તમે કૅન્સરની આગાહી કરી શકતા નથી. ડબલ્યુએચઓના અહેવાલ અનુસાર 10 માં એક ભારતીયને તેમના જીવનકાળમાં કૅન્સર થવાની શક્યતા રહેલી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, કૅન્સર ઇન્શ્યોરન્સ ખરીદવો એ એક સમજદારીપૂર્ણ પસંદગી છે. એચડીએફસી અર્ગો હેલ્થનો iCan કૅન્સર ઇન્શ્યોરન્સ એ એક પ્લાન છે જે તમને હંમેશા એક આશા આપે છે. iCan એ આજીવન ગુડી બેગ છે જે તમને હેલ્થ ઇન્શ્યોરન્સ કવરેજ પ્રદાન કરે છે અને સાથે કૅન્સરને હરાવવામાં તમને ટેકો આપવા માટે લમ્પસમ લાભો પણ પ્રદાન કરે છે. તેથી, ક્યારેય હિંમત હારશો નહીં.
કીમોથેરેપી હોય કે સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટેશન, iCan પરંપરાગત અને આધુનિક સારવાર તેમજ તમારા ઇન-પેશન્ટ અને આઉટ-પેશન્ટ સારવારના ખર્ચ માટે સંપૂર્ણ કવર પ્રદાન કરે છે.
જો કૅન્સર ચોક્કસ પ્રકારની ગંભીરતાનું જણાય તો વધારાની 60% સમ ઇન્શ્યોર્ડ રકમ સામટી ચુકવણી તરીકે મેળવો. તેથી, જો તમારું કવર ₹20 લાખનું હોય, તો તમને એકસાથે વધારાના 12 લાખ ચૂકવવામાં આવશે.
iCan તમારા પરિવારની પણ કાળજી લે છે! ચોથા તબક્કાનું કૅન્સર હોવાનું નિદાન થવા પર, અથવા જો કૅન્સર ફરીથી થાય છે, તો સમ ઇન્શ્યોર્ડ રકમના 100% એકસામટી ચુકવણી તરીકે મેળવો.
તમે તમારા પ્રથમ નિદાન બાદ અમારા ડૉક્ટરો અને મેડિકલ પ્રેક્ટિશનર્સની પેનલમાંથી બીજા અભિપ્રાય માટે વિનંતી કરી શકો છો.
અમારી 13,000+ કોઈપણ નેટવર્ક હૉસ્પિટલોમાં કૅશલેસ સારવાર મેળવો. નૉન-નેટવર્ક હૉસ્પિટલમાં સારવારના કિસ્સામાં પણ વળતરની પ્રક્રિયા ઝંઝટ-મુક્ત છે.
દાખલ થયાના 30 દિવસ પહેલાં સુધીના સારવાર અને નિદાન ખર્ચ માટે વળતર મેળવો. iCan તમને હૉસ્પિટલાઇઝેશન પછી 60 દિવસ સુધીની ફૉલોઅપ કેર પણ પ્રદાન કરે છે.
ઇમરજન્સીના કિસ્સામાં તમને રોડ એમ્બ્યુલન્સ માટે હૉસ્પિટલાઇઝેશન દીઠ ₹ 2,000 સુધીનું વળતર મળે છે.
કૅન્સરની સારવારની ઘણીવાર આડઅસર થતી હોય છે. ફૉલો-અપ કેર લાભ હેઠળ તમને ફૉલો-અપ કેર માટે વર્ષમાં બે વાર ₹3,000 સુધીનું વળતર આપવામાં આવે છે.
આવકવેરા અધિનિયમની કલમ 80 D હેઠળ ₹25,000 સુધીના કર લાભો મેળવો.
iCan એક હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન છે જે ખાસ કરીને કૅન્સરની સારવાર અને નિદાનને કવર કરવા માટે ડિઝાઇન કરેલ છે. આ પૉલિસીમાં કોઈપણ અન્ય રોગની સારવારનો ખર્ચ આવરી લેવામાં આવતો નથી.
જે તારીખે પૉલિસી જારી કરવામાં આવી હતી તે તારીખ પહેલાંથી જ પૉલિસીધારકને કૅન્સરની બિમારી હોય, હાલના ચિહ્નો અને લક્ષણો હોય, તો સારવારનો ખર્ચ આવરી લેવામાં આવતો નથી.
HIV/AIDS જેમ કે ARC (AIDS સંબંધિત કોમ્પ્લેક્સ), મગજમાં લિમ્ફોમા, કપોસીના સાર્કોમા અને ટ્યુબરક્યુલોસિસ જેવા તબીબી ખર્ચ આ પૉલિસી હેઠળ આવરી લેવામાં આવતા નથી.
પ્રોસ્થેટિક અને અન્ય સાધનોનો કે જે એનેસ્થેશિયા સાથેની સર્જરી વિના વગર સેલ્ફ-ડિટેચેબલ/દૂર કરી શકાય તેવા હોય, તેણો ખર્ચ આવરી લેવામાં આવતો નથી.
બિન-એલોપેથિક અથવા ભારતની બહાર કરાવવામાં આવેલી અથવા નોંધાયેલ ન હોય તેવી હૉસ્પિટલમાં લેવામાં આવેલી સારવારને બાકાત રાખવામાં આવે છે
સમાવેશ અને બાકાત બાબતની વિગતવાર માહિતી માટે કૃપા કરીને વેચાણ પુસ્તિકા/પૉલિસીની શબ્દાવલીનો સંદર્ભ લો
120-દિવસની પ્રતીક્ષા અવધિ છે, જે પૉલિસીની શરૂઆતની તારીખથી શરૂ થાય છે.
અમારું કૅશલેસ
હૉસ્પિટલ નેટવર્ક
16000+
સરળ અને આસાન ક્લેઇમ! ખાતરીપૂર્વક