પર્સનલ એક્સિડન્ટ ઇન્શ્યોરન્સ પૉલિસી અકસ્માતને કારણે થતી ઈજાઓ, મૃત્યુ અથવા વિકલાંગતા સામે ઇન્શ્યોરન્સ ધારકને સુરક્ષા પ્રદાન કરે છે. વાહનને ચલાવવા દરમિયાન કોઈ દુર્ઘટના અથવા કોઈ અન્યની ભૂલને કારણે ઘણા સંભવિત જોખમો ઉદ્ભવી શકે છે. પર્સનલ એક્સિડન્ટ કવર અણધાર્યા માર્ગ અકસ્માતની સ્થિતિમાં ઇન્શ્યોરન્સ ધારક અને તેમના પ્રિયજનોને વળતર આપશે. અને તે ખાસ કરીને એવા લોકો માટે ઉપયોગી છે, જેઓ કામકાજ માટે મોટાભાગનો સમય મુસાફરીમાં વિતાવે છે.
કાર ધરાવતા કોઈપણ વ્યક્તિ માટે ફરજિયાત પર્સનલ એક્સિડન્ટ કવર છે. જોકે તે એક ફરજિયાત વૈધાનિક આવશ્યકતા છે, અને જો તમારી પાસે કાર હોય, તો તમારી પાસે પર્સનલ એક્સિડન્ટ કવર પણ હોવું આવશ્યક છે. અન્યથા, કાર ઇન્શ્યોરન્સમાં પર્સનલ એક્સિડન્ટ કવર પસંદ કરવા માટે, તમારી ઉંમર 18 વર્ષ અથવા તેનાથી વધુ હોવી જોઈએ. અને પૉલિસી માટે મહત્તમ કવરેજની ઉંમર 70 વર્ષ છે.
પ્રસ્તુત છે વ્યક્તિગત પર્સનલ એક્સિડન્ટ પૉલિસીની વિશેષતાઓ પર એક ઝડપી નજર.
ઑફર કરેલ વિશેષતા | વિગતો |
ઇન્શ્યોરન્સ ધારકનું આકસ્મિક મૃત્યુ | કવર કરેલ છે |
અકસ્માતને કારણે ઇન્શ્યોર્ડની વિકલાંગતા | કવર કરેલ છે |
અકસ્માતને કારણે દાઝવું | કવર કરેલ છે |
બ્રોકન બોન્સ | કવર કરેલ છે |
સમ ઇન્શ્યોર્ડ | ₹ 15 લાખ |
રસ્તા પર વાહન ચલાવતી વખતે ઘણી અનિશ્ચિતતાઓ હોય છે. કોઈ વ્યક્તિ પ્રાણીથી બચવા માંગતું હોઈ શકે અને અચાનક અકસ્માતનું કારણ બની શકે છે, જ્યારે કોઈ અન્ય વ્યક્તિ બેધ્યાન હોય અથવા વિચલિત હોઈ શકે છે, જેના પરિણામે અકસ્માત થાય છે. કોઈ વ્યક્તિ સાથે આવી ઘટનાઓ ભાગ્યે જ ના થઈ હોય. જો કે, માલિક ડ્રાઇવર માટે PA કવર પોતાને સુરક્ષિત કરવાની એક સમજદાર રીત છે. કાર ઇન્શ્યોરન્સમાં PA કવરના લાભો અહીં આપેલ છે.
1. જો ઇન્શ્યોર્ડ વ્યક્તિને અકસ્માત થાય, જેના લીધે વિકલાંગતા આવે, તો તેમને નાણાંકીય મદદ પ્રદાન કરે છે.
2. ઇન્શ્યોર્ડ વ્યક્તિને ઉપચાર, હૉસ્પિટલનું બિલ અને દવાઓ જેવા મેડિકલ ખર્ચ માટે નાણાંકીય મદદ પ્રદાન કરે છે.
3. અકસ્માત દરમિયાન જો ઇન્શ્યોરન્સ ધારકનું મૃત્યુ થાય, તો PA કવર પૉલિસીના નૉમિની અથવા પરિવારના જીવિત સભ્યોને નાણાંકીય મદદ પ્રદાન કરે છે.
ઇન્શ્યોરન્સમાં બે અલગ પ્રકારના PA કવર હોય છે, અને તે છે:
ઓનર ડ્રાઇવર પર્સનલ એક્સિડન્ટ કવરમાં મહત્તમ ₹15 લાખની સમ ઇન્શ્યોર્ડ રકમ નિર્ધારિત કરવામાં આવેલ છે. અને અકસ્માતના કિસ્સાઓમાં, વળતરની ચુકવણી ઇન્શ્યોરન્સ ધારકને અથવા પૉલિસીના નૉમિનીને કરવામાં આવશે. માલિક ડ્રાઇવર માટે PA કવરનું વળતર માળખું અહીં આપેલ છે.
ઈજાનો પ્રકાર | વળતર |
એક આંખ ગુમાવવી અથવા એક અંગ ગુમાવવું | 50% |
બંને આંખો ગુમાવવી અથવા બંને અંગો ગુમાવવા | 100% |
અકસ્માતને કારણે કાયમી વિકલાંગતા | 100% |
ઇન્શ્યોરન્સ ધારકનું મૃત્યુ | 100% |
1988 ના મૂળ મોટર વાહન અધિનિયમમાં માલિક ડ્રાઇવર માટે ફરજિયાત PA કવરનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. જો કે, ફરજિયાત PA કવરને પાછળથી સુધારા તરીકે ઉમેરવામાં આવ્યું હતું. અને તેને મૃતકના પરિવારને વળતર આપવા અથવા વિકલાંગતા કે ઈજાના કિસ્સામાં વળતર પ્રદાન કરવાના હેતુથી ઉમેરવામાં આવ્યું હતું.
જાન્યુઆરી 2019 માં અન્ય સુધારાએ ફરજિયાત પર્સનલ એક્સિડન્ટ કવર મેળવવા માટેના નિયમોમાં ફેરફાર કર્યો હતો. નીચેની કોઈપણ પરિસ્થિતિઓમાં, તમે ફરજિયાત પર્સનલ એક્સિડન્ટ કવરને છોડી શકો છો.
1. જો તમારી પાસે પહેલેથી જ ₹15 લાખ અથવા તેનાથી વધુના કવરેજની વર્તમાન લાઇફ ઇન્શ્યોરન્સ પૉલિસી હોય.
2. જો તમે પહેલેથી જ તમારા અન્ય કોઈપણ વાહન માટે માલિક ડ્રાઇવર PA કવર ખરીદ્યું હોય.
જો ઉપરોક્ત કોઈપણ પરિસ્થિતિઓ ના હોય, તો તમે કાર ઇન્શ્યોરન્સ પર્સનલ એક્સિડન્ટ કવર પસંદ કરી શકો છો અને ₹15 લાખનું કવરેજ પ્રાપ્ત કરી શકો છો.
કાર ઇન્શ્યોરન્સમાં પર્સનલ એક્સિડન્ટ કવર નીચેની સમાવિષ્ટ અને બાકાત બાબતો પ્રદાન કરે છે.
ના, એકથી વધુ વખત PA કવર ખરીદવાની કોઈ જરૂર નથી. જાન્યુઆરી 2019 પહેલાં, પર્સનલ એક્સિડન્ટ ઇન્શ્યોરન્સ કવરને કાર ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે બંડલ કરેલ હતું.
અગાઉ, જો તમારી પાસે બે કાર હોય અને તમે બે કાર ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદી હોય, તો તમારે બે વાર PA કવર ખરીદવું પડતું હતું. આના પરિણામે કાર માલિકો પાસે એકથી વધુ પર્સનલ એક્સિડન્ટ ઇન્શ્યોરન્સ પૉલિસી થઈ જતી અને તેનો ખર્ચ ભોગવવો પડતો.
જો કે, હવે તેવી પરિસ્થિતિ નથી. પર્સનલ એક્સિડન્ટ પૉલિસી હવે કાર ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે બંડલ કરેલ નથી. જો તમારી પાસે પહેલેથી જ કવરેજ હોય, તો તમે પૉલિસી જતી કરી શકો છો.
1. 1.6 કરોડથી વધુ સંતુષ્ટ ગ્રાહકો સાથે ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રીમાં એક વિશ્વસનીય નામ.
2. 4/7 કસ્ટમર સપોર્ટની બેજોડ સુવિધા મેળવો.
3. ગ્રાહકોને સંતોષજનક સર્વિસ અને દરેક માટે અનુકૂળ પ્લાન પ્રદાન કરવાનો 16 વર્ષથી વધુનો અનુભવ.
4. શ્રેષ્ઠ અકસ્માત ઇન્શ્યોરન્સ પૉલિસીનો ઍક્સેસ મેળવો.
5. ક્લેઇમનું સરળ સેટલમેન્ટ અને અત્યંત પારદર્શિતા.
6. ગ્રાહકોના અનુભવ, વિશ્વ-સ્તરીય સર્વિસ, સરળ ક્લેઇમ માટે અને શ્રેષ્ઠ પ્રાઇવેટ ઇન્શ્યોરન્સ કંપની તરીકે પણ અનેક એવૉર્ડ જીતનાર બ્રાન્ડ સાથે જોડાણ.
પર્સનલ એક્સિડન્ટ ઇન્શ્યોરન્સ કવરનો ક્લેઇમ કરવા માટે, તમારે:
1. માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જોઈએ.
2. કોઈપણ નશીલા પદાર્થો અથવા દારૂના પ્રભાવ હેઠળ ડ્રાઇવિંગ કરવું જોઈએ નહીં.
3. માન્ય ઇન્શ્યોરન્સ પૉલિસી હોવી જોઈએ.
તમારી પર્સનલ એક્સિડન્ટ પૉલિસીનો ક્લેઇમ કરવા માટે, તમારે નીચેના ડૉક્યુમેન્ટ સબમિટ કરવાના રહેશે. આ ડૉક્યુમેન્ટને કારણે ક્લેઇમ પ્રક્રિયા સરળ બનશે.
1. યોગ્ય રીતે ભરેલું ક્લેઇમ ફોર્મ
2. માલિક-ડ્રાઇવરનું મૃત્યુ પ્રમાણપત્ર
3. ડૉક્ટર તરફથી વિકલાંગતાનું પ્રમાણપત્ર
4. માલિક-ડ્રાઇવરનું ડ્રાઇવિંગ લાઇસન્સ
5. કારનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ
6. હૉસ્પિટલ તપાસ રિપોર્ટ
7. હૉસ્પિટલ ડિસ્ચાર્જ સમરી
8. FIR
9. પોસ્ટ-મૉર્ટમ રિપોર્ટ
10. દવાઓના બિલ
11. KYC ફોર્મ અને KYC ડૉક્યુમેન્ટ
એચડીએફસી અર્ગો દ્વારા પ્રદાન કરેલ શ્રેષ્ઠ એક્સિડેન્ટલ ઇન્શ્યોરન્સ પ્લાન તમને ચુકવણીની પદ્ધતિ તરીકે કૅશલેસ અને વળતર બંનેની સુવિધા પ્રદાન કરે છે. તમારે પર્સનલ એક્સિડન્ટ પૉલિસીનો ક્લેઇમ કરવા માટે આ પગલાં અનુસરવા આવશ્યક છે.
1. એચડીએફસી અર્ગોને હૉસ્પિટલાઇઝેશન વિશે 48 કલાકની અંદર જાણ કરો.
2. હૉસ્પિટલના ઇન્શ્યોરન્સ ડેસ્ક પર પર્સનલ એક્સિડન્ટ ઇન્શ્યોરન્સ પૉલિસીની વિગતો શેર કરો.
3. હૉસ્પિટલમાં પ્રી-ઑથોરાઇઝેશન ફોર્મ ભરો.
4. એચડીએફસી અર્ગોને ફોર્મ વિશે જાણ કરવાથી પ્રક્રિયા ઝડપી થશે.
5. સામાન્ય રીતે, બે કલાકની અંદર એપ્લિકેશનની સમીક્ષા કરવામાં આવશે, અને તમને SMS અને ઇમેઇલ દ્વારા માહિતી પ્રાપ્ત થશે.
6. તમે તમારા પર્સનલ એક્સિડન્ટ કવરના ક્લેઇમનું સ્ટેટસ ઑનલાઇન તપાસી શકો છો.
1. જો તમે એચડીએફસી અર્ગોની નેટવર્ક હૉસ્પિટલોની સૂચિમાં ન હોય તેવી કોઈપણ હૉસ્પિટલની મુલાકાત લો છો, તો વળતર મેળવી શકાય છે.
2. તમારે હૉસ્પિટલાઇઝેશન વિશે ઇમરજન્સીમાં દાખલ થયાના 2 દિવસની અંદર એચડીએફસીને જાણ કરવી આવશ્યક છે.
3. માલિક ડ્રાઇવર માટે PA કવર માટેના તમામ ડૉક્યુમેન્ટ ડિસ્ચાર્જ થયાના 15 દિવસની અંદર સબમિટ કરો.
4. તમામ ડૉક્યુમેન્ટની સમીક્ષા થયા પછી, એચડીએફસી તમને ક્લેઇમની મંજૂરી અથવા નકાર વિશે જાણ કરશે.
5. મંજૂરી પર, એનઇએફટી દ્વારા તમારા દ્વારા સબમિટ કરેલ એકાઉન્ટની વિગતોમાં રકમ ટ્રાન્સફર કરવામાં આવશે.
6. નકારવા પર, તમને ક્લેઇમના અસ્વીકાર વિશે એક ઇમેઇલ અને SMS પ્રાપ્ત થશે.
કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ સાથે એચડીએફસી અર્ગો પર્સનલ એક્સિડન્ટ ઇન્શ્યોરન્સ પૉલિસી મહત્તમ કવરેજ અને અત્યંત સરળ ક્લેઇમ પ્રક્રિયાની સુવિધા પ્રદાન કરે છે, જેના માટે તમારે ઓછામાં ઓછા પ્રયત્ન કરવાના રહેશે.
આ પ્લાન માલિક-ડ્રાઇવરને અકસ્માત, જેમાં વિકલાંગતા, મૃત્યુ અથવા ઈજા થઈ શકે છે, તેવા સંજોગોમાં સુરક્ષિત કરે છે.
હા, તમે તમારા કાર ઇન્શ્યોરન્સ સાથે ઓછા પ્રીમિયમની ચુકવણી કરીને ઑનલાઇન પર્સનલ એક્સિડન્ટ પૉલિસી પસંદ કરી શકો છો. બંડલ્ડ પ્લાન તમને જરૂરી તમામ કવરેજ પ્રદાન કરશે.