પૉલિસી હેઠળ ક્લેઇમ કરવાની કોઈપણ ઘટનાના કિસ્સામાં, કૃપા કરીને અમને 022 6158 2020 પર કૉલ કરો (માત્ર ભારતમાંથી ઍક્સેસ કરી શકાય છે). અમારા ક્લેઇમ સર્વિસ કર્મચારીઓ તમને ક્લેઇમની પ્રક્રિયાઓ અને જરૂરી ડૉક્યુમેન્ટ વિશે માર્ગદર્શન આપશે.
તમારા ક્રિટિકલ ઇલનેસ ક્લેઇમને કેવી રીતે રજિસ્ટર કરવો?
કૃપા કરીને ડિસ્ચાર્જ થયાના 7 દિવસની અંદર તમારો ક્લેઇમ રજિસ્ટર કરો, કૃપા કરીને તમારા ક્લેઇમની પ્રક્રિયા માટે નીચે સૂચિબદ્ધ ડૉક્યૂમેન્ટ મોકલો:
યોગ્ય રીતે ભરેલું અને સહી કરેલું ક્લેઇમ ફોર્મ.
આઇડી કાર્ડની ફોટોકૉપી.
MD/MS કે તેથી મોટા ડૉક્ટર પાસેથી ગંભીર બીમારીનું નિદાન કન્ફર્મ કરતું મેડિકલ સર્ટિફિકેટ.
કૃપા કરીને તમારા રેકોર્ડ માટે તમે મોકલેલા તમામ દસ્તાવેજોની નકલ જાળવી રાખો
દાખલ કરેલા દાવાના પ્રકાર અનુસાર ઉપર ઉલ્લેખિત ડૉક્યુમેન્ટ ઉપરાંત અન્ય ડૉક્યુમેન્ટ માંગવામાં આવી શકે છે. કૃપા કરીને તમારા રેકોર્ડ માટે મોકલવામાં આવેલા દસ્તાવેજોની એક નકલ જાળવી રાખો.
મહત્વપૂર્ણ નોંધો
કૃપા કરીને ધ્યાન રાખો કે ક્લેઇમની જાણ કરવામાં વિલંબ થવાથી ક્લેઇમ નકારવામાં આવી શકે છે.
ક્લેઇમ ફોર્મ જારી કરવાને ઇન્શ્યોરર તરફથી પૉલિસી હેઠળ જવાબદારીના સ્વીકાર તરીકે લેવું જોઈએ નહીં
" તમામ ક્લેઇમ એચડીએફસી અર્ગો GIC લિમિટેડ દ્વારા નિમણૂક કરેલ ક્લેઇમ અધિકારી દ્વારા મંજૂરીને આધિન છે "