- આ ઇન્શ્યોરન્સ 1 વર્ષ માટે તમારી રાઇડને સંપૂર્ણપણે સુરક્ષિત કરે છે. તે તમારા વાહનને ચોરી, અકસ્માત અથવા આપત્તિને કારણે થયેલા નુકસાનને કવર કરે છે.
ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ અકસ્માત જેવી અણધારી ઘટનાઓથી ઉદ્ભવતી જવાબદારીઓ સામે ઇન્શ્યોરન્સ કવરેજ પ્રદાન કરે છે. જો તમે સમાપ્તિની તારીખ પહેલાં તમારી પૉલિસીને રિન્યૂ કરી શકતા નથી, તો તે લેપ્સ થયેલ સ્થિતિમાં આવે છે અને આ સમયગાળા દરમિયાન દાખલ કરેલ કોઈપણ ક્લેઇમ નકારવામાં આવે છે. મોટર વાહન અધિનિયમ 1988 અને તાજેતરમાં પસાર થયેલ મોટર વાહન (સુધારો) અધિનિયમ 2019 હેઠળ તમામ ટૂ-વ્હીલર ડ્રાઇવર પાસે હંમેશા એક માન્ય ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ હોવું ફરજિયાત છે.
તમામ ટૂ-વ્હીલર ડ્રાઇવર માટે હંમેશા એક ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી હોવી કાનૂની રીતે ફરજિયાત છે. તમારા ઇન્શ્યોરન્સ પ્લાનને રિન્યુ ન કરવું એ ખર્ચાળ ભૂલ સાબિત થઈ શકે છે, એવી સ્થિતિમાં જ્યારે તમારો અકસ્માત થાય છે અને તમારી પાસે માન્ય ટૂ વ્હીલર ઇન્શ્યોરન્સ ન હોય, તો તમારે થર્ડ પાર્ટીને કોઈપણ શારીરિક ઈજા અથવા થર્ડ પાર્ટીની મિલકતને થયેલ કોઈપણ નુકસાન સંબંધિત ખર્ચની ચુકવણી તમારા ખિસ્સામાંથી કરવી પડશે. ઇન્શ્યોરન્સ પ્લાન માટે ઑનલાઇન રિન્યુઅલના વિકલ્પ સાથે સમાપ્તિની તારીખ પહેલાં તમારી પૉલિસીને રિન્યુ કરવાનું તમારાં માટે વધુ સુવિધાજનક અને સરળ બની ગયું છે.
સામાન્ય રીતે, ઇન્શ્યોરન્સ પૉલિસીઓ ડેપ્રિશિયેશનની કપાત પછી ક્લેઇમની રકમને કવર કરે છે. પરંતુ, ઝીરો-ડેપ્રિશિયેશન કવર સાથે, કોઈ કપાત કરવામાં આવતી નથી, અને તમને તમારા હાથમાં સંપૂર્ણ રકમ મળે છે! બૅટરીનો ખર્ચ અને ટાયર ઝીરો ડેપ્રિશિયેશન કવર હેઠળ આવતા નથી.
અમે તમને ઈમર્જન્સી બ્રેકડાઉન સમસ્યાઓ સાથે સંપર્ક કરવા માટે રાઉન્ડ-ધ-ક્લૉક સહાય ઑફર કરવા હાજર છીએ. ઈમર્જન્સી સહાયતા કવરમાં સાઇટ પર નાની રિપેર, ચાવી ખોવાય તેની સહાય, ડુપ્લિકેટ ચાવીની સમસ્યા, ટાયર બદલવા, બૅટરી જમ્પ સ્ટાર્ટ, ફયુલ ટેન્ક ખાલી થયું અને ટોઇંગ શુલ્ક શામેલ છે!
1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
ડોર સ્ટેપ ટૂ-વ્હીલર રિપેર°
સંપૂર્ણ પારદર્શિતા
તમારા માટે જરૂરી 24x7 સહાયતા
પેપરલેસ રીતે આગળ વધો! અમર્યાદિત રીતે આગળ વધો!
1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
ડોર સ્ટેપ ટૂ-વ્હીલર રિપેર°
સંપૂર્ણ પારદર્શિતા
તમારે જરૂરી તમામ સપોર્ટ- 24 x 7!
પેપરલેસ રીતે આગળ વધો! અમર્યાદિત રીતે આગળ વધો!
જો તમે નિયત તારીખ પહેલાં તમારી પૉલિસીને રિન્યુ કરતા નથી, તો તમારું ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ કવર સમાપ્ત થશે અને સમાપ્તિ સમયગાળા દરમિયાન કરેલ કોઈપણ ક્લેઇમ ઇન્શ્યોરર દ્વારા નકારવામાં આવી શકે છે. આ ઉપરાંત, જો તે 90 દિવસથી વધુ સમય સુધી ઇન્શ્યોર થયા વિના રહે, તો તમે તમારું જમા થયેલ નો ક્લેઇમ બોનસ ગુમાવો છો.