ઘર ખરીદવું એ કદાચ તમે તમારા જીવનકાળ દરમિયાન હાથ ધરેલું સૌથી મહત્વપૂર્ણ અને મોંઘું ઇન્વેસ્ટમેન્ટ છે. તેથી, તેને વીજળી, ભૂકંપ વગેરે જેવી કુદરતી આફતો સામે સુરક્ષિત કરવું મહત્વપૂર્ણ છે. કુદરતી આફતો ભાગ્યે જ ચેતવણી સાથે આવે છે. વીજળી, ખાસ કરીને, તમારી પ્રોપર્ટી માટે મોટું જોખમ ઉભુ કરે છે કારણ કે તે આગનું કારણ બની શકે છે, વાયરિંગને નુકસાન પહોંચાડી શકે છે, શોર્ટ સર્કિટનું કારણ બની શકે છે અને ઇલેક્ટ્રિકલ ઉપકરણોને બગાડી શકે છે. તે પાવર સર્જ દ્વારા પણ નુકસાન પહોંચાડી શકે છે. તમારા અંગત સામાન, જેમ કે ફિટિંગ, ફર્નિચર, ઘરગથ્થુ ઉપકરણો અને અન્ય સામાનને નુકસાન થઈ શકે છે. કેટલાક કિસ્સાઓમાં, વીજળી દ્વારા હુમલો થયા પછી ઘરને ફરીથી બનાવવું પડી શકે છે. અને આ ફાઇનાન્શિયલ અને ભાવનાત્મક રીતે મોટી આફત સાબિત થઈ શકે છે.
ભલે તમે આવી આફતોને નિયંત્રિત કરવા અથવા અટકાવવા માટે વધારે કંઇ કરી શકતા નથી, પરંતુ તમે લાઇટનિંગ કવરેજ સાથે એક વ્યાપક હોમ ઇન્શ્યોરન્સનો લાભ લઈ શકો છો. વીજળીના કારણે થતા નુકસાનમાં ફક્ત ઘરના માળખાને થયેલ નુકસાન જ કવર નથી થતું, પરંતુ તે નુકસાનને પણ કવર કરે છે જે તમારા અંગત સામાન, જેમ કે ફિક્સચર અને ફિટિંગ, ઇલેક્ટ્રિકલ ઉપકરણો અને અન્ય વસ્તુઓ દ્વારા ઉત્પન્ન થાય છે. જોકે લાઇટનિંગ કવરેજ એકલ પૉલિસી તરીકે ઉપલબ્ધ નથી, પરંતુ તેને હોમ ઇન્શ્યોરન્સ પ્લાનમાં શામેલ કરી શકાય છે.
તમે તમારા સપનાનું ઘર ખરીદવામાં તમારા સમગ્ર જીવનની બચત ખર્ચી હોવાથી, આ તે સ્થાન છે જ્યાં તમે તમારા પ્રિયજનો સાથે અમૂલ્ય યાદોનું નિર્માણ કરો છો અને તમારા સપનાને વાસ્તવિકતામાં પરિવર્તિત થતાં જુઓ છો. કહેવાની જરૂર નથી, તે ઘણું ભાવનાત્મક મૂલ્ય ધરાવે છે. તેથી, એવી હોમ ઇન્શ્યોરન્સ પૉલિસી લેવાની સલાહ આપવામાં આવે છે જે વીજળી સામે પણ કવરેજ પ્રદાન કરી શકે. આવી પૉલિસીના અનેક લાભો છે
ઘરનું માળખું તેમજ ઇલેક્ટ્રિકલ ઉપકરણો અને અન્ય ફિક્સચર અને ફિટિંગ માટે કવરેજ
પાવર સર્જ, શૉર્ટ સર્કિટ અથવા વીજળી પાડવાને કારણે લાગતી આગને કારણે નુકસાન
તમામ ઇલેક્ટ્રોનિક ઉપકરણો
ઇલેક્ટ્રોનિક અને ઘરગથ્થું ઉપકરણોના રીપેર અને રિપ્લેસમેન્ટના ખર્ચ
વીજળી પડ્યા પછી તમારું ઘર રિસ્ટોર કરવામાં આવી રહ્યું હોય તે સમય દરમિયાન વૈકલ્પિક આવાસ
વસ્તુ ઇન્શ્યોર્ડ હોવાથી, ઇન્શ્યોરન્સમાં માલિકોની ઇરાદાપૂર્વકની બેદરકારીને કારણે થયેલા નુકસાનને કવર કરવામાં આવતું નથી. માલિકોની બેદરકારીને કારણે થયેલા નુકસાન, જેમ કે ગેરવ્યવસ્થા અથવા દુરુપયોગને કવર કરવામાં આવતું નથી
બુલિયન, સિક્કા, કલાકૃતિઓ વગેરે
ખરીદીની તારીખથી 365 દિવસથી વધુ જૂના ટેલિવિઝન માટે, ઇન્શ્યોરન્સ માન્ય નથી, કારણ કે પૉલિસીને ખરીદીના પ્રથમ વર્ષમાં લેવી જરૂરી છે
જો આગ વીજળી પાડવા સિવાય કોઇ અન્ય વસ્તુથી લાગે તો
પૉલિસી લેતી વખતે, ઇન્શ્યોર્ડ પારદર્શક રીતે પ્રોડક્ટ વિશે સાચી માહિતી પ્રદાન કરે તે આવશ્યક છે. જો કોઇ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરવામાં આવતી નથી અથવા ઇરાદાપૂર્વક છુપાવવામાં આવે છે, તો તેને ઇન્શ્યોરન્સ દ્વારા કવર કરી લેવામાં આવશે નહીં
માલિકો દ્વારા ઇરાદાપૂર્વક કરવામાં આવેલા નુકસાનને આ પૉલિસી હેઠળ કવર કરવામાં આવતું નથી. પાર્ટ્સને અકસ્માતે તોડવા અથવા નુકસાન કરવું, જેમ કે તેમને ફ્લોર પર પાડી દેવુ, તેને કવર કરવામાં આવતા નથી
1.6 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
તમારા માટે 24x7 સહાયતા
કસ્ટમરની જરૂરિયાતોના સાથી
સંપૂર્ણ પારદર્શિતા
Awards
#1.6+ કરોડ સ્મિતની સુરક્ષા કરી છે
તમારા માટે જરૂરી 24x7 સહાયતા
કસ્ટમરની જરૂરિયાતોના સાથી
સંપૂર્ણ પારદર્શિતા
Awards
સરળ અને અતિ ઝડપી ક્લેઇમ સેટલમેન્ટ