
- હું મારા મિત્રો અને પરિવારના સભ્યોને ભલામણ કરીશ, તમારી સર્વિસ સરસ અને ત્વરિત છે, કસ્ટમર સપોર્ટ ખૂબ સરસ છે.
1.3 કરોડથી વધુ ખુશ ગ્રાહકોને એચડીએફસી અર્ગો પર ભરોસો છે
અમે કોરોના કવચ પૉલિસી હેઠળ હોમ કેર ખર્ચને કવર કરીએ છીએ, જે ઇન્શ્યોર્ડ વ્યક્તિ જ્યારે કોવિડ-19 ની સારવાર ઘરે લે છે ત્યારે ચૂકવવામાં આવે છે.
તમારા હૉસ્પિટલાઇઝેશન પહેલા અને પછીના, એટલે કે હૉસ્પિટલાઇઝેશન પહેલાંના 15 દિવસ અને રજા મળ્યા બાદના 30 દિવસ સુધીના ખર્ચની ભરપાઈ કરવામાં આવશે. હોમકેર સારવાર દરમિયાન 14 દિવસ સુધી થયેલા તબીબી ખર્ચને આવરી લેવામાં આવશે.
10,000 થી વધુ કૅશલેસ હૉસ્પિટલના નેટવર્ક થકી તમારી આસપાસ શ્રેષ્ઠ સારવાર સરળતાથી ઉપલબ્ધ થશે.
દરેક મિનિટમાં 1 ક્લેઇમ સેટલ કરવામાં આવ્યો છે.
આ સમયમાં ઘરની બહાર નીકળવામાં તણાવ અનુભવી રહ્યા છો - ડૉક્ટરને ત્યાં જવામાં પણ? માત્ર એચડીએફસી અર્ગો ઇન્શ્યોરન્સ એપ ડાઉનલોડ કરો અને એમ.બી.બી.એસ જનરલ ફિઝિશિયન્સ પાસેથી નિ:શુલ્ક, કોઈપણ સમયે, ક્યાંય પણ અને ઇચ્છો તેટલી વખત, તમે આ મહામારી દરમિયાન મેડિકલ સલાહ મેળવો. અમારી ટેલિક્લિનિક સેવાઓ તમને થતી તમામ પ્રકારની બિમારી અને શારીરિક અસુવિધા માટે તબીબી સલાહ આપે છે. માથાનો ભયંકર દુખાવો હોય કે દાંતનો અસહ્ય દુખાવો, અમારા ડૉક્ટરો ચોક્કસપણે આ મુશ્કેલ સમયમાં તમારી પરિસ્થિતિ સમજીને તમને માર્ગદર્શન આપશે. આ સમયમાં તમારા મિત્રો અને પરિવારને મદદરૂપ થવા માટે તેમણે પણ આ વિશે નિઃસંકોચપણે જાણ કરો! તેમને મહામારીના આ સમય દરમિયાન તેની જરૂર પડી શકે છે.
જો તમે પહેલેથી જ એચડીએફસી અર્ગોનો હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ધરાવો છે, તો નિશ્ચિંત રહો, અમે કોરોનાવાઇરસને કારણે થતા હૉસ્પિટલાઇઝેશનના ખર્ચને આવરી લઈશું.
નોંધ: એચડીએફસી અર્ગોની દરેક પૉલિસી અકસ્માત સિવાયના કિસ્સામાં હોસ્પિટલમાં દાખલ થવા બદલ ક્લેઇમ કરવા માટે એક મહિનાનો પ્રતિક્ષા અવધિ ધરાવે છે. કૃપા કરીને સમાવિષ્ટ અને બાકાત બાબતોની વિગતવાર સૂચિ માટે તમારી પૉલિસીના શબ્દો, બ્રોશરનો સંદર્ભ લો. ઉપરોક્ત માહિતી માત્ર ઉદાહરણ માટે આપવામાં આવેલ છે.