વિશેષતા | વર્ણન |
પોતાના નુકસાન માટે કવરેજ | ઓન ડેમેજ બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી વાહનમાં ચોરી, આગ, અકસ્માતમાં થતી ક્ષતિ, પૂર, ભૂકંપ અને કોઈપણ અન્ય ઇન્શ્યોરેબલ જોખમને કારણે થતા નુકસાનને કવર કરે છે. |
નો ક્લેઇમ બોનસ | જો તમે પૉલિસીની મુદત દરમિયાન કોઈ ક્લેઇમ કર્યો ના હોય, તો તમે બાઇક ઓન ડેમેજ ઇન્શ્યોરન્સ રિન્યૂઅલ દરમિયાન નો ક્લેઇમ બોનસ લાભ મેળવી શકો છો. |
પોકેટ-ફ્રેન્ડલી પ્રીમિયમ | એચડીએફસી અર્ગો ઓન ડેમેજ બાઇક ઇન્શ્યોરન્સ ખિસ્સાને પરવડે તેવો અને વાજબી છે. |
કૅશલેસ ગેરેજ | એચડીએફસી અર્ગો પાસે 2000+ થી વધુ નેટવર્ક ગેરેજ છે, જે મફત રિપેર અને રિપ્લેસમેન્ટ સર્વિસ પ્રદાન કરે છે. |
એડ ઓન્સ | જો તમે એચડીએફસી અર્ગોનો ઓન ડેમેજ ઇન્શ્યોરન્સ ટૂ-વ્હીલર ખરીદો, તો તમને નો ક્લેઇમ બોનસ પ્રોટેક્શન, ઝીરો ડેપ્રિશિયેશન, ઇમરજન્સી રોડસાઇડ આસિસ્ટન્સ, વગેરે જેવા ઍડ-ઑનનો વિકલ્પ મળી શકે છે. |
વિશેષતા | લાભ |
કોમ્પ્રિહેન્સિવ કવરેજ | બાઇક માટે ઓન ડેમેજ ઇન્શ્યોરન્સ તમારા ઇન્શ્યોરન્સ લીધેલા વાહનને નુકસાન પહોંચાડી શકતી વિવિધ ઘટનાઓને કવર કરે છે. |
માન્યતા | તમે એક વર્ષની માન્યતા સાથેનો ઓન ડેમેજ બાઇક ઇન્શ્યોરન્સ ખરીદી શકો છો, જેથી તમારે કોમ્પ્રિહેન્સિવ કવરની તુલનામાં ઓછું પ્રીમિયમ ચૂકવવું પડશે જેમાં ન્યૂનતમ માન્યતા ત્રણ વર્ષની છે. |
ઝંઝટ-મુક્ત ક્લેઇમ | તમે એચડીએફસી અર્ગો સાથે સરળતાથી ક્લેઇમ કરી શકો છો અને અમારો ક્લેઇમ સેટલમેન્ટ રેશિયોનો રેકોર્ડ 100% છે. |
ફ્લેક્સિબલ | તમે નો ક્લેઇમ બોનસ પ્રોટેક્શન, ઇમરજન્સી રોડસાઇડ આસિસ્ટન્સ વગેરે જેવા યોગ્ય ઍડ-ઑન કવર ખરીદીને કવરેજમાં વધારો કરી શકો છો. |
તમારા વાહનને નુકસાન પહોંચાડી શકે એવા ઘણા જોખમોને એક સારો પ્લાન ધ્યાનમાં રાખે છે અને તેનાથી ઉદ્ભવતા ખર્ચથી તમને સુરક્ષિત કરી શકે છે. આમાં શામેલ છે:
તમારા વાહનથી સંબધિત કોઈ અકસ્માત અને તેને કારણે થતું નુકસાન
આગ અથવા વિસ્ફોટ તમારી મહત્વની મશીનને રાખમાં બદલી શકે છે. પરંતુ અમારી પૉલિસી આ આગને તમારા ખિસ્સા (નાણાં) સુધી પહોંચવા દેશે નહીં.
અમે તમારી બાઇકને ચોરાઈ જવાથી અટકાવી શકતા નથી, પરંતુ અમે તમારા ચોરી સંબંધિત નુકસાનને કવર કરીને તમારા ફાઇનાન્સને સુરક્ષિત રાખી શકીએ છીએ.
કેટલીક પરિસ્થિતિઓ કુદરતી આપત્તિઓ જેવી અમારા નિયંત્રણની બહાર હોય છે. પરંતુ અમે તમારા ફાઇનાન્સ પર ખોટ કર્યા વગર તમારા વાહનને રિસ્ટોર કરવામાં તમારી મદદ કરીએ છીએ.
એચડીએફસી અર્ગો એક ખૂબ પ્રખ્યાત અને પ્રસંશા પામેલ ઇન્શ્યોરન્સ કંપની છે, જેના પરિણામે 1.6 કરોડથી વધુ સંતુષ્ટ કસ્ટમર તેમની સર્વિસનો લાભ લે છે. એચડીએફસી અર્ગોના વાહન ઇન્શ્યોરન્સની અપાર લોકપ્રિયતાનો શ્રેય અનેક પરિબળોને જાય છે, જેમાંથી કેટલાક આ પ્રમાણે છે:
કેટલાક ચોક્કસ પરિબળો તમારી OD ઇન્શ્યોરન્સ પ્રીમિયમની રકમની ગણતરી પર અસર કરે છે, જેની ચર્ચા આગામી વિભાગમાં કરવામાં આવી છે. એ પરિબળોને ધ્યાનમાં રાખીને, તમે આ હાથવગી ટિપ્સ વડે તમારા OD પ્રીમિયમને ઘટાડવા માટે કામ કરી શકો છો:
●સ્વૈચ્છિક કપાતપાત્ર એ રકમ છે જે તમે ઇન્શ્યોરર પાસે ક્લેઇમ કરતી વખતે પોતે ચુકવણી કરવાનું પસંદ કર્યું છે. સ્વૈચ્છિક કપાતપાત્રની ટકાવારી વધારીને તમે તમારું ઓન ડેમેજ પ્રીમિયમ ઓછું કરી શકો છો. આ માટે આગોતરું કૉસ્ટ-બેનિફિટ વિશ્લેષણ કરવું જરૂરી છે.
● વાહનનું ચોક્કસ ઇન્શ્યોર્ડ ડિકલેર્ડ મૂલ્ય (IDV) જણાવવાની ભલામણ કરવામાં આવે છે, કારણ કે તેની સીધી અસર OD પ્રીમિયમ અને ભાવિ ડિસબર્સલ રકમ પર થાય છે.
● નો ક્લેઇમ બોનસ ઍડ-ઑનની સાથે, અગાઉ ઓડી (OD) તરીકે ઓળખાતી અથવા કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસીઓના સંચિત લાભો મેળવવા માટે તમારે તેમને વર્તમાન પૉલિસીમાં ટ્રાન્સફર કરવાનું સુનિશ્ચિત કરવું જોઈએ.
● જૂના વાહનો ધરાવતા લોકોને તેમનું ઓડી પ્રીમિયમ ઓછું કરવા માટે ઝીરો ડેપ્રિશિયેશન બાઇક ઇન્શ્યોરન્સ કવર મેળવવાની સલાહ આપવામાં આવે છે.
અમે અગાઉના વિભાગમાં કેટલાક પરિબળો જણાવ્યા છે, અને તમારું OD પ્રીમિયમ કેવી રીતે પ્રભાવિત થાય છે તે વિશે અહીં કેટલીક વધુ વિગતો આપેલ છે.
ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સમાં આઇડીવી OD પ્રીમિયમની ગણતરીમાં ઉપયોગમાં લેવાય છે. આ મૂલ્યને વધારે બતાવવું એ હાનિકારક હોઈ શકે છે.
બાઇક કેટલી જૂની છે તે એક અન્ય મહત્વપૂર્ણ પરિબળ છે કારણ કે નિયમિત ઉપયોગને કારણે જૂની બાઇકમાં ટકાઉ ઘસારાને કારણે પ્રીમિયમ ઉચ્ચ હોય છે.
NCB એટલે નો કોસ્ટ બોનસ છે અને તેનું પ્રીમિયમ સામાન્ય રીતે ઊંચું હોય છે. પરંતુ તેનો ફાયદો એ છે કે જો કોઈ ક્લેઇમ કરવામાં આવતો નથી તો પછીના પ્રીમિયમમાં ઘટાડો થાય છે.
બાઇકની બનાવટ અને મોડેલ પણ પ્રીમિયમની ગણતરીને અસર કરે છે. ઉચ્ચ-કિંમતની શ્રેણીના બાઇક સાથે વધુ પ્રીમિયમ સંકળાયેલા હશે. બીજી બાજુ, વધુ સુરક્ષા સુવિધાઓવાળા બાઇક્સ ઓછા પ્રીમિયમને આકર્ષિત કરે છે કારણ કે તેઓનું ઇન્શ્યોરન્સ જોખમ ઓછું માનવામાં આવે છે.
ચાલો ત્રણ સૌથી સામાન્ય પ્રકારના ઇન્શ્યોરન્સ પ્લાનના વિવિધ પાસાઓ પર ઝડપથી એક નજર કરીએ.
થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ | સ્ટેન્ડઅલોન ઓન ડેમેજ ઇન્શ્યોરન્સ | કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ |
ફરજિયાત કાનૂની જરૂરિયાત | ફરજિયાત નથી, પરંતુ ઇન્શ્યોરર માટે પોતાના વાહનને સુરક્ષિત કરવાનો વિકલ્પ | ફરજિયાત નથી, પરંતુ ઇન્શ્યોરર માટે પોતાના વાહનને સુરક્ષિત કરવાનો વિકલ્પ |
જેમાં થર્ડ પાર્ટી સામેલ તેવા નુકસાનના ખર્ચને વહન કરવા માટેની સૌથી મૂળભૂત પૉલિસી | તમારા પોતાના વાહનને નુકસાન સામે સુરક્ષિત કરવા માટે નવી પૉલિસી | બંનેનું સંયોજન, તે કયુમ્યુલેટિવ સુવિધાઓ ધરાવતું સંપૂર્ણ પૅકેજ છે |
બધી બાઇક આ ઇન્શ્યોરન્સ માટે પાત્ર છે | જે વાહનો પાસે પહેલેથી જ થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ છે, તે જ OD ખરીદી શકે છે | થર્ડ-પાર્ટી પસંદ કરવાના બદલે, તમે સીધું જ કોમ્પ્રિહેન્સિવ કવર ખરીદી શકો છો |
પગલું 1- અમારી વેબસાઇટ પર ક્લેઇમ રજિસ્ટર કરીને અમારી ક્લેઇમ ટીમનો સંપર્ક કરો. અમારી ક્લેઇમની ટીમ તમારો સંપર્ક કરશે અને અમારા એજન્ટ દ્વારા પ્રદાન કરેલ લિંક સાથે, તમે ડૉક્યુમેન્ટ ઑનલાઇન અપલોડ કરી શકો છો.
પગલું 2 - તમે સ્વ-નિરીક્ષણ માટે અથવા સર્વેક્ષક કે વર્કશોપ પાર્ટનર દ્વારા એપના માધ્યમે ડિજિટલ નિરીક્ષણ કરાવવાનો વિકલ્પ પસંદ કરી શકો છો.
પગલું 3 - ક્લેઇમ ટ્રૅકર દ્વારા તમારા ક્લેઇમના સ્ટેટસને ટ્રૅક કરો.
પગલું 4 - તમારો ક્લેઇમ મંજૂર કરવામાં આવે, ત્યારે તમને મેસેજ દ્વારા નોટિફિકેશન મળશે અને તે કૅશલેસ નેટવર્ક ગેરેજ દ્વારા સેટલ કરવામાં આવશે.
નીચેની પરિસ્થિતિઓ હેઠળ બાઇકના ઓન ડેમેજ ઇન્શ્યોરન્સનો ક્લેઇમ કરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટનું લિસ્ટ અહીં આપેલ છે:
• ઓન ડેમેજ બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસીનો પુરાવો
• વેરિફિકેશન માટે બાઇકની RC ની કૉપી અને ઓરિજિનલ ટૅક્સ રસીદો
• પોલીસ FIR રિપોર્ટ
• તમારા ઓરિજિનલ ડ્રાઇવિંગ લાઇસન્સની કૉપી
• નુકસાનના રિપેરનો અંદાજ.
• ચુકવણીની રસીદ અને રિપેરના બિલ
• બાઇક માટે ઓન ડેમેજ ઇન્શ્યોરન્સની મૂળ કૉપી
• સંબંધિત પ્રાદેશિક પરિવહન ઑફિસનો ચોરી થયાની જાણ કરતો પત્ર
• ઓરિજિનલ RC ટૅક્સ ચુકવણીની રસીદ
• સર્વિસ બુકલેટ/બાઇકની ચાવી અને વોરંટી કાર્ડ
• અગાઉના ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સની વિગતો જેમ કે ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી નંબર, ઇન્શ્યોરન્સ કંપનીની વિગતો અને પૉલિસી પીરિયડનો સમયગાળો
• પોલીસ FIR/ JMFC રિપોર્ટ/ અંતિમ તપાસ રિપોર્ટ
• ચોરીના સંદર્ભમાં સંબંધિત RTO ને જાણ કરતી અને તે બાઇકને "બિન-ઉપયોગી" જાહેર કરતા પત્રની મંજૂરી-પ્રાપ્ત કૉપી
• ઓન ડેમેજ બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસીના અસલ ડૉક્યુમેન્ટ
• બાઇકના રજિસ્ટ્રેશન સર્ટિફિકેટની સોફ્ટ કૉપી
• રાઇડરના ડ્રાઇવિંગ લાઇસન્સની સોફ્ટ કૉપી
• ફોટોગ્રાફ અથવા વિડિયોના માધ્યમથી ઘટનાનું વર્તમાન પ્રમાણ
• FIR (જો જરૂરી હોય તો)
• અગ્નિશમન દળનો રિપોર્ટ (જો કોઈ હોય તો)