FAQ
સરળ શબ્દોમાં કહીએ તો, જ્યારે તમે એક વર્ષ પછી કોઈપણ ક્લેમ કર્યા વિના તમારી પૉલિસીને રિન્યૂ કરો છો, તો ત્યારે તમને ઓન ડેમેજ ચૂકવવાપાત્ર પ્રીમિયમમાં આ ડિસ્કાઉન્ટ મળે છે. આ સાવચેતીપૂર્વક વાહન ચલાવવા અને અકસ્માતો ટાળવા બદલ એક પ્રોત્સાહન છે.
તમામ પ્રકારના વાહનો | ઓન ડેમેજ પ્રીમિયમ પર મળતું ડિસ્કાઉન્ટ % |
---|---|
જો ઇન્શ્યોરન્સના અગાઉના સંપૂર્ણ વર્ષ દરમિયાન કોઈ ક્લેઇમ કરવામાં આવ્યો ન હોય કે કોઈ ક્લેઇમ બાકી ન હોય તો | 20% |
જો ઇન્શ્યોરન્સના અગાઉના સળંગ 2 વર્ષ દરમિયાન કોઈ ક્લેઇમ કરવામાં આવ્યો ન હોય અથવા કોઈ ક્લેઇમ બાકી ન હોય તો | 25% |
જો ઇન્શ્યોરન્સના અગાઉના સળંગ 3 વર્ષ દરમિયાન કોઈ ક્લેઇમ કરવામાં આવ્યો ન હોય અથવા કોઈ ક્લેઇમ બાકી ન હોય તો | 35% |
જો ઇન્શ્યોરન્સના અગાઉના સળંગ 4 વર્ષ દરમિયાન કોઈ ક્લેઇમ કરવામાં આવ્યો ન હોય અથવા કોઈ ક્લેઇમ બાકી ન હોય તો | 45% |
જો ઇન્શ્યોરન્સના અગાઉના સળંગ 5 વર્ષ દરમિયાન કોઈ ક્લેઇમ કરવામાં આવ્યો ન હોય અથવા કોઈ ક્લેઇમ બાકી ન હોય તો | 50% |
વાહનનું ઇન્શ્યોર્ડ ડિકલેર્ડ વેલ્યૂ (IDV) 'સમ ઇન્શ્યોર્ડ' માનવામાં આવશે અને તે દરેક ઇન્શ્યોર્ડ વાહન માટે દરેક પૉલિસી અવધિ શરૂ થવા પર નિર્ધારિત કરવામાં આવશે.
વાહનની IDV બ્રાન્ડના ઉત્પાદકની સૂચિબદ્ધ વેચાણ કિંમત અને ઇન્શ્યોરન્સ/રિન્યુઅલ શરૂ થવાના સમયે ઇન્શ્યોરન્સ માટે પ્રસ્તાવિત વાહનના મોડેલના આધારે નક્કી કરવામાં આવે છે અને ડેપ્રિશિયેશન માટે સમાયોજિત કરવામાં આવે છે (નીચે નિર્દિષ્ટ શેડ્યૂલ મુજબ). વાહનમાં ફિટ કરવામાં આવેલ પરંતુ વાહનના ઉત્પાદકની સૂચિબદ્ધ વેચાણ કિંમતમાં શામેલ ન હોય, તે સાઇડ કાર અને/અથવા ઍક્સેસરીઝની IDV, જો કોઈ હોય તો, તેને પણ નિર્ધારિત કરવામાં આવે છે.
વાહનની ઉંમર | IDV નક્કી કરવા માટે ડેપ્રિશિયેશનના % |
---|---|
6 મહિનાથી વધુ નથી | 5% |
6 મહિનાથી વધુ પરંતુ 1 વર્ષથી વધુ નથી | 15% |
1 વર્ષથી વધુ પરંતુ 2 વર્ષથી વધુ નથી | 20% |
2 વર્ષથી વધુ પરંતુ 3 વર્ષથી વધુ નથી | 30% |
3 વર્ષથી વધુ પરંતુ 4 વર્ષથી વધુ નથી | 40% |
4 વર્ષથી વધુ પરંતુ 5 વર્ષથી વધુ નથી | 50% |