રેનફૉલ ઇન્ડેક્સ ઇન્શ્યોરન્સ ક્લેઇમની પ્રક્રિયા


રેનફૉલ ઇન્ડેક્સ ઇન્શ્યોરન્સ ક્લેઇમ

દાવાની પ્રક્રિયા :

ક્લેઇમના સેટલમેન્ટની પ્રક્રિયા નીચે મુજબ રહેશે:

  • ઇન્શ્યોરર દ્વારા IMD સ્ટેશન પાસેથી સાપ્તાહિક ધોરણે ડેટા એકત્રિત કરવાનો રહેશે અને કવર કરવામાં આવેલ સમયગાળાના અંતે રેનફૉલ ઇન્ડેક્સની ગણતરી કરવાની રહેશે. ઇન્શ્યોરર દ્વારા ઇન્શ્યોરન્સ લેનારને ક્લેઇમની ઘટનાની જાણ કરવાની રહેશે.
  • ક્લેઇમ પૂર્વ નિર્ધારિત સમયગાળા દરમિયાન- કવરેજ સમયગાળાના અંતિમ દિવસથી -3 મહિનામાં, એટલે કે ઑક્ટોબર 15 સુધીમાં ચુકવવામાં આવશે.
  • ક્લેઇમની ઘટના સંબંધિત ક્ષેત્રોમાં જાહેર કરવામાં આવશે, ઇન્શ્યોર્ડ/ડીલર કેન્દ્રો પર નોટિફિકેશન મોકલવાના રહેશે.
  • મહિકોના ગ્રાહકે ત્રણ મહિનાની અંદર ચોક્કસ તારીખે અધિકૃત ક્લેઇમ સેટલમેન્ટ સેન્ટર પર, એચડીએફસી-અર્ગો ક્લેઇમ પ્રતિનિધિઓ ઉપલબ્ધ હોય ત્યારે, કૂપન રજૂ કરવાની રહેશે. એચડીએફસી અર્ગોના પ્રતિનિધિ કઈ તારીખે ઉપલબ્ધ હશે તેની અગાઉથી જાણ કરવામાં આવશે.

તમામ ક્લેઇમ એચડીએફસી અર્ગો જીઆઇસી લિમિટેડ દ્વારા નિમણૂક કરેલ સર્વેયર દ્વારા મંજૂરીને આધિન છે
એવૉર્ડ અને સન્માન
x