બાલી, ઇન્ડોનેશિયાનો એક મનમોહક ટાપુ, પોતાના શ્રેષ્ઠ લેન્ડસ્કેપ, જીવંત સંસ્કૃતિ અને આધ્યાત્મિક આકર્ષણ સાથે પ્રવાસીઓને આકર્ષિત કરે છે. જો કે પોતે એક દેશ ન હોવા છતાં, બાલી ઇન્ડોનેશિયાની અંદર એક અગ્રણી સ્થળ તરીકે ઓળખાય છે, જે આકર્ષક દરિયાકિનારા, લીલીછમ હરિયાળીથી છવાયેલ ચોખાના ખેતરો અને પરંપરાઓથી સમૃદ્ધ ચાકડા ધરાવે છે. મંત્રમુગ્ધ કરી દે તેવી જગ્યા શોધતા ભારતીય પ્રવાસીઓ માટે આ ટાપુ સચોટ પસંદગી છે.
ભારતથી બાલીની મુસાફરીને ધ્યાનમાં લેતી વખતે, કોમ્પ્રિહેન્સિવ ટ્રાવેલ ઇન્શ્યોરન્સને સુરક્ષિત કરવું સમજદારીભર્યું છે. ભારતમાંથી બાલી માટેનો શ્રેષ્ઠ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ મેડિકલ ઇમરજન્સી, ટ્રિપ કૅન્સલેશન અને ચોરીની ઘટનાઓ માટે કવરેજ પ્રદાન કરે છે, જે આ સ્વર્ગ સમાન જગ્યાના ચિંતા વિહીન પ્રવાસને સુનિશ્ચિત કરે છે. બાલી માટે વ્યાપક સુરક્ષા સાથે ખર્ચને સંતુલિત કરીને, એક વાજબી ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પસંદ કરવો જરૂરી છે.
બાલીની મનોહર સુંદરતા અને સાંસ્કૃતિક ઊંડાણને માણવું આનંદદાયક છે, પરંતુ અણધાર્યા સંજોગો તમારા પ્લાનમાં બાધા પેદા કરી શકે છે. ભારતમાંથી બાલી માટે વિશ્વસનીય અને વાજબી ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ મેળવવો, સલામતીની ખાતરી આપે છે, જે પ્રવાસીઓને બાલીની અજાયબીઓના આનંદમાં તરબોળ થવા સાથે ઇન્ડોનેશિયાના આ મંત્રમુગ્ધ કરી દેતા રત્નમાં અણધારી પરિસ્થિતિઓ સામે પોતાને સુરક્ષિત કરવાની તક આપે છે.
બાલી ટ્રાવેલ ઇન્શ્યોરન્સની કેટલીક મહત્વપૂર્ણ વિશેષતાઓની સૂચિ અહીં આપેલ છે ;
મુખ્ય વિશેષતાઓ | વિગતો |
વ્યાપક કવરેજ | મેડિકલ, મુસાફરી અને સામાન સંબંધિત સમસ્યાઓને કવર કરે છે. |
કૅશલેસ લાભો | બહુવિધ નેટવર્ક હૉસ્પિટલ દ્વારા કૅશલેસ લાભ પ્રદાન કરે છે. |
કોવિડ-19 કવરેજ | કોવિડ-19 સંબંધિત હૉસ્પિટલાઇઝેશન કવર કરે છે. |
24x7 કસ્ટમર સપોર્ટ | ચોવીસ કલાક ત્વરિત કસ્ટમર સપોર્ટ. |
ઝડપી ક્લેઇમ સેટલમેન્ટ | ઝડપી ક્લેઇમ સેટલમેન્ટ માટે સમર્પિત ક્લેઇમ અપ્રૂવલ ટીમ. |
વ્યાપક કવરેજ રકમ | $40K થી $1000K સુધીની એકંદર કવરેજ રકમ. |
તમે તમારી ટ્રિપની જરૂરિયાતો અનુસાર બાલી માટે વિવિધ પ્રકારના ટ્રાવેલ ઇન્શ્યોરન્સમાંથી પસંદ કરી શકો છો. મુખ્ય વિકલ્પો છે ;
ટ્રિપ માટે બાલી ટ્રાવેલ ઇન્શ્યોરન્સ હોવાના કેટલાક આવશ્યક લાભો છે ;
ટ્રિપ દરમિયાન વિદેશમાં અણધારી પરિસ્થિતિઓનો સામનો કરવો પડે તેની હંમેશા સંભાવના હોય છે. જો કે, બાલી માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સમાં રોકાણ કરીને, તમે તે મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો સરળતાથી કરી શકો છો. એચડીએફસી અર્ગો ચોવીસ કલાક કસ્ટમર કેર સપોર્ટ અને સંકટના સમયમાં તમને મદદ કરવા માટે સમર્પિત ક્લેઇમ અપ્રૂવલ ટીમ સાથે બાલી ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્રદાન કરે છે.
આંતરરાષ્ટ્રીય મુસાફરી કરતી વખતે મેડિકલ અને દાંતને લગતી ઇમરજન્સીની ઘટનાઓ આપણે સાંભળેલી જ હોય છે. તેથી, બાલીમાં તમારા વેકેશન દરમિયાન આવી અણધારી ઘટનાઓ સામે પોતાને આર્થિક રીતે સુરક્ષિત રાખવા માટે, બાલી માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ મેળવવાનું વિચારો. આ પૉલિસી હેઠળ મેડિકલ કવરેજમાં ઇમરજન્સી મેડિકલ અને ડેન્ટલ ખર્ચ, મેડિકલ અને બૉડી રિપેટ્રિએશન, આકસ્મિક મૃત્યુ વગેરે જેવી બાબત શામેલ છે.
અણધારી મેડિકલ સમસ્યાઓ ઉપરાંત, ટ્રાવેલ ઇન્શ્યોરન્સ બાલી પ્લાન ટ્રિપ દરમિયાન ઘણી નૉન-મેડિકલ આકસ્મિકતાઓ સામે ફાઇનાન્શિયલ કવરેજ પ્રદાન કરે છે. તેમાં વ્યક્તિગત જવાબદારી, હાઇજેક ડિસ્ટ્રેસ ભથ્થું, ફાઇનાન્શિયલ ઇમરજન્સી આસિસ્ટન્સ, સામાન અને વ્યક્તિગત ડૉક્યુમેન્ટ ગુમ થવા વગેરે જેવી અસંખ્ય મુસાફરી અને સામાન સંબંધિત સામાન્ય અસુવિધાઓનો સમાવેશ થાય છે.
ઇન્ટરનેશનલ ટ્રિપ દરમિયાન દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓનો ભોગ બનવું આર્થિક અને માનસિક રીતે પડકારજનક બંને છે. આવી સમસ્યાઓ તમારા તણાવનું કારણ બની શકે છે, ખાસ કરીને જો તમે તેનો સામનો કરવા માટે તૈયાર ન હોવ. જો કે, બાલી માટેનો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ એક આર્થિક સુરક્ષા તરીકે કામ કરે છે જે તમને તમારા વેકેશનનો આનંદ માણવાની મંજૂરી આપે છે. પૉલિસી દ્વારા ઑફર કરવામાં આવતું ઝડપી અને વ્યાપક કવરેજ તમારી ચિંતાઓને ન્યૂનતમ રાખશે.
તમે ભારતથી બાલી માટેનો વાજબી ટ્રાવેલ ઇન્શ્યોરન્સ મેળવી શકો છો જે તમને કેટલીક પરિસ્થિતિઓ હેઠળ આર્થિક સહાય પ્રદાન કરશે. આ રીતે, તમારે કોઈ અણધારી ઘટના દરમિયાન તમારા પોતાના ખિસ્સામાંથી અતિરિક્ત રોકડ ખર્ચ કરવાની જરૂર નથી, જેથી તમે તમારા મુસાફરીના નિશ્ચિત બજેટમાં રહી શકો. ટ્રાવેલ ઇન્શ્યોરન્સના ઘણા લાભો તેના ખર્ચની તુલનાએ વધારે હોય છે.
બાલી ટ્રાવેલ ઇન્શ્યોરન્સનો એક મુખ્ય લાભ તેની કૅશલેસ ક્લેઇમ સુવિધા છે. તેનો અર્થ એ છે કે વળતરની સાથે, વ્યક્તિઓ વિદેશમાં મેડિકલ ઇમરજન્સી વખતે કૅશલેસ સારવાર પસંદ કરી શકે છે. એચડીએફસી અર્ગો ટ્રાવેલ ઇન્શ્યોરન્સમાં વિશ્વભરમાં તેના નેટવર્ક હેઠળ 1 લાખથી વધુ ભાગીદારી કરેલ હૉસ્પિટલ છે, જે વ્યક્તિઓને ઝડપી મેડિકલ સર્વિસ પ્રદાન કરે છે.
અહીં કેટલીક વસ્તુઓ છે જે સામાન્ય રીતે ભારતથી બાલી માટેના ટ્રાવેલ ઇન્શ્યોરન્સ હેઠળ કવર કરવામાં આવે છે ;
આ લાભમાં હૉસ્પિટલાઇઝેશન, રૂમનું ભાડું, OPD સારવાર અને રોડ એમ્બ્યુલન્સના ખર્ચને કવર કરવામાં આવે છે. તે ઇમરજન્સી મેડિકલ ઇવેક્યુએશન, મેડિકલ રિપેટ્રિએશન અને મૃત અવશેષોને સ્વદેશમાં લાવવા પર થયેલા ખર્ચની પણ ભરપાઈ કરે છે.
અમે માનીએ છીએ કે દાંતની સંભાળ એ શારીરિક બીમારી અથવા ઈજાને કારણે હૉસ્પિટલાઇઝેશન જેટલું જ મહત્વપૂર્ણ છે; તેથી, અમે તમારી મુસાફરી દરમિયાન થઈ શકે છે તેવા ડેન્ટલ (દાંતને લગતા) ખર્ચને કવર કરી લઈએ છીએ. પૉલિસીના નિયમો અને શરતોને આધિન.
અમે તમારા દરેક સારા અને ખરાબ સમયમાં તમારો સાથ આપવામાં માનીએ છીએ. અકસ્માતની સ્થિતિમાં, વિદેશમાં મુસાફરી કરતી વખતે, અમારો ઇન્શ્યોરન્સ પ્લાન કાયમી અપંગતા અથવા આકસ્મિક મૃત્યુના કારણે થતા કોઈપણ ફાઇનાન્શિયલ બોજમાં સહાય કરવા માટે તમારા પરિવારને એકસામટી રકમની ચુકવણી પ્રદાન કરે છે.
અમે સારા-નરસા સમયમાં તમારો સાથ આપવામાં વિશ્વાસ કરીએ છીએ. તેથી, દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિઓમાં, સામાન્ય વાહનથી થતી ઈજાથી ઉદ્ભવતી આકસ્મિક મૃત્યુ અથવા કાયમી અપંગતાના કિસ્સામાં અમે એકસામટી રકમની ચુકવણી પ્રદાન કરીશું.
જો કોઈ વ્યક્તિને ઈજા અથવા બીમારીને કારણે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે, તો અમે પૉલિસી શેડ્યૂલમાં જણાવેલ મહત્તમ દિવસ સુધી, હૉસ્પિટલાઇઝેશનના દરેક સંપૂર્ણ દિવસ માટે પ્રતિ દિવસ સમ ઇન્શ્યોર્ડ જેટલી રકમ ચૂકવીશું.
ફ્લાઇટમાં વિલંબ અથવા કૅન્સલેશન આપણા નિયંત્રણની બહાર હોઈ શકે છે, પરંતુ ચિંતા ન કરો, અમારી રિઇમ્બર્સમેન્ટ સુવિધા તમને આવા અવરોધથી ઉદ્ભવતા કોઈપણ આવશ્યક ખર્ચને પહોંચી વળવાની સુવિધા આપે છે.
ટ્રિપમાં વિલંબ અથવા ટ્રિપ કૅન્સલેશનના કિસ્સામાં, અમે તમારા અગાઉથી બુક કરેલ આવાસ અને પ્રવૃત્તિઓના બિન-રિફંડપાત્ર ભાગને રિફંડ કરીશું. પૉલિસીના નિયમો અને નિયમાવલીને આધિન.
મહત્વપૂર્ણ ડૉક્યુમેન્ટના ગુમ થવાથી તમે વિદેશમાં અટવાઈ શકો છો. તેથી, અમે નવો અથવા ડુપ્લિકેટ પાસપોર્ટ અને/અથવા આંતરરાષ્ટ્રીય ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા સંબંધિત ખર્ચની તમને ભરપાઈ કરીશું.
જો તમારે અણધારી પરિસ્થિતિઓને કારણે તમારી મુસાફરીને ટૂંકી કરવાની જરૂર હોય તો ચિંતા કરશો નહીં. અમે પૉલિસી શેડ્યૂલ મુજબ તમારા બિન-રિફંડપાત્ર આવાસ અને અગાઉથી બુક કરેલ પ્રવૃત્તિઓ માટે તમને વળતર આપીશું.
જો તમે ક્યારેય વિદેશી ભૂમિમાં થર્ડ-પાર્ટી નુકસાન માટે જવાબદાર હોવ છો, તો અમારો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસીના નિયમો અને શરતોને આધિન તમને તે નુકસાનીનું સરળતાથી વળતર આપવામાં મદદ કરે છે.
મેડિકલ ઈમર્જન્સીઓનો અર્થ એ હોઈ શકે છે કે તમારે થોડા દિવસો સુધી તમારી હોટેલ બુકિંગ લંબાવવાની જરૂર પડી શકે છે. શું વધેલા ખર્ચ વિશે ચિંતિત છો? જ્યારે તમે સાજા થઈ રહ્યા હોય ત્યારે અમને તેની કાળજી લેશું. પૉલિસીના નિયમો અને શરતોને આધિન
ફ્લાઇટ કનેક્શન ચૂકી જવાને કારણે અનપેક્ષિત ખર્ચ વિશે ચિંતા કરશો નહીં; તમારા ગંતવ્ય સ્થાન સુધી પહોંચવા માટે આવાસ અને વૈકલ્પિક ફ્લાઇટ બુકિંગ પર થયેલા ખર્ચ માટે અમે તમને તેની ભરપાઈ કરીશું.
ફ્લાઇટ હાઇજેક થવી એક દુઃખદાયક અનુભવ હોઈ શકે છે. અને જ્યારે સબંધિત અધિકારીઓ સમસ્યાના ઉકેલમાં લાગ્યા હોય, ત્યારે અમે અમારાથી બનતું કરીશું અને આ તણાવને કારણે થતી તકલીફ માટે તમને વળતર આપીશું.
મુસાફરી કરતી વખતે, ચોરી અથવા લૂંટફાટને કારણે રોકડની મુશ્કેલી થઈ શકે છે. પરંતુ ચિંતા ન કરો ; એચડીએફસી અર્ગો ભારતમાં ઇન્શ્યોર્ડના પરિવારમાંથી ફંડ ટ્રાન્સફરની સુવિધા આપી શકે છે. પૉલિસીના નિયમો અને શરતોને આધિન.
તમારો ચેક-ઇન કરેલ સામાન ખોવાઇ ગયો છે? ચિંતા કરશો નહીં; અમે તમને નુકસાન માટે વળતર આપીશું, જેથી તમારે તમારી આવશ્યક વસ્તુઓ અને વેકેશનની મૂળભૂત વસ્તુઓ વિના જવું ન પડે. પૉલિસીના નિયમો અને શરતોને આધિન.
રાહ જોવામાં ક્યારેય મજા નથી. જો તમારા સામાનને આવવામાં વિલંબ થયો હોય, તો અમે તમને કપડાં, પ્રસાધનની વસ્તુઓ અને દવાઓ જેવી આવશ્યક વસ્તુઓ માટે વળતર આપીશું, જેથી તમે ચિંતા-મુક્ત થઈને તમારું વેકેશન શરૂ કરી શકો.
ચોરી અથવા ખોવાયેલ સામાન તમારી યાત્રાને બગાડી શકે છે. તેથી, તમારી યાત્રા ટ્રૅક પર રહેવાની ખાતરી કરવા માટે, સામાનની ચોરીના કિસ્સામાં અમે તમને વળતર આપીશું. પૉલિસીના નિયમો અને શરતોને આધિન.
અમારા કેટલાક ટ્રાવેલ પ્લાનમાં ઉપરોક્ત કવરેજ કદાચ ઉપલબ્ધ ન હોય. કૃપા કરીને અમારા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન વિશે વધુ જાણવા માટે પૉલિસી નિયમાવલી, બ્રોશર અને પ્રોસ્પેક્ટસ વાંચો.
યુદ્ધ અથવા કાયદાના ઉલ્લંઘનને કારણે થતી બીમારી અથવા સ્વાસ્થ્ય સમસ્યાઓને આ પ્લાનમાં કવર કરવામાં આવતી નથી.
જો તમે કોઈ નશીલા અથવા પ્રતિબંધિત પદાર્થોનું સેવન કરતા હોવ, તો પૉલિસી હેઠળ કોઈપણ ક્લેઇમ મંજૂર થશે નહીં.
જો તમે જે પ્રવાસ માટે ઇન્શ્યોર્ડ થાવ છો તે પહેલાં કોઈપણ બિમારીથી પીડિત હોવ અને તમે પહેલેથી જ હોય તેવી બિમારી માટે કોઈ સારવાર લઈ રહ્યા હોવ, તો તે સારવારના ખર્ચને પૉલિસીમાં કવર કરવામાં આવશે નહીં.
જો તમે કે તમારા પરિવારના કોઈપણ સભ્ય તમારા દ્વારા ઇન્શ્યોરન્સ મેળવેલ પ્રવાસ દરમિયાન કોઈપણ કૉસ્મેટિક અને સ્થૂળતાની સારવારનો વિકલ્પ પસંદ કરે, તો આવા ખર્ચાઓ કવર કરવામાં આવતા નથી.
અમે ઑફર કરતા કોઈપણ ઇન્શ્યોરન્સ પ્લાનમાં સ્વયં પહોંચાડેલી ઈજાઓથી ઉદ્ભવતા મેડિકલ ખર્ચ અને હૉસ્પિટલાઇઝેશનના ખર્ચને કવર કરવામાં આવતા નથી.
• અમારી પૉલિસી ખરીદવા માટે લિંક પર ક્લિક કરો, અથવા એચડીએફસી અર્ગો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ વેબપેજની મુલાકાત લો.
• મુસાફરની વિગતો, ગંતવ્ય માહિતી અને મુસાફરીની શરૂઆત અને અંતિમ તારીખો દાખલ કરો.
• અમારા ત્રણ અનુકૂળ વિકલ્પોમાંથી તમારો પસંદગીનો પ્લાન પસંદ કરો.
• તમારી વ્યક્તિગત વિગતો પ્રદાન કરો.
• મુસાફરો વિશે વધારાની વિગતો ભરો અને ઑનલાઇન ચુકવણી પદ્ધતિઓનો ઉપયોગ કરીને ચુકવણી કરવા માટે આગળ વધો.
• હવે બસ આટલું જ બાકી છે - તમારી પૉલિસી તરત ડાઉનલોડ કરો!
તમે જે દેશમાં મુસાફરી કરી રહ્યા છો તે વિશે માહિતી મેળવવી હંમેશા ઉપયોગી છે, અને તે તમને લોકપ્રિય ગંતવ્યો અને વાતાવરણનો સંપૂર્ણપણે આનંદ માણવામાં મદદ કરે છે.
અહીં તમારા માટે કેટલાક છે:
શ્રેણીઓ | વિશિષ્ટતાઓ |
મંદિરો | બાલીનું સૌથી મોટું અને પવિત્ર મંદિર, પ્રતિકાત્મક તનાહ લોટ અને બેસાકીહ સહિત 20,000 થી વધુ મંદિરોનું ઘર. |
ક્યુશિન | નાસી ગોરેંગ અને બાબી ગુલિંગ જેવી સ્વાદિષ્ટ ડિશ સાથે પસંદગીનું ભોજન ઑફર કરે છે, જે મસાલાઓનું અદભુત મિશ્રણ દર્શાવે છે. |
સંસ્કૃતિ | તેની અનન્ય હિન્દુ સંસ્કૃતિ અને અનુષ્ઠાનો માટે જાણીતું, જેમાં ગલુંગન અને નાયપી, મૌનના દિવસ જેવા વાઇબ્રન્ટ ઉત્સવો શામેલ છે. |
ઉત્સવ | "મૌન દિવસ" (નાયપી) ઉજવાય છે, જેમાં આત્મ-મંથન અને શાંતિ દિવસના પ્રતિક રૂપે એક દિવસ માટે સંપૂર્ણ ટાપુ બંધ કરાય છે. |
પરંપરાગત નૃત્યો | બાલીનીઝ પૌરાણિક કથાઓ અને વાર્તાઓ દર્શાવતા વિવિધ પરંપરાગત નૃત્યો જેમ કે બેરોંગ, લેગોંગ અને કેકાકનો સમાવેશ થાય છે. |
ઉબુદ | ઉબુદ બાલીનું કલાત્મક હૃદય છે, જે તેની કલા ગેલેરીઓ, સાંસ્કૃતિક કામગીરીઓ અને પવિત્ર મંકી ફોરેસ્ટ માટે જાણીતું છે. |
સર્ફિંગ | દુનિયાભરના ફરવાના શોખીનોને ખાસ કરીને ઉલુવાટુ, કેંગુ અને પડાંગ પડાંગ જેવા સ્થળો તેમની વૈશ્વિક ઓળખથી આકર્ષે છે. |
બાલીનીઝ આર્કિટેક્ચર | ઝીણવટભરી ડિઝાઇનથી બનાવેલાં મંદિરો, વૈભવી મહેલો અને પરંપરાગત પરિસર સાથે વિશિષ્ટ આર્કિટેક્ચર પ્રદર્શિત કરે છે. |
કળા અને હસ્તકળા | બાટિક કાપડ, લાકડાની કોતરણી અને પરંપરાગત બાલીનીઝ નૃત્ય સ્વરૂપોમાં જટિલ કારીગરી માટે પ્રખ્યાત. |
લૅન્ડસ્કેપ્સ | ખૂબજ સુંદર તેગલ્લાલંગ રાઇસ ટેરેસ, જ્વાળામુખીના લેન્ડસ્કેપ્સ અને માઉન્ટ બાતૂર સૂર્યોદય સમયે ટ્રેકિંગ માટે જાણીતાં છે. |
બાલીની મુસાફરી કરતી વખતે, તમારે બાલી ટૂરિસ્ટ વિઝાની જરૂર છે અને તે મેળવવા માટે મહત્વના ડૉક્યુમેન્ટ અહીં જણાવેલ છે:
• જો યુવાન હોય અથવા એકલા મુસાફરી કરતા હોય તો નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) મેળવો.
• મુસાફરીની તારીખથી ઓછામાં ઓછા છ મહિનાની માન્યતા સાથે માન્ય પાસપોર્ટની ખાતરી કરો.
• ફ્લાઇટ ટિકિટ બુકિંગ અને બાલીમાં રહેવાના પુરાવાની કૉપી તૈયાર રાખો.
• વિઝા ફોર્મ અને બે પાસપોર્ટ-સાઇઝ ફોટાની બે કૉપી તૈયાર કરો (35X44 mm, મૅટ ફિનિશ, સફેદ બૅકગ્રાઉન્ડ).
• એક વિગતવાર ટૂર પ્લાન અથવા પ્રવાસની માર્ગદર્શિકા પ્રદાન કરો.
• પાછલા ત્રણ વર્ષના છેલ્લા છ મહિનાના બેંક સ્ટેટમેન્ટ અને ટૅક્સ ડૉક્યુમેન્ટ રજૂ કરો.
• નિવૃત્ત વ્યક્તિઓ, પેન્શન ઑર્ડર સાથે રાખો.
• વધુમાં, રોજગાર પ્રાપ્ત અરજદારો માટે ફોર્મ 16 શામેલ છે.
• નોકરિયાત વ્યક્તિઓ માટે, પાછલા ત્રણ મહિનાની સેલેરી સ્લિપ સાથે લાવવી.
બાલીની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય મોટાભાગે હવામાનની પસંદગીઓ અને પ્રવૃત્તિઓ પર આધારિત છે. બાલીમાં અલગ-અલગ સીઝન જોવા મળે છે: સૂકી સીઝન (એપ્રિલથી સપ્ટેમ્બર) અને ભેજવાળી સીઝન (ઑક્ટોબરથી માર્ચ સુધી). સર્ફિંગ, ડાઇવિંગ અથવા બાલીના કુદરતી સૌંદર્યને માણવા જેવી આઉટડોર પ્રવૃત્તિઓમાં રસ ધરાવતા સાહસિકો માટે, શુષ્ક મોસમ શ્રેષ્ઠ સમય છે. ઓછા ભેજ અને ન્યૂનતમ વરસાદ સાથે, આ સમયગાળો આઉટડોર સાહસિકો માટે શ્રેષ્ઠ હવામાનની સ્થિતિ પ્રદાન કરે છે, જે તેને મુસાફરો માટે એક ઉત્તમ સમય બનાવે છે.
જોકે, જો તમે ભીડને ટાળવા માંગો છો, તો એપ્રિલ, મે, જૂન અથવા સપ્ટેમ્બર જેવા ઑફ-સીઝનના મહિનાઓ દરમિયાન મુલાકાત લેવાનું વિચારો. આ મહિનાઓ દરમિયાન, તમે હજુ પણ ઓછા પ્રવાસીઓ સાથે શુષ્ક હવામાનનો આનંદ માણી શકો છો, જે વધુ આરામદાયક અને બજેટ-અનુકુળ અનુભવની મંજૂરી આપે છે.
આ મોહક ઇન્ડોનેશિયન ટાપુ પર તમારી મુસાફરી દરમિયાન અણધારી દુર્ઘટનાઓ સામે મનની શાંતિ મેળવવા માટે, તમે મુલાકાત લેવા માટે પસંદ કરેલ સમયને ધ્યાનમાં લીધા વિના ભારતથી બાલી માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ સુરક્ષિત કરવો મહત્વપૂર્ણ છે.
બાલીની મુલાકાત લેતા પહેલાં શ્રેષ્ઠ સમય, હવામાન, તાપમાન અને અન્ય પરિબળો વિશે વધુ જાણવા માટે. બાલીની મુલાકાત લેવા માટેનો શ્રેષ્ઠ સમય વિશેનો અમારો બ્લૉગ વાંચો.
બાલીમાં મુસાફરી કરતી વખતે ધ્યાનમાં રાખવાના કેટલાક સલામતી અને સાવચેતીનાં પગલાં અહીં આપ્યાં છે, બાલી ઇન્ડોનેશિયા માટે તમારો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ લેવાનું ભૂલશો નહીં, જેથી મુસાફરી કરતી વખતે તમને માનસિક શાંતિ મળી શકે:
• સનસ્ક્રીન, ટોપીઓ અને સનગ્લાસનો ઉપયોગ કરીને તીવ્ર ઉષ્ણકટિબંધીય સૂર્યનાં કિરણો સામે રક્ષણ મેળવો. સનબર્ન અથવા હીટ સંબંધિત સમસ્યાઓથી બચવા માટે સૂર્યના આકરા તાપ દરમિયાન છાંયડામાં રહો.
• ખાદ્યપદાર્થોથી થતી બીમારીઓથી બચવા માટે બોટલમાં ભરેલું કે ઉકાળેલું પાણી પીઓ અને પ્રતિષ્ઠિત જગ્યાઓએ જ ખાઓ. ખાતરી કરો કે ફળ અને શાકભાજીને સંપૂર્ણપણે ધોવામાં આવ્યા હોય.
• ઉબુદમાં સેક્રેડ મંકી ફોરેસ્ટની મુલાકાત લેતી વખતે, વાંદરાઓ સાથે સીધો આંખનો સંપર્ક ટાળો, કારણ કે તેને જોખમ તરીકે અર્થઘટન કરી શકાય છે. તેમને ખવડાવવાનું અથવા છૂટક વસ્તુઓ સાથે લઈ જાવાનું ટાળો.
• "કેનાંગ સાડી" તરીકે ઓળખાતા શેરીઓ અથવા ફૂટપાથ પર જોવા મળતી અર્પણ કરેલ વસ્તુઓને આદર આપો. તેમના પર પગ મૂકવાનું ટાળો કારણ કે તેઓ સ્થાનિક લોકો માટે ધાર્મિક મહત્વ ધરાવે છે.
• બાલીના કેટલાક દરિયાકિનારા, જેમ કે કુટા અને સેમિનાયક, પર ભારે કરંટ જોવા મળે છે. સ્વિમિંગ કરતી વખતે સાવધાની રાખો અને લાઇફગાર્ડની સૂચનાઓ પર ધ્યાન આપો.
• માઉન્ટ અગુંગની જ્વાળામુખીની પ્રવૃત્તિ પર અપડેટ રહો, જે ફ્લાઇટના સમયપત્રક અને મુસાફરી યોજનાઓને અસર કરી શકે છે. જો જરૂરી હોય તો સત્તાવાર માર્ગદર્શન અને નિકાસ પ્રક્રિયાઓને અનુસરો.
• બાલીના રસ્તાઓ ગીચ અને અસ્તવ્યસ્ત હોઈ શકે છે ; વાહન ચલાવતી વખતે અથવા રસ્તો ક્રોસ કરતી વખતે સાવધાની રાખો અને સગવડ અને સલામતી માટે સ્થાનિક ડ્રાઇવરને રાખવાનું વિચારો.
• ભારતમાંથી બાલી માટે શ્રેષ્ઠ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ મેળવવાની પ્રાથમિકતા રાખો, મેડિકલ ઇમર્જન્સી, ટ્રિપ કેન્સલેશન અને ચોરીની ઘટનાઓ માટે કવરેજ સુનિશ્ચિત કરો, તમારી બાલીની સુંદર સફરને સુરક્ષિત કરો.
કોવિડ-19 વિશિષ્ટ માર્ગદર્શિકા
• તમારા પોતાના સ્વાસ્થ્ય અને સલામતી માટે જાહેર વિસ્તારોમાં ફેસ માસ્ક પહેરો.
• ભીડવાળી જગ્યાઓમાં સુરક્ષિત અંતર જાળવી રાખો.
• વ્યક્તિગત સ્વચ્છતાનું ધ્યાન રાખો.
• બાલીમાં કોવિડ-19 સંબંધિત સ્થાનિક નિયમો અને માર્ગદર્શિકાઓને અનુસરો.
• જો તમારામાં કોવિડ-19 ના લક્ષણો વિકસિત થાય તો સ્થાનિક અધિકારીઓને જાણ કરો અને સહકાર આપો.
બાલીમાં મુસાફરી કરતી વખતે ધ્યાનમાં રાખવાના ઇન્ટરનેશનલ એરપોર્ટની યાદી નીચે મુજબ છે:
શહેર | એરપોર્ટનું નામ |
બાલી | આઈ ગુસ્ટી નગુરાહ રાય ઇન્ટરનેશનલ એરપોર્ટ |
દેનપસાર | નગુરાહ રાય ઇન્ટરનેશનલ એરપોર્ટ (DPS) - દેનપસાર |
બાલીમાં મુસાફરી કરતી વખતે, તમારે બાલીમાં તમામ લોકપ્રિય ગંતવ્યો જાણવું મહત્વપૂર્ણ છે, જેથી તમે સંપૂર્ણપણે મુસાફરીનો આનંદ માણી શકો.
અહીં તમારા માટે કેટલાક ધ્યાનમાં રાખવા માટે છે:
આ અપસ્કેલ વિસ્તારમાં માત્ર વૈભવી સુવિધાઓ જ નથી પરંતુ પેટીંગેટ મંદિર પણ છે, જે તેની વિશિષ્ટ સ્થાપત્ય શૈલી અને આધ્યાત્મ્ય મહત્વ માટે જાણીતું છે. સેમિન્યાક બીચ એ ભયંકર દરિયાઈ કાચબાઓ માટે માળો બાંધવાનું સ્થળ છે, જે સંરક્ષણના પ્રયાસોમાં યોગદાન આપે છે અને મુલાકાતીઓને સંરક્ષણ પ્રવૃત્તિઓને નજીકથી જોવાની મંજૂરી આપે છે.
તેના કલાત્મક આકર્ષણની સાથે, ઉબુદ વાર્ષિક ઉબુદ લેખકો અને વાચકો ફેસ્ટિવલનું આયોજન કરે છે, જે વિશ્વભરના સાહિત્યપ્રેમીઓને આકર્ષે છે. આ શહેરમાં બ્લેન્કો રિનેસન્સ મ્યુઝિયમનું પણ ઘર છે, જે પ્રસિદ્ધ ફિલિપાઇનમાં જન્મેલા કલાકાર, એન્ટોનિયો બ્લેન્કોના કાર્યોને પ્રદર્શિત કરે છે. મુલાકાતીઓ ઉબુદ પેલેસમાં પરંપરાગત બાલીનીઝ નૃત્ય પ્રદર્શનના સાક્ષી બની શકે છે, જે સાંસ્કૃતિક સમૃદ્ધિ અને ઈતિહાસથી ભરપૂર છે.
તેની વાઇબ્રન્ટ નાઇટલાઇફ સિવાય, કુટા બીચ એક સમયે માછીમારોનું ગામ હતું. આ વિસ્તાર ઐતિહાસિક મહત્વ ધરાવે છે કારણ કે તેણે 1970 ના દાયકામાં બાલીના પ્રવાસન તેજીનો સાક્ષી બન્યો હતો, જે શાંત ગામમાંથી એક ભરચક પ્રવાસી કેન્દ્રમાં પરિવર્તિત થયો હતો.
આ દરિયાકાંઠાના શહેરનું આકર્ષણ તેના માછીમારીના વારસામાં છે; પ્રવૃત્તિથી ધમધમતું સ્થાનિક માછલી બજાર બાલીનીઝ માછીમારી સંસ્કૃતિની અધિકૃત ઝલક રજૂ કરે છે. વધુમાં, જિમ્બારન બે સીફૂડ રેસ્ટોરન્ટ અદભૂત સૂર્યાસ્તની પૃષ્ઠભૂમિ સામે શાનદાર ભોજનનો અનુભવ આપે છે.
સર્ફિંગ એકમાત્ર હાઇલાઇટ નથી ; કાંગુના સ્ટ્રીટ આર્ટ સીન એ વિસ્તારમાં જીવંતતા ઉમેરે છે, જેમાં રંગબેરંગી ભીંતચિત્રો અને ગ્રેફિટી દર્શાવવામાં આવી છે અને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય કલાત્મક પ્રતિભાનું પ્રદર્શન કરે છે. તે વેલનેસ પ્રવૃત્તિઓ માટે પણ એક હૉટસ્પૉટ છે, જે વિવિધ યોગ ક્લાસ અને સર્વગ્રાહી વેલનેસ રિટ્રીટ ઑફર કરે છે.
તેના વૈભવી રિસોર્ટ ઉપરાંત, નુસા દુઆમાં ગેગર મંદિર છે, જે અદભૂત દરિયાકાંઠાના દૃશ્યો સાથેનું એક પવિત્ર સ્થળ છે, જે મુલાકાતીઓને પરંપરાગત સમારોહ અને ધાર્મિક વિધિઓના સાક્ષી બનવાની તક આપે છે. આ વિસ્તાર પૂજા મંડલા સંકુલનું ઘર પણ છે, જે એક સુમેળભર્યા માહોલમાં વિવિધ ધર્મોના પાંચ પૂજા સ્થાનો ધાર્મિક સહિષ્ણુતા અને વિવિધતાને પ્રોત્સાહન આપે છે.
નીચેની પ્રવૃત્તિઓનો અનુભવ લેવાથી બાલીના સાંસ્કૃતિક વારસા, પ્રાકૃતિક સૌંદર્ય અને આહલાદક રાંધણ કળાનો એક અદભુત અનુભવ મળે છે. બાલી માટે શ્રેષ્ઠ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ સુરક્ષિત કરવાથી સમગ્ર ટાપુ પરના આ વિવિધ અનુભવોમાં વ્યસ્ત રહેતી વખતે મનની શાંતિ સુનિશ્ચિત થાય છે.
• બંજર હોટ સ્પ્રિંગ્સ જેવા રોગનિવારક ગરમ પાણીના ઝરણામાં પ્રવેશ કરો, જે ઉષ્ણકટિબંધીય વાતાવરણ વચ્ચે તેમના ઉપચાર ગુણધર્મો માટે પ્રખ્યાત છે, જે સાહસિક સહેલગાહ પછી કાયાકલ્પ પ્રદાન કરે છે.
• મેનજાંગન ટાપુ પર પરવાળાના જીવંત ખડકો વચ્ચે સ્નોર્કલિંગ અથવા ડાઇવિંગ કરીને સાહસિક અનુભૂતિ કરો અથવા એમેડમાં જહાજના ભંગારનું નિરીક્ષણ કરો, જળક્રીડા માટે ઉત્સાહી લોકો માટે અનુભવોને સમૃદ્ધ બનાવે છે.
• નાસી ગોરેંગ અથવા બાબી ગુલિંગ જેવી સ્થાનિક વાનગીઓમાં નિપુણતા મેળવવા માટે રસોઈના વર્ગોમાં જોડાઓ. વિવિધ સ્વાદો અને મસાલાઓના નમૂના લેવા માટે પાસર બડુંગ જેવા સ્થાનિક બજારોની મુલાકાત લો.
• વિવિધ સાંસ્કૃતિક કેન્દ્રો અથવા મંદિરોમાં બાલીનીઝ નૃત્ય સ્વરૂપો જેમ કે બેરોંગ, લેગોંગ અથવા કેકકના સાક્ષી બનો. વાઇબ્રન્ટ કોસ્ચ્યુમ અને જટિલ હિલચાલ પ્રાચીન વાર્તાઓ અને પૌરાણિક કથાઓ દર્શાવે છે.
• બેસાકીહની મુલાકાત લો, જે માઉન્ટ અગુંગના ઢોળાવ પર આવેલું બાલીનું સૌથી મોટું મંદિર સંકુલ છે. અદભુત સૂર્યાસ્તની સાથે કેચક ફાયર ડાન્સ પરફોર્મન્સ માણવાની સાથે પર્વત પર આવેલ ઉલૂવાતુ મંદિરની મુલાકાત લો.
• બાલીની કૃષિ વારસાને પ્રતિબિંબિત કરતા તેગલ્લાલંગ રાઇસ ટેરેસની મુલાકાત લો, અટપટા પ્રકારના ચોખાના પાક અને પરંપરાગત સિંચાઈ પ્રણાલીનું પ્રદર્શન કરે છે. સ્થાનિક સંસ્કૃતિને સમજવા માટે ચોખાની ખેતીના અનુભવોમાં જોડાઓ.
• ચાંદીના દાગીના માટે જાણીતા સેલુક અથવા પરંપરાગત ચિત્રકળા માટે જાણીતા બટુઆન જેવા કળા વિલેજની મુલાકાત લો. સદીઓ જૂની તકનીકોને સાચવીને સ્થાનિક કારીગરો સાથે જોડાઓ અને તેમની હસ્તકળાના સાક્ષી બનો.
• સૂર્યોદયના આકર્ષક નજારા માટે બટૂર પર્વત પર પ્રી-ડૉન હાઇક પર જાઓ. આ સક્રિય જ્વાળામુખી એક યાદગાર ટ્રેક અને તેના શિખર પરથી અદભૂત દ્રશ્ય અનુભવવાના સાક્ષી બનવાની તક આપે છે.
જ્યારે તમે વિદેશમાં મુસાફરી કરી રહ્યા હોવ ત્યારે પૈસા બચાવવાની ટિપ્સ આવશ્યક હોય છે, ત્યારે તમારા માટે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે:
• હાઇ-એન્ડ રિસોર્ટના બદલે ગેસ્ટહાઉસ અથવા હોમસ્ટે પસંદ કરો. ઉબુદ અને કેંગ્ગૂ જેવા સ્થાનો અધિકૃત અનુભવો સાથે બજેટ-મૈત્રીપૂર્ણ સવલતો ઓફર કરે છે, જે રહેવામાં બચત કરવામાં મદદ કરે છે.
• રેસ્ટોરન્ટમાં જવાની જગ્યાએ સ્થાનિક વૉરંગ (ઇટરીઝ) પર ભોજનનો આનંદ માણો. આ સંસ્થાઓ ઓછી કિંમતમાં પરંપરાગત બાલીનીઝ વાનગીઓ પીરસે છે, બજેટને ભારણ આપ્યા વિના સ્વાદિષ્ટ ભોજન ઓફર કરે છે.
• ખાનગી ટૅક્સીના બદલે સ્થાનિક પરિવહનનો ઉપયોગ કરો જેમ કે બીમોસ (મિનિવાન) અથવા મોટરબાઇક ટૅક્સી (ઓજેક). વાજબી દરો સુનિશ્ચિત કરવા અને પ્રવાસ ખર્ચ પર બચત કરવા માટે પહેલાંથી કિંમતોની ચર્ચા કરો.
• બજારો અથવા સુવેનિર સ્ટોલ પર ખરીદી કરતી વખતે બહુ સારી રીતે ભાવતાલ કરો. ખાસ કરીને સુકાવતી અથવા ઉબુદ માર્કેટ જેવા પરંપરાગત બજારોમાં ડિસ્કાઉન્ટ માટે લક્ષ્ય રાખીને, આત્મવિશ્વાસથી ભાવતાલ કરો.
• દરિયાકિનારા અને મંદિરો જેવા મફત આકર્ષણો દ્વારા બાલીના કુદરતી સૌંદર્યને માણો. બાલાંગન જેવા નૈસર્ગિક દરિયાકિનારા શોધો અથવા પુરા તીર્થ એમ્પુલ જેવા મંદિરોની મુલાકાત લો, જે બજેટ-ફ્રેંડલી જોવાલાયક સ્થળોનો અનુભવ પ્રદાન કરે છે.
• વ્યાજબી ઇન્ટરનેટ ઍક્સેસ અને સંચાર માટે લોકલ સિમ કાર્ડ ખરીદો. કૉલ અને ડેટા માટે લોકલ નેટવર્ક સેવાઓનો ઉપયોગ કરીને અતિરિક્ત રોમિંગ શુલ્ક ટાળો.
• વારંવાર બોટલ પાણી ખરીદવાનું ટાળવા માટે ફરીથી ભરી શકાય તેવી પાણીની બોટલ સાથે રાખો. મોટાભાગના આવાસ રિફિલ સ્ટેશનો પ્રદાન કરે છે અથવા ફિલ્ટર પાણી પ્રદાન કરે છે, જેનાથી બોટલવાળું પાણી ખરીદવાના પૈસા બચે છે.
• સસ્તા આવાસ અને ઉડાનોને સુરક્ષિત કરવા માટે બાલીની ઑફ-પીક સીઝન દરમિયાન મુલાકાતની યોજના બનાવો. એપ્રિલ, મે, જૂન અથવા સપ્ટેમ્બર જેવા ઑફ સીઝન મહિના ઓછા પ્રવાસીઓ સાથે અનુકૂળ હવામાન પ્રદાન કરે છે, ખર્ચ-અસરકારક મુસાફરી સુનિશ્ચિત કરે છે.
• વધુમાં, સસ્તા ટ્રાવેલ ઇન્શ્યોરન્સને સુરક્ષિત રાખવાથી બાલીમાં ચિંતામુક્ત પ્રવાસની ખાતરી રહે છે, અણધાર્યા ખર્ચ અને ઇમર્જન્સી સામે રક્ષણ આપે છે, પ્રવાસીઓને તેમના બજેટ-ફ્રેંડલી સાહસનો આનંદ માણવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની મંજૂરી આપે છે.
• વધુ પડતી ભીડભાડવાળા પર્યટન વિસ્તારોથી દૂર રહો ; બાલીમાં હોય ત્યારે પ્રામાણિક અનુભવો અને બજેટ-અનુકુળ વિકલ્પો માટે સ્થાનિક બજારો, ખાદ્ય પદાર્થો અને ઓછા જાણીતા સ્થળોની મુલાકાત લો.
બાલીમાં કેટલાક જાણીતા ભારતીય રેસ્ટોરન્ટ તેમની ખાસ માણવાલાયક વાનગીઓ અને ઍડ્રેસ સાથે અહીં આપેલ છે:
• ગેટવે ઑફ ઇન્ડિયા
ઍડ્રેસ: જેએલ. પંતઈ કુટા નં. 9, કુટા, બડુંગ રીજન્સી, બાલી 80361
ખાસ ચાખવાલાયક વાનગીઓ: બટર ચિકન
• ક્વીન્સ ઑફ ઇન્ડિયા
ઍડ્રેસ: જેએલ. રાયા કુટા નં. 101, કુટા, બડુંગ રીજન્સી, બાલી 80361
ખાસ ચાખવાલાયક વાનગીઓ: ચિકન ટિક્કા મસાલા
• ઇન્ડિયન ધાબા
ઍડ્રેસ: 43 જેએલ. દનાઉ તંબલિંગન નં. 51, સાનૂર, દેનપાસર સેલતન, બાલી 80228
ખાસ ચાખવાલાયક વાનગીઓ: પનીર ટિક્કા
• તાલીવાંગ બાલી - ઇન્ડિયન તંદૂર
ઍડ્રેસ: જેએલ. સનસેટ રોડ નં. 8, સેમિનાયક, કુટા, બડુંગ રીજન્સી, બાલી 80361
ખાસ ચાખવાલાયક વાનગી: તંદૂરી ચિકન
• મુંબઈ સ્ટેશન
ઍડ્રેસ: જેએલ. રાયા લેજિયન નં. 94, લેજિયન, બડુંગ રીજન્સી, બાલી 80361
ખાસ ચાખવાલાયક વાનગીઓ: મસાલા ડોસા
• ધ ઇન્ડિયન સેફ્રોન
ઍડ્રેસ: જેએલ. ઉલુવાટુ II નં. 88, જિમ્બારણ, સાઉથ કુટા, બડુંગ રીજન્સી, બાલી 80361
ખાસ ચાખવાલાયક વાનગીઓ: ચિકન બિરયાની
• સ્પાઇસ મંત્રા બાલી
ઍડ્રેસ: જેએલ. પદ્મા યુટારા નં. 4, લેજિયન, કુટા, બડુંગ રીજન્સી, બાલી 80361
ખાસ ચાખવાલાયક વાનગીઓ: રોગન જોશ
• ગણેશ એક સંસ્કૃતિ
ઍડ્રેસ: જેએલ. રાયા બાટુ બોલોંગ નં. 3A, કાંગુ, ઉત્તર કુટા, બડુંગ રીજન્સી, બાલી 80361
ખાસ ચાખવાલાયક વાનગીઓ: દાલ મખની
તમે મુલાકાત લઈ રહ્યા છો તે વિદેશના તમામ મહત્વપૂર્ણ સ્થાનિક કાયદાઓ અને શિષ્ટાચાર વિશે જાણવું જરૂરી છે. મુસાફરી કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી કેટલીક બાબતો અહીં છે:
• જો આમંત્રિત કરવામાં આવે તો પરંપરાગત સમારોહમાં ભાગ લો, પરંતુ સ્થાનિકો દ્વારા આપેલી સૂચનાઓનું પાલન કરીને અનુક્રમે આમ કરો.
• જમીન પર અથવા મંદિરોમાં મૂકવામાં આવેલા પ્રસાદનો આદર કરો. તેના પર પગ મૂકવો અથવા તેને ફેંદવો એ અનાદર માનવામાં આવે છે.
• પવિત્ર વિસ્તારોનો આદર કરો ; જો પરવાનગી ન હોય તો દાખલ થવાનું ટાળો. સ્થાનિક માર્ગદર્શિકાઓની સૂચનાઓને અનુસરો અને પરવાનગી વિના ધાર્મિક કલાકૃતિઓને સ્પર્શ કરવાથી બચો.
• બાલીનીઝ સંસ્કૃતિમાં જાહેરમાં પ્રેમની અભિવ્યક્તિને અમાન્ય માનવામાં આવે છે. સભ્ય બનો અને જાહેર સ્થળોએ અપમાનજનક હાવભાવ અથવા ભાષાનો ઉપયોગ ટાળો.
• સ્થાનિક લોકો સાથે વાતચીત કરતી વખતે આદરની નિશાની તરીકે બાલીનીઝ અભિવાદન 'ઓમ સ્વસ્તિસ્તુ' નો ઉપયોગ કરો. એક મુસ્કાન અને નોડ પણ એક વિનમ્ર સ્વીકૃતિ હોઈ શકે છે.
• મંદિરોની મુલાકાત લેતી વખતે, સરોંગ અને ખેસની સાથે શિષ્ટ વસ્ત્રો પહેરો, કારણ કે તે આદરની નિશાની છે. ધાર્મિક વસ્તુઓ તરફ પગ રાખવાનું ટાળો અને શાંતિ જાળવી રાખો.
જ્યારે તમે બાલી મુસાફરી કરી રહ્યાં હોવ ત્યારે ધ્યાનમાં રાખવા માટે અહીં તમામ બાલી સ્થિત ભારતીય દૂતાવાસ આપેલ છે:
બાલી-આધારિત ભારતીય દૂતાવાસ | કામના કલાકો | ઍડ્રેસ |
ઓનરરી કોન્સ્યુલેટ જનરલ ઑફ ઇન્ડિયા, બાલી | સોમવારથી શુક્રવાર | પ્રતામા સ્ટ્રીટ, તંજંગ બેનોઆ, નુસા દુઆ, બાલી 80363 |
કોન્સ્યુલેટ જનરલ ઑફ ઇન્ડિયા, બાલી | સોમવારથી શુક્રવાર | ઇન્ડિયા ટૂરિઝમ ઑફિસ, ઇસ્તાના કુટા ગેલેરિયા, બ્લૉક વેલેટ 2 નં. 11, જાલન પાટીહ જેલંતિક, કુટા, બાલી 80361 |
નીચેના વિકલ્પોમાંથી તમારી પસંદગી કરો, જેથી તમે વિદેશમાં તમારી મુસાફરી માટે વધુ સારી તૈયારી કરી શકો
સંશોધન કરો અને વ્યાજબી દરો પર વ્યાપક કવરેજ પ્રદાન કરતા વિવિધ ઇન્શ્યોરન્સ પ્રદાતાઓની તુલના કરો. ખર્ચ-અસરકારક પરંતુ વિશ્વસનીય વિકલ્પ માટે બાલી-વિશિષ્ટ મુસાફરીની જરૂરિયાતોને અનુરૂપ પ્લાન પસંદ કરો.
હા, સાંસ્કૃતિક સંવેદનશીલતા અને આદર દર્શાવવા માટે મંદિરોમાં શિષ્ટ પોશાક પહેરવો, સ્થાનિક રીતરિવાજોનો આદર કરવો અને જાહેરમાં પ્રેમની અભિવ્યક્તિને ટાળવી જરૂરી છે.
હા, ભારતથી બાલી માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ મેળવવાની ભલામણ કરવામાં આવે છે. તે મેડિકલ ઇમર્જન્સી, ટ્રિપ કૅન્સલેશન અને ચોરીની ઘટનાઓ માટે કવરેજ પ્રદાન કરે છે, આ ટાપુ પર ચિંતા-મુક્ત થઇ ફરવાની પરવાનગી આપે છે.
હા, ભારતીય નાગરિકોને બાલીમાં પ્રવેશવા માટે વિઝાની જરૂર છે. સામાન્ય રીતે ટૂરિસ્ટ વિઝા આગમન પર આપવામાં આવે છે અને તેમાં 30 દિવસ સુધી રોકાવાની પરવાનગી આપવામાં આવે છે. પ્રવાસે જતા પહેલાં અપડેટેડ વિઝા આવશ્યકતાઓ અને નિયમો માટે ઇન્ડોનેશિયન એમ્બેસીની વેબસાઇટ તપાસો.
હા, તમે માન્ય ભારતીય ડ્રાઇવિંગ લાઇસન્સ સાથે વાહનને ભાડે લઈ શકો છો. જો કે, બાલીમાં ડ્રાઇવિંગ કરવું અરાજક હોઈ શકે છે તેથી સાવચેત રહો. સુવિધા અને સુરક્ષા માટે લોકલ ડ્રાઇવર રાખવાનું વિચારો.
શિષ્ટ પોશાક પહેરો, સરોંગ અને ખેસ પહેરો, ધાર્મિક વસ્તુઓ તરફ પગ રાખવાનું ટાળો અને મંદિરોમાં આદર દર્શાવવા માટે વિનમ્ર અને શાંત વર્તન જાળવો.
બજારોમાં ભાવતાલ કરવાનો રિવાજ છે. મૈત્રીપૂર્ણ વર્તન અને અભિગમ સાથે, ઓછી કિંમતથી પ્રારંભ કરો અને વાટાઘાટો દરમિયાન આદર આપો. વધુ પડતા આક્રમક બનવાનું ટાળો અને વાજબી ભાવતાલ કરવાનું પસંદ કરો.