સાઇબર ઇન્શ્યોરન્સ વ્યક્તિઓને સાઇબર-હુમલા અને ઑનલાઇન છેતરપિંડી સામે સુરક્ષા કવચ પ્રદાન કરે છે. આજના ડિજિટલ પરિદૃશ્યમાં, વ્યક્તિઓ સાઇબર હુમલાના વધતા જોખમનો સામનો કરે છે જે સંવેદનશીલ વ્યક્તિગત ડેટા સાથે સમાધાન કરી શકે છે અને નોંધપાત્ર ફાઇનાન્શિયલ નુકસાન પહોંચાડી શકે છે. સાઇબર ઇન્શ્યોરન્સ એક મહત્વપૂર્ણ સુરક્ષા તરીકે ઉભરી આવ્યું છે, જે ડેટા ઉલ્લંઘન, સાઇબર એક્સટોર્શન અને બિઝનેસમાં અવરોધ સહિત વિવિધ સાઇબર જોખમો સામે વ્યાપક કવરેજ પ્રદાન કરે છે.
અમે વિવિધ વ્યક્તિઓની અનન્ય જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે અનુકૂળ પૉલિસીઓ ઑફર કરીએ છીએ, જે મજબૂત સુરક્ષા અને મનની શાંતિ સુનિશ્ચિત કરે છે. સંભવિત સાઇબર જોખમોને ઘટાડવા માટે યોગ્ય સાઇબર ઇન્શ્યોરન્સ પૉલિસી પસંદ કરવી મહત્વપૂર્ણ છે. અમારા કસ્ટમાઇઝ કરી શકાય તેવા ઉકેલો સાઇબર ઘટનાઓ દ્વારા ઉદ્ભવતા બહુઆયામી પડકારોને દૂર કરે છે, તમારી સંપત્તિઓને સુરક્ષિત કરે છે અને વધુને વધુ એકબીજા સાથે જોડાયેલા વિશ્વમાં સાઇબર સુરક્ષા જાળવી રાખે છે.
આપણે એક એવા ડિજિટલ યુગમાં રહીએ છીએ જ્યાં આપણે ઇન્ટરનેટ વગર આપણા એક દિવસની કલ્પના કરી શકતા નથી. ખાસ કરીને કોરોનાવાઇરસ રોગાચાળો સમાપ્ત થયા બાદ પણ, આપણે હજુ પણ દૈનિક પ્રવૃત્તિઓ માટે વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર આધાર રાખીએ છીએ. જો કે, ઇન્ટરનેટના વ્યાપક ઉપયોગ સાથે, કોઈપણ પ્રકારના સાઇબર-હુમલાથી તમારા ડેટાને સુરક્ષિત કરવાની જરૂર છે.
આજકાલ, ડિજિટલ ચુકવણીનું ચલણ બહુ વધી ગયું છે, પરંતુ તેમાં સંદિગ્ધ ઑનલાઇન વેચાણ અને છેતરપિંડીવાળા ટ્રાન્ઝૅક્શન પણ થાય છે. સાઇબર ઇન્શ્યોરન્સ તમારા નુકસાનને ઑનલાઇન સુરક્ષિત કરી શકે છે અને જો કંઈપણ ખોટું થતું હોય તો તમે સુરક્ષિત રહો તેની ખાતરી કરે છે. તે તમને સાઇબર ધમકીઓના કારણે ફાઇનાન્શિયલ નુકસાનની સતત ચિંતા કર્યા વિના તમારી ઑનલાઇન પ્રવૃત્તિઓ કરવામાં મદદ કરશે. ઑનલાઇન સર્ફિંગ કરતી વખતે, તમે તમારી પ્રવૃત્તિની પ્રકૃતિના આધારે વિવિધ પ્રકારના જોખમોનો સામનો કરો છો. તેથી, એચડીએફસી અર્ગોએ સાઇબર સૅશે ઇન્શ્યોરન્સ ડિઝાઇન કર્યું છે, જે તમારી જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે સંપૂર્ણપણે કસ્ટમાઇઝ કરી શકાય છે અને તેથી તમને કોઈપણ તણાવ અથવા ચિંતા વગર ડિજિટલ રીતે કાર્ય કરવામાં મદદ મળે છે.
અમે તમારા બેંક એકાઉન્ટ, ક્રેડિટ/ડેબિટ કાર્ડ, ઑનલાઇન છેતરપિંડીથી ઉદ્ભવતા ડિજિટલ વૉલેટને અનધિકૃત ઍક્સેસ, ફિશિંગ, સ્પૂફિંગ જેવા ફાઇનાન્શિયલ નુકસાનને કવર કરીએ છીએ. આ અમારી બેઝ ઑફર છે (ન્યૂનતમ જરૂરી કવરેજ). વૈકલ્પિક સાથે તુલના કરો
અમે ભોગ બનનાર પીડિત માટે માનસિક પરામર્શ ખર્ચની સાથે તૃતીય પક્ષ દ્વારા ઇન્ટરનેટ પર તમારી વ્યક્તિગત માહિતીના દુરુપયોગથી ઉદ્ભવતા નાણાંકીય નુકસાન, ક્રેડિટ મોનિટરિંગ ખર્ચ, કાનૂની કાર્યવાહીના ખર્ચને કવર કરીએ છીએ
અમે તમારી સાઇબર સ્પેસ પર માલવેર હુમલાઓ દ્વારા થતા તમારા ખોવાયેલ અથવા કરપ્ટ થયેલ ડેટાને રિકવર કરવામાં શામેલ ખર્ચને કવર કરીએ છીએ.
અમે માલવેરના હુમલાને કારણે અસરગ્રસ્ત તમારા વ્યક્તિગત ઉપકરણ અથવા તેના ઘટકોને બદલવામાં શામેલ ખર્ચને કવર કરીએ છીએ.
અમે કાનૂની ખર્ચ, સાઇબર-બુલીઝ દ્વારા પોસ્ટ કરવામાં આવેલી વાંધાજનક સામગ્રીને દૂર કરવાનો ખર્ચ અને ભોગ બનનાર માટે મનોવૈજ્ઞાનિક પરામર્શ ખર્ચને કવર કરીએ છીએ
અમે છેતરપિંડી કરનાર વેબસાઇટ પર ઑનલાઇન શૉપિંગ કરવાને કારણે થયેલા નાણાંકીય નુકસાનને કવર કરીએ છીએ, જ્યાં તમને સંપૂર્ણ ઑનલાઇન ચુકવણી કર્યા પછી પણ પ્રૉડક્ટ પ્રાપ્ત થતી નથી
અમે છેતરપિંડી કરનાર ખરીદદારને પ્રૉડક્ટના ઑનલાઇન વેચાણને કારણે થયેલા નાણાંકીય નુકસાનને કવર કરીએ છીએ જે તેના માટે ચુકવણી કરતા નથી અને તે જ સમયે પ્રૉડક્ટ પરત કરવાનો ઇનકાર કરે છે.
જો તમારાથી સોશિયલ મીડિયા પોસ્ટના કારણે ગોપનીયતા કાયદાનો ભંગ થયો હોય અથવા નકલ અંગેના કાયદાનું ઉલ્લંઘન થયું હોય, તો અમે તમને થર્ડ પાર્ટી ક્લેઇમથી બચાવવા માટે થયેલા કાનૂની ખર્ચને કવર કરીએ છીએ.
જો સમાન નેટવર્ક પર કનેક્ટેડ હોય તેવા તમારા ડિવાઇસમાંથી ઉદ્ભવતા માલવેર દ્વારા થર્ડ પાર્ટીના ડિવાઇસ અસરગ્રસ્ત થયા હોય, તો અમે થર્ડ પાર્ટી ક્લેઇમથી તમારો બચાવ કરવા માટે કરવામાં આવેલ કાનૂની ખર્ચને કવર કરીએ છીએ
અમે તમારા ઉપકરણ/એકાઉન્ટમાંથી ગોપનીય ડેટાના અનિચ્છનીય લીકને કારણે થતાં થર્ડ પાર્ટી ક્લેઇમથી તમને બચાવવા માટે થયેલા કાનૂની ખર્ચને કવર કરીએ છીએ.
અમે તમારી ગોપનીય માહિતી અથવા ડેટાને લીક કરવા માટે તૃતીય પક્ષન સામે કેસ કરવા માટે થયેલા કાનૂની ખર્ચને કવર કરીએ છીએ
અમે તમારા એવા સ્માર્ટ હોમ ડિવાઇસને પુનઃસ્થાપિત કરવા અથવા તેને માલવેર મુક્ત કરવાના ખર્ચને કવર કરીએ છીએ જે માલવેર હુમલાને કારણે પ્રભાવિત થાય છે
બાળકોની સાઇબર પ્રવૃત્તિઓને કારણે થર્ડ પાર્ટી ક્લેઇમથી તમને બચાવવા માટે થયેલા કાનૂની ખર્ચને અમે કવર કરીએ છીએ
તમારા ક્રેડિટ/ડેબિટ/પ્રીપેડ કાર્ડ પર છેતરપિંડીયુક્ત ATM ઉપાડ, POS છેતરપિંડી વગેરે જેવા ભૌતિક છેતરપિંડીથી થતા કોઈપણ નુકસાનને કવર કરવામાં આવશે નહીં
અમે સાઇબર એક્સટોર્શનને ઉકેલવા માટે ચૂકવેલ રેન્સમ અથવા વળતરના માધ્યમથી તમારા દ્વારા થયેલા ફાઇનાન્શિયલ નુકસાનને કવર કરીએ છીએ
કર્મચારી અથવા સ્વ-રોજગાર કરતા વ્યક્તિ તેમજ વ્યાવસાયિક અથવા વ્યવસાયિક પ્રવૃત્તિ તરીકે તમારી ક્ષમતામાં કોઈપણ કાર્યવાહી અથવા ચૂકને કારણે થતું નુકસાન કવર કરવામાં આવશે નહીં
સિક્યોરિટીઝના વેચાણ, ટ્રાન્સફર અથવા નિકાલની મર્યાદા અથવા અસમર્થતા સહિતના રોકાણ અથવા વેપારના નુકસાનને કવર કરવામાં આવતું નથી
કાનૂની કેસના કિસ્સામાં તમારી સાથે રહેતી કોઈપણ વ્યક્તિ અથવા તમારા પરિવારના સભ્યો પર કરવામાં આવેલ દાવાના બચાવમાં કરવામાં આવેલા ખર્ચને કવર કરવામાં આવશે નહીં
જ્યાં સુધી અનિવાર્ય ન હોય, ઇન્શ્યોર્ડ ઘટના બનતા પહેલાં તમારા વ્યક્તિગત ઉપકરણને અપગ્રેડ કરવાનો કોઈપણ ખર્ચ કવર કરવામાં આવશે નહીં
કોઈપણ કે તમામ કોઇન, ટોકન અથવા જાહેર/ખાનગી કી થી થતાં કોઈપણ ક્રિપ્ટો કરન્સીથી ટ્રેડ કરવામાં થતા કોઈપણ નુકશાન/ખોટા સ્થાને મુકવું/નાશ/ફેરફાર/અનુપલબ્ધતા/અપ્રાપ્યતા અને/અથવા વિલંબને કવર કરવામાં આવતું નથી
સંબંધિત પ્રાધિકરણ દ્વારા કોઈપણ પ્રતિબંધિત અથવા વેબસાઇટને ઇન્ટરનેટ પર સતત ઍક્સેસ કરીને તમારા દ્વારા કરવામાં આવતા કોઈપણ નુકસાનને કવર કરવામાં આવતું નથી
ઑનલાઇન તથા અન્ય રીત રમવામાં આવતા જુગારને કવર કરવામાં આવતું નથી
"શું કવર કરવામાં આવ્યું છે/કવર કરવામાં આવેલ નથી" માં ઉલ્લેખિત સ્પષ્ટીકરણો ઉદાહરણરૂપ છે અને પૉલિસીના નિયમો, શરતો અને બાકાત બાબતને આધિન રહેશે. કૃપા કરીને વધુ વિગતો માટે પૉલિસી ડૉક્યુમેન્ટનો સંદર્ભ લો
મુખ્ય વિશેષતાઓ | લાભ |
ફંડની ચોરી | ઑનલાઇન છેતરપિંડીથી ઉદ્ભવતા ફાઇનાન્શિયલ નુકસાનને કવર કરે છે. |
શૂન્ય કપાતપાત્ર | કવર કરેલ બાબતના ક્લેઇમ માટે કોઈપણ રકમની ચુકવણી કરવાની જરૂર નથી. |
કવર કરેલા ડિવાઇસ | બહુવિધ ડિવાઇસ માટે જોખમને કવર કરવાની સુવિધા. |
વ્યાજબી પ્રીમિયમ | એક દિવસના ₹ 2 થી પ્લાન શરૂ*. |
ઓળખની ચોરી | ઇન્ટરનેટ પર વ્યક્તિગત માહિતીના દુરુપયોગને કારણે ફાઇનાન્શિયલ નુકસાન માટે કવરેજ. |
પૉલિસીનો સમયગાળો | 1 વર્ષ |
સમ ઇન્શ્યોર્ડ | ₹10,000 થી ₹5 કરોડ |
અમારો સાઇબર ઇન્શ્યોરન્સ પ્લાન સાઇબર જોખમોની વિશાળ શ્રેણીને ધ્યાનમાં રાખીને સૌથી વ્યાજબી પ્રીમિયમ સાથે ડિઝાઇન કરવામાં આવ્યો છે.
કોઈપણ જોખમ વગર ઑનલાઇન કામ કરો
અતિરિક્ત સુરક્ષા સાથે ઑનલાઇન અભ્યાસ
સુરક્ષિત ઑનલાઇન બિઝનેસ માટે
તમારી જરૂરિયાતો અનુસાર પ્લાનને કસ્ટમાઇઝ કરો
18 વર્ષ અને તેનાથી વધુની વય ધરાવતી કોઈપણ વ્યક્તિ આ પૉલિસી ખરીદી શકે છે. તમે ફેમિલી કવરના ભાગ રૂપે તમારા સગીર બાળકોને પણ શામેલ કરી શકો છો
પૉલિસીનો સમયગાળો 1 વર્ષ છે (વાર્ષિક પૉલિસી)
આ પૉલિસી તમામ પ્રકારના સાઇબર જોખમોને પહોંચી વળવા માટે સેક્શનની વિશાળ શ્રેણી પ્રદાન કરે છે, જેનો ડિજિટલ દુનિયામાં સામનો થઈ શકે છે. આ સેક્શનનો ઉલ્લેખ નીચે કરવામાં આવ્યો છે:
1. ભંડોળની ચોરી (અનધિકૃત ડિજિટલ ટ્રાન્ઝૅક્શન અને અનધિકૃત ભૌતિક ટ્રાન્ઝૅક્શન)
2. ઓળખની ચોરી
3. ડેટા રીસ્ટોરેશન / માલવેર ડિકન્ટેમિનેશન
4. હાર્ડવેરનું રિપ્લેસમેન્ટ
5. સાઇબર બુલીઇંગ, સાઇબર સ્ટૉકિંગ અને પ્રતિષ્ઠાનું નુકસાન
6. સાઇબર ખંડણી
7. ઑનલાઇન શૉપિંગ
8. ઑનલાઇન વેચાણ
9. સોશિયલ મીડિયા અને મીડિયા લાયેબિલિટી
10. નેટવર્ક સિક્યોરિટી લાયેબિલિટી
11. ગોપનીયતા ઉલ્લંઘન અને ડેટા ઉલ્લંઘનની લાયેબિલિટી
12. થર્ડ પાર્ટી દ્વારા ગોપનીયતા અને ડેટાનું ઉલ્લંઘન
13. સ્માર્ટ હોમ કવર
14. આશ્રિત બાળકોને કારણે ઉદ્ભવતી જવાબદારી
તમે તમારી સાઇબર ઇન્શ્યોરન્સની જરૂરિયાતો મુજબ ઉપલબ્ધ કવરનું કોઈપણ સંયોજન પસંદ કરી શકો છો.
તમે નીચેના પગલાંઓમાં પોતાનો પ્લાન બનાવી શકો છો:
• તમે જે કવર ઈચ્છો છો તે પસંદ કરો
• તમને જોઈતી સમ ઇન્શ્યોર્ડ પસંદ કરો
• જો જરૂરી હોય તો તમારા પરિવાર સુધી કવર વિસ્તૃત કરો
• તમારો કસ્ટમાઇઝ્ડ સાઇબર પ્લાન તૈયાર છે
પૉલિસી હેઠળ ઉપલબ્ધ સમ ઇન્શ્યોર્ડની શ્રેણી ₹10,000 થી ₹5 કરોડ છે. જો કે, આ અન્ડરરાઇટિંગ માર્ગદર્શિકાને આધિન છે. નવીનતમ માર્ગદર્શિકા જાણવા માટે કૃપા કરીને અમારો સંપર્ક કરો
તમે નીચેના આધારે સમ ઇન્શ્યોર્ડ પસંદ કરી શકો છો:
• પ્રતિ સેક્શન: દરેક પસંદ કરેલ સેક્શન માટે અલગ સમ ઇન્શ્યોર્ડ પ્રદાન કરો અથવા
• ફ્લોટર: એક નિશ્ચિત સમ ઇન્શ્યોર્ડ પ્રદાન કરો જે પસંદ કરેલા સેક્શન પર ફ્લોટ થશે
જો તમે પ્રતિ સેક્શન સમ ઇન્શ્યોર્ડ પસંદ કરો છો, તો નીચેનું ડિસ્કાઉન્ટ લાગુ પડશે:
• મલ્ટિપલ કવર ડિસ્કાઉન્ટ: જ્યારે તમે તમારી પૉલિસીમાં 3 અથવા વધુ સેક્શન/કવર પસંદ કરો છો ત્યારે 10% નું ડિસ્કાઉન્ટ લાગુ પડશે
જો તમે ફ્લોટર સમ ઇન્શ્યોર્ડ પસંદ કરો છો, તો નીચેનું ડિસ્કાઉન્ટ લાગુ પડશે:
• ફ્લોટર ડિસ્કાઉન્ટ: જ્યારે તમે ફ્લોટર સમ ઇન્શ્યોર્ડના આધારિત પ્રૉડક્ટ હેઠળ બહુવિધ કવર પસંદ કરો છો, ત્યારે નીચેની છૂટ ઑફર કરવામાં આવશે:
કવરની સંખ્યા | % ડિસ્કાઉન્ટ |
2 | 10% |
3 | 15% |
4 | 25% |
5 | 35% |
>=6 | 40% |
ના. પૉલિસી હેઠળ કોઈ કપાતપાત્ર નથી
ના. કોઈ વેટિંગ પિરિયડ લાગુ નથી
ના. પૉલિસીના કોઈપણ સેક્શન હેઠળ કોઈ સબ-લિમિટ લાગુ પડતી નથી
જો તમે પસંદ કરેલી સમ ઇન્શ્યોર્ડને આધિન, સંબંધિત કવર/સેક્શન પસંદ કર્યા હોય, તો તમે એવા તમામ સાઇબર અપરાધો માટે ક્લેઇમ કરવા પાત્ર રહેશો જેનો તમે ભોગ બન્યા હોય
હા. તમે પરિવારના વધુમાં વધુ 4 સભ્યો સુધી કવર લંબાવી શકો છો (પ્રપોઝર સહિત). એકજ ઘરમાં રહેતા અને વધુમાં વધુ 4 સભ્યો સુધી તમે, તમારા જીવનસાથી, તમારાં બાળકો, ભાઈ-બહેનો, માતા-પિતા અથવા સાસુ-સસરા સુધી ફેમિલી કવરનું વિસ્તરણ કરી શકાય છે
હા. તમે અમારી સાથે પરામર્શ કર્યા પછી, કાનૂની કાર્યવાહી માટે તમારા પોતાના વકીલની નિમણૂક કરી શકો છો.
હા. તમને અમારી વેબસાઇટ પરથી સીધી ખરીદેલી પૉલિસીઓ પર 5% ની છૂટ મળશે
કવર કરવામાં આવતા ડિવાઇસની સંખ્યામાં કોઈ મર્યાદા નથી
તમે આ 5 ઝડપી, સરળ પગલાંઓને ધ્યાનમાં રાખીને સાઇબર હુમલાને રોકી શકો છો:
• હંમેશા મજબૂત પાસવર્ડનો ઉપયોગ કરો અને નિયમિત પાસવર્ડ અપડેટ કરો
• હંમેશા તમે જે સૉફ્ટવેરનો ઉપયોગ કરી રહ્યા હોવ તેને અપડેટ કરો
• તમારી સોશિયલ મીડિયા ગોપનીયતા સેટિંગને મેનેજ કરો
• ખાતરી કરો કે તમારું હોમ નેટવર્ક સુરક્ષિત છે
• મુખ્ય સુરક્ષા ઉલ્લંઘન વિશે અપ-ટુ-ડેટ રહો
તમે અમારી કંપનીની વેબસાઇટ પરથી આ પૉલિસી ખરીદી શકો છો. ખરીદીની પ્રોસેસ સંપૂર્ણપણે ડિજિટલ છે અને આ પૉલિસી ખરીદવા માટે કોઈ વધારાના ડૉક્યૂમેન્ટેશનની જરૂર નથી
હા. તમે પૉલિસી ખરીદ્યા બાદ તેને કૅન્સલ કરી શકો છો. તમે નીચે આપેલ કોષ્ટક મુજબ પ્રીમિયમના રિફંડ માટે પાત્ર રહેશો:
ટૂંકા સમયગાળાના સ્કેલનું કોષ્ટક | |
જોખમની અવધિ (વધુ નથી) | વાર્ષિક પ્રીમિયમના % રિફંડ |
1 મહિનો | 85% |
2 મહિના | 70% |
3 મહિના | 60% |
4 મહિના | 50% |
5 મહિના | 40% |
6 મહિના | 30% |
7 મહિના | 25% |
8 મહિના | 20% |
9 મહિના | 15% |
9 મહિનાથી વધુના સમયગાળા માટે | 0% |