એચડીએફસી અર્ગો સાથે ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ
એચડીએફસી અર્ગો સાથે ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ
વાર્ષિક પ્રીમિયમ માત્ર ₹538 થી શરૂ*

વાર્ષિક પ્રીમિયમ શરૂ થાય છે

માત્ર ₹538 માં*
7400+ કૅશલેસ નેટવર્ક ગેરેજ ^

2000+ કૅશલેસ

ગેરેજનું નેટવર્ક**
ઈમર્જન્સી રોડસાઇડ આસિસ્ટન્સ

ઈમર્જન્સી રોડસાઇડ

સહાયતા
4.4 કસ્ટમર રેટિંગ ^

4.4

કસ્ટમર રેટિંગ
હોમ / ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ / મલ્ટી ઇયર ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ

મલ્ટી-યર બાઇક ઇન્શ્યોરન્સ ઑનલાઇન

મલ્ટી-ઇયર બાઇક ઇન્શ્યોરન્સ

મલ્ટી-ઇયર બાઇક ઇન્શ્યોરન્સ તમને લાંબા ગાળા માટે નુકસાન, ચોરી અથવા થર્ડ-પાર્ટીની જવાબદારી સામે ફાઇનાન્શિયલ નુકસાનથી સુરક્ષિત કરે છે. પરંપરાગત એક વર્ષના પ્લાન્સને વાર્ષિક રિન્યુઅલની જરૂર પડે છે પરંતુ મલ્ટી-ઇયર પૉલિસીઓ તમને રિન્યુઅલની ઝંઝટ વગર થોડા વર્ષો માટે ઇન્શ્યોર્ડ રાખે છે. તે તમને માન્ય પૉલિસી વગર રાઇડિંગના પરિણામોથી બચાવે છે. એચડીએફસી અર્ગોના મલ્ટી-ઇયર બાઇક ઇન્શ્યોરન્સ સાથે, તમે દર વર્ષે પૉલિસીને રિન્યુ કરવાની ઝંઝટમાંથી બચી શકો છો અને ત્રણ વર્ષ સુધી સુરક્ષા સાથે તમારી રાઇડનો આનંદ માણી શકો છો.

તમને મલ્ટી-ઇયર ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સની જરૂર શા માટે છે?

બહુ-વર્ષીય ઇન્શ્યોરન્સ તમને એક વખતની પ્રીમિયમ ચુકવણી સાથે એક પ્લાનમાં લાંબા ગાળાનું કવરેજ આપે છે. આ એકલ પૉલિસી થોડાક વર્ષો સુધી ચાલુ રહે છે, જેથી વાર્ષિક રિન્યુઅલ વિશે ચિંતા કરવી પડતી નથી. એચડીએફસી અર્ગો તમને બહુ-વર્ષીય ઇન્શ્યોરન્સ પૉલિસીઓની પ્રીમિયમ કિંમતો પર ઘણું સારું ડિસ્કાઉન્ટ ઑફર કરે છે. જો તમે હાલમાં જ નવું ટૂ-વ્હીલર ખરીદ્યું છે અથવા તમારી મનપસંદ બાઇકને વધુ વર્ષો સુધી ચલાવવાની યોજના બનાવો છે, તો એક બહુ-વર્ષીય પૉલિસી તમારો ઇન્શ્યોરન્સ પ્લાન હોવો જોઈએ, જેથી તમે લાંબા ગાળા માટે તણાવ-મુક્ત રાઇડનો આનંદ માણી શકો.

મલ્ટી-ઇયર ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સના પ્રકારો

કોમ્પ્રિહેન્સિવ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી તમારી બાઇક/સ્કૂટરને સંપૂર્ણ સુરક્ષા પ્રદાન કરે છે. તે આગ, ચોરી, કુદરતી આપત્તિઓ, માનવનિર્મિત જોખમો અને અન્ય અણધારી ઘટનાઓને કારણે ઉદ્ભવતા નુકસાન માટે તમારા વાહનને કવરેજ પ્રદાન કરે છે. મોટર વાહન અધિનિયમ, 1988 મુજબ, થર્ડ પાર્ટી ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ હોવું ફરજિયાત છે, જો કે, કોમ્પ્રિહેન્સિવ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પસંદ કરવું એ સમજદારીભર્યું છે, જે કોઈપણ બાહ્ય નુકસાનથી તમારી બાઇકને સંપૂર્ણ ફાઇનાન્શિયલ સુરક્ષા પ્રદાન કરી શકે છે. ઉપરાંત, ભારત જેવો દેશ પૂર અને માર્ગ અકસ્માતોની સંભાવના ધરાવે છે, જેના કારણે તમારા વાહનને અસુરક્ષિત બનાવી નુકસાન કરી શકે છે. તેથી, મોટા ફાઇનાન્શિયલ ખર્ચને ટાળવા માટે, તમારા ટૂ-વ્હીલર માટે કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્શ્યોરન્સ ખરીદવું સમજદારીભર્યું છે. .

X
ક્યારેક જ બાઇકનો ઉપયોગ કરનાર લોકો માટે યોગ્ય, આ પ્લાન કવર કરે છે:

પર્સનલ એક્સિડેન્ટ કવર

થર્ડ-પાર્ટી વ્યક્તિને ઈજા

થર્ડ પાર્ટી લાયબિલિટી

થર્ડ પાર્ટી લાયબિલિટી

જો માન્ય પૉલિસી હોય તો કોઈ દંડ નથી

જો માન્ય પૉલિસી હોય તો કોઈ દંડ નથી

ઉપયોગી ઍડ-ઑનની પસંદગી

ઉપયોગી ઍડ-ઑનની પસંદગી

આ પૉલિસી તમને થર્ડ-પાર્ટીની તમામ જવાબદારીઓ જેમ કે તેમની સંપત્તિ અથવા વાહનના નુકસાન, અને થર્ડ પાર્ટીને ઈજા અથવા મૃત્યુ સામે ત્રણ વર્ષ સુધીનું લાંબા ગાળાનું કવરેજ આપે છે. મોટર વાહન અધિનિયમ, 1988 મુજબ બધા ટૂ-વ્હીલર માટે માન્ય થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ કવર હોવું ફરજિયાત છે. જોકે, આ પૉલિસીમાં તમારા ટૂ-વ્હીલરના નુકસાન અથવા ચોરીને કવર કરવામાં આવતું નથી.

X
ઑલ-રાઉન્ડેડ સુરક્ષા ઈચ્છતા બાઇક પ્રેમીઓ માટે યોગ્ય, આ પ્લાન કવર કરે છે:
બાઇક અકસ્માત

અકસ્માત, ચોરી, આગ વગેરે.

પર્સનલ એક્સિડેન્ટ કવર

કુદરતી આપત્તિઓ

થર્ડ-પાર્ટીની જવાબદારી

ઍડ-ઑનની પસંદગી

વધુ જાણો

એક થર્ડ-પાર્ટી પૉલિસી શું કવર કરે છે તે ઉપરાંત, આ પૉલિસી તમને 5 વર્ષ સુધી તમારા ટૂ-વ્હીલરની આસપાસ સર્વાંગી સુરક્ષાનું સંપૂર્ણ પૅકેજ આપે છે. તમે તમારી જરૂરિયાતોના આધારે આ પૉલિસીની મુદત પસંદ કરી શકો છો. અહીં એચડીએફસી અર્ગો પર, તમે તમારી કારને સમય વીતતા ઘટતા જતાં મૂલ્યથી બચાવવા માટે 'ઝીરો ડેપ્રિશિયેશન કવર' અથવા 24x7 ઑન-રોડ સહાય મેળવવા માટે 'ઇમરજન્સી સહાયતા કવર' જેવા તમારી પસંદગીના ઍડ-ઑનનો સમાવેશ કરવાની સુગમતા પણ મેળવી શકો છો.

X
ક્યારેક જ બાઇકનો ઉપયોગ કરનાર લોકો માટે યોગ્ય, આ પ્લાન કવર કરે છે:

પર્સનલ એક્સિડેન્ટ કવર

થર્ડ-પાર્ટી પ્રોપર્ટી નુકસાન

થર્ડ-પાર્ટી વ્યક્તિને ઈજા

શું તમે જાણો છો
તમે તમારા હેલ્મેટના વિઝરના ટોચ પર ટેપની એક પટ્ટી લગાવીને સૂર્યના કિરણોને રોકી શકો છો

એક વર્ષીય વિરુદ્ધ બહુ-વર્ષીય ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી

કરિયાણું ખરીદતી વખતે તમે શું પસંદ કરો છો, બધું થોડા દિવસો સુધી ચાલે તે માટે એક સાથે ખરીદવું કે દરરોજ સુપરમાર્કેટમાં જવું અને દરરોજ ખરીદી કરવી? જો પસંદગી આપવામાં આવે તો, તમને ખાતરી હોય કે તમને ટૂંક સમયમાં તેની જરૂર પડશે તો, મોટાભાગના લોકો થોડા દિવસો માટે સ્ટોક કરવાનું પસંદ કરશે. જો તમે ઓછામાં ઓછા ત્રણ વર્ષ માટે તમારા ટૂ-વ્હીલરનો ઉપયોગ કરવા માટે ચોક્કસ હોવ તો એક વર્ષીય પૉલિસી પર બહુ-વર્ષીય ઇન્શ્યોરન્સ પૉલિસી પસંદ કરવી એકદમ સમાન છે. બહુ-વર્ષીય પ્લાન ખરીદવાથી તમે દર વર્ષે પૉલિસી રિન્યુ કરવાની ઝંઝટથી મુક્ત રહો છે અને તેનાથી પ્રીમિયમ પર ડિસ્કાઉન્ટ સાથે તે તમારા પૈસા બચાવશે.

માપદંડ એક વર્ષ બહુ-વર્ષીય
રિન્યૂ કરો દર વર્ષે 3-5 વર્ષમાં એકવાર
ઇન્શ્યોરન્સની વાર્ષિક કિંમત વધુ ઓછી
પ્રીમિયમ પર છૂટ ઉપલબ્ધ નથી ઉપલબ્ધ
સુગમતા વધુ સુગમ ઓછું સુગમ
NCB ડિસ્કાઉન્ટ ઓછા NCB ડિસ્કાઉન્ટનો ક્લેમ કરી શકાય છે
મોટર ટેરિફ મુજબ
ઉચ્ચ NCB ડિસ્કાઉન્ટનો ક્લેમ કરી શકાય છે
મોટર ટેરિફ મુજબ
તે કોના માટે છે? એવા વાહનોના માલિકો માટે, જેનું વાહન 3 વર્ષથી ઓછા સમય સુધી ચાલે છે નવા વાહનોના માલિકો માટે જેનું વાહન 3 વર્ષથી વધુ ચાલશે

લોન્ગ ટર્મ બાઇક ઇન્શ્યોરન્સમાં શું કવર થાય છે/કવર થતું નથી?

એચડીએફસી અર્ગો મલ્ટી યર બાઇક ઇન્સ્યોરન્સ, જેને લોંગ ટર્મ બાઇક ઇન્સ્યોરન્સ પણ કહેવાય છે, તે બે પ્રકારના પૉલિસી પ્લાન પ્રદાન કરે છે. લાંબા ગાળાની થર્ડ-પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી પસંદ કરવાથી પાંચ વર્ષ સુધી મિલકત અથવા વાહનને નુકસાન, વ્યક્તિને થયેલી ઈજા અથવા મૃત્યુના ક્લેઇમ સહિતની તમામ થર્ડ-પાર્ટી જવાબદારીઓ સામે લાંબા ગાળાનું રક્ષણ મળે છે. 1988 ના મોટર વાહન અધિનિયમ મુજબ, દરેક મોટરાઇઝ્ડ ટૂ-વ્હીલરનું ઓછામાં ઓછું થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ કવરેજ હોવું ફરજિયાત છે. જો કે, આ પૉલિસી હેઠળ તમારા ટૂ-વ્હીલરની ચોરી અથવા નુકસાન સામે સુરક્ષા પ્રદાન કરવામાં આવતી નથી.

બીજી તરફ, પ્રાઈવેટ બંડલ્ડ કવર પૉલિસી તમારા ટૂ-વ્હીલરને પાંચ વર્ષ સુધી થર્ડ-પાર્ટી પૉલિસીના કવર ઉપરાંત એકંદર સુરક્ષાનું વ્યાપક પેકેજ પ્રદાન કરે છે. તમે તમારી જરૂરીયાત અનુસાર આ પૉલિસીની મુદત નક્કી કરી શકો છો. એચડીએફસી અર્ગો તમને તમારી પસંદગીના એડ-ઓન કવર, જેમ કે સમયની સાથે તમારા ટૂ-વ્હીલરના મૂલ્યના ઘસારા સામે રક્ષણ આપવા માટે ઝીરો ડેપ્રિશિયેશન બાઇક ઇન્શ્યોરન્સ કવર અથવા ચોવીસ કલાક ઓન-રોડ આસિસ્ટન્સ મેળવવા માટે ઇમરજન્સી આસિસ્ટન્સ કવર, ખરીદવાનો વિકલ્પ આપે છે.

લોન્ગ ટર્મ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સની વિશેષતાઓ

લોન્ગ ટર્મ બાઇક ઇન્શ્યોરન્સની વિશેષતાઓમાં શામેલ છે-

1
લાંબી મુદતની સુરક્ષા
એચડીએફસી અર્ગોના કોમ્પ્રિહેન્સિવ મલ્ટી-યર ઇન્શ્યોરન્સ સાથે, જે 5 વર્ષ સુધી સામાન્ય સુરક્ષા પ્રદાન કરે છે, તમારી કાર લાંબા સમય સુધી સરળતાથી ચાલી શકે છે.
2
પ્રીમિયમ પર છૂટ
પૈસાની બચત એ ખરેખર પૈસા કમાવવા જેવું છે, બરાબર ને?? તમે એચડીએફસી અર્ગો મલ્ટી-યર ઇન્શ્યોરન્સ પ્લાન સાથે પ્રીમિયમ પરનો ખર્ચ ઓછો કરી શકો છો.
3
કોઈ વાર્ષિક રિન્યુઅલ નથી
તમારે વાર્ષિક રીતે તમારી પૉલિસીના રિન્યૂઅલ વિશે ચિંતા કરવાની જરૂર નથી. તે તમને પૉલિસીને રિન્યુ કરવામાં નિષ્ફળતા માટેના દંડાત્મક શુલ્ક સામે સુરક્ષિત કરે છે.
4
સરળ કૅન્સલેશન
જો તમને ઇન્શ્યોરન્સની જરૂર નથી, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી! એચડીએફસી અર્ગો તમારા માટે લોન્ગ ટર્મ પૉલિસીને કૅન્સલ કરવાનું સરળ બનાવે છે.
5
કિંમતમાં વધારાની કોઈ અસર થતી નથી
જો તમારા કવરેજની મુદત દરમિયાન કોઈપણ સમયે પ્રીમિયમનો ખર્ચ વધે છે, તો પણ તમારી પૉલિસી પ્રભાવિત થશે નહીં.

ખરીદવાના લાભો મલ્ટી-ઇયર ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ

1
કોઈ વાર્ષિક રિન્યુઅલ નથી
તમારે દર વર્ષે તમારી પૉલિસીને રિન્યુ કરવા વિશે ચિંતા કરવાની જરૂર નથી. તે તમને તમારા ઇન્શ્યોરન્સને રિન્યુ કરવાનું ભૂલવાના પરિણામોથી બચાવે છે.
2
લાંબી મુદતની સુરક્ષા
તમારી સરળ રાઇડ એચડીએફસી અર્ગોના કોમ્પ્રિહેન્સિવ બહુ-વર્ષીય ઇન્શ્યોરન્સ સાથે લાંબા સમય સુધી વધુ સરળ રહી શકે છે, જે 3 વર્ષ સુધી સંપૂર્ણ સુરક્ષા પ્રદાન કરે છે.
3
સરળ કૅન્સલેશન
શું તમારી બાઇક વેચી રહ્યાં છો? હવે ઇન્શ્યોરન્સની જરૂર નથી? ચિંતા ન કરો! અમે તમને લોન્ગ ટર્મ પૉલિસીનું સરળ કૅન્સલેશન ઑફર કરીએ છીએ.
4
પ્રીમિયમ પર છૂટ
બચત કરેલા પૈસા એ જ કમાયેલા પૈસા છે! તમે એચડીએફસી અર્ગોની મલ્ટી-યર ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે તમારા પ્રીમિયમના ખર્ચ પર બચત કરી શકો છો.
5
ભાવ વધારાની કોઈ અસર નથી
જો તમારી પૉલિસીના સમયગાળા દરમિયાન કોઈપણ સમયે પ્રીમિયમની કિંમત વધે છે તો પણ તમારી પૉલિસી અપ્રભાવિત રહે છે.

બહુ-વર્ષીય ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી કેવી રીતે ખરીદવી?

હવે તમે તમારા ટૂ-વ્હીલરને તમારા સોફા પર આરામથી બેઠા બેઠા સુરક્ષિત કરી શકો છો. 4 સરળ પગલાંઓમાં એચડીએફસી અર્ગોની બહુ-વર્ષીય ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદો.

  • પેપરવર્કને ગુડબાય કહો! તમારો ક્લેઇમ રજીસ્ટર કરો અને જરૂરી દસ્તાવેજો ઑનલાઇન શેર કરો.
    અમારી વેબસાઇટની મુલાકાત લેવા માટે અહીં ક્લિક કરો
  • તમે સ્વ-નિરીક્ષણ અથવા સર્વેયર અથવા વર્કશોપ પાર્ટનર દ્વારા એપ્લિકેશન વડે ડિજિટલ નિરીક્ષણ પસંદ કરી શકો છો.
    બાઇકની બ્રાન્ડ, બાઇકનો વેરિયન્ટ પસંદ કરો અને રજિસ્ટ્રેશનનું શહેર અને વર્ષ દાખલ કરો.
  • ચિંતા કરશો નહીં અને ક્લેઇમ ટ્રૅકર દ્વારા તમારા ક્લેઇમની સ્થિતિને ટ્રૅક કરતા રહો.
    'ક્વોટેશન મેળવો' પર ક્લિક કરો અને તમારી પસંદગીનો પ્લાન પસંદ કરો.
  • નિશ્ચિત રહો કેમ કે તમારો ક્લેઇમ મંજૂર થઈ જશે અને અમારા 7400+ નેટવર્ક ગેરેજ સાથે સરળતાથી સેટલ થઈ જશે!
    તમારી સંપર્કની વિગતો ભરો અને ઑનલાઇન ચુકવણી કરો.
શું તમે જાણો છો
તમે તમારા હેલ્મેટના વિઝરના ટોચ પર ટેપની એક પટ્ટી લગાવીને સૂર્યના કિરણોને રોકી શકો છો

મલ્ટી-યર બાઇક ઇન્શ્યોરન્સ પ્રીમિયમને અસર કરતા પરિબળો

કેટલાક પરિબળો છે જે તમારા મલ્ટી-યર બાઇક ઇન્શ્યોરન્સ પ્લાનના પ્રીમિયમને અસર કરી શકે છે. તે પરિબળો નીચે મુજબ છે-

વાહનનું ડેપ્રિશિયેશન

વાહનનું ડેપ્રિશિયેશન

જેમ જેમ તમે બાઇક ચલાવતા જાઓ છો, તેમ તેમ તે ઘસારો પામે છે, જેથી તેમાં કન્ઝ્યુમેબલનો પુરવઠો ઘટે છે. આના પરિણામે તેના બજાર મૂલ્યમાં ઘટાડો થાય છે. ઑટો ઇન્શ્યોરન્સ કંપનીઓ દ્વારા ડેપ્રિશિયેશનની ગણતરી અલગ રીતે કરવામાં આવે છે. યાદ રાખો કે જેમ તમારી બાઇકને વધુ ઘસારો પહોંચશે તેમ તેના ઇન્શ્યોરન્સ દરમાં ઘટાડો થશે. આ ટૂ-વ્હીલરની ઇન્શ્યોર્ડ ડિક્લેયર્ડ વેલ્યૂ સાથે સંયોજનમાં કામ કરે છે.

ઇન્શ્યોર્ડ ડિકલેર્ડ વેલ્યૂ

ઇન્શ્યોર્ડ ડિકલેર્ડ વેલ્યૂ

ઇન્શ્યોરન્સ કંપનીની ઇન્શ્યોર્ડ ડિક્લેયર્ડ વેલ્યૂ, અથવા આઇડીવી, તમારી બાઇકના વર્તમાન બજાર મૂલ્યને નિર્ધારિત કરે છે. ક્લેઇમની સ્થિતિમાં ઇન્શ્યોરન્સ પ્રદાતા દ્વારા તમને મહત્તમ કેટલી રકમ ચુકવવામાં આવશે તે રકમ દર્શાવે છે. તમારા પ્રીમિયમની સીધી ગણતરી આઇડીવીના આધારે કરવામાં આવે છે. સારા સમાચાર એ છે કે ઇન્શ્યોરન્સ કંપનીઓ દ્વારા, પૂર્વનિર્ધારિત આઇડીવીની ચોક્કસ રેંજની અંદર તમને તમારી પોતાની આઇડીવી પસંદ કરવાની સુવિધા આપવામાં આવે છે. તમારા બાઇક ઇન્શ્યોરન્સ પ્રીમિયમમાં તમે પસંદ કરેલી આઇડીવીની રકમના સીધા પ્રમાણમાં વધારો થાય છે.

નો ક્લેઇમ બોનસ

નો ક્લેઇમ બોનસ

NCB એ સુરક્ષિત ડ્રાઇવિંગ અને નિયમિત ઇન્શ્યોરન્સ રિન્યુઅલને પ્રોત્સાહિત કરવા માટે પૉલિસીના પ્રીમિયમ પર ઇન્શ્યોરન્સ કંપનીઓ દ્વારા ઑફર કરવામાં આવતી વિશેષ છૂટ છે. જો તમે કોઈપણ ક્લેઇમ કર્યા વિના પાંચ વર્ષ વિતાવો છો, તો ડિસ્કાઉન્ટ ક્લેઇમ-મુક્ત થવાના પ્રથમ વર્ષના 20% થી વધીને 50% થાય છે. જો કે, આને પ્રાપ્ત કરવા માટે, તમારે ખાતરી કરવી આવશ્યક છે કે ઇન્શ્યોરન્સને સતત રિન્યુ કરવામાં આવે અને તે ક્યારેય સમાપ્ત થાય નહીં.

એડ ઓન્સ

એડ ઓન્સ

સુરક્ષાની મર્યાદા અને પ્રકૃતિને વિસ્તૃત કરવા માટે, બાઇક ઇન્શ્યોરન્સ પ્રદાતાઓ તમને તમારી ઇન્શ્યોરન્સ પૉલિસી પર વિવિધ ઍડ-ઑન ઑફર કરે છે. તમે જેટલા વધુ ઍડ-ઑન પસંદ કરો છો, તેના પરિણામે તમારી બાઇક ઇન્શ્યોરન્સની કિંમત વધશે કારણ કે આ ઍડ-ઑનની કિંમત અતિરિક્ત હોય છે.

લોન્ગ ટર્મ બાઇક ઇન્શ્યોરન્સ ખરીદતા પહેલાં ધ્યાનમાં લેવાની બાબતો

તમે લોન્ગ ટર્મ બાઇક ઇન્શ્યોરન્સ ખરીદવાનું નક્કી કરો તે પહેલાં, કેટલીક બાબતોને ધ્યાનમાં લેવી મહત્વપૂર્ણ છે. તે નીચે આપેલ મુજબ છે-

1
પ્રીમિયમમાં વધારો
જો તમે કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી ધરાવો છો, તો તે અકસ્માત, કુદરતી આફત અથવા માનવીય બેદરકારીના પરિણામે તમારી કારને થતા કોઈપણ નુકસાનને આવરી લે છે. વધુમાં, તે તમને ચોરી સામે પણ સુરક્ષા આપે છે. જો કે, લાંબા ગાળાના ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સનો મુખ્ય લાભ એ છે કે તમારી પૉલિસીને દર વર્ષે રિન્યુ કરવાની જરૂર રહેતી નથી. જો ત્રણ વર્ષનો લૉક-ઇન કરવામાં આવેલ ન હોય, તો સંભવ છે કે ઇન્શ્યોરન્સ પ્રીમિયમ દર વર્ષે વધશે, પરંતુ તમે 5 વર્ષના બાઇક ઇન્શ્યોરન્સની કિંમત ચૂકવી શકો છો અને ભવિષ્યના શુલ્કને ટાળી શકો છો.
2
માલિકીનો સમયગાળો
જો તમે હમણાં કોઈ નવી બાઇક ખરીદી હોય અને તેને ન્યૂનતમ ત્રણ વર્ષ સુધી રાખવાની યોજના હોય, તો લોન્ગ ટર્મ બાઇક ઇન્શ્યોરન્સ અર્થપૂર્ણ છે. પરંતુ જો તમે તમારી બાઇકને ત્રણ વર્ષની અંદર વેચવાની યોજના હોય, તો લોન્ગ ટર્મ પ્લાન બિન-અસરકારક હોઈ શકે છે. ત્યારબાદ પૉલિસીને નવા બાઇકના માલિકને ટ્રાન્સફર કરવાની જરૂર પડશે. વધુમાં, તમે જે કોઈપણ નવું વાહન ખરીદો છો, તેના માટે ઇન્શ્યોરન્સ લેવાની જરૂર પડશે.
3
ઇન્શ્યોરરની સર્વિસ
જો કે તમે બાઇક માટે 5 વર્ષના ઇન્શ્યોરન્સ માટે ઇન્શ્યોરન્સ કંપની સાથે લૉક થઈ જશો, પણ તમારા ઇન્શ્યોરન્સની કાયદેસરતા અને તેમની સર્વિસની ક્વૉલિટી મહત્વપૂર્ણ બાબતો છે. વ્યાપક ગેરેજ નેટવર્ક અને સારા ક્લેઇમ સેટલમેન્ટ રેશિયો સાથેની ઇન્શ્યોરન્સ કંપનીને પસંદ કરો. જો શક્ય હોય, તો વર્તમાન પૉલિસીધારકો સાથે વાત કરો અથવા બહેતર જાણકારી મેળવવા માટે ઇન્શ્યોરન્સ કંપનીના ઑનલાઇન મૂલ્યાંકન વાંચો. ઉપરાંત, ખરીદતી વખતે 5 વર્ષની કિંમત માટે નવી બાઇકના ઇન્શ્યોરન્સને તપાસવાની ખાતરી કરો.
4
ઍડ-ઑન/રાઇડર
ઍડ-ઑન 5 વર્ષના બાઇક ઇન્શ્યોરન્સની કિંમતને વધારે છે, તેથી લોન્ગ ટર્મ પૉલિસીઓ માટે કાળજીપૂર્વક વિચારણાની જરૂર પડે છે. તેથી, તમારે પૉલિસીના સમયગાળા દરમિયાન તમને લાગુ પડતા ઍડ-ઑન પસંદ કરવા જોઈએ, માત્ર શરૂઆત માટેના જ નહીં.
5
અતિરિક્ત સુવિધાઓ
વધુ અને વધુ ઇન્શ્યોરન્સ કંપનીઓ ઑનલાઇન જઈ રહી છે, તેનાથી તેઓ વહીવટી ખર્ચ પર પૈસા બચાવે છે અને ગ્રાહકોને આકર્ષિત કરવા માટે વધુ લાભો પ્રદાન કરે છે. ઉદાહરણ તરીકે, કેટલાક ઇન્શ્યોરર હવે અકસ્માતની જગ્યાએથી ગેરેજ સુધી અને પાછા ઘર સુધી નિ:શુલ્ક પિક-અપ અને ડ્રૉપ-ઑફ સર્વિસ સમાવિષ્ટ કરે છે, જે અગાઉ એક ઍડ-ઑન હતો. તેથી, 3 વર્ષ માટે ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ ખરીદતી વખતે, પૉલિસી પસંદ કરતા પહેલાં ઘણા ઇન્શ્યોરરના આવા લાભો માટેની તપાસ કરો.
સમગ્ર ભારતમાં 2000+ નેટવર્ક ગેરેજ
2000+ˇ ગેરેજનું નેટવર્ક
ભારતભરમાં

લેટેસ્ટ મલ્ટી-ઇયર બાઇક ઇન્શ્યોરન્સ બ્લૉગ વાંચો

લાંબા ગાળાના ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સમાં NCB ના લાભો

લાંબા ગાળાના ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સમાં NCB ના લાભો

સંપૂર્ણ લેખ જુઓ
1 માર્ચ, 2022 ના રોજ પ્રકાશિત
જાણો વાર્ષિક પૉલિસી કરતાં મલ્ટી-ઇયર બાઇક ઇન્શ્યોરન્સ શા માટે વધુ સારી છે

જાણો વાર્ષિક પૉલિસી કરતાં મલ્ટી-ઇયર બાઇક ઇન્શ્યોરન્સ શા માટે વધુ સારી છે

સંપૂર્ણ લેખ જુઓ
13 સપ્ટેમ્બર 2021 ના રોજ પ્રકાશિત
નાની બચત એ નાની આવક બરાબર છે: બાઇક ઇન્શ્યોરન્સ ખરીદનાર માટે બચત કરવા અંગેની માર્ગદર્શિકા

નાની બચત એ નાની આવક બરાબર છે: બાઇક ઇન્શ્યોરન્સ ખરીદનાર માટે બચત કરવા અંગેની માર્ગદર્શિકા

સંપૂર્ણ લેખ જુઓ
08 માર્ચ, 2021 ના રોજ પ્રકાશિત
બાઇક ઇન્શ્યોરન્સ ખરીદતી વખતે અથવા રિન્યૂ કરતી વખતે આ ભૂલો કરવી નહીં

બાઇક ઇન્શ્યોરન્સ ખરીદતી વખતે અથવા રિન્યૂ કરતી વખતે આ ભૂલો કરવી નહીં

સંપૂર્ણ લેખ જુઓ
29 ઑક્ટોબર, 2020 ના રોજ પ્રકાશિત
વધુ બ્લૉગ જુઓ

FAQ

મલ્ટી-યર ઇન્શ્યોરન્સ પ્લાન સાથે, તમને વાર્ષિક રિન્યુઅલ અને કિંમતમાં વધારા વિશે ચિંતા વગર, ત્રણથી પાંચ વર્ષની ઝંઝટ-મુક્ત સુરક્ષા મળે છે. જ્યારે તમે એચડીએફસી અર્ગો તરફથી તમારા ટૂ-વ્હીલર માટે મલ્ટી-યર ઇન્શ્યોરન્સ કવરેજ ખરીદો છો, ત્યારે તમને પ્રીમિયમ પર અદ્ભુત ડિસ્કાઉન્ટ પણ મળે છે.
વર્તમાન તારીખ પર બાઇકની અંદાજિત બજાર કિંમતને ઇન્શ્યોર્ડ ડિક્લેયર્ડ વેલ્યૂ (IDV) તરીકે ઓળખવામાં આવે છે. IDV એ પ્રીમિયમ રકમના આધાર તરીકે કાર્ય કરે છે. તેનું અનુમાન બાઇકની એક્સ-શોરૂમ કિંમતમાંથી વાર્ષિક ડેપ્રિશિયેશનને ઘટાડીને કરવામાં આવે છે.
ટૂ-વ્હીલરની આવરદાના આધારે, ડેપ્રિશિયેશનની ટકાવારી નીચેના ટેબલમાં દર્શાવવામાં આવે છે:
બાઇકની ઉંમર ડેપ્રિશિયેશન
6 મહિનાથી ઓછી5%
6 મહિનાથી 1 વર્ષ 15%
1 વર્ષથી 2 વર્ષ 20%
2 વર્ષથી 3 વર્ષ 30%
3 વર્ષથી 4 વર્ષ 40%
4 વર્ષથી 5 વર્ષ 50%

લોકોની વિવિધ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બે વિકલ્પો ડિઝાઇન કરવામાં આવ્યા હતા. મલ્ટી-યર થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ પૉલિસી થર્ડ પાર્ટીને ઈજા અથવા મૃત્યુ માટે તેમજ થર્ડ-પાર્ટીની સંપત્તિ અથવા વાહનોને નુકસાન માટે ત્રણ થી પાંચ વર્ષ સુધીનું કવરેજ પ્રદાન કરે છે. જ્યારે, થર્ડ-પાર્ટીની જવાબદારી ઉપરાંત, મલ્ટી-યર કોમ્પ્રિહેન્સિવ પૉલિસી, ચોરી, આગ, કુદરતી આપત્તિઓ અને અકસ્માતોથી તમારી કારને નુકસાન માટે પણ કવરેજ પ્રદાન કરે છે. તમારી જરૂરિયાતો અને બજેટને અનુરૂપ લોન્ગ ટર્મ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પસંદ કરવું શ્રેષ્ઠ છે.
હા, તમે પાંચ વર્ષ સુધીની મુદત સાથેના લોન્ગ ટર્મ બાઇક ઇન્શ્યોરન્સ પ્લાન પસંદ કરી શકો છો. IRDAI દ્વારા ઇન્શ્યોરરને બાઇક માટે 5 વર્ષનો ઇન્શ્યોરન્સ પ્રદાન કરવાની પરવાનગી આપવામાં આવી છે.
જ્યાં સુધી તમે મલ્ટી-યર પૉલિસી પસંદ ન કરો, જેનો અર્થ બાઇક માટે 5 વર્ષનો ઇન્શ્યોરન્સ હોય, ત્યાં સુધી તમારે વાર્ષિક ધોરણે તમારી પૉલિસીને રિન્યુ કરાવવી પડશે.
હા, ટૂ-વ્હીલરનો ઇન્શ્યોરન્સ 15 વર્ષ પછી પણ કરાવી શકાય છે.
ના, 3 વર્ષની બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી માટે ઓન ડેમેજ કવરનો અલગથી લાભ મેળવી શકાતો નથી.