હોમ / હોમ ઇન્શ્યોરન્સ / સ્ટાન્ડર્ડ ફાયર અને સ્પેશલ પેરિલ્સ
  • પરિચય
  • શું શામેલ છે?
  • શું શામેલ નથી?
  • એચડીએફસી અર્ગો શા માટે પસંદ કરવું?
  • FAQ

હાઉસ ઇન્શ્યોરન્સ ફાયર અને સ્પેશલ પેરિલ્સ પ્લાન

તમારી પ્રોપર્ટી તમારા સૌથી મૂલ્યવાન ઇન્વેસ્ટમેન્ટમાંથી એક છે, અને તેને આગ, તોફાન અને અન્ય જોખમો જેવી અણધારી ઘટનાઓ સામે સુરક્ષિત કરવું મહત્વપૂર્ણ છે. આગ અને કુદરતી આફતો ચેતવણી વગર આવી શકે છે, જેના કારણે તમારી આફતો અને સામાનને નોંધપાત્ર નુકસાન થઈ શકે છે. સ્ટાન્ડર્ડ ફાયર અને પેરિલ્સ ઇન્શ્યોરન્સ આવી અણધારી ઘટનાઓ સામે આવશ્યક સુરક્ષા પ્રદાન કરે છે, જેમાં આગ, વીજળી, વિસ્ફોટ અને અન્ય જોખમોની શ્રેણીને કવર કરવામાં આવે છે. આ કોમ્પ્રિહેન્સિવ પૉલિસી સાથે, તમે તમારા ઘર અથવા બિઝનેસ પરિસરને સુરક્ષિત કરી શકો છો, જે સુનિશ્ચિત કરે છે કે તમે અનપેક્ષિત આફતના કિસ્સામાં ફાઇનાન્શિયલ રીતે સુરક્ષિત છો.

તમારું ઘર તમને સુરક્ષા આપે છે! તો તમારે પણ તેને સુરક્ષિત રાખવું ન જોઈએ?

એક ઇન્શ્યોરન્સ; મોટું ડિસ્કાઉન્ટ
એક ઇન્શ્યોરન્સ, મોટું ડિસ્કાઉન્ટ
જો એક કોમ્પ્રિહેન્સિવ અને સંપૂર્ણપણે કસ્ટમાઇઝ કરી શકાય તેવો ઇન્શ્યોરન્સ પ્લાન જેમાં પણ 50% નું ડિસ્કાઉન્ટ મળે તો કેવું સારું! હવે યોગ્ય હોમ ઇન્શ્યોરન્સ પ્લાન સાથે મોટી બચત કરો અને તમારી સંપત્તિઓને સુરક્ષિત કરો.
મોટી પ્રોપર્ટી માટે ઉચ્ચતમ કવરેજ
મોટી પ્રોપર્ટી માટે ઉચ્ચતમ કવરેજ
તમારી જરૂરિયાતો મુજબ, તમને પૂરતી કવરેજ રકમ પસંદ કરવાની સુવિધા મળે છે. 1 લાખથી 3 કરોડની વચ્ચે કોઈપણ યોગ્ય રકમ પસંદ કરો અને તમારા ઘરને જોખમો સામે સુરક્ષિત કરો.
15 વર્ષ સુધી સુરક્ષિત રહો
15 વર્ષ સુધી સુરક્ષિત રહો
તમારા આનંદના સ્થાનને વિશેષ સુરક્ષાની જરૂર છે. એચડીએફસી અર્ગો હોમ ઇન્શ્યોરન્સ પ્લાન સાથે તમારા ઘરને સુરક્ષિત કરો. એક ઇન્શ્યોરન્સ સાથે મનની શાંતિ મેળવો જે 15 વર્ષ સુધી રહે છે.
વધુ જવાબદારીઓ, વધારેલી કવરેજ
વધુ જવાબદારીઓ, વધારેલી કવરેજ
વિકાસશીલ હાઉસિંગ સોસાયટીની સુરક્ષા આવશ્યકતાઓને પૂર્ણ કરવા માટે અમારા ઇન્શ્યોરન્સ પ્લાનના સ્કેલને સરળતાથી વધારી શકાય છે. હવે તમે દર વર્ષના અંતમાં સમ ઇન્શ્યોર્ડને 10% સુધી વધારી શકો છો.

આમાં શું શામેલ છે?

આગ
આગ

માત્ર એક આગ કેવી રીતે તમારી હિંમતને તોડી શકે છે, અમે ખાતરી કરીશું કે આગ તમારા સામાનને નુકસાન ન પહોંચાડે. અમે તેને કવર કરીશું.

કુદરતી આપત્તિઓ
કુદરતી આપત્તિઓ

તમે કુદરતી આપત્તિઓની આગાહી કરી શકતા નથી, પરંતુ તમે ભૂકંપ, પૂર, તુફાન, વાવાઝોડા વગેરે સામે તમારી સંપત્તિને સુરક્ષિત કરી શકો છો.

માનવીય જોખમો
માનવીય જોખમો

મુશ્કેલ સમય તમારા ઘર તેમજ તમારા મનની શાંતિને અસ્ત-વ્યસ્ત કરી શકે છે. તમારા ઘરને હડતાળ, દંગા, આતંકવાદ અને દુષ્ટ કાર્યોથી સુરક્ષિત રાખો.

આકસ્મિક નુકસાન
આકસ્મિક નુકસાન

જો ઑટોમેટિક સ્પ્રિંકલર ઇન્સ્ટોલેશનના લીકેજને કારણે અથવા તો પાણીની ટાંકીના તૂટવાને કારણે તમારી બિલ્ડિંગને કોઈ પણ નુકસાન થયું હોય, તો અમે ખાતરીપૂર્વક તેની ભરપાઈ કરીશું.

આમાં શું શામેલ નથી?

લોન્ગ ટર્મ પ્લાન્સ
લોન્ગ ટર્મ પ્લાન્સ

અમે કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીઓ માટે લોન્ગ ટર્મ પ્લાન્સ ઑફર કરતા નથી.

પરિણામી નુકસાન
પરિણામી નુકસાન

પરિણામી નુકસાન એવું નુકસાન છે જે પૉલિસીમાં આપેલ ઘટનાને કારણે થતું નથી, આવા નુકસાન કવર કરવામાં આવતા નથી

જમીનનો ખર્ચ
જમીનનો ખર્ચ

અમે તમારી જમીન હોલ્ડ કરવાનું મૂલ્ય સમજીએ છીએ, જોકે અમારી પૉલિસી જમીનની કિંમત માટે ચુકવણી કરતી નથી.

નિર્માણ હેઠળની પ્રોપર્ટી
નિર્માણ હેઠળની પ્રોપર્ટી

અમે તમારા ઘરને કવર કરીએ છીએ જ્યાં તમે રહો છો, કોઈપણ પ્રોપર્ટી જે કબજામાં નથી અથવા જેનું નિર્માણ કાર્ય હજુ ચાલી રહ્યું છે તેને કવર કરતા નથી.

જાણીજોઈને ગેરવર્તન કરવું
જાણીજોઈને ગેરવર્તન કરવું

અમે ખાતરી કરીએ છીએ કે તમારા અણધાર્યા નુકસાનને કવર કરવામાં આવે છે, જોકે તમારી પ્રોપર્ટીને ઇરાદાપૂર્વક નુકસાન કરવામાં આવે, તે પૉલિસીના કવરેજ સ્કોપમાંથી સંપૂર્ણપણે બહાર રહે છે.

વપરાશ અને ઘસારો
વપરાશ અને ઘસારો

અમે સમજીએ છીએ કે તમારી પ્રોપર્ટી ધીમે ધીમે જૂની થાય છે અને તેમાં તિરાડો પડી શકે છે અથવા રિપેરની જરૂરિયાત થતી હોય છે, જો કે ઇન્શ્યોરન્સ કવર ઇમારતની જાળવણી માટે કવરેજ ઑફર કરશે નહીં.

Awards
એચડીએફસી અર્ગો શા માટે?

1.6 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!

એચડીએફસી અર્ગો માટે ભરોસા પર આધારિત સંબંધોનું અનેરું મૂલ્ય છે. અમે ઇન્શ્યોરન્સને વધુ સરળ, વધુ વ્યાજબી અને વધુ વિશ્વાસપાત્ર બનાવવાનો સતત પ્રયત્ન કરીએ છીએ. અહીં વચનોનું પાલન કરવામાં આવે છે, ક્લેઇમને પૂરા કરવામાં આવે છે અને લોકોના ભરોસાને પૂરી ઈમાનદારી સાથે મજબૂત કરવામાં આવે છે.
Awards
Awards
એચડીએફસી અર્ગો શા માટે?

તમારા માટે 24x7 સહાયતા

અમે સમજીએ છીએ કે તકલીફના સમયે, તાત્કાલિક મદદની જરૂર હોય હોય છે. અમારી ઇન-હાઉસ ક્લેઇમ ટીમ ઝંઝટ મુક્ત ક્લેઇમના અનુભવને સુનિશ્ચિત કરવા માટે ચોવીસ કલાક સહાય પૂરી પાડે છે. અમે ખાતરી કરીએ છીએ કે જરૂરિયાતના સમયમાં તમને સતત મદદ મળતી રહે છે.
Awards
Awards
Awards
એચડીએફસી અર્ગો શા માટે?

કસ્ટમરની જરૂરિયાતોના સાથી

છેલ્લા 20 વર્ષોથી, અમે કસ્ટમરની અસંખ્ય જરૂરિયાતોને અવિરતપણે પૂર્ણ કરી રહ્યા છીએ, તે માટે અમે દરેક પોર્ટફોલિયો માટે પ્લાન અને ઍડ ઑન કવરની વિસ્તૃત રેન્જ પ્રદાન કરીએ છીએ.
Awards
Awards
Awards
Awards
એચડીએફસી અર્ગો શા માટે?

સંપૂર્ણ પારદર્શિતા

એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ ક્લેઇમને સંપૂર્ણ પારદર્શિતા સાથે અને સરળતાથી સેટલ કરે છે.
Awards
Awards
Awards
Awards
Awards
એચડીએફસી અર્ગો શા માટે?

Awards

એચડીએફસી અર્ગોએ ફિક્કી (ficci) ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રી એવોર્ડ, 2021 નો "ક્લેઇમ અને કસ્ટમર સર્વિસ એક્સીલેન્સ" કેટેગરી હેઠળનો એવોર્ડ જીત્યા છે.
એચડીએફસી અર્ગો શા માટે?
Awards

​​#1.6+ કરોડ સ્મિતની સુરક્ષા કરી છે

એચડીએફસી અર્ગો માટે ભરોસા પર આધારિત સંબંધોનું અનેરું મૂલ્ય છે. અમે ઇન્શ્યોરન્સને વધુ સરળ, વધુ વ્યાજબી અને વધુ વિશ્વાસપાત્ર બનાવવાનો સતત પ્રયત્ન કરીએ છીએ. અહીં વચનોનું પાલન કરવામાં આવે છે, ક્લેઇમને પૂરા કરવામાં આવે છે અને લોકોના ભરોસાને પૂરી ઈમાનદારી સાથે મજબૂત કરવામાં આવે છે.
Awards

તમારા માટે જરૂરી 24x7 સહાયતા

અમે સમજીએ છીએ કે સંકટના સમયે તાત્કાલિક મદદની આવશ્યકતા હોય છે. અમારી ઇન-હાઉસ ક્લેઇમ ટીમ ઝંઝટ-મુક્ત ક્લેઇમ પ્રોસેસિંગ માટે ચોવીસ કલાક મદદ માટે તત્પર છે. અમે જરૂરિયાતના સમયે સતત તમારી મદદ કરવાની ખાતરી આપીએ છીએ.
Awards

કસ્ટમરની જરૂરિયાતોના સાથી

છેલ્લા 20 વર્ષોથી, અમે કસ્ટમરની અસંખ્ય જરૂરિયાતોને અવિરતપણે પૂર્ણ કરી રહ્યા છીએ, તે માટે અમે દરેક પોર્ટફોલિયો માટે પ્લાન અને ઍડ ઑન કવરની વિસ્તૃત રેન્જ પ્રદાન કરીએ છીએ.
Awards

સંપૂર્ણ પારદર્શિતા

એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ ક્લેઇમને સંપૂર્ણ પારદર્શિતા સાથે અને સરળતાથી સેટલ કરે છે.
Awards

Awards

એચડીએફસી અર્ગોએ ફિક્કી (ficci) ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રી એવોર્ડ, 2021 નો "ક્લેઇમ અને કસ્ટમર સર્વિસ એક્સીલેન્સ" કેટેગરી હેઠળનો એવોર્ડ જીત્યા છે.

અન્ય સંબંધિત લેખો

 

અન્ય સંબંધિત લેખો

 

વારંવાર પૂછાતા પ્રશ્નો

ભારત ગૃહ રક્ષા ઇન્શ્યોરન્સ પૉલિસી રહેઠાણની મિલકતના માળખા અને તેની સામગ્રીને કવરેજ પ્રદાન કરે છે. સામગ્રીમાં તે આગ, ભૂકંપ, તોફાન, પૂર અને અન્ય નામિત જોખમો દ્વારા થતા નુકસાન/ હાનિ સામે ઘરની વસ્તુઓ અથવા સામાનને કવર કરશે.
આ કવર ઇન્શ્યોરન્સ લેનારના ઘરના માળખા માટે છે. અતિરિક્ત માળખા જેમ કે રહેઠાણમાં ગેરેજ, વરંડા, ઘરેલું આઉટ-હાઉસ, કમ્પાઉન્ડની દીવાલ, જાળવણી માટેની દીવાલ, પાર્કિંગની જગ્યા, સોલાર પેનલ, પાણીના ટાંકા અથવા રહેઠાણ કાયમી રાચરચીલું અને ફિટિંગ અને આંતરિક રસ્તાઓ પણ કવર કરી શકાય છે. નોંધ કરો કે કાચું બાંધકામ/નિર્માણ હેઠળની સંપત્તિ આ પૉલિસીમાં કવર થતી નથી.
સામાન્ય રીતે કોઈપણ ઘરમાં હોય તેવી સામગ્રી એટલે કે, ફર્નિચર અને ફિટિંગ, ટેલિવિઝન સેટ, ટેલિફોન, ઇલેક્ટ્રોનિક આઇટમ, એન્ટેના, વૉટર સ્ટોરેજ ઉપકરણો, એર કન્ડિશનર, રસોડાના ઉપકરણો અને અન્ય ઘરગથ્થું વસ્તુઓને કન્ટેન્ટ કવર હેઠળ કવર કરી શકાય છે.
મૂલ્યવાન સામગ્રીમાં જ્વેલરી, ચાંદીના વાસણો, પેઇન્ટિંગ, કલાકૃતિઓ, મૂલ્યવાન ગાલીચા, પ્રાચીન વસ્તુઓ, ક્યુરિયો, પેઇન્ટિંગ શામેલ થાય છે. આ પૉલિસી હેઠળ બુલિયન અથવા અનસેટ કિંમતી પત્થરો, હસ્તપ્રતો, વાહનો, વિસ્ફોટક પદાર્થો જેવી કેટલીક સામગ્રીઓ કવર થતી નથી.
કોઈપણ ઘર-માલિક અથવા ભાડુઆત, ભારત ગૃહ રક્ષા પૉલિસી ખરીદવા માટે પાત્ર છે. કૃપા કરીને નોંધ કરો કે કોઈપણ BGR પૉલિસી માટે ઇન્શ્યોરન્સ લેનારને હોમ સ્ટ્રક્ચર અથવા હોમ કન્ટેન્ટ અથવા બંનેનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
BGR એક વર્ષ અથવા એકથી વધુ વર્ષ માટે જારી કરી શકાય છે પરંતુ વ્યક્તિગત ઘર-માલિકોના કિસ્સામાં 10 વર્ષથી વધુ માટે નહીં. સહકારી સોસાયટીઓ અથવા બિન-વ્યક્તિગત નામ પરના ઘરો માટે પૉલિસીની મુદત 1 વર્ષથી વધુની ના હોઈ શકે.
હા, ભારત ગૃહ રક્ષા પૉલિસી નીચેના ખર્ચ માટે પણ ચુકવણી કરે છે:
• આર્કિટેક્ટ, સર્વેક્ષક, કન્સલ્ટિંગ એન્જિનિયરની વાજબી ફી માટે ક્લેઇમની રકમના 5% સુધી;
• સાઇટ પરથી કાટમાળને હટાવવા માટેના વાજબી ખર્ચ પેટે ક્લેઇમની રકમના 2% સુધી.
• BGR પૉલિસી હેઠળ, ઇન્શ્યોરન્સ ધરાવતી કોઈ ઘટનામાંથી ઉદ્ભવતા ભૌતિક નુકસાનને કારણે ઘરનું બિલ્ડિંગ રહેવા લાયક ન હોય, તો ઇન્શ્યોરન્સ લેનાર વ્યક્તિને ભાડામાં થનાર ખોટ અને વૈકલ્પિક નિવાસ માટે ભાડાનું પણ કવરેજ મળે છે.
• ઇન્શ્યોરન્સ ધરાવતી કોઈપણ ઘટનાના બનવાના 7 દિવસની અંદર અને લગભગ તેના કારણે થયેલ ચોરી.
ભારત ગૃહ રક્ષા માત્ર ઘરના બિલ્ડિંગ અને/અથવા ઘરની સામગ્રી માટે ઇન્શ્યોરન્સ કવર પ્રદાન કરતી નથી, તે સંમત મૂલ્યના આધારે મૂલ્યવાન સામગ્રીને પણ કવર પ્રદાન કરી શકે છે. અન્ય ઍડ-ઑન જેને શામેલ કરી શકાય છે તે નીચે મુજબ છે:
• અતિરિક્ત પ્રીમિયમમાં સ્વયં અને જીવનસાથી માટે વ્યક્તિગત અકસ્માત કવર. વ્યક્તિગત અકસ્માત ઇન્શ્યોરન્સ કવર ઇન્શ્યોરન્સ ધરાવતા જોખમ દ્વારા થતા આકસ્મિક મૃત્યુ સામે ઇન્શ્યોરન્સ ધરાવતા સભ્યોને સંપૂર્ણ નાણાંકીય સુરક્ષા પ્રદાન કરે છે.
• હાર્ડશિપ એલાઉન્સ - ઇન્શ્યોર્ડ દ્વારા ભોજન, દવાઓ, કપડાં અને શિશુઓ માટે એસેન્શિયલ વસ્તુઓની આપાતકાલીન ખરીદી માટે કરવામાં આવતા ખર્ચ
• ઘરેલું કર્મચારીઓનું આકસ્મિક હૉસ્પિટલાઇઝેશન - હૉસ્પિટલાઇઝેશનને કવર કરે છે ઇન્શ્યોર્ડ દ્વારા નિયુક્ત ઘરેલું કર્મચારીઓના આકસ્મિક હૉસ્પિટલાઇઝેશન, જ્યારે તેઓ ઇન્શ્યોર્ડ પરિસરમાં ફરજ પર હાજર હોય અને આવું હૉસ્પિટલાઇઝેશન વીમાકૃત જોખમને કારણે થાય છે.
પૉલિસીના સમયગાળા દરમિયાન નીચેની અણધારી ઘટનાઓ દ્વારા ઇન્શ્યોરન્સ ધરાવતી સંપત્તિને થયેલ ભૌતિક નુકસાન અથવા ક્ષતિ અથવા વિનાશને આ પૉલિસીમાં કવર કરવામાં આવે છે.
• આગ
• વિસ્ફોટ અથવા ઇમ્પ્લોઝન
• વીજળી પડવી
• ભૂકંપ, જ્વાળામુખી વિસ્ફોટ, અથવા અન્ય જેમ કે કુદરતી ઉત્પાત
• તોફાન, ચક્રવાત, પ્રચંડ તોફાન, વાવાઝોડું, ઝંઝાવાત, વંટોળિયો, સુનામી, પૂર અને જળપ્રલય
• તમારી ઘરની ઇમારત જે જમીન પર છે તેનું સરકવું, ભૂસ્ખલન, શિલા પ્રપાત વગેરે.
• ઝાડવામાં આગ, દાવાનળ, જંગલમાં આગ
• રમખાણ, હડતાલ, અસામાજિક નુકસાન
• ઑટોમેટિક સ્પ્રિંકલર ઇન્સ્ટોલેશનમાંથી લીકેજ
• આતંકવાદ
પૉલિસીમાં ઇન્શ્યોરન્સ ધરાવતી સંપત્તિના કોઈપણ હાનિ અથવા ક્ષતિ અથવા વિનાશ માટેના નુકસાન અને ખર્ચને કવર કરવામાં આવતા નથી, જે નીચે જણાવેલ ઘટનાઓના પ્રત્યક્ષ અથવા પરોક્ષ પરિણામ રૂપે અથવા તેના કારણે ઉદ્ભવતા હોય છે:
• જાણી જોઈને, ઇરાદાપૂર્વક અથવા આશયપૂર્વકના કાર્ય અથવા ચૂક, અથવા ઇન્શ્યોર્ડ વતી, અથવા ઇન્શ્યોર્ડની સાંઠગાંઠ સાથે.
• યુદ્ધ, આક્રમણ, વિદેશી શત્રુઓની દુશ્મનાવટ અથવા યુદ્ધ જેવી કામગીરી વગેરે.
• કોઈપણ પરમાણુ ઇંધણ અથવા પરમાણુ બળતણના દહનથી, પરમાણુ કચરાથી અથવા રેડિયોઍક્ટિવ, વિષાક્તા, વિસ્ફોટક વગેરેથી રેડિયો ઍક્ટિવિટી દ્વારા થતું આયોનાઇઝિંગ રેડિયેશન અથવા દૂષણ.
• કોઈપણ ઇન્શ્યોર્ડ સંપત્તિનું નુકસાન, જે ખોવાયેલ હોય અથવા ગેરવલ્લે થઈ હોય અથવા તેનું ગાયબ થવું કોઈપણ જાણીતી ઘટના સાથે લિંક કરી શકાય નહીં.
• આવકનું નુકસાન, વિલંબ દ્વારા થતું નુકસાન, બજારનું નુકસાન અથવા અન્ય પરિણામી અથવા પરોક્ષ નુકસાન અથવા કોઈપણ પ્રકારનું વર્ણન કરી શકાય તેવું નુકસાન.
• કોઈપણ ક્લેઇમ તૈયાર કરવા માટેની પડતર કિંમત, ફી અથવા ખર્ચ..
હોમ બિલ્ડિંગ કવર અને હોમ કન્ટેન્ટ કવર માટેનું પ્રીમિયમ સમ ઇન્શ્યોર્ડની રકમ તથા તમારા ઘરના નિર્માણ અને ઘરની સામગ્રીના રિસ્ક પ્રોફાઇલને વ્યાખ્યાયિત કરતા અન્ય વિવિધ પરિબળો પર આધારિત છે.
તમારી કેટલીક જવાબદારીઓ છે, જે તમારે પૂર્ણ કરવાની હોય છે.
તમારે નીચે આપલે કામ કરવું પડશે:
• જ્યારે તમે પ્રપોઝલ સબમિટ કરો ત્યારે તમારે તમારા વિશે અને તમારા ઘરની અંદર રહેલ તમારી વસ્તુઓ અથવા સામાન વિશેની બધી અને સાચી માહિતી જણાવવી પડશે,
• તમારા ઘરની બિલ્ડિંગ અને ઘરના સામાનને ચોરી, નુકસાન અથવા તેની ક્ષતિ રોકવા માટે કાળજી લો અને - સુનિશ્ચિત કરો કે અનધિકૃત વ્યક્તિઓ તમારા ઘરની બિલ્ડિંગમાં પ્રવેશતા નથી,
• ક્લેઇમને સમર્થન આપતા તમારા ક્લેઇમ અને ડૉક્યુમેન્ટમાં સાચી અને સંપૂર્ણ વિગતો જાહેર કરો,
• તમે જે ક્લેઇમ કરશો તેનું નિરીક્ષણ અને તપાસ માટે અમને સંપૂર્ણ સહકાર આપો,
• જ્યારે તમને નુકસાન થાય ત્યારે ક્લેઇમ કરો અને ક્લેઇમની પ્રક્રિયાને અનુસરો,
• નિમ્નલિખિત બાબતોમાં ફેરફાર વિશે અમને જાણ કરો
- તમારું ઍડ્રેસ,
- તમારા ઘરના બિલ્ડિંગના માળખામાં કોઈપણ ઉમેરો, ફેરફાર, વિસ્તરણ,
- તમારા ઘરના બિલ્ડિંગનો ઉપયોગ, (જો તમે તમારા ઘરના બિલ્ડિંગને ભાડે આપ્યું હોય તો તેની જાણ કરો,
- તમારા ઘરનું બિલ્ડિંગ હવે સંપૂર્ણપણે તમારા કબજામાં ના હોય.
ક્લેઇમની રકમ પ્રાપ્ત કરતા પહેલાં તમારી મૃત્યુના કિસ્સામાં, એચડીએફસી અર્ગો તેની ચુકવણી તમારા નૉમિની/કાનૂની પ્રતિનિધિઓને કરશે. કૃપા કરીને તમારા નૉમિનીને રજિસ્ટર કરો જેથી ક્લેઇમ ઝડપથી સેટલ કરવામાં આવે.
તમારા ઘરને પુનઃનિર્માણ કરવા માટે જેટલી જરૂરી રકમ હોય તેટલી રકમ માટે કવર કરવામાં આવે છે, જે પૉલિસીની શરૂઆતની તારીખે તમારા ઘરની બિલ્ડિંગના બાંધકામના પ્રવર્તમાન ખર્ચના દરે ગણવામાં આવે છે. જે બિલ્ડિંગની સમ ઇન્શ્યોર્ડ છે. તમારા ઘરની અંદર રહેલી વસ્તુઓ અથવા સામાનને જે-તે સામાનને નવાથી બદલી શકાય તેટલી જરૂરી રકમ માટે કવર કરવામાં આવે છે. જો તમારું ઘર અથવા તમારા ઘરની વસ્તુઓ અથવા સામાનને નુકસાન થયું હોય, તો એચડીએફસી અર્ગો તમે રિપેર કરવાના ખર્ચની રકમ ચૂકવશે. જો તમારું ઘર અથવા વસ્તુઓ અથવા સામાનને ક્ષતિ થાય અથવા ખોવાઈ જાય કે સંપૂર્ણપણે નાશ પામે, તો એચડીએફસી અર્ગો તે વસ્તુની સમ ઇન્શ્યોર્ડ ચૂકવે છે.
તમે પરવાનગી અનુસાર આ પૉલિસીના કવરમાં ફેરફારો કરવાનું પસંદ કરી શકો છો. તમારે કોઈપણ ફેરફાર માટે પ્રસ્તાવ અથવા વિનંતી કરવી આવશ્યક છે. એચડીએફસી અર્ગો દ્વારા તમારા પ્રસ્તાવને સ્વીકાર્યા અને તમે લાગુ પડતા અતિરિક્ત પ્રીમિયમની ચુકવણી કર્યા પછી જ તે પ્રભાવી થશે.
તમે પૉલિસીની અવધિ દરમિયાન કોઈપણ સમયે આ પૉલિસીને કૅન્સલ કરી શકો છો. એચડીએફસી અર્ગો BGR પૉલિસી નિયમાવલી હેઠળ ઉલ્લેખિત કૅન્સલેશન ગાઇડલાઇન મુજબ પ્રીમિયમનો ભાગ પરત કરશે. જો આપેલી પૉલિસી માટે ક્લેઇમ પહેલેથી જ ચૂકવવામાં આવ્યો છે, તો આ પૉલિસી માટે કોઈ રિફંડ કરવામાં આવશે નહીં.
તમે કંપનીના કોઈપણ એજન્ટ અથવા મધ્યસ્થી અથવા અન્ય મંજૂર વિતરણ ચૅનલનો સંપર્ક કરી શકો છો. કોઈપણ વ્યક્તિ અમારી વેબસાઇટ પર પ્રોડક્ટ સંબંધિત તમામ માહિતી જોઈ શકે છે તેમજ પ્રોડક્ટ ખરીદી શકે છે. તમે પ્રોડક્ટ સંબંધિત માહિતી અથવા પૉલિસીની ખરીદી માટે અમારા કૉલ સેન્ટર સાથે જોડાઈ શકો છો અથવા તમારી નજીકની અમારી ઑફિસનો સંપર્ક પણ કરી શકો છો.
આ પૉલિસીની અવધિના અંતે આ પૉલિસી સમાપ્ત થઈ જશે. જો તમે પૉલિસીને રિન્યુ કરવા માંગો છો, તો તમારે પૉલિસીની અવધિ સમાપ્ત થતા પહેલાં રિન્યુઅલ માટે અપ્લાઇ કરવાનું રહેશે અને જરૂરી પ્રીમિયમ રકમની ચુકવણી કરવાની રહેશે. આ પૉલિસીનું રિન્યુઅલ ઑટોમેટિક નથી, એચડીએફસી અર્ગો રિન્યુઅલના હેતુ માટે તમારી પાસેથી સંબંધિત માહિતી મેળવી શકે છે.
એવૉર્ડ અને સન્માન
x