તમારો બિઝનેસ તમારો જ એક ભાગ છે. તે તમારા કર્મચારીઓ અને તમારા નજીકના અને પ્રિયજનોના પ્રયત્નો અને મહત્વાકાંક્ષાઓનું પરિણામ છે.
જ્યારે વાત તમારા બિઝનેસ અને સંપત્તિઓને સુરક્ષિત કરવાની હોય, ત્યારે એચડીએફસી અર્ગોને એક શ્રેષ્ઠ ઇન્શ્યોરન્સ કંપનીઓમાંથી એક તરીકે ઓળખવામાં આવે છે, જે તમને ઓછામાં ઓછી તકલીફથી તમને ફરી પગભર કરશે. વાસ્તવમાં, અમે એક પગલું આગળ વધીએ છીએ અને આગના પરિણામે થતા તમારા બિઝનેસ અવરોધથી થતાં નુકસાનથી તમને કવર કરીએ છીએ. જેથી મુશ્કેલીના સમયે તમને એક બહેતર ટીમ તરફથી આર્થિક સહયોગ મળશે અને તમે જલ્દીથી ફરીથી કામ શરૂ કરી શકશો.
એચડીએફસી અર્ગો જ્યાં સુધી તમારા બિઝનેસની સ્થિતિ પહેલાં જેવી ન થાય ત્યાં સુધી તમારી સાથે જ રહે છે. આ પૉલિસી SME અને કોર્પોરેટ માટે આદર્શ છે, જેમને તેમના બિઝનેસ માટે અનિયંત્રિત પરિસ્થિતિઓ સામે કવરેજની જરૂર છે, જે પ્રોપર્ટી અને બિઝનેસને બરબાદ કરી શકે છે. આ પૉલિસી SFSP પૉલિસી સાથે આવે છે અને તેને સ્ટેન્ડઅલોન આધારે પસંદ કરી શકાતી નથી.
ફાયર મટિરિયલ ડેમેજ પૉલિસી હેઠળ ઇન્શ્યોરન્સ લીધેલા કોઈપણ જોખમને કારણે તમારી જગ્યાને નુકસાન થવાના પરિણામે તમારા બિઝનેસમાં કોઈપણ વિક્ષેપ થવાના કિસ્સામાં, આ પૉલિસી તમને ફરી બિઝનેસ કરવા સક્ષમ બનાવે છે:
વધુ જાણો...તમારા ફાયર મટીરિયલ ડેમેજ કવરમાં આવતી બાકાત બાબત આમાં પણ બાકાત રહેશે.
આ પાછલા વર્ષના એકાઉન્ટ મુજબ તમારા બિઝનેસના અનુમાનિત વાર્ષિક કુલ નફા પર આધારિત છે. જો ઇન્શ્યોરન્સના સમયગાળા સાથેના ફાઇનાન્શિયલ વર્ષ દરમિયાન કમાયેલ કુલ નફો સમ ઇન્શ્યોર્ડ કરતા ઓછો હોય તો ઇન્શ્યોર્ડ પ્રીમિયમને (ચૂકવેલ પ્રીમિયમના 50% કરતા વધુ નહીં) પરત મેળવવા માટે હકદાર છે.
આ પૉલિસી ફરજિયાત વધારાની રકમને આધિન છે.
પ્રીમિયમ વ્યવસાય, ઑક્યુપન્સી, વાર્ષિક કુલ નફો, પસંદ કરેલ ક્ષતિપૂર્તિ અવધિ અને વિસ્તરણ પર આધારિત રહેશે.
1 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
તમારા માટે 24x7 સહાયતા
કસ્ટમરની જરૂરિયાતોના સાથી
સંપૂર્ણ પારદર્શિતા
Awards
1 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા
તમારા માટે જરૂરી 24x7 સહાયતા
કસ્ટમરની જરૂરિયાતોના સાથી
સંપૂર્ણ પારદર્શિતા
Awards