આ એક કોમ્પ્રિહેન્સિવ પૅકેજ પૉલિસી છે, જેમાં પ્રોપર્ટીને આકસ્મિક નુકસાન સહિતની અણધારી પરિસ્થિતિઓ સામે કવર પ્રદાન કરવામાં આવે છે, જેનો સામનો મોટા ઉદ્યોગોએ સંચાલન દરમિયાન કરવો પડતો હોય છે.
નાના અકસ્માત અને બ્રેકડાઉન (અથવા ચોરી)ને કારણે મોટું શટડાઉન કે મોટો ખર્ચ થઈ શકે છે. ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને મશીનરીઓ મોંઘી હોય છે અને ઘણીવાર તેમાં વિવિધ ક્ષેત્રોમાં મોટું રોકાણ કરવામાં આવેલ હોય છે. કોઈપણ મોટા શટડાઉનને કારણે માર્કેટ શેરમાં સંભવિત નુકસાન થઈ શકે છે, જેની લાંબા ગાળાની અસરો થઈ શકે છે.
આવી પરિસ્થિતિમાં એચડીએફસી અર્ગોના ઇન્ડસ્ટ્રિયલ ઑલ રિસ્ક ઇન્શ્યોરન્સ દ્વારા પ્રદાન કરવામાં આવતા તમામ કવર, તમારા બિઝનેસને જરૂરી ટેકો પૂરો પાડે છે. ક્લેઇમની સમયસર ચૂકવણી દ્વારા બિઝનેસ વહેલી તકે ફરીથી શરૂ કરવામાં મદદ મળે છે.
આ પૉલિસી ખાસ કરીને બાકાત રાખવામાં આવેલ હોય તે સિવાયના તમામ જોખમોને કવર કરી લે છે.
સેક્શન I (વસ્તુઓનું નુકસાન)
વધુ વાંચો...સેકશન II (બિઝનેસમાં અડચણો)
વધુ વાંચો...કયા કારણોનો સમાવેશ થતો નથી
સમાવિષ્ટ નથી તેવી પ્રોપર્ટી
ઇમારતો, મશીનરી, ફર્નિચર, ફિક્સચર્સ, ફિટિંગ્સ અને ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન સંબંધિત સેક્શન I (મટીરિયલ નુકસાન) માટેની વીમાકૃત રકમ (સમ ઇન્શ્યોર્ડ) ફક્ત રીઇન્સ્ટેટમેન્ટ વેલ્યૂના આધારે રહેશે, જ્યારે સ્ટૉક્સને બજાર મૂલ્ય આધારે કવર કરવામાં આવશે.
મશીનરી બ્રેકડાઉનના જોખમ માટેની સમ ઇન્શ્યોર્ડ પ્લાન્ટ અને મશીનરીની ઇન્શ્યોરન્સ રકમ, પાઇપિંગ અને કેબલિંગ માટેના મૂલ્યને બાદ કરીને આગ હેઠળ જાહેર કરાયેલ પ્લાન્ટ અને મશીનરીની સમ ઇન્શ્યોર્ડ જેટલી જ હોવી જોઈએ.
વાર્ષિક કુલ નફા અને પસંદ કરેલ ઇન્ડેમ્નિટી અવધિના આધારે સેકશન II (બિઝનેસમાં અડચણો) માટેની સમ ઇન્શ્યોર્ડ.
ઇન્ડેમ્નિટી અવધિ, એટલે એ મહત્તમ સમયગાળો કે જે દરમ્યાન બિઝનેસમાં કોઈ અડચણ આવી નથી દખલગીરી થઈ શકે છે, તે શામેલ પ્રવૃત્તિઓના આધારે ઇન્શ્યોરન્સ લેનાર દ્વારા પસંદ કરી શકાય છે.
ભારતમાં એક અથવા વધુ સ્થળોએ ₹100 કરોડ કે તેથી વધુની કુલ સમ ઇન્શ્યોર્ડ સાથેના તમામ ઔદ્યોગિક જોખમો (પેટ્રોકેમિકલ ટેરિફ હેઠળ આવી શકે તેવા જોખમો સિવાય) માટે ઇન્ડસ્ટ્રિયલ ઑલ રિસ્ક પૉલીસી લઈ શકાય છે.
પ્રીમિયમ પસંદ કરેલા કવરના પ્રકાર, ક્લેઇમ અનુભવ, જોખમનું પ્રમાણ, ઉપલબ્ધ ફાયર પ્રોટેક્શન સિસ્ટમ્સ, મેન્ટેનન્સની પદ્ધતિ અને પૉલિસી હેઠળ પસંદ કરેલ કપાતના આધારે નક્કી થશે.
આ પૉલિસી પર સમ ઇન્શ્યોર્ડ અનુસાર ફરજિયાત કપાત લાગુ પડે છે.
1 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
તમારા માટે 24x7 સહાયતા
કસ્ટમરની જરૂરિયાતોના સાથી
સંપૂર્ણ પારદર્શિતા
Awards
1 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા
તમારા માટે જરૂરી 24x7 સહાયતા
કસ્ટમરની જરૂરિયાતોના સાથી
સંપૂર્ણ પારદર્શિતા
Awards