દરેક બિઝનેસને તે વૃદ્ધિ પામે અને નફો મેળવી શકે તે રીતે તેની માવજત કરવામાં આવે છે. પરંતુ, જેમ જીવનમાં બને છે તેમ, તેમાં પણ અકસ્માત થાય છે. ઉદાહરણ તરીકે, તમારા પરિસરમાં જમીન પર ભીનું હોવાને કારણે ગ્રાહક લપસી પડે છે અને તેમની પગની ઘૂંટીમાં મચકોડ આવે છે, જેના પરિણામે તેમણે હૉસ્પિટલમાં દાખલ થવું પડે છે.
કાયદાથી પ્રભાવિત જાહેર જોખમ અને જવાબદારી એક આશાસ્પદ બિઝનેસનો અંત લાવી શકે છે. એચડીએફસી અર્ગોની પબ્લિક લાયેબિલિટી ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ તમે આવી કાનૂની જવાબદારીઓ સામે સુરક્ષિત છો, જેને પરિણામે તમારા બિઝનેસને ઉત્તમ સુરક્ષા પ્રાપ્ત થાય છે. આ અમારી બેઝ ઑફર છે (ન્યૂનતમ જરૂરી કવરેજ). વૈકલ્પિક સાથે તુલના કરો
આ પૉલિસી તમને તમારા વ્યવસાયના સંબંધમાં તમારા પરિસરમાં થતા અકસ્માત, ઈજા અને નુકસાનથી ઉદ્ભવતા કોઈપણ દાવા માટે વળતર આપે છે.
વધુ વ્યાપક સુરક્ષા માટે, તમે આકસ્મિક પ્રદૂષણ, કુદરતી હોનારતો, જોખમી પદાર્થોના પરિવહન અને તે પ્રકારની ઉદ્ભવતી કાનૂની કાર્યવાહીને કવર કરી શકો છો.
આ પૉલિસીમાં પ્રદૂષણ, કોઈપણ પ્રોડક્ટ, વ્યક્તિગત ઈજાઓ જેમ કે બદનક્ષી, નિંદા, દંડ અને પ્યુનિટિવ અથવા એકઝેમ્પલરી ડેમેજ અને સામગ્રીના પરિવહનના સંબંધમાં ઉદ્ભવતી જવાબદારી કવર કરવામાં આવતી નથી.
*અમારી બેઝ ઑફર (ન્યૂનતમ જરૂરી કવરેજ)માં કુદરતી આપત્તિઓ, ખાદ્ય અને પીણાં અને અચાનક અને આકસ્મિક પ્રદૂષણનો સમાવેશ થાય છે.
આ તમારા દ્વારા જણાવવામાં આવેલ એક્સપોઝર પર આધારિત છે. તમારે નીચે મુજબ વળતરની બે મર્યાદા નિર્ધારિત કરવાની રહેશે (પરિસર અને પરિવહન બંને માટે):
AOA અને AOY 1:1, 1:2, 1:3 અથવા 1:4ના ગુણોત્તરમાં હોવા જોઈએ. અમર્યાદિત લાયેબિલિટી ધરાવતી પૉલિસી આપવાની પરવાનગી નથી.
જોખમનું જૂથ, પસંદ કરેલ વળતરની મર્યાદા, મર્યાદાનો ગુણોત્તર, સ્થળોની સંખ્યા અને તમારા બિઝનેસના વાર્ષિક ટર્નઓવરને આધારે ચાર્જેબલ દર બદલાય છે.
આ પૉલિસી AOA લિમિટના 0.25% ની ફરજિયાત વધારાની રકમને આધિન છે, જે મહત્તમ ₹1,50,000 અને ન્યૂનતમ ₹1,500 ને આધિન છે. સ્વૈચ્છિક ધોરણે ઉચ્ચ વધારાની રકમની પસંદગી કરવાથી તમે ચૂકવવાપાત્ર પ્રીમિયમમાં છૂટ મેળવવા માટે લાયક બની જાવ છો.
1 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
તમારા માટે 24x7 સહાયતા
કસ્ટમરની જરૂરિયાતોના સાથી
સંપૂર્ણ પારદર્શિતા
Awards
1 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા
તમારા માટે જરૂરી 24x7 સહાયતા
કસ્ટમરની જરૂરિયાતોના સાથી
સંપૂર્ણ પારદર્શિતા
Awards