મોટાભાગની ભારતીય વસ્તી આજીવિકા માટે કૃષિ પર નિર્ભર છે. તેથી ખેતી ભારતનું સૌથી મહત્વપૂર્ણ ક્ષેત્ર છે. ભારતમાં વસ્તીની રીતે સૌથી વ્યાપક ક્ષેત્ર હોવાની સાથો સાથ તે ભારતીય અર્થતંત્ર અને સામાજિક-આર્થિક રીતે યોગદાન આપવા માટે હવામાન પર પણ ખૂબ નિર્ભર છે કારણ કે ખેતી હેઠળનો મોટા ભાગનો વિસ્તાર સિંચાઈ માટે વરસાદ પર આધારિત છે, અને હવામાનમાં થઈ રહેલા ફેરફારો એ કૃષિ ઉત્પાદન માટે એક મોટો ખતરો છે. ખેતી પરની કોઈ પણ પ્રતિકૂળ અસર અર્થતંત્ર પર સીધી અસર કરે છે.
હવામાનના આ પ્રકારના પ્રતિકૂળ ફેરફારો સામે રક્ષણ આપવા માટે એચડીએફસી અર્ગો એક કોમ્પ્રિહેન્સિવ વેધર ઇન્શ્યોરન્સ પૉલિસી લાવ્યું છે. આ એક ઇન્ડેક્સ આધારિત પ્રોડક્ટ છે જે વિવિધ હવામાન પરિસ્થિતિઓ જેમ કે તાપમાન, પવનની ગતિ, વરસાદ, ભેજ વગેરેને કારણે પાકને થતા નુકસાનને આવરી લે છે.
ઇનપુટ ખર્ચ - ચોક્કસ ભૌગોલિક સ્થળ અને નિર્દિષ્ટ સમયગાળામાં પાક માટે જરૂરી હવામાન નહીં મળવાથી ઘટતા કૃષિ ઉત્પાદન/ઉપજને કવર કરે છે.
સ્ટ્રાઈક ઈન્ડેક્સમાંથી ઓબ્ઝર્વ્ડ વેધર ઈન્ડેક્સના વિચલનને પરિણામે કૃષિ અથવા બિન-કૃષિ આર્થિક પ્રવૃત્તિના વધતા ઓપરેશનલ ખર્ચ.
પરમાણુ બળતણના દહનમાંથી કોઈપણ પરમાણુ કચરામાંથી રેડિયોએક્ટિવિટી દ્વારા આયનાઇઝિંગ રેડિયેશન અથવા દૂષણ
કોઈપણ વિસ્ફોટક પરમાણુ એસેમ્બલી અથવા પરમાણુ ઘટકોના કિરણોત્સર્ગી, ઝેરી, વિસ્ફોટક અથવા અન્ય જોખમી ગુણધર્મો
આતંકવાદી પ્રવૃત્તિઓને કારણે, કોઈ પણ પ્રકારની પ્રત્યક્ષ કે પરોક્ષ ક્ષતિ કે નુકસાન કે ખર્ચ, જે આતંકવાદી પ્રવૃત્તિઓને નિયંત્રિત કરવા, રોકવા, ડામવા કે તેની સાથે અન્ય કોઈ રીતે સંકળાયેલ હોય, તો તેને આવરી લેવામાં આવશે નહીં
યુદ્ધ જેવી કામગીરી, વિદેશી શત્રુનું કૃત્ય, ભારતીય પ્રદેશ અથવા તેના કોઈપણ ભાગ પર આક્રમણ, દુશ્મનાવટ, ગૃહયુદ્ધ, બળવો, ક્રાંતિ, વિપ્લવ, નાગરિક ઉપદ્રવ, લશ્કરી અથવા પચાવી પાડેલી સત્તા, અથવા લૂંટ અથવા વધુ વાંચો...
હવામાન સંબંધિત કુદરતી કારણો સિવાય કોઈપણ માનવનિર્મિત પ્રવૃત્તિઓ જેમ કે તોફાનો, હડતાલ, દ્વેષપૂર્ણ કાર્ય, પ્રદૂષણ, દૂષણ, પરંતુ આટલા સુધી મર્યાદિત નથી, જેના પરિણામે ઑબ્ઝર્વડ વેધર સૂચકાંકમાં ફેરફાર.
પ્રીમિયમની કિંમત પાકનો પ્રકાર, સ્થાન, હવામાનની ઐતિહાસિક સ્થિતિ, ઉલ્લેખિત વિસ્તારમાં ખેતીની કિંમત અને વાવેતર હેઠળનો વિસ્તાર વગેરે વિવિધ પરિબળો પર આધાર રાખે છે.
ક્લેઇમનું મૂલ્યાંકન અને ચુકવણી કંપનીને સબમિટ કરેલા દસ્તાવેજોના આધારે કરવામાં આવશે. જો ચોક્કસ ભૌગોલિક સ્થળે અને આ પૉલીસી સૂચિમાં ઉલ્લેખિત સમયગાળા દરમિયાન, આવરી લેવામાં આવેલનો પ્રોડક્ટ અનુસાર વાસ્તવિક કુલ સૂચકાંક એ પૂર્વનિર્ધારિત સૂચકાંક કરતાં જુદો પડે છે.
ક્લેઇમની પતાવટ માટે પૉલિસીની અવધિ પૂર્ણ થયા પછી કંપની દ્વારા અધિકૃત હવામાન ડેટા એજન્સીમાંથી હવામાન ડેટા પ્રાપ્ત કરવામાં આવશે. વળતર માત્ર પૉલિસી શેડ્યૂલમાં ઉલ્લેખિત વળતર ચુકવણી ફોર્મુલા મુજબ જ ચૂકવવાપાત્ર છે અને વળતરની રકમની ગણતરી કંપની દ્વારા કરવામાં આવશે અને તે અનુસાર પૉલિસીના નિયમો અને શરતો અનુસાર વીમાધારક/લાભાર્થીને ચૂકવવામાં આવશે.
આ પૉલિસી હેઠળ ક્લેઇમ માટે એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડનો ટોલ ફ્રી નંબર 1800-2-700-700 પર સંપર્ક કરો (માત્ર ભારતમાંથી કરવામાં આવતા કૉલ માટે).
અથવા ક્લેઇમ મેનેજર 6th માળ, લીલા બિઝનેસ પાર્ક, અંધેરી કુર્લા રોડ, અંધેરી (પૂર્વ), મુંબઈ, પિન- 400059 ને પત્ર લખો.
આ કન્ટેન્ટ માત્ર વર્ણનાત્મક છે. વાસ્તવિક કવરેજ જારી કરેલી પૉલિસીના નિયમો અને શરતોને આધિન છે.
1 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
તમારા માટે 24x7 સહાયતા
કસ્ટમરની જરૂરિયાતોના સાથી
સંપૂર્ણ પારદર્શિતા
Awards
1 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા
તમારા માટે જરૂરી 24x7 સહાયતા
કસ્ટમરની જરૂરિયાતોના સાથી
સંપૂર્ણ પારદર્શિતા
Awards