ગંભીર પરિણામોને ટાળવા માટે દરેક પૉલિસીધારકે સમાપ્ત થયેલ કાર ઇન્શ્યોરન્સ પૉલિસીને સમયસર રિન્યુ કરવી જોઈએ. સમાપ્ત થયેલી કાર ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે કાર ચલાવીને તમે કાયદાનું ઉલ્લંઘન તો કરશો જ, સાથે સાથે અકસ્માતની સ્થિતિમાં તમારી કાર માટે ઇન્શ્યોરન્સ સુરક્ષા પણ ગુમાવશો. ભારતીય રસ્તાઓ દર વર્ષે આશરે અડધા મિલિયન રોડ અકસ્માતોના સાક્ષી બને છે જેના પરિણામે વાહનોને નોંધપાત્ર નુકસાન થાય છે. માન્ય કાર ઇન્શ્યોરન્સ પૉલિસી ન હોવાથી, જો અણધારી ઘટનાને કારણે નુકસાન થાય તો તમારે વાહનને રિપેર કરવા માટે ભારે ખર્ચ ઉઠાવવો પડશે. ઉપરાંત, જો તમે સમાપ્ત થયેલી કાર ઇન્શ્યોરન્સ પૉલિસીને રિન્યૂ કરતા નથી, તો તમે રિન્યૂઅલ ડિસ્કાઉન્ટ અને નો ક્લેઇમ બોનસનો લાભ ગુમાવી શકો છો. તેથી, અવિરત કવરેજ અને લાભોનો આનંદ માણવા માટે સમયસર કાર ઇન્શ્યોરન્સને ઑનલાઇન રિન્યૂ કરવો એ સમજદારીભર્યું છે.
એચડીએફસી અર્ગો કાર ઇન્શ્યોરન્સ પૉલિસીના સમયસર રિન્યુઅલના મહત્વને સમજે છે. આ જ કારણ છે કે અમે સમાપ્ત થયેલ કાર ઇન્શ્યોરન્સના સરળ અને ઝંઝટ-મુક્ત રિન્યુઅલની સગવડ આપીએ છીએ.
લાભો | વર્ણન |
થર્ડ પાર્ટી કવરેજ | જ્યારે ઇન્શ્યોર્ડ વ્યક્તિના વાહનને અકસ્માત થાય છે, ત્યારે થર્ડ પાર્ટીના નુકસાન સંબંધિત ખર્ચની જવાબદારી ઉઠાવવામાં આવશે ઇન્શ્યોરર દ્વારા જો તમે સમયસર સમાપ્ત થયેલી કાર ઇન્શ્યોરન્સ પૉલિસીને રિન્યૂ કરો છો તો. આમાં પ્રોપર્ટી અથવા બિલ્ડીંગ અને ઈજાઓના નુકસાનનો સમાવેશ થાય છે જે વિકલાંગતા અથવા કોઈ વ્યક્તિની મૃત્યુ (થર્ડ-પાર્ટી) નું કારણ બને છે. |
કોમ્પ્રિહેન્સિવ કવરેજ | સમાપ્ત થયેલ કાર ઇન્શ્યોરન્સને ઑનલાઇન રિન્યૂ કરીને, તમે કુદરતી આફતો જેમ કે ભૂસ્ખલન, ભૂકંપ પૂર, ચક્રવાત વગેરે સામે કવરેજ મેળવવાનું ચાલુ રાખો છો. આ ઉપરાંત તમને ચોરી, તોડફોડ, ઘરફોડી, રમખાણો વગેરે જેવી માનવ-નિર્મિત દુર્ઘટનાઓ માટે પણ કવરેજ મળે છે. |
નો ક્લેઇમ બોનસ (NCB) | જ્યારે તમે પૉલિસીના સમયગાળા દરમિયાન ક્લેઇમ કર્યા વિના સમાપ્ત થયેલ કાર ઇન્શ્યોરન્સને રિન્યૂ કરો છો, ત્યારે તમે NCB લાભ માટે પાત્ર બનો છો. આ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પર ડિસ્કાઉન્ટ છે, જેનો ઉપયોગ તમે પૉલિસી રિન્યૂઅલ દરમિયાન કરી શકો છો. પ્રથમ વર્ષ માટે ડિસ્કાઉન્ટ ન્યૂનતમ 20% થી શરૂ થાય છે અને સતત પાંચ ક્લેઇમ વર્ષ માટે 50% સુધીનું ડિસ્કાઉન્ટ તમને મળી શકે છે. |
કાર ઇન્શ્યોરન્સ ઑનલાઇન | સમાપ્ત થયેલ કાર ઇન્શ્યોરન્સનું ઑનલાઇન રિન્યૂઅલ એચડીએફસી અર્ગો વેબસાઇટ દ્વારા કરી શકાય છે. તમે ફક્ત તમારા વાહન, અગાઉની પૉલિસી વિશે થોડી વિગતો દાખલ કરી અને થોડી મિનિટોમાં ઑનલાઇન પૉલિસી ખરીદી શકો છો. |
સુરક્ષા | સમાપ્ત થયેલી કાર ઇન્શ્યોરન્સ પૉલિસી રિન્યૂ કરીને, તમને સુરક્ષાની ભાવના મળે છે. તે તમને મનની શાંતિ સાથે કાર ડ્રાઇવ કરવાની સુવિધા આપશે અને અકસ્માતની ફાઇનાન્શિયલ અસરો વિશે ચિંતા કરશો નહીં. |
સુવિધા | વર્ણન |
થર્ડ પાર્ટી નુકસાન | થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ કવરેજ અકસ્માતને કારણે થર્ડ પાર્ટીને થયેલી ઈજાઓ અથવા મૃત્યુ માટે નાણાંકીય રીતે વળતર આપે છે ઇન્શ્યોર્ડ વ્યક્તિનું વાહન. તે તેમની પ્રોપર્ટીના નુકસાનને પણ કવર કરે છે. |
ઓન ડેમેજ કવર | આ પૉલિસી કોઈપણ કુદરતી આફતો, માનવ-નિર્મિત આફતો, આગ અને અથડામણને કારણે વાહનના નુકસાનને કવર કરે છે. |
નો ક્લેઇમ બોનસ | તમે NCB લાભો મેળવીને તમારા ઇન્શ્યોરન્સ પ્રીમિયમને 20% થી 50% સુધી ઘટાડી શકો છો. તમે પૉલિસીના સમયગાળા દરમિયાન ક્લેઇમ ન કરીને નો ક્લેઇમ બોનસનો ઉપયોગ કરી શકો છો. |
પોકેટ-ફ્રેન્ડલી પ્રીમિયમ | એચડીએફસી અર્ગો કાર ઇન્શ્યોરન્સની કિંમત ₹2,094 થી શરૂ થાય છે. |
કૅશલેસ ગેરેજ | એચડીએફસી અર્ગો પાસે 8700+ થી વધુ નેટવર્ક ગેરેજ છે, જે મફત રિપેર અને રિપ્લેસમેન્ટ સર્વિસ પ્રદાન કરે છે. |
રાઇડર | જો તમે એચડીએફસી અર્ગોમાંથી સમાપ્ત થયેલ કાર ઇન્શ્યોરન્સને રિન્યૂ કરો છો, તો તમને 8+ રાઇડરમાંથી પસંદ કરવાની સુવિધા મળે છે. આમાં નો ક્લેઇમ બોનસ પ્રોટેક્શન કવર, ઝીરો ડેપ્રિશિયેશન, એન્જિન અને ગિયરબૉક્સ પ્રોટેક્શન વગેરેનો સમાવેશ થાય છે. |
જો તમે સમયસર તમારો કાર ઇન્શ્યોરન્સ રિન્યૂ કરાવવાનું ભૂલી ગયા હોવ તો કઈ વાંધો નહીં, પરંતુ આ 3 કારણોથી તમને ખબર પડશે કે સમાપ્ત થઈ ગયેલ કાર ઇન્શ્યોરન્સને રિન્યૂ કરાવવાનું શું મહત્વ છે.
હા, તમે કરી શકો છો. દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિમાં, જો તમે પૉલિસી સમાપ્ત થાય તે પહેલાં તમારી કાર ઇન્શ્યોરન્સ પૉલિસીને રિન્યુ કરવાનું ભૂલી જાઓ છો અથવા ચૂકી જાઓ છો, તો પણ તમને નુકસાન થઈ શકે છે. સમાપ્ત થયેલ કાર ઇન્શ્યોરન્સને કેવી રીતે રિન્યૂ કરવું તે અંગે ચિંતિત છો?? જો તમારો કાર ઇન્શ્યોરન્સ સમાપ્ત થઈ ગયો હોય અને હવે તમે તેને રિન્યૂ કરવા માંગો છો તો મોટાભાગે નીચે આપેલ બે પ્રકારની પરિસ્થિતિઓ સર્જાય શકે છે-
જો કારના માલિક સમાપ્ત થાય તે પહેલાં અથવા ગ્રેસ પીરિયડ સમાપ્ત થાય તે પહેલાં કાર ઇન્શ્યોરન્સને રિન્યૂ ન કરે તો શું થશે?? પરિણામો શું છે?? કાર ઇન્શ્યોરન્સ પૉલિસીની ગેરહાજરીમાં તમારે કઈ પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે તે સમજવા માટે નીચેના મુદ્દા ચેક કરો-
ભારતના રસ્તાઓ પર મોટર વાહન ચલાવવાની મૂળભૂત આવશ્યકતાઓમાંથી એક ઇન્શ્યોરન્સ પૉલિસી (ન્યૂનતમ થર્ડ-પાર્ટી પૉલિસી) હોવાનું છે. જો તમારી પૉલિસીની સમયસીમા સમાપ્ત થઈ ગઈ છે, તો હવે તમે રસ્તાઓ પર વાહન ચલાવવા માટે કાનૂની રીતે પાત્ર નથી. છતાં, જો તમે વાહન ચલાવો છો અને ટ્રાફિક પોલીસ તમને પકડે છે, તો તમારે ગંભીર કાનૂની જવાબદારીઓનો સામનો કરવો પડી શકે છે જેમાં દંડ તેમજ કારાવાસનો સમાવેશ થઈ શકે છે. તેથી, તમારે શક્ય તેટલી વહેલી તકે સમાપ્ત થયેલ કાર ઇન્શ્યોરન્સને રિન્યૂ કરવી જરૂરી છે
નો ક્લેઇમ બોનસ તમને તમારી પૉલિસીના રિન્યૂઅલ પર ડિસ્કાઉન્ટ અને ઑફરનો લાભ આપે છે. જ્યારે તમે પૉલિસી વર્ષ દરમિયાન કોઈ ક્લેઇમ ન કરો ત્યારે તે એકત્રિત કરવામાં આવે છે. જો તમે કાર ઇન્શ્યોરન્સ રિન્યૂઅલ ગ્રેસ પીરિયડ દરમિયાન પણ સમયસર પૉલિસીને રિન્યૂ ન કરો તો આ મહા મહેનતથી કમાયેલ બોનસ ગુમાવો છો
કોઈ પૉલિસી ન હોવાનો મતલબ કોઈ કવરેજ નથી. તેથી, જો તમારી પાસે માન્ય કાર ઇન્શ્યોરન્સ પૉલિસી ન હોય તો તમે તમારી કાર ચલાવો નહીં તે બહેતર રહેશે. અન્યથા, જો તમને અકસ્માત થાય છે અને તેના કારણે તમારું પોતાનું નુકસાન અથવા થર્ડ-પાર્ટીનું નુકસાન થાય છે, તો તમામ રિપેર ખર્ચ તમારે ચૂકવવો પડશે. કોઈ પૉલિસી ન હોવાથી, તમને તમારી ઇન્શ્યોરન્સ કંપની તરફથી કોઈ વળતર અને સહાય મળશે નહીં
અંતે, જો તમારો કાર ઇન્શ્યોરન્સ સમાપ્ત થઈ જાય તો તમારે સંપૂર્ણ નવી પૉલિસી ખરીદવી પડશે. આ સમયે, પ્રોસેસ ખૂબ લાંબી અને વધુ સમય લે તેવું બની શકે છે. ઇન્શ્યોરન્સ પ્રદાતા નિરીક્ષણ પણ કરી શકે છે. આનું કારણ એ છે કે પૉલિસીને મંજૂરી આપતા પહેલાં કંપની તમારી કારને ચેક કરી શકે છે કેમ કે પૉલિસીને લાંબા સમય સુધી રિન્યૂ કરવામાં આવી નથી. તેથી, કારની સ્થિતિ સારી છે તેની પુષ્ટિ કરવા માટે, કંપની નિરીક્ષણ કરી શકે છે. અને આ બધું આખરે પૉલિસી ખરીદવાની પ્રોસેસને ધીમું કરશે.
સમાપ્તિ પછી મોટર ઇન્શ્યોરન્સનું રિન્યૂઅલ શક્ય તેટલી વહેલી તકે કરવું આવશ્યક છે. જો તમે ગ્રેસ પીરિયડમાં રિન્યૂ કરો છો, તો તમારી પાસે હજુ પણ પ્રીમિયમ પર તમારા NCB અને અન્ય લાભોનો ઉપયોગ કરવાની તક છે. નીચે કેટલીક સરળ પણ વ્યવહારિક ટિપ્સ આપેલ છે જે તમને કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ ઘટાડવામાં મદદ કરી શકે છે-
સમાપ્ત થયેલ કાર ઇન્શ્યોરન્સ રિન્યૂઅલની ઑનલાઇન અને ઑફલાઇનની પ્રક્રિયામાં કેટલાક તફાવતો છે. વધુ સારી રીતે સમજવા માટે નીચે આપેલ કોષ્ટક તપાસો-
સમાપ્ત થયેલ કાર ઇન્શ્યોરન્સ રિન્યુઅલ ઑનલાઇન | સમાપ્ત થયેલ કાર ઇન્શ્યોરન્સ રિન્યૂઅલ ઑફલાઇન |
ઑનલાઇન પ્રોસેસમાં કોઈ સમય મર્યાદા નથી. તમે તમારી સુવિધા પ્રમાણે કોઈપણ સમયે રિન્યૂઅલ કરી શકો છો. પોર્ટલ 24*7 ખુલ્લું છે | તમારી પૉલિસીને ઑફલાઇન રિન્યૂ કરવા માટે, તમારે ઇન્શ્યોરન્સ કંપનીના ઑફિસની મુલાકાત લેવી પડશે. કાર્યકારી દિવસો અને સમય નક્કી કરવામાં આવેલ છે |
ઑનલાઇન પ્રોસેસ વધુ પારદર્શક અને ઝડપી છે | ઑફલાઇન પ્રોસેસ એટલી પારદર્શક ન હોઈ શકે અને ઑનલાઇન કરતાં વધુ સમય લઈ શકે છે |
ઑનલાઇન પ્રોસેસમાં, તમે એકમાત્ર નિર્ણયકર્તા છો અને તેમાં કોઈ થર્ડ-પાર્ટીનો પ્રભાવ શામેલ હોતો નથી | ઑફલાઇન પ્રોસેસમાં, ઑફિસના થર્ડ-પાર્ટી કર્મચારીઓ તમારા નિર્ણયને પ્રભાવિત કરી શકે છે |
ઇન્શ્યોરન્સ કંપનીની વેબસાઇટ પર થોડી ક્લિકમાં, તમે તમારી કાર ઇન્શ્યોરન્સ પૉલિસીને રિન્યૂ કરી શકો છો | સમાપ્ત થયેલી કાર ઇન્શ્યોરન્સ પૉલિસીને ઑફલાઇન રિન્યૂ કરવા માટે, તમારે બ્રાન્ચની મુલાકાત લેવાની રહેશે અને તેમાં ડૉક્યુમેન્ટ સબમિટ કરવાના રહેશે, જેમાં વધુ સમય લાગી શકે છે |
પૉલિસી રિન્યૂઅલના સમયે, તમે ઝડપી તપાસી શકો છો અને વિવિધ કાર ઇન્શ્યોરન્સ પ્લાનની તુલના કરી શકો છો | ઑનલાઇન તુલનાની સરખામણીમાં વિવિધ પ્લાનની ઑફલાઇન તુલના કરવી એ થોડું પડકારજનક હોઈ શકે છે |
તમે ચિંતિત છો કે કાર ઇન્શ્યોરન્સની સમાપ્તિની તારીખ ઑનલાઇન કેવી રીતે ચેક કરવી. સારું, આ પ્રોસેસ ખૂબ સરળ છે. IRDAI એ IIB (ઇન્શ્યોરન્સ ઇન્ફોર્મેશન બ્યુરો) નામના પોર્ટલ રજૂ કર્યું છે. તે તમને 1 એપ્રિલ 2010 પછી ખરીદેલી પૉલિસીઓની વિગતો આપે છે.
પગલું 1
IIB ના પોર્ટલની મુલાકાત લો અને 'ઝડપી લિંક્સ' પર ક્લિક કરો'
પગલું 2
પૂછવામાં આવેલ કાર અને માલિકની વિગતો દાખલ કરો. ઇન્શ્યોરન્સની વિગતો જોવા માટે સબમિટ કરો.
પગલું 1
વાહન (Vaahan) ઇ-સર્વિસમાં લૉગ ઇન કરો. 'તમારા વાહનની વિગતો જાણો' પર ક્લિક કરો'
પગલું 2
પૂછવામાં આવેલી વિગતો દાખલ કરો, જેમ કે કારના રજિસ્ટ્રેશન નંબર
પગલું 3
હવે, 'વાહન શોધો' વિકલ્પ પર ક્લિક કરો
પગલું 4
તમારી કાર ઇન્શ્યોરન્સ પૉલિસીની સમાપ્તિની તારીખ સહિતની તમામ વિગતો તમારી સ્ક્રીન પર હશે
અમે તમારા સમયની કિંમત સમજીએ છીએ. અમારી પ્રોસેસ સરળ અને ઝંઝટ-મુક્ત છે, તેથી તમારા સમાપ્ત થયેલ કાર ઇન્શ્યોરન્સને એચડીએફસી અર્ગો સાથે રિન્યુ કરો.
તમે નીચે જણાવ્યા અનુસાર આમ કરી શકો છો:
કાર ઇન્શ્યોરન્સના પ્રીમિયમની ગણતરી કરવી ખૂબ સરળ અને ઝડપી છે. કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કૅલ્ક્યૂલેટર નામનું ઑનલાઇન ડિજિટલ ટૂલ જેમાં તમારે જરૂરી છે તે બધું જ છે. મોટાભાગના ઇન્શ્યોરન્સ પ્રદાતાઓ તેમની અધિકૃત વેબસાઇટ પર મફત પ્રીમિયમ કૅલ્ક્યૂલેટર ઑફર કરે છે. વેબસાઇટ પર લૉગ ઇન કરો અને તેનો ઉપયોગ કરવા માટે પ્રીમિયમ કૅલ્ક્યૂલેટર પર ક્લિક કરો. તમારે માત્ર થોડી વિગતો સબમિટ કરવી પડશે અને કૅલ્ક્યૂલેટર તમારે કેટલું પ્રીમિયમ ચૂકવવું પડશે તે બતાવશે.
• સમાપ્ત થયેલી કાર ઇન્શ્યોરન્સ પૉલિસીને રિન્યૂ કરતી વખતે તમે ઇન્શ્યોરરને બદલી શકો છો. નવો ઇન્શ્યોરર પસંદ કરતી વખતે તમારે મૂળભૂત સંશોધન કરવું આવશ્યક છે. તમે તેમના ક્લેઇમ સેટલમેન્ટ રેશિયો, નેટવર્ક ગેરેજ વગેરે ચેક કરી શકો છો. એચડીએફસી અર્ગોનો 100% ક્લેઇમ સેટલમેન્ટ રેશિયોનો રેકોર્ડ છે.
• જ્યારે વર્તમાન કાર ઇન્શ્યોરન્સ પૉલિસી સમાપ્તિની નજીક હોય ત્યારે તમે કાર ઇન્શ્યોરન્સ પ્રદાતાને પણ બદલી શકો છો. આ ઉપરાંત, વર્તમાન ઇન્શ્યોરર સાથેના ખરાબ ક્લેઇમ અનુભવના કિસ્સામાં તમે કવરેજના મધ્યમાં પણ અન્ય પૉલિસી ખરીદી શકો છો.
• જ્યારે તમે સમાપ્ત થયેલ કાર ઇન્શ્યોરન્સને રિન્યૂ કરો છો, ત્યારે ઇન્શ્યોરર તમારા લોકેશનની મુલાકાત લેવા અને વાહન તપાસવા માટે સર્વેયર મોકલે છે. તેમના રિપોર્ટના આધારે, ઇન્શ્યોરર તમારા નવા કાર ઇન્શ્યોરન્સ કવરેજના પ્રીમિયમ દરને નિર્ધારિત કરે છે. જો કે, આ પ્રક્રિયા લાંબી અને સમય માંગી લે તેવી શકે છે. તેથી, તમે સ્વ-નિરીક્ષણ પસંદ કરી શકો છો.
• કાર ઇન્શ્યોરન્સ રિન્યૂઅલ દરમિયાન સ્વ-નિરીક્ષણ પ્રક્રિયામાં, તમારે તમારા સ્માર્ટફોનનો ઉપયોગ કરીને વાહનનો વિડિયો બનાવવો પડશે અને તેને અમારી એપ પર અપલોડ કરવો પડશે. અમે વિડીયોનું મૂલ્યાંકન કરીશું અને નવી કાર ઇન્શ્યોરન્સ કિંમત વિશે તમને જાણ કરીશું. જો તમે તેની સાથે સંતુષ્ટ છો, તો તમે તમારા નામની પૉલિસી ખરીદી શકો છો.
એકવાર તમારો ગ્રેસ પીરિયડ સમાપ્ત થઈ ગયા પછી અને તમે હજુ પણ તમારા કાર ઇન્શ્યોરન્સને રિન્યૂ કરેલ નથી, તો તમારે સમાપ્ત થયેલી પૉલિસી માટે નવો કાર ઇન્શ્યોરન્સ ખરીદવો પડશે. જો તમારો કાર ઇન્શ્યોરન્સ સમાપ્ત થઈ ગયો હોય તો કેટલીક બાબત છે જે તમારે કરવી આવશ્યક છે -
જો તમારી કાર ઇન્શ્યોરન્સ પૉલિસી લૅપ્સ થઈ ગઈ છે, તો તમારે RTO તરફથી કાનૂની જટિલતાનો સામનો કરવો પડશે. સમાપ્ત થયેલી કાર ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે ડ્રાઇવિંગ કરવા બદલ તમને ₹4000 સુધી દંડ થઈ શકે છે. વધુમાં, તમારે તમારા વાહનના પોતાના નુકસાન અને થર્ડ પાર્ટીના નુકસાન માટે ખિસ્સામાંથી પણ ખર્ચ કરવાના રહેશે. તેથી, અવિરત કવરેજ મેળવવા અને લાગુ ડિસ્કાઉન્ટ મેળવવા માટે સમયસર સમાપ્ત થયેલ કાર ઇન્શ્યોરન્સને ઑનલાઇન રિન્યૂ કરવું એ સમજદારીભર્યું છે.
જો પૉલિસી વર્ષમાં કોઈ ક્લેઇમ કરવામાં આવ્યો ન હોય તો કાર માલિકને આપવામાં આવેલ બોનસ/રિવૉર્ડ એ નો ક્લેઇમ બોનસ છે. નો ક્લેઇમ બોનસનો ઉપયોગ આગામી પૉલિસી રિન્યૂઅલ પર ડિસ્કાઉન્ટ મેળવવા માટે કરવામાં આવે છે. જ્યારે કોઈ કાર માલિક સમયસર કાર ઇન્શ્યોરન્સને રિન્યૂ કરવાનું ચૂકી જાય છે, ત્યારે તે સંચિત NCB ને પણ અસર કરી શકે છે. ગ્રેસ પીરિયડ દરમિયાન, માલિક હજુ પણ NCB નો ઉપયોગ કરી શકે છે અથવા NCB સુરક્ષિત કરી શકે છે. જો કે, એકવાર સમાપ્તિ પછી પૉલિસી બંધ થઈ જાય પછી, સંચિત NCB ને પણ ગુમાવવું પડે છે.
જો કારના માલિક રિન્યૂઅલ પીરિયડ દરમિયાન નવી કાર ઇન્શ્યોરન્સ પૉલિસી પર સ્વિચ કરવા માંગે છે, તો સંચિત NCB પર અસર થતી નથી. કારણ કે NCB એ વ્યક્તિને આપવામાં આવે છે, કાર અથવા ઇન્શ્યોરન્સ પૉલિસીને નહીં, તેથી તેનો ઉપયોગ નવી કાર ઇન્શ્યોરન્સ ખરીદી પર પણ ડિસ્કાઉન્ટ મેળવવા માટે કરી શકાય છે.
• કાનૂની જટિલતા - સમાપ્ત થયેલ કાર ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે ડ્રાઇવિંગ કરવું ગેરકાયદેસર છે અને તમને 1st અપરાધ માટે ₹ 2000 સુધી અને 2nd અપરાધ માટે ₹ 4000 સુધીનો દંડ થઈ શકે છે.
• થર્ડ પાર્ટીની જવાબદારીઓ - જો તમે અકસ્માતે તમારા વાહનથી થર્ડ પાર્ટી પ્રોપર્ટી/વ્યક્તિને નુકસાન પહોંચાડો છો અને તે સમયે માન્ય કાર ઇન્શ્યોરન્સ પૉલિસી નથી, તો તમારે નુકસાન માટે તમારા પોતાના ખિસ્સામાંથી ખર્ચા વહન કરવાના રહેશે. વધુમાં, તમારે કાનૂની પરિણામોનો સામનો કરવો પડશે.
• ખિસ્સામાંથી ખર્ચ - લૅપ્સ થયેલ કાર ઇન્શ્યોરન્સ પૉલિસી હોવાથી, તમને આગ, ભૂકંપ, પૂર, ચોરી વગેરે જેવી કોઈપણ અણધારી ઘટનાઓને કારણે વાહનના નુકસાન માટે કવરેજ મળશે નહીં.
• ncb લાભો - જો તમે સમાપ્ત થયેલ કાર ઇન્શ્યોરન્સને તેની સમાપ્તિના 90 દિવસની અંદર રિન્યૂ કરતા નથી, તો તમે નો ક્લેઇમ બોનસ લાભો ગુમાવશો અને તેથી પૉલિસી રિન્યૂઅલ પર ડિસ્કાઉન્ટ મેળવી શકશો નહીં.
1. પાન કાર્ડ, આધાર કાર્ડ અથવા પાસપોર્ટ જેવા સરકારી ID નો પુરાવો
2. રહેઠાણનો પુરાવો
3. ડ્રાઇવિંગ લાયસન્સ
4. તાજેતરનો ફોટો
5. કાર રજિસ્ટ્રેશન નંબર
6. કાર રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ
7. પોલ્યુશન ચેક સર્ટિફિકેટ
8. જૂનો મોટર ઇન્શ્યોરન્સ પૉલિસી નંબર
ના, જો ગયા વર્ષે તમારી કાર ઇન્શ્યોરન્સ પૉલિસી સમાપ્ત થઈ ગઈ હોય, તો તમે નો ક્લેઇમ બોનસ (NCB) લાભો મેળવી શકશો નહીં. જો તમે સમાપ્ત થયેલી કાર ઇન્શ્યોરન્સ પૉલિસીને સમાપ્ત થયાના 90 દિવસની અંદર રિન્યૂ ના કરો, તો તમારું NCB સમાપ્ત થઈ જશે અને તમને નો ક્લેઇમ બોનસનો લાભ મળશે નહીં.
તમારી કાર ઇન્શ્યોરન્સ પૉલિસીનું સ્ટેટસ તમે અમારી વેબસાઇટ પર જઈને, હોમપેજ પરના ડ્રૉપડાઉન મેનુમાંથી 'અમારી પૉલિસી જાણો' ટૅબ પર ક્લિક કરીને જાણી શકો છો. અહીં, તમારે માત્ર તમારો પૉલિસી નંબર અથવા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર દાખલ કરવાનો રહેશે, તમને તમારી કાર ઇન્શ્યોરન્સ પૉલિસીનું સ્ટેટસ જાણવા મળશે.
હા, તમે સમાપ્ત થયેલ કાર ઇન્શ્યોરન્સને ઑનલાઇન પદ્ધતિના માધ્યમથી અમારી વેબસાઇટ વડે થોડી મિનિટોમાં રિન્યૂ કરી શકો છો. તમે નેટ બેન્કિંગ, ડેબિટ/ક્રેડિટ કાર્ડ અથવા UPI દ્વારા ચુકવણી કરી શકો છો. પૉલિસી તમારા રજિસ્ટર્ડ ઇમેઇલ ID પર મેઇલ કરવામાં આવશે અથવા તમારા વૉટ્સએપ નંબર પર મોકલવામાં આવશે.
અપડેટેડ મોટર વાહન અધિનિયમ 2019 મુજબ, જો તમે સમાપ્ત થયેલ કાર ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે વાહન ચલાવો છો, તો પ્રથમ વખતના અપરાધ માટેનો દંડ ₹2,000 છે અને બીજી વખતના અપરાધ માટે ₹4,000 છે.
સમાપ્ત થયેલ કાર ઇન્શ્યોરન્સ સાથે ડ્રાઇવિંગ કરવાથી ટ્રાફિક દંડ અથવા RTO તરફથી ચલાન ભરવું પડી શકે છે. જો તમે કાર ઇન્શ્યોરન્સની સમાપ્તિ પહેલાં તેને રિન્યૂ ના કરી શક્યા હોવ અને તે સમાપ્ત થયા પછી તેને ફરીથી રિન્યૂ કરવા માંગતા હોવ, તો મોટર ઇન્શ્યોરન્સ કંપની દ્વારા તમારા વાહનનું ફરીથી નિરીક્ષણ થઈ શકે છે. ઉપરાંત, જો તમે સમાપ્ત થયેલ કાર ઇન્શ્યોરન્સને સમાપ્તિના 90 દિવસની અંદર રિન્યૂ ના કરો, તો તમે NCB લાભો ગુમાવશો.
સમાપ્ત થયેલ કાર ઇન્શ્યોરન્સનું ઑનલાઇન રિન્યૂઅલ એચડીએફસી અર્ગોની વેબસાઇટ દ્વારા કરી શકાય છે. તમારે માત્ર અમારા કાર ઇન્શ્યોરન્સ પેજની મુલાકાત લઈને, તમારા વાહન રજિસ્ટ્રેશન નંબરને દાખલ કરવાનો રહેશે અને પછી દર્શાવેલ પગલાંઓને અનુસરો.
જો તમે સમાપ્ત થયેલ કાર ઇન્શ્યોરન્સને સમાપ્તિ તારીખના 90 દિવસની અંદર રિન્યૂ ના કરો, તો તમે અત્યાર સુધી કમાયેલ તમામ સંચિત નો ક્લેઇમ બોનસ ગુમાવશો. ઉપરાંત, ટ્રાફિક પોલીસ તમને સમાપ્ત થયેલી કાર ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે ડ્રાઇવિંગ કરવા બદલ ₹ 4000 સુધીનો દંડ ફટકારી શકે છે.
હા, જો તમે સમાપ્ત થયેલી કાર ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે ડ્રાઇવ કરો, તો તમને RTO દ્વારા દંડિત કરવામાં આવશે. પ્રથમ વખતના અપરાધ માટે દંડ ₹2,000 છે અને બીજી વખતના અપરાધ માટે ₹4,000 છે
જો પૉલિસીની માન્યતા એક વર્ષ માટે હોય તો સમાપ્ત થયેલ કાર ઇન્શ્યોરન્સનું રિન્યૂઅલ દર વર્ષે કરવું જોઈએ. જેમ કે સ્ટેન્ડઅલોન ઓન ડેમેજ ઇન્શ્યોરન્સ પૉલિસી એક વર્ષ પછી સમાપ્ત થાય છે.
જ્યારે આપણે સમાપ્ત થયેલી પૉલિસી કહીએ છીએ, તો તેનો અર્થ એ છે કે પૉલિસી ચોક્કસ તારીખે સમાપ્ત થઈ ગઈ છે અને પૉલિસીધારક ઉક્ત સમયગાળા સુધી કવરેજ માટે હકદાર હતા. જ્યારે આપણે લૅપ્સ થયેલી પૉલિસી કહીએ છીએ, તો તેનો અર્થ એ છે કે પૉલિસીધારકે નિર્ધારિત તારીખે કાર ઇન્શ્યોરન્સને રિન્યૂ કર્યો નથી અને તેમને હવે કવર કરવામાં આવશે નહીં.
જો તમે સમાપ્તિની તારીખ પછી લૅપ્સ થયેલ કાર ઇન્શ્યોરન્સ પૉલિસીને રિન્યૂ કરો, તો તમારે વધુ પ્રીમિયમ ચૂકવવું પડશે. એકવાર પૉલિસી લૅપ્સ થયા પછી, જો તમે 90 દિવસની અંદર રિન્યૂ કરતા નથી, તો તમે નો-ક્લેઇમ બોનસ ગુમાવો છો. તમે અન્ય ડિસ્કાઉન્ટ પણ ગુમાવી શકો છો. આ બંને પરિબળોના પરિણામે પ્રીમિયમ વધી જાય છે.