મચલા ચોપડા ગામ જલગાંવ, મહારાષ્ટ્ર ખાતેની શાળા
અમારી CSR પ્રવૃત્તિના કેન્દ્રમાં "ગાંવ મેરા" નામની અમારી પ્રમુખ પહેલ છે જેનો હેતુ પસંદગીના ગામોમાં શિક્ષણ અને સ્વચ્છતાની વર્તમાન સ્થિતિમાં સુધારો કરવાનો છે.
શિક્ષણ અને ગ્રામીણ વિકાસ
એવું કહેવાય છે કે શાળા એ બાળકો માટે ઘરથી દૂર બીજા ઘર જેવુ હોય છે. કેટલીક સરકારી શાળાઓમાં પાણી, વીજળી કે ચોખ્ખાઈ જેવી સુવિધાઓ ઉપલબ્ધ ન હોય તેવી અસ્વચ્છ અને જર્જરિત સ્થિતિમાં હોવાની શક્યતા છે. કેટલીક સરકારી શાળાઓમાં પાયાની સુવિધાઓ જેવી કે પીવાનું સ્વચ્છ પાણી, શૌચાલય, પુસ્તકાલયો ઉપલબ્ધ નથી, અને મોટા ભાગની શાળાઓમાં કૉમ્પ્યુટર લેબ પણ ઉપલબ્ધ નથી.
આ અસમાનતા દૂર કરવા, એચડીએફસી અર્ગોનો “ગાંવ મેરા” પ્રોગ્રામનો ઉદ્દેશ ટકાઉ શૈક્ષણિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરિયાત પર ધ્યાન આપવાનો છે. શિક્ષણના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ (SDG) ને સંબોધવા માટે કંપનીએ ગ્રામીણ ભારતમાં સરકારી શાળાઓના પુનઃનિર્માણ દ્વારા ભૌતિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારવામાં રોકાણ કર્યું છે. નવનિર્મિત શાળાઓને ‘બિલ્ડિંગ એઝ લર્નિંગ એઇડ’ પ્રકારે બનાવવામાં આવી છે (BaLA માર્ગદર્શિકા). આ એક ઇનોવેટિવ વિચાર છે જેનો ઉદ્દેશ્ય શિક્ષણ માટે બાળકો માટે મૈત્રીપૂર્ણ અને મનોરંજન-આધારિત ભૌતિક વાતાવરણ વિકસાવીને શિક્ષણમાં ગુણાત્મક સુધારણા કરવાનો છે. ક્લાસરૂમોમાં પૂરતા હવા-ઉજાસ હોય તે અમે સુનિશ્ચિત કરીએ છીએ. નવનિર્મિત શાળાઓમાં બેન્ચ, ડેસ્ક, ગ્રીન બોર્ડ, રસોડું, ભોજનની સુવિધા, પુસ્તકાલય અને કોમ્પ્યુટર રૂમ છે.
અમારા કર્મચારીઓએ કોસ્મિક ડિવાઇન સોસાયટી સાથે મુંબઈમાં વંચિત બાળકોને પૌષ્ટિક ભોજન પીરસવાની સ્વૈચ્છિક સેવા આપી.
ચેન્નઈ, દિલ્હી, નોઇડા, ગાઝિયાબાદ, બેંગલોર અને ચંડીગઢમાં આયોજિત આંખના સ્વાસ્થ્ય કેમ્પોમાં કર્મચારીઓ સ્વૈચ્છિક ભાગ લીધો. આંખના કેમ્પના ભાગ રૂપે ગ્રામીણ લોકોને મોતિયા, ગ્લુકોમા, ડાયાબિટીક રેટિનોપેથી, રેટિનલ ડિસઓર્ડર અને અન્ય આંખના રોગો વિશે માહિતગાર કરવામાં આવ્યા.
એચડીએફસી અર્ગોના કર્મચારીઓ દ્વારા પુણેના ગરાડે ગામમાં વૉટરશેડ બનાવવા માટે HT પારેખ ફાઉન્ડેશન તથા પાની ફાઉન્ડેશન સાથે સ્વૈચ્છિક શ્રમદાન. સ્વયંસેવકો દ્વારા 03 કમ્પાર્ટમેન્ટ બંધ બાંધવામાં આવ્યા જે એક સાથે લગભગ 30,000 લિટર પાણીનું વહન કરી શકે છે અને કુલ 1,45,000 લિટર પાણીની ક્ષમતા ધરાવે છે.
એચડીએફસી અર્ગો CSR પહેલ સંબંધિત પ્રશ્નો, સૂચનો અને પ્રતિસાદ માટે, અમને અહીં લખો: csr.initiative@hdfcergo.com