ઑલ્ટો પેટ્રોલ અને સીએનજી વેરિયન્ટનું, 796cc વૉલ્યુમનું, 6000RPM પર મહત્તમ 35.3kW ની શક્તિ ઉત્પન્ન કરતું F8D એન્જિન ધરાવે છે. ઉપલબ્ધ ટ્રિમ્સ સ્ટાન્ડર્ડ, LXi, VXI અને VXI પ્લસ છે, જેમાંથી LXI (O) CNG એ ટોપ-સ્પેક વેરિયન્ટ છે. આ તમામમાં ઑટોમેટિક ટ્રાન્સમિશન ઉપલબ્ધ નથી, પરંતુ એકલ અને ડ્યુઅલ એરબેગ્સનો વિકલ્પ મળે છે.
પેટ્રોલ | CNG |
ઑલ્ટો STD (O) | ઑલ્ટો LXi CNG |
ઑલ્ટો LXi (O) | ઑલ્ટો LXi (O) CNG |
ઑલ્ટો VXi પ્લસ | |
ઑલ્ટો VXi |
મારુતિ એ વિશ્વસનીય, વાજબી અને ઉચ્ચ-માઇલેજ ધરાવતી અને ચલાવવામાં આનંદ આવે તેવી કારો બનાવવા માટે જાણીતી કંપની છે. ઑલ્ટો તેમાં ભિન્ન નથી, તે પ્રથમ વાર કાર ખરીદી રહેલી વ્યક્તિઓ માટે શ્રેષ્ઠ વિકલ્પ પ્રદાન કરે છે. કાર ખરીદતી વખતે તમારી પાસે કાર ઇન્શ્યોરન્સ પૉલિસી હોવી જોઈએ, કારણ કે તે ફરજિયાત હોવાની સાથે એક મહત્વપૂર્ણ આર્થિક સુરક્ષા કવચ છે, જે દુર્ઘટનાના કિસ્સામાં તમને સુરક્ષિત રાખે છે. તમે નીચેના વિકલ્પોમાંથી પસંદ કરી શકો છો:
એક વ્યાપક કાર ઇન્શ્યોરન્સ પૉલિસી, જેમ નામ સૂચવે છે તેમ, એક એવી પૉલિસી છે જે કુદરતી અને માનવસર્જિત આપત્તિઓને કારણે થતા નુકસાનથી લઈને ચોરી સુધીની લગભગ તમામ સામાન્ય સંભવિત દુર્ઘટનાઓને આવરી લે છે. તેમાં ફરજિયાત થર્ડ-પાર્ટી લાયેબિલિટી ઇન્શ્યોરન્સ અને વ્યક્તિગત અકસ્માત કવરનો સમાવેશ થાય છે, અને સાથે તમારા પોતાના વાહનને થતા નુકસાન સામે પણ કવરેજ પ્રદાન કરે છે.
અકસ્માત
પર્સનલ એક્સિડેન્ટ કવર
કુદરતી આપત્તિઓ
થર્ડ-પાર્ટીની જવાબદારી
ઍડ-ઑનની પસંદગી
ચોરી
રસ્તા પર ચાલતા દરેક વાહન માટે થર્ડ-પાર્ટી લાયબિલિટી ઇન્શ્યોરન્સ ફરજિયાત છે. તે થર્ડ-પાર્ટી વ્યક્તિને ઈજા, વિકલાંગતા અથવા મૃત્યુ અને તેમની સંપત્તિને નુકસાન સામે કવરેજ પ્રદાન કરે છે. તે તમામ સારવાર અને જો કોઈ કાનૂની ફીનો ખર્ચ થયો હોય તો તે આવરી લે છે, જેથી દુર્ઘટના માટે તમારી ભૂલ હોવા છતાં પણ તમે નાણાકીય રીતે સુરક્ષિત રહી શકો છો. તે જ રીતે, જો તમે અકસ્માતમાં તમને નુકસાન થાય છે, તો તમે અકસ્માત માટે જવાબદાર વ્યક્તિની થર્ડ-પાર્ટી લાયબિલિટી પૉલિસીના લાભો મેળવી શકો છો.
પર્સનલ એક્સિડેન્ટ કવર
થર્ડ-પાર્ટી પ્રોપર્ટી નુકસાન
થર્ડ-પાર્ટી વ્યક્તિને ઈજા
સ્ટેન્ડઅલોન ઓન ડેમેજ કવર એ કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ પૉલિસીનું અડધું કવર છે જે તમારા પોતાના વાહનના નુકસાન સામે કવરેજ પ્રદાન કરે છે. આવું પ્રાકૃતિક આપત્તિઓ, જેવી કે પૂર, ભૂકંપ, આગ, વાવાઝોડું વગેરેને કારણે બની શકે છે. તેમાં માનવનિર્મિત આપત્તિઓ જેમ કે તોફાનો અને તોડફોડ જેવી જ આપત્તિઓને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. અકસ્માતને કારણે થતા નુકસાનને પણ કવર કરવામાં આવે છે. અને તે વાહનની ચોરી સામે પણ કવર પૂરું પાડે છે. તમારા ઑલ્ટો માટે કોમ્પ્રિહેન્સિવ કવરેજ મેળવવા માટે આ પ્લાન શ્રેષ્ઠ થર્ડ-પાર્ટી લાયબિલિટી પૉલિસી ધરાવે છે.
અકસ્માત
કુદરતી આપત્તિઓ
આગ
ઍડ-ઑનની પસંદગી
ચોરી
નવી કાર ખરીદતા ઘણાં વ્યક્તિઓ ઘણીવાર કાર ઇન્શ્યોરન્સની આવશ્યકતા વિશે અજાણ હોય છે. આ પ્લાનનો હેતુ લાંબા ગાળાના થર્ડ-પાર્ટી લાયેબિલિટી ઇન્શ્યોરન્સને સંયોજિત કરીને તમને લાંબા સમયગાળા માટે સતત આવરી લેવાનો છે, જેથી તમે ચિંતામુક્ત રહી શકો, અને તેની સાથે વ્યાપક કવરેજ માટે વાર્ષિક રિન્યુ કરી શકાય તેવા ઓન ડેમેજ કમ્પોનન્ટને ઉમેરવામાં આવે છે.
અકસ્માત
કુદરતી આપત્તિઓ
વ્યક્તિગત અકસ્માત
થર્ડ-પાર્ટીની જવાબદારી
ઍડ-ઑનની પસંદગી
ચોરી
તમારો મારુતિ સુઝુકી ઑલ્ટો કાર ઇન્શ્યોરન્સ પ્લાન તમારા વાહનને વ્યાપક રીતે કવર કરે છે, જે તમને સૌથી સામાન્ય દુર્ઘટનાઓ સામે સારી રીતે સુરક્ષિત રાખે છે. તમારી કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ પૉલિસી નીચેની બાબતોને કવર કરે છે:
વાહન ચલાવતી વખતે અકસ્માત ન થાય તે અંગે તમારે સતત ધ્યાન રાખવું પડે છે. તે એક આઘાતજનક અનુભવ તો હોય જ છે, પરંતુ તેની સાથે સાથે કારને રિપેર કરવા માટે પણ ઘણો ખર્ચ થતો હોય છે. કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે, રિપેર ખર્ચની કાળજી લેવામાં આવે છે.
તોફાન અને પૂર વધુ સામાન્ય અને વધુ તીવ્ર બની ગયા છે, જે તમારી કારને સીધી અથવા પરોક્ષ રીતે નુકસાન કરી શકે છે. તેવી જ રીતે, રમખાણો અને તોડફોડને કારણે પણ તમારી કારને નુકસાન થઈ શકે છે. સદભાગ્યે, તે બધું તમારી પૉલિસીમાં કવર કરવામાં આવ્યું છે.
જો તમારી કાર ચોરાઇ જાય અને પાછી ન મળી શકે તો, તમને વાહનની ઇન્શ્યોર્ડ ડિક્લેયર્ડ વેલ્યૂ (IDV) મળશે, જે પૉલિસી રિન્યૂઅલ સમયે નક્કી થઇ હતી.
અકસ્માતો ચેતવણી વગર અચાનક થાય છે અને તેનાથી શારીરિક અને આર્થિક બંનેમાં નોંધપાત્ર નુકસાન થઇ શકે છે. પર્સનલ એક્સિડેન્ટ કવર સાથે, મેડિકલ પ્રોસીઝરના ખર્ચથી લઇને રોજિંદા ખર્ચ સુધી, તમારી સારવારના ખર્ચને કવર કરવામાં આવે છે.
જો અકસ્માત તમારી ભૂલના કારણે થાય તો, તમારો થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ પીડિતને થયેલ નુકસાનની ભરપાઇ કરવામાં મદદ કરશે, અને સામસામે લાગુ પડશે.
તમામ સર્વિસ ઑનલાઇન ઑફર કરનાર ઇન્શ્યોરર્સ પાસેથી મારુતિ સુઝુકી ઑલ્ટો કાર ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવી અથવા રિન્યુ કરવી આટલી સરળ પહેલા ક્યારેય ન હતી. હવે તમે માત્ર થોડી મિનિટોમાં તમારા ઘરે આરામથી, તમારી સુવિધા અનુસાર તમારી પૉલિસી ખરીદી અથવા રિન્યુ કરી શકો છો.
ઑલ્ટો કિંમતમાં વ્યાજબી, ભરોસાપાત્ર અને તેના કૉસ્ટ-ઇફેક્ટિવ અનુભવ માટે જાણીતી છે - અને આજ લાક્ષણિકતાઓ તમારી કાર ઇન્શ્યોરન્સ પૉલિસીમાં પણ હોવી જોઈએ. જે લોકપ્રિય હોય, વિશાળ ગ્રાહક સમૂહ ધરાવતો હોય અને જેનો ક્લેઇમ સેટલમેન્ટ રેશિયો ઊંચો હોવાની સાથે વિશ્વાસપૂર્વક રીતે ક્લેઇમની પતાવટ કરવામાં આવતી હોય એવા ઇન્શ્યોરરની પસંદગી કરો. એચડીએફસી અર્ગો શા માટે યોગ્ય છે તે અહીં જણાવેલ છે:
અકસ્માત અથવા દુર્ઘટના બાદ તમારી કાર તરત જ રિપેર કરવી જરૂરી હોય છે. રિપેરિંગની ચુકવણી કરવા માટે, તમારી પાસે હંમેશા કૅશ ઉપલબ્ધ હોય તેવું જરૂરી નથી, તેવી સ્થિતિમાં કૅશલેસ રિપેર સુવિધા મદદરૂપ સાબિત થાય છે. એચડીએફસી અર્ગો સમગ્ર ભારતમાં 8700 થી વધુ કૅશલેસ ગેરેજ ધરાવે છે, જેના વડે તમે તમારી કારને આર્થિક અગવડ વિના રિપેર કરાવી શકો છો.
લગભગ 80% કાર ઇન્શ્યોરન્સ ક્લેઇમની પ્રક્રિયા તે જ દિવસે કરવામાં આવે છે, જેને કારણે ક્લેઇમ ફાઇલ કર્યા બાદ કાર રિપેર થવા માટે ઓછો સમય લાગે છે.
અકસ્માતના પરિણામે કારને થયેલું નાનું સરખું નુકસાન એક રાતમાં જ રિપેર કરવામાં આવે છે, અને બીજા દિવસે સવારે તમારે માટે કાર તૈયાર હોય છે.
અમારી 24x7 રોડસાઇડ સહાયતા વડે તમે માત્ર એક કૉલથી મદદ મેળવી શકો છે.