એચડીએફસી અર્ગો વિશે

એચડીએફસી અર્ગો
ઇન્શ્યોરન્સ અવૅરનેસ અવૉર્ડ જૂનિયર

ઓવરવ્યૂ

ભારતમાં જનરલ ઇન્શ્યોરન્સની હાજરી સીમિત છે, ત્યારે એચડીએફસી અર્ગો દ્વારા એક પગલું આગળ વધીને, જનરલ ઇન્શ્યોરન્સ વિશે જાગૃતિ લાવવા માટે એચડીએફસી અર્ગો ઇન્શ્યોરન્સ અવૅરનેસ અવૉર્ડ જૂનિયર ક્વિઝ સ્પર્ધા દ્વારા ભારતના ભવિષ્ય એવા યુવાનોનો સંપર્ક કરવામાં આવ્યો. ક્વિઝનો હેતુ પડકારના રૂપમાં ઇન્શ્યોરન્સ વિશે જાગૃતિ લાવવાનો છે, જે શાળાના વિદ્યાર્થીઓ મજાથી અને સરળ રીતે સમજી શકે.

અમારો અભિગમ

એચડીએફસી અર્ગો ઇન્શ્યોરન્સ અવૅરનેસ અવૉર્ડ જૂનિયર, જે ઇન્શ્યોરન્સ જાગૃતિ અને સશક્તિકરણ માટેની શીખવાની પહેલ છે, તે ઇન્શ્યોરન્સ વિશે માહિતગાર હોવું એ જીવનમાં જરૂરી કુશળતા તરીકે પ્રોત્સાહન આપવાની અને તેનો વ્યાપ વધારવાની એક પહેલ છે. આ એચડીએફસી અર્ગો દ્વારા કરવામાં આવેલી એક અનોખી પહેલ છે.

અમે તે કેવી રીતે કર્યું?

2016 માં યોજાયેલ પ્રથમ આવૃત્તિમાં, ક્વિઝની રચના બે રાઉન્ડમાં કરવામાં આવી હતી - સેમી-ફાઇનલ એલિમિનેશન રાઉન્ડ (MCQ પ્રકારની લેખિત ક્વિઝ) અને ગ્રાન્ડ ફાઇનલ ક્વિઝ સ્પર્ધા. ક્વિઝનું આયોજન તબક્કાવાર કરવામાં આવેલ હતું, જેમાં પ્રથમ તબક્કામાં મુંબઈની શ્રેષ્ઠ શાળાઓને પ્રાથમિક રાઉન્ડ્સ માટે ત્રણ વિદ્યાર્થીઓની ટીમને નામાંકિત કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ તબક્કામાં, એચડીએફસી અર્ગોના પ્રતિનિધિઓ દ્વારા ઇન્શ્યોરન્સ અવૅરનેસ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાગ લઈ રહેલી શાળાઓના પરિસરમાં ઇન્શ્યોરન્સ શું છે તે વિશે સમજણ આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓ ઇન્શ્યોરન્સ વિશે વધુ વિગતવાર સમજી શકે તે માટે વર્કશોપ દરમિયાન ઇન્શ્યોરન્સ વિશે પુસ્તિકા પણ આપવામાં આવી હતી.

એચડીએફસી અર્ગો ઇન્શ્યોરન્સ અવૅરનેસ અવૉર્ડ જૂનિયરના પ્રથમ સંસ્કરણનું ગ્રાન્ડ ફિનાલે 27 સપ્ટેમ્બર 2016 ના રોજ આયોજિત કરવામાં આવ્યું હતું, જે એચડીએફસી અર્ગોના ફાઉન્ડેશન દિવસની સ્મૃતિમાં હતું.

અમારી ઉપલબ્ધિઓ

મુંબઈમાં શાળાઓમાં સૌ પ્રથમ એચડીએફસી અર્ગો ઇન્શ્યોરન્સ અવૅરનેસ અવૉર્ડ જૂનિયરને મળેલા અદ્ભુત પ્રતિસાદથી ઉત્સાહિત થઈને, એચડીએફસી અર્ગો દ્વારા 2017 માં દિલ્હી, કોલકાતા, ચેન્નઈ અને બેંગલુરુના ચાર વધુ શહેરોમાં આયોજન કરવામાં આવ્યું, જે તેને રાષ્ટ્રીય સ્પર્ધા બનાવે છે.

166+

અમારા ઇન્શ્યોરન્સ નિષ્ણાતો દ્વારા હાથ ધરવામાં આવેલા ટાઉનહૉલમાં શાળાઓએ હાજરી આપી હતી

125+

5 શહેરોમાં ભાગ લીધેલી શાળાઓ.

33k+

8th, 9th વર્ગના વિદ્યાર્થીઓને ઇન્શ્યોરન્સ વિશે મૂળભૂત જ્ઞાન આપવામાં આવ્યું હતું

એવૉર્ડ અને સન્માન
x