A senior citizen health insurance policy provides coverage for individuals aged 60 and above, to cover their medical expenses in times of emergency and planned hospitalisation. Depending on the type of plan your take it would cover hospital expenses, cost of diagnostics, doctor fees, ICU charges and other essentials as outlined in the policy. With healthcare costs on the rise, an emergency hospitalization or a scheduled procedure can significantly impact the savings of the seniors. However, with the assurance of a senior citizen's health insurance plan, they can access quality medical care without any worries.
HDFC ERGO provides health insurance policies designed for senior citizens, covering pre-existing medical conditions, hospitalisation costs, critical illnesses, tax savings under Section 80 D of ITA and much more. Additionally, with an extensive 16,000+ cashless network across India, HDFC ERGO aims to ensure senior citizens don’t have to run from pillar to post during a medical emergency looking for a network hospital.
જીવન ખૂબ જ અણધાર્યું હોય છે. ભલે તમે વર્ષોથી તમારા સ્વાસ્થ્યની સારી કાળજી લીધી હોય, તો પણ તમારા સોનેરી વર્ષો દરમિયાન એક નાનકડી ઈજા અથવા મોસમી ઉધરસ અને શરદી પણ વકરી શકે છે અને તમને હૉસ્પિટલમાં દાખલ થવું પડી શકે છે અથવા લાંબા ગાળા સુધી કાળજીની જરૂરિયાત પડી શકે છે. તમારી સંપૂર્ણ બચત પલક ઝપકતા જ ખાલી થઈ શકે છે. વરિષ્ઠ નાગરિકો માટેનો હેલ્થ ઇન્શ્યોરન્સ તમારી જીવનભરની બચતને સુરક્ષિત રાખી શકે છે અને વધતા મેડિકલ ખર્ચના સમયમાં પણ તમારી મેડિકલ જરૂરિયાતોની કાળજી લઈ શકે છે.
વરિષ્ઠ નાગરિકો માટેનો શ્રેષ્ઠ હેલ્થ ઇન્શ્યોરન્સ હૉસ્પિટલાઇઝેશનની ઘટના અથવા બીમારી દરમિયાન મેડિકલ ખર્ચની કાળજી લે છે, જે સુનિશ્ચિત કરે છે કે તમારી બચત સુરક્ષિત રહે.
વરિષ્ઠ નાગરિકોના ઇન્શ્યોરન્સ વડે તમે ઢગલાબંધ બિલની ચિંતા કર્યા વિના બહેતર ક્વૉલિટીની મેડિકલ સારવાર મેળવી શકો છો અને શાંતિથી સાજા થઈ શકો છો.
સિનિયર સિટિઝન ઇન્શ્યોરન્સ પ્લાન એક વર્ષ પૂર્ણ થયા પછી પ્રિવેન્ટિવ હેલ્થ ચેક-અપ માટે વળતર પણ પ્રદાન કરે છે. આ ચેક-અપ તમને તમારા સ્વાસ્થ્યની સ્થિતિને સમજવામાં અને પોતાના સ્વાસ્થ્યને સર્વોત્તમ રાખવા અને નજીકના ભવિષ્યમાં હૉસ્પિટલાઇઝેશનને ટાળવા માટે જરૂરી પગલાં લેવામાં મદદ કરી શકે છે.
સિનિયર સિટીઝન હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ ઇન્કમ ટૅક્સ સેક્શન 80D હેઠળના લાભો મુજબ ટૅક્સ મુક્તિ માટે પાત્ર છે. તમારા માટે ચૂકવેલ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પર મળતા ટૅક્સ લાભ રૂપે ₹50,000 સુધીની બચત કરો. જો કે, આ લાગુ કરેલ ટૅક્સ મર્યાદા મુજબ બદલાઈ શકે છે.
એક સારો સિનીયર સિટીઝન ઇન્શ્યોરન્સ પ્લાન એ વધતા મેડિકલ ખર્ચના સમયમાં બહેતર ક્વૉલિટીની મેડિકલ સારવારમાં કોઈપણ સમાધાન કર્યા વિના સુરક્ષિત રહેવામાં અને કવર કરવામાં મદદ કરે છે.
તમારા નાણાં સુરક્ષિત છે અને તમારે હૉસ્પિટલાઇઝેશન અથવા ઇમરજન્સીની સ્થિતિ દરમિયાન તમારા ખિસ્સામાંથી ચુકવણી કરવાની નથી એ જાણીને, તમે માનસિક શાંતિ અનુભવી શકો છો અને તેના લીધે તમારા દિવસો ચિંતા-મુક્ત રીતે પસાર કરી શકો છો.
સિનીયર સિટીઝન મેડિકલ ઇન્શ્યોરન્સ પૉલિસી હોવાથી, 60 અને તેનાથી વધુ ઉંમરના લોકોને મેડિકલ ઇમરજન્સી અથવા હૉસ્પિટલાઇઝેશનના કિસ્સામાં તેમના ખર્ચને મેનેજ કરવામાં મદદ મળે છે. એક ઉંમરે, બીમારી થવાની અથવા મેડિકલ ઇમરજન્સીની સંભાવનાઓ વધી શકે છે. તેથી, સિનીયર સિટીઝન હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનનું હોવું એ હંમેશા મદદરૂપ બની રહે છે. અહીં તેના કેટલાક લાભ આપેલ છે:
વરિષ્ઠ નાગરિકો માટેનો હેલ્થ ઇન્શ્યોરન્સ મેડિકલ ઇમરજન્સી અને સારવાર માટે કૅશલેસ હૉસ્પિટલાઇઝેશન અને વળતર પ્રદાન કરે છે. એચડીએફસી અર્ગોની સિનીયર સિટીઝન મેડિક્લેમ પૉલિસી સાથે, કોઈપણ અમારી 1200+ નેટવર્ક હૉસ્પિટલોમાં કૅશલેસ સારવાર મેળવી શકે છે.
કોઈપણ વ્યક્તિ સિનીયર સિટીઝન મેડિકલ ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે સેક્શન 80D હેઠળ ટૅક્સ લાભ પણ મેળવી શકે છે.
સિનીયર સિટીઝન પૉલિસીની એક અનન્ય સુવિધા એ છે કે તે પ્રિવેન્ટિવ હેલ્થ ચેક-અપ પ્રદાન કરે છે, જેથી કોઈ બીમારી અથવા માંદગીના અમુક પ્રારંભિક લક્ષણો દેખાય તો કોઈ વ્યક્તિ અગાઉથી યોગ્ય પગલાં લઈ શકે.
અમુક ઉંમરે બીમારીઓ અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વ્યક્તિના જીવનનો ભાગ બની જાય છે, એટલે સિનીયર સિટીઝન મેડિકલ ઇન્શ્યોરન્સ પૉલિસી તેનું ધ્યાન રાખે છે અને પહેલાંથી હાજર બીમારીઓ માટે પણ કવરેજ પ્રદાન કરે છે.
મોટાભાગની સિનીયર સિટીઝન મેડિકલ ઇન્શ્યોરન્સ પૉલિસી ગંભીર બીમારીને (પૉલિસીમાં ઉલ્લેખિત મુજબ) કવર કરે છે, જે વૃદ્ધ લોકો માટે મોટી રાહત છે.
વૃદ્ધાવસ્થામાં, ઘણી સારવાર ઝડપથી થઈ જાય અથવા તેમાં નાની સર્જરી કરવાની જરૂર પડી શકે છે, જેના માટે હૉસ્પિટલમાં લાંબા સમય સુધી રહેવાની જરૂર હોતી નથી. સિનીયર સિટીઝન મેડિકલ ઇન્શ્યોરન્સ ડે-કેર સારવારને કવર કરે છે, જે સુવિધા અને અવરોધ રહિત મેડિકલ સહાય પ્રદાન કરે છે.
સારવાર, હૉસ્પિટલાઇઝેશન અને દવાઓના ખર્ચ ફુગાવાને કારણે માત્ર વધી જ રહ્યા છે અને આ ખર્ચ ઇમરજન્સીના સમયે તમારી બચતમાં ઘટાડો કરી શકે છે. વરિષ્ઠ નાગરિકો માટે હેલ્થ ઇન્શ્યોરન્સ એ સુનિશ્ચિત કરે છે કે દરેક વ્યક્તિ વધતા હેલ્થકેર ખર્ચ સામે પણ આવી ઇમરજન્સી માટે કવર થાય.
જો પાછલા પૉલિસી વર્ષમાં કોઈ ક્લેઇમ કરવામાં ન આવ્યો હોય, તો મોટાભાગની સિનીયર સિટીઝન હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી સમાન પ્રીમિયમ પર સમ ઇન્શ્યોર્ડની રકમમાં વધારો કરે છે. જો એવી કોઈ પરિસ્થિતિ ઉદ્ભવે, તો આ સામૂહિક રકમ ઇમરજન્સી માટે બૅકઅપ હોઈ શકે છે. એચડીએફસી અર્ગોના સિનીયર સિટીઝન હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન સાથે, જો પૉલિસીના પ્રથમ વર્ષમાં કોઈ ક્લેઇમ કરવામાં આવ્યો ના હોય, તો તમારી સમ ઇન્શ્યોર્ડ રકમમાં 50% નો વધારો થઈ શકે છે.
વધતી ઉંમર સાથે, કોઈપણ વ્યક્તિએ દવાઓ પર નિર્ભર બનવું પડી શકે છે અથવા અમુક નિદાન પરીક્ષણો કરાવવા પડી શકે છે, જે ખૂબ જ ખર્ચાળ હોઈ શકે છે. મોટાભાગની સિનીયર સિટીઝન મેડિકલ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ તમે પસંદ કરેલા પ્લાન અને તમે ચૂકવો છો તે પ્રીમિયમના આધારે દવા અને નિદાન માટેના ખર્ચને કવર કરે છે.
આપણે નવું સામાન્ય જીવન જીવી રહ્યા છીએ, ત્યારે એચડીએફસી અર્ગોની સિનીયર સિટીઝન હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ કોવિડ-19 હૉસ્પિટલાઇઝેશન પણ કવર કરવામાં આવે છે, જેથી સંપૂર્ણ સહાયતા અને કાળજી સુનિશ્ચિત કરી શકાય.
ઍડ્રેસ
C-1/15A યમુના વિહાર, પિનકોડ-110053
ઍડ્રેસ
C-1/15A યમુના વિહાર, પિનકોડ-110053
ઍડ્રેસ
C-1/15A યમુના વિહાર, પિનકોડ-110053
વધતા જતાં હૉસ્પિટલાઇઝેશન ખર્ચ વિશે ચિંતા ન કરો. ICU શુલ્ક, નર્સિંગ ફી વગેરે જેવા તમામ હૉસ્પિટલાઇઝેશન સંબંધિત ખર્ચ માટે નિર્બાધ કવરેજ મેળવો. કવરેજની ચિંતા કર્યા વગર શ્રેષ્ઠ મેડિકલ સુવિધાઓ મેળવો.
માનસિક તણાવ અને થાકના કારણો અસંખ્ય હોઈ શકે છે. પણ માનસિક સ્વાસ્થ્યની કાળજી લેવાનો ખર્ચ, જો કે, તેમાનું એક કારણ હોવું જોઈએ નહીં. અમે માનસિક બીમારીની સારવાર માટે હૉસ્પિટલાઇઝેશન ખર્ચને કવર કરીએ છીએ.
હૉસ્પિટલાઇઝેશનની પહેલાં અને પછીના બહુવિધ ચેક અપ્સ અને પરામર્શ. એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સ હૉસ્પિટલાઇઝેશનના 60 દિવસ પહેલાં અને ડિસ્ચાર્જ પછીના 180 દિવસના તમામ ખર્ચને કવર કરે છે.
તબીબી ટેક્નોલોજીમાં પ્રગતિના લાભોનો આનંદ માણો અને જો અનુકૂળ હોય તો ડેકેરની પ્રક્રિયાઓ પસંદ કરો. આ પૉલિસીમાં એવી તબીબી પ્રક્રિયાઓ કવર કરવામાં આવે છે જેમાં 24 કલાકથી ઓછા સમય લાગે છે.
ખર્ચ વિશે ચિંતા કર્યા વિના ડૉક્ટરની ભલામણ પર તમારા ઘરે આરામથી સારવાર મેળવો કારણ કે અમારા સીનિયર સિટીઝન હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાં તેની જોગવાઈ છે.
જો હાલનું હેલ્થ કવર સમાપ્ત થઈ જાય છે, તો પૉલિસી જાદુઈ રીતે બેસ કવર સુધી સમ ઇન્શ્યોર્ડને રિચાર્જ કરે છે જેથી તમારે ભવિષ્યના રોગો વિશે ચિંતા કરવાની જરૂર નથી.
ગંભીર બીમારીઓ માટે અંગ પ્રત્યારોપણની જરૂર પડી શકે છે. યોગ્ય અંગ દાતા મેળવવો થોડો મુશ્કેલ હોઈ શકે છે પરંતુ ખર્ચની બાબતે ખાતરી રાખો કારણ કે પ્લાન અંગ દાતાના ખર્ચને કવર કરી લે છે.
શું તમારા ડૉક્ટરે 10 દિવસથી વધુ સમયના હૉસ્પિટલાઇઝેશનની સલાહ આપી છે? લાંબા હૉસ્પિટલાઇઝેશનના કિસ્સામાં (10 દિવસથી વધુ), અમે તમને ઘરગથ્થું ખર્ચની કાળજી લેવામાં મદદ કરવા માટે એક સામટી (લમ્પસમ) રકમ ચૂકવીએ છીએ.
અમે માનીએ છીએ કે જ્યારે તમારા સ્વાસ્થ્યની વાત આવે ત્યારે તમારે પ્રયાસોમાં કોઈ કમી રાખવી જોઈએ નહીં. એચડીએફસી અર્ગો માય:હેલ્થ સુરક્ષા ઇન્શ્યોરન્સ - સિલ્વર સ્માર્ટ પ્લાન આયુર્વેદ, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી જેવા વૈકલ્પિક ઉપચારો માટે કવરેજ પ્રદાન કરે છે.
અમારી સાથે તમારા સીનિયર સિટીઝન હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનને રિન્યુ કર્યાના 60 દિવસની અંદર મફત હેલ્થ ચેક-અપ મેળવો.
ઇન્શ્યોરન્સ મેળવો અને ભૂલી જાઓ કારણ કે પૉલિસી બ્રેક ફ્રી રિન્યુઅલ પર સંપૂર્ણ જીવન માટે ચાલુ રહે છે.
જો પ્રથમ વર્ષમાં કોઈ ક્લેઇમ કરવામાં ન આવે, તો આગામી પૉલિસી વર્ષમાં, સમ ઇન્શ્યોર્ડ 50% સુધી વધી જશે. તેનો અર્થ છે, ₹5 લાખને બદલે, તમારો સમ ઇન્શ્યોર્ડ હવે બીજા વર્ષ માટે ₹7.5 લાખ છે.
ઉપર ઉલ્લેખિત કવરેજ અમારા કેટલાક હેલ્થ પ્લાનમાં ઉપલબ્ધ ન હોઈ શકે. કૃપા કરીને અમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન વિશે વધુ જાણવા માટે પૉલિસી નિયમાવલી, બ્રોશર અને પ્રોસ્પેક્ટ્સ વાંચો.
એડવેન્ચર સ્પોર્ટ્સ જેમ કે બંગી જંપિંગ અને પેરાગ્લાઇડિંગ પણ ખૂબ જ આનંદદાયક હોઈ શકે છે, પરંતુ તેઓ તમને અણધાર્યા જોખમો સામે પણ રાખે છે. અમે એડવેન્ચર સ્પોર્ટ્સને કારણે થતી ઇજાઓને કવર કરતા નથી.
લોકો આલ્કોહોલ અથવા મતિભ્રમ કરનાર પદાર્થોના પ્રભાવ હેઠળ પોતાને નુકસાન પહોંચાડી શકે છે, જો કે, અમે આત્મ-પ્રેરિત ઈજાઓને કવર કરતા નથી.
યુદ્ધ ગંભીર અને વિનાશક હોઈ શકે છે. પૉલિસી યુદ્ધને કારણે થયેલા ક્લેઇમને કવર કરતી નથી.
સંરક્ષણના કામમાં ભાગ લેતી વખતે થયેલી કોઈપણ ઈજા પૉલિસી દ્વારા કવર કરવામાં આવતી નથી.
મન અને શરીર માટે વેનેરિયલ અને જાતિય સંચારિત રોગો વિનાશકારક હોઈ શકે છે. અમે વેનેરિયલ અને વેનેરિયલ અને જાતિય સંચારિત રોગો માટે કવર ઑફર કરતા નથી.
ઘણા લોકો પોતાના દેખાવમાં સુધારો કરવા માટે સ્થૂળતા ઘટાડવાની પ્રક્રિયાઓ અને કૉસ્મેટિક સર્જરીને પસંદ કરે છે. આ પૉલિસી સ્થૂળતાની સારવાર અને કોસ્મેટિક સર્જરીને કવર કરતી નથી.
સીનિયર સિટીઝન હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદતી વખતે જરૂરી ડૉક્યૂમેન્ટનું લિસ્ટ:
મોટાભાગની ઇન્શ્યોરન્સ કંપનીઓમાં પ્રવેશની ઉંમર સેટ કરતી હોવાથી, તેથી હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદતી વખતે ડૉક્યૂમેન્ટ હોવા આવશ્યક છે. તમે નીચેનામાંથી કોઈપણ ડૉક્યૂમેન્ટની કૉપી આપી શકો છો:
• PAN કાર્ડ
• મતદાર આઇડી કાર્ડ
• આધાર કાર્ડ
• પાસપોર્ટ
• ડ્રાઇવિંગ લાયસન્સ
• જન્મ પ્રમાણપત્ર
સંદેશાવ્યવહારના હેતુઓ માટે, હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રદાતાને પૉલિસીધારકનું પોસ્ટલ ઍડ્રેસ જાણવાની જરૂર પડશે. નીચેના ડૉક્યૂમેન્ટ પૉલિસીધારક દ્વારા સબમિટ કરી શકાય છે:
• ડ્રાઇવિંગ લાયસન્સ
• રાશન કાર્ડ
• PAN કાર્ડ
• આધાર કાર્ડ
• ટેલિફોન બિલ, વીજળી બિલ વગેરે જેવા ઉપયોગિતા બિલ.
• જો લાગુ પડે તો ભાડાના કરાર
ઓળખના પુરાવાઓ ઇન્શ્યોરન્સ કંપનીને પૉલિસીધારકને પ્રસ્તાવિત સમાવેશના પ્રકારને અલગ કરવામાં મદદ કરે છે. નીચેના ડૉક્યૂમેન્ટ પૉલિસીધારક દ્વારા સબમિટ કરી શકાય છે:
• પાસપોર્ટ
• મતદાર આઇડી કાર્ડ
• ડ્રાઇવિંગ લાયસન્સ
• આધાર કાર્ડ
• મેડિકલ રિપોર્ટ (જો ઇન્શ્યોરન્સ કંપની દ્વારા પૂછવામાં આવે તો)
• પાસપોર્ટના કદનો ફોટો
• યોગ્ય રીતે ભરેલું અને હસ્તાક્ષરિત કરેલું પ્રપોઝલ ફોર્મ
હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદવાનો એકમાત્ર હેતુ મેડિકલ ઇમર્જન્સી સમયે નાણાંકીય સહાય મેળવવાનો છે. તેથી, હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમની પ્રોસેસ કૅશલેસ ક્લેઇમ અને વળતર ક્લેઇમની વિનંતીઓ માટે કેવી રીતે અલગ રીતે કાર્ય કરે છે તે જાણવા માટે નીચેના પગલાં વાંચવા મહત્વપૂર્ણ છે.
કૅશલેસ મંજૂરી માટે નેટવર્ક હૉસ્પિટલમાં પ્રી-ઑથ ફોર્મ ભરો
એકવાર હૉસ્પિટલ અમને સૂચિત કરે તે પછી, અમે તમને સ્ટેટસ અપડેટ મોકલીએ છીએ
પ્રી-ઑથ મંજૂરીના આધારે હૉસ્પિટલાઇઝેશન કરી શકાય છે
ડિસ્ચાર્જ સમયે, અમે સીધા હૉસ્પિટલ સાથે ક્લેઇમ સેટલ કરીએ છીએ
તમારે શરૂઆતમાં બિલની ચુકવણી કરવી પડશે અને અસલ બિલને સાચવી રાખવા પડશે
હૉસ્પિટલથી ડિસ્ચાર્જ થયા પછી અમને તમારા બધા બિલ અને સારવારના ડૉક્યુમેન્ટ મોકલો
અમે તમારા ક્લેઇમ સંબંધિત બિલ અને સારવારના ડૉક્યુમેન્ટને વેરિફાઇ કરીએ છીએ
અમે તમારા બેંક એકાઉન્ટમાં મંજૂર કરેલ ક્લેઇમની રકમ મોકલીએ છીએ.
સિનીયર સિટીઝન હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદતી વખતે તમારે ધ્યાનમાં રાખવા લાયક કેટલીક બાબતો આ મુજબ છે:
નિર્ધારિત સમ ઇન્શ્યોર્ડ માટે મહત્તમ કવરેજ આપે એવા સિનીયર સિટીઝન હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાં ઇન્વેસ્ટ કરો. તમારા સોનેરી વર્ષો દરમિયાન જરૂરી લાભો જેમ કે હૉસ્પિટલાઇઝેશન પહેલાં અને પછીના ખર્ચનું કવરેજ, કૅશલેસ મેડિક્લેમ, એમ્બ્યુલન્સ સર્વિસ, ગંભીર બીમારીઓનું કવરેજ અને અન્ય મેળવો. સુનિશ્ચિત કરો કે કોઈપણ ઇમરજન્સી દરમિયાન તમારી મેડિકલ જરૂરિયાતોની કાળજી લેવા માટે સમ ઇન્શ્યોર્ડ પર્યાપ્ત છે.
એક એવા પ્લાન વિશે તપાસ કરો, જે તમારા ખિસ્સા પર બોજારૂપ ના બને અને તમારી અન્ય નાણાંકીય જવાબદારીઓને ખલેલ પહોંચાડ્યા વિના વ્યાપક કવરેજ પ્રદાન કરે. વરિષ્ઠ નાગરિકો માટેની મોટાભાગની હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ એવી રીતે ડિઝાઇન કરવામાં આવી હોય છે કે વરિષ્ઠ વ્યક્તિઓ કોઈપણ નાણાંકીય તણાવનો સામનો કર્યા વિના તેને પસંદ કરી શકે. જો તમે રાઇડર અથવા ઍડ-ઑન પસંદ કરી રહ્યા હોવ, તો પ્રીમિયમ વધી શકે છે. તમારે જે લાભો જોઈતા હોય તે પ્રદાન કરતું પ્રીમિયમ પસંદ કરો.
સિનીયર સિટીઝન મેડિકલ ઇન્શ્યોરન્સ પ્લાન પસંદ કરતી વખતે ચોક્કસ ખર્ચ પર સબ-લિમિટ પર ઝીણવટપૂર્વક ધ્યાન આપો અને તમે તેને યોગ્ય પ્રીમિયમ ચૂકવીને તમારા પ્લાનમાં શામેલ કરી શકો છો કે નહીં તે વિશે તપાસ કરો. તમારા પ્લાનમાં સહ-ચુકવણીની કલમ તપાસો, જેના માટે તમારે ક્લેઇમ દરમિયાન તમારા ખર્ચનો એક ભાગ ચૂકવવાનો રહેશે. આ નિયમો અને શરતો તમારી ફાઇનાન્શિયલ ક્ષમતાઓ સાથે અનુરૂપ છે કે નહીં તેની તપાસ કરો.
એવી હેલ્થ ઇન્શ્યોરન્સ કંપની પસંદ કરો, જેની પાસે હૉસ્પિટલોનું વ્યાપક નેટવર્ક હોય જ્યાં ઇમરજન્સીના સમયે તમે કૅશલેસ હૉસ્પિટલાઇઝેશનનો લાભ લઈ શકો. એચડીએફસી અર્ગો ખાતે અમારી પાસે સમગ્ર ભારતમાં 12000+ નેટવર્ક હૉસ્પિટલોનું વિશાળ નેટવર્ક છે. તમારી ઇન્શ્યોરન્સ કંપનીની નેટવર્ક હૉસ્પિટલોની સૂચિમાં તપાસો કે તમારા વિસ્તારની સારી હૉસ્પિટલ તે સૂચિમાં છે કે નહીં.
એવો સિનીયર સિટીઝન હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન શોધો કે જે તમારી પહેલાંથી હાજર બીમારીઓને કવર કરે અથવા તેમાં ક્લેઇમ કરવા માટેનો વેટિંગ પીરિયડ ઓછામાં ઓછો હોય. પહેલાંથી હાજર બીમારીઓની સારવાર ખર્ચાળ હોઈ શકે છે અને તે માટે લાંબા ગાળાની સંભાળ તેમજ ધ્યાન રાખવું પડે છે. સુનિશ્ચિત કરો કે તમારો પ્લાન તમને સારવાર, નિદાન ખર્ચ અને અન્ય અતિરિક્ત ખર્ચ માટે કવર કરે.
સિનીયર સિટીઝન હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન 60 થી વધુ ઉંમરના લોકોને નાણાંકીય સુરક્ષા પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે, કારણ કે મોટાભાગના હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાં ઉંમર મર્યાદા હોય છે. તેથી, તમારો પ્લાન ઉંમરના પ્રતિબંધો વિના રિન્યૂઅલની ખાતરી આપે છે અને લાંબા સમય સુધી મનની શાંતિ પ્રદાન કરે છે તે તપાસી લો. જો કોઈ પૉલિસી રિન્યૂ કરી શકાતી ના હોય, ખાસ કરીને 60 વર્ષ પછી, તો તે વરિષ્ઠ નાગરિક માટે યોગ્ય પ્લાન નથી.
સીનિયર સિટીઝન હેલ્થ પૉલિસી ખરીદતી વખતે ક્લેઇમ સેટલમેન્ટ રેશિયો અને ક્લેઇમ સેટલ કરવા માટે ઇન્શ્યોરન્સ કંપની દ્વારા લેવામાં આવતા સમયને પણ ધ્યાનમાં લેવો જોઈએ. જો ઇન્શ્યોરન્સ કંપનીનો ક્લેઇમ સેટલમેન્ટનો સમય ઓછો હોય અને ક્લેઇમ સેટલમેન્ટનો રેશિયો વધુ હોય, તો તેનો અર્થ એ છે કે તમારો ક્લેઇમ ઝડપથી સેટલ થવાની શક્યતા વધુ છે.
જેમ તમારી ઉંમર વધતી જાય, તેમ તમારી હેલ્થ કેરની જરૂરિયાતો બદલાઈ શકે છે અને તમારે તમારા પ્લાનમાં કવર કરવામાં ના આવતા હોય તેવા કેટલાક લાભો મેળવવા હોઈ શકે છે. તેથી સિનીયર સિટીઝન મેડિકલ ઇન્શ્યોરન્સ પસંદ કરતી વખતે, સુનિશ્ચિત કરો કે તમારો પ્લાન પોર્ટેબિલિટી સુવિધા વડે કોઈપણ લાભો ગુમાવ્યા વિના નવા ઇન્શ્યોરર પર સ્વિચ કરવાની સુવિધા પ્રદાન કરે.
તમારો સિનીયર સિટીઝન હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન વ્યાપક કવરેજ આપે તે સુનિશ્ચિત કરવા માટે, તમે તમારી પૉલિસીમાં ઉમેરી શકાતા રાઇડર અને ઍડ-ઑનને જુઓ. આ ઍડ-ઑન અથવા રાઇડરમાં કેટલીક નિદાન સેવાઓ, પ્લાનમાં કવર ના કરેલ ચોક્કસ ગંભીર બીમારીઓ, આકસ્મિક કવર અને અન્ય ઘણું શામેલ હોઈ શકે છે. આ તમામ ઘટકોને કાળજીપૂર્વક પસંદ કરો કારણ કે તે તમારા પ્રીમિયમ પર અસર કરી શકે છે.
મોટાભાગના હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાં આ સુવિધા હોય છે પરંતુ જો તમે વરિષ્ઠ નાગરિકો માટેના હેલ્થ ઇન્શ્યોરન્સમાં રોકાણ કરી રહ્યા હોવ તો આ માટે ધ્યાનપૂર્વક જુઓ. જો તમે કોઈ એક ક્લેઇમ વર્ષમાં કોઈપણ ક્લેઇમ કરતા નથી, તો સમાન પ્રીમિયમ સાથે તમારી આગામી વર્ષની સમ ઇન્શ્યોર્ડમાં વધારો થઈ શકે છે. વરિષ્ઠ લોકો માટે સંચિત રકમ એ એક શ્રેષ્ઠ આર્થિક પીઠબળ તરીકે કાર્ય કરે છે અને બહેતર ક્વૉલિટી કેર સાથે કોઈ સમાધાન કર્યા વિના અવિરત સારવાર સુનિશ્ચિત કરે છે.
દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિઓમાં, વૃદ્ધ વ્યક્તિના સ્વાસ્થ્યને લીધે તેમને હૉસ્પિટલમાં દાખલ કરી શકાતા નથી. આવા કિસ્સામાં, ડોમિસિલિયરી હૉસ્પિટલાઇઝેશન કવરેજ ધરાવતા સિનીયર સિટીઝન હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન દ્વારા યોગ્ય ડૉક્ટરની સલાહ પર ઘરે સારવારના ખર્ચની કાળજી લઈ શકાય છે.
વરિષ્ઠ નાગરિકો માટેનો સૌથી યોગ્ય હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન એ છે જે પૉલિસીધારકોને વાર્ષિક ધોરણે મફતમાં મેડિકલ ચેક-અપનો લાભ પ્રદાન કરે છે. આ સામાન્ય રીતે અમુક પૉલિસી વર્ષ અથવા દરેક બે/ત્રણ ક્લેઇમ-મુક્ત વર્ષો પછી ઑફર કરવામાં આવે છે. આ સુનિશ્ચિત કરે છે કે જો કોઈ બીમારી અથવા ખામીને વહેલી તકે નિદાન કરવામાં આવે તો જે તે વ્યક્તિને સમયસર મેડિકલ સારવાર પ્રદાન કરી શકાય છે.
વરિષ્ઠ નાગરિકો માટેનો હેલ્થ ઇન્શ્યોરન્સ વરિષ્ઠ લોકોની વિશિષ્ટ સ્વાસ્થ્ય સમસ્યાઓને અનુરૂપ ડિઝાઇન કરવામાં આવ્યો છે. જો કે, અન્ય પૉલિસીઓની જેમ, આમાં પણ બાકાત બાબતો છે. તેથી, શું કવર કરવામાં આવતું નથી તે સમજવા માટે પૉલિસીની બાકાત બાબતોની સમીક્ષા કરો. સામાન્ય બાકાત બાબતોમાં કૉસ્મેટિક સારવાર, પોતાને પહોંચાડેલી ઈજાઓ અને કોઈ પદાર્થના દુરુપયોગ સંબંધિત સારવારનો સમાવેશ થાય છે. બાકાત બાબતોની જાણકારી હોવાથી, ક્લેઇમ કરતી વખતે કોઈપણ અપ્રિય આઘાત ટાળી શકાય.
દવામાં તકનીકી પ્રગતિને કારણે, ક્લેઇમ કરવા માટે 24-કલાકના હૉસ્પિટલાઇઝેશનની જરૂરિયાત વિના ડે-કેર સારવાર દ્વારા ઘણી મેડિકલ પ્રક્રિયાઓ અને શસ્ત્રક્રિયાઓ કરી શકાય છે. તેથી, એવો સિનીયર સિટીઝન મેડિકલ ઇન્શ્યોરન્સ ખરીદવો બહેતર છે, જે ડાયાલિસિસ, કીમોથેરેપી, રેડિયોથેરેપી વગેરે જેવી વિવિધ ડે-કેર પ્રક્રિયાઓને કવર કરે.
વરિષ્ઠ નાગરિકો પાસે જ્ઞાન અને અનુભવ હોઈ શકે છે, છતાં તેમને તેમની પૉલિસી સંબંધિત અમુક બાબતોમાં મદદની જરૂર પડી શકે છે. ભલે તે રિન્યૂઅલ હોય, ક્લેઇમને સેટલ કરવો હોય કે પોતાની પૉલિસી સંબંધિત વિશિષ્ટતાઓની તપાસણી હોય, મજબૂત કસ્ટમર સપોર્ટ તેમના માટે એક વરદાનરૂપ સાબિત થાય છે. એચડીએફસી અર્ગો ખાતે, અમે મૈત્રીપૂર્ણ અને મદદરૂપ કસ્ટમર સપોર્ટ પ્રદાન કરીએ છીએ, જે વરિષ્ઠ નાગરિકોના દરેક પ્રશ્નનું સમાધાન જોશ અને ઉત્સાહ સાથે કરે.
સિનીયર સિટીઝન હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન એ મેડિકલ ખર્ચને કવર કરે છે અને ઇન્કમ ટૅક્સ ઍક્ટ, 1961 ના સેક્શન 80D હેઠળ ટૅક્સમાં છૂટ પણ પ્રદાન કરે છે. જો તમે તમારા વૃદ્ધ માતાપિતા માટે સિનીયર સિટીઝન મેડિકલ ઇન્શ્યોરન્સ પૉલિસી ધરાવો છો, તો તમે ઇન્કમ ટૅક્સમાં ₹ 50,000 સુધીની છૂટ મેળવવા માટે પાત્ર છો.
દર નાણાંકીય વર્ષે પ્રિવેન્ટીવ હેલ્થ ચેક-અપ માટે કરેલી ચુકવણી પર ₹5,000 ની અતિરિક્ત ટૅક્સ છૂટ મેળવી શકાય છે. વધુમાં, જો વરિષ્ઠ નાગરિક ગંભીર રોગની સારવાર કરે છે તો તમે ₹1 લાખ સુધીની છૂટ પણ મેળવી શકો છો.
જો તમે કમાતા વરિષ્ઠ નાગરિક છો અને તમારા પુત્ર અથવા પુત્રી વતી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમની ચુકવણી પણ કરી રહ્યા છો, તો તમે ₹25,000 ની અતિરિક્ત ઇન્કમ ટૅક્સ છૂટનો લાભ લઈ શકો છો. આનો અર્થ એ છે કે તમે કલમ 80D હેઠળ એક નાણાંકીય વર્ષમાં ₹75,000 સુધીની ટૅક્સ કપાત મેળવી શકો છો.
ડિજિટલ વેવ સ્વૅપિંગ ઇન્ડિયા સાથે, ઘણા નવા માર્ગો ખોલ્યા છે, હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદવું તેમાંથી એક છે. વરિષ્ઠ નાગરિકો માટે ઑનલાઇન હેલ્થ ઇન્શ્યોરન્સ મેળવવું અભૂતપૂર્વ સુવિધા ઑફર કરે છે. તમને લાંબી અને અસ્પષ્ટ વ્યાખ્યાની જરૂર નથી, માત્ર માઉસ પર ક્લિક કરો અને તમારું કામ પૂરું થયું!
જયારે દુનિયા કૉન્ટૅક્ટલેસ થઈ રહી છે, ત્યારે રોકડ અથવા ચેક દ્વારા ચુકવણી પર શા માટે વિશ્વાસ રાખવું જોઈએ. નવી ટેકનોલોજીના ઉદભવ સાથે, ઑનલાઇન ચુકવણીઓ ટ્રાન્ઝૅક્શનની સૌથી સુરક્ષિત પદ્ધતિઓ બની ગઈ છે. ડેબિટ/ક્રેડિટ કાર્ડ અથવા નેટ બેંકિંગ દ્વારા અત્યંત સુરક્ષા સાથે ચુકવણી કરો.
શું કવર બદલવા અથવા કોઈ સભ્યને ઉમેરવા અથવા કાઢી નાંખવા માંગો છો? લાંબુ સ્પષ્ટીકરણ આપવા માટે કોઈની રાહ જોવાના બદલે, ઑનલાઇન મોડ પસંદ કરો જ્યાં આ બધું ઝટપટ થઈ શકે છે.
ઑનલાઇન ટ્રાન્ઝૅક્શન સાથે, તમારે તમારી પાસે મેઇલ સિસ્ટમ દ્વારા પૉલિસી ડૉક્યુમેન્ટ પહોંચે તેની રાહ જોવાની જરૂર નથી. ન તો તમારે ડૉક્યુમેન્ટને સુરક્ષિત રાખવા વિશે ચિંતા કરવાની જરૂર છે. તમે પ્રથમ ચુકવણી કરો ત્યારે તરત તમને તમારા મેઇલમાં પૉલિસી ડૉક્યુમેન્ટ પ્રાપ્ત થાય છે.
એક જ જગ્યાએ તમારી પૉલિસી સંબંધિત દરેક માહિતી અને વધુ મેળવો. તમારે વિવિધ ફોલ્ડર અને મેલબૉક્સમાં પૉલિસી સંબંધિત ડૉક્યુમેન્ટ શોધવા ન પડે તેની ખાતરી કરવા માટે, અમે માય:હેલ્થ સર્વિસ મોબાઇલ એપ્લિકેશનમાં પૉલિસી સંબંધિત તમામ ડૉક્યુમેન્ટ પ્રદાન કરીએ છીએ. તમે ઍપ દ્વારા તમારા કેલોરી ઇન્ટેક અને BMI ને પણ મૉનિટર કરી શકો છો.
એચડીએફસી અર્ગો તમને વરિષ્ઠ નાગરિકો માટે વિશાળ શ્રેણીના હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ઑફર કરે છે. તમે ઑનલાઇન તેમજ ઑફલાઇન પ્લાન ખરીદી શકો છો. આ પ્લાન ઑનલાઇન ખરીદવા માટે, તમારે નીચે આપેલા સરળ પગલાંઓને અનુસરવાની જરૂર છે:
1. તમારી નજીકની નેટવર્ક હૉસ્પિટલ માટે hdfcergo.com અને 'હેલ્થ ઇન્શ્યોરન્સ' ટૅબ પર ક્લિક કરો.
2. ફોર્મમાં પૂછવામાં આવેલી વ્યક્તિગત વિગતો દાખલ કરો.
3. ત્યારબાદ તમને પ્લાન માટે માર્ગદર્શન આપવામાં આવશે, તે અનુસાર પસંદ કરો અને સૂચનોનું પાલન કરો.
સીનિયર સિટિઝન હેલ્થ ઇન્શ્યોરન્સ એ 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે એક પ્રકારની હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી છે જે મેડિકલ ઇમર્જન્સી દરમિયાન તબીબી ખર્ચ અને હૉસ્પિટલાઇઝેશનના ખર્ચને કવર કરે છે. તે ઘણા લાભો પ્રદાન કરે છે- જેમ કે પ્રિવેન્ટિવ હેલ્થ ચેક-અપ, કૅશલેસ હૉસ્પિટલાઇઝેશન, પહેલાંથી હાજર રોગો માટે કવરેજ, ગંભીર બીમારી અને હૉસ્પિટલાઇઝેશન પહેલા અને પછીના ખર્ચ અને કોરોનાવાઇરસ સારવાર. જો કે, તમામ લાભો વિશે જાણવા માટે તમારા પૉલિસી ડૉક્યુમેન્ટને કાળજીપૂર્વક વાંચો.
મોટાભાગની નોકરીઓમાં સામાન્ય રીતે ઉપરની ઉંમરની મર્યાદા હોય છે, જેના પછી કર્મચારી નિવૃત્ત થવાની અપેક્ષા રાખે છે. તે જ સમયે, જેમ તમારી ઉંમર વધે છે, તમારું શરીર વધુ તબીબી કાળજીની માંગ કરવાનું શરૂ કરે છે, જેથી હૉસ્પિટલમાં વધુ વારંવાર આંટાફેરા કરવાની જરૂર પડે છે. દરેક પસાર થતા વર્ષ સાથે, તબીબી ખર્ચના ઇન્ફ્લેશન કારણે પણ તબીબી ખર્ચ વધુ ખર્ચાળ બને છે. આ ઘટેલી ઇન્કમ અને વધેલા તબીબી ખર્ચનું આ સંયોજન વરિષ્ઠ નાગરિકો માટે હેલ્થ ઇન્શ્યોરન્સને જરૂરી છે.
આદર્શ રીતે, તમારે સીનિયર સિટિઝન હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદતાં પહેલાં મેડિકલ સ્ક્રીનિંગ કરાવવું જોઈએ. કારણ કે આ તમારા ઇન્શ્યોરરને તમારી સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં અને તમારી જરૂરિયાતોને અનુરૂપ એક પ્લાન તૈયાર કરવામાં મદદ કરશે. આ ઇન્શ્યોરરને કવરેજ અને ચૂકવવાની જરૂર હોય તે પ્રીમિયમ વિશે વધુ સારી સમજ પણ આપશે. શરૂઆતમાં આ તમામ જરૂરિયાતો પૂરી કરવાથી ક્લેઇમ દરમિયાન અસ્વીકારની શક્યતાઓ પણ ઘટાડવામાં આવશે.
જો તમે 60 અથવા તેનાથી વધુ ઉંમરના હોવ, તો તમને માત્ર ઉંમર સુધી વરિષ્ઠ નાગરિક માનવામાં આવે છે. અલબ્બત દિલથી હજી પણ યુવાન જ છો અને અમને આશા છે કે તમે આમ જ રહો. જો કે, સિનિયર સિટીઝન હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદવાનું વિચારતી વખતે, અમારી સલાહ છે કે તમે તેમાં વધુ વિલંબ કરશો નહીં. તમે તેને 60, 70 અથવા 80 ની ઉંમરે પણ ખરીદી શકો છો. પરંતુ યાદ રાખો, તમારી ઉંમર મુજબ, તમારી પૉલિસીનું પ્રીમિયમ વધી શકે છે અને તમે ચોક્કસ લાભો પણ ચૂકી શકો છો. તેથી, શક્ય એટલું વહેલાં જ સારું.
હા, તે વધે છે. કારણ એ છે કે, તમારી ઉંમર વધવાની સાથે બીમારીઓ અને રોગો થવાની શક્યતા પણ વધે છે. આ ઉપરાંત, રોગપ્રતિકારક શક્તિ ઘટવાની સાથે-સાથે હેલ્થ ઇમર્જન્સીઓની ઘટનાઓ પણ વધી શકે છે. આવા સમયે તમને પૂરતું કવર મળી રહે તેની ખાતરી કરવા માટે તમારા ઇન્શ્યોરર તમારી ઉંમર વધે એ અનુસાર વધુ પ્રીમિયમ વસૂલી શકે છે.
મોટાભાગે, જ્યારે કોઈ વ્યક્તિ એક ઇન્શ્યોરરથી બીજા ઇન્શ્યોરર પર સ્વિચ કરે છે, ત્યારે તેમને ઘણા સતત મળતા લાભ અને ઍડ-ઑન્સનો આનંદ માણવા મળે છે. મોટાભાગના કિસ્સાઓમાં, તે વરિષ્ઠ નાગરિકો સાથે પણ સમાન છે. જો કે, વરિષ્ઠ નાગરિકો માટે આધુનિક વૃદ્ધાવસ્થા અને બીમારીની ઉચ્ચ સંભાવનાને કારણે પૉલિસી બદલવી થોડી મુશ્કેલ હોઈ શકે છે. પરંતુ જો તમે તમારા વર્તમાન ઇન્શ્યોરરની સર્વિસથી નાખુશ છો, તો તમે અન્ય પૉલિસીમાં મેળવી શકો છો તે લાભો વિશે જાણવા માટે તમારા માટે સંશોધન કરી શકો છો અથવા તમારી સમસ્યાઓનું નિરાકરણ તમારા રિલેશનશિપ મેનેજર અથવા કસ્ટમર કેર મેનેજર સાથે કરી શકો છો.
હા, મોટાભાગની ઇન્શ્યોરન્સ કંપનીઓ સીનિયર સિટિઝન હેલ્થ પૉલિસી અંતર્ગત મફત વાર્ષિક મેડિકલ ચેક-અપ ઑફર કરે છે. તમે એચડીએફસી અર્ગોના સીનિયર સિટિઝન હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન્સ સાથે પણ સમાન લાભોનો આનંદ માણી શકો છો.
હા, વરિષ્ઠ નાગરિકો માટેના હેલ્થ પ્લાન્સ હેઠળ ગંભીર બીમારીઓ આવરી લેવામાં આવે છે. જો કે, કઈ ગંભીર બીમારીઓ કવર કરવામાં આવે છે તે સમજવા માટે તમારા પૉલિસી ડૉક્યુમેન્ટને કાળજીપૂર્વક વાંચો અને જેના માટે તમારે ક્રિટિકલ ઇલનેસ કવર મેળવવાની જરૂર છે.
જ્યારે તમે ફેમિલી ફ્લોટર પ્લાન પસંદ કરી શકો છો જે 60 વર્ષથી વધુ ઉંમરના પરિવારના તમામ સભ્યો અને વરિષ્ઠ નાગરિકોને કવર કરે છે, ત્યારે વરિષ્ઠ નાગરિકો માટે વ્યક્તિગત કવર મેળવવું એ સમજદારીભર્યું છે જે મેડિકલ ઇમરજન્સી સામે મોટી સમ ઇન્શ્યોર્ડ માટે વ્યાપક કવરેજનું વચન આપશે.
હા, જો પૉલિસીમાં પ્રવેશ કરતી વખતે કોઈ ઉંમર મર્યાદા ન હોય તો તમે 65 વર્ષથી વધુ ઉંમરના હોવ તો પણ તમે હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદી શકો છો. હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીને આજીવન રિન્યુ કરી શકાય છે. આ ઇન્શ્યોરન્સ પૉલિસીના નિયમો અને શરતોને આધિન છે. તમારી ફાઇનાન્શિયલ સ્વતંત્રતા અને સ્વાસ્થ્ય ખર્ચ સંબંધી વહેલી ઉંમરમાં યોજના બનાવવાની સલાહ આપવામાં આવે છે.
પહેલાંથી હાજર સ્થિતિ જેમ કે નામ સૂચવે છે તે તબીબી સ્થિતિ અથવા હેલ્થ સમસ્યાનો સંદર્ભ આપે છે જે કોઈ વ્યક્તિને હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદતા પહેલાંથી જ હતી. પહેલાંથી હાજર સ્થિતિ સાથે પ્રતીક્ષા અવધિ જોડાયેલી હોય છે. ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદ્યા પછી પ્રતીક્ષા અવધિ એ ચોક્કસ સમયનો અંતરાલ છે જેના માટે તમારે સંપૂર્ણ કવરેજનો ઉપયોગ કરવા પાત્ર થવા માટે રાહ જોવી પડશે. ઇન્શ્યોરન્સ પૉલિસીના નિયમો અને શરતોને આધિન.
હા, તમે માસિક, ત્રિમાસિક, અર્ધ-વાર્ષિક અથવા વાર્ષિક પ્રીમિયમ હપ્તાઓના વિકલ્પોમાં પસંદ કરી શકો છો. જો કે, આ પસંદ કરેલી પૉલિસીમાં ઉપલબ્ધ વિકલ્પને આધિન છે.
એચડીએફસી અર્ગો સીનિયર સિટીઝન હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી માટે, માય:હેલ્થ સુરક્ષા ઇન્શ્યોરન્સ - સિલ્વર સ્માર્ટ પ્લાનમાં પ્રવેશ કરવા અને બહાર નીકળવાની ઉંમર પર કોઈ પ્રતિબંધ નથી. ઇન્શ્યોરન્સ પૉલિસીના નિયમો અને શરતોને આધિન.
તમારા ઇન્શ્યોરન્સ માટે તમે જે માસિક/ત્રિમાસિક/અર્ધ-વાર્ષિક/વાર્ષિક ચૂકવણી કરો તેને પ્રીમિયમ કહેવામાં આવે છે. તમે વેબસાઇટ પર ઉપલબ્ધ પ્રીમિયમ કૅલ્ક્યૂલેટરનો ઉપયોગ કરીને સરળતાથી પ્રીમિયમની ગણતરી કરી શકો છો. માત્ર નામ, ઇમેઇલ ID, જન્મ તારીખ વગેરે જેવી મૂળભૂત વ્યક્તિગત વિગતો ભરો અને પ્રીમિયમની ગણતરી પર ક્લિક કરો. એકવાર પૂર્ણ થયા પછી, પ્રીમિયમ કૅલ્ક્યૂલેટર પ્રીમિયમની રકમ જનરેટ કરશે.
નીચે સૂચિબદ્ધ કેટલાક કારણો હાઇલાઇટ કરે છે કે તમારે એચડીએફસી અર્ગો વરિષ્ઠ નાગરિક માટેની હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી શા માટે પસંદ કરવી જોઈએ.