કંપનીઓ વૈશ્વિક બજારના એક ભાગ હોવાનું મહત્વ જાણે છે, અને પોતાના દેશોની બહાર બિઝનેસ ચલાવી રહેલા કોર્પોરેટ કર્મચારીઓ ભાષાને લગતા અવરોધો, વિચિત્ર રિવાજો અને વાતચીતની વિવિધ રીતોનો સામનો કરવા તૈયાર હોય છે. પરંતુ તેઓ રાજકીય ઉથલપાથલ તેમજ અપહરણ અને એક્સટોર્શનના વધતા ખતરા અંગે ચોક્કસપણે કશું કહી શકતા નથી. અમારા સમગ્ર પ્રોગ્રામનું ધ્યેય છે કે બંધક સહીસલામત પરત ફરે અથવા કટોકટીનું સંતોષકારક નિરાકરણ આવે - આ એક એવું ધ્યેય કે જેનાથી અમે ક્યારેક અલગ થતાં નથી. અપહરણ અથવા બળજબરીપૂર્વક વસૂલાતની ધમકી પહેલાં, દરમિયાન અને પછી પ્રોફેશનલ સહાય એ કોર્પોરેટ રિસ્ક મેનેજમેન્ટનો એક મહત્વપૂર્ણ ઘટક છે.
કોઈ વ્યક્તિનું ખરેખર અપહરણ કરવામાં આવ્યું હોય, અથવા કોઈ વ્યક્તિને લઈ જવામાં આવી છે તેમ માનીને કોઈએ ખંડણી ચૂકવી હોય, અપહરણ/ખંડણી કવરેજ અહીં મદદમાં આવે છે.
એચડીએફસી અર્ગોમાં આપોઆપ આ જોખમોને સુરક્ષિત કરવામાં આવ્યા છે:
કિડનેપ/ખંડણી અને ગેરવસૂલી ચૂકવવા માટે ઉપયોગમાં લેવાતા પૈસા અથવા અન્યને ટ્રાન્સફર કરેલ પ્રોપર્ટીને ઇન્શ્યોર કરે છે.
અમે બંધકની મુક્તિ માટે વધારાના ખર્ચ અને કાનૂની ખર્ચ માટે કવરેજ આપીએ છીએ. આ ખર્ચમાં સ્વતંત્ર નેગોશીએટરની ફી, એક્સટોર્શન અથવા ખંડણીની ચુકવણી માટે લેવામાં આવેલા લોન પરના વ્યાજનો ખર્ચ, ચાલુ પગાર, પરિણામી વ્યક્તિગત ફાઇનાન્શિયલ નુકસાન અને યોગ્ય તબીબી ખર્ચનો સમાવેશ થઈ શકે છે.
બંધકને છોડાવવાની પ્રક્રિયામાં ઇન્શ્યોર્ડ દ્વારા બેદરકારી દાખવવામાં આવી હતી તેવા આરોપ સામે રક્ષણ.
સરકાર માટે અથવા સરકારની મંજૂરી સાથે કામ કરતી કોઈપણ વ્યક્તિ દ્વારા ખોટી રીતે અટકાયત કરવામાં આવે ત્યારે થયેલા ખર્ચ માટે કવરેજ.
જ્યારે કોઈ નાણાંકીય ખંડણીની માંગ કરવામાં ન આવી હોય, ત્યારે જ્યારે ઇન્શ્યોર્ડ વ્યક્તિ એક્સટોર્શનની ધમકીની તપાસ કરવા માટે વધારાની સેવાઓનો ઉપયોગ કરે ત્યારે થયેલા ખર્ચાઓ માટે ચુકવણી કરવામાં આવે છે.
1 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
તમારા માટે 24x7 સહાયતા
કસ્ટમરની જરૂરિયાતોના સાથી
સંપૂર્ણ પારદર્શિતા
Awards
1 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા
તમારા માટે જરૂરી 24x7 સહાયતા
કસ્ટમરની જરૂરિયાતોના સાથી
સંપૂર્ણ પારદર્શિતા
Awards