સ્ટ્રોક માટે ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ
જ્યારે મગજના કોઈ ભાગમાં લોહી ના પહોંચે અથવા તે ભાગ કામ કરવાનું બંધ કરે, ત્યારે સ્ટ્રોક આવે છે. જ્યારે મગજમાં અંદરના ભાગે લોહીનો પુરવઠો બ્લોક થાય અથવા કોઈ રક્તવાહિની ફાટી જાય, જેના કારણે મગજની પેશીઓ નષ્ટ થઈ જાય, ત્યારે સ્ટ્રોક આવે છે. આ એક મેડિકલ ઇમરજન્સી છે અને જીવલેણ સાબિત થઈ શકે છે, તેથી તેની સારવાર બને તેટલી ઝડપે મળવી જોઈએ. ભારતમાં, હૉસ્પિટલમાં દાખલ થતા સૌપ્રથમ સ્ટ્રોકના લગભગ પાંચમા ભાગના દર્દીઓ 40 વર્ષ અથવા ઓછી ઉંમરના હોવાનો અંદાજ છે (નેશનલ સેન્ટર ફોર બાયોટેક્નોલોજી ઇન્ફોર્મેશન મુજબ). 55 વર્ષની ઉંમર પછી સ્ટ્રોકનું જોખમ વધુ હોય છે; જો કે તે જીવનના કોઈપણ તબક્કે આવી શકે છે. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે ફેમિલી હિસ્ટ્રી ધરાવતા લોકોને સ્ટ્રોક આવવાનું જોખમ વધુ હોય છે.
સ્ટ્રોકની અસરો
કેટલાક પરીક્ષણો કર્યા બાદ, ડૉક્ટર મગજમાં રહેલ લોહીની ગાંઠને દૂર કરવાનું અથવા લોહીની નળીઓને ઠીક કરવાનું સૂચવી શકે છે. દર્દી પર આની ઘેરી અસર થઈ શકે છે. વ્યક્તિના મગજમાં અસર થઈ હોય એ જગ્યાને આધારે, તેમને કોઈપણ એક બાજુની શારીરિક વિકલાંગતા થઈ શકે છે. સ્ટ્રોકમાંથી રિકવરીનો સમય એક વર્ષ કે તેનાથી વધુ હોઈ શકે છે, જેનો આધાર ડૉક્ટર અને સંભાળકર્તા દ્વારા ઑફર કરવામાં આવતો ઉપચાર અને સારવાર છે. મગજના રોગ સામે સંઘર્ષ કરવો સરળ વાત નથી. અને, તમે ઈચ્છો છો કે આવા સમયે તમારો પરિવાર ફંડને મેનેજ કરવાની પળોજણમાં ફસાઈ જવાને બદલે તમારી પડખે ઊભો રહે. તેથી, તમને સલાહ આપવામાં આવે છે કે તમે પસંદ કરો એક ક્રિટિકલ ઇલનેસ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન , જે સ્ટ્રોક અને સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓની સારવાર માટેના મેડિકલ ખર્ચને કવર કરે છે.
હેલ્થ ઇન્શ્યોરન્સ એ સ્વાસ્થ્ય સમસ્યાઓથી ઉદ્ભવતી આર્થિક આફતોનો સામનો કરવાની એક સરળ રીત છે, તેથી તે જરૂરી છે. એચડીએફસી અર્ગો ઑનલાઇન પ્રૉડક્ટનો એક શ્રેષ્ઠ ગુલદસ્તો પ્રદાન કરે છે, જે જીવનના તમામ ક્ષેત્રોની વ્યક્તિઓની હેલ્થ ઇન્શ્યોરન્સની જરૂરિયાતોને પહોંચી વળવામાં મદદ કરી શકે છે.
સ્ટ્રોકના સંભવિત લક્ષણો
- માથાનો અતિશય દુખાવો
- લક્ષણોમાં અસ્થાયી અથવા કાયમી લકવો શામેલ હોવા જોઈએ
- ઉછાળાબંધ ઊલટી
- અશક્તિ લાગવી
- મૂંઝવણ થવી
- દૃષ્ટિ ગુમાવવી
- વાત કરવામાં અથવા ગળવામાં મુશ્કેલી આવવી અને આવા અન્ય ઘણા લક્ષણો *ગંભીર લક્ષણોમાં વ્યક્તિ કોમામાં જઈ શકે છે
બે મુખ્ય પ્રકારના સ્ટ્રોક હોય છે
- હેમોરેજિક સ્ટ્રોક
- ઇસ્કેમિક સ્ટ્રોક
ઇસ્કેમિક સ્ટ્રોક: તમામ સ્ટ્રોકના એંસી ટકા ઇસ્કેમિક હોય છે. તે મગજની મોટી ધમનીઓ સંકુચિત થવાને કારણે થાય છે. જ્યારે લોહી મગજના કોષો સુધી પહોંચી શકતું નથી; ત્યારે તે કોષો થોડી જ મિનિટોથી લઈને થોડા કલાકોમાં મરી જાય છે. ડૉક્ટરો મૃત કોષોના આ વિસ્તારને "ઇન્ફાર્ક્ટ" કહે છે.
હેમોરેજિક સ્ટ્રોકમાં રક્તસ્ત્રાવ થાય છે: મગજમાં રહેલી લોહીની નળીઓ હાઇ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને વધતી ઉંમરને કારણે નબળી પડીને ફાટી જાય છે.
તમે ઇન્ડેમ્નિટી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ધરાવતા હોવ તો પણ એચડીએફસી અર્ગો ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવી શા માટે જરૂરી છે?
ક્રિટિકલ ઇલનેસ પૉલિસી પરંપરાગત ઇન્ડેમ્નિટી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનથી વિપરીત પ્રકારનો એક બેનિફિટ-પ્લાન છે. પૉલિસીમાં આવરી લેવામાં આવેલ કોઈપણ ગંભીર બીમારીના નિદાન પર જ એકસામટી રકમ (સમ ઇન્શ્યોર્ડ) ચૂકવવામાં આવે છે. જો તમારી સારવાર કરી રહેલ ડૉક્ટર દ્વારા કોઈ ચોક્કસ સારવારની ભલામણ કરવામાં આવે છે, તો એચડીએફસી અર્ગોના ક્રિટિકલ ઇલનેસ પ્લાન હેઠળ તમને એક સાથે એકસામટી રકમ ચૂકવવામાં આવે છે, જેનો ઉપયોગ સારવાર, કાળજી અને રિકવરી માટે કરી શકાય છે. કેટલાક કિસ્સાઓમાં લોનની ચુકવણી, આવકનું થયેલું નુકસાન અથવા જીવનશૈલીમાં ફેરફારોને અપનાવવામાં પણ તેનો ઉપયોગ થઈ શકે છે. ગંભીર બીમારીની સારવાર પાછળ તમારી બચત ખર્ચાઈ શકે છે, તમે કામ પર જઈ શકતા નથી, જેની અસર તમારી કમાણી પર થાય છે, અને તમારી નિયમિત જીવનશૈલીને અસર કરી શકે છે, આવા મુશ્કેલ સમય દરમિયાન તમે પસંદ કરેલ કવર સુધીની એકસામટી રકમ એક જ ટ્રાન્ઝૅક્શનમાં મળતા તમને ઉપયોગી બને છે. તમારું હાલનું આરોગ્ય કવર અથવા એમ્પ્લોયી હેલ્થ ઇન્શ્યોરન્સ અમુક હદ સુધી તમારા તબીબી ખર્ચને આવરી શકે છે, પરંતુ ક્રિટિકલ ઇલનેસ કવર તમને પ્રથમ નિદાન અથવા તબીબની સલાહ પર એક જ વારમાં એક સામટી રકમ ચૂકવવામાં આવે છે.
એચડીએફસી અર્ગોનો સ્ટ્રોક માટેનો ક્રિટિકલ ઇલનેસ પ્લાન શા માટે પસંદ કરવો?
તમે તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો, પૈસાની ચિંતા એચડીએફસી અર્ગો ક્રિટિકલ ઇલનેસ કવર પર છોડી દો. આ ઉપરાંત, જો તમારી સારવાર ચાલી રહી હોય અને તેને કારણે તમને આવકનું નુકસાન થાય, તો ઇન્શ્યોરર તમારા પરિવારને નાણાંકીય સહાય પણ પ્રદાન કરશે. 30 દિવસના સર્વાઇવલ પીરિયડ પછી પ્રથમ નિદાન પર એક જ ટ્રાન્ઝૅક્શનમાં એકસામટી રકમ ચૂકવવામાં આવે છે. આ એક સામટી રકમનો ઉપયોગ સંભાળ અને સારવાર, સ્વાસ્થ્ય પુન: પ્રાપ્ત કરવામાં સહાય માટે, દેવાની ચુકવણી અથવા કમાવવાની ઓછી થઈ રહેલી ક્ષમતાને કારણે થતાં આવકના નુકસાનની ભરપાઈ માટે કરી શકાય છે. વધુમાં, ક્રિટિકલ ઇલનેસ હેલ્થ કવર પસંદ કરીને તમે કલમ 80D હેઠળ ટૅક્સમાં પણ લાભ મેળવી શકો છો.