જ્ઞાન કેન્દ્ર
એચડીએફસી અર્ગો #1.6 કરોડ+ ખુશ કસ્ટમર્સ
#1.6 કરોડ+

સંતુષ્ટ કસ્ટમર

એચડીએફસી અર્ગો 1 લાખ+ કૅશલેસ હૉસ્પિટલો
1 લાખ+

કૅશલેસ હોસ્પિટલ

એચડીએફસી અર્ગો 24x7 ઇન-હાઉસ ક્લેઇમ સહાય
24x7 ઇન-હાઉસ

ક્લેઇમ આસિસ્ટન્સ

એચડીએફસી અર્ગો કોઈ સ્વાસ્થ્ય ચેક-અપ્સ નથી
કોઈ હેલ્થ

ચેક-અપ નહીં

હોમ / ટ્રાવેલ ઇન્શ્યોરન્સ / USA ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદો

યુએસએ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ

જ્યારે તમે USA વિશે વિચારો છો, ત્યારે તમે સંભવત: સ્ટેચ્યૂ ઑફ લિબર્ટી જેવા પ્રતિષ્ઠિત સીમાચિહ્નો, ન્યૂયોર્ક જેવા ધમધમતા શહેરો અથવા ગ્રાન્ડ કેનિયન જેવી અદ્ભુત કુદરતી અજાયબીઓની કલ્પના કરો છો. USA ની ટ્રિપને પ્લાન કરવી એ અતિ ઉત્તેજક હોઈ શકે છે, પરંતુ તમે અણધારી પરિસ્થિતિઓ માટે તૈયાર હોવ તેની ખાતરી કરવી જરૂરી છે. આવી સ્થિતિમાં USA ટ્રાવેલ ઇન્શ્યોરન્સ કામમાં આવે છે. ભલે તમે લૉસ એન્જલ્સની વ્યસ્ત શેરીઓમાં ફરતા હોવ અથવા નેશનલ પાર્કમાં હાઇકિંગ કરતા હોવ, યોગ્ય ઇન્શ્યોરન્સ પાસે હોવાથી તમને મનની શાંતિ મળે છે. તે તમને મેડિકલ ઇમરજન્સી, ટ્રિપ કૅન્સલેશન અને ખોવાયેલ સામાન સામે પણ કવર પ્રદાન કરે છે. તો, તમે તમારી બૅગને પૅક કરો તે પહેલાં, સુનિશ્ચિત કરો કે તમે તમારો USA ટ્રાવેલ ઇન્શ્યોરન્સ લઈ લીધો હોય.

USA માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સની મુખ્ય વિશેષતાઓ

USA ટ્રાવેલ ઇન્શ્યોરન્સની કેટલીક મહત્વપૂર્ણ વિશેષતાઓની સૂચિ અહીં આપેલ છે:

મુખ્ય વિશેષતાઓ વિગતો
મહત્તમ કવરેજતબીબી, મુસાફરી અને સામાન સંબંધિત ઇમર્જન્સી જેવી વિવિધ અણધારી ઘટનાઓ સામે કવરેજ પ્રદાન કરે છે.
સતત સહાય24x7 કસ્ટમર કેર સપોર્ટ અને ઇન-હાઉસ ક્લેઇમ સેટલમેન્ટ દ્વારા ચોવીસ કલાક સહાયતા.
સરળ કૅશલેસ ક્લેઇમબહુવિધ નેટવર્ક હૉસ્પિટલો દ્વારા ઍક્સેસ કરી શકાય તેવા કૅશલેસ ક્લેઇમના લાભો પ્રદાન કરે છે.
કોવિડ-19 કવરેજકોવિડ-19 ના કારણે થતા હૉસ્પિટલાઇઝેશન ખર્ચ માટે કવરેજ.
મોટી કવર રકમ$40k થી $1000K સુધીની વ્યાપક કવરેજ રેન્જ.

USA માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સના પ્રકારો

USA માટે તમે પસંદ કરેલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સનો પ્રકાર તમારી મુસાફરીની જરૂરિયાતો પર આધારિત હોવો જોઈએ. અહીં મુખ્ય પસંદગીઓ છે જે ઑફર કરવામાં આવે છે ;

એચડીએફસી અર્ગો દ્વારા USA માટે વ્યક્તિગત ટ્રાવેલ પ્લાન

વ્યક્તિગત ટ્રાવેલ પ્લાન

એકલ પ્રવાસીઓ અને રોમાંચ-પ્રેમી લોકો માટે

આ પ્રકારનો ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ તબીબી, સામાન અને મુસાફરી સંબંધિત આકસ્મિક પરિસ્થિતિઓ સામે એકલ પ્રવાસીઓને આવરી લે છે.

પ્લાન જુઓ વધુ જાણો
એચડીએફસી અર્ગો દ્વારા USA માટે ફેમિલી ટ્રાવેલ પ્લાન

પરિવારો માટે ટ્રાવેલ પ્લાન

પરિવાર સાથે મુસાફરી કરતા લોકો માટે

આ પ્રકારનો ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ એક જ પૉલિસી હેઠળ ટ્રિપ દરમિયાન પરિવારના બહુવિધ સભ્યોને કવરેજ પ્રદાન કરે છે.

પ્લાન જુઓ વધુ જાણો
એચડીએફસી અર્ગો દ્વારા USA માટે સ્ટૂડન્ટ ટ્રાવેલ પ્લાન

વિદ્યાર્થીઓ માટે ટ્રાવેલ પ્લાન

પોતાના સપનાને સાકાર કરતા લોકો માટે

આ પ્રકારનો ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ શિક્ષણ સંબંધિત હેતુઓ માટે વિદેશમાં મુસાફરી કરતા વિદ્યાર્થીઓને કવરેજ પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે.

પ્લાન જુઓ વધુ જાણો
એચડીએફસી અર્ગો દ્વારા USA માટે મલ્ટી ટ્રિપ ટ્રાવેલ પ્લાન

વારંવાર મુસાફરી કરનારાઓ માટે ટ્રાવેલ પ્લાન

વારંવાર ઉડાન ભરતા લોકો માટે

આ પ્રકારનો પ્લાન તેમની આંતરરાષ્ટ્રીય રજાઓ દરમિયાન વરિષ્ઠ નાગરિકોને કવરેજ પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે.

પ્લાન જુઓ વધુ જાણો
USA માટે વરિષ્ઠ નાગરિકોનો ટ્રાવેલ પ્લાન

વરિષ્ઠ નાગરિકો માટે ટ્રાવેલ પ્લાન

હંમેશાં યુવાન રહેતા લોકો માટે

આ પૉલિસી એક નિર્દિષ્ટ સમયગાળામાં એક ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન હેઠળ બહુવિધ પ્રવાસોને સુરક્ષિત કરવામાં મદદ કરશે.

પ્લાન જુઓ વધુ જાણો

USA ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદવાના લાભો

આવતી વખતે તમે USA ની મુલાકાતની યોજના બનાવો, ત્યારે USA ટ્રાવેલ ઇન્શ્યોરન્સની ખરીદી એ તમારા એજેન્ડામાં સૌથી ઉપર હોવી જોઈએ. તમારા માટે USA ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાનના કેટલાક આવશ્યક લાભો અહીં આપેલ છે:

1

ટ્રિપ કૅન્સલેશન/વિક્ષેપ

વાસ્તવિક જીવનમાં આવી પરિસ્થિતિ આવી શકે છે, જ્યારે તમારે તમારા મુસાફરીના પ્લાનને પાછળ ધકેલવા પડે અથવા તેમાં વિક્ષેપ પડે. USA ટ્રાવેલ ઇન્શ્યોરન્સ એ તમને ફ્લાઇટ કૅન્સલેશન, પ્રી-પેઇડ હોટલ રિઝર્વેશન અથવા તો કનેક્શન ચૂકી જવાને કારણે ગુમાવેલ ખર્ચનો હિસ્સો પરત મેળવવામાં મદદ કરી શકે છે.

2

મેડિકલ કવરેજ

USA માં હેલ્થકેર ખૂબ જ ખર્ચાળ હોઈ શકે છે. ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન સાથે, તમને કોઈપણ મેડિકલ ઇમરજન્સી, નાની ઈજાઓથી લઈને વધુ ગંભીર સ્થિતિઓ માટે કવર કરવામાં આવે છે, જે સુનિશ્ચિત કરે છે કે તમારી ઉપર ભારે મેડિકલ બિલનો બોજ આવે નહીં.

3

ખોવાયેલ અથવા વિલંબિત સામાન

તમારા સામાન વગર તમારા ગંતવ્ય સ્થાન પર પહોંચવા કરતાં વધુ નિરાશાજનક કંઈ હોતું નથી. જો તમારી બૅગને આવવામાં વિલંબ થયો હોય અથવા તે ખોવાઈ જાય, તો તમારો ઇન્શ્યોરન્સ આવશ્યક વસ્તુઓના ખર્ચને કવર કરી શકે છે, જેથી તમે રખડી ના પડો.

4

મનની શાંતિ

નવા દેશમાં મુસાફરી કરવી રોમાંચક હોય છે પરંતુ તેમાં અનિશ્ચિતતાઓ પણ સાથે આવી શકે છે. USA ટ્રાવેલ ઇન્શ્યોરન્સ તમને મનની શાંતિ આપે છે, એ જાણીને કે તમે અણધારી ઘટનાઓ સામે સુરક્ષિત છો, તમે તમારી યાત્રાનો સંપૂર્ણપણે આનંદ માણી શકો છો.

5

વ્યક્તિગત જવાબદારી

જો કોઈપણ અકસ્માત, જે એકદમ અણધારી રીતે થયો હોય, તો તેને કવર કરવામાં આવશે. જ્યારે તમે વિદેશમાં હોવ ત્યારે અન્ય લોકોને થયેલા નુકસાન અથવા ઈજા માટે ઇન્શ્યોરન્સ કંપનીએ કાનૂની ખર્ચની ચુકવણી કરવાની રહેશે.

શું તમારી દુબઈ ટ્રિપ માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ શોધી રહ્યા છો? હવે વધુ શોધવાની કોઈ જરૂર નથી.

ભારતથી USA માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ હેઠળ શું કવર કરવામાં આવે છે

અહીં કેટલીક બાબતો છે જે સામાન્ય રીતે ભારતથી USA માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ હેઠળ કવર કરવામાં આવે છે:

મેડિકલ ઇમર્જન્સી સંબંધિત ખર્ચ

મેડિકલ ઇમર્જન્સી સંબંધિત ખર્ચ

અમારી પૉલિસી મેડિકલ ઇમર્જન્સી સંબંધિત ખર્ચને કવર કરે છે, જેથી તમારે તમારા પ્રવાસ દરમિયાન તમારા ખિસ્સામાંથી ખર્ચ કરવાની જરૂર નથી.

દાંતની ઇમરજન્સી સંબંધિત ખર્ચ

દાંતની ઇમરજન્સી સંબંધિત ખર્ચ

USA ટ્રાવેલ ઇન્શ્યોરન્સ તમને થઈ શકે તેવી દાંતની ઇમરજન્સી સંબંધિત ખર્ચને પણ કવર કરે છે.

તબીબી નિકાસ

તબીબી નિકાસ

મેડિકલ ઇમર્જન્સીના કિસ્સામાં, અમારી પૉલિસી નજીકના હેલ્થકેર સેન્ટર સુધીના હવાઇ/જમીન માર્ગ દ્વારા હૉસ્પિટલ સુધીના પરિવહનના ખર્ચને આવરી લેવામાં મદદ કરે છે.

હૉસ્પિટલ દૈનિક રોકડ ભથ્થું

હૉસ્પિટલ દૈનિક રોકડ ભથ્થું

અમારી પૉલિસી તમને નાના હૉસ્પિટલાઇઝેશન સંબંધિત ખર્ચની કાળજી લેવામાં પણ મદદ કરે છે, જેથી તમારે તમારા પ્રવાસના બજેટને વધુ કરવાની જરૂર નથી.

મેડિકલ અને બૉડી રિપેટ્રિએશન

મેડિકલ અને બૉડી રિપેટ્રિએશન

મૃત્યુની દુ:ખદ ઘટનામાં, અમારી પૉલિસી કોઈના મૃત અવશેષોને તેમના દેશમાં સ્થાનાંતરિત કરવાના ખર્ચને આવરી લેવા માટે જવાબદાર રહેશે.

આકસ્મિક મૃત્યુ

આકસ્મિક મૃત્યુ

મુસાફરી કરતી વખતે આકસ્મિક મૃત્યુની દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં, અમારી પૉલિસી તમારા પરિવારને એકસામટી રકમનું વળતર પ્રદાન કરશે.

કાયમી અપંગતા

કાયમી અપંગતા

જો કોઈ અણધારી ઘટના કાયમી અપંગતામાં પરિણમે તો તમારા બોજને હળવો કરવા માટે, પૉલિસી તમને એકસાથે વળતર આપશે.

વ્યક્તિગત જવાબદારી

વ્યક્તિગત જવાબદારી

જો તમને વિદેશમાં થર્ડ-પાર્ટી નુકસાન માટે જવાબદાર લાગે છે, તો અમારી પૉલિસી તમારા માટે તે નુકસાન માટે વળતર આપવાનું સરળ બનાવશે.

ફાઇનાન્શિયલ કટોકટી સહાયતા

ફાઇનાન્શિયલ કટોકટી સહાયતા

જો તમે ચોરી અથવા લૂંટને કારણે રોકડની તંગી અનુભવો છો, તો અમારી પૉલિસી ભારતમાંથી ઇમરજન્સી ફંડ ટ્રાન્સફરની સુવિધા આપવામાં મદદ કરશે.

હાઇજેક ડિસ્ટ્રેસ ભથ્થું

હાઇજેક ડિસ્ટ્રેસ ભથ્થું

જો તમારી ફ્લાઇટ હાઇજેક થઈ જાય છે, તો અમે જ્યારે અધિકારીઓ પરિસ્થિતિને સંભાળે છે ત્યારે તેના કારણે તમને થતી તકલીફ માટે વળતર પ્રદાન કરીશું.

ફ્લાઇટમાં વિલંબ

ફ્લાઇટમાં વિલંબ

અમારો USA ટ્રાવેલ ઇન્શ્યોરન્સ એક રિઇમ્બર્સમેન્ટ સુવિધા પ્રદાન કરે છે, જે તમને ફ્લાઇટના વિલંબને કારણે કરવી પડતી આવશ્યક ખરીદીઓ સંબંધિત ખર્ચને કવર કરવામાં મદદ કરશે.

હોટલમાં નિવાસ

હોટલમાં નિવાસ

જો તમને મેડિકલ ઇમર્જન્સીના કારણે તમારી હોટેલમાં રોકાણ લંબાવવાની જરૂર છે, તો અમારી પૉલિસી તે અતિરિક્ત ખર્ચને કવર કરશે.

સામાન અને પર્સનલ ડૉક્યુમેન્ટનું નુકસાન

સામાન અને પર્સનલ ડૉક્યુમેન્ટનું નુકસાન

અમારા USA ટ્રાવેલ ઇન્શ્યોરન્સ સાથે તમને ખોવાયેલ અથવા ચોરાયેલા વ્યક્તિગત ડૉક્યુમેન્ટ અને સામાનના બદલામાં થયેલ ખર્ચ માટે કવર કરવામાં આવશે.

ચેક-ઇન કરેલ સામાનનું નુકસાન

ચેક-ઇન કરેલ સામાનનું નુકસાન

ચેક-ઇન કરેલ સામાન ખોવાઈ જવાના કિસ્સામાં અમારી પૉલિસી તમને વળતર પ્રદાન કરશે. તેથી, તમારી USA ટ્રિપ તમારે આવશ્યક વસ્તુઓ વગર કરવી પડશે એ વિશે ચિંતા કરશો નહીં.

ચેક-ઇન કરેલ સામાનમાં વિલંબ

ચેક-ઇન કરેલ સામાનમાં વિલંબ

જો તમારા ચેક-ઇન સામાનને આવવામાં વિલંબ થાય, તો બધું ઠીક થાય તે દરમિયાન અમારી પૉલિસી તમને આવશ્યક વસ્તુઓની ખરીદી માટે કવર કરશે.

અમારા કેટલાક ટ્રાવેલ પ્લાનમાં ઉપરોક્ત કવરેજ કદાચ ઉપલબ્ધ ન હોય. કૃપા કરીને અમારા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન વિશે વધુ જાણવા માટે પૉલિસી નિયમાવલી, બ્રોશર અને પ્રોસ્પેક્ટસ વાંચો.

ભારતથી USA માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ હેઠળ શું કવર કરવામાં આવતું નથી

ભારતથી USA માટેની તમારી ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી નીચે આપેલ બાબતો માટે કવરેજ ઑફર કરી શકશે નહીં:

કાયદાનો ભંગ

કાયદાનો ભંગ

યુદ્ધ, આતંકવાદ અથવા કાયદાના ઉલ્લંઘનને કારણે થતી સ્વાસ્થ્ય સમસ્યાઓને ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન હેઠળ કવર કરી લેવામાં આવતી નથી.

એચડીએફસી અર્ગો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ દ્વારા નશાકારક પદાર્થોનો ઉપયોગ કવર કરવામાં આવતો નથી

નશીલા પદાર્થોનું સેવન

જો તમે નશીલા અથવા પ્રતિબંધિત પદાર્થોનો ઉપયોગ કરતા હોવ, તો USA ટ્રાવેલ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન કોઈ કવરેજ ઑફર કરશે નહીં.

એચડીએફસી અર્ગો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ દ્વારા પહેલેથી હોય તેવી બિમારીઓ કવર કરવામાં આવતી નથી

પહેલેથી હોય તેવી બિમારીઓ

જો તમે ટ્રિપ પહેલાં કોઈ બિમારી ધરાવો છો અથવા પહેલાંથી હાજર રોગની સારવાર લો છો, તો આ પ્લાન તે ખર્ચાઓને કવર કરશે નહીં.

યુદ્ધ અથવા આતંકવાદ

યુદ્ધ અથવા આતંકવાદ

આતંકવાદ અથવા યુદ્ધને કારણે થતી ઈજાઓ અથવા સ્વાસ્થ્યની જટિલતાઓ.

એચડીએફસી અર્ગો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ દ્વારા જાતે પહોંચાડવામાં આવેલી ઈજા કવર કરવામાં આવતી નથી

સ્વયં પ્રભાવિત ઇજા

ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ હેઠળ ઇરાદાપૂર્વક નુકસાન અથવા આત્મહત્યાના પ્રયત્નોના પરિણામે થતી ઈજાઓ કવર કરવામાં આવતી નથી.

એડવેન્ચર સ્પોર્ટ્સ

એડવેન્ચર સ્પોર્ટ્સ

આ પૉલિસીમાં જોખમી પ્રવૃત્તિઓ અને એડવેન્ચર સ્પોર્ટ્સમાં ભાગ લેવાના પરિણામે થતી ઈજાઓ અને હૉસ્પિટલના ખર્ચને કવર કરવામાં આવશે નહીં.

મેદસ્વિતા અને કૉસ્મેટિક સારવાર

મેદસ્વિતા અને કૉસ્મેટિક સારવાર

વિદેશ પ્રવાસ દરમિયાન, જો તમે અથવા પરિવારના સભ્ય કોસ્મેટિક અથવા મેદસ્વિતાની સારવાર મેળવવાનું પસંદ કરો છો, તો તે સંબંધિત ખર્ચને પ્લાન હેઠળ કવર કરી લેવામાં આવશે નહીં.

USA માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી ઑનલાઇન કેવી રીતે ખરીદવી?

જો તમે USA માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદવા માંગતા હોવ, તો તમારે નીચેના પગલાંઓને અનુસરવાના રહેશે:

• એચડીએફસી અર્ગો ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ની અધિકૃત વેબસાઇટની મુલાકાત લો.

• "હમણાં ખરીદો" બટન શોધો અને તેના પર ક્લિક કરો.

• ટ્રિપનો પ્રકાર, કુલ મુસાફરો અને તેમની ઉંમર જેવી જરૂરી વિગતો દાખલ કરો અને "ચાલુ રાખો" પર ક્લિક કરો.

• તમે જે દેશની મુલાકાત લેવાની યોજના બનાવી રહ્યા હોવ, ત્યાં જવા અને પાછા આવવાની તારીખ સાથે તેનું નામ પ્રદાન કરો, જે આ કિસ્સામાં USA છે અને આગળ દબાવો.

• પૉપ-અપ વિન્ડોમાં તમારું નામ, ઇમેઇલ અને ફોન નંબર જેવી તમારી સંપર્ક વિગતો દાખલ કરો અને "ક્વોટ જુઓ" પર ક્લિક કરો.

• ઉપલબ્ધ પ્લાનમાંથી પસંદ કરો, "ખરીદો" પસંદ કરો, અને આગામી વિન્ડો પર જવા માટે વેરિફિકેશન કોડ દાખલ કરો.

• પૉલિસી માટે જરૂરી અતિરિક્ત માહિતીને અનુસરો અને ઑનલાઇન ચુકવણી પૂર્ણ કરો.

• ચુકવણી સફળતાપૂર્વક પૂર્ણ થયા પછી, તમારી ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી જારી કરવામાં આવશે અને તમે પ્રદાન કરેલ ઇનબૉક્સમાં મોકલવામાં આવશે.

વિદેશમાં મેડિકલ ઇમરજન્સીની અસર તમારા પ્રવાસના બજેટ પર થવા દેશો નહીં. ટ્રાવેલ ઇન્શ્યોરન્સ સાથે ઇમરજન્સી મેડિકલ અને દાંતના ખર્ચ સામે પોતાને ફાઇનાન્શિયલ રીતે કવર કરો.

USA વિશે રસપ્રદ તથ્યો

કેટેગરી વિગતો
સાઇઝUSA કદ અને વસ્તી બંનેમાં વિશ્વનો ત્રીજો સૌથી મોટો દેશ છે. આ એટલો વિશાળ છે કે તમે ત્યાં અઠવાડિયાઓ સુધી ફરી શકો છો અને છતાં તેને સંપૂર્ણપણે ના જોઈ શકો!
વૈવિધ્યસભર લેન્ડસ્કેપમરુભૂમિથી લઈને પર્વતો અને દરિયાકિનારાથી લઈને જંગલો સુધી, USA વિશ્વના કેટલાક સૌથી વૈવિધ્યસભર લેન્ડસ્કેપ પ્રદાન કરે છે. ગ્રાન્ડ કેનિયન, યલોસ્ટોન અથવા એપાલેચિયન ટ્રેઇલ વિશે વિચારો - દરેક જગ્યા એક અનન્ય અનુભૂતિ પ્રદાન કરે છે.
સાંસ્કૃતિક મિલન સ્થાનUSA તેની વિવિધતા માટે જાણીતું છે, જ્યાં સમગ્ર વિશ્વના લોકો તેને પોતાનું ઘર બનાવે છે. સંસ્કૃતિઓનું આ મિશ્રણ વિવિધ પકવાન, પરંપરાઓ અને તહેવારોનો સમૃદ્ધ ચાકડો બનાવે છે, જેના વિશે જાણવાનું તમને ગમશે.
પ્રતિષ્ઠિત સીમાચિહ્નોUSA વિશ્વના કેટલાક સૌથી જાણીતા લેન્ડમાર્ક જેમ કે સ્ટેચ્યૂ ઑફ લિબર્ટી, વાઇટ હાઉસ અને હૉલીવુડનું ઘર છે. તમે તેમને ફિલ્મોમાં જોયા છે, પરંતુ તેમને રૂબરૂ જોવા એ લ્હાવો છે.
શોધખોળશું તમે જાણો છો કે USA એ વિશ્વને ઇન્ટરનેટ, હવાઈ જહાજ અને લાઇટ બલ્બ પણ આપ્યા છે? તે નવીનતા અને સર્જનાત્મકતાનો દેશ છે.
એક જણની વસ્તી ધરાવતું એક નગર છેમોનોવી, નેબ્રાસ્કા એ USA નું એકમાત્ર સ્થાપિત શહેર છે જેમાં માત્ર એક જણ નિવાસ કરે છે, જે મેયર, લાઇબ્રેરિયન અને બારટેન્ડર તરીકે કાર્ય કરે છે.
USA ની કોઈ અધિકૃત ભાષા નથીજોકે અંગ્રેજી સૌથી વધુ બોલાતી ભાષા હોવા છતાં, USA માં સંઘીય સ્તરે કોઈ સત્તાવાર ભાષા નથી.
અલાસ્કાનો દરિયાકિનારો તમામ રાજ્યો કરતા લાંબો છેઅલાસ્કા 6,640 માઇલનો દરિયાકિનારો ધરાવે છે, જે US ના અન્ય તમામ રાજ્યોના સંયુક્ત દરિયાકિનારા કરતાં વધુ લાંબો છે.
એક શહેર જ્યાં હંમેશા ક્રિસમસ હોય છેસાંતા ક્લૉઝ, ઇન્ડિયાના એક વાસ્તવિક શહેર છે, જ્યાં તમે વર્ષભર ક્રિસમસ-થીમ ધરાવતી દુકાનોની મુલાકાત લઈ શકો છો અને નિવાસીઓને સાંતાને નામે હજારો પત્રો મળે છે.
ન્યૂ યોર્કની સબવે સિસ્ટમ અત્યંત વિશાળ છેજો તમે ક્યારેય ન્યુ યોર્ક સબવે પર ગયા હોવ, તો તમે જાણતા હશો કે તે વિશાળ છે. પરંતુ શું તમે જાણો છો કે તેમાં વિશ્વની અન્ય કોઈ મેટ્રો સિસ્ટમ કરતાં વધુ સ્ટેશનો છે?
કોંગ્રેસની લાઇબ્રેરી વિશાળ છેવૉશિંગટન ડી.સી. માં કોંગ્રેસની લાઇબ્રેરી વિશ્વની સૌથી મોટી છે, જેના સંગ્રહમાં 170 મિલિયનથી વધુ વસ્તુઓ છે.
લાસ વેગાસ એ વિશ્વનું સૌથી વધુ પ્રકાશિત સ્થળ છેજ્યારે અવકાશમાંથી જોવામાં આવે, ત્યારે લાસ વેગાસ પ્રસિદ્ધ સ્ટ્રીપ પરની કેન્દ્રિત લાઇટને કારણે પૃથ્વી પરના સૌથી પ્રકાશિત સ્થળ તરીકે ચમકે છે.

USA ટૂરિસ્ટ વિઝા માટે જરૂરી ડૉક્યુમેન્ટ

જો તમે USA ની ટ્રિપ પ્લાન કરી રહ્યા હોવ, તો તમારા ટૂરિસ્ટ વિઝા મેળવવા એ પ્રથમ પગલું છે. ભારતીય તરીકે તમારે જરૂરી ડૉક્યુમેન્ટની એક ટૂંકી સૂચિ અહીં આપેલ છે:

• તમારા રોકાણના સમયગાળા બાદ ઓછામાં ઓછા છ મહિનાની માન્યતા ધરાવતો એક માન્ય પાસપોર્ટ.

• DS-160 ફોર્મ કન્ફર્મેશન.

• વિઝા ફીની ચુકવણીનો પુરાવો.

• વિઝાના ઇન્ટરવ્યૂ માટેની અપૉઇન્ટમેન્ટનું કન્ફર્મેશન.

• તાજેતરનો પાસપોર્ટ-સાઇઝનો ફોટો.

• ફ્લાઇટ્સ અને આવાસ સહિતનો મુસાફરીનો કાર્યક્રમ.

• નાણાંકીય પુરાવા, જેમ કે બેંક સ્ટેટમેન્ટ.

• USA ટ્રાવેલ ઇન્શ્યોરન્સ, જે ફરજિયાત નથી પરંતુ તે સુરક્ષાનું એક અતિરિક્ત સ્તર ઉમેરે છે.

USA ની મુલાકાત લેવા માટે શ્રેષ્ઠ સમય

USA ની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય મોટાભાગે એ બાબત પર નિર્ભર કરે છે કે કોઈ વ્યક્તિ શું અનુભવવા માંગે છે. જો તમારે સુખદ હવામાન અને ઓછી ભીડ જોઈતી હોય, તો માર્ચથી મે અને સપ્ટેમ્બરથી નવેમ્બરમાં મુલાકાત લેવાનું વિચારો. આ સમય દરમિયાન, તમને હળવા તાપમાન અને સુંદર પ્રાકૃતિક દૃશ્યોનો આનંદ માણવા મળશે, ભલે તમે શહેરો અથવા નેશનલ પાર્કમાં ફરતા હોવ. ઉનાળામાં સૌથી વધુ પર્યટકો હોય છે, જે જૂનથી શરૂ કરીને ઓગસ્ટ સુધી હોય છે, અને તેમાં ન્યૂયોર્ક અને સાન ફ્રાન્સિસ્કો જેવા લોકપ્રિય શહેરો અને કેટલાક રાષ્ટ્રીય ઉદ્યાનો શામેલ છે. જો તમે ઉત્સાહવર્ધક તહેવારો અને આઉટડોર પ્રવૃત્તિઓનો આનંદ માણતા હોવ, તો તમારા માટે ઉનાળો સૌથી વધુ યોગ્ય હોઈ શકે છે. જો તમને શિયાળાની રમતગમત અથવા તહેવારોની રજાઓના કાર્યક્રમોમાં રૂચિ હોય, તો શિયાળો (ડિસેમ્બરથી ફેબ્રુઆરી) શ્રેષ્ઠ છે. કોલોરાડો અને ઉટાહ જેવા સ્થળો સ્કીઇંગ કરવા માટે અદ્ભુત છે, જ્યારે ન્યૂયોર્ક અને શિકાગો જેવા શહેરો હૉલિડે લાઇટ અને પ્રવૃત્તિઓ સાથે ચમકતા હોય છે.

તમે જે પણ સમય પસંદ કરો, પરંતુ સુનિશ્ચિત કરો કે અનપેક્ષિત સ્થિતિ માટે તમારી પાસે USA ટ્રાવેલ ઇન્શ્યોરન્સ હોય. તે તમને મનની શાંતિ આપી શકે છે અને તમે ઉનાળામાં હરવા ફરવાની અથવા શિયાળામાં અજાયબીઓની દુનિયામાં ફરવાનો ખરેખર આનંદ માણી શકો છો. જો તમારી પાસે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ હોય તો તમે સુનિશ્ચિત કરશો કે બધું ઓછામાં ઓછી ઝંઝટ અને ઓછા તણાવ સાથે પતી જાય.

USA માટે સમગ્ર વર્ષ દરમિયાનની આવશ્યક બાબતો

ટ્રિપનો કાર્યક્રમ નિર્ધારિત કરવાની સાથે સાથે, એ સુનિશ્ચિત કરો કે તમે USA ની મુલાકાતે તમારી બૅગમાં શું લઈ જવું તે પણ પ્લાન કરો. આખા વર્ષ માટેની કેટલીક આવશ્યક વસ્તુઓ નીચે મુજબ હશે ;

• USA માં હેલ્થકેર ખૂબ જ ખર્ચાળ હોઈ શકે છે, તેથી મેડિકલ ઇમરજન્સીને કવર કરતા ટ્રાવેલ ઇન્શ્યોરન્સમાં ઇન્વેસ્ટ કરો

• દરિયા કિનારાની મજેદાર ટ્રિપ માટે બીચવેર.

• વજનમાં હળવા જેકેટ અને આરામદાયક શૂઝ સહિત વિવિધ ઋતુઓ માટે લેયર ધરાવતા કપડાં.

• બહાર હરવા-ફરવા દરમિયાન સૂર્યપ્રકાશથી બચવા માટે સનસ્ક્રીન.

• દિવસભર હાઇડ્રેટેડ રહેવા માટે વારંવાર ઉપયોગ કરી શકાય તેવી પાણીની બોટલ.

• મહત્વપૂર્ણ ટ્રાવેલ ડૉક્યુમેન્ટ જે તમારા સંપૂર્ણ રોકાણની માન્યતા સુનિશ્ચિત કરે, ટ્રાવેલ એડેપ્ટર અને વોલ્ટેજ કન્વર્ટર.

USA માં લેવા યોગ્ય સુરક્ષા અને સાવચેતીના પગલાં

USA ની મુસાફરી કરતી વખતે, સુરક્ષા અને સાવચેતી વિશેની કેટલીક ટિપ્સ હંમેશા અવરોધ મુક્ત મુસાફરી માટે ઉપયોગી બને છે.

• હંમેશા તમારા ડૉક્યુમેન્ટ, જેમ કે તમારો પાસપોર્ટ અને વિઝાની એક કૉપી સાથે રાખો, જેથી તમે સુનિશ્ચિત કરી શકો કે તે એક જ જગ્યાએ સ્ટોર કરેલ ના હોય.

• તમારી આસપાસના વાતાવરણ વિશે જાગૃત રહો, ખાસ કરીને ભીડવાળા સ્થળોએ અને મોટી રોકડ રકમ સાથે લઈ જવાનું ટાળો.

• ખાસ તો ઇમરજન્સીના કિસ્સામાં, સ્થાનિક નંબરોથી પોતાને પરિચિત કરવા માટે સમય કાઢવો એ એટલું જ મહત્વપૂર્ણ છે.

• USA ના હવામાનમાં વાવાઝોડાથી લઈને હિમવર્ષા થઈ શકે છે, તેથી તેના માટે તૈયાર રહો.

• હોટલમાં રહેતી વખતે ડોર સ્ટૉપ અલાર્મ સાથે રાખો. તે નાનું હોય છે, પરંતુ તે તમને સુરક્ષિત અનુભવ કરાવશે. તમે ક્યારેક વિચિત્ર હોટલ રૂમમાં એટલું સુરક્ષિત અનુભવતા નથી.

• ટ્રાવેલ ઍલર્ટ મેળવવા માટે તમારા દેશના દૂતાવાસ સાથે નોંધણી કરાવો, જે તમને કોઈપણ સ્થાનિક સમસ્યાઓ અથવા કુદરતી આફતો વિશે અપડેટ પ્રદાન કરશે.

• જો તમે રાષ્ટ્રીય ઉદ્યાનો અથવા ગ્રામીણ વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા હોવ, તો વન્યજીવનનું ધ્યાન રાખો. હંમેશા પ્રાણીઓથી સુરક્ષિત અંતર જાળવો અને તેમને ક્યારેય ખોરાક આપશો નહીં.

• જો તમે ડ્રાઇવિંગ કરતા હોવ, તો વિવિધ રાજ્યોમાં વિવિધ ટ્રાફિક કાયદાઓ હોય છે તેના વિશે જાણકારી મેળવો, તેથી રસ્તા પર વાહન ચલાવતા પહેલાં તેની સમીક્ષા કરવી એ સારો વિચાર છે.

• ટ્રાવેલ ઍલર્ટ મેળવવા માટે તમારા દેશના દૂતાવાસ સાથે નોંધણી કરાવો, જે તમને કોઈપણ સ્થાનિક સમસ્યાઓ અથવા કુદરતી આફતો વિશે અપડેટ પ્રદાન કરશે.

• છેલ્લે, તમારા પ્લાનમાં USA ટ્રાવેલ ઇન્શ્યોરન્સ શામેલ કરવાનું યાદ રાખો. કોઈપણ અણધારી ઘટનાઓને કવર કરવા માટે તે જરૂરી છે, જે સુનિશ્ચિત કરે છે કે તમે તમારી ટ્રિપ દરમિયાન સુરક્ષિત હોવ.

USA માં આંતરરાષ્ટ્રીય હવાઈ મથકોની સૂચિ

એરપોર્ટ શહેર IATA કોડ
હાર્ટ્સફીલ્ડ-જેક્સન એટલાન્ટા ઇન્ટરનેશનલ એરપોર્ટએટલાન્ટાATL
લૉસ એન્જલસ ઇન્ટરનેશનલ એરપોર્ટલૉસ એન્જલ્સLAX
જ્હોન એફ. કેનેડી ઇન્ટરનેશનલ એરપોર્ટન્યૂ યોર્ક સિટીJFK
શિકાગો ઓ'હેર ઇન્ટરનેશનલ એરપોર્ટશિકાગોORD
સાન ફ્રાન્સિસ્કો ઇન્ટરનેશનલ એરપોર્ટસૅન ફ્રૅન્સિસ્કોSFO
મિયામી ઇન્ટરનેશનલ એરપોર્ટમિયામીMIA
ડલાસ/ફોર્ટ વર્થ ઇન્ટરનેશનલ એરપોર્ટડલાસ/ફોર્ટ વર્થDFW
ડેન્વર ઇન્ટરનેશનલ એરપોર્ટડેનવરડેન
સિએટલ-ટાકોમા ઇન્ટરનેશનલ એરપોર્ટસિએટલSEA
વૉશિંગટન ડલ્સ ઇન્ટરનેશનલ એરપોર્ટવૉશિંગટન, ડી.સી.IAD
ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદો

ટ્રાવેલ ઇન્સ્યોરન્સને મેડિકલ ઇમર્જન્સીના કારણે વિસ્તૃત હોટેલ રોકાણના કારણે થતા વધારાના ખર્ચને હેન્ડલ કરવા દો. વધુ જાણવા માટે અહીં ક્લિક કરો!

USA માં લોકપ્રિય ગંતવ્ય સ્થળો

જ્યારે તમે USA ની ટ્રિપ પ્લાન કરી રહ્યા હોવ, ત્યારે તમે ઘણા અદ્ભુત સ્થળોની મુલાકાત લઈ શકો છો, દરેક કંઈક અનન્ય અનુભૂતિ પ્રદાન કરે છે. ચાલો, હું તમને આઠ લોકપ્રિય સ્થળોએ લઈ જાઉં, જ્યાં તમે જવા માંગતા હોવ:

1

ન્યૂ યોર્ક સિટી

ન્યૂ યોર્ક સિટીના ઉલ્લેખ વિના USA વિશેની તમારી વાત અધૂરી ગણાશે. આ એક એવી જગ્યા છે જ્યાં તમે ટાઇમ્સ સ્ક્વેરની ધમાલનો અનુભવ કરી શકો છો, સેન્ટ્રલ પાર્કમાં લટાર મારી શકો છો અને એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગની ટોચ પરથી નજારો જોઈ શકો છો. બ્રૉડવેના શો જોવાનું અથવા સ્ટેચ્યૂ ઑફ લિબર્ટીની મુલાકાત લેવાનું ભૂલશો નહીં. આ શહેર સંસ્કૃતિ, ઈતિહાસ અને અનંત ઉત્સાહનું મિશ્રણ છે. સુનિશ્ચિત કરો કે તમે તમારો USA ટ્રાવેલ ઇન્શ્યોરન્સ લીધો હોય, કારણ કે આવા વ્યસ્ત શહેરમાં તણાવ-મુક્ત રહીને હરવા ફરવા માટે તે જરૂરી છે.

2

લાસ વેગાસ, નેવાડા

લાસ વેગાસ એ તમામ ચમક અને ભપકા વિશે જાણીતું છે, તેની નાઇટલાઇફ માટે પ્રખ્યાત સ્થાન, જેમાં જુગારીઓ અને અત્યાધિક મનોરંજન માણનારા લોકો તેને જીવંત રાખે છે, જીવનને છૂટો દોર આપવા માટેનું એક યોગ્ય સ્થાન. ત્યાં એક એવી જગ્યા છે જ્યાં તમને વિવિધ વાનગીઓનો આનંદ અને મનોરંજન માટે ભરપૂર વિકલ્પ પ્રદાન કરતી થીમ આધારિત હોટેલ મળશે. જો તમે સાહસિક હોવ, તો નજીકના ગ્રાન્ડ કેનિયન સુધી હેલિકોપ્ટરની રાઇડ લો.

3

સાન ફ્રાન્સિસ્કો, કેલિફોર્નિયા

સાન ફ્રાન્સિસ્કો તે સ્થાનોમાંથી એક છે જે તાત્કાલિક આકર્ષિત કરે છે, ગોલ્ડન ગેટ બ્રિજ જવું આવશ્યક છે, અને ત્યારબાદ હેઇટ-એશબરી અને ચાઇનાટાઉન જેવા સુંદર વિચિત્ર પડોશના વિસ્તારોમાં ફરવાનો આનંદ છે. અલ્કાટ્રાઝ આઇલેન્ડની ફેરી ટ્રિપ અથવા કેબલ કાર પરની સૌથી ડુંગરાળ શેરીઓમાં સવારી કરવી એ પણ અનિવાર્ય છે. તે ઠંડા, ધુમ્મસવાળા હવામાનમાં, આસપાસ ફરવા જવું અને વિવિધ સ્થળોના છુપાયેલા ખજાનાને શોધી કાઢવો તે એક ધમાલ છે.

4

ઓર્લેન્ડો, ફ્લોરિડા

પરિવાર સાથે મહત્તમ આનંદ માટે ઓર્લેન્ડો તરફ નજર કરો, કારણ કે તે વિશ્વના કેટલાક સૌથી પ્રસિદ્ધ થીમ પાર્ક ધરાવે છે: વૉલ્ટ ડિઝની વર્લ્ડ, યુનિવર્સલ સ્ટુડિયો અને સીવર્લ્ડ. ભલે તે પેટમાં ગલીપચી કરાવતી રોલર કોસ્ટર હોય અથવા જાદુઈ છડી સાથેની પરીઓની વાર્તાઓ હોય, ઓર્લેન્ડોમાં બધા માટે કંઈક છે. માત્ર પોતાની જાતને સક્રિય રાખજો અને વારંવાર પાણી પીવાનું યાદ રાખજો, કારણ કે ફ્લોરિડાની ગરમી ખૂબ જ વધારે હોઈ શકે છે.

5

વૉશિંગટન, ડી.સી.

ઈતિહાસ પ્રેમીઓ માટે, વૉશિંગટન ડી.સી. એ જવા જેવું સ્થાન છે. વ્હાઇટ હાઉસથી શરૂ કરીને, લિંકન મેમોરિયલ અને યુ.એસ. કેપિટોલ સુધીના તમામ પ્રતિષ્ઠિત સીમાચિહ્નો USA ની રાજધાનીમાં પથરાયેલા છે. તમને અસંખ્ય સંગ્રહાલયો અને ગેલેરીઓ જોવા મળશે, જેમાંથી મોટાભાગનામાં મફત પ્રવેશ મેળવી શકાય છે અને તે દેશના વિસ્તૃત ઈતિહાસ વિશે ઊંડાણપૂર્વક જણાવે છે. ચાલો, નેશનલ મૉલની એક લટાર મારીએ ; જો તમે વસંતઋતુમાં મુલાકાત લો, તો ચેરી બ્લૉસમ એ એક જોવાલાયક નજારો છે.

6

હોનોલુલુ, હવાઈ

તે સ્વર્ગ સમા પૃથ્વી પરના હરિયાળા દરિયા કિનારાઓ, નીલમણીના રંગ જેવું પાણી અને ઢોળાવવાળા બગીચાઓ ધરાવે છે, જે એક સપના સમાન જ છે. વાઇકીકીના દરિયા કિનારે મોજા પર સર્ફિંગ કરવું હોય કે ડાયમંડ હેડ પર હાઇકિંગ કરવું હોય, તે આકર્ષક પ્રાકૃતિક દૃશ્યો અને મનોહર દૃશ્યો માટે ઉત્સાહી છે. તમે પોલિનેશિયન કલ્ચરલ સેન્ટરમાં તમારી જાતને સ્થાનિક જીવનશૈલીમાં લીન કરી શકો છો અથવા ઐતિહાસિક પર્લ હાર્બરની મુલાકાત લઈ શકો છો.

7

ન્યૂ ઓર્લિયન્સ, લુઇઝિયાના

ન્યૂ ઓર્લિયન્સ એ સંસ્કૃતિ, સંગીત અને વિવિધ વાનગીઓનું અનોખું મિશ્રણ ધરાવતું શહેર છે, જે અન્ય કરતા નોખું છે. ફ્રેન્ચ ક્વાર્ટર એ શહેરનું હૃદય છે, જ્યાં તમે આકર્ષક શેરીઓમાં ફરવા જઈ શકો છો, લાઇવ જાઝ સાંભળી શકો છો અને કૅફે ડુ મોન્ડેમાં બેઇનેટ આરોગી શકો છો. મારડી ગ્રાસમાં ઘણા લોકો આવે છે, પરંતુ ન્યૂ ઓર્લિયન્સ તહેવારો, પરેડ અને વાઇબ્રન્ટ સ્ટ્રીટ લાઇફ સાથે વર્ષભર ધમધમતું હોય છે.

USA માં કરવા જેવી બાબતો

જ્યારે તમે USA માં હોવ, ત્યારે તમે અસંખ્ય અનુભવો માણી શકો છો. તમારી ટ્રિપને યાદગાર બનાવવા માટે તમારી મુલાકાત દરમિયાન કરવા લાયક કેટલીક બાબતો અહીં આપેલ છે:

1

નેશનલ પાર્કની મુલાકાત લો

US વિશ્વના કેટલાક સૌથી અદ્ભુત રાષ્ટ્રીય ઉદ્યાનો ધરાવે છે. કોઈપણ વ્યક્તિ ગ્રાન્ડ કેનિયનની ભવ્યતા જોઈ શકે છે, યલોસ્ટોનમાં જમીનમાંથી ઉપર ઉછળતા ગરમ પાણીના ફુવારા જોઈ શકે છે, અથવા કેલિફોર્નિયામાં કદાવર રેડવુડ દ્વારા મંત્રમુગ્ધ થઈ શકે છે. દરેક ઉદ્યાનમાં અનન્ય ટોપોગ્રાફી અને વન્યજીવન છે, જે તેમને પ્રકૃતિ પ્રેમીઓ માટે આદર્શ બનાવે છે.

2

વૉશિંગટન, ડી.સી. મ્યુઝિયમ

વૉશિંગટન, ડી.સી. સંગ્રહાલયોથી ભરેલું છે. માત્ર સ્મિથસોનિયન ઇન્સ્ટિટ્યૂશનમાં 19 સંગ્રહાલયો છે, જેમાં કળાથી લઈને અવકાશ સંશોધન સુધીની દરેક બાબત આવરી લેવામાં આવી છે. તમે અહીં માત્ર જ્ઞાન અને ઈતિહાસના સાગરમાં ડૂબકી લગાવવામાં દિવસો વિતાવી શકો છો.

3

રૂટ 66 પર રોડ ટ્રિપ કરો

રૂટ 66 પરના ડ્રાઇવિંગને અમેરિકન ક્લાસિક ગણવામાં આવે છે. શિકાગોથી લઈને લૉસ એન્જલસ સુધીનો ઐતિહાસિક હાઇવે તમને નાના નગરો, રસ્તાની આસપાસના વિચિત્ર આકર્ષણો અને સુંદર રણપ્રદેશમાંથી લઈ જશે. કોઈ દેશના મુખ્ય પ્રદેશોને જોવાની અને દૂર સુદૂર આવેલ સ્થળોના આકર્ષણો જોવાની આ એક શ્રેષ્ઠ રીત છે.

4

ન્યૂ યોર્ક સિટીમાં બ્રૉડવેના પરફોર્મન્સ જુઓ:

જો તમે ન્યૂ યોર્ક સિટીમાં આવો, તો સુનિશ્ચિત કરો કે બ્રૉડવે પરનો કોઈ શો જોવા જાઓ. તેના ક્લાસિક મ્યુઝિકલ, નાવીન્યસભર નાટકો અને સર્વોત્તમ પ્રદર્શનો માટે જાણીતું, થિયેટર ડિસ્ટ્રિક્ટ એક અનુભૂતિ છે, જે તમને પ્રેરણા આપશે અને આનંદિત રાખશે.

5

ન્યૂ ઓર્લિયન્સના સંગીતમાં ડૂબકી લગાવો

ન્યૂ ઓર્લિયન્સ જાઝનું જન્મસ્થાન હતું, અને તેની સંગીત વિશેની સમજ જીવંત અને બહેતર છે. તમે ફ્રેન્ચ ક્વાર્ટરમાં લાઇવ મ્યુઝિક સાંભળી શકો છો, ઐતિહાસિક જાઝ ક્લબમાં જઈ શકો છો અથવા સ્ટ્રીટ પરેડમાં જોડાઈ શકો છો. તેની ચેતનવંતી ઊર્જા અને અવિસ્મરણીય સંગીત.

6

હવાઇના દરિયા કિનારે આરામ કરો

હવાઈના દરિયા કિનારાઓ ફરવા માટેના સારા સ્થળ છે. તમને સુંદર કિનારાઓ જોઈ શકો છો, હૂંફાળા પાણી અને આરામની અનુભૂતિ લઈ શકો છો, પછી તે હોનોલુલુ હોય કે નાના ટાપુઓમાંથી કોઈ એક ટાપુ હોય. તમારામાં ઊર્જાનો નવસંચાર કરવા અને સૂર્યપ્રકાશ મેળવવા માટે આ સ્થળે જવું આદર્શ છે.

USA માં પૈસા બચાવવાની ટિપ્સ

યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાની ટ્રિપનું પ્લાનિંગ કરવા માટે યોગ્ય રકમનું બજેટ બનાવવાની જરૂર છે. અહીં કેટલીક ટિપ્સ આપેલ છે જે તમને પૈસા બચાવવામાં મદદ કરશે, જેથી તમે વધુ પડતો ખર્ચ કર્યા વિના ભરપૂર આનંદ માણી શકો:

1

તમારી ફ્લાઇટ અગાઉથી બુક કરો

જો તમે તમારી ફ્લાઇટ અગાઉથી બુક કરી શકો તો તમે વધુ બચત કરી શકો છો. એરલાઇન્સ પ્રસ્થાનની તારીખના ઘણા મહિના પહેલાં વધુ સારી ડીલ આપતા હોય છે. શ્રેષ્ઠ ઑફર માટે કિંમતોની તુલના કરતી સાઇટનો ઉપયોગ કરો અને અઠવાડિયાના વચ્ચેના દિવસોમાં ઉડાન ભરવાનું વિચારો કારણ કે ત્યારે ભાડું હંમેશા ઓછું હોય છે.

2

બજેટમાં આવાસ

બજેટ હોટલ, હોસ્ટેલ અથવા એરબીએનબી દ્વારા ભાડેના વિકલ્પને પણ ધ્યાનમાં લો. તમને મોટેભાગે જણાશે કે શહેરના મધ્યમાં રહેવા કરતા બહારના વિસ્તારોમાં રહેવું ઘણું સસ્તું હોય છે, છતાં તે શહેર સાથે સારી રીતે જોડાયેલ હોય છે. જો તમે મોટા ગ્રુપ સાથે મુસાફરી કરતા હોવ, તો ઘણીવાર થોડા હોટલ રૂમને બદલે એક મોટી જગ્યા ભાડે લેવી યોગ્ય રહેશે.

3

જાહેર પરિવહનનો ઉપયોગ કરો

જાહેર પરિવહન: શહેરોમાં ફરવા માટે ઘણી ટૅક્સી કે કાર ભાડે લેવાના બદલે જાહેર પરિવહનનો ઉપયોગ કરો. US ના ઘણા શહેરોમાં બસ, સબવે અને ટ્રેનની સિસ્ટમ ઘણી ઉત્તમ છે, જે વાજબી કિંમત ધરાવે છે અને કાર્યક્ષમ છે. તમે આ રીતે બચત કરેલ પૈસા, ઉપરાંત સ્થાનિક જીવનનો વધુ પ્રામાણિક આસ્વાદ, એ શ્રેષ્ઠ બોનસ છે.

4

સ્થાનિક લોકોની જેમ ભોજન કરો

તમારું ભોજન એવા સ્થળે લો જ્યાં સ્થાનિક લોકો ભોજન કરતા હોય અને મોંઘા પ્રવાસી રેસ્ટોરન્ટમાં જવાનું ટાળો. તમે ફૂડ ટ્રક, ડાઇનર્સ અને ભોજન સ્થળોએ માત્ર આંશિક કિંમતમાં ઉત્તમ ભોજન મેળવી શકો છો. આ રીતે, તમે તમારા ખિસ્સામાં કાણું પાડ્યા વિના વિશિષ્ટ અમેરિકન ભોજનનો આનંદ માણી શકશો.

5

મફત આકર્ષણોનો લાભ લો

અમેરિકાના ઘણા શહેરોમાં વિવિધ પ્રવૃત્તિઓ મફતમાં અથવા ખૂબ જ નજીવી કિંમતે ઉપલબ્ધ હોય છે. સંગ્રહાલયોથી લઈને ઉદ્યાનો સુધી, તહેવારોથી માંડીને બજારો સુધી, તમે અધધ પૈસા ખર્ચ્યા વગર પણ ઘણું બધું જોઈ અને કરી શકો છો. અથવા મફતમાં વૉકિંગ ટૂર કરો, જેનાથી તમને કોઈ વિસ્તારમાં હરવા ફરવા મળશે અને તેને બહેતર રીતે સમજવા મળશે.

6

USA ટ્રાવેલ ઇન્શ્યોરન્સ મેળવો

જોકે આ વધારાનો ખર્ચ લાગી શકે છે, પરંતુ USA ટ્રાવેલ ઇન્શ્યોરન્સને લીધે તમારા પૈસા ખર્ચ થવાને બદલે ઉપરથી તે પૈસાની બચત કરશે. તે મોટા બિલ દ્વારા તમારા ખિસ્સા પર ભાર આપ્યા વગર, મેડિકલ ઇમરજન્સી અથવા ટ્રિપના કૅન્સલેશન જેવા તમામ અનપેક્ષિત ખર્ચને કવર કરે છે.

USA માં જાણીતી ભારતીય રેસ્ટોરન્ટની સૂચિ

જ્યારે તમને ભારતીય ભોજન ખાવાની ઈચ્છા થાય, ત્યારે અહીં કેટલાક ભારતીય રેસ્ટોરન્ટ છે જેમાં ભોજન લઈને તમે આત્મ સંતૃપ્ત થઈ શકો છો:

રેસ્ટોરન્ટનું નામ શહેર ખાસ ચાખવાલાયક વાનગી ઍડ્રેસ
જુનૂનન્યૂ યોર્ક સિટીકાળી દાલ, તંદૂરી લેમ્બ ચોપ્સ, બટર ચિકન27 W 24th સ્ટ્રીટ, ન્યૂ યોર્ક, NY 10010
સરવણા ભવનન્યૂ યોર્ક સિટીમસાલા ડોસા, ઈડલી સંભાર, પોંગલ129 E 28th સ્ટ્રીટ, ન્યૂ યોર્ક, NY 10016
સમોસા હાઉસલૉસ એન્જલ્સસમોસા, છોલે ભટૂરે, પનીર ટિક્કા10907 વૉશિંગટન બીએલવીડી, કલ્વર સિટી, CA 90232
બોમ્બે પૅલેસસૅન ફ્રૅન્સિસ્કોચિકન ટિક્કા મસાલા, લેમ્બ કોરમા, ગાર્લિક નાન49 ગિયર સ્ટ્રીટ, સાન ફ્રાન્સિસ્કો, CA 94108
ઇન્ડિયા હાઉસહ્યુસ્ટનચિકન ટિક્કા, બિરયાની, ગાર્લિક નાન8889W બેલફોર્ટ એવ, હ્યુસ્ટન, TX 77031
ધ રૉયલ ઇન્ડિયન રેસ્ટોરન્ટશિકાગોરોગન જોશ, ચિકન કોરમા, પનીર ટિક્કા200 E ચેસ્ટનટ સ્ટ્રીટ, શિકાગો, IL 60611
ડોસાસૅન ફ્રૅન્સિસ્કોડોસા, મલાઈ કોફ્તા, લેમ્બ વિન્ડલૂ1700 ફિલમોર સ્ટ્રીટ, સાન ફ્રાન્સિસ્કો, CA 94115
લિટલ ઇન્ડિયાએટલાન્ટાચિકન બિરયાની, પાલક પનીર, આલૂ ગોબી5950 રોઝવેલ રોડ NE, એટલાન્ટા, GA 30328

USA માં સ્થાનિક કાયદા અને શિષ્ટાચાર

જ્યારે તમે USA ની મુલાકાત લઈ રહ્યા હોવ, ત્યારે સરળ અને આનંદદાયક મુસાફરી સુનિશ્ચિત કરવા માટે સ્થાનિક કાયદાઓ અને શિષ્ટાચાર વિશે જાગૃત રહેવું સારું છે. અહીં કેટલાક મુખ્ય મુદ્દાઓ છે:

• અમેરિકામાં વ્યક્તિગત ગોપનીયતાનો આદર કરવામાં આવે છે, તેથી સામાજિક અને જાહેર કાર્યક્રમોમાં થોડું અંતર જાળવી રાખો.

• સામાન્ય રીતે બિલની રકમના 15-20% રકમ ગ્રાહકો દ્વારા રેસ્ટોરન્ટમાં ટિપ તરીકે ચૂકવવામાં આવે છે, એક શિષ્ટાચાર જેનું USA માં અનુસરણ થાય છે અને જે અપેક્ષિત છે. તમારે ટૅક્સી ડ્રાઇવરો અને હોટલના સ્ટાફને પણ ટિપ આપવાની રહેશે.

• રેસ્ટોરન્ટ અને બાર જેવા લગભગ દરેક સાર્વજનિક સ્થળોએ ધૂમ્રપાન કરવું ગેરકાયદેસર છે. જો તમે ધૂમ્રપાન કરતા હોવ, તો "ધૂમ્રપાન" કરવાની જગ્યાઓ શોધો.

• ટ્રાફિક લાઇટ અને સ્પીડ લિમિટનું પાલન કરો, ધ્યાનમાં રાખો કે મોટાભાગના શહેરોમાં લાપરવા થઈને ચાલવું એ ગેરકાયદેસર છે, તેથી હંમેશા ક્રૉસવોક (રાહદારીઓને ક્રૉસિંગ કરવા માટેની જગ્યા) નો ઉપયોગ કરો.

• સામાન્ય રીતે, કેઝુઅલ વસ્ત્રો સર્વત્ર સ્વીકાર્ય છે, સિવાય કે ફાઇન ડાઇનિંગ રેસ્ટોરન્ટ કે જેમાં ડ્રેસ કોડના નિયમો હોઈ શકે છે.

• તમારી પાસે હંમેશા માન્ય ID રાખો, કારણ કે તમારે વિવિધ ટ્રાન્ઝૅક્શન અથવા ઉંમરની ચકાસણી માટે તેની જરૂર પડી શકે છે.

USA માં ભારતીય દૂતાવાસ

ઑફિસ નામ કામના કલાકો ઍડ્રેસ
ભારતીય દૂતાવાસભારતીય દૂતાવાસ, વૉશિંગટન, ડી.સી.સોમ-શુક્ર: 9:00 AM - 5:30 PM2101 વિસ્કોન્સિન એવ NW, વૉશિંગટન, ડી.સી. 20007
કોન્સ્યુલેટ જનરલ ઑફ ઇન્ડિયાન્યૂ યોર્ક સિટીસોમ-શુક્ર: 9:00 AM - 5:30 PM3 ઈસ્ટ 64th સ્ટ્રીટ, ન્યૂ યોર્ક, NY 10065
કોન્સ્યુલેટ જનરલ ઑફ ઇન્ડિયાસૅન ફ્રૅન્સિસ્કોસોમ-શુક્ર: 9:00 AM - 5:30 PM540 આર્ગુએલો બીએલવીડી, સાન ફ્રાન્સિસ્કો, CA 94118
કોન્સ્યુલેટ જનરલ ઑફ ઇન્ડિયાશિકાગોસોમ-શુક્ર: 9:00 AM - 5:30 PM455 નૉર્થ સિટીફ્રન્ટ પ્લાઝા ડીઆર, શિકાગો, IL 60611
કોન્સ્યુલેટ જનરલ ઑફ ઇન્ડિયાહ્યુસ્ટનસોમ-શુક્ર: 9:00 AM - 5:30 PM4300 સ્કૉટલેન્ડ સ્ટ્રીટ, હ્યુસ્ટન, TX 77007

સૌથી વધુ મુલાકાત લેવાતા દેશો માટે ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ

નીચેના વિકલ્પોમાંથી તમારી પસંદગી કરો, જેથી તમે વિદેશમાં તમારી મુસાફરી માટે વધુ સારી તૈયારી કરી શકો

ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ફ્લાઇટમાં વિલંબ, સામાનનું નુકસાન અને અન્ય મુસાફરી સંબંધિત અસુવિધાઓની ચિંતા ઘટાડે છે.

તાજેતરનાં ટ્રાવેલ ઇન્શ્યોરન્સ બ્લૉગ વાંચો

slider-right
Travel insurance benefits for Diwali adventures

Why Travel Insurance is Essential for Diwali Adventures

વધુ વાંચો
25 ઓક્ટોબર 2024 ના રોજ પ્રકાશિત
Solo traveler meditating at a serene spiritual destination

Solo Travel Destinations for Spiritual Seekers

વધુ વાંચો
25 ઓક્ટોબર 2024 ના રોજ પ્રકાશિત
Happy family celebrating Diwali during a budget-friendly trip

How to Plan a Diwali Trip Without Breaking the Bank

વધુ વાંચો
24 ઓક્ટોબર 2024 ના રોજ પ્રકાશિત
Best International Places to Visit in Diwali Vacation

Best International Places to Visit in Diwali Vacation

વધુ વાંચો
24 ઓક્ટોબર 2024 ના રોજ પ્રકાશિત
Pre-Flight Checklist

The Ultimate Pre-Flight Checklist for Stress-Free Travel

વધુ વાંચો
23 ઓક્ટોબર 2024 ના રોજ પ્રકાશિત
સ્લાઇડર-ડાબી બાજુએ

અલ્જીરિયા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો

તમારી ટ્રિપ માટે અલ્જીરિયા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદવાના ઘણા લાભો છે. મુખ્યત્વે, તે વિવિધ દુર્ઘટનાઓ સામે કવરેજ પ્રદાન કરે છે અને તમને આર્થિક રીતે સુરક્ષિત રાખે છે અને ટ્રિપને કોઈપણ મોટી ઝંઝટથી મુક્ત રાખે છે.

અલ્જીરિયા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ હેઠળ બાકાત બાબતો ઇન્શ્યોરન્સ પ્રદાતા પર આધારિત છે. એચડીએફસી અર્ગોના અલ્જીરિયા ટ્રાવેલ ઇન્શ્યોરન્સમાં કાયદાનું ઉલ્લંઘન, ગેરકાયદેસર નશીલા પદાર્થોનું સેવન, પહેલેથી હોય તેવી બીમારીઓ, કૉસ્મેટિક અને સ્થૂળતાની સારવાર વગેરે સ્થિતિમાં કવરેજ ઑફર કરવામાં આવતું નથી.

Yes. હકીકતમાં, મુસાફરી સંબંધિત કવરેજ સાથે સાથે ફ્લાઇટમાં વિલંબ અલ્જીરિયા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ હેઠળ કવર કરવામાં આવે છે.

અલ્જીરિયા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ રિઇમ્બર્સમેન્ટ અને કૅશલેસ સારવારના લાભો સહિત બંને પ્રકારના ક્લેઇમ પ્રદાન કરે છે.

જો તમે અલ્જીરિયામાં બીમાર થાવ છો, તો સ્થાનિક અધિકારીઓનો સંપર્ક કરો અને મેડિકલ મદદ મેળવો. તમારા અલ્જીરિયા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ હેઠળ ક્લેઇમ કરવા માટે, ઇન્શ્યોરન્સ પ્રદાતાને જાણ કરો અને વેબસાઇટ અથવા પૉલિસી પેપર પર ઉલ્લેખિત સરળ સૂચનાઓનું પાલન કરીને ક્લેઇમ કરો.

હા. ભારતમાંથી અલ્જીરિયા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદવામાં રસ ધરાવતા વ્યક્તિઓ તેમની પસંદગીના ઇન્શ્યોરન્સ પ્રદાતાની વેબસાઇટ દ્વારા ઑનલાઇન આમ કરી શકે છે. એચડીએફસી અર્ગો વાજબી કિંમતો પર અને ઘણી સુવિધાઓ સાથે અલ્જીરિયા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ઑનલાઇન ઑફર કરે છે.

તમારે મુસાફરીની તારીખથી થોડા અઠવાડિયા પહેલાં, ખાસ કરીને અલ્જીરિયામાં હોટલ અને ફ્લાઇટ બુક કરતી વખતે અલ્જીરિયા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદવો જોઈએ.

એવૉર્ડ અને સન્માન

BFSI લીડરશિપ એવૉર્ડ 2022 - પ્રૉડક્ટ ઇનોવેટર ઑફ ધ ઇયર (ઑપ્ટિમા સિક્યોર)

ETBFSI એક્સેલન્સ એવૉર્ડ 2021

FICCI ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રી
એવૉર્ડ સપ્ટેમ્બર 2021

ICAI એવૉર્ડ 2015-16

SKOCH ઑર્ડર-ઑફ-મેરિટ

શ્રેષ્ઠ કસ્ટમર એક્સપિરિયન્સ
એવૉર્ડ ઑફ ધ યર

ICAI એવૉર્ડ 2014-15

CMS ઉત્કૃષ્ટ સંલગ્ન વર્લ્ડ-ક્લાસ સર્વિસ અવૉર્ડ 2015

iAAA રેટિંગ

ISO પ્રમાણપત્ર

પ્રાઇવેટ સેક્ટરમાં સર્વશ્રેષ્ઠ ઇન્શ્યોરન્સ કંપની - જનરલ 2014

slider-right
સ્લાઇડર-ડાબી બાજુએ
તમામ એવૉર્ડ જુઓ
એચડીએફસી અર્ગો પાસેથી ઑનલાઇન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદો

તો તમે આને વાંચી લીધું? હવે ટ્રાવેલ પ્લાન ખરીદવા માંગો છો?