પાર્કિન્સન રોગ માટે ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ
પાર્કિન્સન રોગ એ ચેતાતંત્રનો ધીમે ધીમે વધતો વિકાર છે જેની અસર હલનચલન પર થાય છે. પાર્કિન્સન રોગ સામાન્ય રીતે બીજો સૌથી વધુ જોવામાં આવતો ન્યુરોડિજનરેટિવ ડીસઓર્ડર છે, જે મગજના સબ્સ્ટેન્શિયા નિગ્રા નામના ભાગમાં ડોપામાઇનનું ઉત્પાદન કરતાં ("ડોપામાઇનર્જિક") ન્યુરોન્સને અસર કરે છે. સાદા શબ્દોમાં કહીએ તો, તે મસ્તિષ્કમાં રહેલા અને ડોપામાઇન (ડોપામાઇન એક ન્યુરોટ્રાન્સમિટર (કેમિકલ) છે જે ચેતા કોષો દ્વારા અન્ય ચેતા કોષોને સિગ્નલ મોકલવા માટે રિલીઝ કરે છે)નું ઉત્પાદન કરતાં ચેતા કોષોને અસર કરે છે. આ રોગ ક્યારેય કોઈ પણ કારણ વગર થઈ શકે છે, જેમ કે. ઇડિયોપેથિક. પાર્કિન્સનના રોગ સ્નાયુઓની કઠોરતા, ધ્રુજારી અને બોલવામાં તેમજ ચાલવામાં ફેરફારો તેમજ અન્ય ઘણા લક્ષણો દર્શાવે છે. નિદાન પછી, સારવાર દ્વારા લક્ષણોને દૂર કરી શકાય છે, પરંતુ તેનો ઈલાજ થઈ શકતો નથી. શક્ય હોય તો પ્રશિક્ષિત કાળજી લેનાર તથા તબીબી પ્રેક્ટિશનર દ્વારા પર્યાપ્ત કાળજી લેવામાં આવે એ આ ગંભીર રોગથી પીડિત દર્દીને સારું જીવન આપવાની એકમાત્ર રીત છે.
જોકે પાર્કિન્સન રોગનું નિદાન કોઈ વ્યક્તિ 60 વર્ષ અથવા તેનાથી વધુ વયના હોય ત્યારે થાય છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં વહેલું નિદાન પણ શક્ય છે. આ રોગથી પીડિત દર્દીને બોલવામાં, ચાલવામાં તેમજ સરળ કાર્યો પૂર્ણ કરવામાં મુશ્કેલી પડી શકે છે. આ રોગથી પીડિત કોઈ વ્યક્તિ ક્યારેય તેના/તેણીની સામાન્ય દિનચર્યા અથવા સામાન્ય વ્યક્તિ જેવા કાર્યો કરી શકતા નથી. પાર્કિન્સન રોગ માત્ર દર્દીને જ અસર કરતો નથી, પરંતુ નાણાંકીય અને ભાવનાત્મક રીતે પરિવારના સભ્યો પર ઊંડી અસર કરે છે.
તમે ઇન્ડેમ્નિટી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ધરાવતા હોવ તો પણ એચડીએફસી અર્ગો ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવી શા માટે જરૂરી છે?
ક્રિટિકલ ઇલનેસ પૉલિસી એ એક બેનિફિટ-પ્લાન છે, જે પરંપરાગત ઇન્ડેમ્નિટી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન . કરતા વિપરિત છે. પૉલિસીમાં કવર કરવામાં આવેલ કોઈપણ ગંભીર બીમારીના નિદાન પર જ એકસામટી રકમ (સમ ઇન્શ્યોર્ડ) ચૂકવવામાં આવે છે. જો તમારી સારવાર કરી રહેલ ડૉક્ટર દ્વારા કોઈ ચોક્કસ સારવારની ભલામણ કરવામાં આવે છે, તો એચડીએફસી અર્ગોના ક્રિટિકલ ઇલનેસ પ્લાન હેઠળ તમને એક સાથે એકસામટી રકમ ચૂકવવામાં આવે છે, જેનો ઉપયોગ સારવાર, કાળજી અને રિકવરી માટે કરી શકાય છે. કેટલાક કિસ્સાઓમાં લોનની ચુકવણી, આવકનું થયેલું નુકસાન અથવા જીવનશૈલીમાં ફેરફારોને અપનાવવામાં પણ તેનો ઉપયોગ થઈ શકે છે. ગંભીર બીમારીની સારવાર પાછળ તમારી બચત ખર્ચાઈ શકે છે, તમે કામ પર જઈ શકતા નથી, જેની અસર તમારી કમાણી પર થાય છે, અને તમારી નિયમિત જીવનશૈલીને અસર કરી શકે છે, તેથી તમારા પસંદ કરેલ કવર સુધીના એક જ ટ્રાન્ઝૅક્શનમાં એકસામટી રકમનો લાભ મુશ્કેલ સમય દરમિયાન શ્રેષ્ઠ છે. તમારું હાલનું આરોગ્ય કવર અથવા એમ્પ્લોયી હેલ્થ ઇન્શ્યોરન્સ અમુક હદ સુધી તમારા તબીબી ખર્ચને આવરી શકે છે, પરંતુ ક્રિટિકલ ઇલનેસ કવર તમને પ્રથમ નિદાન અથવા તબીબની સલાહ પર એક જ વારમાં એક સામટી રકમ ચૂકવવામાં આવે છે.
પાર્કિન્સનના રોગ માટે એચડીએફસી અર્ગોનો ક્રિટિકલ ઇલનેસ પ્લાન શા માટે પસંદ કરવો?
તમે તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો, પૈસાની ચિંતા એચડીએફસી અર્ગો ક્રિટિકલ ઇલનેસ કવર પર છોડી દો. આ ઉપરાંત, જો તમારી સારવાર ચાલી રહી હોય અને તેને કારણે તમને આવકનું નુકસાન થાય, તો ઇન્શ્યોરર તમારા પરિવારને નાણાંકીય સહાય પણ પ્રદાન કરશે. 30 દિવસના સર્વાઇવલ પીરિયડ પછી પ્રથમ નિદાન પર એક જ ટ્રાન્ઝૅક્શનમાં એકસામટી રકમ ચૂકવવામાં આવે છે. આ એક સામટી રકમનો ઉપયોગ સંભાળ અને સારવાર, સ્વાસ્થ્ય પુન: પ્રાપ્ત કરવામાં સહાય માટે, દેવાની ચુકવણી અથવા કમાવવાની ઓછી થઈ રહેલી ક્ષમતાને કારણે થતાં આવકના નુકસાનની ભરપાઈ માટે કરી શકાય છે. વધુમાં, ક્રિટિકલ ઇલનેસ હેલ્થ કવર પસંદ કરીને તમે કલમ 80D હેઠળ ટૅક્સમાં પણ લાભ મેળવી શકો છો.