હોમ / મોટર ઇન્શ્યોરન્સ / કાર ઇન્શ્યોરન્સ / મેક અને મોડેલ માટે કાર ઇન્શ્યોરન્સ / ડેટસન
  • પરિચય
  • શું શામેલ છે?
  • શું શામેલ નથી?
  • ઍડ-ઑન કવરેજ
  • FAQ

ડેટસન કાર ઇન્શ્યોરન્સ ઑનલાઇન

જાપાનીઝ કાર મેકર ડેટસને વર્ષ 2014 માં ભારતમાં ડેટસન બ્રાન્ડ લૉન્ચ કરીને ડેટસનનું નામ પુનર્જીવિત કર્યું હતું. ડેટસને ઇન્ડોનેશિયા, ભારત, દક્ષિણ આફ્રિકા અને રશિયા જેવા દેશો માટે બજેટ કાર બ્રાન્ડ તરીકે ડેટસનને સ્થાન આપ્યું હતું. ડેટસનનું માનવું છે કે મૂલ્ય અને વિશ્વસનીયતા માટે બ્રાન્ડની પ્રતિષ્ઠા તેને વિશ્વભરમાં ઉભરતા બજારોમાં માર્કેટ શેર મેળવવામાં સહાયરૂપ બનશે.

ડેટસન ગો જે રેનોલ્ટ-ડેટસન 'વી' પ્લેટફોર્મ પર આધારિત હતું, તે ડેટસનની પ્રથમ કાર હતી. ગો એ પરિવાર માટે એક વ્યવહારિક હેચબેક છે જે ભારતમાં સ્પર્ધાત્મક રીતે કિંમત ઓછી કરે છે. ત્યારબાદ ડેટસન દ્વારા ગો ના આધારે કોમ્પેક્ટ 7-સીટ મલ્ટી-પર્પઝ વેહિકલ (MPV) લૉન્ચ કરવામાં આવી હતી. ગો પ્લસ (ગો આધારિત MPV) પરિવારોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. ત્રીજી પ્રોડક્ટ 2016 માં રેડી-ગો ના નામે આવી હતી, જે એક શહેરી ખરીદદારો માટે બનાવેલી એન્ટ્રી-લેવલ હૅચબેક હતી. ડેટસન તેમની કિંમત નીચી રાખવામાં સફળ રહ્યું છે તેમજ સંબંધિત સેગમેન્ટમાં તેમની પ્રોડક્ટની કિંમત તેના પ્રતિસ્પર્ધીઓ કરતાં વધારે આકર્ષક રાખી શક્યું છે.

વળી, ડેટસન કાર મોડેલ્સ માટે એક સારો કાર ઇન્શ્યોરન્સ પ્લાન અકસ્માતના કિસ્સામાં જરૂરી એવી નાણાંકીય સુરક્ષા પ્રદાન કરી શકે છે.

ડેટસનના ત્રણ લોકપ્રિય મોડલ


ડેટસન ગો: ડેટસન માઇક્રા જેવા જ પ્લેટફોર્મ 'V' પર આધારિત એન્ટ્રી-લેવલ હૅચબૅક, ક્લાસ-લીડિંગ કેબિન સ્પેસ પ્રદાન કરે છે અને પ્રથમ વખત કાર ખરીદનાર માટે એક આદર્શ કાર રહે છે. 1.3-litre પેટ્રોલ મોટર સંચાલિત, ડેટસન ગો તેના સેગમેન્ટમાં સૌથી શક્તિશાળી કારોમાંથી એક છે. 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબૉક્સની સાથે 'ગો', દાવો કરવામાં આવતી ફ્યૂઅલ કાર્યક્ષમતા 20.6 km/l પ્રમાણે કાર્ય કરે છે.

ડેટસન ગો પ્લસ: ગો હૅચબૅક અનુસારની મીનીવાન, ગો+ એક સાત સીટનું બજેટ ઑફર છે જે મોટા પરિવારો માટે વધુ વ્યવહારિક વિકલ્પ તરીકે કાર્ય કરે છે. ડેટસન ગો પ્લસમાં પણ તે જ રીતની 1.3-પેટ્રોલ મોટર, 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબૉક્સ ધરાવે છે. તેની આક્રમક કિંમત સાથે, ડેટસન ગો પ્લસ એક ખૂબ જ સારી વૅલ્યૂ-ફોર-મની ઑફર છે.

ડેટસન રેડી-ગો: ડેટસનનું એન્ટ્રી-લેવલ સેગમેન્ટ, રેડી-ગો, ને રેનોલ્ટ ક્વિડ જેવુ પ્લેટફોર્મ અને એન્જિન ધરાવે છે. ડેટસને પ્રથમવાર ખરીદી રહેલા યુવાનોને ધ્યાનમાં રાખીને રેડી-ગો ડિઝાઇન કર્યું છે. તેના ટોલ-બોય પરિમાણો, ફ્યુઅલ-કાર્યક્ષમ એન્જિનની પસંદગી, વિવિધ ઉપકરણો અને રાઇડની ગુણવત્તાએ સુનિશ્ચિત કર્યું છે કે ડેટસન આ સિટી હેચ માટે પૂરતી માંગ ધરાવે છે.

ડેટસન કાર ઇન્શ્યોરન્સ હેઠળ વ્યાપક કવર પસંદ કરવાના કારણો

અમારા 80% કાર ક્લેઇમ એકˇ જ દિવસમાં સેટલ કરવામાં આવે છે
અમારા 80% કાર ક્લેઇમ એકˇ જ દિવસમાં સેટલ કરવામાં આવે છે
જ્યારે અદ્ભુત ક્વોટ્સ માત્ર એક ક્લિક પર ઉપલબ્ધ હોય તો અન્યત્ર શોધવાની શું જરૂર છે?
કૅશલેસ રહો! 8000 થી વધુ કૅશલેસ ગેરેજ સાથે
કૅશલેસ રહો! 8000 થી વધુ કૅશલેસ ગેરેજ સાથે
8000 થી વધુ ગેરેજનું નેટવર્ક દેશભરમાં ફેલાયેલ છે, શું આ સંખ્યા મોટી નથી? માત્ર આટલું જ નહીં, તમે IPO એપ અને વેબસાઇટ દ્વારા ક્લેઇમ રજિસ્ટર કરાવી શકો છો અને અમે તમારા ક્લેઇમને 30* મિનિટની અંદર મંજૂર કરીએ છીએ.
તમારા કાર ઇન્શ્યોરન્સ ક્લેઇમને શા માટે મર્યાદિત કરવું? અમર્યાદિત બનો***!
તમારા કાર ઇન્શ્યોરન્સ ક્લેઇમને શા માટે મર્યાદિત કરવું? અમર્યાદિત બનો***!
એચડીએફસી અર્ગોમાં તમે અમર્યાદિત દાવા કરી શકો છો! અમે માનીએ છીએ કે તમે સાવધાનીપૂર્વક વાહન ચલાવો છો, પરંતુ તમે કોઈ ક્લેઇમ કરવા માંગો છો, તો કરી શકો છો.
ઓવરનાઇટ કાર રિપેર સર્વિસ
ઓવરનાઇટ કાર રિપેર સર્વિસ
અમે કોઈપણ ઝંઝટ વગર સવારથી સાંજ સુધી, નજીવા આકસ્મિક નુકસાનને રિપેર કરીએ છીએ. તમે માત્ર અમારો સંપર્ક કરો; અમે રાત્રે તમારી કારને પિકઅપ કરીશું, તેને રિપેર કરીશું અને સવારે તમારા ઘર પર ડિલિવર કરીશું.

ડેટસન કાર ઇન્શ્યોરન્સમાં શું શામેલ છે?

અકસ્માત
અકસ્માત

અકસ્માત અનિશ્ચિત છે. શું તમારી ડેટસન કારને અકસ્માતમાં નુકસાન થયું છે? ચિંતા કરશો નહીં! અમે તેને કવર કરીએ છીએ!

આગ અને વિસ્ફોટ
આગ અને વિસ્ફોટ

બૂમ! આગ તમારી ડેટસન કારને આંશિક અથવા સંપૂર્ણપણે નુકસાન પહોંચાડી શકે છે, આગ અને વિસ્ફોટને કારણે કોઈપણ નુકસાન થઈ શકે છે. ચિંતા કરશો નહીં, અમે તેને સંભાળી લઈશું.

ચોરી
ચોરી

તમારી ડેટસન કાર ચોરાઇ ગઈ છે? ખૂબ દુર્ભાગ્યપૂર્ણ લાગે છે! તમે તેના વિશે ચિંતા કરો તે પહેલાં, અમને તમને જણાવવા દો કે અમે તેને સુરક્ષિત કરીશું!

આપત્તિઓ
આપત્તિઓ

ભૂકંપ, ભૂસ્ખલન, પૂર, હુલ્લડ, આતંકવાદ વગેરેને કારણે તમારી મનપસંદ કારને નુકસાન થઈ શકે છે. વધુ વાંચો...

વ્યક્તિગત અકસ્માત
વ્યક્તિગત અકસ્માત

જો તમારી પાસે ₹15 લાખની વૈકલ્પિક વ્યક્તિગત અકસ્માત પૉલિસી છે, તો તમે આ કવર જતું કરી શકો છોવધુ વાંચો...

થર્ડ પાર્ટી લાયબિલિટી
થર્ડ પાર્ટી લાયબિલિટી

જો તમારું વાહન અકસ્માતે થર્ડ વ્યક્તિની મિલકતોને ઈજાઓ અથવા નુકસાન પહોચાડે તેવા કિસ્સામાં, અમે તે નુકસાન બદલ સંપૂર્ણ કવરેજ પ્રદાન કરીએ છીએ વધુ વાંચો...

ડેટસન કાર ઇન્શ્યોરન્સમાં શું શામેલ નથી?

ડેપ્રિશિયેશન
ડેપ્રિશિયેશન

અમે કારના મૂલ્યમાં ઘસારાને કવર કરતા નથી.

ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ બ્રેકડાઉન
ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ બ્રેકડાઉન

અમારી ડેટસન કાર ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ કોઈપણ ઇલેક્ટ્રિકલ અથવા મિકેનિકલ બ્રેકડાઉન કવર કરવામાં આવતા નથી.

ગેરકાયદેસર ડ્રાઇવિંગ
ગેરકાયદેસર ડ્રાઇવિંગ

જો તમારી પાસે માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ ન હોય તો તમને તમારી ડેટસન કારના ઇન્શ્યોરન્સનો લાભ મળી શકતો નથી. ડ્રગ્સ/આલ્કોહોલના પ્રભાવ હેઠળ ડ્રાઇવિંગ કાર ઇન્શ્યોરન્સ કવરેજના સ્કોપમાંથી બહાર રહે છે.

ડેટસન કાર ઇન્શ્યોરન્સ હેઠળ ઍડ ઑન કવર

ડેટસન કાર ઇન્શ્યોરન્સ-ઝીરો ડેપ્રિશિયેશન કવર

ઝીરો ડેપ્રિશિયેશન કવર સાથે સંપૂર્ણ રકમ મેળવો!

સામાન્ય રીતે, કાર ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ તમને ડેપ્રિશિયેશનની રકમ કાપ્યા બાદ જ ક્લેઇમની રકમ ચૂકવવામાં આવે છે. તમારી પૉલિસીના શબ્દોમાં ઘસારાની વિગતો શામેલ હશે. તેથી, તમે સંપૂર્ણ રકમ મેળવવા માટે શું કરી શકો છો? એક માર્ગ છે! ઝીરો-ડેપ્રિશિયેશન કવર! ઝીરો ડેપ્રિશિયેશન સાથે, કોઈ ડેપ્રિશિયેશન કપાતું નથી, અને તમને તમારા હાથમાં સંપૂર્ણ રકમ મળે છે !


તે કેવી રીતેકામ કરે છે? જો તમારી ડેટસન કારને નુકસાન થયું છે અને ક્લેઇમની રકમ ₹15,000 છે, જેમાંથી કાર ઇન્શ્યોરન્સ કંપનીના જણાવ્યા અનુસાર તમારે પૉલિસી એક્સેસ /કપાતપાત્ર રકમ સિવાયની ઘસારાની રકમ તરીકે 7000 ની ચુકવણી કરવી પડી શકે છે. જો તમે આ ઍડ-ઑન કવર ખરીદો છો, તો કાર ઇન્શ્યોરન્સ કંપની સંપૂર્ણ મૂલ્યાંકન કરેલી રકમ ચૂકવશે. જો કે, પૉલિસી એક્સેસ /કપાતપાત્રની નજીવી રકમ ગ્રાહકે ચૂકવવાની રહેશે.

ડેટસન કાર ઇન્શ્યોરન્સ-નો ક્લેઇમ બોનસ પ્રોટેક્શન

આની મદદથી તમે તમારા NCB ને સુરક્ષિત કરી શકો

પાર્ક કરેલા વાહનને કોઈ અથડામણને કારણે, પૂર, આગ વગેરેને કારણે થયેલા નુકસાન અથવા વિન્ડશિલ્ડના કાચને નુકસાનના કિસ્સામાં ક્લેઇમ માટે આ ઍડ-ઓન કવર તમારી ડેટસન કાર પર મેળવેલા તમારા નો-ક્લેઈમ બોનસને જાળવવાની સાથે તેને આગામી NCB સ્લેબ પર પણ લઈ જાય છે.


તે કેવી રીતેકામ કરે છે? એવી પરિસ્થિતિને ધ્યાનમાં લો કે જેમાં તમારી પાર્ક કરેલી ડેટસન કારને અન્ય કોઈ વાહન અથડાવાને કારણે અથવા અન્ય કોઈપણ આપત્તિને કારણે નુકસાન થાય છે, ત્યારે નો ક્લેઇમ બોનસ સુરક્ષા તમારા 20% NCBને એક વર્ષ માટે સુરક્ષિત રાખશે અને તેને આગામી વર્ષના 25%ના સ્લેબ પર સરળતાથી લઈ જશે. આ કવરનો લાભ પૉલિસીના સમગ્ર સમયગાળા દરમિયાન 3 ક્લેઇમ સુધી લઈ શકાય છે.

ડેટસન કાર ઇન્શ્યોરન્સ-ઇમરજન્સી સહાય કવર

કોઈ ચિંતા નહીં, અમે આપને કવર કરેલ છે!

તમારી ડેટસન કારની કોઈપણ તકનીકી અથવા મિકેનિકલ બ્રેકડાઉન સમસ્યાઓના ઉકેલ માટે અમે તમને ચોવીસે કલાકની સહાય આપવા માટે હાજર છીએ! ઇમરજન્સી સહાય કવરમાં સાઇટ પર નાનું રિપેરીંગ, ખોવાયેલી ચાવી માટે સહાય, ડુપ્લિકેટ ચાવીની સમસ્યા, ટાયર બદલવું, બૅટરી જમ્પ સ્ટાર્ટ, ઇંધણ ટેન્ક ખાલી થઈ જવી અને ટોઇંગ શુલ્ક શામેલ છે! 


તે કેવી રીતે કામ કરે છે? આ ઍડ-ઑન કવર હેઠળ તમે અનેક લાભો મેળવી શકો છો. ઉદાહરણ તરીકે, જો તમે તમારી ડેટસન કાર ચલાવી રહ્યા છો અને નુકસાન થાય છે, તો તેને ગેરેજમાં ટો કરવાની જરૂર પડશે. આ ઍડ-ઑન કવરમાં તમે ઇન્શ્યોરરને કૉલ કરી શકો છો અને તેઓ તમારા વાહનને તમારા જાહેર કરેલ રજિસ્ટર્ડ ઍડ્રેસથી 100 કિ.મી.માં સૌથી નજીકના ગેરેજ પર ટો કરીને લઇ જશે.

ડેટસન કાર ઇન્શ્યોરન્સ-રિટર્ન ટૂ ઇનવૉઇસ

IDV અને વાહનના બિલ મૂલ્ય વચ્ચેની તફાવતની રકમ પ્રદાન કરે છે

તમારી કાર ચોરાઈ ગઈ છે અથવા સંપૂર્ણ નુકસાન થયું છે, તેવા સમાચાર કરતાં વધુ ભાવનાત્મક પીડા બીજી કઈ હોઇ શકે? તમારી પોલિસી હેઠળ તમને હંમેશા તમારા વાહનની IDV (ઇન્શ્યોર્ડ ડિક્લેર્ડ વેલ્યુ) ચૂકવવામાં આવશે. IDVનું મૂલ્ય વાહનની વર્તમાન બજાર કિંમત જેટલું હોય છે. પરંતુ રિટર્ન ટૂ ઇનવૉઇસ ઍડ-ઓનને કારણે તમને ઇનવોઇસ મૂલ્ય અને IDV વચ્ચેનો તફાવત પણ ચૂકવવામાં આવશે, જો તમે FIR નોંધાવી હોય તેમજ ચોરીની ઘટનાના 90 દિવસની અંદર કાર પરત ન મળી હોય તો


તે કેવી રીતેકામ કરે છે? જો તમે 2007 માં વાહન ખરીદ્યું છે અને ખરીદ કિંમત ₹7.5 લાખ છે. બે વર્ષ પછી, ઇન્શ્યોર્ડ ડિક્લેયર્ડ વેલ્યૂ (આઇડીવી) ₹5.5 લાખ હશે અને તેનું રિપેરીંગ ન થઈ શકે તેટલું નુકસાન થાય છે અથવા ચોરાઈ જાય છે, તો તમને મૂળ ખરીદ કિંમત જેટલી જ રકમ ₹7.5 લાખ મળશે. આ ઉપરાંત, તમને રજિસ્ટ્રેશન શુલ્ક અને લાગુ ટેક્સ પણ ચૂકવવામાં આવશે. પૉલિસી શેડ્યૂલ મુજબ એક્સેસ/કપાતપાત્ર તમારે ચૂકવવાનું રહેશે.

ડેટસન કાર ઇન્શ્યોરન્સ-એન્જિન અને ગિયર બૉક્સ પ્રોટેક્ટર

જ્યારે વરસાદ અથવા પૂર દરમિયાન પાણી એન્જિનમાં પ્રવેશ કરે ત્યારે તમારી કારના એન્જિનને થતાં નુકસાનથી સુરક્ષિત કરે છે

ધોધમાર વરસાદ હોય કે ધસમસતા પૂરના મોજા, તમારા વાહનના ગિયરબૉક્સ અને એન્જિન 'એન્જિન અને ગિયરબૉક્સ પ્રોટેક્શન કવર'થી સુરક્ષિત રહે છે! તે બધા બાળ ભાગો (ચાઇલ્ડ પાર્ટ) અથવા આંતરિક ભાગોના રિપ્લેસમેન્ટ અથવા રિપેર માટે ચુકવણી કરે છે. વધુમાં, તે શ્રમ ખર્ચ, કમ્પ્રેશન ટેસ્ટનો ખર્ચ, મશીન ચાર્જ અને એન્જિન સિલિન્ડર રી-બોરિંગને કવર કરે છે.


તે કેવી રીતે કામ કરે છે? વરસાદના દિવસે થયેલ અકસ્માતને કારણે થયેલ નુકસાનની કલ્પના કરો, જો એન્જિન/ગિયર બૉક્સને નુકસાન થયેલ હોય અને બની શકે કે એન્જિન ઑઇલ લીક થવાનું શરૂ કરે. આવી પરિસ્થિતિમાં, જો તમે વાહન ચલાવવાનું ચાલુ રાખો છો, તો એન્જિન બંધ થઈ જશે. આવા નુકસાન એ પરિણામી નુકસાનનું પરિણામ છે જે સ્ટાન્ડર્ડ મોટર ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ કવર કરી લેવામાં આવતું નથી. આ ઍડ-ઑન કવર સાથે તમારી કારના એન્જિન અને ગિયરબૉક્સના આંતરિક ભાગો સુરક્ષિત રહે છે.

ડેટસન કાર ઇન્શ્યોરન્સ-કી રિપ્લેસમેન્ટ કવર

કી ખોવાઈ/ચોરાઈ ગઈ? કી રિપ્લેસમેન્ટ કવર તમને મદદ કરે છે!

શું તમારી કી ચોરી થઈ ગઈ છે અથવા ખોવાઈ ગઈ છે? આ ઍડ-ઑન તમને શક્ય તેટલી વહેલી તકે રિપ્લેસમેન્ટ કી મેળવવામાં મદદ કરશે!


તે કેવી રીતે કામ કરે છે? જો તમારી કારની કી ખોવાઈ જાય અથવા તમે ભૂલી જાવ કે તે ક્યાં રાખી છે તો આ ઍડ-ઑન કવર એક સેવિયર તરીકે કાર્ય કરશે.

ડેટસન કાર ઇન્શ્યોરન્સ-કન્ઝ્યુમેબલ્સ વસ્તુઓનો ખર્ચ

અહીં એક કન્ઝ્યુમેબલ આઇટમ કવરેજ છે જે તમારી કારમાં ઉપયોગમાં લેવાતા તમામ કન્ઝ્યુમેબલ્સને કવર કરે છે! હા! તમને હમણાં જ આની જરૂર છે! તે બધા માટે ચુકવણી કરે છે નોન રીયુઝેબલ નટ્સ, બોલ્ટ્સ જેવા કન્ઝ્યુમેબલ્સ ....


તે કેવી રીતે કામ કરે છે? જો તમારી કારનો અકસ્માત થાય છે અને તેને રિપેર કરવાની જરૂર છે, તો આવી પરિસ્થિતિ હેઠળ તમારી કારને રિપેર કરવા માટે ફરીથી ઉપયોગ ન કરી શકાય તેવાં કન્ઝ્યુમેબલ ખરીદવાની જરૂર પડી શકે છે. વોશર્સ, સ્ક્રૂ, લુબ્રિકન્ટ્સ, અન્ય ઓઈલ, બેરિંગ્સ, પાણી, ગેસ્કેટ, સીલેન્ટ, ફિલ્ટર અને વધુ જેવા ભાગો મોટર ઇન્શ્યોરન્સ કવર હેઠળ કવર કરી લેવામાં આવતા નથી અને ખર્ચ વીમેદાર દ્વારા ભોગવવામાં આવશે. આ ઍડ-ઑન કવર સાથે અમે આવા કન્ઝ્યુમેબલ્સના ખર્ચ માટે ચુકવણી કરીએ છીએ અને તમારા માટે તેને સરળ બનાવીએ છીએ.

ડેટસન કાર ઇન્શ્યોરન્સ-લૉસ ઑફ યુઝ - ડાઉનટાઇમ પ્રોટેક્શન

જ્યારે તમારી ડેટસન કાર ગેરેજમાં હતી ત્યારે તમારે કૅબ પર ખર્ચ કરવો પડયો હતો? ડાઉનટાઇમ પ્રોટેક્શન અહીં છે! દૈનિક વાહનવ્યવહાર માટે પરિવહનના અન્ય સાધનોનો ઉપયોગ કરવા માટે કસ્ટમર દ્વારા ભોગવવામાં આવતા ખર્ચ માટે રોકડ ભથ્થું લાભ પ્રદાન કરે છે .


તે કેવી રીતેકામ કરે છે? તમારા વાહનને અકસ્માત થયો છે અને તેને રિપેરીંગમાં મોકલવામાં આવેલ છે! દુર્ભાગ્યે, તમારી પાસે મુસાફરી કરવા માટે વાહન નથી અને તેથી કૅબ્સ પાછળ વધુ ખર્ચ કરવો પડે છે! પરંતુ, શું તમે જાણો છો કે લૉસ-ડાઉનટાઇમ પ્રોટેક્શન કેબ માટે થયેલા તમામ ખર્ચાઓને આવરી શકે છે? Yes! તે પૉલિસી શેડ્યૂલ પર જણાવ્યા મુજબ રહેશે!

ડેટસન કાર ઇન્શ્યોરન્સ - રિન્યુઅલ પ્રક્રિયા

 

એચડીએફસી અર્ગો પર તમારા કાર ઇન્શ્યોરન્સનું ઑનલાઇન રિન્યુઅલ ઝડપી અને સરળ છે. તેના માટે ન્યૂનતમ પેપરવર્કની જરૂર પડશે. તમે માત્ર અહીં ક્લિક કરો અને તમારી સમાપ્ત થતી પૉલિસીની વિગતો ઑનલાઇન આપવાની રહેશે, નવી પૉલિસીની વિગતો જુઓ અને બહુવિધ સુરક્ષિત ચુકવણી વિકલ્પો દ્વારા ત્વરિત ઑનલાઇન ચુકવણી કરો. બસ આટલું જ છે!

એચડીએફસી અર્ગોનો ડેટસન કાર ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદતી વખતે સરળ પ્રોસેસ, ઝડપી ચુકવણી અને યુનિક લાભો સાથે તમને મળે છે. તેથી, જો કોઈ અણધારી દુર્ઘટના પછી, તમે ડ્રાઇવિંગ સીટ સુરક્ષિત અને ટૂંક સમયમાં પાછા જવા માંગો છો, તો તમારા ઇન્શ્યોરન્સ પાર્ટનર તરીકે એચડીએફસી અર્ગો પસંદ કરો!

ડેટસન કાર ઇન્શ્યોરન્સ-ક્લેઇમની પ્રક્રિયા

 

આ વાત તમને સમજવામાં મુશ્કેલ લાગતી હશે. જો કે, એચડીએફસી અર્ગોએ એ ભ્રમ સફળતાપૂર્વક દૂર કર્યો છે. તેણે ક્લેઇમની પ્રક્રિયાને ઝડપી અને સરળ બનાવી છે. તમારે માત્ર તેની મોબાઇલ ઍપ, એચડીએફસી અર્ગો ઇન્શ્યોરન્સ પોર્ટફોલિયો ઓર્ગેનાઇઝર (IPO) અથવા ટોલ ફ્રી નંબર 022 6234 6234 દ્વારા તમારો ક્લેઇમ નોંધાવવાનો રહેશે.ક્લેઇમની પ્રક્રિયા વિશે માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો.

 

કાર ઇન્શ્યોરન્સ સંબંધિત અન્ય લેખ
 

કાર ઇન્શ્યોરન્સ અંગે વારંવાર પૂછાતા પ્રશ્નો

કાર ઇન્શ્યોરન્સ એ એક પ્રકારની એવી ઇન્શ્યોરન્સ પૉલિસી છે જે તમારા વાહનને ફાઇનાન્શિયલ નુકસાન થઈ શકે તેવા કોઈપણ નુકસાન સામે રક્ષણ પૂરું પાડવા માટે જરૂરી છે. તદુપરાંત તમારા વાહનના ઉપયોગને લીધે ઉદ્ભવતી થર્ડ પાર્ટીની કોઈપણ જવાબદારી કાર ઇન્શ્યોરન્સ હેઠળ કવર કરવામાં આવે છે. મોટર વાહન અધિનિયમ મુજબ, લાયબિલિટી ઓન્લી પૉલિસી ખરીદવી ફરજિયાત છે જેના વિના કોઈ વ્યક્તિ રસ્તા પર વાહનનો ઉપયોગ કરી શકતી નથી.
એક કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ પૉલિસી તમારા વાહનને કોઈપણ અથડામણને કારણે થતું નુકસાન, આગ, ચોરી, ભૂકંપ વગેરે સામે સુરક્ષા પૂરી પાડે છે. આ ઉપરાંત, તે મૃત્યુ, શારીરિક ઈજા અને થર્ડ પાર્ટીના સંપત્તિના નુકસાનના સંદર્ભમાં કોઈપણ થર્ડ પાર્ટીની જવાબદારી સામે કવર પ્રદાન કરે છે.
કાયદા મુજબ, માત્ર થર્ડ પાર્ટી લાયબિલિટી ઓન્લી પૉલિસી જરૂરી છે જેના વિના વ્યક્તિ રસ્તા પર વાહનનો ઉપયોગ કરી શકતી નથી. જોકે, થર્ડ પાર્ટી લાયબિલિટી ઓન્લી પૉલિસી હેઠળ આગ, ચોરી, ભૂકંપ, આતંકવાદ વગેરેને કારણે તમારા વાહનને થયેલા કોઈપણ નુકસાનને કવર કરવામાં આવતું નથી અને તેના પરિણામે મોટું ફાઇનાન્શિયલ નુકસાન થઈ શકે છે. તેથી, કોમ્પ્રિહેન્સિવ કવર ખરીદવાની ભલામણ કરવામાં આવે છે કારણ કે તે થર્ડ પાર્ટીની જવાબદારી સામે સુરક્ષા સાથે ફાઇનાન્શિયલ સુરક્ષા પ્રદાન કરે છે.
બે પ્રકારની કાર ઇન્શ્યોરન્સ પૉલિસીઓ છે - કોમ્પ્રિહેન્સિવ અને લાયેબિલિટી ઓન્લી પૉલિસી
સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ, 1લી સપ્ટેમ્બર, 2018 થી દરેક નવી કારના માલિકે લાંબા ગાળાની પૉલિસી ખરીદવાની રહેશે. તમે તમારા મોંઘા વાહન માટે નીચેની લાંબા ગાળાની પૉલિસીમાંથી પસંદ કરી શકો છો:
  1. 3 વર્ષની પૉલિસી અવધિ માટે લાયેબિલિટી ઓન્લી પૉલિસી
  2. 3 વર્ષની પૉલિસી અવધિ માટે પૅકેજ પૉલિસી
  3. 3 વર્ષના લાયેબિલિટી કવર અને ઓન ડેમેજ માટે 1 વર્ષના કવરની ભેગી પૉલિસી
હા, મોટર વાહન અધિનિયમ પ્રમાણે રસ્તા પર ચાલતા દરેક મોટર વાહનનો ઓછામાં ઓછો એક ઇન્શ્યોરન્સ એટલે કે લાયેબિલિટી ઓન્લી પૉલિસી હેઠળનો ઇન્શ્યોરન્સ હોવો જોઇએ.
ઝીરો ડેપ્રિશિયેશન એક ઍડ-ઑન કવર છે જે વધારાનું પ્રીમિયમ ચૂકવીને ખરીદવાનું રહેશે. તે તમારા વાહનને ડેપ્રિશિયેશનમાં ફેક્ટરિંગ વગર સંપૂર્ણ કવરેજ પ્રદાન કરે છે. દાખલા તરીકે, જો તમારા વાહનને ભારે નુકસાન થયું હોય, તો તમારે કોઈપણ ડેપ્રિશિયેશન ખર્ચ ચૂકવવાની જરૂર નથી અને તમે પૉલિસીના નિયમો અને શરતોને આધિન પૂરેપૂરી રકમના ક્લેઇમ માટે પાત્ર રહેશો.
ઇમર્જન્સી આસિસ્ટન્સ એક ઍડ-ઑન કવર છે જે વધારાનું પ્રીમિયમ ચૂકવીને ખરીદવાનું હોય છે. તેના વિવિધ લાભો છે જેમ કે બ્રેકડાઉનના સમયે સહાયતા, ટાયર રિપ્લેસમેન્ટ, ટોઇંગ, ફ્યુઅલ રિપ્લેસમેન્ટ વગેરે જેનો લાભ પૉલિસીના સમયગાળા દરમિયાન લઈ શકાય છે. આ લાભો મેળવવા માટે ગ્રાહકોએ પૉલિસી પર ઉલ્લેખિત કસ્ટમર કેર નંબર પર કૉલ કરવાનો રહેશે.
સરળ શબ્દોમાં કહીએ તો, જ્યારે તમે એક વર્ષ પછી કોઈપણ ક્લેમ કર્યા વિના તમારી પૉલિસીને રિન્યૂ કરો છો, તો ત્યારે તમને ઓન ડેમેજ ચૂકવવાપાત્ર પ્રીમિયમમાં આ ડિસ્કાઉન્ટ મળે છે. આ સાવચેતીપૂર્વક વાહન ચલાવવા અને અકસ્માતો ટાળવા બદલ એક પ્રોત્સાહન છે.
તમામ પ્રકારના વાહનોઓન ડેમેજ પ્રીમિયમ પર મળતું ડિસ્કાઉન્ટ %
જો ઇન્શ્યોરન્સના અગાઉના સંપૂર્ણ વર્ષ દરમિયાન કોઈ ક્લેઇમ કરવામાં આવ્યો ન હોય કે કોઈ ક્લેઇમ બાકી ન હોય તો20%
જો ઇન્શ્યોરન્સના અગાઉના સળંગ 2 વર્ષ દરમિયાન કોઈ ક્લેઇમ કરવામાં આવ્યો ન હોય અથવા કોઈ ક્લેઇમ બાકી ન હોય તો25%
જો ઇન્શ્યોરન્સના અગાઉના સળંગ 3 વર્ષ દરમિયાન કોઈ ક્લેઇમ કરવામાં આવ્યો ન હોય અથવા કોઈ ક્લેઇમ બાકી ન હોય તો35%
જો ઇન્શ્યોરન્સના અગાઉના સળંગ 4 વર્ષ દરમિયાન કોઈ ક્લેઇમ કરવામાં આવ્યો ન હોય અથવા કોઈ ક્લેઇમ બાકી ન હોય તો45%
જો ઇન્શ્યોરન્સના અગાઉના સળંગ 5 વર્ષ દરમિયાન કોઈ ક્લેઇમ કરવામાં આવ્યો ન હોય અથવા કોઈ ક્લેઇમ બાકી ન હોય તો50%
તમે તમારી બંધ થઈ ગયેલી પૉલિસીને સરળતાથી ઑનલાઇન રિન્યુ કરી શકો છો. તમારે સેલ્ફ ઇન્સ્પેક્શન એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે અને ડૉક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે અને એચડીએફસી અર્ગો દ્વારા ડૉક્યુમેન્ટ મંજૂર થયા બાદ ચુકવણી કરવા માટેની લિન્ક મોકલવામાં આવશે જેના વડે તમે ચુકવણી કરીને પૉલીસી રિન્યુ કરાવી શકો છો. એકવાર ચુકવણી કર્યા પછી તમને પૉલિસીની કૉપી પ્રાપ્ત થશે.
પાછલી પૉલિસીની સમાપ્તિ તારીખથી 90 દિવસ સુધી નો-ક્લેઇમ બોનસ માન્ય છે. જો પૉલિસી 90 દિવસની અંદર રિન્યુ કરવામાં ન આવે, તો નો-ક્લેઇમ બોનસ 0% થઈ જશે અને રિન્યુ કરેલી પૉલિસી પર કોઈ લાભ મળશે નહીં.
વાહનનું ઇન્શ્યોર્ડ ડિકલેર્ડ વેલ્યૂ (IDV) 'સમ ઇન્શ્યોર્ડ' માનવામાં આવશે અને તે દરેક ઇન્શ્યોર્ડ વાહન માટે દરેક પૉલિસી અવધિ શરૂ થવા પર નિર્ધારિત કરવામાં આવશે.
વાહનની IDV બ્રાન્ડના ઉત્પાદકની સૂચિબદ્ધ વેચાણ કિંમત અને ઇન્શ્યોરન્સ/રિન્યુઅલ શરૂ થવાના સમયે ઇન્શ્યોરન્સ માટે પ્રસ્તાવિત વાહનના મોડેલના આધારે નક્કી કરવામાં આવે છે અને ડેપ્રિશિયેશન માટે સમાયોજિત કરવામાં આવે છે (નીચે નિર્દિષ્ટ શેડ્યૂલ મુજબ). વાહનમાં ફિટ કરવામાં આવેલ પરંતુ વાહનના ઉત્પાદકની સૂચિબદ્ધ વેચાણ કિંમતમાં શામેલ ન હોય, તે સાઇડ કાર અને/અથવા ઍક્સેસરીઝની IDV, જો કોઈ હોય તો, તેને પણ નિર્ધારિત કરવામાં આવે છે.
વાહનની ઉંમરIDV નક્કી કરવા માટે ડેપ્રિશિયેશનના %
6 મહિનાથી વધુ નથી5%
6 મહિનાથી વધુ પરંતુ 1 વર્ષથી વધુ નથી15%
1 વર્ષથી વધુ પરંતુ 2 વર્ષથી વધુ નથી20%
2 વર્ષથી વધુ પરંતુ 3 વર્ષથી વધુ નથી30%
3 વર્ષથી વધુ પરંતુ 4 વર્ષથી વધુ નથી40%
4 વર્ષથી વધુ પરંતુ 5 વર્ષથી વધુ નથી50%
કોઈ પેપરવર્ક અને ફિઝિકલ ડૉક્યુમેન્ટેશનની જરૂર નથી, તમને તમારી પૉલિસી તરત જ મળશે.
એન્ડોર્સમેન્ટ પાસ કરીને વર્તમાન ઇન્શ્યોરન્સ પૉલિસીને ખરીદનારના નામ પર ટ્રાન્સફર કરી શકાય છે. હાલની પૉલિસી હેઠળ એન્ડોર્સમેન્ટ પાસ કરવા સેલ ડીડ/ ફોર્મ 29/30/વેચાણકર્તાનું NOC/NCB રીકવરી જેવા દસ્તાવેજોની જરૂર પડશે.
અથવા
તમે હાલની પૉલિસી કૅન્સલ કરી શકો છો. પૉલિસી કૅન્સલ કરવા માટે સેલ ડીડ/ફોર્મ 29/30 જેવા સહાયક દસ્તાવેજોની જરૂર પડશે.
હાલનું વાહન વેચ્યું હોવાના આધારે હાલની ઇન્શ્યોરન્સ કંપની દ્વારા NCB રિઝર્વિંગ લેટર જારી કરવામાં આવશે. NCB રિઝર્વિંગ લેટરના આધારે આ લાભને નવા વાહન પર ટ્રાન્સફર કરી શકાય છે
તમારે ઇન્શ્યોરન્સ ટ્રાન્સફર માટે સહાયક દસ્તાવેજો સાથે ઇન્શ્યોરન્સ કંપનીનો સંપર્ક કરવાનો રહેશે. સહાયક દસ્તાવેજોમાં વેચાણકર્તાની સેલ ડીડ/ફોર્મ 29/30/NOC, જૂની RC ની કૉપી, ટ્રાન્સફર કરેલી RC ની કૉપી અને NCB રિકવરી રકમનો સમાવેશ થાય છે.
તમે તમારી બંધ થઈ ગયેલી પૉલિસીને સરળતાથી ઑનલાઇન રિન્યુ કરી શકો છો. તમારે સેલ્ફ ઇન્સ્પેક્શન એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે અને ડૉક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે, અને એચડીએફસી અર્ગો દ્વારા ડૉક્યુમેન્ટ મંજૂર થયા બાદ ચુકવણી કરવા માટેની લિન્ક મોકલવામાં આવશે જેના વડે તમે ચુકવણી કરીને પૉલીસી રિન્યુ કરાવી શકો છો. એકવાર ચુકવણી કર્યા પછી તમને પૉલિસીની કૉપી પ્રાપ્ત થશે.
તમે એચડીએફસી અર્ગોની વેબસાઇટ પર અથવા તેના કૉલ સેન્ટર અથવા એચડીએફસી અર્ગોની મોબાઇલ એપ દ્વારા ક્લેઇમ રજિસ્ટર કરી શકો છો
તમે એચડીએફસી અર્ગોની વેબસાઇટ પર અથવા તેના કૉલ સેન્ટર અથવા એચડીએફસી અર્ગોની મોબાઇલ એપ દ્વારા ક્લેઇમ રજિસ્ટર કરી શકો છો
ઓવરનાઇટ રિપેર સુવિધા દ્વારા નજીવું નુકસાન એક રાતમાં રીપેર કરી આપવામાં આવશે. સુવિધા< માત્ર ખાનગી કાર અને ટૅક્સી માટે જ ઉપલબ્ધ છે. ઓવરનાઇટ રિપેરની સુવિધા માટેની પ્રોસેસ નીચે જણાવી છે
  1. ક્લેઇમની જાણ તમારે કૉલ સેન્ટર અથવા એચડીએફસી અર્ગો મોબાઇલ એપ્લિકેશન (IPO) દ્વારા કરવાની રહેશે.
  2. અમારી ટીમ ગ્રાહકનો સંપર્ક કરશે અને વાહનના નુકસાનના ફોટા માટે વિનંતી કરશે.
  3. આ સર્વિસ હેઠળ વધુમાં વધુ 3 પેનલના નુકસાનને સ્વીકારવામાં આવશે.
  4. જાણ કર્યા બાદ વાહનના રિપેરીંગમાં વાર લાગી શકે છે, કારણ કે વર્કશોપની અપૉઇન્ટમેન્ટ અને પિક-અપનો આધાર વાહનના પાર્ટસ અને સ્લોટની ઉપલબ્ધતા અનુસાર કરવામાં આવશે.
  5. ગ્રાહકને વાહન ગેરેજ પર લઈ જવા અને પાછા લાવવા માટે લાગતો સમય બચે છે.
  6. હાલમાં આ સેવા દિલ્હી, મુંબઈ, પુણે, નાગપુર, સૂરત, વડોદરા, અમદાવાદ, ગુડગાંવ, જયપુર, હૈદરાબાદ, ચેન્નઈ, કોલકાતા અને બેંગલોર પસંદ કરેલ 13 શહેરોમાં ઉપલબ્ધ છે.
એવૉર્ડ અને સન્માન
x
x