જ્ઞાન કેન્દ્ર
ખુશ કસ્ટમર
#1.6 કરોડ+

સંતુષ્ટ કસ્ટમર

કૅશલેસ નેટવર્ક
લગભગ 16000+ˇ

કૅશલેસ નેટવર્ક

કસ્ટમર રેટિંગ
પ્રીમિયમ શરૂ થાય છે

માત્ર ₹26/દિવસ માં **

દરેક મિનિટમાં 2 ક્લેઇમ સેટલ કરવામાં આવ્યો છે
2 ક્લેઇમ સેટલ કરવામાં આવ્યા છે

દર મિનિટે*

હોમ / હેલ્થ ઇન્શ્યોરન્સ

હેલ્થ ઇન્શ્યોરન્સ

હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી શું છે

હેલ્થ ઇન્શ્યોરન્સ તમને મેડિકલ ઇમરજન્સીના સમયે નાણાંકીય મુશ્કેલીઓથી સુરક્ષિત કરે છે, જે તમારી પૉલિસીમાં દર્શાવેલ તમારા તમામ ખર્ચને કવર કરે છે. કોમ્પ્રિહેન્સિવ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાં ઇન્વેસ્ટ કરવાથી કૅશલેસ હૉસ્પિટલાઇઝેશન, આઉટપેશન્ટ ડિપાર્ટમેન્ટ (OPD) ના ખર્ચ, દૈનિક રોકડ ભથ્થું, નિદાન ખર્ચ અને સાથે અન્ય વિવિધ લાભો મળે છે. તમે પૉલિસીમાં પરિવારના તમામ સભ્યો સહિત તમારા પ્લાનને સર્વ-સમાવેશક બનાવવા માટે ઍડ-ઑન અથવા રાઇડર પણ પસંદ કરી શકો છો.

એચડીએફસી અર્ગો ખાતે, અમે અમારી સર્વિસ સાથે તમારા જીવનને સરળ બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ. તમને યોગ્ય સપોર્ટ મળે તેની ખાતરી કરવા માટે, અમે દર મિનિટે એક ક્લેઇમ* સેટલ કરીને ક્લેઇમનું સરળ સેટલમેન્ટ સુનિશ્ચિત કરીએ છીએ. અમારા હેલ્થ ઇન્શ્યોરન્સના વિવિધ પ્લાન મારફતે 1.6 કરોડ સંતુષ્ટ ગ્રાહકોના ચહેરા પર સ્મિત રેલાયું છે, આ સંખ્યા દરરોજ કૂદકે ને ભૂસકે વધી રહી છે. અમારા માય:ઑપ્ટિમા સિક્યોર પ્લાન સાથે, તમને કોઈપણ અતિરિક્ત ખર્ચ વગર 4X કવરેજ મળે છે. તદુપરાંત, અમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ કૅશલેસ હૉસ્પિટલાઇઝેશન, ઇન્કમ ટૅક્સ ઍક્ટના સેક્શન 80D હેઠળ ટૅક્સમાં બચત અને નો-ક્લેઇમ બોનસ સહિતના વિવિધ લાભો ધરાવે છે. તેથી, તમારા પ્રિયજનોના સ્વાસ્થ્ય અને સુખાકારીને પ્રાથમિકતા આપીને ભવિષ્યને સુરક્ષિત કરવા માટે એક પગલું ભરો.

શું તમે જાણો છો
આ નવા વર્ષની શરૂઆત યોગ્ય દિશામાં કરો.
હેલ્થ ઇન્શ્યોરન્સ હોવાના લાભો વિશે જાણવા માટે, અમારા નિષ્ણાતોને 022-6242 6242 પર કૉલ કરો
હેલ્થ ઇન્શ્યોરન્સ હોવાના લાભો વિશે જાણવા માટે, અમારા નિષ્ણાતોને 022-6242 6242 પર કૉલ કરો

હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનના પ્રકારો

slider-right
નો કોસ્ટ ઇન્સ્ટૉલમેન્ટ (હપ્તો) ઉપલબ્ધ છે*^ એચડીએફસી અર્ગોના માય:ઑપ્ટિમા સિક્યોર ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન

માય:ઑપ્ટિમા સિક્યોર

અમે નવા ઍડ-ઓન્સ રજૂ કરીને આગલા સ્તર પર સુરક્ષા લઈ લીધી છે જે તમને હંમેશા જોઈતા હોય તેવા વધારાના કવરેજ ઓફર કરે છે. અમારો નવો લૉન્ચ કરેલ માય:ઑપ્ટિમા સિક્યોર પ્લાન કોઈપણ અતિરિક્ત ખર્ચ વગર 4X હેલ્થ કવરેજ પ્રદાન કરે છે, જેનો અર્થ એ છે કે તમને ખરેખર તમારી પસંદગીની સમ ઇન્શ્યોર્ડના ખર્ચ પર 4X હેલ્થ કવર મળે છે.

હમણાં જ ખરીદો વધુ જાણો
હમણાં જ લૉન્ચ થયેલ ઑપ્ટિમા લાઇટ

ઑપ્ટિમા લાઇટ

હંમેશા એવો હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ઇચ્છતા હતા જે પર્યાપ્ત બેઝ સમ ઇન્શ્યોર્ડ સાથે વ્યાજબી પ્રીમિયમ પર આવશ્યક કવરેજ આપે છે? સારુ, અમને સમજાઈ ગયું. પ્રસ્તુત છે 5 લાખ અથવા 7.5 લાખની બેઝ સમ ઇન્શ્યોર્ડ સાથે ઑપ્ટિમા લાઇટ. તેથી તમારે તમારા સ્વાસ્થ્યને સુરક્ષિત કરવા માટે સમાધાન કરવાની જરૂર નથી.

હમણાં જ ખરીદો વધુ જાણો
હમણાં જ લૉન્ચ થયેલ માય:ઑપ્ટિમા સિક્યોર ગ્લોબલ

માય:ઑપ્ટિમા સિક્યોર ગ્લોબલ પ્લાન

4X હેલ્થ કવરેજ સાથે, આ પ્લાન વૈશ્વિક કવર પ્રદાન કરે છે જેમાં ભારતમાં હૉસ્પિટલાઇઝેશન ખર્ચ માટે કવરેજ અને વિદેશમાં માત્ર ઇમરજન્સી તબીબી સારવાર માટે કવરેજ શામેલ છે. આ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખાતરી કરે છે કે, વિદેશમાં મુસાફરી કરતી વખતે તમારે અલગથી મેડિકલ ઇન્શ્યોરન્સમાં રોકાણ કરવાની જરૂર નથી.

હમણાં જ ખરીદો વધુ જાણો
પરિવાર માટે હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી

પરિવાર માટે શ્રેષ્ઠ હેલ્થ ઇન્શ્યોરન્સ

આપણા જીવનમાં આપણો પરિવાર કેન્દ્રસ્થાને હોય છે, તો પછી તેમનું સ્વાસ્થ્ય શા માટે અસુરક્ષિત હોવું જોઈએ? અમારી પાસેથી એક હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન મેળવો અને અમર્યાદિત ડે કેર સારવાર અને સમ ઇન્શ્યોર્ડ રિસ્ટોર બેનિફિટ જેવા લાભો મેળવો કે જેમાં પ્રત્યેક સભ્યની તબીબી જરૂરિયાતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે.

પ્લાન જુઓ વધુ જાણો
વ્યક્તિગત પ્રકારની મેડિકલ ઇન્શ્યોરન્સ પૉલિસી

વ્યક્તિઓ માટે શ્રેષ્ઠ હેલ્થ ઇન્શ્યોરન્સ

તમારું નાણાંકીય પ્લાનિંગ કરવાની સાથે સાથે તમારા માટે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદવાનું ચૂકશો નહીં. ફિટનેસ ડિસ્કાઉન્ટ અને સમ ઇન્શ્યોર્ડ રિબાઉન્ડ જેવા લાભો મેળવો. અમારા વ્યક્તિગત હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન્સ વડે તમે તમારી બચતને સુરક્ષિત રાખીને તબીબી સારવાર કરાવી શકો છો.

પ્લાન જુઓ વધુ જાણો
વૃદ્ધ માતાપિતા માટે ઑનલાઇન હેલ્થ ઇન્શ્યોરન્સ

માતાપિતા માટે શ્રેષ્ઠ હેલ્થ ઇન્શ્યોરન્સ

તમારા માતાપિતાએ હંમેશા તમારી કાળજી રાખી છે. હવે તેમના તબીબી ખર્ચને સુરક્ષિત કરીને તેમના સ્વાસ્થ્યની સંપૂર્ણ કાળજી લેવાની જવાબદારી તમારી છે. માતાપિતા માટે અમારો હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન તેમની વધતી જતી તબીબી જરૂરિયાતોને પૂરી કરવા માટે આજીવન રિન્યુએબિલિટી અને આયુષ લાભો પ્રદાન કરે છે.

પ્લાન જુઓ વધુ જાણો
વરિષ્ઠ નાગરિકો માટે ઑનલાઇન હેલ્થ ઇન્શ્યોરન્સ

વરિષ્ઠ નાગરિકો માટે શ્રેષ્ઠ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન

જીવનનો આ તબક્કો તમારે તમામ ચિંતાઓને બાજુએ મૂકી આનંદમાં રહેવાનો છે. તો પછી તબીબી ખર્ચની વ્યવસ્થા કરવાની ચિંતા શા માટે કરવી? તમે એવો હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદો જેમાં રૂમના ભાડા પર કોઈ પેટા-મર્યાદા નથી અને જે આજીવન રિન્યુ થઈ શકે છે.

પ્લાન જુઓ વધુ જાણો
કર્મચારીઓ માટે ઑનલાઇન હેલ્થ ઇન્શ્યોરન્સ

કોર્પોરેટ કર્મચારીઓ માટે શ્રેષ્ઠ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન

જો તમે પહેલેથી જ કોર્પોરેટ હેલ્થ ઇન્શ્યોરન્સ ધરાવો છો, તો જ્યાં સુધી તમે તે કંપનીમાં નોકરી કરો છો ત્યાં સુધી જ તમને આવરી લે છે અને રાજીનામું આપ્યા બાદ લાગુ પડતો નથી. તેથી, કર્મચારીઓ માટે અમારા વ્યાપક હેલ્થ કવર હેઠળ પોતાને કવર કરો અને તબીબી ખર્ચને કારણે ઉદ્ભવતી નાણાંકીય ચિંતાઓને દૂર કરો.

પ્લાન જુઓ વધુ જાણો
ડાયાબિટિસ ધરાવતી વ્યક્તિઓ માટે ઑનલાઇન હેલ્થ ઇન્શ્યોરન્સ

ડાયાબિટિસ ધરાવતી વ્યક્તિઓ માટે શ્રેષ્ઠ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન

આપણે સૌ જાણીએ છીએ કે ડાયાબિટિસ ધરાવતી વ્યક્તિઓને વિશેષ તબીબી કાળજીની જરૂર પડે છે! જ્યારે તમે તમારી બ્લડ સુગરની કાળજી લઈ રહ્યા છો , ત્યારે અમે એનર્જી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન વડે તમારી હૉસ્પિટલાઈઝેશનની ચિંતાઓનું ધ્યાન રાખી રહ્યા છીએ.

પ્લાન જુઓ વધુ જાણો
મહિલાઓ માટે ઑનલાઇન હેલ્થ ઇન્શ્યોરન્સ

મહિલાઓ માટે શ્રેષ્ઠ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન

તમે સુપર પાવર ધરાવતી સુપર વુમન છો એમાં કોઈ શંકા નથી, પરંતુ તમારે પણ જીવનમાં ક્યારેક તબીબી સંભાળની જરૂર પડતી હોય છે. માય:હેલ્થ વિમેન સુરક્ષા વડે તમે જીવલેણ બિમારીઓ સામે સુરક્ષિત અને નાણાંકીય રીતે મજબૂત રહી શકો છો.

પ્લાન જુઓ વધુ જાણો
સ્લાઇડર-ડાબી બાજુએ
ઑપ્ટિમા સિક્યોર ગ્લોબલ
ઑપ્ટિમા સિક્યોરના વચન સાથે બહેતર સ્વાસ્થ્ય અને સુખાકારીના દરવાજા ઉઘાડો....... વધુ લાભો, વધુ શાંતિ

એક નજરે અમારા શ્રેષ્ઠ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનની તુલના કરો

  • નો કોસ્ટ ઇન્સ્ટૉલમેન્ટ (હપ્તો) ઉપલબ્ધ છે*^
    ઑપ્ટિમા સિક્યોર હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી

    ઑપ્ટિમા સિક્યોર

  • હમણાં જ લૉન્ચ થયેલ
    ઑપ્ટિમા લાઇટ

    ઑપ્ટિમા લાઇટ

  • હમણાં જ લૉન્ચ થયેલ
    ઑપ્ટિમા સિક્યોર ગ્લોબલ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી

    ઑપ્ટિમા સિક્યોર ગ્લોબલ

  • ઑપ્ટિમા રિસ્ટોર હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી

    ઑપ્ટિમા રિસ્ટોર

  • માય: હેલ્થ મેડિશ્યોર સુપર ટૉપ-અપ પ્લાન

    માય:હેલ્થ મેડિશ્યોર સુપર ટૉપ-અપ

  • ક્રિટિકલ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી

    ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ

  • iCan કેન્સર ઇન્શ્યોરન્સ

    iCan કેન્સર ઇન્શ્યોરન્સ

હમણાં જ લૉન્ચ થયેલ
ટૅબ1
ઑપ્ટિમા સિક્યોર
કૅશલેસ હૉસ્પિટલોનું નેટવર્ક
4X કવરેજ*
હૉસ્પિટલાઇઝેશન પહેલા અને બાદનું બહોળું કવરેજ
હૉસ્પિટલાઇઝેશન પહેલા અને બાદનું બહોળું કવરેજ
ઑપ્ટિમા રિસ્ટોર હેઠળ નિ:શુલ્ક પ્રિવેન્ટિવ હેલ્થ ચેક અપ
નિ:શુલ્ક પ્રિવેન્ટિવ હેલ્થ ચેક અપ

મુખ્ય વિશેષતાઓ

  • સુરક્ષિત લાભ: 1 દિવસથી 2X કવરેજ મેળવો.
  • રિસ્ટોરનો લાભ: તમારા બેઝ કવરેજને 100% રિસ્ટોર કરે છે
  • નો કોસ્ટ ઇન્સ્ટૉલમેન્ટ*^ વિકલ્પ: ક્રેડિટ અને ડેબિટ કાર્ડ ધારકો હવે નો કોસ્ટ ઇન્સ્ટૉલમેન્ટ*^ વિકલ્પ પસંદ કરી શકે છે
  • એકંદર કપાતપાત્ર: તમે થોડી વધુ ચુકવણી કરવાનું પસંદ કરીને દર વર્ષે 50% સુધીના ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકો છો. આ પૉલિસી હેઠળ 5 વર્ષ પૂર્ણ થયા પછી રિન્યૂઅલ પર તમારી પસંદગીની કપાતપાત્ર રકમને માફ કરવાની પણ સુવિધા છે@
હમણાં જ લૉન્ચ થયેલ
ટૅબ1
ઑપ્ટિમા લાઇટ
પસંદગીની બેઝ સમ ઇન્શ્યોર્ડ - 5 લાખ અથવા 7.5 લાખ
પસંદગીની બેઝ સમ ઇન્શ્યોર્ડ - 5 લાખ અથવા 7.5 લાખ
તમામ ડે કેર પ્રક્રિયાઓ કવર કરવામાં આવે છે
તમામ ડે કેર પ્રક્રિયાઓ કવર કરવામાં આવે છે
અનલિમિટેડ ઑટોમેટિક રિસ્ટોર
અનલિમિટેડ ઑટોમેટિક રિસ્ટોર

મુખ્ય વિશેષતાઓ

  • બેઝ સમ ઇન્શ્યોર્ડ વિકલ્પ: તમારી જરૂરિયાતો મુજબ 5 લાખ અથવા 7.5 લાખનો પ્લાન પસંદ કરો
  • ઑટોમેટિક રિસ્ટોર: સમ ઇન્શ્યોર્ડના સંપૂર્ણ અથવા આંશિક ઉપયોગ પર બેઝ SI ના 100% નો ત્વરિત ઉમેરો
  • સંચિત બોનસ: પૉલિસીને રિન્યૂ કર્યા પછી દર વર્ષે બેઝ SI ના 10% બોનસ મહત્તમ 100% સુધી
  • પ્રોટેક્ટ બેનિફિટ: IRDAI દ્વારા સૂચિબદ્ધ 68 બિન-તબીબી ખર્ચ માટે કવરેજ
હમણાં જ લૉન્ચ થયેલ
ટૅબ1
ઑપ્ટિમા સિક્યોર ગ્લોબલ
કૅશલેસ હૉસ્પિટલોનું નેટવર્ક
ભારતમાં કરેલા ક્લેઇમ માટે 4X કવરેજ
હૉસ્પિટલાઇઝેશન પહેલા અને બાદનું બહોળું કવરેજ
વિદેશી સારવાર કવર કરવામાં આવે છે
ઑપ્ટિમા રિસ્ટોર હેઠળ નિ:શુલ્ક પ્રિવેન્ટિવ હેલ્થ ચેક અપ
નિ:શુલ્ક પ્રિવેન્ટિવ હેલ્થ ચેક અપ

મુખ્ય વિશેષતાઓ

  • ગ્લોબલ હેલ્થ કવર: ભારતમાં તબીબી ખર્ચ તેમજ વિદેશી તબીબી સારવારના ખર્ચ માટે કોમ્પ્રિહેન્સિવ હેલ્થ કવર
  • પ્લસ બેનિફિટ: 2 વર્ષ પછી કવરેજમાં 100% વધારો
  • નો કોસ્ટ ઇન્સ્ટૉલમેન્ટ*^ વિકલ્પ: ક્રેડિટ અને ડેબિટ કાર્ડ ધારકો હવે નો કોસ્ટ ઇન્સ્ટૉલમેન્ટ*^ વિકલ્પ પસંદ કરી શકે છે
  • સુરક્ષાનો લાભ: સૂચિબદ્ધ બિન-તબીબી ખર્ચ પર શૂન્ય કપાત
ટૅબ1
ઑપ્ટિમા રિસ્ટોર
કૅશલેસ હૉસ્પિટલોનું નેટવર્ક
16000+ કૅશલેસ નેટવર્ક
કૅશલેસ ક્લેઇમ 20 મિનિટમાં સેટલ કરવામાં આવ્યા છે
કૅશલેસ ક્લેઇમ 38 મિનિટમાં સેટલ કરવામાં આવ્યા છે*~
ઑપ્ટિમા રિસ્ટોર હેઠળ નિ:શુલ્ક પ્રિવેન્ટિવ હેલ્થ ચેક અપ
નિ:શુલ્ક પ્રિવેન્ટિવ હેલ્થ ચેક અપ

મુખ્ય વિશેષતાઓ

  • 100% રીસ્ટોર બેનિફિટ: તમારા પ્રથમ ક્લેઇમ પછી તરત જ તમારા કવરનું 100% રીસ્ટોર મેળવો.
  • 2X મલ્ટિપ્લાયર બેનિફિટ: નો ક્લેમ બોનસ તરીકે 100% સુધીનું વધારાનું પૉલિસી કવર મેળવો.
  • તમારા હૉસ્પિટલાઇઝેશનના 60 દિવસ પહેલા અને 180 દિવસ પછી સંપૂર્ણ કવરેજ. આ તમારી હૉસ્પિટલાઇઝેશન જરૂરિયાતોનું ઉત્તમ પ્લાનિંગ સુનિશ્ચિત કરે છે.
ટૅબ4
માય:હેલ્થ મેડિશ્યોર સુપર ટૉપ-અપ
માય: હેલ્થ મેડિશ્યોર સુપર ટૉપ-અપ પ્લાન સાથે ઓછા પ્રીમિયમ પર ઉચ્ચ કવર
ઓછા પ્રીમિયમ પર ઉચ્ચ કવર
માય: હેલ્થ મેડિશ્યોર સુપર ટૉપ-અપ પ્લાન સાથે હાલના હેલ્થ ઇન્શ્યોરન્સની પ્રશંસાઓ
હાલના હેલ્થ ઇન્શ્યોરન્સની પ્રશંસાઓ
માય: હેલ્થ મેડિશ્યોર સુપર ટૉપ-અપ પ્લાન સાથે 61 વર્ષ પછી પ્રીમિયમમાં કોઈ વધારો નથી
61 વર્ષ પછી પ્રીમિયમમાં કોઈ વધારો નથી

મુખ્ય વિશેષતાઓ

  • એકંદર કપાતપાત્ર પર કામ કરે છે: એક વર્ષમાં તમારી ઑલ રાઉન્ડ કુલ ક્લેઇમ રકમ એક વર્ષમાં એકંદર કપાતપાત્ર સુધી પહોંચી જાય તે પછી આ હેલ્થ પ્લાન પછી સક્રિય થાય છે, અન્ય ટૉપ-અપ પ્લાન્સથી વિપરીત એક જ ક્લેઇમ માટે કપાતપાત્રને પૂર્ણ કરવું જરૂરી નથી.
  • 55 વર્ષ સુધી કોઈ સ્વાસ્થ્ય તપાસ નથી : અફસોસ કરવા કરતાં સુરક્ષિત રહેવું વધુ સારું છે! જ્યારે તમે મેડિકલ ટેસ્ટને અવગણી શકો એટલા યુવાન હોવ ત્યારે તમારા સ્વાસ્થ્યને સુરક્ષિત કરો.
  • ઓછી ચુકવણી કરો, વધુ મેળવો: 2 વર્ષની લોન્ગ ટર્મ પૉલિસી પસંદ કરો અને 5% ની છૂટ મેળવો.
ક્રિટિકલ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી
ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ
15 ગંભીર બીમારીઓને કવર કરે છે
15 જેટલી ગંભીર બીમારીઓને કવર કરે છે
સામટી રકમની ચુકવણીનો લાભ
સામટી રકમની ચુકવણીઓ
પોસાય તેવા પ્રીમિયમ
પોસાય તેવા પ્રીમિયમ

મુખ્ય વિશેષતાઓ

  • કોઈ મેડિકલ ચેક-અપ નથી: 45 વર્ષની ઉંમર સુધી કોઈ મેડિકલ ચેક-અપ નથી.
  • લાઇફટાઇમ રિન્યુએબિલિટી: આ પૉલિસીને લાઇફટાઇમ અવધિ માટે રિન્યુ કરી શકાય છે.
  • ફ્રી લૂક પીરિયડ: અમે પૉલિસી ડૉક્યુમેન્ટની પ્રાપ્તિની તારીખથી 15 દિવસનો મફત લુક પીરિયડ પ્રદાન કરીએ છીએ.
iCan કેન્સર ઇન્શ્યોરન્સ
iCan કેન્સર ઇન્શ્યોરન્સ
તમામ તબક્કાના કેન્સરનું કવર
બધા તબક્કાઓ માટે કેન્સર કવર
iCan પ્લાન સાથે સામટી રકમની ચુકવણી
સામટી રકમની ચુકવણીઓ
આજીવન રિન્યુ કરી શકાય છે
આજીવન રિન્યુ કરી શકાય છે

મુખ્ય વિશેષતાઓ

  • માય કેર લાભ:કીમોથેરેપીથી સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટેશન સુધી, આઇકેન (iCan) પરંપરાગત અને ઍડવાન્સ્ડ સારવાર માટે સંપૂર્ણ કવર પ્રદાન કરે છે.
  • ક્રિટિકેરના લાભ: જો નિર્દિષ્ટ ગંભીરતાનું કેન્સર શોધવામાં આવે તો સમ ઇન્શ્યોર્ડનું વધારાનું 60% ચુકવણી તરીકે મેળવો.
  • ફૉલો-અપ કેર:કેન્સરની સારવારની ઘણીવાર સાઇડ-ઇફેક્ટ થાય છે. ફૉલોઅપ કેર લાભ તમને વર્ષમાં બે વાર ₹ 3,000 સુધીની ભરપાઈ આપે છે.
કોટેશનની તુલના કરો
હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદો
બહાનાઓને લીધે તમારી સુરક્ષામાં વિલંબ થવા દેશો નહીં. ઑપ્ટિમા સિક્યોરના અમારા નો કોસ્ટ ઇન્સ્ટૉલમેન્ટ *^ પ્લાન જુઓ
તમારો પ્લાન કસ્ટમાઇઝ કરો

તમારા ભવિષ્યને સુરક્ષિત કરવા માટે આજે જ તમારા સ્વાસ્થ્યમાં ઇન્વેસ્ટ કરો

તમને એ સમજવામાં મદદ કરવા માટે અહીં કેટલાક ડેટા આપેલ છે કે શા માટે સ્વસ્થ રહેવું એક જાગરુક પસંદગી હોવી જોઈએ

ભારતમાં ગંભીર હઠીલા રોગોનો ભરમાર
ભારતમાં ગંભીર હઠીલા રોગોનો ભરમાર

દીર્ઘકાલીન ગંભીર બીમારીઓ અંદાજિત 53% મૃત્યુમાં અને 44% વિકલાંગતાને લીધે ગુમાવેલ જીવન વર્ષોમાં ફાળો આપે છે. શહેરી વિસ્તારોમાં કાર્ડિયોવાસ્ક્યુલર બીમારીઓ અને ડાયાબિટીસ ખૂબ જ ફેલાયેલ છે. તમાકુથી થતા કૅન્સર તમામ પ્રકારના કૅન્સરમાં મોટો હિસ્સો ધરાવે છે. વધુ વાંચો

ભારતમાં કૅન્સરનું જોખમ
ભારતમાં કૅન્સરનું જોખમ

ભારતમાં વર્ષ 2022 માં કૅન્સરના અંદાજિત કેસની સંખ્યા 14,61,427 હોવાનું જાણવા મળ્યું હતું. ભારતમાં, દર નવમાંથી એક વ્યક્તિને તેમના જીવનકાળમાં કૅન્સર થવાની સંભાવના છે. પુરુષો અને મહિલાઓમાં અનુક્રમે ફેફસાં અને સ્તન કૅન્સર એ કૅન્સરના અગ્રણી ભયસ્થાનો છે. 2020 ની સરખામણીમાં 2025 માં કૅન્સરના કેસોમાં 12.8 ટકાનો વધારો થવાનો અંદાજ છે. વધુ વાંચો

વાયરલ હેપેટાઇટિસ એક જાહેર સ્વાસ્થ્ય સંકટ બની રહ્યું છે
વાયરલ હેપેટાઇટિસ એક જાહેર સ્વાસ્થ્ય સંકટ બની રહ્યું છે

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) ના 2024 ગ્લોબલ હેપેટાઇટિસ રિપોર્ટ મુજબ, 2022 માં વિશ્વના કુલ હેપેટાઇટિસ કેસના નોંધપાત્ર 11.6 ટકા કેસ ભારતમાં નોંધાયા હતા, જેમાં 29.8 મિલિયન હેપેટાઇટિસ B અને 5.5 મિલિયન હેપેટાઇટિસ C ના કેસ હતા. ક્રોનિક હેપેટાઇટિસ B અને C ના સંક્રમણના અડધો-અડધ લોકો 30-54 વર્ષની વય જૂથના છે અને તમામ કેસોમાં 58 ટકા જેટલા પુરુષો છે, આ રિપોર્ટમાં તેની નોંધ કરવામાં આવેલ છે. વધુ વાંચો

ડાયાબિટીસ સાથે જીવવાના ખર્ચમાં થતો ઝડપી વધારો
ડાયાબિટીસ સાથે જીવવાના ખર્ચમાં થતો ઝડપી વધારો

ભારતને વૈશ્વિક ડાયાબિટીસ કેપિટલ માનવામાં આવે છે, જેમાં 18 વર્ષથી વધુ વયના અંદાજે 77 મિલિયન લોકો ડાયાબિટીસ (ટાઇપ 2) થી પીડાય છે અને લગભગ 25 મિલિયન પ્રિ-ડાયાબિટીક છે. ભારતમાં, ડાયાબિટીસ કેર સાથે સંકળાયેલ મધ્યમ સરેરાશ વાર્ષિક પ્રત્યક્ષ અને પરોક્ષ ખર્ચનો અંદાજ અનુક્રમે ₹ 25,391 અને ₹ 4,970 છે. ભારતીય વસ્તી માટે આ અંદાજને આગળ વધારતા, 2010 માં ડાયાબિટીસનો વાર્ષિક ખર્ચ USD 31.9 બિલિયન થયો હતો. વધુ વાંચો

ભારતમાં સંક્રામક રોગોનું જોખમ
ભારતમાં સંક્રામક રોગોનું જોખમ

2021 માં, ભારતમાં ચેપી રોગોથી થતા મૃત્યુનું મુખ્ય કારણ ન્યુમોનિયા હતું, જેમાં 14,000 થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. ગંભીર શ્વસન સંક્રમણ એ મૃત્યુનું બીજું મુખ્ય કારણ હતું, જેમાં 9,000 થી વધુ લોકો માર્યા ગયા હતા. વધુ વાંચો

કાર્ડિયોવાસ્ક્યુલર રોગોનો ભોગ
કાર્ડિયોવાસ્ક્યુલર રોગોનો ભોગ

વિશ્વભરમાં કાર્ડિયોવાસ્ક્યુલર રોગો (CVD) ના સૌથી વધુ કેસ ભારતમાં છે. ભારતમાં CVD થી થતા મૃત્યુની વાર્ષિક સંખ્યા 2.26 મિલિયન (1990) થી વધીને 4.77 મિલિયન (2020) થવાનો અંદાજ છે. ભારતમાં કોરોનરી હૃદય રોગના પ્રસારનો દર છેલ્લા કેટલાક દાયકાઓમાં અંદાજવામાં આવ્યો છે અને ગ્રામીણ વસ્તીમાં 1.6% થી 7.4% સુધી અને શહેરી વસ્તીમાં 1% થી 13.2% સુધીનો છે. વધુ વાંચો

એચડીએફસી અર્ગો દ્વારા હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીના લાભો

મુખ્ય વિશેષતાઓ લાભ
કૅશલેસ હૉસ્પિટલ નેટવર્ક 16000+ ˇ સમગ્ર ભારતમાં
ટૅક્સની બચત ₹ 1 લાખ સુધી****
રિન્યૂઅલનો લાભ રિન્યૂઅલના 60 દિવસની અંદર મફત હેલ્થ ચેક-અપ
ક્લેઇમ સેટલમેન્ટ રેટ 2 ક્લેઇમ/મિનિટ*
ક્લેઇમની મંજૂરી 38*~ મિનિટની અંદર
કવરેજ હૉસ્પિટલાઇઝેશન ખર્ચ, ડે કેર સારવાર, ઘર પરની સારવાર, આયુષ (AYUSH) સારવાર, અંગ દાતાના ખર્ચા
હૉસ્પિટલાઇઝેશન પહેલા અને પછી દાખલ થયાના 60 દિવસ અને ડિસ્ચાર્જ પછી 180 દિવસ સુધીના ખર્ચાને કવર કરે છે

હેલ્થ ઇન્શ્યોરન્સ કવરેજ: હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં શું કવર કરવામાં આવે છે

એચડીએફસી અર્ગો દ્વારા હૉસ્પિટલાઇઝેશન ખર્ચ કવર કરવામાં આવે છે

હોસ્પિટલમાં ભરતી થવાના ખર્ચથી તમારા પરિવારને સુરક્ષિત કરો

દરેક અન્ય હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનની જેમ, અમે પણ તમારા હૉસ્પિટલાઇઝેશનના ખર્ચ જેમ કે રૂમના ભાડા, ICU શુલ્ક, તપાસ, સર્જરી, ડૉક્ટરની સલાહ વગેરેને કવર કરીએ છીએ, જ્યારે અકસ્માતને કારણે અથવા યોજનાબદ્ધ સર્જરીને કારણે હૉસ્પિટલમાં દાખલ થયા હોય.

એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સમાં મેન્ટલ હેલ્થકેર કવર કરવામાં આવે છે

મેન્ટલ હેલ્થકેર (માનસિક સ્વાસ્થ્યની કાળજી)

અમે માનીએ છીએ કે માનસિક સ્વાસ્થ્યની કાળજી શારીરિક બીમારી અથવા ઈજા જેટલી જ મહત્વપૂર્ણ છે. અમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન માનસિક બીમારીઓની સારવાર માટે થયેલા હૉસ્પિટલાઇઝેશનના ખર્ચને કવર કરવાની રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે.

હૉસ્પિટલાઇઝેશન પહેલા અને પછીના ખર્ચને કવર કરવામાં આવે છે

હૉસ્પિટલાઇઝેશન પહેલા અને પછી

અમારી મેડિકલ ઇન્શ્યોરન્સ પૉલિસીઓમાં, તમારા હૉસ્પિટલમાં દાખલ થયા પહેલાં 60 દિવસ સુધી અને ડિસ્ચાર્જ પછીના 180 દિવસ સુધીના ખર્ચ સહિત હૉસ્પિટલાઇઝેશન પહેલાં અને પછીના તમામ ખર્ચનો સમાવેશ થાય છે

ડેકેર પ્રક્રિયાઓને કવર કરવામાં આવે છે

ડે કેર સારવાર

મેડિકલ ક્ષેત્રે થયેલી પ્રગતિને લીધે મહત્વપૂર્ણ સર્જરી અને સારવાર 24 કલાકથી ઓછા સમયમાં પૂર્ણ કરવામાં મદદ મળે છે, અને શું તમે જાણો છો? અમે અમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાં ડે-કેર સારવાર શામેલ કરી છે, જેથી તમને તેના માટે પણ કવર કરવામાં આવે.

એચડીએફસી અર્ગો દ્વારા કૅશલેસ હોમ હેલ્થ કેર કવર કરવામાં આવે છે

હોમ હેલ્થકેર

હૉસ્પિટલમાં બેડની ઉપલબ્ધતા ન હોય તેવા કિસ્સામાં, જો ડૉક્ટર ઘરે સારવારની મંજૂરી આપે છે તો અમારી મેડિકલ ઇન્શ્યોરન્સ પૉલિસી તમને તેના માટે પણ કવર કરે છે. જેથી, તમને તમારા ઘરે આરામથી તબીબી સારવાર મળે.

સમ ઇન્શ્યોર્ડ રિબાઉન્ડમાં આ કવર કરવામાં આવે છે

સમ ઇન્શ્યોર્ડ રિબાઉન્ડ

આ લાભ એક જાદુઈ બૅકઅપની જેમ કાર્ય કરે છે, જે ક્લેઇમ પછી પણ સમ ઇન્શ્યોર્ડ સુધીનું તમારું સમાપ્ત થયેલ હેલ્થ કવર રિચાર્જ કરે છે. આ અનન્ય સુવિધા જરૂરિયાતના સમયે અવિરત તબીબી કવરેજની ખાતરી કરે છે.

અંગદાતા સંબંધી ખર્ચ

અંગદાતા સંબંધી ખર્ચ

અંગ દાન એક મહાન કાર્ય છે અને કેટલીકવાર તે જીવન બચાવનાર સર્જરી બની શકે છે. આ જ કારણ છે કે અમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન દાતાના શરીરમાંથી મુખ્ય અંગને કાઢતી વખતે અંગ દાતાના તબીબી અને સર્જિકલ ખર્ચને કવર કરે છે.

રિકવરી લાભો કવર કરવામાં આવે છે

રિકવરીનો લાભ

જો તમે સ્ટ્રેચ પર 10 દિવસથી વધુ સમય સુધી હૉસ્પિટલમાં રહો, તો અમે તમારી અનુપસ્થિતિને કારણે ઘરમાં બની શકે એવા અન્ય ફાઇનાન્શિયલ નુકસાન માટે ચુકવણી કરીએ છીએ. અમારા પ્લાનની આ સુવિધા સુનિશ્ચિત કરે છે કે તમે તમારા હૉસ્પિટલાઇઝેશન દરમિયાન પણ તમારા અન્ય ખર્ચની કાળજી લઈ શકો છો.

આયુષ લાભો કવર કરવામાં આવે છે

આયુષ (AYUSH) ના લાભો

જો તમે આયુર્વેદ, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી જેવા વૈકલ્પિક ઉપચારોમાં વિશ્વાસ ધરાવતા હોવ, તો તમારા વિશ્વાસને અકબંધ રહેવા દો કારણ કે અમે અમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાં આયુષ સારવાર માટેના હૉસ્પિટલાઇઝેશનના ખર્ચને પણ કવર કરીએ છીએ.

મફત રિન્યુઅલ હેલ્થ ચેક-અપ

મફત રિન્યુઅલ હેલ્થ ચેક-અપ

ખાતરી કરવા માટે તમે હંમેશા તમારી હેલ્થ ગેમની ટોચ પર રહો છો તેથી અમે અમારી સાથે તમારી પૉલિસીને રિન્યુ કર્યાના 60 દિવસોની અંદર મફત હેલ્થ ચેક-અપ પ્રદાન કરીએ છીએ.

લાઇફટાઇમ રિન્યુએબિલિટી

આજીવન રિન્યુ કરી શકાય છે

એકવાર તમે પોતાની જાતને અમારી સાથે સુરક્ષિત કરી લો, પછી ચિંતા કરવાની જરૂર નથી. અમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન બ્રેક-ફ્રી રિન્યુઅલ પર તમારા સંપૂર્ણ જીવનકાળ માટે તમારા તબીબી ખર્ચને સુરક્ષિત કરવાનું ચાલુ રાખે છે.

લાઇફટાઇમ રિન્યુએબિલિટી

મલ્ટિપ્લાયર લાભ

અમારા પ્લાન સાથે, જો તમારી પૉલિસીના પ્રથમ વર્ષમાં કોઈ ક્લેઇમ કરવામાં ન આવે તો તમારી સમ ઇન્શ્યોર્ડમાં 50% વધારાનો આનંદ માણો. તેનો અર્થ એ છે કે કોઈ ક્લેઇમ ન કરવાના કિસ્સામાં, તમારી સમ ઇન્શ્યોર્ડ બીજા વર્ષ માટે ₹5 લાખના બદલે ₹7.5 લાખ હશે.

ઉપર ઉલ્લેખિત કવરેજ અમારા કેટલાક હેલ્થ પ્લાનમાં ઉપલબ્ધ ન હોઈ શકે. કૃપા કરીને અમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન વિશે વધુ જાણવા માટે પૉલિસી નિયમાવલી, બ્રોશર અને પ્રોસ્પેક્ટ્સ વાંચો.

એડવેન્ચર સ્પોર્ટ્સથી થતી ઈજાઓ

એડવેન્ચર સ્પોર્ટ્સથી થતી ઈજાઓ

સાહસો તમને તીવ્ર ઉત્તેજના આપી શકે છે, પરંતુ જ્યારે અકસ્માત સાથે જોડાયેલ હોય, ત્યારે તે જોખમી હોઈ શકે છે. અમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન એડવેન્ચર સ્પોર્ટ્સમાં ભાગ લેતી વખતે થયેલા અકસ્માતોને કવર કરતા નથી.

પોતાને જ પહોંચાડેલ ઇજાઓ કવર કરવામાં આવતી નથી

પોતાને જ પહોંચાડેલ ઇજાઓ

જો તમે ક્યારેય તમારી પોતાની મૂલ્યવાન જાતને ઈજા પહોંચાડો છો, તો દુર્ભાગ્યવશ અમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન પોતાની જાતે કરેલી ઈજાઓને કવર કરશે નહીં.

યુદ્ધમાં થયેલ ઇજાઓ કવર કરવામાં આવતી નથી

યુદ્ધ

યુદ્ધ વિનાશક અને દુર્ભાગ્યપૂર્ણ હોઈ શકે છે. જો કે, અમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાં યુદ્ધના કારણે થયેલા કોઈપણ ક્લેઇમને કવર કરતા નથી.

સંરક્ષણના કાર્યમાં ભાગ લેવોનું કવર કરવામાં આવતું નથી

સંરક્ષણ કાર્યોમાં ભાગ લેવું

સંરક્ષણ (આર્મી/નેવી/એર ફોર્સ)ના કાર્યોમાં ભાગ લેતા સમયે થયેલ આકસ્મિક ઇજા અમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાં કવર કરવામાં આવતી નથી.

વેનેરીઅલ અથવા જાતીય રોગો

વેનેરીઅલ અથવા જાતીય રોગો

અમે તમારા રોગની ગંભીરતાને સમજીએ છીએ. જો કે, અમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાં વેનેરીઅલ અથવા જાતિય રોગો કવર કરવામાં આવતા નથી.

સ્થૂળતાની સારવાર અથવા કોસ્મેટિક સર્જરી કવર કરવામાં આવતી નથી

મેદસ્વિતાની સારવાર અથવા કોસ્મેટિક સર્જરી

તમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન હેઠળ સ્થૂળતાની સારવાર અથવા કોસ્મેટિક સર્જરીની સારવાર કવરેજ માટે પાત્ર નથી.

એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન મેળવો
હેલ્થ ઇન્શ્યોરન્સ મેળવવા માટે માત્ર થોડી મિનિટ જ લાગશે. ખુશીઓને પાછી ધકેલશો નહીં

13,000+
કૅશલેસ નેટવર્ક
ભારતભરમાં

તમારા નજીકના કૅશલેસ નેટવર્ક શોધો

શોધ-આઇકન
અથવાતમારી નજીકની હૉસ્પિટલ શોધો
સમગ્ર ભારતમાં 13,000+ નેટવર્ક હૉસ્પિટલ શોધો
જસલોક મેડિકલ સેન્ટર

ઍડ્રેસ

C-1/15A યમુના વિહાર, પિનકોડ-110053

રૂપાલી મેડિકલ
સેન્ટર પ્રાઇવેટ લિમિટેડ

ઍડ્રેસ

C-1/15A યમુના વિહાર, પિનકોડ-110053

જસલોક મેડિકલ સેન્ટર

ઍડ્રેસ

C-1/15A યમુના વિહાર, પિનકોડ-110053

તમારા એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સનો ક્લેઇમ કેવી રીતે કરવો

હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદવાનો એકમાત્ર હેતુ તબીબી આપાતકાલીન સમયે ફાઇનાન્શિયલ સહાય મેળવવાનો છે. તેથી, હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમની પ્રોસેસ કૅશલેસ ક્લેઇમ અને વળતર ક્લેઇમની વિનંતીઓ માટે કેવી રીતે અલગ રીતે કાર્ય કરે છે તે જાણવા માટે નીચેના પગલાંઓ વાંચવું મહત્વપૂર્ણ છે.

હેલ્થ ઇન્શ્યોરન્સ કૅશલેસ ક્લેઇમ 38*~ મિનિટમાં મંજૂર કરવામાં આવે છે

કૅશલેસ મંજૂરી માટે પ્રી-ઑથ ફોર્મ ભરો
1

સૂચના

કૅશલેસ મંજૂરી માટે નેટવર્ક હૉસ્પિટલમાં પ્રી-ઑથ ફોર્મ ભરો

હેલ્થ ક્લેઇમ માટે મંજૂરીનું સ્ટેટસ
2

મંજૂરી/નકારવું

એકવાર હૉસ્પિટલ અમને સૂચિત કરે તે પછી, અમે તમને સ્ટેટસ અપડેટ મોકલીએ છીએ

મંજૂરી પછી હૉસ્પિટલાઇઝેશન
3

હૉસ્પિટલાઇઝેશન

પ્રી-ઑથ મંજૂરીના આધારે હૉસ્પિટલાઇઝેશન કરી શકાય છે

હૉસ્પિટલ સાથે મેડિકલ ક્લેઇમ સેટલમેન્ટ
4

ક્લેઇમ સેટલમેન્ટ

ડિસ્ચાર્જ સમયે, અમે સીધા હૉસ્પિટલ સાથે ક્લેઇમ સેટલ કરીએ છીએ

અમે 2.9 દિવસની અંદર~* વળતર ક્લેઇમ સેટલ કરીએ છીએ

હૉસ્પિટલાઇઝેશન
1

નૉન નેટવર્ક હૉસ્પિટલમાં હૉસ્પિટલાઇઝેશન

તમારે શરૂઆતમાં બિલની ચુકવણી કરવી પડશે અને અસલ બિલને સાચવી રાખવા પડશે

ક્લેઇમ રજિસ્ટ્રેશન
2

ક્લેઇમ રજિસ્ટર કરો

હૉસ્પિટલથી ડિસ્ચાર્જ થયા પછી અમને તમારા બધા બિલ અને સારવારના ડૉક્યુમેન્ટ મોકલો

ક્લેઇમ વેરિફિકેશન
3

વેરિફિકેશન

અમે તમારા ક્લેઇમ સંબંધિત બિલ અને સારવારના ડૉક્યુમેન્ટને વેરિફાઇ કરીએ છીએ

ક્લેઇમની મંજૂરી
4

ક્લેઇમ સેટલમેન્ટ

અમે તમારા બેંક એકાઉન્ટમાં મંજૂર કરેલ ક્લેઇમની રકમ મોકલીએ છીએ.

હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમના વળતર માટે જરૂરી ડૉક્યૂમેન્ટ

તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી સામે ક્લેઇમ કરતી વખતે તમારે તૈયાર રાખવાના ડૉક્યુમેન્ટ નીચે મુજબ છે. જો કે, કોઈપણ મહત્વપૂર્ણ ડૉક્યુમેન્ટ ભુલાઈ ન જાય તે માટે પૉલિસીના નિયમો અને શરતોને કાળજીપૂર્વક વાંચો.

  • તમારા હસ્તાક્ષર અને માન્ય ઓળખ પુરાવા સાથેનું ક્લેઇમ ફોર્મ.
  • હૉસ્પિટલાઇઝેશન, નિદાન ટેસ્ટ અને દવાઓ દર્શાવતું ડૉક્ટરનું લખેલું પ્રિસ્ક્રિપ્શન.
  • રસીદ સાથેના હૉસ્પિટલ, નિદાન, ડૉક્ટરો અને દવાના અસલ બિલ.
  • ડિસ્ચાર્જ સમરી, કેસ પેપર્સ, તપાસના રિપોર્ટ.
  • જો લાગુ પડે તો પોલીસ FIR/મેડિકો લીગલ કેસ રિપોર્ટ (MLC) અથવા પોસ્ટ-મોર્ટમ રિપોર્ટ .
  • ચેકની કૉપી/પાસબુક/બેંક સ્ટેટમેન્ટ જેવા નામ ધરાવતો બેંક એકાઉન્ટનો પુરાવો
તમારા પરિવાર માટે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન મેળવો
શું તમે જાણો છો કે તમારું BMI તમને કેટલાક રોગો માટેના તમારા જોખમનું મૂલ્યાંકન કરવામાં મદદ કરી શકે છે?

હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે ટૅક્સ બચાવો

હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી પર બમણાં લાભ

બમણાં લાભ

હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ન માત્ર તમારા તબીબી ખર્ચને કવર કરે છે, પરંતુ ટૅક્સ લાભો પણ ઑફર કરે છે જેથી તમે સેક્શનની કલમ 80D હેઠળ ₹1 લાખ**** સુધીની બચત કરી શકો, જેને સંભવ બનાવે છે આવકવેરા અધિનિયમ 1961. તે તમારા ફાઇનાન્સની યોજના બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

ચૂકવેલ મેડિકલ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પર ટૅક્સ કપાત

ચૂકવેલ મેડિકલ ઇન્શ્યોરન્સ પ્રીમિયમના આધારે ટૅક્સ કપાત

તમારો હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન મેળવીને, તમે ઇન્કમ ટૅક્સ એક્ટ 1961 ના સેક્શન 80D હેઠળ મેડિકલ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ માટે પ્રતિ બજેટ વર્ષ ₹ 25,000 સુધીની કપાત મેળવી શકો છો.

પ્રિવેન્ટિવ હેલ્થ ચેક-અપ પર કપાત

માતાપિતા માટે ચૂકવેલ મેડિકલ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પર કપાત

જો તમે વાલીઓ માટે મેડિકલ ઇન્શ્યોરન્સ પ્રીમિયમની ચુકવણી કરી રહ્યાં છો, તો તમે દરેક બજેટના વર્ષમાં ₹ 25,000 સુધીની વધારાની કપાતને ક્લેઇમ કરી શકો છો. જો તમારા માતા-પિતા અથવા તેમાંથી કોઈ એક વરિષ્ઠ નાગરિક હોય, તો આ મર્યાદા ₹ 50,000 સુધી જઈ શકે છે.

માતાપિતા માટે ચૂકવેલ મેડિકલ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પર ટૅક્સ બચાવો

પ્રિવેન્ટિવ હેલ્થ ચેક-અપ પર કપાત

તમે આવકવેરા અધિનિયમની કલમ 80D હેઠળ પ્રિવેન્ટિવ હેલ્થ ચેક અપ પર ટૅક્સ લાભનો ક્લેઇમ પણ કરી શકો છો. તમે ક્લેઇમ કરી શકો છો પ્રત્યેક બજેટરી વર્ષેમાં ₹ 5,000 સુધીના ખર્ચ, જે પ્રિવેન્ટિવ હેલ્થ ચેક-અપ તરીકે કરેલ છે.આ લાભ મેળવવા માટે ફાઇલ કરો તમારું ઇન્કમ ટૅક્સ રીટર્ન.

કૃપા કરીને નોંધ કરો કે ઉપરોક્ત લાભો દેશમાં લાગુ હાલના ટૅક્સ કાયદા મુજબ છે. તમારા ટૅક્સ લાભો ટૅક્સ કાયદાને આધિન બદલી શકે છે. તમારા ટૅક્સ સલાહકાર સાથે તેની ફરી પુષ્ટિ કરી લેવાની સલાહ આપવામાં આવે છે. આ તમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ મૂલ્યથી સ્વતંત્ર છે.

વહેલા, વધુ સારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે ટૅક્સ બચાવો

હંમેશા શક્ય તેટલી વહેલી ઉંમરમાં સારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદવાની સલાહ આપવામાં આવે છે કારણ કે હેલ્થ ઇમર્જન્સી, કોઈપણ સમયે કોઈપણ પૂર્વ સુચના વગર આવી શકે છે. નીચેના મુદ્દાઓ વહેલી ઉંમરે હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી શા માટે ખરીદવી મહત્વપૂર્ણ છે તે સ્પષ્ટ કરશે:

1

તુલનાત્મક રીતે ઓછું પ્રીમિયમ

જ્યારે તમે તમારી યુવાવસ્થામાં હેલ્થ પૉલિસી મેળવો છો ત્યારે તેનું પ્રીમિયમ તુલનાત્મક રીતે ઓછું હોય છે. એનું કારણ એ છે કે, ઇન્શ્યોરન્સ કંપની માટે, ઉંમર ઓછી હોય તો સ્વાસ્થ્યને લગતું જોખમ પણ ઓછું હોય છે.

2

ફરજિયાત હેલ્થ ચેક અપની મુક્તિ

કેટલાક કિસ્સાઓમાં, તમને ફરજિયાત હેલ્થ ચેકઅપમાંથી મુક્તિ મળી શકે છે નહીં તો ચોક્કસ ઉંમરના લોકોને હેલ્થ ઇન્શ્યોરન્સ મેળવવા માટે ફરજિયાત હેલ્થ ચેકઅપ કરાવવું પડે છે.

3

ટૂંકો વેટિંગ પિરિયડ

હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં કેટલીક સ્વાસ્થ્ય પરિસ્થિતિઓ માટે વેટિંગ પિરિયડ હોય છે જો તમે યુવાન હોવ ત્યારે મેડિક્લેમ પૉલિસી ખરીદો, તો તમે વેટિંગ પિરિયડને ટૂંક સમયમાં પૂર્ણ કરો છો.

શા માટે લોકો હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવાનું ટાળે છે

આપણામાંથી મોટાભાગના લોકો કર્મચારી હેલ્થ ઇન્શ્યોરન્સને તબીબી ખર્ચની કાળજી લેવા માટે એક સુરક્ષિત કવર તરીકે વિચારે છે. જો કે, તમારે જાણવું જરૂરી છે કે નિયોક્તાનું હેલ્થ ઇન્શ્યોરન્સ તમને માત્ર તમારી નોકરીની મુદત દરમિયાન કવર કરે છે. એકવાર તમે કંપની છોડી દેશો અથવા નોકરી સ્વિચ કરશો પછી, તમે તમારા હેલ્થ ઇન્શ્યોરન્સના લાભો ગુમાવો છો. કેટલીક કંપનીઓ પ્રારંભિક પ્રોબેશનની અવધિ દરમિયાન હેલ્થ કવર ઑફર કરતી નથી. જો તમારી પાસે એક માન્ય કોર્પોરેટ હેલ્થ કવર હોય તો પણ તે ઓછી સમ ઇન્શ્યોર્ડ ઑફર કરી શકે છે, જેમાં આધુનિક મેડિકલ કવરેજનો અભાવ હોઈ શકે અને ક્લેઇમ માટે સહ-ચુકવણી કરવાનું પણ કહી શકે છે. તેથી, હંમેશા તમારા અને તમારા પરિવાર માટે વ્યક્તિગત હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન લેવું જોઈએ જે તમને બમણી ખાતરી આપે છે.

જેમ તમે સધર ફાઇનાન્શિયલ પ્લાનિંગની ખાતરી કરવા માટે EMI, ક્રેડિટ કાર્ડ બિલ ચૂકવો છો, મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરો અથવા લાઇફ ઇન્શ્યોરન્સ પ્લાન માટે પ્રીમિયમ ચૂકવો, તેમજ લાંબા સમયમાં તમારી બચતને સુરક્ષિત કરવા માટે તમારે હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદવાની જરૂર છે. કારણ કે, આપણા મોટાભાગના લોકોને જ્યાં સુધી પોતાને અથવા આપણી આસપાસના લોકોને કોઈ ગંભીર આઘાત ન લાગે ત્યાં સુધી હેલ્થ ઇન્શ્યોરન્સના મહત્વને સમજતા નથી. જો કોઈ અનપેક્ષિત તબીબી ખર્ચ આવી ઉભો રહે તો જાગૃતિનો અભાવ તમારી બચતને સમાપ્ત કરી શકે છે.

એ સમજવું મહત્વપૂર્ણ છે કે જો તમે મેટ્રો શહેરમાં રહેતા હોવ તો તમારે ઉચ્ચ સમ ઇન્શ્યોર્ડની જરૂર છે જ્યાં તમે તબીબી સારવારના ખર્ચ બહુ વધારે હોય છે. જો કોઈ વર્ષમાં એક જ હૉસ્પિટલાઇઝેશન તમારી સમ ઇન્શ્યોર્ડને સમાપ્ત કરવા માટે પુરતું હોય તો તમારે ઉચ્ચ સમ ઇન્શ્યોર્ડ વિશે વિચારવું જોઈએ. માત્ર હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદવાથી તમને લાંબા સમય સુધી મદદ મળશે નહીં. તમારા તબીબી ખર્ચને કવર કરી લેવા માટે પૂરતી સમ ઇન્શ્યોર્ડ મેળવવી એ પણ સમાન રીતે મહત્વપૂર્ણ છે. ઉપરાંત, જો તમે પરિવારના વધુ સભ્યોને કવર કરી રહ્યાં છો તો 10 લાખથી વધુની સમ ઇન્શ્યોર્ડવાળી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી લેવાનું વિચારો.

માત્ર પ્રીમિયમ પર નજર ન રાખો અને શું મારે આ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદવું જોઈએ તેવું વિચારીને પાછી પાની ન કરો. હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદતા પહેલાં કવરેજ અને લાભોની સૂચિ જોવી મહત્વપૂર્ણ છે અને તેને નજરઅંદાજ કરવું જોઈએ નહીં. જો તમે ઓછા પ્રીમિયમવાળું હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદવાનું વિચારી રહ્યાં છો તો તમે ગંભીર રોગો માટેનું કવરેજ ચૂકી શકો છો. ભવિષ્યમાં, તમને લાગી શકે છે કે ચોક્કસ કવરેજ મહત્વપૂર્ણ છે પરંતુ તમારી પૉલિસી તેને કવર કરતી નથી. તો એક એવા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન શોધો જે માત્ર પૉકેટ ફ્રેન્ડલી નહીં પરંતુ પૈસા વસુલ કિંમતમાં પણ આવતું હોય.

આપણામાંથી ઘણાં લોકો માત્ર સેક્શન 80 D હેઠળ ટૅક્સ બચાવવા માટે હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદે છે. હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન તમને ₹1 લાખ સુધીનો ટૅક્સ બચાવવામાં મદદ કરે છે****. જો કે, ટૅક્સની બચત કરતાં પણ બીજું ઘણું બધું છે. પોતાના માટે એક હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન લેવું તમને મુશ્કેલી ભર્યા સમય દરમિયાન મદદ કરે છે અને લાંબા સમયમાં ફાઇનાન્સની બચત કરવામાં મદદ કરે છે. સંપૂર્ણ ફાઇનાન્શિયલ સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે તમારે તમારા માતાપિતા, જીવનસાથી અને બાળકો માટે પણ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન લેવા જોઈએ.

જો તમે યુવા, સ્વસ્થ અને ખુલ્લા દિલના હોવ તો તમારે ઓછા પ્રીમિયમ મેળવવા માટે અત્યારે જ એક હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદવું જોઈએ. બીજી વાત, જો તમે હેલ્થ ઇન્શ્યોરન્સ કવર ખરીદવા પછી ક્લેઇમ ન કરો તો તમને સંચિત બોનસ મળે છે, જે તમને ફિટ રહેવાના રિવૉર્ડ તરીકે વધારાના પ્રીમિયમ વગર સમ ઇન્શ્યોર્ડમાં વધારો આપે છે. ત્રીજી વાત, દરેક હેલ્થ પૉલિસી પ્રતીક્ષા અવધિ સાથે આવે છે, તેથી જો તમે જુવાનીમાં જ હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદો છો તો તમારી પ્રતીક્ષા અવધિ પ્રારંભિક વર્ષો દરમિયાન પૂર્ણ થઈ જશે. પછી, જો તમને કોઈ રોગ થાય તો તમારી પૉલિસી તમને અવરોધિત રીતે કવર કરે છે. છેવટે, મહામારીની પરિસ્થિતિને જોઈએ તો તે કહેવું ખોટું નથી કે કોઈપણ સમયે કોઈ પણ વ્યક્તિને અકસ્માતની ઈજાને કારણે હૉસ્પિટલાઇઝેશનની જરૂર પડી શકે છે; તેથી તૈયાર રહેવું મહત્વપૂર્ણ છે.

યોગ્ય હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન કેવી રીતે પસંદ કરવો

જ્યારે પણ તમે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન શોધો છો, ત્યારે તમે આશ્ચર્ય પામો છો કે કયો હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન શ્રેષ્ઠ છે? ઑનલાઇન શ્રેષ્ઠ હેલ્થ પ્લાન કેવી રીતે પસંદ કરવો? તેમાં શું કવરેજ હોવું જોઈએ? યોગ્ય હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન પ્રાપ્ત કરવાના ઉખાણાને ઉકેલવા માટે તમારા તમામ પ્રશ્નોના જવાબ મેળવવા માટે વધુ વાંચો.

1

પર્યાપ્ત સમ ઇન્શ્યોર્ડ સુનિશ્ચિત કરો

જો તમે પોતાને સુરક્ષિત કરવા ઇચ્છો છો તો 7 લાખથી 10 લાખ સુધીની સમ ઇન્શ્યોર્ડ સાથે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનને ધ્યાનમાં લો. પરિવાર માટે એક પૉલિસી ફ્લોટરના આધારે સમ ઇન્શ્યોર્ડ 8 થી 15 લાખ વચ્ચે હોઈ શકે છે. યાદ રાખો, તમારો હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન એક વર્ષમાં થઈ શકે તેવા એકથી વધુ હૉસ્પિટલાઇઝેશનને કવર કરવા માટે પર્યાપ્ત હોવો જોઈએ.

2

યોગ્ય પ્રીમિયમ પસંદ કરો

હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ ખૂબ જ વ્યાજબી છે. તેથી જ્યારે તમે કોઈ પ્લાન પસંદ કરો છો, ત્યારે નાની સમ ઇન્શ્યોર્ડ માટે ઓછું પ્રિમીયમ ભરવાનો ઉતાવળિયો નિર્ણય ન લો અને પછી તમારા હોસ્પિટલના બિલની ચુકવણી કરો. તમારે તમારા મેડિકલ બિલ માટે મોટી રકમ ચુકવવી પડી શકે છે. તેના બદલે, એક સહ-ચુકવણી કલમ પર કામ કરો જે તમારા ખિસ્સા પર સરળ છે.

3

હૉસ્પિટલોનું નેટવર્ક તપાસો

હંમેશા તપાસો કે ઇન્શ્યોરન્સ કંપની પાસે તમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાં નેટવર્ક હૉસ્પિટલોનું વિશાળ લિસ્ટ છે. ઉપરાંત તપાસો, કે નજીકની હૉસ્પિટલ અથવા તબીબી સુવિધા ઇન્શ્યોરન્સ કંપની દ્વારા સૂચિબદ્ધ છે, તેથી તે તમને કૅશલેસ સારવાર મેળવવામાં મદદ કરશે. એચડીએફસી અર્ગોમાં, અમારી પાસે 12,000+ કૅશલેસ હેલ્થ કેર સેન્ટરનું મોટું નેટવર્ક છે.

4

કોઈ સબ-લિમિટ ન હોવી મદદરૂપ છે

સામાન્ય રીતે તમારા તબીબી ખર્ચ તમારા રૂમના પ્રકાર અને રોગ પર આધારિત હોય છે. એક એવા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદવાની ભલામણ કરવામાં આવે છે જેની હૉસ્પિટલના રૂમના ભાડા પર સબ-લિમિટ (ઉપ-મર્યાદા) નથી જેથી તમે તમારા આરામ મુજબ હૉસ્પિટલ રૂમ પસંદ કરી શકો. અમારી મોટાભાગની પૉલિસીઓમાં પણ રોગોની સબ-લિમિટ શામેલ હોતી નથી; આ પણ એક મહત્વપૂર્ણ પરિબળ છે જેને ધ્યાનમાં રાખવું જરૂરી છે.

5

પ્રતીક્ષા અવધિ તપાસો

તમારી પ્રતીક્ષા અવધિ પૂર્ણ ન થાય ત્યાં સુધી તમારો હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન સક્રિય થતો નથી. હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ઑનલાઇન ખરીદતા પહેલાં હંમેશા પહેલેથી હોય તેવી બિમારીઓ અને મેટરનિટી કવરના લાભો માટે ઓછો વેટિંગ પીરિયડ ધરાવતી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ચેક કરો.

6

વિશ્વસનીય બ્રાન્ડ પસંદ કરો

હંમેશા માર્કેટમાં સારી પ્રતિષ્ઠા ધરાવતી હેલ્થ ઇન્શ્યોરન્સ કંપની પસંદ કરો. તમારે કસ્ટમર આધાર અને ક્લેઇમને ચુકવણીની ક્ષમતા ઉપર પણ ધ્યાન આપવું જોઈએ તે જાણવા હેતુ કે શું તમે ભવિષ્યમાં ક્લેઇમ કરો તો બ્રાંડ તેને સ્વીકારી અને ચૂકવી શકે કે નહીં. હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન પસંદ કરવો એ પૉલિસીધારક અને ઇન્શ્યોરર બંનેની પ્રતિબદ્ધતા છે, તેથી શાંતિપૂર્વક નિર્ણય લો.

કોરોનાવાઇરસ હૉસ્પિટલાઇઝેશન ખર્ચ સામે રક્ષણ આપે છે
ભારતમાં કોરોનરી હૃદય રોગના ફેલાવાનો દર શહેરી વસ્તીમાં 13.2% સુધી વધ્યો છે, તમારા પરિવારને વધતા મેડિકલ ખર્ચથી બચાવો

આજની દુનિયામાં મેડિકલ ઇન્શ્યોરન્સ પ્લાન શા માટે મહત્વપૂર્ણ છે

ટેક્નોલોજી, સારવાર અને વધુ અસરકારક દવાઓની ઉપલબ્ધતા સાથે હેલ્થકેરનો ખર્ચ પણ ઘણો વધી ગયો છે.
આ બધું વધવાથી છેવટે તમારી બચત પર ભાર આવે છે, જેથી હેલ્થકેર સુવિધા ઘણા લોકો માટે પોસાય તેવી રહેતી નથી. આ એવી પરિસ્થિતિ છે જ્યાં એચડીએફસી અર્ગોની હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ ભૂમિકામાં આવે છે, કારણ કે તેઓ હૉસ્પિટલાઇઝેશન અને સારવાર ખર્ચની કાળજી લે છે, જે કસ્ટમરને ફાઇનાન્શિયલ ચિંતાઓથી મુક્ત કરે છે.

ટેક્નોલોજી, સારવાર અને વધુ અસરકારક દવાઓની ઉપલબ્ધતા સાથે હેલ્થકેરનો ખર્ચ પણ ઘણો વધી ગયો છે. આ બધો વધારો કન્ઝ્યૂમર માટે ભારરૂપ બની જાય છે, જેથી હેલ્થકેરની સુવિધા ઘણા લોકો માટે પોસાય તેવી રહેતી નથી. આ એવી પરિસ્થિતિ છે જ્યાં એચડીએફસી અર્ગોની હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ ભૂમિકામાં આવે છે, કારણ કે તેઓ હૉસ્પિટલાઇઝેશન અને સારવાર ખર્ચની કાળજી લે છે, જે કસ્ટમરને ફાઇનાન્શિયલ ચિંતાઓથી મુક્ત કરે છે. હમણાં જ પોતાનો હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન મેળવો.

માય: હેલ્થ સુરક્ષા સિલ્વર હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન

અમે તમને ECB અને રીબાઉન્ડ સાથે માય: હેલ્થ સુરક્ષા ઇન્શ્યોરન્સ સિલ્વરની ભલામણ કરીએ છીએ

આ વ્યાજબી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન તમને એક મોટું કવરેજ પ્રદાન કરશે. તેના વડે તમે ટેક્સ પણ બચાવી શકો છો. ભવિષ્યમાં, તમે તમારા જીવનસાથી અને બાળકને પણ આ પ્લાનમાં ઉમેરી શકો છો.

રિબાઉન્ડનો લાભ

તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં સમાપ્ત થયેલી સમ ઇન્શ્યોર્ડ રકમને પાછી લાવવા માટે એક જાદુઈ સાધન તરીકે કાર્ય કરે છે, જે ભવિષ્યના હૉસ્પિટલાઇઝેશનને કવર કરે છે જે પૉલિસીના સમાન સમયગાળામાં થઈ શકે છે. તેથી, તમે હંમેશા ડબલ પ્રોટેક્શન ધરાવો છો, જોકે તમે માત્ર એક જ સમ ઇન્શ્યોર્ડ માટે ચુકવણી કરો છો.

વધારેલ સંચિત બોનસ

જો તમે કોઈ ક્લેઇમ કરતા નથી, તો તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં તમારી સમ ઇન્શ્યોર્ડમાં બોનસ તરીકે 10% નો વધારો કરવામાં આવે છે અથવા મહત્તમ 100% સુધીનો રિવૉર્ડ આપવામાં આવે છે.

આ તમામ એવા લોકો માટે અમારો સૌથી વધુ ભલામણ કરેલ પ્લાન છે જેઓ પહેલીવાર પોતાનું પ્રથમ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદવા તૈયાર થયા છે.

આ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાં તમને શું મળશે?

  • કોઈ હૉસ્પિટલ રૂમના ભાડા પર કોઈ પ્રતિબંધ નથી
  • કૅશલેસ ક્લેઇમ 38*~ મિનિટની અંદર મંજૂર કરવામાં આવે છે

જોકે તમારા નિયોક્તા તમને કવર કરે છે, તો તમારી વધતી જરૂરિયાત મુજબ તેને કસ્ટમાઇઝ કરવાની સ્વતંત્રતા તમારા હાથમાં રહેતી નથી; વધુમાં, જો તમે ક્યારેય તમારી નોકરી છોડી દો છો તો તમારું હેલ્થ ઇન્શ્યોરન્સ કવર સમાપ્ત થાય છે. તેથી, જ્યારે તમે પોતે તમારા માટે એક હેલ્થ કવર સરળતાથી મેળવી શકો છો, ત્યારે નિયોક્તા સાથે તમારા હેલ્થ કવર માટે શા માટે જોખમ લેવું.

માય: હેલ્થ સુરક્ષા સિલ્વર હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન

અમે તમને માય:હેલ્થ સુરક્ષા સિલ્વર સ્માર્ટ ની ભલામણ કરીએ છીએ

જો તમને હજુ પણ લાગે છે કે તમારા નિયોક્તાનું હેલ્થ કવર અથવા હાલનું હેલ્થ કવર યોગ્ય અને અનુકૂળ છે, તો પણ તેને સાવ ઓછા પ્રીમિયમ પર ઉચ્ચ કવર માટે ટૉપ અપ કરાવી લેવામાં કોઈ નુકસાન નથી.

મેડિશ્યોર સુપર ટૉપ-અપ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન

અમે તમને હેલ્થ મેડિશ્યોર સુપર ટૉપ-અપ: ની ભલામણ કરીએ છીએ

આ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન તમને ઓછા પ્રીમિયમ પર ઘણું વધુ કવર આપે છે. તે તમારા હાલના હેલ્થ ઇન્શ્યોરન્સ માટે ટૉપ-અપ તરીકે કાર્ય કરે છે.

મેડિશ્યોર સુપર ટૉપ-અપ હેલ્થ ઇન્શ્યોરન્સ શા માટે પસંદ કરવું?

  • હૉસ્પિટલાઇઝેશન કવર
  • ડે કેર પ્રોસીઝર
  • ઓછા પ્રીમિયમ પર ઉચ્ચ કવર

જો તમે ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન શોધી રહ્યાં છો તો અમારા બેસ્ટ સેલિંગ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનને અપનાવો જેનો હેતુ તમારા પરિવારની વધતી મેડિકલ જરૂરિયાતોને સુરક્ષિત કરવાનો છે.

માય: હેલ્થ સુરક્ષા ગોલ્ડ ઇન્શ્યોરન્સ પ્લાન

અમે તમને ઑપ્ટિમા રિસ્ટોર ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સની ભલામણ કરીએ છીએ

આ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન સમ ઇન્શ્યોર્ડના રિસ્ટોરનો લાભ પ્રદાન કરીને તમારા પરિવારની વધતી તબીબી જરૂરિયાતોની કાળજી લેશે, જેથી તમે ક્યારેય હેલ્થ કવર વિના ન રહો. જો તમે ક્લેઇમ ન કરો તો સમ ઇન્શ્યોર્ડમાં વધારો મેળવવા માટે 2x મલ્ટિપ્લાયર લાભ પણ આપે છે.

ઑપ્ટિમા રિસ્ટોર ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ શા માટે પસંદ કરવું?

  • 12,000+ કૅશલેસ હૉસ્પિટલનું નેટવર્ક
  • 60 દિવસો માટે પૂર્વ-હૉસ્પિટલાઇઝેશન અને હૉસ્પિટલાઇઝેશન પછીના 180 દિવસ સુધી કવર કરવામાં આવે છે
  • 1 લાખ સુધીની ટૅક્સ બચત****

અમે સમજીએ છીએ કે તમે તમારા માતાપિતાની વધતી ઉંમર વિશે ખુબજ ચિંતિત છો અને તેમને કવર કરી લેવા ઈચ્છો છો. તો પછી તેમને એક હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ગિફ્ટ કરવું મહત્વપૂર્ણ છે, જેથી તેઓ હૉસ્પિટલના બિલની ચુકવણી માટે તેમની જીવનભરની બચતને ગુમાવતા નથી.

માય: હેલ્થ સુરક્ષા સિલ્વર ઇન્શ્યોરન્સ પ્લાન

અમે તમને માય:હેલ્થ સુરક્ષા સિલ્વરની ભલામણ કરીએ છીએ

તમારા માતાપિતા માટે જે વરિષ્ઠ નાગરિક હોઈ શકે અથવા ન હોઈ શકે. આ એક સરળ ઝંઝટ વિનાનો હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન છે જે પોકેટ ફ્રેન્ડલી પ્રીમિયમ પર બધા મૂળભૂત કવરેજ આપે છે.

માતાપિતા માટે માય: હેલ્થ સુરક્ષા સિલ્વર હેલ્થ ઇન્શ્યોરન્સ શા માટે પસંદ કરવું?

  • રૂમ ભાડા પર કોઈ પ્રતિબંધો નથી
  • સુવિધા માટે હોમ હેલ્થ કેર
  • આયુર્વેદ, હોમિયોપેથી, યુનાની અને સિદ્ધ જેવી વૈકલ્પિક સારવાર પદ્ધતિઓ પણ કવર કરવામાં આવે છે
  • લગભગ 12,000+ કૅશલેસ હૉસ્પિટલો
  • હૉસ્પિટલાઇઝેશન, હૉસ્પિટલાઇઝેશનના પૂર્વ-પછીના ખર્ચ કવર કરવામાં આવે છે.

તમામ આત્મવિશ્વાસી અને આત્મનિર્ભર મહિલાઓ માટે,

માય: વિમેન હેલ્થ સુરક્ષા સિલ્વર હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનની ભલામણ

અમે માય:હેલ્થ વિમેન સુરક્ષા ડિઝાઇન કર્યું છે

મહિલાઓ સંબંધિત 41 ગંભીર બીમારીઓ, હૃદય રોગો અને કેન્સર કવરની કાળજી લેવા માટે.

માય:હેલ્થ વિમેન સુરક્ષા શા માટે પસંદ કરવું?

  • લમ્પસમનો લાભ ઑફર કરે છે
  • નાની બીમારીનો ક્લેઇમ ચૂકવ્યા પછી પણ ચાલુ રહે છે.
  • લગભગ તમામ મહિલાઓ સંબંધિત બીમારીઓને શામેલ કરે છે.
  • પ્રીમિયમ ખુબજ વ્યાજબી છે.
  • વૈકલ્પિક કવર જેમ કે નોકરીનું નુકસાન, ગર્ભાવસ્થા અને નવજાત બાળકની જટિલતાઓ અને નિદાન પછી સહયોગ.

ભલે તે લાંબી સારવાર અથવા ફાઇનાન્શિયલ જરૂરિયાતોને કારણે હોય તમારા જીવનને અટકાવવા માટે એક ગંભીર બીમારી જ પૂરતી છે. અમે તમને તબીબી ખર્ચને કવર કરવામાં મદદ કરીએ છીએ જેથી તમે માત્ર રિકવર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરો.

ક્રિટિકલ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન

અમે તમને ક્રિટિકલ ઇલનેસ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદવાની ભલામણ કરીએ છીએ

15 મુખ્ય ગંભીર બીમારીઓ સુરક્ષિત કરવા માટે, જેમાં સ્ટ્રોક, કેન્સર, કિડની-લિવર નિષ્ફળતા અને ઘણી બધી શામેલ છે.

એચડીએફસી અર્ગો ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ શા માટે પસંદ કરવું?

  • એક જ ટ્રાન્ઝૅક્શનમાં સામટી રકમની ચુકવણી
  • નોકરી જવાના નુકસાનના કિસ્સામાં સપોર્ટ કરવામાં મદદ કરે છે
  • તમે તમારા ઋણ માટે ચુકવણી કરી શકો છો અને ફાઇનાન્શિયલ જવાબદારીઓ પૂરી કરી શકો છો.
  • ટૅક્સ બેનિફિટ.

હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદવા માટે શું હું પાત્ર છું

હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદવાનું વિચારતી વખતે, પાત્રતા, આવશ્યક મેડિકલ ટેસ્ટ અને ઉંમરના માપદંડ વિશે સામાન્ય પ્રશ્નો ઉદ્ભવે છે. જો કે, આજકાલ ઑનલાઇન ખરીદી કરતા પહેલાં, ભારતમાં કોઈ ચોક્કસ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન માટે તમારી પાત્રતા તપાસવી સરળ છે.
મેડિક્લેમ પૉલિસી ખરીદતી વખતે, તમારી દરેક પહેલાંથી હોય તે સ્વાસ્થ્ય સમસ્યાઓ જાહેર કરવી જરૂરી છે. આમાં ગંભીર રોગો, જન્મની ખામીઓ, સર્જરીઓ અથવા કેન્સરનો સમાવેશ થાય છે, માત્ર ફ્લુ અથવા માથાના દુખાવા જેવી સામાન્ય બીમારીઓ સમાવિષ્ટ નથી. આમ કરવામાં નિષ્ફળ થવાથી અમુક સમસ્યાઓ કવરેજમાંથી કાયમી ધોરણે બાકાત રાખવામાં આવી શકે છે, અથવા તેમને વેટિંગ પીરિયડ અથવા અતિરિક્ત પ્રીમિયમ સાથે કવર કરવામાં આવે છે. સંપૂર્ણ કવરેજ સુનિશ્ચિત કરવા માટે કોઈપણ પહેલાંથી હાજર સમસ્યાઓ વિશે તમારી ઇન્શ્યોરન્સ કંપનીને જાણ કરવી મહત્વપૂર્ણ છે.

હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદવા માટે તમારી પાત્રતા નક્કી કરનાર મુખ્ય પરિબળો

1

અગાઉની તબીબી સ્થિતિઓ / પહેલેથી હોય તેવી બીમારીઓ

મેડિક્લેમ પૉલિસી ખરીદતી વખતે, તમારે તમારી પહેલેથી હાજર બધી બીમારીઓ જાહેર કરવા માટે પૂરતા પ્રામાણિક રહેવું પડશે. આ બીમારીઓમાં તમને થતો સામાન્ય તાવ, ફ્લુ અથવા માથાનો દુખાવો હોય તે જરૂરી નથી. જોકે, ભૂતકાળમાં જો તમને કોઈપણ રોગ, જન્મથી ખામીઓ હોય, સર્જરી થઈ હોય અથવા કોઈપણ ગંભીર કેન્સરનું નિદાન કરવામાં આવ્યું હોય તો તમારી મેડિકલ ઇન્શ્યોરન્સ કંપનીને તે અંગે જાણ કરવું મહત્વપૂર્ણ છે. કારણ કે, ઘણી બીમારીઓ કાયમી બાકાત હેઠળ સૂચિબદ્ધ છે, કેટલીક પ્રતીક્ષા અવધિ સાથે કવર કરવામાં આવે છે અને કેટલીક અન્યને પ્રતીક્ષા અવધિ સાથે વધારાના પ્રીમિયમ ચાર્જ કરીને કવર કરવામાં આવે છે. આ પણ વાંચો: હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદતી વખતે શું તમારે પહેલેથી હોય તેવી બીમારીઓ જાહેર કરવી જોઈએ?

2

ઉંમર

જો તમારી ઉંમર 18 વર્ષથી વધુ હોય, તો તમે તમારા માટે સરળતાથી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદી શકો છો. અમે નવજાત બાળકોને પણ કવર કરીએ છીએ પરંતુ તેના માતાપિતા પાસે અમારી કંપનીની મેડિક્લેમ ઇન્શ્યોરન્સ પૉલિસી હોવી જરૂરી છે. જો તમે વરિષ્ઠ નાગરિક છો, તો તમે 65 વર્ષની ઉંમર સુધીનો ઇન્શ્યોરન્સ મેળવી શકો છો. આ પણ વાંચો : શું હેલ્થ ઇન્શ્યોરન્સ મેળવવા માટે કોઈ ઉંમર મર્યાદા છે?

હેલ્થ ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદો – માત્ર થોડી ક્લિકમાં પોતાને સુરક્ષિત કરો

કોઈપણ સમયે, ક્યાંય પણથી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદો

સુવિધા

જ્યારે તમે રાહ જુઓ અને કોઈને આવીને તમને ખરીદીનો નિર્ણય લેવા માટે પૉલિસીની વિગતો સમજાવે, તે દિવસો હવે વીતી ગયા છે. દુનિયા પર છવાયેલા ડિજિટલ ટ્રેન્ડ સાથે, વિશ્વભરમાં કોઈપણ સ્થળેથી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદવાથી તમને સમય, ઉર્જા અને પ્રયત્ન બચાવવામાં મદદ મળે છે.

સુરક્ષિત ચુકવણી પદ્ધતિ

સુરક્ષિત ચુકવણી પદ્ધતિઓ

તમારે તમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન માટે કૅશ અથવા ચેકમાં પ્રીમિયમ ચૂકવવાની જરૂર નથી! ડિજિટલ રીત અપનાવો! બહુવિધ સુરક્ષિત ચુકવણી પદ્ધતિઓ દ્વારા ઑનલાઇન ચુકવણી કરવા માટે માત્ર તમારા ક્રેડિટ/ડેબિટ કાર્ડ અથવા નેટ બેંકિંગ સેવાઓનો ઉપયોગ કરો.

ત્વરિત ક્વોટેશન અને પૉલિસી જારી કરવામાં આવે છે

ત્વરિત ક્વોટેશન અને પૉલિસી જારી કરવામાં આવે છે

તમે ઑનલાઇન હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદવા માટે તમારી આંગળીઓના ટેરવે ઑનલાઇન પ્રીમિયમની ગણતરી કરી શકો, સભ્યોને ઉમેરી અથવા કાઢી શકો, પ્લાનને કસ્ટમાઇઝ કરી શકો અને કવરેજ ચેક કરી શકો છો.

 ત્વરિત પૉલિસી ડૉક્યુમેન્ટ મેળવો

અહી જે દેખાય છે, તે જ મળે છે

હવે તમારે ફિઝિકલ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીના ડૉક્યુમેન્ટ માટે રાહ જોવાની જરૂર નથી. તમે જેવી ઑનલાઇન પ્રીમિયમની ચુકવણી કરો છો કે તરત જ તમારી પૉલિસીની PDF કૉપી તમને ઇ-મેઇલમાં મોકલવામાં આવે છે અને તમને થોડી સેકંડમાં તમારી પૉલિસી મળે છે.

ત્વરિત ક્વોટેશન અને પૉલિસી જારી કરવામાં આવે છે

વેલનેસ અને વેલ્યૂ એડેડ સેવાઓ તમારી આંગળીના ટેરવે

અમારી માય:હેલ્થ સર્વિસેજ મોબાઇલ એપ્લિકેશનમાં તમારા પૉલિસી દસ્તાવેજો, બ્રોશર વગેરે મેળવો. ઑનલાઇન કન્સલ્ટેશન બુક કરવા, તમારા આહારમાં લેવાતી કેલરીનું ધ્યાન રાખવા અને તમારા BMI નું પણ ધ્યાન રાખવા માટે અમારી વેલનેસ એપ્લિકેશન ડાઉનલોડ કરો.

હેલ્થ ઇન્શ્યોરન્સ ઑનલાઇન કેવી રીતે ખરીદવો?

શ્રેષ્ઠ હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદવાની સૌથી સરળ અને સૌથી સુવિધાજનક રીત ઑનલાઇન ખરીદવાની તમે એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ઑનલાઇન કેવી રીતે ખરીદી શકો છો તે અહીં આપેલ છે:

  • એચડીએફસી અર્ગોના હેલ્થ ઇન્શ્યોરન્સ પેજની મુલાકાત લો.
  • ઉપર જમણે, તમને ફોર્મ જોવા મળશે. તેમાં તમારી મૂળભૂત માહિતી જેમ કે સંપર્કની વિગતો, પ્લાનનો પ્રકાર વગેરે લખો. પછી પ્લાન જુઓ બટન પર ક્લિક કરો
  • એકવાર તમે પ્લાન જોયા પછી, પસંદગીની સમ ઇન્શ્યોર્ડ, પૉલિસીની શરતો અને અન્ય માહિતી પસંદ કરીને તમારી પૉલિસીને કસ્ટમાઇઝ કરો.
  • ઑનલાઇન ચુકવણી પદ્ધતિ પસંદ કરો અને અમારા સુરક્ષિત પેમેન્ટ ગેટવે દ્વારા ચુકવણી કરો.
અમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમના દરો જુઓ
ઑપ્ટિમા સિક્યોરના બેજોડ લાભો અનલૉક કરો. અમારા પ્રીમિયમ દરો જુઓ

મેડિક્લેમ પૉલિસી શું છે?

મેડિક્લેમ ઇન્શ્યોરન્સ

મેડિક્લેમ પૉલિસી એક પ્રકારનો ઇન્શ્યોરન્સ છે જે તબીબી ખર્ચ માટે ફાઇનાન્શિયલ કવરેજ પ્રદાન કરે છે. આ પૉલિસી રૂમ શુલ્ક, દવાઓ અને અન્ય સારવારના ખર્ચ સહિતના તમામ હૉસ્પિટલાઇઝેશન ખર્ચને કવર કરે છે. જો કે, મેડિક્લેમ પૉલિસીમાં સમ ઇન્શ્યોર્ડ રકમ, હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનની તુલનામાં મર્યાદિત છે. તમને પ્રાપ્ત થયેલ કવરેજની રકમ તમે પસંદ કરેલી સમ ઇન્શ્યોર્ડ રકમ પર આધારિત છે, જે સામાન્ય રીતે થોડા લાખ સુધીની હોય છે. ક્લેઇમ દરમિયાન, કેટલાક કિસ્સાઓમાં, તમારે ભરપાઈ કરવા માટે હૉસ્પિટલના બિલ અથવા ડિસ્ચાર્જ રિપોર્ટ જેવા ખર્ચનો પુરાવો પ્રદાન કરવાની જરૂર પડી શકે છે.
મેડિક્લેમ ઇન્શ્યોરન્સ, હેલ્થ ઇન્શ્યોરન્સની જેમ જ હેલ્થકેર ખર્ચ માટે ફાઇનાન્શિયલ કવરેજ પ્રદાન કરે છે. જો કે, મેડિક્લેમ પૉલિસી હેઠળ, તમારે સામાન્ય રીતે લાભો પ્રાપ્ત કરવા માટે હૉસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડે છે. આનો અર્થ એ છે કે તમે ખરેખર હૉસ્પિટલમાં દાખલ થયા વિના હોમ હેલ્થકેર લાભો પ્રાપ્ત કરી શકતા નથી. વધુમાં, મેડિક્લેમ પૉલિસીઓ સામાન્ય રીતે પરિવારના સભ્યોને ઉમેરવા, સમ ઇન્શ્યોર્ડ વધારવા અથવા જરૂર મુજબ અતિરિક્ત લાભો ઉમેરવાની સુવિધા પ્રદાન કરતી નથી. એકંદરે, મેડિક્લેમ પૉલિસીઓ સામાન્ય રીતે કસ્ટમાઇઝ કરી શકાતી નથી. આ પણ વાંચો: હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી અને મેડિક્લેમ વચ્ચેનો તફાવત જાણો.

ભારતમાં શ્રેષ્ઠ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન દ્વારા ઑફર કરવામાં આવતી વિશેષતાઓ અને લાભો

જ્યારે હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદવાની વાત આવે છે ત્યારે બજારમાં ઘણા બધા વિકલ્પો ઉપલબ્ધ છે, પરંતુ ભારતમાં શ્રેષ્ઠ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન પસંદ કરવો એ તમારા હાથમાં છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે શા માટે કેટલાક ઇન્શ્યોરન્સ પ્લાનનું પ્રીમિયમ વધુ અને કવરેજ ઓછું હોય છે, જ્યારે કેટલાકમાં કવરેજ વધુ હોય છે પરંતુ ક્લેઇમ સેટલમેન્ટ રેશિયો ઓછો હોય છે? વ્યાપક કવરેજ સાથે વ્યાજબી પ્રીમિયમ હોય તેવો હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન શોધવું આદર્શ છે, જે તમે ઑનલાઇન શોધી શકો છો. શ્રેષ્ઠ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાં આટલું જરૂરથી હોવું જોઈએ:

1

હૉસ્પિટલોનું વિશાળ નેટવર્ક

જ્યારે તમને નેટવર્ક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે ત્યારે તમારી ક્લેઇમ પ્રક્રિયા ખૂબ સરળ અને ઝડપી બની જાય છે. હંમેશા તપાસો કે ઇન્શ્યોરન્સ કંપની પાસે હૉસ્પિટલનું નેટવર્ક વિશાળ છે. જો ઇન્શ્યોરન્સ કંપની દ્વારા નજીકની હૉસ્પિટલ અથવા તબીબી સુવિધા સૂચિબદ્ધ હોય તો તે તમને કૅશલેસ સારવાર મેળવવામાં મદદ કરશે.

2

કૅશલેસ હૉસ્પિટલાઇઝેશનની સુવિધા

ધરાવીએ છીએ કૅશલેસ હેલ્થ ઇન્શ્યોરન્સ આજના સમયમાં ભારતમાં હોવું જરૂરી છે. તમારે બિલ વિશે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે હૉસ્પિટલ અને ઇન્શ્યોરન્સ કંપની પરસ્પર રીતે તેનું સેટલમેન્ટ કરે છે.

3

સારો ક્લેઇમ સેટલમેન્ટ રેશિયો

જ્યારે ક્લેઇમ સતત નકારવામાં આવતા હોય ત્યારે હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી હોવાનો શું ઉપયોગ છે? તેથી ભારતમાં શ્રેષ્ઠ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાં એક સારો ક્લેમ સેટલમેન્ટ રેશિયો હોવો જરૂરી છે.

4

સમ ઇન્શ્યોર્ડની વિવિધ શ્રેણી

પસંદ કરવા માટે સમ ઇન્શ્યોર્ડના વિવિધ વિકલ્પો હોવાથી તમે તમારી જરૂરિયાતના આધારે રકમ પસંદ કરી શકો છો. તમારી સમ ઇન્શ્યોર્ડ મેડિકલ ઈમર્જન્સીના સમયે તમને સપોર્ટ કરવા માટે સક્ષમ હોવી જોઈએ.

5

કસ્ટમર રિવ્યૂ

શ્રેષ્ઠ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીની બધા ગ્રાહકો દ્વારા ખૂબ જ ભલામણ કરવામાં આવે છે કારણ કે તેઓ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનને નોંધપાત્ર રિવ્યૂ અને રેટિંગ આપે છે. શ્રેષ્ઠ નિર્ણય લેવા માટે તમારે ઑનલાઇન ઉપલબ્ધ રેટિંગ અને સમીક્ષાઓ પર ધ્યાન આપવું આવશ્યક છે.

6

હોમ કેર સુવિધા

તબીબી વિજ્ઞાને ઘણી પ્રગતિ કરી છે, અને વિવિધ રોગોની સારવાર ઘરે કરી શકાય છે. તેથી, ભારતમાં શ્રેષ્ઠ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાં હોમ કેર સુવિધા હોવી આવશ્યક છે કારણ કે તેમાં ઘરે થયેલા તબીબી ખર્ચને પણ આવરી લેવામાં આવે છે.

હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ડૉક્યુમેન્ટ

બ્રોશર ક્લેઇમ ફોર્મ પૉલિસીની શબ્દાવલી
વિવિધ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન વિશેની મુખ્ય વિશેષતાઓ અને લાભો મેળવો. એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી કવર વિશે વધુ જાણવા માટે હેલ્થ કેટેગરીની મુલાકાત લો. શું તમારા હેલ્થ ઇન્શ્યોરન્સનો ક્લેઇમ કરવા માંગો છો? હેલ્થ પૉલિસી ક્લેઇમ ફોર્મ ડાઉનલોડ કરો અને ઝડપી ક્લેઇમ મંજૂરી અને સેટલમેન્ટ માટે જરૂરી વિગતો ભરો. હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન હેઠળના નિયમો અને શરતો વિશે વધુ જાણવા માટે, કૃપા કરીને પૉલિસી નિયમાવલી જુઓ. એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સ દ્વારા ઑફર કરવામાં આવતા કવરેજ અને વિશેષતાઓ વિશે વધુ વિગતો મેળવો.
શું મેડિકલ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદવા માંગો છો?
આ નવા વર્ષમાં સકારાત્મક ફેરફાર કરો!

હેલ્થ ઇન્શ્યોરન્સની શરતો વિશે તમારે જાણવાની જરૂર છે

1

આશ્રિત

હેલ્થ ઇન્શ્યોરન્સમાં આશ્રિત એટલે એક વ્યક્તિ જે પૉલિસીધારક સાથે સંબંધિત છે. ઇન્શ્યોરન્સ લેનાર વ્યક્તિ તેમના હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાં હેલ્થ ઇન્શ્યોરન્સ કવરેજ પ્રદાન કરવા માંગતા હોય તેવા કોઈપણ પરિવારના સભ્યને આશ્રિત તરીકે શામેલ કરી શકાય છે. સરળ શબ્દોમાં, આશ્રિત એક એવી વ્યક્તિ છે જે ઇન્શ્યોરન્સ લેનાર વ્યક્તિના પરિવારના સભ્ય અથવા સંબંધી છે.

2

કપાતપાત્ર

હેલ્થ ઇન્શ્યોરન્સના આ ઘટકથી તમારું પૉલિસી પ્રીમિયમ ઘટાડી શકાય છે, પરંતુ તેનો અર્થ એ પણ છે કે તમારે ઇન્શ્યોરન્સ ક્લેઇમ સમયે એક નિશ્ચિત રકમ ચૂકવવી પડશે. તેથી, કપાતપાત્ર કલમ માટે પૉલિસી ડૉક્યૂમેન્ટ વાંચો અને જ્યાં સુધી તમે સારવારના ખર્ચને વહન કરવા માટે તૈયાર નથી, ત્યાં સુધી તેને શામેલ ન કરનાર ડૉક્યૂમેન્ટ પસંદ કરો.

3

વીમા રકમ

સમ ઇન્શ્યોર્ડ એ એક એવી નિશ્ચિત રકમ છે જે પૉલિસીધારક અને વીમા કંપની વચ્ચે નક્કી કરવામાં આવેલ હોય છે. ઇન્શ્યોરન્સ કંપની મેડિકલ ઇમર્જન્સીના કિસ્સામાં ઉક્ત રકમની ચુકવણી કરશે. આ હેલ્થ ઇન્શ્યોરન્સમાં એકસામટી રકમનો લાભ છે અને તેનો ઉપયોગ મુખ્ય મેડિકલ ઇવેન્ટ સંબંધિત કોઈપણ ઇમર્જન્સીના ખર્ચની ચુકવણી કરવા માટે કરી શકાય છે. આ રકમનો ઉપયોગ સારવારના ખર્ચને આવરી લેવા અથવા આશ્રિત લોકો માટે કેટલીક રકમ બચાવવા માટે કરી શકાય છે.

4

કૉ-પેમેન્ટ

કેટલાક હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાં કો-પેમેન્ટ અથવા કો-પેની જોગવાઈ હોય છે. આ પૉલિસીધારકને હેલ્થકેર સર્વિસ પ્રાપ્ત કરતા પહેલાં ઇન્શ્યોરન્સ કંપનીને ચુકવણી કરવી પડતી રકમની નિશ્ચિત ટકાવારી છે. આ રકમ પૂર્વ-નિર્ધારિત હોય છે અને પૉલિસીની નિયમાવલીમાં તેનો ઉલ્લેખ કરવામાં આવેલ હોય છે, દા.ત. જો કોઈ ક્લેઇમના સમયે 20% કો-પેમેન્ટ કરવા માટે સંમત થાય, તો દરેક વખતે મેડિકલ સર્વિસનો લાભ લેવામાં આવે, તો તેમણે તે રકમ ચૂકવવી પડશે.

5

ક્રિટિકલ ઇલનેસ

ગંભીર બીમારીઓથી થતી તબીબી સ્થિતિઓનો અર્થ કેન્સર, કિડની ફેલ્યોર અને કાર્ડિયોવાસ્ક્યુલર રોગો જેવા જીવલેણ તબીબી રોગો છે. આ બીમારીઓને કવર કરતા અલગ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન્સ છે. તેઓને રાઇડર અથવા ઍડ-ઓન કવર તરીકે પણ ખરીદી શકાય છે.

6

અગાઉથી હોય તેવા રોગ

COPD, હાઇપરટેન્શન, ડાયાબિટીસ, કિડનીની સમસ્યાઓ, કાર્ડિયોવાસ્ક્યુલર સમસ્યાઓ અને અન્ય મુખ્ય રોગો જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓને હેલ્થ ઇન્શ્યોરન્સના સંદર્ભમાં જોખમના પરિબળો માનવામાં આવે છે. ઉપર જણાવ્યા મુજબ પહેલેથી હાજર તબીબી પરિસ્થિતિઓવાળા દર્દીઓને વધુ જોખમી માનવામાં આવે છે અને તેથી તેનું વધુ પ્રીમિયમ લેવામાં આવે છે.

અહીં એચડીએફસી અર્ગો દ્વારા - ગંભીરતાથી મદદરૂપ.

અહીં એચડીએફસી અર્ગો દ્વારા

શું તમે તમારી શંકા દૂર કરવા માટે અલગ-અલગ લોકો પાસે જઈને કંટાળી ગયા છો?? જો અમે તમને કહીએ કે એક ઉપાય છે જે તમને જીવનમાં વધુ સારા નિર્ણયો લેવામાં મદદ કરી શકે છે.

 

Here. App ની ટોચની સ્વાસ્થ્ય સુવિધાઓ

પ્રચલિત હેલ્થકેર કન્ટેન્ટ

પ્રચલિત હેલ્થકેર કન્ટેન્ટ

વિશ્વભરના આરોગ્ય સંભાળ નિષ્ણાતો અને ડૉકટર દ્વારા બનાવવામાં આવેલ આરોગ્ય વિષયો પર ચકાસાયેલ લેખો અને વિડીયોને ઍક્સેસ કરો.

દવાઓ અને નિદાન પરીક્ષણો પર વિશેષ છૂટ

દવાઓ અને નિદાન પરીક્ષણો પર વિશેષ છૂટ

પાર્ટનર ઇ-ફાર્મસીઓ અને નિદાન કેન્દ્રોની વિવિધ ઑફર સાથે હેલ્થકેરને વ્યાજબી બનાવો.

હાલમાં એવી સર્જરી દ્વારા કરવામાં આવેલ કોઈની સાથે વાત કરો

હાલમાં એવી સર્જરી દ્વારા કરવામાં આવેલ કોઈની સાથે વાત કરો

સમાન તબીબી અનુભવ દ્વારા પસાર થયેલા વેરિફાઇડ સ્વયંસેવકો સાથે જોડાઓ.

હેલ્થ ઇન્શ્યોરન્સ રિવ્યૂ અને રેટિંગ

4.4/5 સ્ટાર
મૂલ્યાંકન

અમારા કસ્ટમરએ અમને રેટિંગ આપેલ છે

slider-right
quote-icons
male-face
સાકેત શર્મા

ઑપ્ટિમા સિક્યોર ફેમિલી ફ્લોટર

જાન્યુઆરી 2025

ગુરુગ્રામ / હરિયાણા

હું એચડીએફસી અર્ગોના હેલ્થ ઇન્શ્યોરન્સ સલાહકાર ઝીશાન કાઝી (EMP ID: 19004) ની તેમણે પ્રદાન કરેલી શ્રેષ્ઠ સર્વિસ માટે પ્રશંસા કરું છું. મારી હેલ્થ ઇન્શ્યોરન્સની ખરીદી દરમિયાન તેમણે મને માર્ગદર્શન આપતી વખતે ખૂબ જ ધીરજ, વ્યાવસાયિકતા અને સમર્પણ દર્શાવ્યું હતું. ઝીશાને મારા પ્રશ્નોને ખૂબ જ કાળજીપૂર્વક સંભાળ્યા હતા, તેમજ મારી ચિંતાઓને શાંતિથી અને કાર્યક્ષમ રીતે ઉકેલવાની તેમની ક્ષમતા પ્રભાવશાળી હતી. તેમણે ખરેખર આ અનુભવને સરળ બનાવવા માટે બનતા તમામ પ્રયત્નો કર્યા હતા. હું માનું છું કે તેઓ તમારી ટીમ માટે એક મૂલ્યવાન સંપત્તિ છે અને તેઓ તેમની ભૂમિકામાં શ્રેષ્ઠતા જાળવી રાખશે

quote-icons
male-face
અરુણ એ

એચડીએફસી ઈન્ડિવિજ્યુઅલ એનર્જી મેડિકલ ઇન્શ્યોરન્સ પ્લાન

ડિસેમ્બર 2024

મને મારી માતા માટે એચડીએફસી ઈન્ડિવિજ્યુઅલ એનર્જી મેડિકલ ઇન્શ્યોરન્સ પ્લાન મેળવવામાં મદદ કરવા શ્રી કમલેશ કે (કર્મચારી ID: 24668) દ્વારા પ્રદાન થયેલ ઉત્કૃષ્ટ સર્વિસ માટે, હું મારી પ્રામાણિક પ્રશંસા વ્યક્ત કરવા માટે આ લખું છું. છેલ્લા બે મહિના દરમિયાન, શ્રી કમલેશે અસાધારણ વ્યાવસાયિકતા અને સમર્પણ દર્શાવ્યું છે. તેમણે આખી પ્રક્રિયામાં મને ધીરજપૂર્વક માર્ગદર્શન આપ્યું, મારા તમામ પ્રશ્નોના તાત્કાલિક જવાબ આપ્યા, અને તેઓ સતત મારા સંપર્કમાં રહ્યા. ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ વિશે તેમની સંપૂર્ણ જાણકારી અને કસ્ટમર સર્વિસ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને કારણે આ પ્રક્રિયા ખૂબ જ સરળ અને ઝંઝટ-મુક્ત બની. કૃપા કરીને મારા વતી શ્રી કમલેશનો આભાર વ્યક્ત કરશો. કસ્ટમર સર્વિસના આટલા ઉચ્ચ ધોરણો જાળવવા બદલ આભાર.

quote-icons
male-face
નિલાંજન કાલા

ઑપ્ટિમા સુપર સિક્યોર 

ડિસેમ્બર 2024

દક્ષિણ દિલ્હી, દિલ્હી

હું શ્રી અરવિંદનો હૃદયપૂર્વક આભાર માનું છું કે જેમણે મારી ખરીદીની યાત્રા દરમિયાન ખૂબ મદદ કરી અને મને મારા ઇન્શ્યોરન્સ પ્રદાતા તરીકે એચડીએફસી અર્ગોને પસંદ કરવામાં મદદ કરી. તેમણે પારદર્શિતા અને પ્રામાણિકતા સાથે દરેક નાની નાની વિગતો સમજાવી. તેમના માર્ગદર્શનને કારણે જ મને 3 વર્ષ માટે 50 લાખનું કવર મેળવવાનો નિર્ણય લેવામાં મદદ મળી. અમે તેમના કાર્યમાં ખૂબ આત્મવિશ્વાસ દર્શાવ્યો અને મારે કહેવું જોઈએ કે, તેઓ એક પ્રભાવશાળી સેલ્સમેન છે.

quote-icons
male-face
સંદીપ આંગડી 

ઑપ્ટિમા સુપર સિક્યોર

ડિસેમ્બર 2024

બેંગાલુરું, કર્ણાટક

હું શહેનાઝ બાનોનો હૃદયપૂર્વક આભાર માનું છું. હું મારી પૉલિસીને મેળવવામાં તેમની મદદ બદલ હું ખરેખર આભારી છું. પ્લાન વિશે તેમનું જ્ઞાન ખૂબ જ સારું છે. પૉલિસી ખરીદતા પહેલાં, તેમણે સ્પષ્ટતા સાથે પ્લાનની વિગતો સમજાવી હતી. હું ઈચ્છું છું કે તેમના સુપરવાઇઝર તેમના પ્રયત્નો વિશે જાણે. સારું કામ ચાલુ રાખો. આભાર!

quote-icons
male-face
મયૂરેશ અભ્યંકર 

ઑપ્ટિમા સિક્યોર

ડિસેમ્બર 2024

મુંબઈ, મહારાષ્ટ્ર

હું તમારી ટીમના સભ્ય પુનીત કુમાર દ્વારા મારો ઇન્શ્યોરન્સ મેળવવામાં મદદ કરવા માટે લેવામાં આવેલા પ્રયત્નો પર પ્રકાશ પાડવા માંગુ છું. તેઓ મારી સાથે 2 કલાક માટે કૉલ પર હતા અને મને સંપૂર્ણ પ્રક્રિયા સમજાવી તથા વિવિધ પૉલિસીઓ વિશે વિગતવાર માહિતી પ્રદાન કરી, જેથી મને મારી જરૂરિયાતો માટે યોગ્ય પૉલિસી પસંદ કરવામાં મદદ મળે. તેમણે તે જ કૉલ પર ડીલ પાક્કી કરવા માટે કોઈ કસર છોડી નહોતી. મને લાગે છે કે તેઓ પગાર વધારા અને પ્રમોશનને લાયક છે. પુનીત, આગળ વધતા રહો અને તમારા ભવિષ્યના સાહસો બદલ શુભેચ્છાઓ.

quote-icons
male-face
સનૂબ કુમાર 

ઑપ્ટિમા સિક્યોર

ડિસેમ્બર 2024

બેંગાલુરું, કર્ણાટક

હું શ્રી મોહમ્મદ અલી પ્રત્યે મારી નિષ્ઠાપૂર્વક પ્રશંસા વ્યક્ત કરવા માટે લખું છું, જેમણે મારા પરિવાર (જે મારી સૌથી મહત્વપૂર્ણ પ્રાથમિકતા છે) માટે એચડીએફસી અર્ગોનું હેલ્થ ઇન્શ્યોરન્સ કવરેજ મેળવવામાં અમૂલ્ય સહાય પ્રદાન કરી. સંપૂર્ણ પ્રક્રિયા દરમિયાન તેમની કુશળતા અને માર્ગદર્શન ખરેખર અસાધારણ હતા. તેમણે ધીરજપૂર્વક વિવિધ પ્લાન સમજાવ્યા, મારા બધા પ્રશ્નોના પૂર્ણપણે જવાબ આપ્યા, અને દરેક પૉલિસીની ઝીણવટભરી બાબતો સમજવામાં મને મદદ કરી. તેમના પ્રયાસોને કારણે, મને હવે વિશ્વાસ છે કે મારો પરિવાર કોમ્પ્રિહેન્સિવ એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સ કવરેજ સાથે સારી રીતે સુરક્ષિત છે.

quote-icons
male-face
વિજય કુમાર સુખલેચા

ઑપ્ટિમા સિક્યોર

ડિસેમ્બર 2024

બેંગાલુરું, કર્ણાટક

હું થોડો સમય કાઢીને શુભમની પ્રશંસા કરવા માગું છું. હું ખરેખર તેમની વિષય વિશેની ઊંડાણપૂર્વકની જાણકારી અને તમામ પ્રશ્નોના જવાબ આપવામાં તેમની ધીરજની પ્રશંસા કરું છું, પછી ભલે મેં તેમના પ્રતિસાદોની ચકાસણી કરવા માટે કેટલાક પ્રશ્નોનું પુનરાવર્તન કર્યું હતું. તેઓ એચડીએફસી પરિવાર માટે એક મૂલ્યવાન સંપત્તિ છે, અને હું તેમને ઉજ્જવળ અને સફળ કારકિર્દીની શુભેચ્છા પાઠવું છું.

quote-icons
male-face
બટ્ટા મહેન્દ્ર

ઑપ્ટિમા સિક્યોર

ડિસેમ્બર 2024

અનંતપુર, આંધ્ર પ્રદેશ

હું અરવિંદનો એચડીએફસી અર્ગો દ્વારા ઑફર કરવામાં આવતી વિવિધ પૉલિસીઓ વિશે તેમના સ્પષ્ટીકરણ અને જ્ઞાન બદલ ખૂબ આભારી છું. તેમની તુલના દ્વારા મને યોગ્ય પૉલિસી પસંદ કરવામાં ઘણી મદદ મળી છે. હવે હું એચડીએફસી ઑપ્ટિમા સિક્યોરની ખરીદી કરું છું.

સ્લાઇડર-ડાબી બાજુએ

લેટેસ્ટ હેલ્થ ઇન્શ્યોરન્સ બ્લૉગ વાંચો

slider-right
Why India’s Air Pollution is a Serious Problem

Why India’s Air Pollution is a Serious Problem

વધુ જાણો
14 ફેબ્રુઆરી 2025 ના રોજ પ્રકાશિત
TB Prevention in India: How India is Controlling the Menace

TB Prevention in India: How India is Controlling the Menace

વધુ જાણો
14 ફેબ્રુઆરી 2025 ના રોજ પ્રકાશિત
₹1 Crore Health Insurance Plan: Porting with Same Premium

₹1 Crore Health Insurance Plan: Porting with Same Premium

વધુ જાણો
14 ફેબ્રુઆરી 2025 ના રોજ પ્રકાશિત
Understanding Janani Suraksha Yojana: Benefits, Eligibility and Impact

Understanding Janani Suraksha Yojana: Benefits, Eligibility and Impact

વધુ જાણો
14 ફેબ્રુઆરી 2025 ના રોજ પ્રકાશિત
Is Epilepsy Covered Under Health Insurance?

Is Epilepsy Covered Under Health Insurance?

વધુ જાણો
14 ફેબ્રુઆરી 2025 ના રોજ પ્રકાશિત
સ્લાઇડર-ડાબી બાજુએ

લેટેસ્ટ હેલ્થ ન્યૂઝ

slider-right
Screening For Cervical Cancer Should Be An Integral Part of The Ayushman Arogya Mandirs, Says Minister2 મિનિટ વાંચો

Screening For Cervical Cancer Should Be An Integral Part of The Ayushman Arogya Mandirs, Says Minister

કેન્દ્રીય સ્વાસ્થ્ય રાજ્ય મંત્રી પ્રતાપરાવ જાધવ મુજબ, ભારતમાં સર્વાઇકલ કૅન્સરને કારણે થતા મૃત્યુની અંદાજિત સંખ્યા 2022 માં 34,806, 2021 માં 33,938, 2020 માં 33,095 અને 2019 માં 32,246 હતી. ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ-નેશનલ કૅન્સર રજિસ્ટ્રી પ્રોગ્રામ (ICMR-NCRP) દ્વારા પ્રદાન કરેલા તાજેતરના ડેટા મુજબ, 2023 માં દેશમાં સર્વાઇકલ કૅન્સરના કારણે થયેલ અંદાજિત મૃત્યુની સંખ્યા 35,691 હતી.

વધુ વાંચો
6 ફેબ્રુઆરી, 2025 ના રોજ પ્રકાશિત
Researchers Praise India’s Food Assistance Program2 મિનિટ વાંચો

Researchers Praise India’s Food Assistance Program

Malnutrition in India has been a long-standing problem. Recently researchers at UC Santa Barbara, the Indian Institute of Management and the University of Calgary examined the impacts of the world’s largest food assistance program to understand its effectiveness. Their results, published in the American Economic Journal, reveal health and economic benefits that reach far beyond the caloric content of the subsidized food.

વધુ વાંચો
6 ફેબ્રુઆરી, 2025 ના રોજ પ્રકાશિત
બજેટ 2025-26: સરકારે હેલ્થ સ્કીમમાં ગિગ (અસ્થાયી) કામદારોને શામેલ કર્યા2 મિનિટ વાંચો

બજેટ 2025-26: સરકારે હેલ્થ સ્કીમમાં ગિગ (અસ્થાયી) કામદારોને શામેલ કર્યા

The union finance minister Nirmala Sitharaman announced in her Budget speech on Saturday that gig workers will be provided healthcare under the government’s flagship health assurance scheme Ayushman Bharat Pradhan Mantri Jan Arogya Yojana (AB-PMJAY).

વધુ વાંચો
6 ફેબ્રુઆરી, 2025 ના રોજ પ્રકાશિત
HMPV ઍલર્ટ: સ્વાસ્થ્ય મંત્રીએ 5 અને 70 વર્ષની વચ્ચેના લોકો સૌથી વધુ સંવેદનશીલ હોવાની ચેતવણી આપી2 મિનિટ વાંચો

HMPV ઍલર્ટ: સ્વાસ્થ્ય મંત્રીએ 5 અને 70 વર્ષની વચ્ચેના લોકો સૌથી વધુ સંવેદનશીલ હોવાની ચેતવણી આપી

પાછલા કેટલાક દિવસોથી, દેશના કેટલાક ચોક્કસ ભાગમાંથી HMPV ના કેસ જોવા મળ્યા પછી દેશના લોકોની સામાજિક-ચેતના તણાવપૂર્ણ અને ચિંતાજનક રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે એ પણ ચેતવણી આપી હતી કે 5 અને 70 ઉંમર વચ્ચેના લોકો આ વાઇરસ માટે સૌથી વધુ સંવેદનશીલ છે. ચીનમાં થોડા દિવસો પહેલા રોગચાળો ફાટી નીકળ્યાની જાણ થયા બાદ અને કેટલાક રાજ્યોમાં કેસ મળી આવ્યા બાદ તણાવ ઉભો થયો હતો.

વધુ વાંચો
10 જાન્યુઆરી, 2025 ના રોજ પ્રકાશિત
અભ્યાસ કહે છે કે છેલ્લા ત્રણ વર્ષમાં લગભગ અડધા ભારતીય પૉલિસીધારકોએ હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમના અસ્વીકારનો સામનો કર્યો હતો2 મિનિટ વાંચો

અભ્યાસ કહે છે કે છેલ્લા ત્રણ વર્ષમાં લગભગ અડધા ભારતીય પૉલિસીધારકોએ હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમના અસ્વીકારનો સામનો કર્યો હતો

સોશિયલ મીડિયા પોર્ટલ અને સર્વે ફર્મ લોકલસર્કલ દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસ મુજબ, જેમણે છેલ્લા ત્રણ વર્ષોમાં ક્લેઇમ ફાઇલ કર્યા હતા તેઓએ કહ્યું કે તેમના ક્લેઇમ અમાન્ય કારણોસર નકારવામાં આવ્યા હતા અથવા આંશિક રીતે મંજૂર કરવામાં આવ્યા હતા. સર્વેક્ષણમાં એ પણ જાણવા મળ્યું છે કે 83% પ્રતિવાદીઓ માને છે કે ક્લેઇમની પ્રક્રિયા માટે હેલ્થ ઇન્શ્યોરરમાં પારદર્શક, વેબ-આધારિત કમ્યુનિકેશન સિસ્ટમનો અભાવ છે.

વધુ વાંચો
10 જાન્યુઆરી, 2025 ના રોજ પ્રકાશિત
બજેટ 2025 અપેક્ષાઓ: ઇન્શ્યોરન્સ સેક્ટર માટે શું છે?2 મિનિટ વાંચો

બજેટ 2025 અપેક્ષાઓ: ઇન્શ્યોરન્સ સેક્ટર માટે શું છે?

નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ સવારે 11:00 વાગ્યે લોકસભામાં કેન્દ્રીય બજેટ 2025 રજૂ કરવા માટે તૈયાર છે. આ ચર્ચા વચ્ચે, નાગરિકો અને ઉદ્યોગ જગતના નેતાઓ દેશને ટકાઉ વિકાસના માર્ગ પર આગળ ધપાવતા અનેક પગલાં જાહેરાત પર નજર રાખી રહ્યા છે. ઇન્શ્યોરન્સ સેક્ટર સત્ર પહેલાં એવા સુધારાઓ માટે આશાવાદી છે જે ભવિષ્યના માર્ગે ક્ષેત્રને આકાર આપી શકે છે.

વધુ વાંચો
10 જાન્યુઆરી, 2025 ના રોજ પ્રકાશિત
સ્લાઇડર-ડાબી બાજુએ

અમારી વેલનેસ ટિપ્સ સાથે તંદુરસ્ત રહો અને ફિટ રહો

slider-right
What are the Health Benefits of Ustrasana

What are the Health Benefits of Ustrasana

વધુ જાણો
12 ફેબ્રુઆરી, 2025 ના રોજ પ્રકાશિત
વાંચનનો અંદાજિત સમય: 3 મિનિટ
What are the Health Benefits of Uttanasana

What are the Health Benefits of Uttanasana

વધુ જાણો
12 ફેબ્રુઆરી, 2025 ના રોજ પ્રકાશિત
વાંચનનો અંદાજિત સમય: 3 મિનિટ
Apple Cider Vinegar Benefits for Skin

Apple Cider Vinegar Benefits for Skin

વધુ જાણો
12 ફેબ્રુઆરી, 2025 ના રોજ પ્રકાશિત
વાંચનનો અંદાજિત સમય: 3 મિનિટ
 Are Shingles Curable?

Are Shingles Curable?

વધુ જાણો
12 ફેબ્રુઆરી, 2025 ના રોજ પ્રકાશિત
વાંચનનો અંદાજિત સમય: 3 મિનિટ
Health Benefits of Foxtail Millet

Health Benefits of Foxtail Millet

વધુ જાણો
12 ફેબ્રુઆરી, 2025 ના રોજ પ્રકાશિત
વાંચનનો અંદાજિત સમય: 3 મિનિટ
Health Benefits of Garlic

Health Benefits of Garlic

વધુ જાણો
12 ફેબ્રુઆરી, 2025 ના રોજ પ્રકાશિત
વાંચનનો અંદાજિત સમય: 3 મિનિટ
Effective Acupressure Points for Anxiety Relief

Effective Acupressure Points for Anxiety Relief

વધુ જાણો
12 ફેબ્રુઆરી, 2025 ના રોજ પ્રકાશિત
વાંચનનો અંદાજિત સમય: 3 મિનિટ
સ્લાઇડર-ડાબી બાજુએ

હેલ્થ ઇન્શ્યોરન્સ વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો

હા, અલગ ઈન્ડિવિજ્યુઅલ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન હોવો મહત્વપૂર્ણ છે. તમારો એમ્પ્લોયી હેલ્થ ઇન્શ્યોરન્સ તમે સંસ્થામાં કામ કરો ત્યાં સુધી જ તબીબી ખર્ચને કવર કરે છે. એકવાર તમે કંપની છોડી દો પછી, તમારી પૉલિસીની મુદત સમાપ્ત થાય છે. તબીબી ફુગાવાને ધ્યાનમાં રાખીને, તમારી તબીબી જરૂરિયાતો મુજબ વ્યક્તિગત હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદવું મહત્વપૂર્ણ છે. ઉપરાંત, કોર્પોરેટ હેલ્થ પ્લાન એ તમામ કર્મચારીઓ માટે ડિઝાઇન કરેલ એક સામાન્ય પ્લાન છે.

હેલ્થ ઇન્શ્યોરન્સ પોર્ટેબિલિટી તમને નવા વેટિંગ પિરિયડ વિના તમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનને બદલવામાં મદદ કરે છે. જો તમારો વર્તમાન પ્લાન વધતા તબીબી ખર્ચને કવર કરવા માટે પૂરતો ન હોય તો એક ઇન્શ્યોરન્સ કંપનીમાંથી બીજી કંપનીમાં સરળતાથી ટ્રાન્સફર કરવામાં આવે છે.

કૅશલેસ હૉસ્પિટલો તરીકે વધુ સારી રીતે ઓળખાતી નેટવર્ક હૉસ્પિટલો પાસે તમારી ઇન્શ્યોરન્સ કંપની સાથે એગ્રીમેન્ટ ધરાવે છે, જેના કારણે તમે કૅશલેસ હૉસ્પિટલાઇઝેશનનો લાભ મેળવી શકો છો. બીજી તરફ, જો તમે નૉન-નેટવર્ક હૉસ્પિટલમાં સારવાર મેળવો છો, તો તમારે પ્રથમ બિલની ચુકવણી કરવી પડશે અને પછીથી વળતરના ક્લેઇમ માટે અરજી કરવી પડશે. તેથી, હંમેશા એવી હેલ્થ ઇન્શ્યોરન્સ કંપની પસંદ કરવી સમજદારીભર્યું છે જેની પાસે વિશાળ હૉસ્પિટલ નેટવર્કનું જોડાણ હોય છે.

કૅશલેસ હૉસ્પિટલાઇઝેશન એ એક પ્રક્રિયા છે જેમાં પૉલિસીધારકને હૉસ્પિટલમાં દાખલ થવાના અથવા સર્જરી કરવાના કિસ્સામાં પૉલિસીધારકે ખિસ્સામાંથી તબીબી ખર્ચની ચુકવણી કરવાની જરૂર હોતી નથી. જો કે, ડિસ્ચાર્જ સમયે કેટલાક ચોક્કસ કપાતપાત્ર અથવા બિન તબીબી ખર્ચ હોય છે, જે પૉલિસીની શરતોમાં સામેલ નથી, તેથી ડિસ્ચાર્જ સમયે તે ચૂકવવા પડશે.

જો તમારે સર્જરી કરાવવી પડે છે, તો હૉસ્પિટલાઇઝેશન પહેલાંના કેટલાક ખર્ચા હોય છે જેમ કે નિદાન ખર્ચ, કન્સલ્ટેશન વગેરે, તેવી જ રીતે સર્જરી પછી, પૉલિસીધારકના સ્વાસ્થ્યની દેખરેખ રાખવાના પણ ખર્ચા હોઈ શકે છે. આ ખર્ચ હૉસ્પિટલાઇઝેશન પહેલાં અને પછીના ખર્ચ તરીકે ઓળખાય છે.

તમારી સમ ઇન્શ્યોર્ડ રકમની અંદર હોય ત્યાં સુધી તમે પૉલિસીની મુદત દરમિયાન એકથી વધુ વાર ક્લેઇમ કરી શકો છો. પૉલિસીધારકને સમ ઇન્શ્યોર્ડ સુધી જ કવરેજ મળી શકે છે.

હા, એકથી વધુ મેડિકલ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદવું શક્ય છે. આ સંપૂર્ણપણે વ્યક્તિની જરૂરિયાત અને કવરેજની જરૂરિયાતો પર આધારિત હોય છે.

હા, સમ ઇન્શ્યોર્ડની મર્યાદાની અંદર તમે હેલ્થ ઇન્શ્યોરન્સમાં મેડિકલ બિલની રકમ ક્લેઇમ કરી શકો છો. વધુ માહિતી માટે પૉલિસી વર્ડિંગ દસ્તાવેજ વાંચો.

જો જરૂરી દસ્તાવેજો આપવામાં આવેલ હોય તો ક્લેઇમની પતાવટ સામાન્ય રીતે લગભગ 7 કાર્યકારી દિવસોમાં થાય છે.

તમે ઇન્શ્યોરરના સેલ્ફ-હેલ્પ પોર્ટલ અથવા મોબાઇલ એપ્સ દ્વારા તમારા ક્લેઇમની સ્થિતિ તપાસી શકો છો.

હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદતા પહેલાં કેટલાક મેડિકલ ટેસ્ટ કરાવવાની જરૂર પડી શકે છે. કેટલીક હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ માટે, જો પહેલેથી હોય તેવી બીમારી હોય અથવા જો કોઈ 40 વર્ષથી વધુ ઉંમરના હોય તો મેડિકલ ટેસ્ટ કરાવવા જરૂરી છે.

તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદતી વખતે અથવા રિન્યૂ કરતી વખતે, તમે તમારા પરિવારના સભ્યોને ઉમેરી શકો છો.

હા, બાળકોને તમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાં ઉમેરી શકાય છે. તમારા બાળકને જન્મના 90 દિવસ પછીથી લઈને 21 અથવા 25 વર્ષની ઉંમર સુધી ઉમેરી શકાય છે. તેનો નિયમ દરેક કંપની મુજબ અલગ-અલગ હોય છે, તેથી કૃપા કરીને પ્રૉડક્ટ બ્રોશરમાંથી પ્લાનની પાત્રતા વિશે વાંચો.

તમે ઓછા પ્રીમિયમ ચૂકવવા પર વધુ લાભો મેળવવા માટે પાત્ર બનો છો. પહેલેથી હોય તેવી બીમારી હોવાની સંભાવના ઓછી હોવાથી, વેટિંગ પિરિયડ લાગુ થવાની શક્યતા ઓછી રહે છે. તે સિવાય, ફ્લૂ અથવા આકસ્મિક ઈજાઓ જેવા સામાન્ય રોગો કોઈપણ ઉંમરમાં થઈ શકે છે, તેથી જ્યારે તમે યુવાન હોવ ત્યારે હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદવું મહત્વપૂર્ણ છે.

હા. તમે તમારી જરૂરિયાત અને કવરેજની જરૂરિયાત અનુસાર એકથી વધુ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન લઈ શકો છો, કારણ કે દરેક પ્લાન અલગ હોય છે અને વિવિધ લાભો ઑફર કરતાં હોય છે.

એવો સમયગાળો કે જે દરમિયાન તમે કોઈ ચોક્કસ બીમારી માટે તમારા ઇન્શ્યોરન્સ પ્રદાતા પાસેથી હેલ્થ ઇન્શ્યોરન્સના કેટલાક અથવા તમામ લાભો મેળવવા માટે ક્લેઇમ કરી શકતા નથી, તેને વેટિંગ પિરિયડ તરીકે ઓળખવામાં આવે છે. તેથી, મૂળભૂત રીતે, ક્લેઇમની વિનંતી કરતા પહેલાં તમારે ચોક્કસ સમય સુધી રાહ જોવી પડશે.

આ ફ્રી લુક સમયગાળા દરમિયાન, જો તમને લાગે છે કે તમારી પૉલિસી લાભદાયી નથી, તો તમે કોઈ દંડ ભર્યા વિના તમારી પૉલિસી રદ કરાવી શકો છો. ઇન્શ્યોરન્સ કંપની તેમજ ઑફર કરવામાં આવેલ પ્લાનના આધારે, ફ્રી લુક પીરિયડ 10-15 દિવસ કે તેથી વધુનો હોઈ શકે છે. ફ્રી લુક પીરિયડ વિશે વધુ જાણવા માટે વધુ જાણો.

કૅશલેસ હૉસ્પિટલો તરીકે વધુ સારી રીતે ઓળખાતી નેટવર્ક હૉસ્પિટલો પાસે તમારી ઇન્શ્યોરન્સ કંપની સાથે એગ્રીમેન્ટ ધરાવે છે, જેના કારણે તમે કૅશલેસ હૉસ્પિટલાઇઝેશનનો લાભ મેળવી શકો છો. બીજી તરફ, જો તમે નૉન-નેટવર્ક હૉસ્પિટલમાં સારવાર મેળવો છો, તો તમારે પ્રથમ બિલની ચુકવણી કરવી પડશે અને પછીથી વળતરના ક્લેઇમ માટે અરજી કરવી પડશે. તેથી, હંમેશા એવી હેલ્થ ઇન્શ્યોરન્સ કંપની પસંદ કરવી સમજદારીભર્યું છે જેની પાસે વિશાળ હૉસ્પિટલ નેટવર્કનું જોડાણ હોય છે.

જ્યારે કોઈ પૉલિસીધારક એવી સ્થિતિમાં હોય કે તે/તેણીને હૉસ્પિટલમાં દાખલ કરી શકાતું નથી અથવા હૉસ્પિટલમાં રૂમની ઉપલબ્ધતા ન હોવાને કારણે ઘરે સારવાર લેવી પડે, ત્યારે તેને ડોમિસિલરી હૉસ્પિટલાઇઝેશન તરીકે ઓળખવામાં આવે છે

હૉસ્પિટલાઇઝેશન કવરના કિસ્સામાં અમે તમારા ડાયગ્નોસ્ટિક ટેસ્ટ, ડોક્ટરની મુલાકાત અને દવાના ખર્ચ માટે હોસ્પિટલાઇઝેશન પહેલાના અને પછીના ખર્ચાઓને આવરી લઈએ છીએ. અમે ICU, પથારીનું ભાડું, દવાનો ખર્ચ, સારવાર શુલ્ક અને ઑપરેશન થિયેટરના ખર્ચને વ્યાપક રીતે કવર કરીએ છીએ.

હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવા માટે કોઈ યોગ્ય અથવા અયોગ્ય ઉંમર નથી. જો કે, ઓછા પ્રીમિયમ મેળવવા માટે વહેલી તકે હેલ્થ પ્લાન ખરીદવાની ભલામણ કરવામાં આવે છે. એકવાર તમે 18 વર્ષની ઉંમર વટાવો, પછી તમે તમારા પોતાના માટે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદી શકો છો. તે પહેલાં ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન તમારા હેલ્થકેર ખર્ચને કવર કરી શકે છે.

ના, હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી સગીર ખરીદી શકતું નહીં. પરંતુ તેઓને તેમના માતાપિતા દ્વારા ખરીદેલ ફેમિલી ફ્લોટર હેલ્થ ઇન્શ્યોરન્સ હેઠળ કવર કરી શકાય છે

જો તમને નૉન-નેટવર્ક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે તો પહેલાં તમારે તમારા ખિસ્સામાંથી બિલની ચુકવણી કરવી પડશે અને પછી તમારે તમારી ઇન્શ્યોરન્સ કંપની પાસેથી વળતરનો ક્લેઇમ કરવો પડશે. જો કે, તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ કંપની માત્ર સમ ઇન્શ્યોર્ડની રકમ સુધી વળતર પ્રદાન કરશે. 

હા. મોટાભાગના હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન હૉસ્પિટલાઇઝેશન, પ્રી-હૉસ્પિટલાઇઝેશન અને ડિસ્ચાર્જ પછીના નિદાન ખર્ચને પણ કવર કરે છે.

એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સના તમામ પ્લાન્સમાં હૉસ્પિટલાઇઝેશન, હૉસ્પિટલાઇઝેશન પહેલાના અને રજા મળ્યા બાદના નિદાન ખર્ચને પણ આવરી લેવામાં આવે છે.

હા. એકવાર તમારો નિર્ધારિત વેટિંગ પિરિયડ સમાપ્ત થઈ ગયા બાદ તમારી પહેલેથી હોય તેવી બીમારીઓ માટે કવરેજ મળશે. પહેલેથી હોય તેવી બિમારીઓના કવરેજ વિશે વધુ જાણવા માટે આ બ્લૉગ વાંચો,.

તમારે તમારા પૉલિસી દસ્તાવેજ તપાસીને તમારા પરિવારજનોના નામ અને ઉંમરનો ઉલ્લેખ કરીને તેમની નોંધણી કરાવી શકો છો.

ઑનલાઇન હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદવું તે ઑફલાઇન ખરીદવા કરતાં અલગ નથી. વાસ્તવમાં ઑનલાઇન હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદવું ઝડપી અને ઝંઝટ મુક્ત છે. તમને કુરિયર/ટપાલ સર્વિસ દ્વારા કૅશલેસ કાર્ડ પ્રદાન કરવામાં આવે છે. વધુ જાણવા માટે, કંપનીની વેબસાઇટની મુલાકાત લો અથવા કસ્ટમર કેર નંબર ડાયલ કરો.

લોહીની તપાસ, CT સ્કૅન, MRI, સોનોગ્રાફી વગેરે જેવા મહત્વપૂર્ણ તબીબી ખર્ચને કવર કરવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં, હૉસ્પિટલના રૂમનું ભાડું, પથારીનું ભાડું, નર્સિંગ શુલ્ક, દવાઓ અને ડૉક્ટરની મુલાકાતો વગેરેને પણ કવર કરી શકાય છે.

હા. તે પૉલિસીના નિયમો અને શરતો પર આધારિત હોય છે. જો કે, મોટાભાગની હેલ્થ ઇન્શ્યોરન્સ કંપનીઓ આધુનિક સારવાર અને રોબોટિક સર્જરી માટે કવરેજ ઑફર કરે છે.

હા. તમારી એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી કોરોના વાઇરસ (કોવિડ-19) થી હૉસ્પિટલમાં દાખલ થવાના ખર્ચને કવર કરે છે. અમે કોવિડ-19 ની સારવાર માટે પૉલિસી અવધિ દરમિયાન હૉસ્પિટલાઇઝેશન માટે નીચેના તબીબી ખર્ચની ચુકવણી કરીશું:

જો તમને 24 કલાકથી વધુ સમય માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે, તો અમારા દ્વારા તમારા તબીબી બિલને કવર કરવામાં આવે છે. અમે આને કવર કરીશું:

• રોકાણ શુલ્ક (આઇસોલેશન રૂમ / ICU)

• નર્સિંગ શુલ્ક

• સારવાર કરતા ડૉક્ટરની મુલાકાતનો શુલ્ક

• તપાસ (લેબ/રેડિયોલૉજિકલ)

• ઑક્સિજન / મિકેનિકલ વેન્ટિલેશન શુલ્ક (જો જરૂરી હોય તો)

• બ્લડ/પ્લાઝમા શુલ્ક (જો જરૂરી હોય તો)

• ફિઝિયોથેરેપી (જો જરૂરી હોય તો)

• ફાર્મસી (નૉન-મેડિકલ/કન્ઝ્યુમેબલ્સ સિવાય)

• PPE કિટ શુલ્ક (સરકારી માર્ગદર્શિકા મુજબ)

ના, અમારી હેલ્થ પૉલિસીમાં હોમ આઇસોલેશન કવર કરવામાં આવતું નથી. તમે માત્ર હૉસ્પિટલ અથવા નર્સિંગ હોમ ખાતે કરવામાં આવેલ મેડિકલ સારવાર માટે ક્લેઇમ કરી શકો છો. સારવાર યોગ્ય લાયકાત ધરાવતા ડૉક્ટરની સલાહ પર અને તેમના દ્વારા સક્રિય રીતે સંચાલિત થયેલી હોવી જોઈએ.

પૉલિસી હેઠળ કવર કરવામાં આવતા દરેક ઇન્શ્યોર્ડ સભ્ય માટે હૉસ્પિટલમાં દાખલ થવાના કિસ્સામાં જ ટેસ્ટ શુલ્ક કવર કરવામાં આવશે.

તેમ કરી શકાય છે. નૉમિનીની વિગતોમાં ફેરફાર માટે પૉલિસીધારકે એન્ડોર્સમેન્ટની વિનંતી દાખલ કરવી પડશે.

જો હૉસ્પિટલાઇઝેશન દરમિયાન તમારી પૉલિસી સમાપ્ત થાય છે તો ચિંતા ન કરો કારણ કે પૉલિસીની અવધિ પૂરી થયા પછી તમને 30 દિવસનો ગ્રેસ પીરિયડ મળે છે. જો કે, જો તમે ગ્રેસ પિરિયડમાં તમારી પૉલિસીને રિન્યૂ કરતા નથી અને ગ્રેસ પિરિયડ પછી હૉસ્પિટલાઇઝેશન થાય છે, તો તમારે તબીબી ખર્ચ માટે ચુકવણી કરવી પડશે.

દરેક હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીની શરૂઆતમાં, વેટિંગ પિરિયડ લાગુ કરવામાં આવે છે. આ રિન્યૂઅલ સાથે બદલાતું નથી. જો કે, દરેક રિન્યૂઅલ સાથે, જ્યારે તમારી પાસે વેટિંગ પિરિયડ ન હોય ત્યાં સુધી વેટિંગ પિરિયડ માફ કરવામાં આવે છે અને કવરેજમાં મોટાભાગની સારવારનો સમાવેશ થાય છે.

જો તમારું બાળક ભારતીય નાગરિક હોય, તો તમે હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદી શકો છો. જો નહીં, તો તમારે તમારા બાળક માટે સ્ટુડન્ટ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પસંદ કરવો જોઈએ.

તમાકુના વપરાશકર્તાઓ ઉચ્ચ સ્વાસ્થ્ય જોખમોની સંભાવના ધરાવે છે. જો તમાકુ કોઈપણ સ્વરૂપમાં વપરાય છે, તો કોઈપણના જીવનમાં બાદમાં થોડી સ્વાસ્થ્ય સમસ્યા વિકસિત થવાની શક્યતા વધુ છે, અને આનો અર્થ એ છે કે તમારે સારવારના ખર્ચા માટે ક્લેઇમ કરવો પડી શકે છે. તેથી, આવી વ્યક્તિઓને ઇન્શ્યોરન્સ કંપની દ્વારા ઉચ્ચ-જોખમી વ્યક્તિ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે અને તેમની પાસેથી ઉચ્ચ પ્રીમિયમ વસૂલવામાં આવે છે.

બોનસ/રિવૉર્ડ કે જે કોઈપણ વ્યક્તિને ફિટ રહેવા પર મળે છે અને ક્લેઇમ ફાઇલ ન કરવા પર જે મળે છે તે સંચિત બોનસ તરીકે ઓળખાય છે. સંચિત બોનસનો લાભ રિન્યૂઅલ વર્ષમાં દરેક ક્લેઇમ-મુક્ત વર્ષ માટે માત્ર એક ચોક્કસ વર્ષ સુધી સમ ઇન્શ્યોર્ડ વધારીને આપવામાં આવે છે. આ તમને કોઈપણ વધારાની ચુકવણી કર્યા વિના વધુ સમ ઇન્શ્યોર્ડ મેળવવામાં મદદ કરે છે.

જો તમે વ્યક્તિગત સમ ઇન્શ્યોર્ડના આધારે એક જ હેલ્થ પ્લાન હેઠળ પરિવારના 2 અથવા વધુ સભ્યોને કવર કરો છો તો ઘણી કંપનીઓ ફેમિલી ડિસ્કાઉન્ટ ઑફર કરી શકે છે. 2-3 વર્ષથી વધુ સમય માટે હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદવા પર લોન્ગ ટર્મ પૉલિસી ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકાય છે. કેટલીક ઇન્શ્યોરન્સ કંપની રિન્યૂઅલ પર ફિટનેસ ડિસ્કાઉન્ટ પણ આપે છે.

ના. માત્ર ભારતીય નાગરિકો જ દેશમાં હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદી શકે છે.

જો ફ્રી લુક પિરિયડમાં હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન કૅન્સલ કરવામાં આવે છે, તો તમને અન્ડરરાઇટિંગ ખર્ચ અને પૂર્વ-સ્વીકૃતિ તબીબી ખર્ચ વગેરેને ઍડજસ્ટ કર્યા પછી તમારા પ્રીમિયમને રિફંડ કરવામાં આવશે.

હા. તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ કંપની અને નેટવર્ક હૉસ્પિટલો વચ્ચે પૂર્વ-નિર્ધારિત કરાર હોય છે અને તેથી કૅશલેસ સારવારની સુવિધા દરેક નેટવર્ક હૉસ્પિટલમાં ઉપલબ્ધ છે.

તમારી સમ ઇન્શ્યોર્ડ રકમ સમાપ્ત ન થાય ત્યાં સુધી તમે જેટલી વખત ઇચ્છો છો તેટલી વખત ક્લેઇમ કરી શકો છો. એકવાર સમ ઇન્શ્યોર્ડ સમાપ્ત થયા પછી તેને રિસ્ટોર કરે એવા પ્લાન ખરીદવા એ શ્રેષ્ઠ વિકલ્પ છે. આ તમને એક વર્ષમાં વધુ ક્લેઇમ રજિસ્ટર કરવાની સુવિધા આપે છે.

હા. જો પૉલિસીધારક એવી કોઈ બિમારી/રોગ માટે ક્લેઇમ કરે છે જે બાકાત રાખવામાં આવેલ છે, વેટિંગ પિરિયડમાં આવે છે અથવા જો સમ ઇન્શ્યોર્ડનો પહેલેથી જ ઉપયોગ કરવામાં આવ્યો છે, તો કૅશલેસ ક્લેઇમ માટે પ્રી-ઑથોરાઇઝેશન વિનંતીને નકારી શકાય છે.

રિઇમ્બર્સમેન્ટ ક્લેઇમના કિસ્સામાં, ડિસ્ચાર્જ પછી 30 દિવસની અંદર ઇન્શ્યોરન્સ કંપનીને જાણ કરવાની રહેશે.

કુલ ક્લેઇમમાંથી એક નાણાંકીય વર્ષ દરમિયાન ઇન્શ્યોરન્સ કંપનીએ ચૂકવેલ ક્લેઇમની સંખ્યાની ટકાવારીને ક્લેઇમ સેટલમેન્ટ રેશિયો (CSR) તરીકે ઓળખવામાં આવે છે. તે દર્શાવે છે કે ઇન્શ્યોરર તેમના ક્લેઇમની ચુકવણી કરવા માટે આર્થિક રીતે પર્યાપ્ત માત્રામાં સુરક્ષિત છે કે નહીં.

તમારી પૉલિસી અવધિ સામાન્ય રીતે ચાલુ રહે છે, પરંતુ તમે ક્લેઇમ કરેલી રકમ તમારા સમ ઇન્શ્યોર્ડમાંથી ઘટાડવામાં આવે છે. હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનના રિન્યુઅલ પછી, તમારી સમ ઇન્શ્યોર્ડ ફરીથી રિન્યુઅલના સમયે તમે પસંદ કરેલ રકમ જેટલી થઈ જશે.

તે પૉલિસીના નિયમો અને શરતો પર આધારિત હોય છે. ધારો કે, જો તમારી પાસે ₹1 કરોડનું હેલ્થ કવર છે, તો આ તમને તમામ સંભવિત તબીબી ખર્ચાઓની કાળજી લેવામાં મદદ કરે છે.

નેટવર્ક હૉસ્પિટલ અથવા તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ કંપનીના ઇન્શ્યોરન્સ વિભાગનો સંપર્ક કરીને કૅશલેસ ક્લેઇમની વિનંતી કરી શકાય છે. વળતર ક્લેઇમ માટે, ડિસ્ચાર્જ પછી, તમારે તમારા ઇન્શ્યોરન્સ પ્રદાતાને બિલ મોકલવા પડશે.

ડિસ્ચાર્જ પછી 30 દિવસની અંદર. કોઈપણ વિલંબ વગર, શક્ય તેટલી વહેલી તકે ઇન્શ્યોરન્સ પ્રદાતા પાસે ક્લેઇમ કરવો જોઈએ.

મેડિક્લેઇમ પ્રક્રિયા એ આધુનિક સમયની વળતર મેળવવાની પ્રક્રિયા છે, જેમાં તમે હૉસ્પિટલમાંથી રજા મળ્યા બાદ મૂળ બિલ અને સારવારના દસ્તાવેજો સબમિટ કરીને ક્લેઇમ કરો છો.

પ્રતીક્ષા અવધિ પૉલિસીના નિયમો અને શરતો પર આધારિત હોય છે. ચોક્કસ બીમારીઓ/રોગો માટે 2-4 વર્ષની પ્રતીક્ષા અવધિ હોઈ શકે છે.

તમે www.hdfcergo.com ની મુલાકાત લઈ શકો છો અથવા અમારી હેલ્પલાઇન 022 62346234/0120 62346234 પર કૉલ કરી શકો છો અહીં કોવિડ-19 માટે હેલ્થ ઇન્શ્યોરન્સનો ક્લેઇમ કેવી રીતે કરવો તે વિશે વધુ વાંચો.

જ્યારે પણ તમને નૉન-નેટવર્ક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે ત્યારે તમારે પ્રથમ બિલ ચૂકવવાનું રહેશે અને બાદમાં વળતર માટે ક્લેઇમ કરવાનો રહેશે. એચડીએફસી અર્ગો પાસે લગભગ 16000+ કૅશલેસ નેટવર્ક છે.

નીચેના ડૉક્યૂમેન્ટ જરૂરી છે:

1. ટેસ્ટ રિપોર્ટ (સરકાર દ્વારા માન્ય લેબોરેટરી તરફથી)

2. ટેસ્ટના બિલ

3. ડિસ્ચાર્જ સમરી

4. હૉસ્પિટલના બિલ

5. દવાના બિલ્સ

6. તમામ ચુકવણીની રસીદ

7. ક્લેઇમ ફોર્મ

સબમિટ કરવાના મૂળ દસ્તાવેજો

ટેક્નોલોજી, સારવાર અને વધુ અસરકારક દવાઓની ઉપલબ્ધતા સાથે હેલ્થકેરનો ખર્ચ પણ ઘણો વધી ગયો છે. આ બધો વધારો કન્ઝ્યૂમર માટે ભારરૂપ બની જાય છે, જેથી હેલ્થકેરની સુવિધા ઘણા લોકો માટે પોસાય તેવી રહેતી નથી. આ એવી પરિસ્થિતિ છે જ્યાં એચડીએફસી અર્ગોની હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ ભૂમિકામાં આવે છે, કારણ કે તેઓ હૉસ્પિટલાઇઝેશન અને સારવાર ખર્ચની કાળજી લે છે, જે કસ્ટમરને ફાઇનાન્શિયલ ચિંતાઓથી મુક્ત કરે છે. હમણાં જ પોતાનો હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન મેળવો.

તમે હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીઓને થોડી જ મિનિટોમાં રિન્યુ કરી શકો છો. તરત રિન્યુ કરવા માટે અહીં ક્લિક કરો.

હા. તમારા વેટિંગ પિરિયડને અસર ન થાય તે રીતે તમે તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી કોઈપણ અન્ય ઇન્શ્યોરર પાસે લઈ જઇ શકો છો.

વેટિંગ પિરિયડ પોલિસીની શરૂઆતના સમયે નક્કી કરવામાં આવે છે, તે સમ ઇન્શ્યોર્ડ પર આધારિત નથી. માટે, જો તમે તમારી સમ ઇન્શ્યોર્ડ રકમમાં વૃદ્ધિ કરો છો તો પણ જ્યાં સુધી વારંવાર રિન્યુઅલ કરાવીને તમારા વેટિંગ પિરિયડની અવધિ પૂરી થતી નથી ત્યાં સુધી વેટિંગ પિરિયડ લાગુ રહેશે.

હા. જો તમે ક્લેઇમ કરેલ ન હોય તો, કોઈ વધારાની ચુકવણી કર્યા વિના, તમારા સમ ઇન્શ્યોર્ડની રકમમાં વૃદ્ધિના રૂપમાં તમને સંચિત બૉનસ આપવામાં આવે છે. જો તમારા હેલ્થ પેરામીટર્સ જેમ કે BMI, ડાયાબિટીસ, બ્લડ પ્રેશરમાં સુધારો થયો હોય તો તમે ફિટનેસ ડિસ્કાઉન્ટ પણ મેળવી શકો છો.

હા, શક્ય છે. જો તમે તમારી પૉલિસી ગ્રેસ સમયગાળામાં રિન્યુ કરાવેલ નથી તો તમારી પૉલિસી પૂરી થવાની શક્યતા વધુ છે.

હા. તમે રિન્યુઅલ સમયે વૈકલ્પિક/ઍડ-ઓન કવર ઉમેરી અથવા કાઢી શકો છો. પૉલિસીની મુદત દરમિયાન આમ કરી શકાતું નથી. વધુ માહિતી માટે આ બ્લૉગ વાંચો.

સામાન્ય રીતે 5 મિનિટથી વધુ સમય લાગતો નથી પરંતુ તમારે તમારો પૉલિસી નંબર અને અન્ય માહિતી જેવી વિગતો તૈયાર રાખવી પડશે.

તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીને રિન્યુ કરવા માટે તમને 15-30 દિવસનો ગ્રેસ પીરિયડ મળે છે. તમારે તે સમયગાળામાં રિન્યુ કરવાનું રહેશે. પરંતુ, જો તમારો ગ્રેસ પીરિયડ પણ સમાપ્ત થઈ ગયો હોય, તો તમારી પૉલિસી સમાપ્ત થઈ જશે. ત્યારબાદ, તમારે નવી પ્રતીક્ષા અવધિ અને અન્ય લાભો સાથે નવી પૉલિસી ખરીદવાની રહેશે.

એવૉર્ડ અને સન્માન

BFSI લીડરશિપ એવૉર્ડ 2022 - પ્રૉડક્ટ ઇનોવેટર ઑફ ધ ઇયર (ઑપ્ટિમા સિક્યોર)

ETBFSI એક્સેલન્સ એવૉર્ડ 2021

FICCI ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રી
એવૉર્ડ સપ્ટેમ્બર 2021

ICAI એવૉર્ડ 2015-16

SKOCH ઑર્ડર-ઑફ-મેરિટ

શ્રેષ્ઠ કસ્ટમર એક્સપિરિયન્સ
એવૉર્ડ ઑફ ધ યર

ICAI એવૉર્ડ 2014-15

CMS ઉત્કૃષ્ટ સંલગ્ન વર્લ્ડ-ક્લાસ સર્વિસ અવૉર્ડ 2015

iAAA રેટિંગ

ISO પ્રમાણપત્ર

પ્રાઇવેટ સેક્ટરમાં સર્વશ્રેષ્ઠ ઇન્શ્યોરન્સ કંપની - જનરલ 2014

slider-right
સ્લાઇડર-ડાબી બાજુએ
તમામ એવૉર્ડ જુઓ
હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદવા માંગો છો?
બધી માહિતી વાંચી લીધી? હવે હેલ્થ પ્લાન ખરીદવા માટે તૈયાર છો?