કંપની એક સમગ્ર અને મજબૂત ઇન્ફોર્મેશન સિક્યુરિટી મેનેજમેન્ટ સિસ્ટમ (ISMS)ની સ્થાપના, તેનું અમલીકરણ અને તેની જાળવણી કરશે તથા કંપની પર્યાપ્ત અને યોગ્ય વ્યવસ્થાઓનો અમલ કરશે જે તેની "ગોપનીયતા" ને અસરકારક રીતે સુરક્ષિત કરવા, "અખંડિતતા" જાળવવા અને તેની માહિતી સંપત્તિની "ઉપલબ્ધતા" સુનિશ્ચિત કરવા અને માહિતી સુરક્ષાને લગતી ઘટનાઓ સર્જાય ત્યારે તેનો પ્રતિસાદ આપવા અને માહિતીને પુનઃપ્રાપ્ત કરવા માટે સક્ષમ બનાવશે. ISMS નું આયોજન કરતી વખતે, કંપની હિત ધરાવતા પક્ષકારોની જરૂરિયાતો સાથે તેની આંતરિક અને બાહ્ય સમસ્યાઓને ધ્યાનમાં લેશે અને જોખમો અને તકો નક્કી કરશે જે તેની પ્રોડક્ટ અને સર્વિસની વ્યવસ્થાને સમર્થન કરતી પ્રવૃત્તિઓને અસર કરી શકે છે. ટોપ મેનેજમેન્ટ આવશ્યક સંસાધનો પ્રદાન કરશે અને ISMS માં પૂરતું યોગદાન આપશે જે સુનિશ્ચિત કરે છે કે તે તેના ઇચ્છિત પરિણામો પ્રાપ્ત કરે છે.
આ માહિતી સુરક્ષા પૉલિસી એકંદર ISMS ફ્રેમવર્કનો મુખ્ય ઘટક છે અને વધુ વિગતવાર અને સંસ્થાકીય ચોક્કસ માહિતી સુરક્ષા પૉલિસીની સાથે ધ્યાનમાં લેવી જોઈએ. આ સુરક્ષા પૉલિસી તમામ કર્મચારીઓ, કોન્ટ્રાક્ટરો અને સબ-કોન્ટ્રાક્ટરો અને એચડીએફસી અર્ગોની માહિતી ઍક્સેસ કરનાર અથવા એચડીએફસી અર્ગોની માહિતી સિસ્ટમ્સનો ઉપયોગ કરનાર ઑન-સાઇટ થર્ડ પાર્ટી વિક્રેતાઓ પર લાગુ પડે છે.