બિઝનેસમાં વધતા જતી સ્પર્ધાત્મક બાબતોના પરિદૃશ્યોમાં, દરેક સંસ્થાએ અનપેક્ષિત બાબત માટે તૈયાર રહેવું પડે છે. તે માત્ર તમે જે ક્ષેત્રમાં કામ કરો છો ત્યાં જ નહીં, પરંતુ તમારા કર્મચારીઓને પણ લાગુ પડે છે. છેવટે, કોઈ પણ વ્યક્તિ બીમારી, અકસ્માત અથવા ડિમોટિવેશનને કારણે પોતાના લોકોને ગુમાવવાનું સહન કરી શકતી નથી. એચડીએફસી અર્ગોની પર્સનલ એક્સિડન્ટ પૉલિસી, તમારી સંસ્થાને કોમ્પ્રિહેન્સિવ પર્સનલ એક્સિડેન્ટ ઇન્શ્યોરન્સ ઑફર કરીને સશક્ત બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.
કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ પ્લાન્સની પસંદગી સાથે જે તમારા અને તમારા લોકો માટે શક્તિશાળી પ્રોત્સાહન અને મનની શાંતિ પ્રદાન કરે છે.
આ પૉલિસી હેઠળ અકસ્માતમાં જીવન ગુમાવવાના કિસ્સામાં ઇન્શ્યોર્ડ વ્યક્તિને કવર કરવામાં આવે છે.
જો ઇન્શ્યોર્ડ વ્યક્તિને અકસ્માતમાં કાયમી ધોરણે અપંગતા આવે તો લાભ ચુકવવામાં આવે છે.
જો ઇન્શ્યોર્ડ વ્યક્તિને અકસ્માતને લીધે હૉસ્પિટલાઇઝેશનની જરૂર પડે તો મેડિકલ ખર્ચ બદલ વળતર ચૂકવવામાં આવે છે .
જો ઇન્શ્યોર્ડ વ્યકિતને અકસ્માત પછી દાખલ દર્દી તરીકે હૉસ્પિટલાઇઝેશનની જરૂર હોય તો દૈનિક લાભ ચૂકવવામાં આવે છે.
પૉલિસી હેઠળ કવર કરેલા ઇન્શ્યોર્ડ વ્યક્તિના અકસ્માતે મૃત્યુના કિસ્સામાં, જીવિત જીવનસાથી અને આશ્રિત બાળક માટે મેડિકલ ઇન્શ્યોરન્સના પ્રીમિયમની ચુકવણી કરે છે.
અકસ્માત પછી ફરીથી સાજા થવા માટે કરવામાં આવતી સર્જરીના ખર્ચની ચુકવણી કરે છે.
જો શારીરિક ઈજા અથવા બીમારીને કારણે ઇન્શ્યોર્ડ વ્યક્તિનું મૃત્યુનું થાય, તો કંપની ઇન્શ્યોર્ડ વ્યક્તિના અંતિમ સંસ્કારનો ખર્ચ ઇન્શ્યોર્ડ વ્યક્તિના લાભાર્થી અથવા કાનૂની પ્રતિનિધિને ચૂકવવા માટે સંમત થાય છે.
અકસ્માતના પરિણામે નુકસાનની તારીખના 12 મહિનાની અંદર ઇન્શ્યોર્ડ વ્યક્તિ દ્વારા કરવામાં આવેલ તબીબી ખર્ચની ભરપાઈ કરે છે.
જો નુકસાનની તારીખના 12 મહિનાની અંદર અકસ્માતને કારણે ઇન્શ્યોર્ડ મૃત્યુને પામે છે તો તે વ્યક્તિના આશ્રિત બાળક (કો) માટે શિક્ષણ ફીની ચુકવણી કરે છે.
જો તમે પોતાને ઇજા પહોંચાડો છો, તો તે આ પૉલિસી હેઠળ કવર કરવામાં આવતું નથી.
જો તમને ગેરકાયદેસર અથવા ગુનાહિત કામમાં ભાગ લેવાને કારણે ઇજા થઈ હોય તો ગ્રુપ એક્સિડન્ટ ઇન્શ્યોરન્સ હેઠળ તે કવર કરવામાં આવશે નહીં.
એડવેન્ચર સ્પોર્ટ્સ, જોખમી કાર્ય, નેવી અને એરફોર્સમાં ભાગ લેવાને કારણે થતી ઈજાઓ કવર કરવામાં આવશે નહીં.
નશાના પદાર્થનો ઉપયોગ હાનિકારક છે, જો તમને આવા વપરાશને કારણે કોઈ સ્વાસ્થ્ય સમસ્યાઓનો થાય તો તમારી પૉલિસી તેને કવર કરશે નહીં.
HIV અને AIDS ની સારવારના ખર્ચા કવર કરવામાં આવશે નહીં.
યુદ્ધ અને આતંકવાદને કારણે થતું મૃત્યુ અથવા ઈજા કવર કરવામાં આવતી નથી.
કૃપા કરીને નોંધ કરો કે તમામ લાભો પૉલિસીમાં ઉલ્લેખિત મહત્તમ રકમને આધિન છે. આ ઉપરાંત, કેટલાક લાભો કપાતપાત્ર અથવા ફ્રેન્ચાઇઝીને આધિન છે જેને ક્લેઇમને હેન્ડલ કરતી વખતે ધ્યાનમાં લેવામાં આવશે. આને રિલીઝ કરેલ કોઈપણ ક્વોટેશન અથવા જારી કરેલી કોઈપણ પૉલિસીમાં સ્પષ્ટપણે નોંધવામાં આવશે.
1 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
તમારા માટે 24x7 સહાયતા
કસ્ટમરની જરૂરિયાતોના સાથી
સંપૂર્ણ પારદર્શિતા
Awards
1 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા
તમારા માટે જરૂરી 24x7 સહાયતા
કસ્ટમરની જરૂરિયાતોના સાથી
સંપૂર્ણ પારદર્શિતા
Awards