હેલ્થ ઇન્શ્યોરન્સ અંગે વારંવાર પૂછાતા પ્રશ્નો
હા. તમારી પાસે વ્યક્તિગત હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન હોવો જરૂરી છે કારણ કે તમારા એમ્પ્લોયી હેલ્થ ઇન્શ્યોરન્સ હેઠળ તમે કંપની સાથે જોડાયેલા છો ત્યાં સુધી જ તમારા તબીબી ખર્ચને આવરી લેવામાં આવે છે. તમે સંસ્થાથી છૂટા પડો છો ત્યારે તે પૉલીસી પૂરી થાય છે. વધતા તબીબી ખર્ચને જોતા વ્યક્તિગત હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન હોવો જરૂરી છે, જે તમે તમારી તબીબી જરૂરિયાતો અનુસાર પસંદ કરી શકો છો, જ્યારે કોર્પોરેટ હેલ્થ પ્લાન સામાન્ય રીતે તમામ કર્મચારીઓ માટે એકસરખો હોય છે.
જો તમારો વર્તમાન પ્લાન વધતા મેડિકલ ખર્ચને આવરી લેવા માટે પૂરતો નથી, તો પોર્ટેબિલિટી દ્વારા તમે તમારો હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન બદલી શકો છો જેથી તમે કોઈ વેટિંગ પિરિયડ વગર સરળતાથી એક ઇન્શ્યોરર પાસેથી બીજા ઇન્શ્યોરર પાસે જઇ શકો છો.
પહેલેથી હોય તેવા રોગો (PED) એ તમારી કોઈ શારીરિક પરિસ્થિતિ, બીમારી અથવા ઇજા કે જે હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદતા પહેલાથી તમને હતી અને આ PEDને સામાન્ય રીતે શરૂઆતના વેટિંગ પિરિયડ માટે પૉલિસી કવરેજમાં લેવામાં આવતા નથી. તેમાં ડાયાબિટીસ, હાઇપરટેન્શન, થાઇરોઇડ, અસ્થમા વગેરે હોઈ શકે છે
કૅશલેસ હૉસ્પિટલાઇઝેશનની પ્રક્રિયામાં હૉસ્પિટલમાં દાખલ થવા પર કે સર્જરીના કિસ્સામાં ઇન્શ્યોરન્સ લેનાર વ્યક્તિએ મેડિકલ ખર્ચ ચૂકવવાનો રહેતો નથી, અને જો કે, હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવે તે સમયે તમારે અમુક કપાતપાત્ર અથવા બિન તબીબી ખર્ચ ચૂકવવો પડી શકે છે.
કોઈ સર્જરી કરાવતા સમયે હોસ્પિટલમાં દાખલ થતા પહેલાના અમુક ખર્ચો હોય છે જેમ કે નિદાન ખર્ચ, ડૉક્ટરની મુલાકાત વગેરે. એ જ રીતે હૉસ્પિટલમાંથી રજા મળ્યા બાદ વીમાધારક દર્દીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે પણ ખર્ચો થઈ શકે છે, આવા ખર્ચને હોસ્પિટલમાં દાખલ થવા પહેલા અને પછીના ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે.
હા, તમારે હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદતા પહેલાં મેડિકલ ટેસ્ટ કરાવવાની જરૂર પડી શકે છે. ઉપરાંત, કેટલીક હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ માટે જો તમે પહેલેથી કોઈ બીમારી ધરાવો છે અથવા તમારી ઉંમર 40 વર્ષથી વધુ છે, તો તપાસ કરાવવાની રહે છે.
તમે પૉલિસી ખરીદતી વખતે અથવા રિન્યુઅલના સમયે તમારા પરિવારના સભ્યો ઉમેરી શકો છો.
તમારા બાળકના જન્મના 90 દિવસ બાદથી લઈને 21 વર્ષની ઉંમર સુધીના બાળકનો સમાવેશ કરી શકો છો.
તમે ઓછું પ્રીમિયમ ચૂકવીને વધુ લાભો મેળવી શકો છો. પૉલીસી ખરીદતાં સમયે પહેલાંથી હોય તેવી બીમારીની શક્યતા ઓછી છે, તેથી વેટિંગ પિરિયડ લાગુ પડવાની શક્યતા ઓછી રહે છે. ઉપરાંત, ફ્લુ અને આકસ્મિક ઇજા જેવી સામાન્ય બીમારીઓ કોઈપણ ઉંમરમાં થઈ શકે છે, તેથી જુવાન હોવ ત્યારે પૉલીસી ખરીદવી જરૂરી છે.
હા. તમે તમારી જરૂરિયાત અને કવરેજની જરૂરિયાત અનુસાર એકથી વધુ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન લઈ શકો છો, કારણ કે દરેક પ્લાન અલગ હોય છે અને વિવિધ લાભો ઑફર કરતાં હોય છે.
વેટિંગ પિરિયડ એ સમયગાળો છે જે દરમિયાન તમે ઇન્શ્યોરન્સ પ્રોવાઇડર પાસે કોઈ ચોક્કસ બીમારી માટે અમુક કે તમામ લાભો મેળવવા માટે ક્લેઇમ નોંધાવી શકતા નથી. એટલે કે ક્લેઇમ કરતાં પહેલા તમારે અમુક નક્કી કરેલ સમય સુધી રાહ જોવાની રહેશે.
આ ફ્રી લુક સમયગાળા દરમિયાન, જો તમને લાગે છે કે તમારી પૉલિસી લાભદાયી નથી, તો તમે કોઈ દંડ ભર્યા વિના તમારી પૉલિસી રદ કરાવી શકો છો. ઇન્શ્યોરન્સ કંપની તેમજ અને ઑફર કરવામાં આવેલ પ્લાનના આધારે, ફ્રી લુક પિરિયડ 10-15 દિવસ કે તેથી વધુનો હોઈ શકે છે.
નેટવર્ક હોસ્પિટલ, જેને ઘણીવાર કૅશલેસ હોસ્પિટલ તરીકે ઓળખવામાં આવે છે, તે તમારી વીમા કંપની સાથે જોડાયેલી હોય છે જેના કારણે તમે હોસ્પિટલમાં પહેલા પૈસા ભર્યા વગર દાખલ થઈ શકો છો, પણ જ્યારે પણ તમે નૉન-નેટવર્ક હોસ્પિટલમાં દાખલ થાવ ત્યારે તમારે પહેલા બીલ ચૂકવવું પડે છે અને પછીથી વળતર માટે ક્લેઇમ કરવાનો રહે છે. હંમેશા એવી હેલ્થ ઇન્શ્યોરન્સ કંપની પસંદ કરો જેની પાસે વિશાળ હૉસ્પિટલ નેટવર્ક હોય જેમ કે એચડીએફસી અર્ગો જે 10,000+ કૅશલેસ હૉસ્પિટલનું નેટવર્ક ધરાવે છે.
જ્યારે ઇન્શ્યોરન્સ લેનાર વ્યક્તિને હૉસ્પિટલમાં ખસેડી શકાય તેવી સ્થિતિમાં તે ન હોય અથવા હોસ્પિટલમાં રૂમની ઉપલબ્ધતા ન હોવાને કારણે ઘરે સારવાર લેવામાં આવે, તો તેને ડોમિસિલરી હૉસ્પિટલાઇઝેશન કહેવામાં આવે છે.
હૉસ્પિટલાઇઝેશન કવરના કિસ્સામાં અમે તમારા ડાયગ્નોસ્ટિક ટેસ્ટ, ડોક્ટરની મુલાકાત અને દવાના ખર્ચ માટે હોસ્પિટલાઇઝેશન પહેલાના અને પછીના ખર્ચાઓને આવરી લઈએ છીએ. અમે ICU, પથારીનું ભાડું, દવાનો ખર્ચ, સારવાર શુલ્ક અને ઑપરેશન થિયેટરના ખર્ચને વ્યાપક રીતે કવર કરીએ છીએ.
હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન 18 વર્ષની ઉંમર બાદ ખરીદી શકાય છે, ત્યાં સુધી તમે પોતાને ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન હેઠળ આવરી શકો છો.
ના. કોઈ સગીર હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદી શકતું નથી, જોકે માતાપિતા તેમના ફેમિલી ફ્લોટર હેલ્થ ઇન્શ્યોરન્સ હેઠળ બાળકને કવર કરી શકે છે.
જ્યારે પણ તમને નૉન-નેટવર્ક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે ત્યારે તમારે પ્રથમ બિલ ચૂકવવાનું રહેશે અને બાદમાં વળતર માટે ક્લેઇમ કરવાનો રહેશે. હંમેશા એવી હેલ્થ ઇન્શ્યોરન્સ કંપની પસંદ કરો જેની પાસે વિશાળ હૉસ્પિટલ નેટવર્ક હોય જેમ કે એચડીએફસી અર્ગો જે 10,000+ કૅશલેસ હૉસ્પિટલનું નેટવર્ક ધરાવે છે.
તમે તમારી બેંક, ઇન્ટરનેટ બેન્કિંગ, વૉલેટ/કૅશ કાર્ડ, EMI, UPI (જીપે, ફોનપે, પેટીએમ, વગેરે), QR કોડ દ્વારા જારી કરાયેલ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ દ્વારા તમારા પૉલિસી પ્રીમિયમની ચુકવણી કરી શકો છો. કૃપા કરીને નોંધ કરો, અમે કોઈપણ ક્લબ કાર્ડ અથવા ડાઇનર્સ કાર્ડ દ્વારા ચુકવણી સ્વીકારતા નથી.