કોરોનરી આર્ટરી બાયપાસ સર્જરી - ક્રિટિકલ ઇલનેસ
કોરોનરી આર્ટરી બાયપાસ સર્જરી અથવા CABG એક પ્રકારની સર્જરી છે જે તમારા હૃદયમાં રક્તનો પ્રવાહ સુધારે છે. જ્યારે હૃદયમાં જતી ધમની (કોરોનરી આર્ટરી)ની અંદર પ્લેક નામનો ચીકણો પદાર્થ બને છે ત્યારે આ સર્જરીની સલાહ આપવામાં આવે છે. આ ધમનીઓ તમારા હૃદયને ઑક્સિજનથી ભરપૂર રુધિર પૂરું પાડે છે. ધમનીની અંદર પ્લેક એકત્રિત થઈને જામી જાય ત્યારે તેને કારણે રુધિરનો હૃદય તરફનો પ્રવાહ ઓછો થઈ શકે છે, જેના કારણે અસુવિધા અથવા છાતીમાં દુખાવો થાય છે. CABG દરમિયાન, એક સ્વસ્થ ધમની અથવા નસો અન્ય શરીરના ભાગમાંથી કાઢવામાં આવે છે અને હૃદયના સ્નાયુમાં રક્ત પ્રવાહ સુનિશ્ચિત કરવા માટે બ્લૉક થયેલ કોરોનરી આર્ટરીમાં ગ્રાફ્ટ કરવામાં આવે છે.
CABG એ કરવામાં આવતી સૌથી સામાન્ય ઓપન હાર્ટ સર્જરી છે. રિકવરી માટે લાગતો સમય દરેક વ્યક્તિ માટે અલગ હોય છે. આ સમયગાળા દરમિયાન દર્દીની ખૂબ કાળજી રાખવાની અને ધ્યાન આપવાની જરૂર છે. તેને કારણે થોડા સમય માટે તેમની આજીવિકા કમાવવાની ક્ષમતાને અસર કરે છે.
તમે ઇન્ડેમ્નિટી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ધરાવતા હોવ તો પણ એચડીએફસી અર્ગો ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવી શા માટે જરૂરી છે?
ક્રિટિકલ ઇલનેસ પૉલિસી પરંપરાગત ઇન્ડેમ્નિટી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનથી વિપરીત પ્રકારનો એક બેનિફિટ-પ્લાન છે. પૉલિસીમાં આવરી લેવામાં આવેલ કોઈપણ ગંભીર બીમારીના નિદાન પર જ એકસામટી રકમ (સમ ઇન્શ્યોર્ડ) ચૂકવવામાં આવે છે. જો તમારી સારવાર કરી રહેલ ડૉક્ટર દ્વારા કોઈ ચોક્કસ સારવારની ભલામણ કરવામાં આવે છે, તો એચડીએફસી અર્ગોના ક્રિટિકલ ઇલનેસ પ્લાન હેઠળ તમને એક સાથે એકસામટી રકમ ચૂકવવામાં આવે છે, જેનો ઉપયોગ સારવાર, કાળજી અને રિકવરી માટે કરી શકાય છે. કેટલાક કિસ્સાઓમાં લોનની ચુકવણી, આવકનું થયેલું નુકસાન અથવા જીવનશૈલીમાં ફેરફારોને અપનાવવામાં પણ તેનો ઉપયોગ થઈ શકે છે. ગંભીર બીમારીની સારવાર પાછળ તમારી બચત ખર્ચાઈ શકે છે, તમે કામ પર જઈ શકતા નથી, જેની અસર તમારી કમાણી પર થાય છે, અને તમારી નિયમિત જીવનશૈલીને અસર કરી શકે છે, આવા મુશ્કેલ સમય દરમિયાન તમે પસંદ કરેલ કવર સુધીની એકસામટી રકમ એક જ ટ્રાન્ઝૅક્શનમાં મળતા તમને ઉપયોગી બને છે. તમારું હાલનું આરોગ્ય કવર અથવા એમ્પ્લોયી હેલ્થ ઇન્શ્યોરન્સ અમુક હદ સુધી તમારા તબીબી ખર્ચને આવરી શકે છે, પરંતુ ક્રિટિકલ ઇલનેસ કવર તમને પ્રથમ નિદાન અથવા તબીબની સલાહ પર એક જ વારમાં એક સામટી રકમ ચૂકવવામાં આવે છે.
કોરોનરી આર્ટરી બાયપાસ સર્જરી માટે એચડીએફસી અર્ગોનો ક્રિટિકલ ઇલનેસ પ્લાન શા માટે પસંદ કરવો?
તમે તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો, પૈસાની ચિંતા એચડીએફસી અર્ગો ક્રિટિકલ ઇલનેસ કવર પર છોડી દો. આ ઉપરાંત, જો તમારી સારવાર ચાલી રહી હોય અને તેને કારણે તમને આવકનું નુકસાન થાય, તો ઇન્શ્યોરર તમારા પરિવારને નાણાંકીય સહાય પણ પ્રદાન કરશે. 30 દિવસના સર્વાઇવલ પીરિયડ પછી પ્રથમ નિદાન પર એક જ ટ્રાન્ઝૅક્શનમાં એકસામટી રકમ ચૂકવવામાં આવે છે. આ એક સામટી રકમનો ઉપયોગ સંભાળ અને સારવાર, સ્વાસ્થ્ય પુન: પ્રાપ્ત કરવામાં સહાય માટે, દેવાની ચુકવણી અથવા કમાવવાની ઓછી થઈ રહેલી ક્ષમતાને કારણે થતાં આવકના નુકસાનની ભરપાઈ માટે કરી શકાય છે. વધુમાં, ક્રિટિકલ ઇલનેસ હેલ્થ કવર પસંદ કરીને તમે કલમ 80D હેઠળ ટૅક્સમાં પણ લાભ મેળવી શકો છો.