ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ ઇન્શ્યોરન્સ કવરેજ તમને અણધાર્યા નુકસાન અથવા ક્ષતિ સામે તમારા આવશ્યક અને પ્રિય ઇલેક્ટ્રોનિક ઉપકરણોને સુરક્ષિત કરવામાં મદદ કરે છે. આજની દુનિયામાં, લૅપટૉપ, કમ્પ્યુટર, આઇપેડ, ટૅબ્લેટ વગેરે જેવા ગેજેટ્સ દરેક ઘરનો ભાગ છે. અને અલબત્ત, કોઈ પણ ઘર રેફ્રિજરેટર, વૉશિંગ મશીન, એર કન્ડિશનર વગેરે વગર કાર્યક્ષમ રીતે ચાલી શકશે નહીં. આપણે એવું સુનિશ્ચિત કરીએ છીએ કે કોઇપણ ઇલેક્ટ્રોનિક ઉપકરણોની જરૂરિયાતોને યોગ્ય સંભાળ સાથે સંતોષવામાં આવે, તેમ છતાં, અકસ્માતો અને અણધારી ઘટનાઓ બનતી રહે છે. આવા નુકસાન માટે તૈયાર રહેવા માટે તમામ આવશ્યક ઇલેક્ટ્રોનિક ઉપકરણો/ગૅજેટને ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ ઇન્શ્યોરન્સ કવર સાથે હોમ ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ કવર કરવામાં આવે છે તેની ખાતરી કરવી આવશ્યક છે. આખરે, આવા કોઈપણ ઉપકરણનું બ્રેકડાઉન અથવા નુકસાન તમારા ખિસ્સામાં મોટો ખર્ચ લાવી શકે છે.
ઇલેક્ટ્રોનિક ઉપકરણોને નુકસાન માટે સંવેદનશીલ છે એટલું જ નહીં પરંતુ તે ખર્ચાળ પણ છે અને સરળતાથી બદલી શકાય તેવું નથી. તમારી હોમ પૉલિસીએ ઘરફોડી અને ચોરીને કારણે તમારા ઇલેક્ટ્રોનિક ઉપકરણના નુકસાનને પણ સુરક્ષિત કરવું જોઈએ. તેથી, હોમ ઇન્શ્યોરન્સ લેતી વખતે, પૉલિસી કવરેજ તમને તમારા ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક ડિવાઇસને કોઈપણ આકસ્મિક નુકસાન સામે સુરક્ષિત કરે છે કે નહીં તે તપાસો.
ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ ઇન્શ્યોરન્સ માટે ઇન્શ્યોરન્સ મેળવીને, તમે નીચેની રીતે લાભ મેળવી શકો છો:-
લાભ | વિગતો |
કુદરતી આફતો સામે સુરક્ષા | તે પૂર, વીજળી, ભૂકંપ વગેરે દ્વારા થતા આકસ્મિક નુકસાનથી તમારા ઘરના કિંમતી ઇલેક્ટ્રોનિક ઉપકરણોને સુરક્ષિત કરવામાં મદદ કરે છે. |
ચોરી/ઘરફોડીને કવર કરે છે | ચોરી અથવા ઘરફોડીની ઘટનાઓ કોઈની પણ સાથે થઈ શકે છે. ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ ઇન્શ્યોરન્સ ચોરી અથવા ઘરફોડી દ્વારા થયેલા નુકસાનને કવર કરીને તમારા મૂલ્યવાન ઇલેક્ટ્રોનિક્સને સુરક્ષિત કરે છે. |
સરળ ક્લેઇમ પ્રોસેસ | સરળ ક્લેઇમ રજિસ્ટ્રેશન અને ઝડપી સેટલમેન્ટ સાથે 24/7 સપોર્ટ દ્વારા આવા નુકસાન કે હાનિને સરળતાથી સંભાળી શકાય છે. |
વાજબી કવરેજ | વાજબી પ્રીમિયમ દરો પર વિસ્તૃત કવરેજ પ્રદાન કરે છે, જે ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ ઇન્શ્યોરન્સને દરેકને પરવડે તેવું બનાવે છે. |
મનની શાંતિ | હોમ કન્ટેન્ટ ઇન્શ્યોરન્સ હેઠળ ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ ઇન્શ્યોરન્સના નાણાંકીય પીઠબળ સાથે, તમે મનની શાંતિ મેળવી શકો છો અને ધબકારો ચૂકવ્યા વિના ઘરના માલિક/ભાડૂઆત હોવાનો આનંદ માણી શકો છો. |
વિશેષતા | લાભ |
વિસ્તૃત કવર | તે તમારા ઘરના વિવિધ આવશ્યક ઇલેક્ટ્રિકલ ઉપકરણોને કવર કરવામાં મદદ કરે છે, જે તેમને થયેલા કોઈપણ નુકસાન અથવા ક્ષતિના કિસ્સામાં નાણાંકીય જોખમોને ઘટાડે છે. |
ચોવીસે કલાક સપોર્ટ | 24/7 કસ્ટમર સપોર્ટ સાથે, તમારા પ્રશ્નોના જવાબો મેળવવા અને ક્લેઇમ રજિસ્ટર કરવો એ એક સરળ કાર્ય છે. |
રિસ્ટોરેશન અને ડેટાના નુકસાનને કવર કરે છે | રિપેર અને રિપ્લેસમેન્ટ ઉપરાંત, ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ ઇન્શ્યોરન્સમાં ડેટાના નુકસાન અને ડેટા રિસ્ટોરેશન માટે કવરેજ પ્રદાન કરવામાં આવે છે. |
નાણાંકીય સહાય | આ સંબંધિત ઇલેક્ટ્રિકલ ઉપકરણોને થતા નુકસાન કે હાનિના કિસ્સામાં, પૉલિસી યોગ્ય કવરેજ પ્રદાન કરે છે જેથી તમે આર્થિક રીતે પરિસ્થિતિનો સામનો કરી શકો. |
આગ, વીજળી, વિસ્ફોટ, યુદ્ધ, વાવાઝોડું, ભૂકંપ, પૂર, ભૂસ્ખલન, પર્વત સ્ખલન વગેરે જેવા તમામ આકસ્મિક નુકસાન અને કુદરતી આફતો સામે કવરેજ.
કોઈપણ ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ બ્રેકડાઉનને કારણે તમારા ઇલેક્ટ્રોનિક ઉપકરણોને થયેલ કોઈપણ નુકસાનને કવર કરી લેવામાં આવે છે.
બાહ્ય ડેટા ડ્રાઈવ જેવી કે ટેપ, ડિસ્ક, હાર્ડ ડ્રાઈવ વગેરેનું આકસ્મિક રીતે નુકસાન, ઉપર જણાવ્યા મુજબ
ડેટા રિસ્ટોરેશનનો ખર્ચ અહીં કવર કરી લેવામાં આવે છે
રિપેર અને રિપ્લેસમેન્ટ માટે કવરેજ પ્રદાન કરવામાં આવે છે
પાર્ટ્સ અને ફિટિંગ્સ માટે કવરેજ પ્રદાન કરવામાં આવે છે
આબોહવા પરિવર્તનને કારણે થતા કોઈપણ પૂરના પરિણામે થતા નુકસાન
પૉલિસી મુજબ કોઈપણ લાગુ પડતા કપાતપાત્રો બાકાત રાખવામાં આવ્યા છે
આવકનું નુકસાન અથવા કોઈપણ પ્રકારના પરોક્ષ નુકસાનને કવર કરવામાં આવતું નથી
આર્કિટેક્ટ, સર્વેક્ષક અથવા કન્સલ્ટિંગ એન્જિનિયરની ફી (3% ક્લેઇમની રકમથી વધુ) કવર કરવામાં આવશે નહીં
પૉલિસીમાં કાટમાળને હટાવવાનો ખર્ચ કવર કરવામાં આવશે નહીં
ભાડાનું નુકસાન કવર કરવામાં આવતું નથી
વૈકલ્પિક આવાસના ભાડાને કારણે થતો અતિરિક્ત ખર્ચ શામેલ નથી
ઇન્શ્યોરન્સ સમયગાળાની બહાર થતા કોઈપણ નુકસાનને કવર કરવામાં આવતું નથી
હોમ કન્ટેન્ટ ઇન્શ્યોરન્સ હેઠળ ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ ઇન્શ્યોરન્સ હેઠળ વિવિધ ઉપકરણોને કવર કરવામાં આવે છે. કેટલાક ઉદાહરણોમાં શામેલ છે ;
ટેલિવિઝન અથવા ટીવી ભારતીય ઘરોનો એક સામાન્ય ભાગ છે અને તે મનોરંજન તેમજ સમાચાર મેળવવાનો આવશ્યક સ્ત્રોત છે. હોમ કન્ટેન્ટ ઇન્શ્યોરન્સ હેઠળ ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ ઇન્શ્યોરન્સ, તેને થયેલા કોઈપણ નુકસાન કે હાનિને કવર કરે છે.
રેફ્રિજરેટર એ દરેક રસોડાની લાઇફલાઇન હોય છે, જેમાં ખાદ્ય પદાર્થો, નાસ્તા, આઇસક્રીમ અને અન્ય વસ્તુઓ સચવાતી હોય છે. આ પૉલિસી આ ઉપકરણને કવર કરે છે, જેથી તમારા રસોડામાં રાબેતા મુજબ કામ થઈ શકે.
હાથેથી કપડાં ધોવાના દિવસો ગયા. વૉશિંગ મશીન મોંઘા હોય છે અને ઘરમાં મહત્વપૂર્ણ હોય છે અને ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ ઇન્શ્યોરન્સ તેને કવર કરે છે.
દર પસાર થતા વર્ષે, એર કન્ડિશનર વગર ઉનાળાના દિવસો કાઢવા વધુને વધુ મુશ્કેલ બની રહ્યા છે. જો તમે બેંકની જમાપૂંજીને તોડયા વિના, ક્ષતિગ્રસ્ત/ચોરાયેલ AC ને રિપેર અથવા રિપ્લેસ કરવા માંગતા હોવ, તો આ પૉલિસીમાં ઇન્વેસ્ટ કરો.
બગડેલા વેક્યુમ ક્લીનર સાથે રોજિંદા કામકાજ પૂર્ણ કરવામાં ખૂબ જ પરેશાની થઈ શકે છે. હોમ કન્ટેન્ટ ઇન્શ્યોરન્સ પૉલિસીની ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ ઇન્શ્યોરન્સ હેઠળ કવરેજનો ઉપયોગ કરો અને સમય બગાડ્યા વિના તેને રિપેર/રિપ્લેસ કરાવો.
અહીં જાણો ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ ઇન્શ્યોરન્સ પૉલિસી કોણ લઈ શકે છે ;
1. ઘરના માલિક: એક સ્વતંત્ર બિલ્ડિંગ અથવા એપાર્ટમેન્ટના માલિક, જે આકસ્મિક નુકસાનથી પોતાના ઘરની સામગ્રી અથવા ઘરની સામગ્રી તેમજ માળખાને (ઇલેક્ટ્રોનિક ઉપકરણો સહિત) સુરક્ષિત કરવા માંગે છે, તેઓ આ ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ ઇન્શ્યોરન્સ પૉલિસી લઈ શકે છે.
2. ભાડૂઆત: એક ભાડૂઆત અથવા ભાડે આપનાર, જે તેમના ઘરની કિંમતી સામગ્રી (મૂલ્યવાન ઇલેક્ટ્રોનિક ઉપકરણો સહિત) ને કવર કરવા માંગે છે, તેઓ આ પૉલિસી લઈ શકે છે.
એચડીએફસી અર્ગો સાથે ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ ઇન્શ્યોરન્સ પૉલિસી ક્લેઇમ રજિસ્ટર કરવો ખૂબ સરળ છે. તમારે માત્ર આ સરળ પગલાંઓને અનુસરવાની જરૂર છે ;
1. ઇન્શ્યોરન્સ કંપનીમાં તરત જ જાણ કરો અને હેલ્પલાઇન નંબર 022-6234 6234 પર કૉલ કરીને અથવા care@hdfcergo.com પર ઇમેઇલ મોકલીને ક્લેઇમ રજિસ્ટર કરો,
2. ક્લેઇમની પ્રક્રિયા માટે જરૂરી ડૉક્યુમેન્ટ સબમિટ કરો, જેમાં યોગ્ય રીતે ભરેલું ક્લેઇમ ફોર્મ, મેઇન્ટેનન્સ એગ્રીમેન્ટની કૉપી, ઇન્શ્યોરન્સ પૉલિસીની કૉપી, કરવામાં આવેલા કોઈપણ રિપેર કાર્યના બિલ, ઇન્શ્યોર્ડ ઉપકરણની વિગતો વગેરે શામેલ હોઈ શકે છે.,
3. નુકસાન/ક્ષતિની ચકાસણી અને મૂલ્યાંકન કરવા માટે નિમણૂક કરેલ સર્વેયરને જરૂરી સહાય અને સહકાર પ્રદાન કરો અને તેમના રિપોર્ટ પૂર્ણ કરવાની અને તેને સબમિટ કરવાની રાહ જુઓ,
4. વધુ સૂચનાઓ માટે રાહ જુઓ (જો કોઈ હોય).
સબમિટ કરેલ રિપોર્ટ જોયા પછી, જો ક્લેઇમ મંજૂર કરવામાં આવે તો ઇન્શ્યોરન્સ કંપની તમને ક્લેઇમની રકમ ચૂકવશે.
1.6 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
તમારા માટે 24x7 સહાયતા
કસ્ટમરની જરૂરિયાતોના સાથી
સંપૂર્ણ પારદર્શિતા
Awards
#1.6+ કરોડ સ્મિતની સુરક્ષા કરી છે
તમારા માટે જરૂરી 24x7 સહાયતા
કસ્ટમરની જરૂરિયાતોના સાથી
સંપૂર્ણ પારદર્શિતા
Awards
સરળ અને અતિ ઝડપી ક્લેઇમ સેટલમેન્ટ
સમ ઇન્શ્યોર્ડના આધારે પ્રીમિયમની ગણતરી કરવામાં આવે છે. બીજી બાજુ, સમ ઇન્શ્યોર્ડની ગણતરી નીચેના પરિબળોના આધારે કરવામાં આવે છે –
● જેનો ઇન્શ્યોરન્સ લેવાનો છે તેવા ઉપકરણો
● ઉપકરણની ઉંમર
● ઇલેક્ટ્રોનિક ઉપકરણોનું કુલ મૂલ્ય
સમ ઇન્શ્યોર્ડ, ક્ષતિગ્રસ્ત અથવા ચોરાયેલા ઉપકરણોને સમાન મૉડલ અને સમાન સ્થિતિના અન્ય ઉપકરણોથી રિપ્લેસ કરવાની કુલ કિંમત તરીકે ગણવામાં આવે છે.
એકવાર સમ ઇન્શ્યોર્ડ નિર્ધારિત થયા પછી, પ્રીમિયમની ગણતરી કરવામાં આવે છે. તેની ગણતરી સમ ઇન્શ્યોર્ડના માઈલ દીઠ ₹15 ના દરે કરવામાં આવે છે. મહત્તમ સમ ઇન્શ્યોર્ડ, હોમ કન્ટેન્ટ સમ ઇન્શ્યોર્ડના 30% સુધી હોઈ શકે છે. આ પ્લાન તમારા પોર્ટેબલ ઇલેક્ટ્રોનિક ઉપકરણો માટે વિશ્વવ્યાપી અતિરિક્ત કવરેજ પણ પ્રદાન કરે છે. જો તમે આ કવરેજ પસંદ કરો છો, તો પ્રીમિયમમાં 10% નો વધારો થશે.