છેલ્લા એક દાયકામાં, હોન્ડા મોટર કંપની ભારતીય ખરીદદારોના વિશ્વાસ અને અપેક્ષાઓ પર સતત ખરી ઉતરી છે. તેની સ્થાપના 1948 માં કરવામાં આવી હતી અને તેમની પ્રથમ મોટરસાઇકલ - ધ 'ડ્રીમ' D-ટાઇપ 1949 માં રજૂ કરવામાં આવી હતી. હોન્ડાએ 1984 માં હીરો ગ્રુપના સહયોગથી ભારતમાં તેમની કામગીરી શરૂ કરી હતી. 2001 માં, હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા (HMSI) પ્રાઇવેટ લિમિટેડનો જન્મ થયો હતો, અને તેમના પ્રથમ મોડેલ - હોન્ડા એક્ટિવા સાથે, કંપનીએ ભારતીય બજારમાં મજબૂત પગપેસારો કરવાનું શરૂ કર્યું. દસ વર્ષ પછી, 2011 માં, તેઓ ઔપચારિક રીતે હીરો ગ્રુપથી છૂટા પડ્યા હતા. હોન્ડાની મોટરસાઇકલ, તેની જાળવણી માટે કરવા પડતા ઓછા ખર્ચને કારણે ખરીદવા યોગ્ય છે, અને જો તમે હોન્ડાની મોટરસાઇકલ ખરીદવાના હોવ, તો હોન્ડા ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ લેવાની સલાહ આપવામાં આવે છે.
હવે હોન્ડા ભારતમાં ચાર ઉત્પાદન એકમ ધરાવે છે અને તે દેશની બીજી સૌથી મોટી અને વિશ્વની સૌથી મોટી ટૂ-વ્હીલર ઉત્પાદક કંપની છે. એક્ટિવા સિવાય, હોન્ડાના અન્ય પ્રસિદ્ધ મોડેલ યુનિકોર્ન, ડીયો, શાઇન વગેરે છે. એચડીએફસી અર્ગો નો ક્લેઇમ બોનસ પ્રોટેક્શન, ઝીરો ડેપ્રિશિયેશન વગેરે જેવા વિવિધ ઍડ-ઑન કવર સાથે હોન્ડા બાઇક ઇન્શ્યોરન્સ પ્રદાન કરે છે.
માત્ર બાઇક ખરીદવું પૂરતું નથી, તમારે બાઇક ઇન્શ્યોરન્સ પણ જરૂરી છે. વધુ સ્પષ્ટ શબ્દોમાં, તમારે ભારતીય રસ્તાઓ પર તમારા સપનાના ટૂ-વ્હીલર પર સવારી કરવા માટે હોન્ડા બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી હોવી જરૂરી છે. પરંતુ તે માત્ર કાયદાકીય જરૂરિયાત નથી; તે ફાઇનાન્શિયલ રીતે યોગ્ય નિર્ણય પણ છે. મૂળભૂત થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ થી લઈને લાંબા ગાળાના ટૂ-વ્હીલર કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ પૅકેજ સુધી, તમારી પૉલિસી કોઇ અપ્રિય ઘટનાના કિસ્સામાં ફાઇનાન્શિયલ સલામતી પ્રદાન કરે છે. અહીં તમારા માટે વિકલ્પો છે:
આ સૌથી ભલામણ કરેલ વિકલ્પ છે કારણ કે તેમાં થર્ડ-પાર્ટીની જવાબદારી, વ્યક્તિગત અકસ્માત કવર અને નિર્ણાયક રીતે - ઓન ડેમેજ બાઇક ઇન્શ્યોરન્સ કવરનો સમાવેશ થાય છે. જો તમે અકસ્માતમાં દોષિત હોવ તો તે તમને, તમારી બાઇકને અને તમારી જવાબદારીઓને સંપૂર્ણ ફાઇનાન્શિયલ સુરક્ષા પ્રદાન કરે છે. તમે પસંદગીના ઍડ-ઑન્સ સાથે તમારા કવરેજને વધુ વધારી શકો છો.
અકસ્માત, ચોરી, આગ વગેરે.
પર્સનલ એક્સિડેન્ટ કવર
કુદરતી આપત્તિઓ
થર્ડ-પાર્ટીની જવાબદારી
ઍડ-ઑનની પસંદગી
આ ઇન્શ્યોરન્સ મોટર વાહન અધિનિયમ, 1988 હેઠળ ફરજિયાત છે. થર્ડ-પાર્ટી વ્યક્તિને ઈજા, મૃત્યુ અથવા અપંગતાથી ઉદ્ભવતા કોઈપણ નુકસાન અથવા તેમની સંપત્તિને નુકસાન થવા સામે તે તમને ફાઇનાન્શિયલ રીતે કવર કરે છે. તે અકસ્માતના પરિણામે તમને થઈ શકે તેવી કોઈપણ કાનૂની જવાબદારીઓ સામે પણ કવર કરે છે.
પર્સનલ એક્સિડેન્ટ કવર
થર્ડ-પાર્ટી પ્રોપર્ટી નુકસાન
થર્ડ-પાર્ટી વ્યક્તિને ઈજા
સ્ટેન્ડઅલોન ઓન ડેમેજ પૉલિસી તે લોકો માટે આદર્શ છે જેમની પાસે પહેલેથી જ થર્ડ-પાર્ટી લાયેબિલિટી ઇન્શ્યોરન્સ પૉલિસી છે અને કવરેજનું ક્ષેત્ર વધારવા માંગે છે. તે તમને અકસ્માતના પરિણામે તમારા પોતાના વાહનને નુકસાનથી ઉદ્ભવતા નુકસાન સામે કવર કરે છે. વધુમાં, તમે તમારા કવરેજને વધારવા માટે ઍડ-ઑન્સની પસંદગીને અનલૉક કરો છો.
અકસ્માત, ચોરી, આગ વગેરે
કુદરતી આપત્તિઓ
ઍડ-ઑનની પસંદગી
તમારી બાઇકના માલિકીના અનુભવમાં સુવિધા અને સંપૂર્ણ સુરક્ષાને ઉમેરવા માટે ડિઝાઇન કરેલ એક પ્લાન, મલ્ટી-ઇયર હોન્ડા બાઇક ઇન્શ્યોરન્સ પૅકેજમાં પાંચ વર્ષનો થર્ડ-પાર્ટી જવાબદારી ઘટક અને વાર્ષિક રીતે રિન્યૂ થઈ શકે તેવા ઓન ડેમેજ ઇન્શ્યોરન્સ ઘટકનો સમાવેશ થાય છે. જો તમે સમયસર તમારા પોતાના નુકસાનના ઘટકને રિન્યુ કરવાનું ભૂલો છો, તો પણ તમને ફાઇનાન્શિયલ રીતે કવર કરવામાં આવશે.
અકસ્માત, ચોરી, આગ વગેરે
કુદરતી આપત્તિઓ
વ્યક્તિગત અકસ્માત
થર્ડ-પાર્ટીની જવાબદારી
ઍડ-ઑનની પસંદગી
તમારી હોન્ડા બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી તમારી પૉલિસીના પ્રકારના આધારે કવરેજ પ્રદાન કરે છે. જ્યારે થર્ડ-પાર્ટી લાયબિલિટી ઇન્શ્યોરન્સ માત્ર થર્ડ-પાર્ટી વ્યક્તિ અથવા સંપત્તિના નુકસાન સામે કવરેજ પ્રદાન કરે છે, ત્યારે હોન્ડા માટે કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી નીચેની બાબતોને કવર કરે છે:
અકસ્માતના પરિણામે તમારી પોતાની બાઇકને થતાં નુકસાનથી ઉદ્ભવતા ફાઇનાન્શિયલ નુકસાનને કવર કરી લેવામાં આવે છે.
આગ અથવા વિસ્ફોટના પરિણામે તમારી બાઇકને થયેલ નુકસાનને કવર કરી લેવામાં આવે છે.
જો તમારી બાઇક ચોરાઈ જાય, તો તમને બાઇકની IDV સાથે વળતર આપવામાં આવશે.
કુદરતી અને માનવ નિર્મિત આપત્તિઓ જેમ કે ભૂકંપ, તોફાન, પૂર, દંગા અને તોફાનો કવર કરવામાં આવે છે.
તમારા સારવાર સંબંધિત ₹15 લાખ સુધીના શુલ્કોની કવર કરવામાં આવે છે.
થર્ડ-પાર્ટી વ્યક્તિને ઈજા, અપંગતા અથવા મૃત્યુ અને તેમની સંપત્તિના નુકસાનને પણ કવર કરવામાં આવે છે.
મુખ્ય વિશેષતાઓ | હોન્ડા ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સના લાભો |
ઓન ડેમેજ કવર | ઇન્શ્યોરન્સ યોગ્ય જોખમો તરીકે ઉલ્લેખિત કોઈપણ અણધારી ઘટનાઓને કારણે બાઇકને થયેલા નુકસાનને કવર કરે છે. |
થર્ડ-પાર્ટી ડેમેજ કવર | થર્ડ પાર્ટીની ઈજાઓ અને સંપત્તિના નુકસાનને કવર કરે છે. |
અનન્ય ઍડ-ઑનની પસંદગી | ઝીરો ડેપ્રિશિયેશન, ઇમરજન્સી રોડસાઇડ આસિસ્ટન્સ વગેરે જેવા ઍડ-ઑન પસંદ કરીને હોન્ડા બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસીને કસ્ટમાઇઝ કરો. |
ક્લેઇમ સેટલમેન્ટ રેશિયો | 100% ક્લેઇમ સેટલમેન્ટ રેશિયો^ |
કૅશલેસ ગેરેજ નેટવર્ક | સમગ્ર ભારતમાં 2000+ ˇ |
પૉલિસી ખરીદવામાં લાગતો સમય | 3 મિનિટથી ઓછો સમય |
બાઇકના મોડેલ | કિંમત |
હોન્ડા ઍક્ટિવા 6G | ₹ 96,116 (ઑન-રોડ કિંમત મુંબઈ) |
હોન્ડા ડિયો | ₹ 92,227 (ઑન-રોડ કિંમત મુંબઈ) |
હોન્ડા ગ્રેઝીયા | ₹ 99,852 (ઑન-રોડ કિંમત મુંબઈ) |
હોન્ડા એક્ટિવા 125 | ₹ 1,01,055 (ઑન-રોડ કિંમત મુંબઈ) |
હોન્ડા CD 110 ડ્રીમ | ₹ 91,669 (ઑન-રોડ કિંમત મુંબઈ) |
હોન્ડા SP 125 | ₹ 1,06,540 (ઑન-રોડ કિંમત મુંબઈ) |
હોન્ડા શાઇન | ₹ 1,00,107 (ઑન-રોડ કિંમત મુંબઈ) |
હોંડા યુનિકોર્ન | ₹ 1,36,965 (ઑન-રોડ કિંમત મુંબઈ) |
હોન્ડા એચનેસ CB350 | ₹ 2,53,633 (ઑન-રોડ કિંમત મુંબઈ) |
હોન્ડા CB300R | ₹ 3,31,077 (ઑન-રોડ કિંમત મુંબઈ) |
હોન્ડા CBR 650R | ₹ 10,88,222 (ઑન-રોડ કિંમત મુંબઈ) |
નોંધ: ઉપરોક્ત કિંમત હોન્ડા કંપનીની વેચાણ વ્યૂહરચના મુજબ બદલાઈ શકે છે.
જો તમે હોન્ડા મોટરસાઇકલના માલિક હોવ, તો ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદવો અથવા રિન્યુ કરવો એ સમજદારીભર્યું છે. તમે હોન્ડા બાઇક ઇન્શ્યોરન્સ ઑનલાઇન કેવી રીતે ખરીદી શકો છો તે અહીં જણાવેલ છે:
પગલું 1. અમારી એચડીએફસી અર્ગો વેબસાઇટ પર બાઇક ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ પર જાઓ અને તમારા બાઇક રજિસ્ટ્રેશન નંબર સહિતની વિગતો ભરો અને પછી 'ક્વોટ મેળવો' પર ક્લિક કરો.
પગલું 2: કોમ્પ્રિહેન્સિવ અને થર્ડ પાર્ટી લાયબિલિટી કવરમાંથી કોઈ એક પસંદ કરો. તમે એક વર્ષથી લઈને ત્રણ વર્ષ સુધીનો પ્લાન પસંદ કરી શકો છો.
પગલું 3: તમે મુસાફર અને પેઇડ ડ્રાઇવર માટે પર્સનલ એક્સિડન્ટ કવર પણ ઉમેરી શકો છો. વધુમાં, તમે નો ક્લેઇમ બોનસ પ્રોટેક્શન કવર, ઝીરો ડેપ્રિશિયેશન વગેરે જેવા ઍડ-ઑન પસંદ કરીને પૉલિસીને કસ્ટમાઇઝ કરી શકો છો
પગલું 4: તમારી છેલ્લી બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસીની વિગતો આપો. દા.ત. અગાઉની પૉલિસીનો પ્રકાર (કોમ્પ્રિહેન્સિવ અથવા થર્ડ-પાર્ટી, પૉલિસીની સમાપ્તિની તારીખ, તમે કરેલા ક્લેઇમની વિગતો, જો કોઈ હોય તો)
પગલું 5: હવે તમે તમારું હોન્ડા બાઇક ઇન્શ્યોરન્સ પ્રીમિયમ જોઈ શકો છો
સુરક્ષિત પેમેન્ટ ગેટવે દ્વારા પ્રીમિયમની ચુકવણી કરો.
હોન્ડા ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી તમારા રજિસ્ટર્ડ ઇમેઇલ ઍડ્રેસ અથવા વૉટ્સએપ પર મોકલવામાં આવશે.
ભલે તમે સેકન્ડહેન્ડ હોન્ડા બાઇક ખરીદી હોય, તો પણ તમારી પાસે તેના માટે ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી હોવી આવશ્યક છે. મોટર વાહન અધિનિયમ 1988 મુજબ માન્ય બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી વગર વાહન ચલાવવું ગેરકાયદેસર છે.
સેકન્ડ-હેન્ડ બાઇક ઇન્શ્યોરન્સ ખરીદતા પહેલાં, નીચેની બાબતોને યાદ રાખો:
• ખાતરી કરો કે નવું RC નવા માલિકના નામ પર છે
• ઇન્શ્યોર્ડ ડિક્લેયર્ડ વેલ્યૂ (IDV) ચૅક કરો
• જો તમારી પાસે હાલની બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી છે, તો છૂટ મેળવવા માટે નો ક્લેઇમ બોનસ (NCB) ટ્રાન્સફર કરો
• વિવિધ ઍડ-ઑન કવરમાંથી પસંદ કરો (ઇમરજન્સી રોડસાઇડ આસિસ્ટન્સ, નો ક્લેઇમ બોનસ સુરક્ષા, ઝીરો ડેપ્રિશિયેશન કવર વગેરે)
ચાલો, હવે સેકન્ડ હેન્ડ હોન્ડા બાઇક માટે હોન્ડા ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ ખરીદવાના પગલાં જોઈએ
પગલું 1. એચડીએફસી અર્ગો વેબસાઇટના બાઇક ઇન્શ્યોરન્સ સેક્શનની મુલાકાત લો, તમારો સેકન્ડહેન્ડ હોન્ડા બાઇક રજિસ્ટ્રેશન નંબર દાખલ કરો અને 'ક્વોટ મેળવો' પર ક્લિક કરો.
પગલું 2: તમારી સેકન્ડ-હેન્ડ બાઇકનું મેક અને મોડેલ દાખલ કરો.
પગલું 3: તમારી છેલ્લી સેકન્ડ-હેન્ડ બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસીની વિગતો આપો.
પગલું 4: થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ અને કોમ્પ્રિહેન્સિવ કવરમાંથી પસંદગી કરો.
પગલું 5: હવે તમે તમારું હોન્ડા બાઇક ઇન્શ્યોરન્સ પ્રીમિયમ જોઈ શકો છો.
તમારા હોન્ડા બાઇક ઇન્શ્યોરન્સ રિન્યુઅલમાં માત્ર થોડી મિનિટો લાગશે. આને તમે આરામથી તમારા ઘરેથી માત્ર થોડી ક્લિક કરીને પૂર્ણ કરી શકો છો. નીચે જણાવેલ ચાર-પગલાંની પ્રક્રિયાને અનુસરો અને તરત જ પોતાના માટે કવર મેળવો!
જો તમારી હોન્ડા બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસીની સમયસીમા સમાપ્ત થઈ ગઈ હોય, તો RTO ના ભારે દંડ ચૂકવવાનું ટાળવા માટે તેને રિન્યૂ કરવાની સલાહ આપવામાં આવે છે. 1988 નો મોટર વાહન અધિનિયમ કહે છે કે દરેક વાહન માલિક પાસે મોટર ઇન્શ્યોરન્સ પૉલિસીનું ઓછામાં ઓછું થર્ડ પાર્ટી કવર હોવું જોઈએ.
ચાલો, હવે હોન્ડા ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ રિન્યૂઅલ માટેના પગલાં જોઈએ.
પગલું1: એચડીએફસી અર્ગોની વેબસાઇટ પર બાઇક ઇન્શ્યોરન્સ સેક્શનની મુલાકાત લો અને જો તમારી પાછલી પૉલિસી એચડીએફસી અર્ગોની હોય, તો 'પૉલિસી રિન્યૂ કરો' પસંદ કરો. જો તમારી હોન્ડા બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી અન્ય ઇન્શ્યોરન્સ કંપનીની હોય, તો તમારે તમારો ટૂ-વ્હીલર રજિસ્ટ્રેશન નંબર દાખલ કરવો આવશ્યક છે.
પગલું
પગલું 3: રિન્યૂ કરેલ બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી તમારા રજિસ્ટર્ડ ઇમેઇલ દ્વારા અથવા તમારા વૉટ્સએપ પર મોકલવામાં આવશે.
જો તમે તમારી હોન્ડા ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી સામે કૅશલેસ ક્લેઇમ કરવા માંગતા હોવ, તો તમારે નીચેના પગલાં અનુસરવાના રહેશે:
• અમારા હેલ્પલાઇન નંબર પર કૉલ કરીને અથવા 8169500500 પર વૉટ્સએપ મેસેજ મોકલીને, આ ઘટના વિશે એચડીએફસી અર્ગો ક્લેઇમ ટીમને જાણ કરો.
• તમારા ટૂ-વ્હીલરને એચડીએફસી અર્ગો કૅશલેસ નેટવર્ક ગેરેજ પર લઈ જાઓ. અહીં, ઇન્શ્યોરર દ્વારા નિમણૂક કરેલ વ્યક્તિ દ્વારા તમારા વાહનની તપાસ કરવામાં આવશે.
• અમારી મંજૂરી પ્રાપ્ત કર્યા પછી, ગેરેજ તમારી બાઇકને રિપેર કરવાનું શરૂ કરશે.
• આ દરમિયાન, જરૂરી ડૉક્યુમેન્ટ અને યોગ્ય રીતે ભરેલ ક્લેઇમ ફોર્મ અમને સબમિટ કરો. જો કોઈ ચોક્કસ ડૉક્યુમેન્ટની જરૂર હશે, તો અમે તમને તેની જાણ કરીશું.
• એચડીસી અર્ગો ક્લેઇમ ટીમ બાઇક ઇન્શ્યોરન્સમાં કૅશલેસ ક્લેઇમની વિગતોને વેરિફાઇ કરશે અને ક્લેઇમને સ્વીકારશે અથવા નકારશે.
• સફળ વેરિફિકેશન પર, અમે રિપેર ખર્ચની ચુકવણી સીધી ગેરેજને કરીને કૅશલેસ બાઇક ઇન્શ્યોરન્સ ક્લેઇમ સેટલ કરીશું. યાદ રાખો કે તમારે તમારા પોતાના ખિસ્સામાંથી, જો કોઈ કપાતપાત્ર રકમ લાગુ હોય તો, તે ચૂકવવાની રહેશે.
નોંધ: થર્ડ-પાર્ટીના નુકસાનના કિસ્સામાં, તમે અકસ્માતમાં શામેલ અન્ય વાહનના માલિકની વિગતો લઈ શકો છો. જો કે, તમારા વાહનના નોંધપાત્ર નુકસાન અથવા ચોરી માટે, તમારે કૅશલેસ બાઇક ઇન્શ્યોરન્સ ક્લેઇમ પ્રક્રિયા શરૂ કરતા પહેલાં નજીકના પોલીસ સ્ટેશન પર FIR રિપોર્ટ ફાઇલ કરવો પડશે.
હોન્ડા બાઇક ઇન્શ્યોરન્સ અથવા હોન્ડા સ્કૂટી ઇન્શ્યોરન્સ પૉલિસી માટે રિઇમ્બર્સમેન્ટ ક્લેઇમ દાખલ કરતી વખતે, તમારે નીચેના પગલાં અનુસરવાના રહેશે
• પગલું 1: એચડીએફસી અર્ગો ક્લેઇમ ટીમને ઘટના સંબંધિત ક્લેઇમ વિશે કૉલ કરીને અથવા અમારી વેબસાઇટ દ્વારા રજિસ્ટર કરીને જાણ કરો. અમારા હેલ્પલાઇન નંબર પર કૉલ કરીને અથવા 8169500500 પર વૉટ્સએપ મારફત મેસેજ મોકલીને અમારી ક્લેઇમ ટીમનો સંપર્ક કરો. અમારા એજન્ટ દ્વારા પ્રદાન કરવામાં આવેલ લિંક પરથી તમે ડૉક્યુમેન્ટ ઑનલાઇન અપલોડ કરી શકો છો. તમે સ્વ-નિરીક્ષણ અથવા એપ્લિકેશન મારફત સર્વેયર કે વર્કશોપ પાર્ટનર દ્વારા ડિજિટલ નિરીક્ષણ પસંદ કરી શકો છો.
• પગલું 2: અકસ્માતમાં શામેલ વાહન/વાહનોનો રજિસ્ટ્રેશન નંબર નોંધો.
• પગલું 3: જો જરૂરી હોય તો, નજીકના પોલીસ સ્ટેશન પર FIR દાખલ કરો. ક્લેઇમ દાખલ કરવા માટે FIR કૉપી જરૂરી હોઈ શકે છે.
• પગલું 4: અકસ્માતની વિગતો જેમ કે સમય અને સ્થાનની નોંધ કરો. કોઈપણ સાક્ષીઓના નામ અને સંપર્કની વિગતો નોંધ કરો.
•
પગલું 5: ક્લેઇમ ટ્રેકર દ્વારા તમારા ક્લેઇમના સ્ટેટસને ટ્રૅક કરો.
• પગલું 6: તમારો ક્લેઇમ મંજૂર થશે ત્યારે તમને મેસેજ દ્વારા નોટિફિકેશન મોકલવામાં આવશે.
બાઇક ઇન્શ્યોરન્સ બાઇકની માલિકીનું એક મહત્વપૂર્ણ પાસું છે. કાનૂની રીતે રાઇડ કરવા માટે માત્ર તમારે ઇન્શ્યોરન્સ ખરીદવાની જરૂર નથી, આ એક ફાઇનાન્શિયલ રીતે નિર્ણય છે કારણ કે અકસ્માત પૂર્વ ચેતવણી વગર થાય છે. વધુમાં, જો તમે સુરક્ષિત ડ્રાઇવર હોવ છો, તો પણ તમારી સુરક્ષા અન્ય લોકો પર પણ નિર્ભર રહે છે. કોઈપણ અકસ્માત તમને રિપેર માટે ચુકવણી કરવા માટે નોંધપાત્ર બિલ આપી શકે છે. આ તે છે જ્યાં બાઇક ઇન્શ્યોરન્સ આ અણધાર્યા, ખિસ્સા બહારના ખર્ચને અટકાવીને મદદ કરે છે. ત્યારબાદ યોગ્ય ઇન્શ્યોરરને પસંદ કરવાનું પગલું આવે છે. તમારી હોન્ડા બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી માટે તમારે શા માટે એચડીએફસી અર્ગો પસંદ કરવું જોઈએ તે અહીં જણાવેલ છે
તમારે એક ઇન્શ્યોરરની જરૂર છે જે તમે જે ક્ષેત્રમાં અથવા દેશમાં છો ત્યાં નોંધપાત્ર હાજરી ધરાવે છે. અને સમગ્ર ભારતમાં 7100 થી વધુ કૅશલેસ ગેરેજ સાથે, એચડીએફસી અર્ગો સુનિશ્ચિત કરે છે કે મદદ હંમેશા હાથ વગી રહે.
24x7 રોડસાઇડ સહાય સુવિધા સુનિશ્ચિત કરે છે કે કોઈપણ બ્રેકડાઉનના કિસ્સામાં તમે ક્યારેય અસહાય રીતે રસ્તામાં અટકાઈ જતા નથી.
એચડીએફસી અર્ગોમાં 1.6 કરોડથી વધુ સંતુષ્ટ ગ્રાહકો છે, જેનો અર્થ એ છે કે તમે ખાતરી રાખી શકો છો કે તમારી જરૂરિયાતોની કાળજી લેવામાં આવશે.
જ્યારે તમારી કાર સર્વિસમાં હોય ત્યારે તમારી રૂટીન અવરોધિત થઈ શકે છે. જો કે, નાના આકસ્મિક રિપેર માટે અમારી એક રાતની સર્વિસ સાથે, માત્ર તમારી રાત્રીની ઊંઘ લો અને સવારે સમયસર તમારા ઘર પર કારની ડિલિવરી મેળવો.
આદર્શ ઇન્શ્યોરન્સ કંપનીએ ક્લેઇમ પ્રોસેસ ઝડપી અને સરળતાથી કરવી જોઈએ. એચડીએફસી અર્ગો તે કરે છે કારણ કે અમે અમારા પૉલિસીધારકોના ક્લેઇમની પ્રોસેસ કરીએ છીએ. અમારો 100% ક્લેઇમ સેટલમેન્ટ રેશિયોનો રેકોર્ડ છે.
હોન્ડા મોટરસાઇકલ અને સ્કૂટર ઇન્ડિયાએ હોલસેલ વેચાણમાં હીરો મોટોકોર્પને પાછળ છોડી
હીરો મોટોકોર્પ રિટેલ હોલસેલમાં જાપાનીઝ કટ્ટર હરીફ હોન્ડા મોટરસાઇકલ્સ અને સ્કૂટર ઈન્ડિયાની પાછળ સરકીને બીજા સ્થાને આવી ગઈ છે. જો કે, હીરો ટૂ-વ્હીલરમાં બાદશાહ રહ્યું છે. સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ (SIAM) ના ડેટા મુજબ હોન્ડાએ એપ્રિલ-જુલાઈ સમયગાળામાં માત્ર 18.53 લાખથી વધુ એકમો ઘરેલું હોલસેલમાં વેચાણ કર્યું, જ્યારે હીરોએ 18.31 લાખથી વધુ એકમોનું વેચાણ કર્યું હતું. રિસર્ચ ફર્મ જાટો ડાયનેમિક્સના પ્રેસિડેન્ટ રવિ ભાટિયાએ જણાવ્યું હતું કે, "તહેવારની સિઝન પહેલા અને રિકવરીના પ્રારંભિક સંકેતોને આધારે હોન્ડાએ નેટવર્કનો પુરવઠો સુનિશ્ચિત કર્યો છે".
પ્રકાશિત તારીખ: ઓગસ્ટ 22, 2024
2040 સુધીમાં પેટ્રોલ સંચાલિત બાઇક અને સ્કૂટર બનાવવાનું રોકવા માટે હોન્ડા
હોન્ડા 2040 સુધીમાં ICE બાઇક અને સ્કૂટર બનાવવાનું બંધ કરવાનું નક્કી કરે છે. ટૂ-વ્હીલરના વિશાળ ઊર્જા વાહનોને માત્ર 2040 થી વેચશે. આ પહેલીવાર જાપાનીઝ બ્રાન્ડે તમામ ગ્રીન જવા માટે સમયસીમા આપી છે. તે મોટરસાઇકલ સહિત કુલ 10 EV શરૂ કરશે, 2025 સુધી. આ દ્વારા, તેમાં 2026 સુધીમાં એક મિલિયન EV ના વાર્ષિક વેચાણ હોવાની અપેક્ષા છે. ભારતમાં, કંપનીએ હજુ સુધી EV લૉન્ચ કર્યું નથી અને આ આગામી થોડા મહિનામાં થવાની શક્યતા છે. હોન્ડા ઍક્ટિવા ઇલેક્ટ્રિક ટૂંક સમયમાં તેના ડેબ્યૂ બનાવવાની સંભાવના છે.
પ્રકાશિત તારીખ: જૂન 14, 2024