Home insurance covers you for any kind of financial losses incurred to the structure or contents of your home due to natural calamities like floods, fire, earthquakes or man-made events like theft, burglary and malicious activities. From accidental fire coverage to safeguarding against unforeseen events, home insurance plans bring peace of mind so you can feel at ease all the time. Any damage to your home or its contents could lead to a financial crunch forcing you to spend a substantial part of your savings on repairs and renovation. Securing your dream home with the right home insurance policy can save you during such a crisis.
એચડીએફસી અર્ગો હોમ ઇન્શ્યોરન્સ પૉલિસી ₹10 કરોડ સુધીના ઘરના માળખા અને સામગ્રીને ઉપયોગી ઍડ-ઑન કવર જેમ કે ભાડાનું નુકસાન, વૈકલ્પિક આવાસ ખર્ચ વગેરેને કવર કરે છે. આ ઉપરાંત, એચડીએફસી અર્ગો હોમ શીલ્ડ ઇન્શ્યોરન્સ પોર્ટેબલ ઇલેક્ટ્રોનિક ઉપકરણો માટે ઑલ-રિસ્ક કવરેજ પ્રદાન કરે છે.
ભારત ગૃહ રક્ષા એક પ્રમાણભૂત (સ્ટાન્ડર્ડ) હોમ ઇન્શ્યોરન્સ પૉલિસી છે જે દરેક ઇન્શ્યોરર માટે ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (IRDAI) દ્વારા એપ્રિલ 1, 2021 થી પૂરી પાડવી ફરજિયાત કરવામાં આવી છે. ભારત ગૃહ રક્ષા મૂળભૂત રીતે એક એવું હોમ ઇન્શ્યોરન્સ કવર છે જે ઘરની ઇમારત અને તેમાં રહેલી સામગ્રીને આગ, ભૂકંપ, પૂર અને અન્ય સંબંધિત જોખમોથી થતાં નુકસાન, ક્ષતિ અથવા વિનાશ સામે કવરેજ પ્રદાન કરે છે. આ ઉપરાંત ભારત ગૃહ રક્ષા હેઠળ 5 લાખ સુધીના સમ ઇન્શ્યોર્ડ માટે ઘરની મૂલ્યવાન સામગ્રીને પણ કવર કરી શકાય છે. આ ઉપરાંત વાંચો : ભારતી ગૃહ રક્ષા વિશે તમામ માહિતી
• તમારી પ્રોપર્ટી અને તેની સામગ્રીને 10 વર્ષ સુધી કવર કરે છે
• અંડર-ઇન્શ્યોરન્સ વેવર (waiver)
• દર વર્ષે @10% ઑટો એસ્કેલેશન
• બેઝિક કવરમાં ઇનબિલ્ટ ટેરરિઝમ
• મકાન અથવા તેની સામગ્રી માટે બજાર કિંમત પર ઇન્શ્યોરન્સ ઉપલબ્ધ નથી
• આતંકવાદ
• વૈકલ્પિક રહેઠાણ માટે ભાડું
• ક્લેઇમની રકમના 5% સુધીની આર્કિટેક્ટ, સર્વેક્ષક અને સલાહકાર એન્જિનિયર ફી
• કાટમાળ ખસેડવો - ક્લેઇમની રકમના 2% સુધી
હોમ શીલ્ડ ઇન્શ્યોરન્સ તમારી અસ્કયામતો માટે ખરી રીતે જોતાં બધી આકસ્મિક ઘટનાઓ, કે જે તમને માનસિક રીતે ચિંતિત કરી શકે છે, તેની સામે 5 વર્ષ સુધીનું વ્યાપક કવર પૂરું પાડે છે. એચડીએફસી અર્ગો હોમ શીલ્ડ ઇન્શ્યોરન્સ પ્રોપર્ટીના રજિસ્ટર્ડ કરારમાં ઉલ્લેખિત પ્રોપર્ટીના વાસ્તવિક મૂલ્યને આવરી લે છે અને તે તમારી કોઈ ચોક્કસ પ્રકારની વ્યક્તિગત જરૂરિયાતો અનુસાર પ્લાન માટે વૈકલ્પિક કવર પણ આપે છે.
બિલ્ડિંગ માટે એસ્કેલેશન વિકલ્પ – પૉલિસીના સમયગાળા દરમિયાન મૂળ સમ ઇન્શ્યોર્ડ પર 10% સુધીનું ઑટોમેટિક એસ્કેલેશન.
વૈકલ્પિક રહેઠાણ પર સ્થળાંતરનો ખર્ચ – આમાં ઇન્શ્યોર્ડ દ્વારા વૈકલ્પિક રહેઠાણ પર લઈ જવા માટે કરેલ પેકિંગ, અનપેકિંગ, ઇન્શ્યોર્ડ કરેલ સંપત્તિ/ઘરવખરીના પરિવહન માટે કરવામાં આવેલા વાસ્તવિક ખર્ચને આવરી લેવામાં આવે છે.
તાત્કાલિક ખરીદી – તેમાં ઇન્શ્યોર્ડના ₹ 20,000 સુધીની તાત્કાલિક કરવી પડેલી ખરીદીના ખર્ચને આવરી લેવામાં આવે છે.
હોટલ સ્ટે કવર – તે હોટેલમાં રોકાવાથી થતાં ખર્ચ સામે કવરેજ પ્રદાન કરશે.
ઇલેક્ટ્રિકલ મિકેનિકલ બ્રેકડાઉન – ચૂકવવાપાત્ર જોખમો તરીકે શોર્ટ સર્કિટને કારણે થતું નુકસાન.
પોર્ટેબલ ઇક્વિપમેન્ટ કવર – એચડીએફસી અર્ગોનું પોર્ટેબલ ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ કવર તમારા મૂલ્યવાન ઇલેક્ટ્રોનિક્સ માટે કવરેજ પ્રદાન કરે છે, જો મુસાફરી દરમિયાન તે ખોવાય જાય કે તેમાં ક્ષતિ થાય છે.
જ્વેલરી અને મૂલ્યવાન વસ્તુઓ – એચડીએફસી અર્ગો તમારી જ્વેલરી અને અન્ય મૂલ્યવાન વસ્તુઓ જેમ કે જુની મૂર્તિઓ, ઘડિયાળો, પેઇન્ટિંગ વગેરેને ઇન્શ્યોરન્સ કવર પ્રદાન કરે છે.
જાહેર જવાબદારી – એચડીએફસી અર્ગોનું પબ્લિક લાયબિલિટી કવર તમારા ઘરના કારણે થર્ડ પાર્ટીને થયેલી ઈજા/નુકસાનના કિસ્સામાં કવરેજ પ્રદાન કરે છે.
પેડલ સાઇકલ – એચડીએફસી અર્ગોની પેડલ સાઇકલ ઍડ-ઑન ઇન્શ્યોરન્સ કવર પૉલિસી તમારી સાઇકલ અથવા તમારી કસરત કરવાની બાઇકને ચોરી, આગ, અકસ્માત અથવા કુદરતી આફતના કારણે થયેલ કોઈપણ નુકસાન અથવા ક્ષતિ સામે કવર પ્રદાન કરે છે.
મકાનમાં રહેતી વ્યક્તિ, પછી તે ભાડુઆત હોય કે માલિક, તેમણે હોમ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવી જોઈએ કારણ કે તે તમારી સંપત્તિની સુરક્ષા કરે છે અને સ્ટ્રક્ચર અને તેની ઘરની સામગ્રી માટે કવરેજ પ્રદાન કરે છે. પૂર, ચોરી, આગ વગેરે જેવી અણધારી પરિસ્થિતિઓને કારણે થતાં આર્થિક નુકસાન સામે હોમ ઇન્શ્યોરન્સ પૉલિસી સુરક્ષા પૂરી પાડે છે. ઘર ખરીદવું એ આપણા દેશમાં મોટાભાગના લોકો માટે એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ છે, જેમાં એક ઘર ખરીદવામાં લોકોની વર્ષોની કમાણીનું રોકાણ થઈ જતું હોય છે. જો કે, કોઈ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાને કારણે ભરપાઈ ન થઈ શકે તેવું નુકસાન થઈ શકે છે, જેને કારણે તમારી આવક માત્ર એક સેકંડમાં ખર્ચાઈ શકે છે. તેથી, એક હોમ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવાની સલાહ આપવામાં આવે છે, ખાસ કરીને ભારતમાં, જ્યાં ઘણા સ્થળોએ કુદરતી આપત્તિઓ અને આગની સંભાવના રહેલી છે.
આ પૉલિસી તમારા ઘરના બિલ્ડિંગ અને/અથવા સામગ્રી/વ્યક્તિગત સામાનના ભૌતિક નુકસાન અથવા ક્ષતિ અથવા વિનાશને લાંબા ગાળાના આધારે કવર કરે છે. તે આગ, ભૂકંપ દ્વારા થયેલા નુકસાન સામે ઇન્શ્યોર્ડ પ્રોપર્ટીને પણ કવર કરે છે; ચક્રવાત, તોફાન, વાવાઝોડું, પૂર, જળબંબાકારની સ્થિતિ, વીજળી, ભૂસ્ખલન, રૉકસ્લાઇડ, હિમપ્રપાત; આતંકવાદ અને પૉલિસી નિયમાવલીમાં ઉલ્લેખિત અન્ય નામાંકિત જોખમો. વૈકલ્પિક રીતે, તમે ઍડ-ઑન પસંદ કરીને અથવા પ્લાનમાંથી કોઈને બાદ કરીને તમારી જરૂરિયાતો મુજબ પ્લાનને કસ્ટમાઇઝ કરી શકો છો. તમે માત્ર ફાયર કવર પસંદ કરી શકો છો જે અમારી બેઝ ઑફર (ન્યૂનતમ જરૂરી કવરેજ) છે વધુ જાણો . વૈકલ્પિક સાથે તુલના કરો
લાભો | વર્ણન |
વ્યાપક સુરક્ષા | હોમ ઇન્શ્યોરન્સ માત્ર ઘરને જ કવર કરતું નથી પરંતુ તે અન્ય માળખાઓ, ઉદાહરણ તરીકે, ગેરેજ, શેડ અથવા વરંડાની દિવાલો અને તમારી મૂલ્યવાન વસ્તુઓ જેમ કે ઇલેક્ટ્રોનિક્સ, ફર્નિચર અને ઉપકરણોને અતિરિક્ત કવરેજ પ્રદાન કરે છે. |
રિપ્લેસમેન્ટ અને રિપેર ખર્ચ | હોમ ઇન્શ્યોરન્સ તમારી પ્રોપર્ટીને થતા નુકસાન અથવા ચોરીના કિસ્સામાં કોઈપણ ખરીદી અથવા રિપેર ખર્ચની કાળજી લેશે. આ રીતે, આવી ઘટનાઓને કારણે તમારા ફંડની સ્થિરતા સરળતાથી અકબંધ રહે છે. |
સતત કવરેજ | જ્યારે અકસ્માત અથવા આપત્તિને કારણે તમારું ઘર રહેવા લાયક ન રહે ત્યારે હોમ ઇન્શ્યોરન્સ કામમાં આવે છે. જો તમારા ઘરને આગ અથવા આવી કોઈ અન્ય આપત્તિમાં આંશિક રીતે નુકસાન થયું હોય, તો તે તમારા અસ્થાયી જીવન ખર્ચ જેમ કે ભાડા અથવા હોટલ બિલની ચુકવણી કરી શકે છે, જેથી તમારી પાસે હજુ પણ તમારા માથા પર છત રહેશે. |
જવાબદારી સુરક્ષા | જો તમે ઘરના માલિક હોવ તો આ ખાસ કરીને ઉપયોગી છે. તમારી પ્રોપર્ટી પર અકસ્માત થાય ત્યારે કોઈને ઈજા થાય છે ; તમારો હોમ ઇન્શ્યોરન્સ પરિણામી મુકદ્દમા અને નુકસાનની કાળજી લેશે. |
આગ અકસ્માત | આગ તમને બરબાદ કરી શકે છે. હોમ ઇન્શ્યોરન્સ તમને રિબિલ્ડિંગ અને રિપેર કરવામાં મદદ કરી શકે છે જેથી તમારે તમારી રીતે બધો સંપૂર્ણપણે ખર્ચ કરવાની જરૂર રહેતી નથી. |
ચોરી અને ઘરફોડી | કોઈ પણ લૂંટ થાય તેવું ઈચ્છતા નથી, જોકે તે કોઈની પણ સાથે થઈ શકે છે. જો તમે ઘરફોડી અથવા ચોરીનો ભોગ બનશો તો હોમ ઇન્શ્યોરન્સ તમને ફાઇનાન્શિયલ નુકસાન સામે સુરક્ષિત કરશે. |
ઇલેક્ટ્રિકલ બ્રેકડાઉન | ઇલેક્ટ્રોનિક ગેજેટ અને ઉપકરણો સંવેદનશીલ હોય છે અને ક્યારેક કોઈ સ્પષ્ટ કારણ વગર ખરાબ થાય છે. આમ હોમ ઇન્શ્યોરન્સ રિપેર અથવા રિપ્લેસમેન્ટના અનપેક્ષિત ખર્ચને કવર કરવામાં મદદ કરશે. |
કુદરતી આપત્તિઓ | ભારત જેવા દેશમાં, જ્યાં વારંવાર પૂર અને ભૂકંપ આવતા રહે છે ત્યાં હોમ ઇન્શ્યોરન્સના મહત્વમાં કૂદકે ને ભૂસકે વધારો થઈ રહ્યો છે. તે આવી ઘટનાઓ સામે તમારા ઘર અને તેની સામગ્રીને કવર કરી શકે છે. |
વૈકલ્પિક આવાસ | જો ઇન્શ્યોર્ડ ઇવેન્ટને કારણે તમારું ઘર રહેવાલાયક રહેતું નથી, તો તમારી પૉલિસી રહેવા માટે અસ્થાયી જગ્યાના ભાડાને કવર કરશે. |
આકસ્મિક નુકસાન | અકસ્માતો થાય છે, અને જ્યારે તે થાય છે, ત્યારે હોમ ઇન્શ્યોરન્સ તમારા ઘરમાં મોંઘા ફિટિંગ અને ફિક્સરને થતા કોઈપણ નુકસાનના ખર્ચને કવર કરવામાં મદદ કરી શકે છે. |
માનવ-નિર્મિત જોખમો | દંગા અથવા આતંકવાદ જેવી માનવ-નિર્મિત ઘટનાઓ પ્રોપર્ટીને નોંધપાત્ર નુકસાન પહોંચાડી શકે છે. હોમ ઇન્શ્યોરન્સ તમને આવી ઘટનાઓથી થતા ફાઇનાન્શિયલ બોજથી સુરક્ષિત કરી શકે છે. |
આગનો અકસ્માત ખૂબ જ આઘાતજનક અને દુઃખદાયક છે. પરંતુ તમે તમારા ઘરને જે રીતે હતું તે રીતે ફરીથી બનાવવા અને રીસ્ટોર કરવામાં તમારી મદદ કરવા માટે અમારા પર ભરોસો રાખી શકો છો.
ઘરફોડિયા અને ચોર કોઈને કહીને ઘરમાં આવતા નથી. તેથી, ફાઇનાન્શિયલ નુકસાનને ટાળવા માટે હોમ ઇન્શ્યોરન્સ પૉલિસીથી તમારા ઘરને સુરક્ષિત કરવું વધુ સારું છે. અમે ચોરીના નુકસાનને કવર કરીએ છીએ અને તમારા કપરા સમય દરમિયાન તમને મદદ કરવાનો પ્રયત્ન કરીએ છીએ.
તમે ગમે તેટલી તમારા ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને ગેજેટની કાળજી લો. પરંતુ ક્યારેક તે ખરાબ થઈ શકે છે. ચિંતા ન કરો, અમે ઇલેક્ટ્રિકલ બ્રેકડાઉનના કિસ્સામાં અચાનક થયેલા ખર્ચને કવર કરીએ છીએ.
પૂર અને ભૂકંપ જેવી કુદરતી આપત્તિઓ કોઈપણના નિયંત્રણની બહાર હોય છે અને ટૂંકા સમયમાં જ તે ઘર અને તેની સામગ્રીને ભારે નુકસાન પહોંચાડી શકે છે. જો કે, આપણા નિયંત્રણમાં એક જ વાત છે કે અમારી હોમ ઇન્શ્યોરન્સ પૉલિસી જેનાથી તમે તમારા ઘર અને તેના સામાનને સંભવિત નુકસાન સામે સુરક્ષિત કરી શકો છો.
જ્યારે ઇન્શ્યોર્ડ જોખમને કારણે તમારું ઘર રહેવાલાયક ન રહ્યું હોય ત્યારે તમે તમારા માથે એક છતનો અસ્થાયી આશરો શોધી રહ્યાં હોવ, ત્યારે અમે મદદ કરવા માટે હાજર છીએ. અમારી વૈકલ્પિક આવાસ અંગેની કલમ** વડે, અમે ખાતરી કરીએ છીએ કે તમારું ઘર ફરીથી રહેવા માટે તૈયાર થાય ત્યાં સુધી તમારી પાસે રહેવા એક અસ્થાયી સ્થાન છે.
અમારા હોમ ઇન્શ્યોરન્સ પ્લાન સાથે ખર્ચાળ ફિટિંગ્સ અને ફિક્સચર્સ પર સુરક્ષાની મોહર લગાવો. અમે ખરેખર આ જાળવી રાખવામાં વિશ્વાસ રાખીએ છીએ કે ભલે તમે ઘરના માલિક છો અથવા ભાડૂત છો, તમને તમારા કિંમતી સામાનને સુરક્ષિત કરવાની જરૂર છે.
હુલ્લડો અને આતંકવાદ જેવા માનવસર્જિત સંકટ કુદરતી આપત્તિ જેટલું જ નુકસાનકારક હોઈ શકે છે. તેથી જ અમે પરિણામ પછીના ફાઇનાન્સિયલ બોજથી તમને બચાવવા માટે અમે શક્ય તેટલું બધું કરવા માટે પ્રતિબદ્ધ છીએ.
યુદ્ધ, આક્રમણ, વિદેશી શત્રુ, વિરોધીના કાર્ય, સહિતની ઘટનાઓથી ઉદ્ભવતા નુકસાન/ખોટ. કવર કરવામાં આવતા નથી.
બુલિયન, સ્ટેમ્પ, કલા કામ, સિક્કા વગેરેને નુકસાન થવાથી ઉદ્ભવતા નુકસાનને કવર કરવામાં આવશે નહીં.
અમે સમજીએ છીએ કે તમારી બધી કિંમતી વસ્તુઓ ભાવનાત્મક મૂલ્ય ધરાવે છે પરંતુ 10 વર્ષથી વધુ જૂની કોઈપણ વસ્તુ આ હોમ ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ કવર કરવામાં આવશે નહીં.
પરિણામી નુકસાન એવું નુકસાન છે જે પૉલિસીમાં આપેલ ઘટનાને કારણે થતું નથી, આવા નુકસાન કવર કરવામાં આવતા નથી.
અમે ખાતરી કરીએ છીએ કે તમારા અણધાર્યા નુકસાનને કવર કરવામાં આવે છે, જોકે જો નુકસાન જાણીજોઈને કરવામાં આવ્યું હોય તો તે કવર કરવામાં આવતું નથી.
થર્ડ પાર્ટી નિર્માણને કારણે તમારી પ્રોપર્ટીને થયેલ કોઈપણ નુકસાન કવર કરવામાં આવતું નથી.
તમારું હોમ ઇન્શ્યોરન્સ સામાન્ય ઘસારા અને બગાડ અથવા જાળવણી/નવીનીકરણને કવર કરતું નથી.
પરિસ્થિતિઓમાં, આ હોમ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં જમીનની કિંમતને કવર કરશે નહીં.
હોમ ઇન્શ્યોરન્સ કવર તમારા ઘર માટે છે જ્યાં તમે રહે છો, તેમાં કોઈપણ ચાલુ બાંધકામ પ્રોપર્ટી કવર કરવામાં આવશે નહીં.
મુખ્ય વિશેષતાઓ | લાભ |
ઘરના માળખાને કવર કરે છે | ₹10 કરોડ સુધી. |
સામાનને કવર કરે છે | ₹ 25 લાખ સુધી. |
ડિસ્કાઉન્ટ | 45% સુધી* |
અતિરિક્ત કવરેજ | 15 પ્રકારના સામાન અને જોખમોને કવર કરે છે |
ઍડ-ઑન કવરેજ | 5 ઍડ-ઑન કવર |
મોટું ચિત્ર જોવું મહત્વપૂર્ણ છે. પરંતુ નાની વિગતોની કાળજી લેવી - તે પણ એક સુપરપાવર છે. અને હવે, અમે ઑફર કરેલા વિવિધ હોમ ઇન્શ્યોરન્સ પ્લાન સાથે, તમે સુનિશ્ચિત કરી શકો છો કે તમારા ઘરની બધી જ વસ્તુ સુરક્ષિત છે. તે રીતે, તમારા ઘરમાં #HappyFeel ની ભાવનાને કોઈ ડગાવી શકે તેવું કંઈ નથી.
ભારતમાં પૂર વિનાશક બની શકે છે. રિપોર્ટ મુજબ, 2024 માં, ત્રિપુરામાં પૂરને કારણે 3,243 ઘરોને ગંભીર નુકસાન થયું અને 17,046 ઘરોને આંશિક રીતે નુકસાન થયું હતું . વધુમાં, ગુજરાતમાં પ્રકૃતિના પ્રકોપને કારણે 20,000 લોકો બેઘર બન્યા હતા.
વધુ વાંચો
2022 માં, સમગ્ર ભારતમાં 652 હજારથી વધુ ચોરીના કેસ નોંધવામાં આવ્યા હતા. 2022 માં, દિલ્હીમાં 100,000 લોકો દીઠ 979 કેસ સાથે સૌથી વધુ નોંધાયેલ ચોરીનો દર હતો, ત્યારબાદ મિઝોરમ અને ચંદીગઢનો ક્રમ હતો. સામગ્રીનું નુકસાન પરિવાર માટે મોટો આર્થિક ફટકો બની શકે છે.
વધુ વાંચો
જ્યારે ભારતમાં હોમ ઇન્શ્યોરન્સ ફરજિયાત નથી, ત્યારે તમે ભારતમાં જોખમના પરિબળોના આધારે હોમ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદવાનું વિચારી શકો છો. ઉદાહરણ તરીકે, ઘણા પ્રદેશો પૂર, ભૂકંપ અને ચક્રવાત જેવી કુદરતી આફતો આવવાની સંભાવના ધરાવે છે; તે ભૂલશો નહીં કે અહીં મોટાભાગે આગની ઘટનાઓ અને ચોરીઓ/ઘરફોડી થતી રહેતી હોય છે. તેથી, નીચેની પરિસ્થિતિઓ હેઠળ કવરેજ મેળવવા માટે હોમ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદો:
ઘર ખરીદવું (અથવા તેને ભાડું લેવું) ખર્ચાળ હોઈ શકે છે, પરંતુ તેને સુરક્ષિત કરવું ખર્ચાળ નથી. 45%^ સુધીના વાજબી પ્રીમિયમ અને ડિસ્કાઉન્ટ સાથે, દરેક પ્રકારના બજેટ માટે વ્યાજબી સુરક્ષા છે.
આપણા ઘરો કુદરતી આપત્તિઓ અને વિવિધ અપરાધો માટે સંવેદનશીલ છે. કુદરતી આપત્તિઓ જેમ કે ભૂકંપ અથવા પૂર, અને ઘરફોડી અને ચોરી પણ કોઈપણ સમયે થઈ શકે છે. હોમ ઇન્શ્યોરન્સ આ તમામ પરિસ્થિતિઓ અને વધુને કવર કરે છે.
જો તમે વિચાર્યું છે કે હોમ ઇન્શ્યોરન્સ માત્ર તમારા ઘરના માળખાકીય પાસાઓને સુરક્ષિત કરે છે, તો અમારી પાસે સારા સમાચાર છે. આ પ્લાન્સ તમારા સામાનને પણ કવર કરે છે, જેમાં ખર્ચાળ ઇલેક્ટ્રોનિક્સ, જ્વેલરી અને વધુ શામેલ છે.
એચડીએફસી અર્ગો સુવિધાજનક સમયગાળા સાથે હોમ ઇન્શ્યોરન્સ પ્લાન્સ ઑફર કરે છે. તમે એકથી વધુ વર્ષ માટે પૉલિસીનો લાભ લઈ શકો છો અને તેથી વાર્ષિક રીતે તેને રિન્યુ કરવાની ઝંઝટથી બચી શકો છો.
તમારા સામાનનું સાચું મૂલ્ય તમારા સિવાય કોઈપણ જાણી શકતું નથી. ₹25 લાખ સુધીના વ્યાપક સામગ્રીના કવરેજ સાથે, તમે તમારા કોઈપણ સામાનને સુરક્ષિત કરી શકો છો - એ પણ કોઈ વિશિષ્ટતા અથવા શરતો વગર.
આપત્તિઓ ક્યારેય કહીને આવતી નથી. સદભાગ્યે, હોમ ઇન્શ્યોરન્સ તમને કોઈપણ પરિસ્થિતિ માટે તૈયાર કરે છે. તમે ઘરના માલિક હોવ અથવા ભાડૂત હોવ, તમને એક હોમ ઇન્શ્યોરન્સ પૉલિસી મળશે જે તમારા સુરક્ષિત સ્થાનને સુરક્ષા આપે છે.
તમે એચડીએફસી અર્ગો હોમ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદી શકો છો, જો તમે આમાંથી કોઈ એક છો તો:
એપાર્ટમેન્ટ અથવા સ્વતંત્ર ઇમારતના માલિક માળખા અને/અથવા તેની સામગ્રી, જ્વેલરી, મૂલ્યવાન વસ્તુઓ અને પોર્ટેબલ ઇલેક્ટ્રોનિક ડિવાઇસિસનો ઇન્શ્યોરન્સ લઈ શકે છે.
ફ્લેટ અથવા એપાર્ટમેન્ટના માલિક કાર્પેટ વિસ્તાર અને પુનર્નિર્માણના ખર્ચ મુજબ તેમની પ્રોપર્ટીના માળખાનું ઇન્શ્યોરન્સ લઈ શકે છે.
કોઈ ભાડૂત અથવા માલિક ન હોય, તે કિસ્સામાં તમે ઘર, જ્વેલરી અને મૂલ્યવાન વસ્તુઓ, કલાકૃતિઓ, પેઇન્ટિંગ્સ, કલા કામ અને પોર્ટેબલ ઇલેક્ટ્રોનિક ડિવાઇસિસ વગેરે સામગ્રી માટે ઇન્શ્યોરન્સ લઈ શકો છો
જીવનમાં એવી ખુશી બહુ ઓછી મળતી હોય છે જે પોતાના ઘરના દરવાજાને ખોલતા અને તેની અંદર પગ મુકતાની સાથે જ અનુભવાતી હોય છે પરંતુ આ ખુશી સાથે તેને લગતી ચિંતા પણ આવે છે - "જો મારા ઘરને કંઈક થાય તો શું થશે?"
એચડીએફસી અર્ગોની માલિકો માટે હોમ શીલ્ડ ઇન્શ્યોરન્સ સાથે ચિંતાને તિલાંજલિ આપો. અમે કુદરતી આપત્તિઓ, માનવ-નિર્મિત જોખમો, આગ, ચોરી અને વધુના કિસ્સામાં તમારા ઘર અને તમારા સામાનને સુરક્ષિત કરીએ છીએ.
સૌથી પહેલા, જો તમને તમારા શહેરમાં ભાડાનું પરફેક્ટ ઘર મળી ગયું હોય તો અભિનંદન. તે તમને કોઈપણ વધારાની જવાબદારીઓ વિના એક શાનદાર ઘરના તમામ લાભ આપે છે, શું તેવું નથી? સારું, તે સાચું હોઈ શકે છે, પરંતુ સુરક્ષાની જરૂરિયાત સર્વવ્યાપી છે, ભલે તમે ભાડૂત હોવ.
અમારી ટેનન્ટ ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે તમારા તમામ સામાનને સુરક્ષિત કરો અને કુદરતી આપત્તિઓ, ચોરી અથવા અકસ્માતોના કિસ્સામાં પોતાને ફાઇનાન્શિયલ નુકસાનથી સુરક્ષિત રાખો
ભારત ગૃહ રક્ષા રક્ષા કવર એક એવી પૉલિસી છે જે ઑફર કરવા માટે IRDAI દ્વારા તમામ ઇન્શ્યોરન્સ પ્રદાતાઓને ફરજિયાત કરવામાં આવી છે, જે 1 એપ્રિલ 2021 થી અમલમાં છે. એચડીએફસી અર્ગો હોમ શીલ્ડ એક અંબ્રેલા ઇન્શ્યોરન્સ છે જે કુદરતી આફતો અને આગ ફાટી નીકળવાથી થતા નુકસાનને કવર કરે છે.
વિશેષતા | ભારત ગૃહ રક્ષા પૉલિસી | હોમ શીલ્ડ ઇન્શ્યોરન્સ પૉલિસી |
પ્રીમિયમ રકમ | આ એક સ્ટાન્ડર્ડ હોમ ઇન્શ્યોરન્સ છે જે વ્યાજબી, ઓછા ખર્ચના પ્રીમિયમ સાથે રહેણાંક ઘરને કવર કરે છે. | ઘર માલિકો અને ભાડૂઆતો સુરક્ષા ડિપોઝિટ, પગારદાર ડિસ્કાઉન્ટ અને લાંબા ગાળાના ડિસ્કાઉન્ટ માટે તેમના પ્રીમિયમ પર 30% ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. |
મુદત | આ 10 વર્ષ માટે પ્રોપર્ટી અને સામગ્રીના નુકસાનને કવર કરે છે. | તે તમારા ઘર અને તેના આંતરિક ભાગોને 5 વર્ષ સુધી કવર કરી શકે છે. |
સમ ઇન્શ્યોર્ડ | 10% સમ ઇન્શ્યોર્ડની ઑટો એસ્કેલેશન વાર્ષિક ધોરણે કરવામાં આવે છે. | હોમ શીલ્ડમાં આ વૈકલ્પિક કવર છે. |
કવરેજ | આ ઇન્શ્યોરન્સ હક અધિકારનો પરિત્યાગ ધરાવે છે. તે કવર કરવામાં આવેલી વસ્તુઓને બદલવા માટે વળતર આપે છે અને તેની બજાર કિંમત નહીં. | કવરેજ માત્ર કંપની દ્વારા જારી કરાયેલ સમ ઇન્શ્યોર્ડના મૂલ્ય સુધી જ છે. |
કન્ટેન્ટ કવરેજની રકમ | ઘરની મૂલ્યવાન સામગ્રીને સમ ઇન્શ્યોર્ડના 5 લાખ સુધી કવર કરવામાં આવે છે. | સામાન માટે કોઈ ચોક્કસ સૂચિ શેર કર્યા વિના સામગ્રીની સુરક્ષા માટે ₹25 લાખનું કવરેજ ઑફર કરવામાં આવે છે. |
સમાવેશ | ઇનબિલ્ટ ઍડ-ઑનમાં રમખાણો અને આતંકવાદને કારણે થયેલ નુકસાન, વૈકલ્પિક આવાસ માટે ભાડું અને કાટમાળ દૂર કરવાના વળતરનો સમાવેશ થાય છે. | આ આગ, કુદરતી અને માનવ-નિર્મિત જોખમો, ચોરી, તમારી મશીનોનું ઇલેક્ટ્રિકલ ખરાબ થવું અને ફિક્સચર અને ફિટિંગને આકસ્મિક નુકસાનને કવર કરે છે. |
વૈકલ્પિક કવર | આમાં પણ, જ્વેલરી, પેઇન્ટિંગ્સ, કલાકૃતિઓ વગેરે જેવી મૂલ્યવાન વસ્તુઓ માટે વૈકલ્પિક કવર ઉપલબ્ધ છે. વધુમાં, તમને અને તમારા જીવનસાથીને ક્ષતિગ્રસ્ત બિલ્ડિંગ અથવા સામગ્રીને કારણે મૃત્યુ થવા બદલ પર્સનલ એક્સિડન્ટ કવર પણ પ્રાપ્ત થશે. | અહીં, વૈકલ્પિક કવરમાં 10% ની સમ ઇન્શ્યોર્ડ એસ્કેલેશન, નવા નિવાસ, હોટલમાં રહેઠાણ, પોર્ટેબલ ગેજેટ્સ અને જ્વેલરીમાં શિફ્ટ કરતી વખતે થયેલા ખર્ચનો સમાવેશ થાય છે. |
બાકાત | આ પૉલિસી હેઠળ કિંમતી રત્નો અથવા હસ્તપ્રતનું ખોવાઈ જવું, કોઈપણ ઇલેક્ટ્રિકલ સામાનને નુકસાન, યુદ્ધ અથવા કોઈપણ ઇરાદાપૂર્વકની બેદરકારીથી થતું નુકસાન કવર કરવામાં આવતું નથી. | હોમ શીલ્ડ યુદ્ધ, પરમાણુ ઇંધણથી દૂષણ, કચરા, ઇમારતોની સંરચનાત્મક ખામીઓને કારણે નુકસાન, ઇલેક્ટ્રોનિક્સ ગેજેટની ઉત્પાદન ખામીઓ વગેરેને કારણે પ્રત્યક્ષ અથવા પરોક્ષ નુકસાનને કવર કરતું નથી. |
અતિરિક્ત કવરેજ સાથે, પ્રીમિયમ સાથે તમારા ઘરની સુરક્ષાની સીમા પણ વધશે.
એવું ઘર જ્યાં પૂર અથવા ભૂકંપની આશંકા વધુ હોય તેવા વિસ્તારમાં સ્થિત છે, અથવા જ્યાં ચોરીનો દર વધુ છે તેના કરતાં એક ઘર જે સુરક્ષિત વિસ્તારમાં સ્થિત છે તેનું ઇન્શ્યોરન્સ લેવા હેતુ વધુ સસ્તું હોય છે. અને, મોટા કાર્પેટ વિસ્તાર સાથે, પ્રીમિયમ પણ વધે છે.
જો તમે મોંઘેરી જ્વેલરી અથવા મૂલ્યવાન વસ્તુઓ જેવી ઉચ્ચ-મૂલ્યવાન ચીજોનો ઇન્શ્યોરન્સ કરાવી રહ્યાં છો, તો પછી ચૂકવવાપાત્ર પ્રીમિયમ પણ તે અનુરૂપ વધે છે.
એક ઘર કે જ્યાં કોઈપણ સુરક્ષા અથવા રક્ષણની વ્યવસ્થા ન હોય તેના કરતાં એવા ઘરનું ઇન્શ્યોરન્સ સસ્તું હોય છે જ્યાં સુરક્ષાના ઉપાયો કરેલા હોય છે. દા.ત.: અગ્નિશમન ઉપકરણો ધરાવતું ઘર અન્યો કરતાં સસ્તું પ્રીમિયમ ધરાવશે.
તમારું હોમ ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદવું વાસ્તવમાં વધુ વ્યાજબી હોઈ શકે છે, કારણ કે તમને અમારી પાસેથી છૂટ અને ઑફરનો લાભ મળે છે.
શું તમે પગારદાર કર્મચારી છો? સારું, જો તમે છો, તો અમારી પાસે કેટલાક સારા સમાચાર છે. એચડીએફસી અર્ગો પગારદાર લોકો માટે હોમ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પર આકર્ષક ડિસ્કાઉન્ટ પ્રદાન કરે છે.
તમારા હોમ ઇન્શ્યોરન્સ પ્રીમિયમની ગણતરી ક્યારેય આટલી સરળ નહોતી. તેમાં માત્ર 4 ઝડપી પગલાં લેવામાં આવે છે.
ઑનલાઇન ખરીદી વધુ સુવિધાજનક છે. તમે તમારા ઘરેથી આરામથી ઇન્શ્યોરન્સ ખરીદી શકો છો, અને સમય, ઉર્જા અને પ્રયત્નો બચાવી શકો છો. છે ને શાનદાર ફાયદો!!
જેમાંથી તમે પસંદ કરી શકો છો તેવી પુષ્કળ સુરક્ષિત ચુકવણી પદ્ધતિઓ છે. તમારી ખરીદીને સેટલ કરવા માટે તમારા ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગ અને વૉલેટ અને UPI નો ઉપયોગ કરો.
ચુકવણી થઈ ગઈ છે? તેનો અર્થ એ છે કે તમારા પૉલિસીના ડૉક્યુમેન્ટ માટે હવે તમારે કોઈ રાહ જોવાની જરૂર નથી. માત્ર તમારા ઇમેઇલ ઇનબૉક્સને ચેક કરો, જ્યાં તમારા પૉલિસીના ડૉક્યુમેન્ટ તમારી ચુકવણી કર્યાના અમુક સેકંડમાં જ પહોંચે છે.
ઑનલાઇન યૂઝર-ફ્રેન્ડલી ફીચર્સની કોઈ કમી નથી. ત્વરિત પ્રીમિયમની ગણતરી કરો, તમારા પ્લાન્સને કસ્ટમાઇઝ કરો, માત્ર થોડા ક્લિકમાં જ તમારું કવરેજ ચેક કરો અને કોઈપણ મુશ્કેલી વગર તમારી પૉલિસીમાંથી મેમ્બર્સ કાઢી અથવા ઉમેરી શકાય છે.
ક્લેઇમ રજિસ્ટર કરવા અથવા જાણ કરવા માટે, તમે હેલ્પલાઇન નંબર 022 - 6234 6234 પર કૉલ કરી શકો છો અથવા અમારા ગ્રાહક સેવા ડેસ્કને ઇમેઇલ કરી શકો છો care@hdfcergo.com ક્લેઇમ રજિસ્ટ્રેશન પછી, અમારી ટીમ તમને દરેક પગલામાં માર્ગદર્શન આપશે અને કોઈપણ ઝંઝટ વગર તમારા ક્લેઇમને સેટલ કરવામાં તમારી મદદ કરશે.
હોમ ઇન્શ્યોરન્સ ક્લેઇમ કરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ:
ક્લેઇમની પ્રોસેસિંગ માટે નીચેના સ્ટાન્ડર્ડ ડૉક્યુમેન્ટની જરૂર છે:
- પૉલિસી અથવા અન્ડરરાઇટિંગ બુકલેટ
- નુકસાનના ફોટા
- ભરેલું ક્લેઇમ ફોર્મ
- લૉગબુક, અથવા એસેટ રજિસ્ટર અથવા આઇટમ લિસ્ટ (જ્યાં પણ શેર કરેલ હોય)
- ચુકવણીની રસીદ સાથે રિપેર અને રિપ્લેસમેન્ટ ખર્ચના બિલ
- તમામ સર્ટિફિકેટ (જે લાગુ છે)
- પ્રથમ માહિતી અહેવાલ (FIR) ની કૉપી (જ્યાં પણ લાગુ પડે ત્યાં)
પોર્ટેબલ ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ કવર
જ્વેલરી અને મૂલ્યવાન વસ્તુઓ
પબ્લિક લાયબિલિટી
પેડલ સાયકલ
આતંકવાદ માટે કવર
આ એક ડિજિટલ દુનિયા છે, અને એવા ડિવાઇસિસ વિના જીવનની કલ્પના કરવી મુશ્કેલ છે કે જે આપણને કનેક્ટ, કમ્યૂનિકેટ અને કૅપ્ચર કરવામાં મદદ કરે છે. તે જ સમયે, પ્રવાસ આધુનિક દુનિયામાં અનિવાર્ય છે, ભલે તે બિઝનેસ, રજા અથવા કાર્ય માટે હોય. આ જ કારણ છે કે તમારે એચડીએફસી અર્ગોના પોર્ટેબલ ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ કવર સાથે લૅપટૉપ, કેમેરા, મ્યુઝિકલ ઇક્વિપમેન્ટ વગેરે જેવા મૂલ્યવાન ઇલેક્ટ્રોનિક્સને સુરક્ષિત કરવાની જરૂર છે. આ કવર સુનિશ્ચિત કરે છે કે તમે તમારા મૂલ્યવાન ઇલેક્ટ્રોનિક્સને નુકસાન થવાની અથવા મુસાફરીમાં ખોવાઈ જવાની ચિંતા કર્યા વગર તમારી મુસાફરીનો આનંદ માણી શકો છો.
ધારો કે મુસાફરી કરતી વખતે તમે તમારા લૅપટૉપને નુકસાન થાય છે અથવા તે ખોવાઈ જાય છે. આ ઍડ-ઑન પૉલિસી મહત્તમ સમ ઇન્શ્યોર્ડને આધિન તમારા લૅપટૉપના રિપેર/રિપ્લેસમેન્ટના ખર્ચને કવર કરી લે છે. જો કે, નુકસાન ઇરાદાપૂર્વકનું ન હોવું જોઈએ, અને ડિવાઇસ 10 વર્ષથી વધુ જૂનું ન હોવું જોઈએ. આ કિસ્સામાં પણ અન્યની જેમ જ, પૉલિસી પર અતિરિક્તની રકમ અને કપાત લાગુ પડે છે.
એક ભારતીય ઘરમાં, જ્વેલરી માત્ર આભૂષણો નથી હોતા પણ તેનાથી વધુ છે. તે પરંપરા, વંશપરંપરાગત વસ્તુ અને વિરાસત છે, જે આપણને પેઢીઓ દ્વારા આપવામાં આવે છે, જેથી આપણે તે બદલામાં આપણી આવનારી પેઢીને આગળ આપીએ છીએ. આ જ કારણ છે કે એચડીએફસી અર્ગો તમારા માટે જ્વેલરી અને મૂલ્યવાન વસ્તુઓના ઍડ-ઑન કવરને લાવ્યું છે જે તમારી જ્વેલરી અને અન્ય મૂલ્યવાન વસ્તુઓ જેમ કે શિલ્પકલાઓ, ઘડિયાળો, પેઇન્ટિંગ્સ વગેરેને ઇન્શ્યોરન્સ કવર પ્રદાન કરે છે.
આ કવર તમારી કિંમતી જ્વેલરી અથવા મૂલ્યવાન વસ્તુઓને નુકસાન અથવા ચોરીના કિસ્સામાં સામાનના મૂલ્યના 20% સુધીની સમ ઇન્શ્યોર્ડ ઑફર કરે છે. આ કિસ્સામાં, જ્વેલરી અથવા મૂલ્યવાન વસ્તુઓના મૂલ્યની ગણતરી સંપત્તિના પ્રવર્તમાન માર્કેટ મૂલ્યના આધારે કરવામાં આવે છે.
જીવન અણધાર્યું છે, અને આપણે હંમેશા અકસ્માતની આગાહી કરી શકતા નથી. જો કે, અકસ્માતથી ઉદ્ભવતી ફાઇનાન્શિયલ જવાબદારીઓ માટે આપણે તૈયાર રહી શકીએ છીએ. એચડીએફસી અર્ગોનું પબ્લિક લાયબિલિટી કવર તમારા ઘરના કારણે થર્ડ પાર્ટીને ઇજા/નુકસાનના કિસ્સામાં ₹50 લાખ સુધીની સમ ઇન્શ્યોર્ડ ઑફર કરે છે. ઉદાહરણ તરીકે, જો તમારા ઘર પર નવીનીકરણને કારણે પાડોશી અથવા રસ્તે ચાલતા કોઈને ઇજા થઈ જાય, તો આ ઍડ-ઑન ફાઇનાન્શિયલ ખર્ચને કવર કરે છે. તે જ રીતે, ઇન્શ્યોર્ડના ઘરમાં અને તેની નજીકમાં થર્ડ પાર્ટીની સંપત્તિને થયેલ કોઈપણ નુકસાનને કવર કરે છે.
અમે જાણીએ છીએ કે તમે ફિટનેસ માટે પેડલ ચલાવી દુર જવાનું પસંદ કરો છો, આ જ કારણ છે કે તમે શ્રેષ્ઠ સાઇકલ પસંદ કરવા અને ખરીદવામાં સમય અને પૈસા ઇન્વેસ્ટ કર્યા છે. આધુનિક સાઇકલો અત્યાધુનિક ટેકનોલોજી સાથે એન્જિનિયર કરેલી અદભૂત સંયોજન છે, અને તે સસ્તી હોતી નથી. તેથી તે મહત્વપૂર્ણ છે કે તમે પર્યાપ્ત ઇન્શ્યોરન્સ કવર સાથે તમારી મૂલ્યવાન સાઇકલને સુરક્ષિત કરો છો.
અમારી પેડલ સાઇકલ ઍડ-ઑન ઇન્શ્યોરન્સ કવર પૉલિસી ચોરી, આગ, અકસ્માત અથવા કુદરતી આપત્તિઓના કારણે કોઈપણ નુકસાન અથવા ખોટથી તમારી સાઇકલ અથવા તમારી કસરની બાઇકને કવર કરે છે. વધુમાં, અકસ્માતના કિસ્સામાં તમારી ઇન્શ્યોર્ડ સાઇકલથી થર્ડ પાર્ટીને ઈજા/નુકસાનથી ઉદ્ભવતી કોઈપણ જવાબદારીના કિસ્સામાં અમે તમને પણ કવર કરીએ છીએ. આ પૉલિસી ટાયરના નુકસાન/ખોટને બાદ કરતા (જે કવર કરવામાં આવતું નથી) ₹5 લાખ સુધીનું કવર પ્રદાન કરે છે.
આપણે જે દુનિયામાં રહીએ છીએ તેમાં આતંકવાદ એક નિરંતરનું જોખમ બની ગયું છે. જવાબદાર નાગરિકો તરીકે, તેનો સામનો કરવા માટે તૈયાર રહેવું આપણી ફરજ બની જાય છે. એક રીત છે જેથી સામાન્ય નાગરિકો મદદ કરી શકે છે તે છે સુનિશ્ચિત કરવું કે આતંકવાદી હુમલાની સ્થિતિમાં તેમના ઘરો અને અન્ય સ્થળો ફાઇનાન્શિયલ રીતે સુરક્ષિત છે. આ કવર તમારા ઘરને પ્રત્યક્ષ આતંકવાદી હુમલાથી અથવા સુરક્ષા બળ દ્વારા રક્ષણાત્મક કાર્યવાહીને કારણે થતા નુકસાનને કવર કરે છે.
શું તમે નવા ઘરના ગૌરવશાળી માલિક છો? શું તમે જે બધું બનાવવા માટે આટલી મહેનત કરી છે તેનું રક્ષણ કરવાની અનિવાર્ય ઇચ્છા અનુભવો છો? હોમ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં તમારે શું શોધવાની જરૂર છે તે જાણવા માટે વાંચો :
આ કોઈપણ હોમ ઇન્શ્યોરન્સમાં ઑફર કરવામાં આવતું મૂળભૂત કવરેજ છે. તેમાં માત્ર ઇલેક્ટ્રિકલ વાયરિંગ, પ્લમ્બિંગ, હીટિંગ અથવા એર કન્ડિશનિંગ સાથે ભૌતિક માળખા (ફિઝિકલ સ્ટ્રક્ચર)નો સમાવેશ થાય છે. જોકે તેમાં તે જમીનનો સમાવેશ થતો નથી, જેના પર ઈમારત ઊભી છે.
તમારામાંથી કેટલાક પાસે તમારા કિંમતી ઘરોની આસપાસ પૂલ, ગેરેજ, ફેન્સીંગ, બગીચો, શેડ અથવા બૅકયાર્ડ જોડાયેલો હશે જ. આ આસપાસના માળખાને થયેલા કોઈપણ નુકસાનને પણ હોમ ઇન્શ્યોરન્સ હેઠળ કવર કરવામાં આવે છે.
તમારા ઘરની અંદર રહેલ તમારો વ્યક્તિગત સામાન - ભલે તે ટેલિવિઝન સેટ, લૅપટૉપ, વૉશિંગ મશીન, ફર્નિશિંગ અથવા જ્વેલરી હોય - બધો સામાન મોંઘો અને ઉચ્ચ-કિંમત ધરાવે છે, જેનો ખર્ચ તમને મોંઘો પડી શકે છે. આ સામગ્રીના નુકસાન, ઘરફોડી અથવા ક્ષતિ માટે હોમ ઇન્શ્યોરન્સ હેઠળ તેને સુરક્ષિત કરો.
તમારી સામે એવા પ્રસંગો આવી શકે છે જ્યારે તમારી બિલ્ડિંગને થયેલ નુકસાન એટલું ગંભીર હોય કે તમારે કામચલાઉ રહેઠાણની જરૂર પડશે. ઇન્શ્યોરન્સ પૉલિસી ભાડા, ભોજન, પરિવહન અને હોટલના રૂમના ખર્ચને કવર કરે છે. જો કે, લાભો મેળવવા માટે, ઇન્શ્યોરન્સ પ્લાન હેઠળ સ્થળાંતર કરવાનું કારણ કવર કરેલું હોવું જોઈએ.
આ લાભ વિશે ઘણીવાર વાત થતી નથી, પરંતુ તે હોમ ઇન્શ્યોરન્સની એક સરસ સુવિધા છે. આનો અર્થ એ છે કે તમારો ઇન્શ્યોરન્સ તમારી સંપત્તિની અંદર અથવા તેની આસપાસ કોઈપણ થર્ડ પાર્ટીને થયેલ કોઈપણ અકસ્માત અથવા નુકસાનને ને કવર કરશે. ઉદાહરણ તરીકે, જો તમારા પાડોશીની બિલાડીને આકસ્મિક રીતે તમારી ફેન્સિંગથી વીજ કરંટનો ભોગ બને છે, તો આ સુવિધા હેઠળ બિલાડીનો તબીબી ખર્ચ કવર કરવામાં આવશે.
લેન્ડલોર્ડ ઇન્શ્યોરન્સ મકાન માલિકની પ્રોપર્ટીના ઘરના માળખા અને તેની સામગ્રીને સુરક્ષિત કરે છે. જો ભાડૂઆતે રેન્ટર્સ ઇન્શ્યોરન્સ લીધું હોય તો તે ભાડૂતની સામગ્રીને પણ સુરક્ષિત કરે છે.
હોમ ઇન્શ્યોરન્સ અને હોમ લોન ઇન્શ્યોરન્સ બન્ને અલગ છે છતાં ઘણાને સરખો લાગે છે. આ બંને એકદમ સરખો હોય તેવું લાગે છે, જો કે તે ખૂબ જ અલગ હેતુઓ માટે હોય છે. ચાલો બંનેને સમજીએ જેથી તમે તમારા ઘર અને ફાઇનાન્શિયલ સુખાકારી સંબંધિત માહિતીપૂર્ણ નિર્ણય લઈ શકો.
હોમ ઇન્શ્યોરન્સ | હોમ લોન ઇન્શ્યોરન્સ |
હોમ ઇન્શ્યોરન્સ તમને આગ, ઘરફોડી, પૂર, ભૂકંપ અથવા અન્ય આપત્તિઓ જેવા અણધાર્યા કારણોસર તમારા ઘર અને સામગ્રીને થતાં નુકસાન અથવા ખોટ સામે સુરક્ષિત કરે છે. | હોમ લોન ઇન્શ્યોરન્સને તમારા વતી અમુક ચોક્કસ ઘટનાઓ કે જે થવાથી લોનની ચુકવણી અટકી શકે છે જેમ કે મૃત્યુ, ગંભીર બીમારી અથવા નોકરીને લીધે થતાં નુકસાનના કિસ્સામાં હોમ લોનની બાકી રકમ ચૂકવવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. |
આ પ્રકારનો ઇન્શ્યોરન્સ ઘર અને તેની સામગ્રી જેમ કે ફર્નિચર, ઇલેક્ટ્રોનિક્સ અને ઉપકરણોના નુકસાનને કવર કરે છે. તેમાં પ્રોપર્ટી પર થતા અકસ્માતોથી ઉદ્ભવતી જવાબદારીઓ પણ શામેલ હોઈ શકે છે. | જો કરજદાર અણધાર્યા કારણોસર લોનની ફરીથી ચુકવણી કરવાનું ચાલુ રાખવામાં અસમર્થ હોય, તો હોમ લોન ઇન્શ્યોરન્સ લોનની બાકી બૅલેન્સને કવર કરે છે, તેથી લોન ચાલુ રહેવાની ખાતરી રહે છે. |
ઘરના માલિકો અને ભાડૂઆતો બંને હોમ ઇન્શ્યોરન્સ ખરીદી શકે છે, જો કે પછીના કિસ્સામાં, માત્ર સામગ્રીને જ કવર કરવામાં આવશે અને માળખાને નહીં. | હોમ લોન ઇન્શ્યોરન્સ એવા વ્યક્તિગત ઘર માલિકોને લાગુ પડે છે જેમણે લોનથી તેમનું ઘર લીધું છે અને જેમની પાસે લોનની સમાન રીતે સંબંધિત પુનઃચુકવણી નથી, તેમના માટે આ વિકલ્પ નથી. |
હોમ ઇન્શ્યોરન્સ તે અર્થમાં ગહન છે કે, જો તમારે કુદરતી આફતો અથવા માનવ-નિર્મિત ઘટનાઓથી પ્રોપર્ટીના જોખમોનો સામનો કરવો પડે છે, તો પણ તમારે તેનો ફાઇનાન્શિયલ બોજ વહન કરવો નહી પડે તેની ખાતરી આપવામાં આવે છે. | જ્યારે કરજદાર તેમની નોકરી ગુમાવવાને કારણે અથવા ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓને લીધે કેટલીક અણધારી સમસ્યાઓથી ઘેરાય જાય છે, ત્યારે લોનની ચુકવણી કરવી અશક્ય બની શકે ત્યારે હોમ લોન ઇન્શ્યોરન્સ ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે અને તે પરિવારને ફાઇનાન્શિયલ તણાવથી સુરક્ષિત કરે છે. |
સામાન્ય રીતે ઇન્શ્યોરન્સ માટે વસૂલવામાં આવતું પ્રીમિયમ ઓછું હોય છે કારણ કે ઘર માટે ઇન્શ્યોરન્સ ઘરના માળખા અને તેની સામગ્રીના મૂલ્ય પર સીધી રીતે આધારિત હોય છે, આમ તેને ઘરની સુરક્ષાની ખૂબ જ વાજબી રીત માનવામાં આવે છે. | તેનાથી વિપરીત, હોમ લોન ઇન્શ્યોરન્સ માટેનું પ્રીમિયમ સામાન્ય રીતે વધુ હોય છે કારણ કે તેમાં હોમ લોનની રકમ અને તેની પુનઃચુકવણીમાં રહેલ સંભવિત જોખમ સંકળાયેલ હોય છે. |
હોમ ઇન્શ્યોરન્સ માટે ચૂકવેલ પ્રીમિયમ કપાતપાત્ર નથી, એટલે કે તે ફાઇનાન્સની સુરક્ષા પ્રદાન કરે છે પરંતુ તે કોઈપણ પ્રકારના ડાયરેક્ટ ટૅક્સ લાભો ઑફર કરતું નથી. | જો કે, હોમ લોન ઇન્શ્યોરન્સ માટે ચૂકવેલ પ્રીમિયમને ઇન્કમ ટૅક્સ સેક્શન 80C હેઠળ કપાત તરીકે મંજૂરી આપવામાં આવે છે, આમ તે તમારી ટૅક્સ જવાબદારીઓમાં કેટલીક રાહત ઑફર કરે છે. |
હોમ ઇન્શ્યોરન્સ સંપૂર્ણ કવરેજ પ્રદાન કરે છે જે સૌથી ખરાબ કિસ્સામાં જ્યાં તમારું ઘર રહેવા લાયક નથી, ત્યાં વૈકલ્પિક આવાસ પણ પ્રદાન કરી શકે છે, જેથી તમને ઘર રિપેર થવા સુધી આવાસની ખાતરી મળી શકે છે. | હોમ લોન ઇન્શ્યોરન્સ તમને માનસિક શાંતિ આપે છે કે જો તમને કંઈક થાય, તો લોનની ચુકવણી તમારા પરિવારના ખંભે આવશે નહીં, તે સુનિશ્ચિત કરે છે કે તેમનું ભવિષ્ય પ્રોપર્ટીના સંદર્ભમાં સુરક્ષિત છે. |
હોમ ઇન્શ્યોરન્સ થોડું જટિલ લાગી શકે છે, પરંતુ તે માત્ર ત્યાં સુધી જ છે જ્યાં સુધી તમે તેના વિશેષ શબ્દો સમજીને જાણી ન લો. અહીં, ચાલો અમે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા કેટલાક હોમ ઇન્શ્યોરન્સના શબ્દોને સમજવામાં તમારી મદદ કરીએ.
વીમાકૃત રકમ (સમ ઇન્શ્યોર્ડ) એ અધિકતમ રકમ છે કે નિર્ધારિત જોખમને કારણે નુકસાનના કિસ્સામાં ઇન્શ્યોરન્સ કંપની તમને ચૂકવશે. અન્ય શબ્દોમાં, તમે તમારા હોમ ઇન્શ્યોરન્સ પ્લાન હેઠળ પસંદ કરો છો તે મહત્તમ કવરેજ છે.
જો તમને ઇન્શ્યોર્ડની પ્રોપર્ટીમાં અને તેના નજીકથી થર્ડ-પાર્ટીને થયેલા નુકસાન, ખોટ અથવા ઈજાઓ (ભલે તે વ્યક્તિને હોય કે તેની પ્રોપર્ટીને) માટે જવાબદાર હોય તો આ પ્રકારનું કવર તમને સુરક્ષિત કરે છે. આવી હાનિ, નુકસાન અથવા ઈજા ઇન્શ્યોર્ડ પ્રોપર્ટી અથવા સામાનને કારણે થયેલ હોવું આવશ્યક છે.
કેટલાક કિસ્સાઓમાં, જ્યારે ઇન્શ્યોરન્સ યોગ્ય ઘટના બને, ત્યારે તમારે તમારા પોતાના ખિસ્સામાંથી કેટલાક ખર્ચની ચુકવણી કરવી પડશે. આ રકમ કપાતપાત્ર તરીકે ઓળખાય છે. બાકીના ખર્ચ અથવા નુકસાનને ઇન્શ્યોરન્સ કંપની દ્વારા ઉઠાવવામાં આવશે.
ઇન્શ્યોરન્સ ક્લેઇમ એ પૉલિસીધારકો તરફથી ઇન્શ્યોરરને કરવામાં આવતી ઔપચારિક વિનંતીઓ છે, જે હોમ ઇન્શ્યોરન્સ પ્લાનની શરતો હેઠળ ચૂકવવાપાત્ર કવરેજ અથવા વળતર ક્લેઇમ કરવા માટે કરવામાં આવે છે. જ્યારે કોઈપણ ઇન્શ્યોર્ડ ઘટના બને છે ત્યારે ક્લેઇમ કરવામાં આવે છે.
આ કેટલીક હોમ ઇન્શ્યોરન્સ પૉલિસીઓમાં અતિરિક્ત કલમ/કવર છે, જ્યાં ઇન્શ્યોર્ડ વ્યક્તિના ઘરને નુકસાન થયું હોય અને ઇન્શ્યોરન્સ યોગ્ય જોખમને કારણે તે રહેવા માટે અયોગ્ય માનવામાં આવે તો ઇન્શ્યોરર ઇન્શ્યોર્ડ વ્યક્તિ માટે અસ્થાયી વૈકલ્પિક આવાસની વ્યવસ્થા પણ કરે છે.
જ્યારે તમારું ઇન્શ્યોરન્સ ઍક્ટિવ રહેતું નથી ત્યારે પૉલિસી લૅપ્સ થાય છે. અન્ય સરળ શબ્દોમાં, તમારા હોમ ઇન્શ્યોરન્સ પ્લાન દ્વારા ઑફર કરવામાં આવતા લાભો અને કવરેજ હવે લાગુ થતા નથી. જો તમે સમયસર તમારા પ્રીમિયમની ચુકવણી કરવામાં નિષ્ફળ રહો તો પૉલિસી લૅપ્સ થઈ શકે છે.
બ્રોશર | ક્લેઇમ ફોર્મ | પૉલિસીની શબ્દાવલી |
વિવિધ હોમ ઇન્શ્યોરન્સ પ્લાનની મુખ્ય વિશેષતાઓ અને લાભો સાથે વિગતો મેળવો. એચડીએફસી અર્ગો હોમ ઇન્શ્યોરન્સ પૉલિસી કવર વિશે વધુ જાણવા માટે, અહીં ક્લિક કરો અને હોમ કેટેગરીની મુલાકાત લો. | શું તમારા હોમ ઇન્શ્યોરન્સનો ક્લેઇમ કરવા માંગો છો? અહીં ક્લિક કરો અને હોમ પૉલિસી ક્લેઇમ ફોર્મ ડાઉનલોડ કરવા માટે હોમ કેટેગરીની મુલાકાત લો અને ઝંઝટ મુક્ત ક્લેઇમ સેટલમેન્ટ માટે જરૂરી વિગતો ભરો. | હોમ ઇન્શ્યોરન્સ પ્લાન હેઠળ લાગુ નિયમો અને શરતો વિશે વધુ જાણવા માટે, કૃપા કરીને પૉલિસી નિયમાવલી જુઓ. એચડીએફસી અર્ગો હોમ ઇન્શ્યોરન્સ દ્વારા ઑફર કરવામાં આવતા કવરેજ અને વિશેષતાઓ વિશે વધુ વિગતો મેળવો. |
આ એક એવી પૉલિસી છે જે તમારા રહેઠાણ બિલ્ડિંગના ભૌતિક માળખા અને તમારા રહેઠાણની અંદરની સામગ્રીને કવર કરે છે. ઘરના માલિક હોય કે ભાડૂઆત હોય, આ ઇન્શ્યોરન્સ પૂર, ભૂકંપ, ચોરી, આગ વગેરે દ્વારા થયેલા નુકસાનને કવર કરે છે.
ઉચ્ચ પ્રીમિયમ પસંદ કરીને સમ ઇન્શ્યોર્ડ વધારી શકાય છે. જો કે, તમે તેને ઘટાડી શકતા નથી.
આ પૉલિસીનો મહત્તમ 5 વર્ષનો સમયગાળો છે. મુદતની લંબાઈના આધારે ખરીદદારોને 3% થી 12% સુધીની છૂટ આપવામાં આવે છે.
હા. તમે કોઈપણ સમયે તમારી ઇચ્છા મુજબ પૉલિસી કૅન્સલ કરી શકો છો. જો કે, કૃપા કરીને નોંધો કે ટૂંકા ગાળાના સ્કેલ મુજબ પ્રીમિયમ જાળવી રાખવું લાગુ પડશે.
આ પૉલિસી અપ્લાઇ કરવા માટે પાત્ર બનવા, તમારી પ્રોપર્ટીને નીચેની જરૂરિયાતો પૂર્ણ કરતી હોવી જોઈએ:
ઘર માત્ર એક મકાન કરતાં વધુ હોય છે. આખી દુનિયામાં આ એક એવી જગ્યા છે, જેને આપણે ખરેખર પોતાની કહી શકીએ છીએ. તેને અણધારી ઘટનાઓ, પ્રાકૃતિક પરિબળો અને સમયના પ્રકોપથી સુરક્ષિત કરવું એ આપણી જવાબદારી બની જાય છે. હોમ ઇન્શ્યોરન્સ પૉલિસી એ આપણી સૌથી મૂલ્યવાન વસ્તુને સુરક્ષિત કરવા માટેનું એક શ્રેષ્ઠ સાધન છે. હોમ ઇન્શ્યોરન્સનું મહત્વ સમજવા માટે વધુ વાંચો
મોટાભાગના લોકોને ઘર ખરીદવા માટે હોમ લોન લેવાની જરૂર હોય છે. જ્યારે લોન એગ્રીમેન્ટ માટે તમારે હોમ ઇન્શ્યોરન્સ લેવાની જરૂર પડી શકે છે, ત્યારે કોઈ ચોક્કસ બેંક અથવા ઇન્શ્યોરન્સ કંપની પાસેથી હોમ ઇન્શ્યોરન્સ મેળવવાનું ફરજિયાત નથી. લોન પ્રદાતા તમને ચોક્કસ મૂલ્ય માટે ઇન્શ્યોરન્સ મેળવવાની ફરજ પાડી શકે છે પરંતુ જ્યાં સુધી ઇન્શ્યોરન્સ કંપની IRDAI દ્વારા અધિકૃત હોય, ત્યાં સુધી ધિરાણકર્તા પૉલિસી સ્વીકારવાનો ઇનકાર કરી શકતા નથી.
પુનઃસ્થાપન ખર્ચ એ સમાન ગુણવત્તા અથવા સમાન પ્રકારની સામગ્રીનો ઉપયોગ કરીને ક્ષતિગ્રસ્ત પ્રોપર્ટીને રિપેર કરવાનો ખર્ચ છે. પુન:સ્થાપન તમારા નુકસાનની ક્ષતિપૂર્તિ કરવાનો હેતુ ધરાવે છે. પુન:સ્થાપનનો વિચાર ક્ષતિગ્રસ્ત પ્રોપર્ટીને તેની પૂર્વ-ક્ષતિગ્રસ્ત સ્થિતિમાં પાછી લાવવાનો છે. પુનઃસ્થાપન ખર્ચમાં મુખ્યત્વે મજૂરી અને મટીરિયલ ખર્ચ શામેલ છે.
હોમ કન્ટેન્ટ ઇન્શ્યોરન્સના કિસ્સામાં, પુન:સ્થાપન ખર્ચમાં ડેપ્રિશિયેશન બાદ કર્યા વગર ક્ષતિગ્રસ્ત વસ્તુઓને નવી વસ્તુઓથી બદલવાનો ખર્ચ શામેલ છે.
સમ ઇન્શ્યોર્ડની ગણતરી, સામાન્ય રીતે પ્રોપર્ટીના પ્રકાર, તેના બજાર મૂલ્ય, પ્રોપર્ટીના વિસ્તાર, ચોરસ ફૂટ દીઠ નિર્માણનો દરના આધારે કરવામાં આવે છે. છતાં, જો કોમ્પ્રિહેન્સિવ હોમ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદવામાં આવે છે, તો સમ ઇન્શ્યોર્ડમાં એ ઘરના સામાનનો ખર્ચ અથવા મૂલ્ય પણ શામેલ હશે જેનો ઇન્શ્યોરન્સ કરવાનો છે.
સંરચના એક વ્યાપક શબ્દ છે જેનો ઉપયોગ સંપત્તિનું નિર્માણ, કમ્પાઉન્ડ દીવાલ, ટેરેસ, ગેરેજ વગેરેનો સમાવેશ કરવા માટે કરી શકાય છે. આમ, માળખામાં બિલ્ડિંગની આસપાસનો વિસ્તાર પણ સામેલ છે. બીજી તરફ, બિલ્ડિંગનો અર્થ માત્ર સ્ટેન્ડઅલોન બિલ્ડિંગ જેનો ઇન્શ્યોરન્સ કરવામાં આવે છે. તેમાં પ્રાપર્ટીની આસપાસની બાબત શામેલ નથી.
નુકસાનના કિસ્સામાં, જો આવું નુકસાન કવરેજના કાર્યક્ષેત્રમાં હોય તો તમારે તરત જ ઇન્શ્યોરન્સ કંપનીને જાણ કરવી જોઈએ. એચડીએફસી અર્ગોને જાણ કરવા માટે, 022 6234 6234 અથવા 0120 6234 6234 પર કૉલ કરો. તમે કંપનીને care@hdfcergo.com પર ઇમેઇલ પણ મોકલી શકો છો. તમે ક્લેઇમ વિશે જાણ કરવા માટેના નંબર 1800 2700 700 પર પણ કૉલ કરી શકો છો. નુકસાનના 7 દિવસની અંદર ક્લેઇમની સૂચના આપવી જોઈએ.
તમામ માળખા સહિત ઘરના બિલ્ડિંગ માટે સમ ઇન્શ્યોર્ડની ગણતરી કરવા માટે એક સેટ ફોર્મ્યુલા તૈયાર કરવામાં આવ્યો છે. પૉલિસી ખરીદનાર દ્વારા જાહેર કરાયેલ અને ઇન્શ્યોરન્સ કંપની દ્વારા સ્વીકાર્યા મુજબ, ઇન્શ્યોર્ડ કરેલ ઘરના બિલ્ડિંગના નિર્માણની પ્રવર્તમાન કિંમત એ સમ ઇન્શ્યોર્ડ બને છે. ઘરની સામગ્રી માટે, મહત્તમ ₹10 લાખને આધિન, બિલ્ડિંગના સમ ઇન્શ્યોર્ડના 20% નું બિલ્ટ-ઇન કવર પ્રદાન કરવામાં આવે છે. વધુ કવર ખરીદી શકાય છે.
તમારા ઘર માટે વ્યાપક કવરેજ પ્રદાન કરતી પૉલિસીઓ હંમેશા શ્રેષ્ઠ હોય છે. વ્યાજબી પ્રીમિયમ અને ડિસ્કાઉન્ટેડ દરો વાળા, હોમ શીલ્ડ અને ભારત ગૃહ રક્ષા પૉલિસીઓ બે શ્રેષ્ઠ પૉલિસી છે જે તમે પસંદ કરી શકો છો.
ભારતમાં હોમ ઇન્શ્યોરન્સ તમારા રહેઠાણની ઇમારત અને તેની આંતરિક સામગ્રી માટે માનવ-નિર્મિત અને કુદરતી આપત્તિઓના નુકસાન સામે ફાઇનાન્શિયલ સુરક્ષા પ્રદાન કરે છે.
મૂળભૂત હોમ ઇન્શ્યોરન્સ ખૂબ જ સસ્તો અને વ્યાજબી છે. પ્રીમિયમ પર વધુ ડિસ્કાઉન્ટ પણ ઑફર કરવામાં આવે છે.
કોમ્પ્રિહેન્સિવ પૉલિસી ચોરી અને ઘરફોડીને કારણે થતા નુકસાનને કવર કરે છે. દરેક ભારતીય ઘરમાં કોઈપણ સમયે અમુક રકમની કિંમતી જ્વેલરી હોય છે. તે માનવ-નિર્મિત આફતો જેમ કે રમખાણો, તોડફોડ અને પૂર, ભૂકંપ, તોફાન વગેરેને પણ કવર કરે છે.
હા. ભાડૂતો તેમની કિંમતી સંપત્તિઓને સુરક્ષિત કરવા માટે હોમ ઇન્શ્યોરન્સમાં પણ ઇન્વેસ્ટ કરી શકે છે. અહીં પણ ઇન્શ્યોરન્સ, કુદરતી આફતો અને માનવ-નિર્મિત જોખમો સામેના નુકસાનને કવર કરે છે.
તે ભારતમાં ફરજિયાત નથી પરંતુ તેમા ઑફર કરવામાં આવતા બહુવિધ લાભોને કારણે ખરીદવાની સલાહ આપવામાં આવે છે.
એચડીએફસી અર્ગો હોમ ઇન્શ્યોરન્સને સરળતાથી ઑનલાઇન ખરીદી શકાય છે. કોઈપણ પૉલિસી અથવા કોઈપણ ક્લેઇમ સંબંધિત તમામ પ્રશ્નોના નિરાકરણ માટે કસ્ટમર સપોર્ટ 24/7 ઉપલબ્ધ છે.
તમારા ઘરને ઇન્શ્યોર કરવા માટે, તમારે કોમ્પ્રિહેન્સિવ હોમ ઇન્શ્યોરન્સ પ્લાન અથવા હોમઓનર્સ ઇન્શ્યોરન્સની જરૂર પડશે. એક એવો પ્લાન પસંદ કરો જે તમને પ્રોપર્ટીના નુકસાન, ચોરી અને જવાબદારી સામે સુરક્ષિત કરશે અને તમારા ઘરની મૂલ્યવાન સામગ્રીને સુરક્ષિત કરવા માટે પણ કવરેજ પ્રદાન કરશે. યોગ્ય હોમ ઇન્શ્યોરન્સ પ્લાન તમે જે પ્રીમિયમ ચૂકવો છો તેના માટે અતિરિક્ત કવરેજ સાથે માળખા અને સામગ્રી બંને માટે કવરેજ પ્રદાન કરશે. તમારી જરૂરિયાતોને અનુરૂપ હોય તેવો પ્લાન પસંદ કરવા માટે એચડીએફસી અર્ગોના કોમ્પ્રિહેન્સિવ હોમ ઇન્શ્યોરન્સ પ્લાન તપાસો.
વ્યાજબી હોમઓનર્સ ઇન્શ્યોરન્સ અથવા હોમ ઇન્શ્યોરન્સ લોકેશન, પ્રોપર્ટી વેલ્યૂ અને કવરેજની જરૂરિયાતોના આધારે અલગ હોય છે. જો કે, ઉચ્ચ કપાતપાત્ર પસંદ કરીને, બંડલ પૉલિસીઓ અને સ્મોક ડિટેક્ટર અથવા સિક્યોરિટી સિસ્ટમ્સ જેવી સુરક્ષા સુવિધાઓ ઇન્સ્ટૉલ કરીને પ્રીમિયમ ઘટાડી શકાય છે, જે સુનિશ્ચિત કરે છે કે તમારા ઘર સાથે જોડાયેલા જોખમો નોંધપાત્ર રીતે ઓછા હોય. બહુવિધ પ્રદાતાઓના ક્વોટેશનની તુલના કરવી જરૂરી છે, કારણ કે ડિસ્કાઉન્ટ અને દરો નોંધપાત્ર રીતે બદલાઈ શકે છે. તમે એચડીએફસી અર્ગોના કોમ્પ્રિહેન્સિવ હોમ ઇન્શ્યોરન્સ પ્લાન પણ ચેક કરી શકો છો કારણ કે અમે સ્પર્ધાત્મક પ્રીમિયમ પર જરૂરી ઍડ-ઑન સાથે કસ્ટમાઇઝ કરી શકાય તેવા પ્લાન પ્રદાન કરીએ છીએ.
તમારા ઘરને ઇન્શ્યોર કરવા માટે, તમારા ઘર અને સામાનના મૂલ્યનું મૂલ્યાંકન કરીને શરૂઆત કરો. વિવિધ ઇન્શ્યોરન્સ કંપનીઓ વિશે સંશોધન કરો અને હોમ ઓનર્સ ઇન્શ્યોરન્સ પૉલિસીઓની તુલના કરો જે માળખાકીય નુકસાન, વ્યક્તિગત પ્રોપર્ટી અને જવાબદારી માટે કવરેજ ઑફર કરે છે. ઑનલાઇન અથવા એજન્ટ દ્વારા વિવિધ ઇન્શ્યોરન્સ કંપીની પાસેથી ક્વોટેશન મેળવો. જો લાગુ પડે તો પૂર અથવા ભૂકંપ જેવા સંભવિત જોખમોમાં યોગ્ય લેવલનું કવરેજ પસંદ કરો. એકવાર તમે કંપની પસંદ કર્યા પછી, એપ્લિકેશન પ્રોસેસ પૂર્ણ કરો, કોઈપણ જરૂરી નિરીક્ષણ કરાવો અને તમારી પૉલિસીને ઍક્ટિવેટ કરવા માટે પ્રીમિયમ ચૂકવો. તમારી જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે તમારા કવરેજને નિયમિતપણે રિવ્યૂ કરો. એચડીએફસી અર્ગોના કોમ્પ્રિહેન્સિવ હોમ ઇન્શ્યોરન્સ પ્લાન ચેક કરો જે અતિરિક્ત ઍડ-ઑન સાથે આવે છે અને સરળ ક્લેઇમ પ્રોસેસ ધરાવે છે.
આ પૉલિસી તમારા ઘરની સામગ્રીને ચોરી/નુકસાન માટે ₹25 લાખ સુધીનું કવર પ્રદાન કરે છે અને અકસ્માતના કારણે થતી થર્ડ પાર્ટીની જવાબદારીઓ માટે ₹50 લાખ સુધીનું કવર પ્રદાન કરે છે.
પૉલિસીને ઑનલાઇન ખરીદ્યા પછી 1લા દિવસથી જ કવર શરૂ થાય છે.
નીચેની બાબતો પૉલિસી હેઠળ કવર કરવામાં આવે છે:
વિગતવાર માહિતી માટે હોમ ઇન્શ્યોરન્સ કવરેજ પર આ બ્લૉગ વાંચો.
પૉલિસીમાં નીચેની બાબતોને આવરી લેવામાં આવી નથી:
હા, જો તમે ઘર ભાડે આપ્યું હોય તો પણ તમે તેનો ઇન્શ્યોરન્સ લઈ શકો છો. કોઈપણ સામગ્રી વગર ઘરના કિસ્સામાં, તમે માત્ર બિલ્ડિંગ અથવા માળખાના નુકસાનનું કવર પસંદ કરી શકો છો. બીજી તરફ, જો તમે સંપૂર્ણપણે ફર્નિચરવાળા ઘરને ભાડે આપો છો, તો તમારે એક એવી કોમ્પ્રિહેન્સિવ પૉલિસી પસંદ કરવી જોઈએ જે નુકસાનના કિસ્સામાં તમારા ઘરના માળખા અને સામગ્રી બંનેને કવર કરે છે.
ખરેખર, તમારા ભાડૂઆત પણ હોમ ઇન્શ્યોરન્સ પૉલિસી પસંદ કરી શકે છે જેમાં તેઓ માત્ર સામાનને કવર કરતો કન્ટેન્ટ ઇન્શ્યોરન્સ પસંદ કરી શકે છે. તમારી ઘરના માળખા અને તેની સામગ્રીનો આવા પ્લાન હેઠળ ઇન્શ્યોરન્સ કરવામાં આવશે નહીં. નુકસાન અથવા ચોરીના કિસ્સામાં, તમારા ઘરને નુકસાન થઈ શકે છે જેના માટે ભાડૂઆત જવાબદાર નહીં હોય. તેવા કિસ્સામાં હોમ ઇન્શ્યોરન્સ પૉલિસી લાભદાયી સાબિત થશે.
હા, અગાઉના સમયમાં આમ ન હતું, પરંતુ હવે, ઇન્શ્યોરન્સ કંપનીઓ કમ્પાઉન્ડ વૉલને બિલ્ડિંગનો ભાગ માને છે. ભારતના માનનીય સર્વોચ્ચ ન્યાયાલય મુજબ, બિલ્ડિંગ શબ્દને તેના મુખ્ય માળખાની બહારની સંરચનાઓ શામેલ કરીને વાંચવાની જરૂર છે. આ બાહ્ય માળખાઓ ગેરેજ, તબેલા, શેડ, ઝૂંપડી અથવા અન્ય જોડાણ હોઈ શકે છે. તેથી, કમ્પાઉન્ડ વૉલને હવે હોમ ઇન્શ્યોરન્સ દ્વારા કવર કરવામાં આવે છે.
ઇન્શ્યોરન્સ કવર એ પૉલિસીમાં શરૂઆતની તારીખના સેક્શન હેઠળ ઉલ્લેખિત તારીખ અને સમયથી શરૂ થાય છે. તમે પૉલિસી શેડ્યૂલમાં શરૂઆતની તારીખ જોઈ શકો છો. ધ્યાનમાં રાખો કે જો તમે પૉલિસી પ્રીમિયમની સંપૂર્ણ ચુકવણી કરી હોય તો પણ તમારી પૉલિસી શરૂઆતની તારીખ પહેલાં કંઈપણ કવર કરશે નહીં. ઉપરાંત, પૉલિસીની સમાપ્તિની તારીખની ગણતરી તેના આધારે કરવામાં આવશે.
હા, તમે હોમ ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ સંપૂર્ણ બિલ્ડિંગ અથવા સોસાયટી માટે કવરેજ પસંદ કરી શકો છો. જો કે, હાઉસિંગ સોસાયટી/બિન-વ્યક્તિગત રહેઠાણ માટે જારી કરેલી પૉલિસી, એક વાર્ષિકની પૉલિસી હોય છે અને તે લાંબા ગાળાની પૉલિસી નથી.
હા. પૉલિસી ડૉક્યુમેન્ટમાં ઉલ્લેખિત પૉલિસી પર કપાતપાત્ર અને અતિરિક્તની રકમ લાગુ પડે છે.
હા. આ પૉલિસી સુરક્ષા ડિસ્કાઉન્ટ, પગારદાર ડિસ્કાઉન્ટ, ઇન્ટરકૉમ ડિસ્કાઉન્ટ, લાંબા ગાળાનું ડિસ્કાઉન્ટ અને વધુ સહિત 45% સુધીનું ડિસ્કાઉન્ટ પ્રદાન કરે છે.
એક ઑક્યુપાઇડ હોમઓનર્સ પૉલિસી એવા ઘર પર લાગુ પડે છે જેમાં માલિક સ્વયં પોતાના ઘરમાં રહે છે. આ કિસ્સામાં કવર ઘર અને તેની સામગ્રી બંને પર લાગુ પડે છે. એક નૉન-ઓનર ઑક્યુપાઇડ પૉલિસી એવા કિસ્સામાં લાગુ પડે છે જ્યાં માલિકે ભાડાની આવકના હેતુ માટે પ્રોપર્ટી ખરીદી છે અને સ્વયં રહેતો નથી.. આ કિસ્સામાં કવર માત્ર ઘરની સામગ્રી પર લાગુ પડે છે.
કંપની કોઈપણ પૂર્વ સંમતિ વિના આ ઇન્શ્યોરન્સની કોઈપણ અસાઇનમેન્ટ દ્વારા બાધ્ય નથી.
હા. આ પૉલિસી પોર્ટેબલ ઇલેક્ટ્રોનિક્સ કવર, જ્વેલરી અને મૂલ્યવાન વસ્તુઓનું કવર, આતંકવાદ કવર, પેડલ સાઇકલ કવર વગેરે જેવા અનેક ઍડ-ઑન ઑફર કરે છે. હોમ ઇન્શ્યોરન્સ હેઠળ ઍડ-ઑન કવર પર આ બ્લૉગ વાંચો
એકવાર પૉલિસીધારક દ્વારા ઇન્શ્યોર્ડ સંપત્તિનું વેચાણ કર્યા પછી, પૉલિસીમાં તે પૉલિસીધારક માટે ઇન્શ્યોરન્સનો કોઈપણ લાભ બાકી રહેતો નથી. પરિણામે, પૉલિસી પણ તે પૉલિસીધારકને કોઈપણ સુરક્ષા પ્રદાન કરવા સક્ષમ રહેતી નથી. નવા મકાનમાલિકે ઇન્શ્યોરર પાસેથી નવી હોમ ઇન્શ્યોરન્સ પૉલિસી મેળવવી જરૂરી છે. પૉલિસીના કૅન્સલેશન માટે અસલ પૉલિસીધારકે ઇન્શ્યોરરને આ વેચાણ વિશે જાણ કરવી જોઈએ. ઘર વેચતી વખતે હોમ ઇન્શ્યોરન્સના મહત્વ વિશે વધુ જાણવા માટે આ બ્લૉગ વાંચો.
હા, તમે બે કંપની પાસેથી હોમ ઇન્શ્યોરન્સ લઈ શકો છો. જો કે, જ્યારે તમે બીજો પ્લાન ખરીદો ત્યારે તમારે પ્રપોઝલ ફોર્મમાં હાલની પૉલિસી જાહેર કરવી જોઈએ. વધુમાં, ક્લેઇમના કિસ્સામાં, જો તમે બંને પ્લાનમાં ક્લેઇમ કરો છો, તો તમારે અન્ય પૉલિસીમાં ક્લેઇમ કરવા વિશે દરેક ઇન્શ્યોરન્સ કંપનીને જાણ કરવી પડશે.
તમારે તમારી ઇન્શ્યોર્ડ પ્રોપર્ટીની ચોરી અથવા નુકસાનને પ્રમાણિત કરતા સંબંધિત ડૉક્યુમેન્ટ સાથે યોગ્ય રીતે સહી કરેલ ક્લેઇમ ફોર્મ સબમિટ કરવાની જરૂર પડશે. ચોરીના કિસ્સામાં, FIRની એક કૉપીની જરૂર પડશે.
મૂલ્યાંકનની બે પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે:
1. જૂના માટે નવું આધારે: રિપેર ન થઈ શકે એટલી વધુ ક્ષતિગ્રસ્ત વસ્તુને નવી વસ્તુ સાથે બદલવામાં આવે છે અથવા ઇન્શ્યોરર તે વસ્તુ કેટલી જૂની છે તેને ધ્યાનમાં લીધા વિના વસ્તુને સંપૂર્ણપણે ચૂકવે છે, જે મહત્તમ સમ ઇન્શ્યોર્ડ રકમને આધિન છે.
2. ક્ષતિપૂર્તિના આધારે: સમ ઇન્શ્યોર્ડની રકમ સમાન જ પ્રકારની અને સમાન ક્ષમતાની પ્રોપર્ટીથી બદલવાના ખર્ચને સમાન રહેશે જેમાંથી ડેપ્રિશિયેશન ખર્ચને બાદ કરવામાં આવશે.
તમે આમાંથી કોઈપણ એક ક્લેઇમ કરી શકો છો:
કૃપા કરીને વધુ માહિતી માટે, આ બ્લૉગ જુઓ.
તમારા પૉલિસી ક્લેઇમનું સ્ટેટસ તપાસવા માટે આ સરળ પગલાંઓને અનુસરો:
તમારી પૉલિસીની વિગતો તમને પ્રદર્શિત કરવામાં આવશે.
ક્લેઇમની રકમ કાંતો સીધા પૉલિસી સાથે લિંક કરેલ તમારા બેંક એકાઉન્ટમાં NEFT/RTGS દ્વારા ટ્રાન્સફર કરવામાં આવે છે અથવા અથવા ચૅક દ્વારા આપવામાં આવે છે.
હોમ ઇન્શ્યોરન્સ ક્લેઇમ માટે FIR જરૂરી હોઈ શકે છે, ખાસ કરીને અથડામણથી થતા નુકસાનના કિસ્સામાં જેમકે બિલ્ડિંગ સાથે વાહનની અથડામણ, રમખાણો, હડતાલ, દ્વેષપૂર્ણ સંજોગો, ચોરી, લૂંટ અથવા ઘરફોડી જેવા નુકસાનકર્તા કિસ્સાઓમાં. સામાન્ય રીતે, આવા કિસ્સાઓમાં ઘરની સામગ્રી કે જે ક્ષતિગ્રસ્ત થઈ હોય અથવા ખોવાઈ ગઈ હોય, તેમજ ઘરની બિલ્ડિંગને થયેલ નુકસાન, સમારકામ ખર્ચની મર્યાદામાં કવર કરવામાં આવશે.
હા, તમે તમારા આંશિક ક્ષતિગ્રસ્ત ઘરનો ક્લેઇમ કરી શકો છો. ક્લેઇમ કરવાની પ્રક્રિયા નીચે મુજબ રહેશે –
• એચડીએફસી અર્ગોના હેલ્પલાઇન નંબર 022–62346234 પર કૉલ કરો અથવા કસ્ટમર સર્વિસ વિભાગને care@hdfcergo.com પર ઇમેઇલ મોકલો. આનાથી તમારો ક્લેઇમ ઇન્શ્યોરન્સ કંપની સાથે રજિસ્ટર થઈ જશે
• એકવાર ક્લેઇમ રજિસ્ટર થયા પછી, એચડીએફસી અર્ગોની ક્લેઇમ સંબંધિત ટીમ તમને તમારા ક્લેઇમને સેટલ કરવા માટેના પગલાંઓ જણાવીને માર્ગદર્શન આપશે.
• તમારે ક્લેઇમ સેટલમેન્ટ માટે નીચેના ડૉક્યૂમેન્ટ સબમિટ કરવાના રહેશે –
1. ફોટા
2. પૉલિસી અથવા અન્ડરરાઇટિંગ ડૉક્યૂમેન્ટ
3. ક્લેઇમ ફોર્મ
4. રિપેર અથવા રિપ્લેસમેન્ટના રસીદ સહિતના બિલ
5. લૉગબુક અથવા એસેટ રજિસ્ટર, જ્યાં લાગુ પડે ત્યાં કેપિટલાઇઝ કરેલ આઇટમનું લિસ્ટ
6. લાગુ પડતા તમામ માન્ય પ્રમાણપત્રો
7. પોલીસ FIR, જો લાગુ પડતી હોય
ડૉક્યૂમેન્ટ સબમિટ કર્યા પછી, એચડીએફસી અર્ગો ક્લેઇમ વેરિફાઇ કરશે અને વહેલી તકે તેને સેટલ કરશે.
હા, પૉલિસીની સમાપ્તિ પર રિન્યુ કરી શકાય છે. આ સરળ પગલાંઓને અનુસરો:
1. https://www.hdfcergo.com/renew-hdfc-ergo-policy પર લૉગ ઑન કરો 2. તમારો પૉલિસી નંબર/મોબાઇલ નંબર/ઇમેઇલ ID દાખલ કરો. 3. તમારી પૉલિસીની વિગતો ચેક કરો. 4. તમારી પસંદગીની ચુકવણીની પદ્ધતિ દ્વારા ઝડપી ઑનલાઇન ચુકવણી કરો.
અને બસ આટલું જ છે. તમે પૂર્ણ કરી લીધું છે!
હાલની એચડીએફસી અર્ગો પૉલિસીને રિન્યુ કરવું સરળ અને ઝંઝટમુક્ત છે. માત્ર તમારી રહેઠાણની પ્રોપર્ટીના ડૉક્યુમેન્ટ સાથે તમારો પૉલિસી નંબર પ્રદાન કરો અને તમે પૂર્ણ કરી લીધું છે.
તમે 1 વર્ષથી 5 વર્ષ વચ્ચેના કોઈપણ સમયગાળા માટે પૉલિસીને રિન્યુ કરી શકો છો.
જો તમે તમારી પ્રોપર્ટીનું મૂલ્ય નોંધપાત્ર રીતે વધાર્યું હોય એમ ઘરમાં નવીનીકરણ કર્યું છે અથવા સામગ્રી ઉમેરી છે, તો કદાચ તમે તેને સુરક્ષિત કરવા માટે વધારે કવરેજ મેળવવા માંગશો. આવા કિસ્સામાં પ્રીમિયમની રકમ પણ વધશે. જો તમે કવરેજ વધારવા માંગતા નથી, તો તમે જૂના પ્રીમિયમ સાથે પૉલિસીને રિન્યુ કરી શકો છો.
પ્રોપર્ટીનું મૂલ્યાંકન પ્રાપ્ત કરવા માટે, પ્રોપર્ટીના નિર્મિત વિસ્તારને નિર્માણના ખર્ચ દ્વારા ગુણાકાર કરવામાં આવે છે.