Maruti કાર ઇન્શ્યોરન્સ
મોટર ઇન્શ્યોરન્સ
પ્રીમિયમ માત્ર ₹2094 થી શરૂ થાય છે*

પ્રીમિયમ શરૂ થાય છે

માત્ર ₹2094 માં*
8700+ કૅશલેસ નેટવર્ક ગેરેજ ^

8700+ કૅશલેસ

ગેરેજનું નેટવર્ક**
ઓવરનાઇટ કાર રિપેર સર્વિસ ^

ઓવરનાઇટ કાર

રિપેર સર્વિસ¯
4.4 કસ્ટમર રેટિંગ ^

4.4

કસ્ટમર રેટિંગ
હોમ / મોટર ઇન્શ્યોરન્સ / કાર ઇન્શ્યોરન્સ / મારુતિ સુઝુકી
તમારા કાર ઇન્શ્યોરન્સ માટે ઝડપી ક્વોટેશન

હું આથી એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સને 10pm પહેલાં મારો સંપર્ક કરવા માટે અધિકૃત કરું છું. હું સંમત છું કે આ સંમતિ મારી NDNC રજિસ્ટ્રેશનને ઓવરરાઇડ કરશે.

Call Icon
મદદની જરૂર છે? અમારા નિષ્ણાતો સાથે વાત કરો 022-62426242

મારુતિ સુઝુકી કાર ઇન્શ્યોરન્સ

મારુતિ ઇન્શ્યોરન્સ
જો તમે ભારતીય રસ્તાઓ પર મુસાફરી કરી હોય, તો તમે મારુતિ કારને દોડતા જોઈ જ હશે! દરેક લોકોની જરૂરિયાત, બજેટ અને જીવનશૈલીને અનુરૂપ વેરિએન્ટવાળી મારુતિ સુઝુકીએ રાષ્ટ્રની ત્રણ દાયકાથી વધુ સમય સુધી પરિવહન સેવા આપી છે. ભારતીય મધ્યમ વર્ગને મોટર સુવિધા આપવાના દ્રષ્ટિકોણ સાથે 1983 માં સ્થાપિત, મારુતિએ મારુતિ ઉદ્યોગ લિમિટેડ અને સુઝુકી મોટર કોર્પોરેશન, જાપાન વચ્ચેના સંયુક્ત સાહસ તરીકે શરૂઆત કરી હતી. આજે, આ બ્રાન્ડ તેના "સામાન્ય માણસની કાર" સ્ટેટસને મજબૂત કરવાની સાથે સાથે, આ ઓટોમોબાઈલ જાયન્ટ વર્ષમાં અડધા મિલિયનથી વધુ કારનું વેચાણ કરે છે.
વર્ષોથી, કંપનીએ એવી કાર રજૂ કરી છે જે બજારમાં ટોચની 5 વેચાતી કારમાં સતત સ્થાન મેળવવામાં સફળ રહી છે. હવે નેક્સાની શરૂઆત સાથે, મારુતિ સુઝુકી પ્રીમિયમ SUV (સ્પોર્ટ્સ યુટિલિટી વાહન) અને સેડાન સેગમેન્ટમાં પણ સ્થાન મેળવવાનું લક્ષ્ય ધરાવે છે. તેની વેલ્યૂ-ફોર-મની ઑફર ઉપરાંત, એક મજબૂત વેચાણ પછીના નેટવર્કે મારુતિ સુઝુકીની પ્રતિષ્ઠાને અગ્રણી ઑટો જાયન્ટ અને વિશ્વસનીય સર્વિસ પ્રદાતા તરીકે વધારી છે.

આજે પણ, સ્વિફ્ટ હોય, બલેનો હોય કે ઑલ્ટો, મારુતિ સુઝુકી કારની માલિકી હોવી એ ભારતભરમાં ઘણા લોકો માટે કંઈક સિદ્ધિ હાંસલ કરી હોય તેનો સંકેત છે. અને તેથી જ તમારી મૂલ્યવાન કાર માટે સારો ઇન્શ્યોરન્સ હોવો જરૂરી છે. થર્ડ-પાર્ટી કવરેજથી લઈને અતિરિક્ત લાભો સુધી, એચડીએફસી અર્ગોનો મારુતિ કાર ઇન્શ્યોરન્સ તે તમામ ઑફર કરે છે - તમારી જેમ જ તમારી મારુતિ કારની પ્રેમપૂર્વક કાળજી રાખે છે!

મારુતિ સુઝુકી – બેસ્ટ સેલિંગ મોડલ

1
મારુતિ સુઝુકી સ્વિફ્ટ
સ્વિફ્ટ એ 5-સીટર હેચબેક છે જે ₹5.99 લાખ અને ₹9.03 લાખ (એક્સ-શોરૂમ દિલ્હી) વચ્ચેની કિંમતની શ્રેણીમાં ઉપલબ્ધ છે. સ્વિફ્ટ ચાર વ્યાપક પ્રકારોમાં ઑફર કરવામાં આવે છે: LXi, VXi, ZXi, અને ZXi+. VXi અને ZXi ટ્રિમ CNG સાથે પસંદ કરી શકાય છે. હવે તેની ત્રીજી જેનરેશનમાં, સ્વિફ્ટ પુશ-બટન સ્ટાર્ટ, HID પ્રોજેક્ટર્સ, AMT ગિયરબોક્સ અને વધુ જેવી અનેક શ્રેષ્ઠ સુવિધાઓ સાથે આવે છે. આ તમામ કારણો તેને એક અનિવાર્ય ખરીદી બનાવે છે.
2
મારુતિ સુઝુકી વેગનઆર
વેગન આર એ 5-સીટર હેચબેક છે, જે ₹ 5.54 - 7.42 લાખ (એક્સ-શોરૂમ દિલ્હી) ની કિંમતની શ્રેણીમાં ઉપલબ્ધ છે. વર્ષોથી, આ કારે પોતાના માટે એક મજબૂત ગ્રાહક વર્ગ બનાવ્યો છે. આ ત્રીજી જેનરેશનની વેગનઆરને વધુ ઉન્નત કરવામાં આવી હતી, જેમાં અતિરિક્ત મનોરંજન અને સલામતી સુવિધાઓ આપવામાં આવી છે. 1.0 લીટર, ત્રણ સિલિન્ડર પેટ્રોલ એન્જિન સાથે જોડાયેલા અતિરિક્ત જગ્યા ધરાવતું ઇન્ટીરિયર વેગનઆરને વધુ આરામદાયક અને શક્તિશાળી બનાવે છે.
3
મારુતિ સુઝુકી ઑલ્ટો
ઑલ્ટો એક એન્ટ્રી-લેવલ 5-સીટર હેચબેક છે જે ₹3.25 લાખની કિંમત પર શરૂ થાય છે અને ₹5.12 લાખ (એક્સ-શોરૂમ દિલ્હી) સુધી જાય છે. ઑલ્ટો એવા પરિવારો માટે એક ઉત્તમ વિકલ્પ છે જે વ્યાજબીપણું અને વ્યવહારિકતાને ટોચની પ્રાથમિકતા આપે છે. વર્ષોથી, ઑલ્ટોએ ક્રમિક અપગ્રેડ જોયા છે અને રોજબરોજના વિશ્વસનીય રનર તરીકે તેની પ્રતિષ્ઠા પર તે સાચી ઠરી છે.
4
મારુતિ સુઝુકી બલેનો
બલેનો એક પ્રીમિયમ 5-સીટર હૅચબૅક છે. તે ₹ 6.61 લાખ અને ₹ 9.88 લાખની વચ્ચેની કિંમતની શ્રેણીમાં ઉપલબ્ધ છે. બલેનો CNG કિંમત ₹ 8.35 લાખ અને ₹ 9.28 લાખની વચ્ચે છે. બલેનો મેન્યુઅલ કિંમત ₹ 6.61 લાખ અને ₹ 9.33 લાખની વચ્ચે છે. આ મોડલ મારુતિના પ્રીમિયમ રિટેલ નેક્સા આઉટલેટ્સ પરથી વેચવામાં આવે છે. આ કારમાં એક પેટ્રોલ-CVT ઑટોમેટિક ગિયરબૉક્સ અને આબોહવા નિયંત્રણ સહિત ઘણા અપગ્રેડ મળે છે. આંતરિક અને બાહ્ય અપગ્રેડ ઉપરાંત, આ મારુતિ કાર મોડેલમાં એક અપગ્રેડ કરેલું BS-6 એન્જિન છે.
5
મારુતિ સુઝુકી ડિઝાયર
ડિઝાયર એ ₹ 6.52 લાખ અને ₹ 9.39 લાખની કિંમતની શ્રેણીમાં ઉપલબ્ધ એક પ્રારંભિક-સ્તરનું સેડાન છે. ડિઝાયર CNG ની કિંમત ₹ 8.39 લાખ અને ₹ 9.07 લાખની વચ્ચે છે. ડિઝાયર મેન્યુઅલ કિંમત ₹ 6.52 લાખ અને ₹ 9.07 લાખની વચ્ચે છે. વર્ગ-અગ્રણી સુવિધાઓ અને એર્ગોનોમિકલી ડિઝાઇન કરેલ ઇન્ટીરિયર તેને આજે ભારતીય બજારમાં શ્રેષ્ઠ સેડાન બનાવે છે. આ મારુતિ કારમાં ટોપ-સ્પેક મોડેલ પર AMT સાથે માત્ર પેટ્રોલ એન્જિનના વિકલ્પો છે.

મારુતિ સુઝુકી – અનન્ય વેચાણ કેન્દ્રો

1
પૈસાનું વળતર
મારુતિ સુઝુકીની કારની કિંમત એવી રીતે રાખવામાં આવી છે કે કોઈપણ ભારતીય ખરીદનારને તે પૈસા ખર્ચવામાં અસુવિધાજનક લાગશે નહીં. મારુતિ સુઝુકી ઑલ્ટો અને વેગનઆર જેવી કારોએ વાહનની માલિકીના દરેક પરિવારના સપનાને પૂર્ણ કર્યા છે.
2
શ્રેષ્ઠ ઇંધણ કાર્યક્ષમતા
 મારુતિ કાર ખૂબ જ ઇંધણ કાર્યક્ષમ તરીકે ઓળખાય છે. સ્માર્ટ હાઇબ્રિડ વાહન સિસ્ટમ જેવી ટેક્નોલોજી સાથે, તે વધુ ઇંધણ-કાર્યક્ષમ કાર બનાવવાનું ચાલુ રાખે છે. સિયાઝ અને બ્રીઝા જેવી મોટી કારો પણ આ સેગમેન્ટની અન્ય કારોની તુલનામાં શ્રેષ્ઠ ઇંધણ કાર્યક્ષમતા પ્રદાન કરે છે.
3
વિશ્વસનીયતા
મારુતિ સુઝુકી કાર જાળવવામાં સરળ છે, અને જાળવણીનો ખર્ચ ખૂબ જ ઓછો છે. તમે મારુતિ સુઝુકી કારને વર્ષોથી તેની જાળવણી વિશે વધુ ચિંતા કર્યા વિના ચલાવી શકો છો. ઉપરાંત, ભારતીય રસ્તાઓ પર, તમે 10 વર્ષ અથવા તેના કરતાં વધુ મારુતિ કાર જોઈ શકો છો.
4
કન્ઝ્યૂમર-કેન્દ્રિત પ્રકૃતિ
મારુતિ સુઝુકી બજારના સૌથી વધુ કન્ઝ્યૂમર-કેન્દ્રિત કાર નિર્માતાઓમાંથી એક છે. તમારી કાર ખરીદવાની મુસાફરીથી અંત સુધી, મારુતિ તમારા માટે સરળ, ઝંઝટ-મુક્ત અનુભવ સુનિશ્ચિત કરે છે.
5
શ્રેષ્ઠ પુન:વેચાણ મૂલ્ય
મારુતિ કાર સેકન્ડ-હેન્ડ કાર-સેલિંગ માર્કેટમાં સૌથી લોકપ્રિય છે. મારુતિ સુઝુકી કારના મૂલ્યને જાળવી રાખવા માટે વિશ્વસનીયતા અને ઇંધણ અર્થવ્યવસ્થા મુખ્ય કારણો છે.

તમારે શા માટે મારુતિ કાર ઇન્શ્યોરન્સની જરૂર છે?


કાર ઇન્શ્યોરન્સ માત્ર તમારી મારુતિ કાર માટે એક મહત્વપૂર્ણ સુરક્ષા સુવિધા નથી પરંતુ રસ્તાઓ પર ડ્રાઇવ કરવા માટે કાનૂની આવશ્યકતા (થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ) પણ છે. મોટર વાહન અધિનિયમ અનુસાર ભારતીય રસ્તાઓ પર ચાલતા તમામ વાહનો માટે ઓછામાં ઓછું થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ કવર હોવું ફરજિયાત છે. તમારી મારુતિ કારને ઇન્શ્યોર્ડ રાખવી એ કારની માલિકીના અનુભવનો ફરજિયાત ભાગ છે. મારુતિ કાર ઇન્શ્યોરન્સ શા માટે મહત્વપૂર્ણ છે તેના કેટલાક કારણો અહીં આપેલ છે:

તે માલિકની જવાબદારીને ઘટાડે છે

તે માલિકની જવાબદારીને ઘટાડે છે

કાનૂની જરૂરિયાત ઉપરાંત, તમારો થર્ડ-પાર્ટી જવાબદારી ઇન્શ્યોરન્સ તમને એવા નુકસાન અથવા હાનીથી સુરક્ષિત કરે છે, જે તમારી મારુતિ સુઝુકી કાર દ્વારા થર્ડ પાર્ટી વાહન, વ્યક્તિ અથવા પ્રોપર્ટીને થઈ શકે છે. અકસ્માતના કિસ્સામાં, અન્ય વ્યક્તિ દ્વારા કરવામાં આવેલા ક્લેઇમને આ પૉલિસી હેઠળ કવર કરી શકાય છે, જે તમારા ફાઇનાન્શિયલ તેમજ કાનૂની બોજને ઘટાડે છે.

તે નુકસાનના ખર્ચને કવર કરે છે

તે નુકસાનના ખર્ચને કવર કરે છે

જો તમે તમારી મારુતિ કાર માટે કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ પૉલિસી પસંદ કરો છો, તો અકસ્માત, કુદરતી આપત્તિઓ અથવા ચોરીની સ્થિતિમાં, તમારી મારુતિ સુઝુકી કારને સમગ્ર કવર મળશે. આમાં ખામીયુક્ત પાર્ટ્સના રિપેર અથવા રિપ્લેસમેન્ટનો ખર્ચ, બ્રેકડાઉન માટે ઇમરજન્સી સહાય અને જો તમારી મારુતિ રિપેરમાં જાય તો વૈકલ્પિક મુસાફરીનો ખર્ચ પણ શામેલ છે.

તે મનની શાંતિ આપે છે

તે મનની શાંતિ આપે છે

નવા ડ્રાઇવરો માટે, જો તેઓ ઓછામાં ઓછા એક થર્ડ-પાર્ટી કવરથી ઇન્શ્યોર્ડ છે તો તેઓ આત્મવિશ્વાસથી રસ્તાઓ પર ચલણ-મુક્ત વાહન ચલાવી શકશે. અનુભવી ડ્રાઇવરો માટે, મોટાભાગના માર્ગ અકસ્માતોમાં તમારી જ ભૂલ હોય તે જરૂરી નથી. માત્ર એ સુનિશ્ચિત કરવું કે તમે કોઇપણ સંભવિત સંજોગોમાં સુરક્ષિત છો, તો તે તમને તણાવ-મુક્ત રહેવામાં મદદ કરે છે.

મારુતિ સુઝુકી કાર ઇન્શ્યોરન્સના પ્રકારો પ્લાન

સર્વાંગી સુરક્ષા શોધી રહ્યાં છો પરંતુ ક્યાંથી શરૂ કરવું તે વિશે અનિશ્ચિત છો? એચડીએફસી અર્ગોનું એક વર્ષનું કોમ્પ્રિહેન્સિવ કવર તમારી આ દુવિધાને દૂર કરી શકે છે. આ પ્લાનમાં તમારી મારુતિ કારના નુકસાન તેમજ થર્ડ પાર્ટી વ્યક્તિ/સંપત્તિના નુકસાન માટેના કવરનો સમાવેશ થાય છે. તમે તમારી પસંદગીના ઍડ-ઑન સાથે તમારા મારુતિ ઇન્શ્યોરન્સ કવરને વધુ કસ્ટમાઇઝ કરી શકો છો.

X
સંપૂર્ણ રક્ષણ મેળવવા માંગતા કાર પ્રેમીઓ માટે યોગ્ય, આ પ્લાન નીચેની બાબત કવર કરે છે:
અકસ્માત

અકસ્માત

પર્સનલ એક્સિડેન્ટ કવર

કુદરતી આપત્તિઓ

થર્ડ-પાર્ટીની જવાબદારી

ઍડ-ઑનની પસંદગી

ચોરી

ચોરી

વધુ જાણો

થર્ડ-પાર્ટી કવર મોટર વાહન અધિનિયમ, 1988 દ્વારા લાગુ કરવામાં આવેલ એક ફરજિયાત કવર છે. જો તમે તમારી મારુતિ સુઝુકી કારનો વારંવાર ઉપયોગ કરતા નથી, તો આ બેઝિક કવર સાથે પ્રારંભ કરવો અને દંડ ભરવાની મુશ્કેલીથી બચવું એ એક સારો વિચાર છે. થર્ડ પાર્ટી કવર હેઠળ, અમે તમને થર્ડ-પાર્ટીના નુકસાન, ઇજા અથવા હાનિથી ઉદ્ભવતી જવાબદારીઓ સામે સુરક્ષા સાથે જોડવામાં આવેલ વ્યક્તિગત અકસ્માત કવર ઑફર કરીએ છીએ.

X
કારનો નિયમિત ઉપયોગ ન કરનાર લોકો માટે યોગ્ય, આ પ્લાન નીચેની બાબત કવર કરે:

પર્સનલ એક્સિડેન્ટ કવર

થર્ડ-પાર્ટી પ્રોપર્ટી નુકસાન

થર્ડ-પાર્ટી વ્યક્તિને ઈજા

થર્ડ-પાર્ટી કવર એક વસ્તુ છે, પરંતુ ફાઇનાન્શિયલ નુકસાન સામે પોતાને સુરક્ષિત કરવા વિશે શું? અમારું સ્ટેન્ડઅલોન ઓન ડેમેજ કવર તેની કાળજી લે છે કારણ કે તે અકસ્માત, કુદરતી આફતો, આગ અને ચોરીને કારણે તમારી કારને થતા નુકસાનને કવર કરે છે. જો તમે અતિરિક્ત સુરક્ષાનો આનંદ માણવા માંગો છો, તો તમે ફરજિયાત થર્ડ પાર્ટી કવર ઉપરાંત તમારી પસંદના ઍડ-ઑન સાથે આ વૈકલ્પિક કવર પસંદ કરી શકો છો.

X
પહેલેથી જ માન્ય થર્ડ પાર્ટી કવર ધરાવતા લોકો માટે યોગ્ય, આ પ્લાન નીચેની બાબત કવર કરે:
અકસ્માત

અકસ્માત

કુદરતી આપત્તિઓ

આગ

ઍડ-ઑનની પસંદગી

ચોરી

ચોરી

જો તમે તદ્દન નવી મારુતિ સુઝુકી કારના ગૌરવપૂર્ણ માલિક છો, તો નવી કાર માટેનું અમારું કવર માત્ર તે છે જે તમારે તમારી નવી સંપત્તિને સુરક્ષિત કરવા માટે જરૂરી છે. આ પ્લાન અકસ્માતો, કુદરતી આફતો અને ચોરીના કારણે તમારી કારને થયેલા નુકસાન સામે 1-વર્ષનું કવરેજ ઑફર કરે છે. તે તમને થર્ડ-પાર્ટી વ્યક્તિ/સંપત્તિના નુકસાન સામે પણ 3-વર્ષનું કવર આપે છે.

X
જેમણે એકદમ નવી કાર ખરીદી છે, તેઓ માટે યોગ્ય, આ પ્લાન કવર કરે છે:
અકસ્માત

અકસ્માત

કુદરતી આપત્તિઓ

વ્યક્તિગત અકસ્માત

થર્ડ-પાર્ટીની જવાબદારી

ઍડ-ઑનની પસંદગી

ચોરી

ચોરી

મારુતિ કાર ઇન્શ્યોરન્સ પૉલિસીમાં સમાવેશ અને બાકાત

એક્સિડેન્ટલ કવર

અકસ્માત

કાર અકસ્માત તમારી કારના બાહ્ય અથવા આંતરિક પાર્ટ્સ નુકસાન પહોંચાડી શકે છે. કેટલી હદે નુકસાન થયું છે તેના આધારે, તમારી કારને રિપેર કરવાના ખર્ચ નજીવા અથવા મોટા હોઈ શકે છે. પરંતુ પરિસ્થિતી ગમે તેવી આવે, અમારો કાર ઇન્શ્યોરન્સ અકસ્માતમાંથી તમારી કારને થતાં નુકસાનને કવર કરે છે.
આગ અને વિસ્ફોટ

આગ અને વિસ્ફોટ

આગ કે વિસ્ફોટને કારણે તમારી મારુતિ સુઝુકી કાર અને તેના પાર્ટ બળી શકે છે અને નુકસાન થઈ શકે છે, પરંતુ અમે એ સુનિશ્ચિત કરીશું કે અમારા રહેતા તમને ફાઇનાન્શિયલ નુકસાન ન થાય. અમારો કાર ઇન્શ્યોરન્સ આવા કિસ્સાઓમાં નુકસાનને કવર કરશે.
ચોરી

ચોરી

કારની ચોરી એક મોટું ફાઇનાન્શિયલ નુકસાન છે સદભાગ્યે, જો આવી કોઇ ખરાબ ઘટના ઘટિત થાય, તો પણ અમારું કાર ઇન્શ્યોરન્સ કવરેજ તમારી સાથે છે. અમે ખાતરી કરીશું કે તમારી કારની ચોરીથી તમારા ફાઇનાન્સ પર કોઇ બોજો આવતો નથી.
કુદરતી આપત્તિઓ

કુદરતી આપત્તિઓ

પૂર અને ભૂકંપ જેવી કુદરતી આફતો તમારી કારને અણધાર્યું અને અકલ્પનીય નુકસાન પહોંચાડી શકે છે. પરંતુ અમારા કાર ઇન્શ્યોરન્સ પ્લાન સાથે, તમે સુનિશ્ચિત થઈ શકો છો કે આવી ઘટના તમારા ફાઇનાન્સને તકલીફ પહોંચાડશે નહીં.
વ્યક્તિગત અકસ્માત

વ્યક્તિગત અકસ્માત

અકસ્માતના કિસ્સામાં, અમે માત્ર તમારી કારની કાળજી લેતા નથી. અમે તમારી પણ કાળજી રાખીએ છીએ. જો તમને કોઇપણ ઇજાઓ થાય છે, તો અમારો કાર ઇન્શ્યોરન્સ પ્લાન તમારા તબીબી સારવાર માટે પણ થતા કોઇપણ શુલ્કને કવર કરે છે.
થર્ડ પાર્ટી લાયબિલિટી

થર્ડ પાર્ટી લાયબિલિટી

તમારી કાર સાથે સંકળાયેલ અકસ્માતથી થર્ડ-પાર્ટીને પણ નુકસાન થઈ શકે છે, ભલે તે કોઇ વ્યક્તિ હોય અથવા પ્રોપર્ટી હોય. આવા કિસ્સાઓમાં, તમારે તે જવાબદારીઓને પૂર્ણ કરવા માટે ખિસ્સામાંથી ચુકવણી કરવા વિશે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે અમારા કાર ઇન્શ્યોરન્સ દ્વારા તમને કવર કરવામાં આવેલ છે.

મારુતિ સુઝુકી કાર ઇન્શ્યોરન્સ પૉલિસી ઍડ-ઑન્સ

તમારી મારુતિ કાર એક એવી સંપત્તિ છે, જેનું આસાનીથી ડેપ્રિશિયેશન થાય છે. તેથી, તમારી કારને નુકસાનને કારણે ઉદ્ભવતા મારુતિ ઇન્શ્યોરન્સ ક્લેઇમના કિસ્સામાં, કરવામાં આવતી ચુકવણીમાંથી ડેપ્રિશિયેશનને બાદ કરવામાં આવી શકે છે. અમારા ઝીરો ડેપ્રિશિયેશન કવરને કારણે તમારે આ વિશે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે તે આવી પરિસ્થિતિમાં તમારા ફાઇનાન્સને સુરક્ષિત કરે છે. મૂલ્ય.
જો તમે સ્વચ્છ રેકોર્ડ ધરાવતા સાવચેત ડ્રાઇવર છો, તો તમને રિવૉર્ડ મળવો જોઈએ. અમારું નો ક્લેઇમ બોનસ પ્રોટેક્શન ઍડ-ઑન સુનિશ્ચિત કરે છે કે તમે વર્ષોથી એકત્રિત કરેલ નો ક્લેઇમ બોનસ (NCB) અકબંધ રહે અને તેને આગામી સ્લેબ પર લઈ જવામાં આવે.
જ્યારે કોઈ ઇમરજન્સીની પરિસ્થિતિ ઉદ્ભવે છે, ત્યારે ઇમરજન્સી આસિસ્ટન્સ ઍડ-ઑન તમારો એ મિત્ર છે જેની તમારે જરૂર છે. આ કવર 24x7 ઇમરજન્સી આસિસ્ટન્સ સેવાઓ પ્રદાન કરે છે જેમ કે રિફ્યુલિંગ, ટાયર બદલવું, ટોઇંગ સહાય, ખોવાયેલી ચાવી માટે સહાય અને મિકેનિકની વ્યવસ્થા કરે છે.
જો તમારી મારુતિ કાર ચોરાઈ ગઈ હોય અથવા રિપેર થઈ શકે તેમ ન હોય તો આ વૈકલ્પિક ઍડ-ઑન તમારે માટે જરૂરી છે. તે સંપૂર્ણ નુકસાનના કિસ્સામાં સુનિશ્ચિત કરે છે ; તમને મારુતિ કાર ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદતી વખતે, તમે ચૂકવેલ રોડ ટૅક્સ અને રજિસ્ટ્રેશન ફી સહિત તમારી કારની અસલ ઇનવોઇસ વેલ્યુ મળે છે.
એન્જિન અને ગિયરબૉક્સ પ્રોટેક્ટર કવર
એન્જિન અને ગિયર બૉક્સ પ્રોટેક્ટર
તમારી કારના એન્જિનની સંભાળ લેવામાં માત્ર સમયાંતરે ઓઇલ બદલવું કે ફયુલ ફિલ્ટરને બદલવાનો જ સમાવેશ નથી થતો. તમારે તેને ફાઇનાન્શિયલ રીતે પણ સુરક્ષિત કરવાની જરૂર છે, અને તેમાં આ ઍડ-ઑન તમને મદદ કરે છે. એન્જિન અને ગિયર બૉક્સ પ્રોટેક્ટર તમને આ મહત્વપૂર્ણ કારના પાર્ટ્સને નુકસાનના કિસ્સામાં થતા ફાઇનાન્શિયલ બોજ સામે સુરક્ષિત કરે છે.
તમારી કારને અકસ્માત અથવા નુકસાનના કિસ્સામાં, જ્યારે તમારે પરિવહનના સાર્વજનિક વિકલ્પો પર આધાર રાખવો પડી શકે છે, ત્યારે તમારે હંગામી ડાઉનટાઇમનો સામનો કરવો પડી શકે છે તમારી પરિવહન જરૂરિયાતોને આધારે, આ ખર્ચાળ હોઈ શકે છે ડાઉનટાઇમ સુરક્ષા ઍડ-ઑન જ્યાં સુધી તમારી કાર ઉપયોગ માટે તૈયાર ન થાય ત્યાં સુધી તમારા પરિવહન ખર્ચને પહોંચી વળવા માટે તમને વૈકલ્પિક પરિવહન અથવા દૈનિક ફાઇનાન્શિયલ સહાય ઑફર કરે છે.

શા માટે એચડીએફસી અર્ગોનો મારુતિ કાર ઇન્શ્યોરન્સ તમારી પ્રથમ પસંદગી હોવી જોઈએ!

મારુતિ કાર માટે કૅશલેસ ગેરેજ
8700 થી વધુ કૅશલેસ ગેરેજ**
અમારું કૅશલેસ ગેરેજનું વિશાળ નેટવર્ક સુનિશ્ચિત કરે છે કે તમારે જ્યારે પણ અમારી જરૂર હોય ત્યારે અમે તમારી સાથે છીએ
મારુતિ કાર ઓવરનાઇટ રિપેર
ઓવરનાઇટ રિપેર સર્વિસ¯
અમે 24x7, હંમેશા ઉપલબ્ધ છીએ, અને તમને સર્વિસ આપવા માટે હાજર છીએ!
મારુતિ કાર ઇન્શ્યોરન્સની કિંમત
પ્રીમિયમ, ₹2094 થી શરૂ*
ખૂબ જ ઓછા પ્રીમિયમ સાથે, તમારી પાસે ઇન્શ્યોર્ડ ન હોવાનું કોઇ કારણ નથી.
મારુતિ કાર ઇન્શ્યોરન્સ પૉલિસી
ત્વરિત પૉલિસી અને ઝીરો ડૉક્યુમેન્ટેશન
તમારી કારને સુરક્ષિત કરવી એ ફક્ત 3 સુધીની ગણતરી કરવા જેટલું ઝડપી છે
મારુતિ કાર ઇન્શ્યોરન્સનો ક્લેઇમ
અમર્યાદિત ક્લેઇમ°
એચડીએફસી અર્ગો કાર ઇન્શ્યોરન્સ ખરીદવાનું બીજું શ્રેષ્ઠ કારણ જાણો છો? અમર્યાદિત ક્લેઇમ.

તમારું મારુતિ સુઝુકી પ્રીમિયમ જાણો: થર્ડ પાર્ટી વિરુદ્ધ પોતાનું નુકસાન

જો તમે મારુતિ ઇન્શ્યોરન્સ ખરીદવા માંગો છો, તો તમે ઝંઝટમુક્ત ક્લેઇમ માટે એચડીએફસી અર્ગો પસંદ કરી શકો છો. આ ઉપરાંત, અમારી પાસે 8700 કરતાં વધારે કૅશલેસ નેટવર્ક ગેરેજનું નેટવર્ક છે. જો તમારું મારુતિ ઇન્શ્યોરન્સ રિન્યુઅલ સમાપ્તિ માટે બાકી છે, તો તમારે હમણાં જ તમારી પૉલિસી ખરીદવી જોઈએ. તમે આ કેવી રીતે કરી શકો છો તે અહીં જણાવેલ છે:

થર્ડ-પાર્ટી (TP) પ્લાન અકસ્માતના કિસ્સામાં તમને ફાઇનાન્શિયલ અને કાનૂની જવાબદારીઓ સામે સુરક્ષિત કરવા માટે ડિઝાઇન કરેલ છે. તમારી મારુતિ કાર માટે થર્ડ-પાર્ટી પ્લાન મેળવવો એ દંડથી બચવા અને થર્ડ-પાર્ટીના ક્લેઇમ સામે તમારા ફાઇનાન્સને કવર કરવા માટે આવશ્યક છે. સૌથી ઉપર, તે બધા માટે વ્યાજબી કિંમતવાળી પૉલિસી છે. વિચારી રહ્યા છો કે કેવી રીતે? સારું, દરેક વાહનની ક્યુબિક ક્ષમતાના આધારે, IRDAI થર્ડ-પાર્ટી પ્રીમિયમને પૂર્વનિર્ધારિત કરે છે, જે તેને તમામ મારુતિ સુઝુકી કારના માલિકો માટે એકસરખું અને વ્યાજબી બનાવે છે.

બીજી તરફ, તમારી મારુતિ કાર માટે ઓન ડેમેજ (OD) ઇન્શ્યોરન્સ વૈકલ્પિક છે પરંતુ ખૂબ જ ફાયદાકારક છે. આ કવર તમને અકસ્માત અથવા કુદરતી આફતો જેમ કે ભૂકંપ, આગ, તોફાન અને વધુના કિસ્સામાં રિપેર અને રિપ્લેસમેન્ટ ખર્ચ માટે વળતર આપવાની મંજૂરી આપે છે. જો કે, થર્ડ-પાર્ટી પ્રીમિયમથી વિપરીત, તમારી મારુતિ સુઝુકીના પોતાના નુકસાન માટેનું પ્રીમિયમ અલગ અલગ હોય છે. વિચારો છો કે તેવું શા માટે થાય છે? ચાલો સમજીએ. તમારી મારુતિ સુઝુકી કાર માટે OD પ્રીમિયમની ગણતરી સામાન્ય રીતે IDV, ક્ષેત્ર અને ક્યુબિક ક્ષમતા પર કરવામાં આવે છે. આમ, તમારી કારની વિશિષ્ટતાઓ અથવા તમારી કાર કયા શહેરમાં રજિસ્ટર્ડ છે તેના આધારે, તમારું પ્રીમિયમ બદલાશે. તમારા સ્ટેન્ડઅલોન ઓન-ડેમેજ કવર અથવા એકીકૃત કરેલા કવર સાથે તમે પસંદ કરેલા ઍડ-ઑન દ્વારા પણ પ્રીમિયમ પ્રભાવિત થાય છે. ઉપરાંત, ધ્યાનમાં રાખો કે તમારી મારુતિ સુઝુકી કારમાં કોઇપણ ફેરફારો કરવાથી વધુ પ્રીમિયમ થશે.

તમારા મારુતિ કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમની ગણતરી કરો

મારુતિ કાર ઇન્શ્યોરન્સનું પ્રીમિયમ

પગલું 1

તમારો મારુતિ સુઝુકી કાર નોંધણી નંબર દાખલ કરો

મારુતિ ઇન્શ્યોરન્સ પૉલિસી કવર

પગલું 2

તમારું પૉલિસી કવર પસંદ કરો*
(જો અમે તમારી મારુતિ સુઝુકીને ઑટોમેટિક રીતે મેળવી શકતા નથી
સ્વતઃ મેળવી શકતા નથી, તો અમને કારની થોડી વિગતોની જરૂર પડશે જેમ કે મેક,
મોડેલ, વેરિયન્ટ, રજિસ્ટ્રેશન વર્ષ, અને શહેર)

 

મારુતિ સુઝુકી કાર ઇન્શ્યોરન્સ NCB સ્ટેટસ

પગલું 3

તમારી પાછલી પૉલિસી
અને નો ક્લેઇમ બોનસ (NCB)ની સ્થિતિ પ્રદાન કરો

મારુતિ કાર ઇન્શ્યોરન્સ ક્વોટ

પગલું 4

તમારી મારુતિ સુઝુકી કાર માટે ત્વરિત ક્વોટેશન મેળવો

બાકી
જમણું

મારુતિ કાર ઇન્શ્યોરન્સ માટે કેવી રીતે ક્લેઇમ કરવો?

જો તમે મારુતિ ઇન્શ્યોરન્સ ખરીદવા માંગો છો, તો તમે ઝંઝટમુક્ત ક્લેઇમ માટે એચડીએફસી અર્ગો પસંદ કરી શકો છો. આ ઉપરાંત, અમારી પાસે 8000 કરતાં વધારે કૅશલેસ નેટવર્ક ગેરેજનું નેટવર્ક છે. જો તમારું મારુતિ ઇન્શ્યોરન્સ રિન્યુઅલ સમાપ્તિ માટે બાકી છે, તો તમારે હમણાં જ તમારી પૉલિસી ખરીદવી જોઈએ. તમે આ કેવી રીતે કરી શકો છો તે અહીં જણાવેલ છે:

  • પગલું 1: એચડીએફસી અર્ગોની વેબસાઇટની મુલાકાત લો અને તમારા મારુતિ સુઝુકી કાર રજિસ્ટ્રેશન નંબર, મોબાઇલ નંબર અને ઇમેઇલ ઍડ્રેસ સહિતની તમામ વિગતો ભરો. જો તમે તમારા હાલના મારુતિ કાર ઇન્શ્યોરન્સને રિન્યુ કરવા માંગો છો તો તમે રિન્યુ પૉલિસી પર ક્લિક કરી શકો છો.

  • પગલું 2: આગળ વધ્યા પછી, તમારે પાછલી પૉલિસીની વિગતો પ્રદાન કરવી પડશે અને વ્યાપક અથવા થર્ડ પાર્ટી કવર પસંદ કરવું પડશે.

  • પગલું 3: જો તમે વ્યાપક ઇન્શ્યોરન્સ પ્લાન પસંદ કર્યો છે, તો ઍડ-ઑન કવર શામેલ કરો/બાકાત રાખો. ઑનલાઇન પ્રીમિયમ ચૂકવીને યાત્રા પૂર્ણ કરો.

  • પગલું 4: મારુતિ કાર ઇન્શ્યોરન્સ પૉલિસી તમારા રજિસ્ટર્ડ ઇમેઇલ ID પર ઇમેઇલ કરવામાં આવશે.

ખરીદવાના લાભો મારુતિ સુઝુકી કાર ઇન્શ્યોરન્સ ઑનલાઇન

જ્યારે ઇન્શ્યોરન્સ પૉલિસી મેળવવા માટે તમારે ભૌતિક રીતે ઇન્શ્યોરન્સ પ્રદાતા ઑફિસની મુલાકાત લેવી પડશે અથવા ઇન્શ્યોરન્સ એજન્ટનો સંપર્ક કરવો પડશે. હવે તમે કોઈપણ ચિંતા વગર તમારા મારુતિ ઇન્શ્યોરન્સને ઑનલાઇન ખરીદી શકો છો. ચાલો નીચે કેટલાક લાભો જોઈએ

1

તાત્કાલિક ક્વોટ્સ મેળવો

અમારા કાર ઇન્શ્યોરન્સ કૅલ્ક્યૂલેટર સાથે, તમને મારુતિ સુઝુકી કાર ઇન્શ્યોરન્સ પૉલિસી માટે ત્વરિત ક્વોટ મળે છે. તમારી કારની વિગતો દાખલ કરો ; પ્રીમિયમ ટૅક્સ સહિત અને ટૅક્સ સિવાય પ્રદર્શિત કરવામાં આવશે. તમે તમારી કોમ્પ્રિહેન્સિવ પૉલિસી સાથે ઍડ-ઑન પસંદ કરી શકો છો અને તરત જ અપડેટ કરેલ પ્રીમિયમ મેળવી શકો છો.
2

તરત જારી કરવામાં આવે છે

તમે મિનિટોમાં ઑનલાઇન મારુતિ ઇન્શ્યોરન્સ પ્લાન મેળવી શકો છો. મારુતિ કાર ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદતી વખતે, તમારે એક ઑનલાઇન અરજી ફોર્મ પૂર્ણ કરવું આવશ્યક છે. આમાં, તમારે કારની વિગતો પ્રદાન કરવી જોઈએ અને કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ અને થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ વચ્ચે પસંદ કરવું આવશ્યક છે. ત્યારબાદ, અંતે, કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમની ચુકવણી કરો. પૉલિસી માત્ર થોડા ક્લિકમાં મળતી હોવાથી કલાકો, દિવસો અથવા અઠવાડિયા સુધી રાહ જોવાની કોઈ જરૂર નથી.
3

સરળતા અને પારદર્શિતા

એચડીએફસી અર્ગોની કાર ખરીદવાની પ્રોસેસ સરળ અને પારદર્શક છે. મારુતિ ઇન્શ્યોરન્સ પ્લાન ઑનલાઇન ખરીદવા માટે તમારે માત્ર કેટલાક સરળ પગલાંઓને અનુસરવાના છે, અને તેમાં કોઈ છુપાયેલ શુલ્ક નથી. તમે જે જુઓ છો તે જ તમે ચૂકવો છો.
4

ચુકવણી અંગેનું રિમાઇન્ડર

અમે સમયસર વેચાણ પછીની સર્વિસ ઑફર કરીએ છીએ, જેથી તમારી મારુતિ સુઝુકી કાર ઇન્શ્યોરન્સ પૉલિસી લૅપ્સ ના થાય. આમેય, તમે કાર ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદો પછી, કાર ઇન્શ્યોરન્સને ઑનલાઇન રિન્યુ કરવા માટે તમને અમારા તરફથી નિયમિત રિમાઇન્ડર મળે છે. આ સુનિશ્ચિત કરે છે કે તમે અવિરત કવરેજનો આનંદ માણો છો અને મારુતિ કારની માન્ય ઇન્શ્યોરન્સ પૉલિસી હોવાથી ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા નથી.
5

ન્યૂનતમ પેપરવર્ક

ઑનલાઇન ખરીદી કરવા માટે ઘણા બધા ડૉક્યુમેન્ટની જરૂર નથી. જ્યારે તમે પહેલીવાર પૉલિસી ખરીદો ત્યારે તમારે તમારી મારુતિ સુઝુકી કારના રજિસ્ટ્રેશન ફોર્મ અને તમારા KYC ડૉક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. ત્યાર બાદ તમે કોઈપણ પેપરવર્ક વગર કાર ઇન્શ્યોરન્સ રિન્યૂઅલનો વિકલ્પ પસંદ કરી શકો છો અથવા તમારા પ્લાનને પોર્ટ કરી શકો છો.
6

સુવિધા

છેલ્લે, મારુતિ કાર ઇન્શ્યોરન્સ ખરીદવું સુવિધાજનક અને સરળ છે. તમારે અમારી બ્રાન્ચની મુલાકાત લેવાની અથવા કોઇ એજન્ટ તમારો સંપર્ક કરે તે માટે રાહ જોવાની જરૂર નથી. તમે અમારી એચડીએફસી અર્ગો વેબસાઇટની મુલાકાત લઈ શકો છો અને તમને અનુકૂળ હોય તેવી પૉલિસી પસંદ કરી શકો છો. ઉપરાંત, દિવસના કોઇપણ કલાકે અને ગમે ત્યાંથી પણ કાર ઇન્શ્યોરન્સની ઑનલાઇન ખરીદીની સુવિધાનો આનંદ માણી શકો છો.

મારુતિ ઇન્શ્યોરન્સ માટે કેવી રીતે ક્લેઇમ કરવો?

વિશ્વ ડિજિટલ થઈ ગયું છે, અને તે જ રીતે આ ચાર ઝડપી, સરળતાથી અનુસરી શકાય તેવા પગલાં સાથે અમારી ક્લેઇમ સેટલમેન્ટ પ્રોસેસ પણ તેટલી જ સરળ બની છે.

  • મારુતિ સુઝુકી કાર ઇન્શ્યોરન્સનો ક્લેઇમ
    પગલું #1
    તમારા મારુતિ સુઝુકી કાર ઇન્શ્યોરન્સ ક્લેઇમને રજિસ્ટર કરવા માટે પેપરવર્કના ઢગલા અને લાંબી કતારો ભૂલી જાઓ અને તમારા ડૉક્યુમેન્ટ ઑનલાઇન શેર કરો.
  • તમારી મારુતિ સુઝુકી કારનું સ્વ-નિરીક્ષણ
    પગલું #2
    તમારી મારુતિ સુઝુકી કારનું સ્વ-નિરીક્ષણ અથવા સર્વેયર કે વર્કશોપ પાર્ટનર દ્વારા ડિજિટલ નિરીક્ષણનો વિકલ્પ પસંદ કરો.
  • મારુતિ ઇન્શ્યોરન્સ ક્લેઇમનું સ્ટેટસ
    પગલું #3
    અમારા સ્માર્ટ એઆઇ-સક્ષમ ક્લેઇમ ટ્રૅકર દ્વારા તમારા મારુતિ ઇન્શ્યોરન્સના ક્લેઇમ સ્ટેટસને ટ્રૅક કરો.
  • મારુતિ સુઝુકી ઇન્શ્યોરન્સના ક્લેઇમનું સેટલમેન્ટ
    પગલું #4
    તમારા મારુતિ સુઝુકીના ઇન્શ્યોરન્સ ક્લેઇમને મંજૂર કરવામાં આવે અને અમારા વ્યાપક નેટવર્ક ગેરેજ સાથે તેને સેટલ કરવામાં આવે તે દરમિયાન નિશ્ચિંત રહો!

તમે જ્યાં પણ જાઓ અમે હાજર છીએ

અમારું કાર ઇન્શ્યોરન્સ કવરેજ તમારી કારને ચોવીસે કલાક સુરક્ષિત કરે છે, પછી ભલે તમે ગમે તે રસ્તાઓ પર ચાલી રહ્યા હોવ. તમારી મારુતિ સુઝુકી માટે દેશભરમાં સ્થિત અમારા 8700+ વિશિષ્ટ કૅશલેસ ગેરેજના વિશાળ નેટવર્કને લીધે, તમારે હવે તમારી મુસાફરીમાં કોઈપણ અડચણો વિશે ચિંતા કરવાની જરૂર નથી. તમે અનપેક્ષિત ઇમરજન્સી મદદ અથવા રિપેર માટે કૅશમાં ચુકવણી કરવાની ચિંતા કર્યા વિના સમયસર અને એક્સપર્ટની સહાય પર આધાર રાખી શકો છો.

એચડીએફસી અર્ગો તરફથી કૅશલેસ ગેરેજ સુવિધા સાથે, તમે નિશ્ચિંત રહી શકો છો કે જરૂરિયાતના સમયે તમારી મારુતિ સુઝુકી કાર માટે હંમેશા કોઈ વિશ્વસનીય સહાય હાથવેંતમાં જ હશે, તેથી કોઇપણ મુશ્કેલી અથવા ઇમરજન્સી જરૂરિયાતને તરત જ, કોઇપણ સ્થળે અને કોઇપણ સમયે સંભાળી લેવામાં આવશે.

સમગ્ર ભારતમાં 8700+ કૅશલેસ ગેરેજ

તમારી મારુતિ સુઝુકી કાર માટે મહત્વની ટિપ્સ

લાંબા સમય સુધી પાર્ક કરેલી કાર માટેની ટિપ્સ
લાંબા સમય સુધી પાર્ક કરેલી કાર માટેની ટિપ્સ
• તમારી કારને છાંયડામાં પાર્ક કરેલી રાખો. સીધો સૂર્યપ્રકાશ તમારી કારનો રંગ ઝાંખો કરે છે.
• અઠવાડિયામાં એકવાર તમારી કાર સ્ટાર્ટ કરો. આ સુનિશ્ચિત કરશે કે તમારી બૅટરી ઉતરતી નથી.  
• તમારી કારની એન્જિન વાળી જગ્યામાં ઘર બનાવનાર જનાવર અને અન્ય જંતુઓની તપાસ કરો. 
યાત્રાઓ માટેના સૂચનો
યાત્રાઓ માટેના સૂચનો
• તમે તમારી મુસાફરી શરૂ કરો તે પહેલાં ઇંધણ ભરી લો. કાર રિઝર્વમાં હોય ત્યારે ક્યારેય ડ્રાઇવિંગ કરવાનું જોખમ ન લો. 
• જ્યારે પણ તમે કરી શકો ત્યારે તમારા પંચર થયેલા ટાયરને રિપેર કરો. સ્પેર વ્હીલ પર ગાડી ચલાવવી સમસ્યા ઉભી કરી શકે છે.  
• જ્યારે જરૂર ન હોય ત્યારે ઇલેક્ટ્રિકલ બંધ રાખો. તમારી કારનું ECU બેટરી પર ચાલે છે, તેના પર ભાર ન નાંખો. 
પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ
પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ
• ઓઇલનું યોગ્ય સ્તર જાળવો. તમામ મારુતિ કારમાં ડિપસ્ટિક હોય છે; સમયાંતરે તેની તપાસ કરો.
• તમારી કારને શ્રેષ્ઠ ઇંધણ માઇલેજ પર ચલાવવા માટે સમયસર વ્હીલ બૅલેન્સિંગ અને એલાઇનમેન્ટ આવશ્યક છે.
• અત્યધિક થયેલા વપરાશ માટે સ્ટિયરિંગ ટાઇ રોડ્સ ચેક કરો. આ ટાયરની વધુ પડતી ઘસાવાની નિશાની હોઈ શકે છે. 
દૈનિક કરવા જેવી અને ન કરવા જેવી બાબતો
દૈનિક કરવા જેવી અને ન કરવા જેવી બાબતો
• એન્જિન બંધ કરતા પહેલાં હંમેશા AC બંધ કરો. 
• તમે એન્જિન શરૂ કરો તે પહેલાં ઇગ્નિશન ક્લિકની રાહ જુઓ. 
• બેટરી ખલાસ થવાનું ટાળવા માટે જ્યારે કાર થોભેલી અવસ્થામાં હોય ત્યારે હેડલાઇટ અને ફોગ લેમ્પ બંધ કરો.

મારુતિ સુઝુકી વિશે લેટેસ્ટ સમાચાર

મારુતિ સુઝુકી ઑલ-ન્યૂ વિટારા ઇલેક્ટ્રિક SUV લૉન્ચ કરવાની યોજના બનાવે છે


મારુતિ સુઝુકીએ મિલાન, ઇટાલીમાં આંતરરાષ્ટ્રીય ઇવેન્ટમાં ઇ વિટારા જાહેર કરી. મારુતિની પ્રથમ ઇલેક્ટ્રિક SUV હાર્ટેક્ટ-ઈ પ્લેટફોર્મ પર બનાવવામાં આવી છે. તે બે બૅટરીના વિકલ્પો, 4 WD સિસ્ટમ અને 500 કિ.મીની અપેક્ષિત રેન્જ પ્રદાન કરે છે. ઈ વિટારા ઑટો એક્સપો 2023 પર દર્શાવેલ ઈવીક્સ પર આધારિત છે. મીડિયા રિપોર્ટ મુજબ, ગુજરાતમાં સુઝુકીની ઇલેક્ટ્રિક વ્હીકલ મેન્યુફેકચરીંગ એકમ પર કારનું ઉત્પાદન એપ્રિલ અથવા મે 2025 માં શરૂ થશે.




પ્રકાશિત તારીખ: 14 નવેમ્બર, 2024

મારુતિ સુઝુકી પેસેન્જર વાહનોની માંગમાં મંદગતિ વચ્ચે ઇન્વેન્ટરી ઘટાડવાની યોજના બનાવે છે

મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ ડીલરશિપ પર વધતી ઇન્વેન્ટરીને ઘટાડવા માટે તેના ઉત્પાદનને ઍડજસ્ટ કરી રહ્યું છે. આ પગલું પેસેન્જર વાહનની માંગમાં મંદીની વચ્ચે લેવામાં આવે છે. ઑટોમેકરની જાપાનીઝ પેરેન્ટ કંપની, સુઝુકી મોટર કોર્પએ રોકાણકારોને જણાવ્યું હતું કે તેઓ હાલમાં માર્કેટ સ્ટૉકને ઘટાડવા માટે ઉત્પાદનને એડજેસ્ટ કરી રહ્યા છે અને માંગના ટ્રેન્ડ પર નજીકથી દેખરેખ રાખી રહ્યા છે. મારુતિ સુઝુકીના ઘરેલું પેસેન્જર વાહનોની ડીલરશિપની ખેપમાં જુલાઈ દરમિયાન લગભગ 10% નો ઘટાડો થયો છે. જ્યારે એપ્રિલ-જુલાઈ દરમિયાનના સમયગાળામાં તેનું વૉલ્યુમ વર્ષ પહેલાંના સમયગાળાથી લગભગ 2% નીચે છે.

પ્રકાશિત તારીખ: ઓગસ્ટ 22, 2024

વાંચો અદ્યતન મારુતિ સુઝુકી કાર ઇન્શ્યોરન્સ બ્લૉગ

મારુતિ સુઝુકી વેગનઆર માટે વૈશ્વિક NCAP સુરક્ષા રેટિંગ

મારુતિ સુઝુકી વેગનઆર માટે વૈશ્વિક NCAP સુરક્ષા રેટિંગ

સંપૂર્ણ લેખ જુઓ
10 જાન્યુઆરી, 2024 ના રોજ પ્રકાશિત
મારુતિ ઇન્શ્યોરન્સ પૉલિસી વિશે તમારે આ જાણવું જરૂરી છે

મારુતિ ઇન્શ્યોરન્સ પૉલિસી વિશે તમારે આ જાણવું જરૂરી છે

સંપૂર્ણ લેખ જુઓ
નવેમ્બર 07, 2023 ના રોજ પ્રકાશિત
મારુતિ વેગન આર ઇલેક્ટ્રિક: ઇન્ટીરિયર્સ, એક્સટીરિયર્સ, સેફ્ટી, કિંમત અને વધુ!

મારુતિ વેગન આર ઇલેક્ટ્રિક: ઇન્ટીરિયર્સ, એક્સટીરિયર્સ, સેફ્ટી, કિંમત અને વધુ!

સંપૂર્ણ લેખ જુઓ
17 ઑક્ટોબર, 2023 ના રોજ પ્રકાશિત
મારુતિ સુઝુકી ઇન્વિક્ટો: એક રિડિફાઇન્ડ MPV રિવોલ્યુશન!

મારુતિ સુઝુકી ઇન્વિક્ટો: એક રિડિફાઇન્ડ MPV રિવોલ્યુશન!

સંપૂર્ણ લેખ જુઓ
ઑગસ્ટ 18, 2023 ના રોજ પ્રકાશિત
મારુતિ સુઝુકી જિમની: તમારે જાણવા લાયક તમામ માહિતી

મારુતિ સુઝુકી જિમની: તમારે જાણવા લાયક તમામ માહિતી

સંપૂર્ણ લેખ જુઓ
જુલાઈ 14, 2023 ના રોજ પ્રકાશિત
slider-right
સ્લાઇડર-ડાબી બાજુએ
વધુ બ્લૉગ જુઓ

મારુતિ સુઝુકી કાર ઇન્શ્યોરન્સ વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો


હા, જો તમે તમારી મારુતિ સુઝુકી કારની ઇન્શ્યોરન્સ પૉલિસી પર ક્લેઇમ કર્યો નથી તો તમે નો-ક્લેઇમ બોનસ માટે પાત્ર રહેશો. નો-ક્લેઇમ બોનસને જમા કરી વર્ષ દર વર્ષ પ્રીમિયમ પર ડિસ્કાઉન્ટ તરીકે તેનો લાભ લઈ શકાય છે. ઓન ડેમેજ પ્રીમિયમ પર NCB ડિસ્કાઉન્ટ 20% - 50% સુધી હોય છે.
તમારા મારુતિ કાર ઇન્શ્યોરન્સને ઑનલાઇન રિન્યુ કરવો એ ઝડપી અને સરળ અનુભવ છે. માત્ર વેબસાઇટની મુલાકાત લો અને મારુતિ કાર મોડેલ, કારની ખરીદીની તારીખ વગેરે જેવી વિગતો દાખલ કરો અને કોઇપણ ઍડ-ઑન પસંદ કરો. એકવાર તમે ચુકવણી પૂર્ણ થાય પછી, તમારી પૉલિસી રિન્યુ થઈ જશે.
હા, ઝીરો ડેપ્રિશિયેશન કવર એક ઍડ-ઑન છે જેને તમે ઓન ડેમેજ (OD) ઇન્શ્યોરન્સ પ્લાનમાં શામેલ કરી શકો છો. ઝીરો ડેપ્રિશિયેશન ઍડ-ઑન કવર ડેપ્રિશિયેશનની કપાત વગર તમામ ફાઇબર, રબર અને ધાતુના પાર્ટ્સ માટે 100% કવરેજ ઑફર કરે છે.
હા, સમગ્ર ભારતમાં અમારા 8700+ કૅશલેસ ગેરેજનું વિશાળ નેટવર્ક તમને ક્યાંય પણ, કોઇપણ સમયે કૅશલેસ સહાય આપવામાં મદદ કરે છે.
તમારા માટે રસ્તાઓ પર વાહન ચલાવવા માટે થર્ડ-પાર્ટી (TP) ઇન્શ્યોરન્સ એ કાનૂની જરૂરિયાત છે. જો તમારી મારુતિ કાર માટે થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ પૉલિસી સમાપ્ત થવાની છે, તો વિલંબ વગર TP ઇન્શ્યોરન્સને રિન્યુ કરવો સલાહભર્યું છે. જો તમારી મારુતિ કારને વધારાના OD કવરની જરૂર હોય, તો તમારે એક વ્યાપક ઇન્શ્યોરન્સ કવર લેવાનું વિચારવું જોઇએ.
જો તમારા મારુતિ કાર ઇન્શ્યોરન્સમાં ક્લેઇમ કરવામાં આવે છે તો તમારે ફરજિયાત કપાતપાત્ર ચૂકવવી પડશે. IRDAI દ્વારા નિર્ધારિત કરેલ નવી માર્ગદર્શિકા મુજબ, 1500cc અથવા તેના કરતાં ઓછા વાહન માટે ફરજિયાત કપાતપાત્ર ₹1000 છે. 1500cc કરતાં વધુ હોય તેવા વાહનો માટે ફરજિયાત કપાતપાત્ર ₹1000 છે.
તમારા મારુતિ સુઝુકી કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમને ઘટાડવાનો શ્રેષ્ઠ માર્ગ નો-ક્લેઇમ બોનસ (NCB) નો લાભ લેવાનો છે. તમે ઇન્શ્યોરન્સ ટર્મ દરમિયાન કોઇપણ ક્લેઇમ દાખલ ન કરીને આ કરી શકો છો. ખાસ કરીને જ્યારે તૂટેલી ટેઇલ લાઈટ અથવા નુકસાનગ્રસ્ત રિયર ફેન્ડર જેવા નાના નુકસાનની ઘટનામાં ક્લેઇમ ન કરવાથી નો-ક્લેઇમનો લાભ મળી શકે છે. વધુ સ્માર્ટ વિકલ્પને ધ્યાનમાં લો અને તરત જ તમારા પર બોજો ન આવે તેવી રીતે રિપેર કરાવો અને ઓછા પ્રીમિયમ સાથે લાંબા ગાળે બચત કરો.
સંપૂર્ણ કવરેજ મેળવવા માટે તમારી મારુતિ કાર માટે કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ ખરીદવો સમજદારીભર્યું છે. તમારા મારુતિ ઇન્શ્યોરન્સના વ્યાપક કવર સાથે, તમને તોફાન, ચોરી, ભૂકંપ, પૂર વગેરે જેવા કોઈપણ ઇન્શ્યોરેબલ જોખમને કારણે થતા નુકસાન માટે કવરેજ મળશે. વધુમાં, ઇન્શ્યોરર અકસ્માતમાં ઇન્શ્યોરન્સ ધરાવતા વાહનને શામેલ થર્ડ-પાર્ટીની જવાબદારીઓના ખર્ચને કવર કરી લેશે.
મારુતિ ઇન્શ્યોરન્સ ક્લેઇમ ફાઇલ કરવા માટે આવશ્યક ડૉક્યુમેન્ટ અહીં નીચે આપેલ છે:
1. રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (RC) બુક કૉપી
2. ઘટનાના સમયે ઇન્શ્યોરન્સ ધરાવતા વાહનને ચલાવનાર ડ્રાઇવરના લાઇસન્સની કૉપી.
3. પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ FIR
4. ગેરેજ તરફથી રિપેર ખર્ચનો અંદાજ
5. તમારા કસ્ટમરને જાણો (KYC) ડૉક્યુમેન્ટ
6. જો અકસ્માત કોઈ બળવાખોર કૃત્ય, હડતાલ અથવા દંગામાંથી થયું હોય, તો FIR ફાઇલ કરવું ફરજિયાત છે.
તમે એચડીએફસી અર્ગો વેબસાઇટ પરથી મારુતિ સુઝુકી કાર ઇન્શ્યોરન્સ પૉલિસી ડાઉનલોડ કરી શકો છો. એચડીએફસી અર્ગો વેબસાઇટ હોમ પેજ પર, તમે હેલ્પ બટન પર ક્લિક કરી શકો છો અને ઇમેઇલ પૉલિસી કૉપીનો વિકલ્પ પસંદ કરી શકો છો. તેના પછી, તમને તમારો રજિસ્ટર્ડ ઇમેઇલ અથવા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અથવા પૉલિસી નંબર દાખલ કરવા કહેવામાં આવશે. પૉલિસી તરત જ તમને વૉટ્સએપ પર મેઇલ કરવામાં આવશે અથવા મોકલવામાં આવશે.
જ્યારે તમારી મારુતિ કાર ચોરાઈ જાય, ત્યારે તમારે તરત જ FIR ફાઇલ કરવી પડશે, ત્યારબાદ અમારા હેલ્પલાઇન નંબર પર કૉલ કરીને અથવા 8169500500 પર વૉટ્સએપ પર મેસેજ મોકલીને એચડીએફસી અર્ગો ક્લેઇમની ટીમને ક્લેઇમની જાણ કરો.
હા, મારુતિ કાર ઇન્શ્યોરન્સ ટ્રાન્સફર કરી શકાય છે. કાર ઇન્શ્યોરન્સ ટ્રાન્સફર અન્ય પક્ષની મંજૂરી પછી ઇન્શ્યોરન્સ પૉલિસી કરારમાંથી એક પક્ષને પાછો ખેંચવાનું ઔપચારિક બનાવે છે. નોંધપાત્ર રીતે, મોટર વાહન અધિનિયમની કલમ 157 મુજબ, બંને પક્ષોએ ખરીદીના 14 દિવસની અંદર કાર ઇન્શ્યોરન્સ પૉલિસીઓ ટ્રાન્સફર કરવી આવશ્યક છે.

એવૉર્ડ અને સન્માન