Our home content insurance provides coverage for your valuable items, from electronics to precious heirlooms, so you can have peace of mind and stay secured all the time. With our customised plans and numerous add-ons your home’s treasures are protected against any unexpected events.
એચડીએફસી અર્ગો હોમ ઇન્શ્યોરન્સ પૉલિસી ₹10 કરોડ સુધીના ઘરના માળખા અને સામગ્રીને ઉપયોગી ઍડ-ઑન કવર જેમ કે ભાડાનું નુકસાન, વૈકલ્પિક આવાસ ખર્ચ વગેરેને કવર કરે છે. આ ઉપરાંત, એચડીએફસી અર્ગો હોમ શીલ્ડ ઇન્શ્યોરન્સ પોર્ટેબલ ઇલેક્ટ્રોનિક ઉપકરણો માટે ઑલ-રિસ્ક કવરેજ પ્રદાન કરે છે.
જ્યારે તે તમે પસંદ કરેલા કવરના પ્રકાર પર આધારિત છે, ત્યારે હોમ કન્ટેન્ટ ઇન્શ્યોરન્સ પૉલિસી સામાન્ય રીતે આ માટે કવરેજ ઑફર કરતી નથી ;
નિર્માણ હેઠળની અથવા કાચું બાંધકામ ધરાવતી પ્રોપર્ટી આ પૉલિસી હેઠળ કવર કરી શકાતી નથી. તમારા ઘરની સામગ્રીને સુરક્ષિત કરવા માટે આ પૉલિસી અપ્લાઇ કરી શકો એ માટે પાત્ર બનવા માટે, તમારું ઘરનું સ્ટેટસ "નિર્માણ હેઠળ" ના હોય એ સુનિશ્ચિત કરો.
જૂની અને નવી નક્કોર, બંને વસ્તુઓ ઘરની સામગ્રીમાં હોય છે. જો કે, 10 વર્ષથી વધુ જૂની સામગ્રીને થયેલા નુકસાન કે હાનિ આ પ્લાન હેઠળ કવર કરવામાં આવશે નહીં.
અમે સુનિશ્ચિત કરીએ છીએ કે આકસ્મિક નુકસાન, ભલે પછી તે માનવીય હોય કે કુદરતી હોય, તે હોમ કન્ટેન્ટ પ્લાન હેઠળ કવર કરવામાં આવે છે. જો કે, ઈરાદાપૂર્વકની ગેરવર્તણૂકને કારણે તમારી કિંમતી સામગ્રીને થયેલા નુકસાન અથવા હાનિને આ પૉલિસી હેઠળ કવર કરવામાં આવતા નથી.
ઓવરલોડિંગ અથવા તણાવ, અત્યાધિક દબાણ અથવા ઇલેક્ટ્રોનિક, ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ વસ્તુઓના અતિશય વપરાશને કારણે થતા નુકસાન અથવા ક્ષતિને હોમ કન્ટેન્ટ ઇન્શ્યોરન્સ હેઠળ કવર કરી લેવામાં આવશે નહીં. પૉલિસીમાં સમાવિષ્ટ અને બાકાત બાબતોને કાળજીપૂર્વક વાંચવાની ખાતરી કરો.
મૂલ્યવાન કલેક્શનની વસ્તુઓ જેમ કે કલાકૃતિઓ, વિન્ટેજ સિક્કા, જૂના સ્ટેમ્પ વગેરેનું પોતાનું મૂલ્ય હોય છે. જો કે, આવી સામગ્રીને થતા નુકસાનને સામાન્ય રીતે આ પૉલિસી હેઠળ કવર કરવામાં આવતું નથી.
જો તમે એચડીએફસી અર્ગોનો હોમ કન્ટેન્ટ ઇન્શ્યોરન્સ ખરીદવા માંગો છો, તો તમે આ સરળ પગલાંઓને અનુસરીને ઑનલાઇન તે કરી શકો છો ;
1. એચડીએફસી અર્ગોના અધિકૃત હોમ કન્ટેન્ટ ઇન્શ્યોરન્સ પેજની મુલાકાત લો,
2. પેજના ટોચ પર "હમણાં ખરીદો" પર ક્લિક કરો,
3. "ઘર માટે કવર" સેક્શનમાંથી "ઘર માલિક" અને "ભાડૂઆત" વચ્ચે પસંદ કરો, જે તમારા કિસ્સામાં લાગુ પડે છે,
4. "મારું ઈચ્છિત કવર:" સેક્શનમાંથી "કન્ટેન્ટ" અથવા "સ્ટ્રક્ચર અને કન્ટેન્ટ" વચ્ચે પસંદ કરો અને "ચાલુ રાખો" દબાવો,
5. તમારા સામાનનું મૂલ્ય, તમે પગારદાર છો કે નહીં, અને તમારા ઘરમાં ઉપલબ્ધ સુરક્ષા ઉપાયો સહિતની જરૂરી વિગતો પ્રદાન કરો અને "આગળ વધો" પર ક્લિક કરો,
6. તમારું નામ, ઇમેઇલ ઍડ્રેસ અને ફોન નંબર સહિત તમારી સંપર્ક વિગતો ભરો અને "આગળ વધો" વિકલ્પને દબાવો,
7. તમારા ઈચ્છિત હોમ પ્લાનનો પ્રકાર પસંદ કરો, પૉલિસીની મુદત અને વૈકલ્પિક કવર (જો જરૂરી હોય તો) પસંદ કરો અને "આગળ વધો" પર ક્લિક કરો,
8. PAN કાર્ડ નંબર, તમારું સંપૂર્ણ નામ, પ્રોપર્ટીનું ઍડ્રેસ વગેરે જેવી અતિરિક્ત વિગતો દાખલ કરો અને "આગળ" પર ક્લિક કરો
9. આખરે, હોમ કન્ટેન્ટ ઇન્શ્યોરન્સ પૉલિસીને વેરિફાઇ કરો અને આ પ્લાનની ખરીદી પૂર્ણ કરવા માટે ઑનલાઇન પ્રીમિયમ ચૂકવો.
જો તમારી પાસે એચડીએફસી અર્ગોનો વર્તમાન હોમ કન્ટેન્ટ ઇન્શ્યોરન્સ પ્લાન છે અને તેને રિન્યૂ કરવા માંગો છો, તો તમારે અનુસરવાના પગલાં અહીં આપેલ છે ;
1. એચડીએફસી અર્ગોના અધિકૃત હોમપેજ પર જાઓ,
2. "રિન્યૂ" ટૅબ પર નેવિગેટ કરો અને તેને ક્લિક કરો,
3. વર્તમાન હોમ કન્ટેન્ટ ઇન્શ્યોરન્સ પ્લાનનો પૉલિસી નંબર દાખલ કરો,
4. જરૂરી વિગતો ભરો,
5. પ્લાનની વિગતોને રિવ્યૂ કરો અને વેરિફાઇ કરો,
6. હોમ કન્ટેન્ટ ઇન્શ્યોરન્સ રિન્યૂઅલ પૂર્ણ કરવા માટે ઑનલાઇન પ્રીમિયમ ચૂકવો.
એચડીએફસી અર્ગોના હોમ કન્ટેન્ટ ઇન્શ્યોરન્સનો ક્લેઇમ ફાઇલ કરવાની પ્રોસેસ ખૂબ જ સરળ છે. તેને પૂર્ણ કરવા માટે તમારે અનુસરવાના પગલાં અહીં આપેલ છે ;
1. ઑફિશિયલ હેલ્પલાઇન નંબર દ્વારા ઇન્શ્યોરરનો સંપર્ક કરી હોમ કન્ટેન્ટ ઇન્શ્યોરન્સ ક્લેઇમ શરૂ કરો/રજિસ્ટર કરો. 022-6234-6234 પર કૉલ કરો અથવા care@hdfcergo.com પર ઇમેઇલ કરો,
2. વધુમાં એચડીએફસી અર્ગોની અમારી ટીમ દ્વારા આપેલ સૂચનાઓને અનુસરો,
3. તમારે ક્લેઇમની પ્રક્રિયાના ભાગ રૂપે કેટલાક ડૉક્યુમેન્ટ પ્રદાન કરવાના રહેશે, જેમાં યોગ્ય રીતે ભરેલ અને સહી કરેલ ક્લેઇમ ફોર્મ, પૉલિસી બુકલેટ, નુકસાનના ફોટા, રિપેર બિલ, ફર્સ્ટ રિપોર્ટની કૉપી (જો લાગુ હોય તો) વગેરેનો સમાવેશ થઈ શકે છે.,
4. જો નુકસાન/ક્ષતિનું સર્વે અને મૂલ્યાંકન કરવા માટે ઇન્શ્યોરન્સ પ્રદાતા દ્વારા સર્વેયરની નિમણૂક કરવામાં આવે તો તેમને સહકાર અને સહયોગ આપજો,
5. વધુ સૂચનાઓની રાહ જુઓ અને તેનું અક્ષરસઃ પાલન કરો.
ક્લેઇમ મંજૂર થયા પછી, કંપની તમને તમારા નુકસાન માટે રિઇમ્બર્સમેન્ટ ઑફર કરશે.
તમે તમારો સૌથી અનુકૂળ પ્લાન પસંદ કરવા માટે વિવિધ ઘરની સામગ્રીનો ઇન્શ્યોરન્સ આપનાર કંપનીઓ દ્વારા ઑફર કરાયેલા ક્વોટ્સની તુલના કરી શકો છો. તુલના કરતી વખતે માત્ર પ્રીમિયમને યોગ્ય માપ તરીકે ધ્યાનમાં ન લેશો, પરંતુ તમારે કવરનો સ્કોપ અને ક્લેઇમના કિસ્સામાં તમને જે મૂલ્ય મળે છે તેના પર પણ ધ્યાન આપવું જોઇએ.
જો તમારું ઘર અદ્યતન સુરક્ષા સુવિધાઓ જેમ કે CCTV કેમેરા, 24-x7-house ગાર્ડ અને ઇન્ટરકૉમ કૉલિંગ સુવિધા વગેરે સાથે સજ્જ છે, તો ઘરની સામગ્રીના ઇન્શ્યોરન્સ માટેનું તમારું પ્રીમિયમ થોડું ઓછું હશે.
તમારો વ્યવસાય પણ ડિસ્કાઉન્ટ ઑફર કરવામાં મદદ કરે છે. અમે પગારદાર વ્યક્તિઓ માટે ડિસ્કાઉન્ટ ઑફર કરીએ છીએ જેઓ ઘરની સામગ્રીનો ઇન્શ્યોરન્સ મેળવવા ઇચ્છુક છે. આનો અર્થ એવો નથી કે જો તમે સ્વ-રોજગાર ધરાવતા વ્યક્તિ છો અથવા કોઇ વ્યક્તિ કે જે બિઝનેસ ચલાવે છે, તેણે ઘરની સામગ્રીનો ઇન્શ્યોરન્સ લેવો જોઇએ નહીં.
ડિજિટલ રીત અપનાવો. ઘરની સામગ્રીનો ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદો અને થોડા પૈસાની બચત કરો. અમે તમારા ઘરની સામગ્રીના ઇન્શ્યોરન્સ પ્લાન પર ઑનલાઇન ડિસ્કાઉન્ટ ઑફર કરીએ છીએ. શું તે અદ્ભુત નથી?
જો તમે મોંઘી જ્વેલરી અથવા પેડલ સાઇકલ નથી ધરાવતા, તો તમે ઘરની સામગ્રીના ઇન્શ્યોરન્સ માટે થોડું ઓછું પ્રીમિયમ ચૂકવવા માટે વૈકલ્પિક કવર જતુ કરી શકો છો.
હા. તમારા કપડાં અને અન્ય સામાનને પણ ઘરની સામગ્રીના ઇન્શ્યોરન્સ હેઠળ કવર કરી લેવામાં આવે છે.
હા, બિલકુલ. ઘરની સામગ્રીનો ઇન્શ્યોરન્સ માત્ર ઘરમાલિક પૂરતો મર્યાદિત નથી, જો તમે ભાડાના આવાસમાં રહો છો તો પણ તમે ઘરની સામગ્રીના ઇન્શ્યોરન્સ હેઠળ તમારી ઘરની મિલકતોને કવર કરી શકો છો.