાદ રાખો કે, તમારે મેડિકલ ઇમર્જન્સી કે ડૉક્યુમેન્ટ ખોવાવા જેવી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાના 90 દિવસોમાં ક્લેઇમ કરવો પડશે, સિવાય કે, તમારા ઇન્શ્યોરર દ્વારા અન્યથા ઉલ્લેખિત ન હોય.

ઇન્શ્યોરન્સ કંપનીએ તમને મેઇલ કરેલ સૉફ્ટ કૉપી તમારા ટ્રાવેલ ઇન્શ્યોરન્સના પુરાવા તરીકે પૂરતી છે. જો કે, તમારો પૉલિસી નંબર નોંધવાની સલાહ આપવામાં આવે છે અને વધારે અગત્યનું તમારી પાસે અમારો 24-કલાક સહાયતા ટેલિફોન નંબર હોવો જોઈએ જેથી જો તમને મુસાફરી દરમિયાન અમારી મદદની જરૂર હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો.

તમારી ટ્રિપ દરમિયાન મુસાફરી, તબીબી સલાહ અને સહાય માટે અમારા ઇમર્જન્સી ટ્રાવેલ આસિસ્ટન્ટ પાર્ટનરને 24-કલાક ચાલતા અલાર્મ સેન્ટર પર કૉલ કરો.

• ઈ-મેઇલ: travelclaims@hdfcergo.com

• ટોલ ફ્રી નંબર (વૈશ્વિક સ્તરે): +80008250825

• લેન્ડલાઇન (શુલ્કપાત્ર):+91-120-4507250

નોંધ: કૃપા કરીને સંપર્ક નંબર ડાયલ કરતી વખતે દેશનો કોડ ઉમેરો.

ટ્રાવેલ ઇન્શ્યોરન્સ કવરેજ દેશના ઇમિગ્રેશન કાઉન્ટર પરથી જ શરૂ થાય છે અને જ્યાં સુધી દેશમાં પરત આવ્યા પછી ઇમિગ્રેશન પૂર્ણ ન થાય ત્યાં સુધી ચાલુ રહે છે.

એવૉર્ડ અને સન્માન

BFSI લીડરશિપ એવૉર્ડ 2022 - પ્રૉડક્ટ ઇનોવેટર ઑફ ધ ઇયર (ઑપ્ટિમા સિક્યોર)

ETBFSI એક્સેલન્સ એવૉર્ડ 2021

FICCI ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રી
એવૉર્ડ સપ્ટેમ્બર 2021

ICAI એવૉર્ડ 2015-16

SKOCH ઑર્ડર-ઑફ-મેરિટ

શ્રેષ્ઠ કસ્ટમર એક્સપિરિયન્સ
એવૉર્ડ ઑફ ધ યર

ICAI એવૉર્ડ 2014-15

CMS ઉત્કૃષ્ટ સંલગ્ન વર્લ્ડ-ક્લાસ સર્વિસ અવૉર્ડ 2015

iAAA રેટિંગ

ISO પ્રમાણપત્ર

પ્રાઇવેટ સેક્ટરમાં સર્વશ્રેષ્ઠ ઇન્શ્યોરન્સ કંપની - જનરલ 2014

slider-right
સ્લાઇડર-ડાબી બાજુએ
તમામ એવૉર્ડ જુઓ
એચડીએફસી અર્ગો પાસેથી ઑનલાઇન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદો

વાંચી લીધું? ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદવા માંગો છો?