હાર્ટ અટૅક (માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન) - ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ
હૃદય કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમનું સૌથી મહત્વપૂર્ણ અંગ છે કારણ કે તે સંપૂર્ણ શરીરને રુધિર પહોંચાડવાનું કામ કરે છે. તે એક સ્નાયુ છે અને તેને ઑક્સિજનથી ભરપૂર રુધિરની જરૂર છે. કોરોનરી આર્ટરી એ નસો છે જે હૃદયને રુધિર પહોંચાડે છે. હૃદય સ્વસ્થ રહે તે માટે આ ધમનીઓનું કાર્ય કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો આ ધમનીઓ અને તેની સહાયક નસો કોઈ કારણોસર અવરોધાય છે, તો તેને કારણે માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન અથવા હાર્ટ અટૅક આવી શકે છે.
માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન એટલે હૃદયના સ્નાયુઓનું મૃત્યુ. અચાનક બેચેની, પરસેવો, શ્વાસ લેવામાં તકલીફ, વગર અને અસામાન્ય ધબકારા, જડબાનો દુખાવો, ડાબા હાથમાં દુખાવો અથવા છાતીનો દુખાવો એ તેના લક્ષણો છે. હૃદયને ઓછામાં ઓછું નુકસાન થાય તે માટે તાત્કાલિક તબીબી સારવાર મળવી જરૂરી છે. થયેલા નુકસાનના આધારે, હ્રદયના ડૉક્ટર મેડિકલ મેનેજમેન્ટ (એટલે કે લોહી પાતળું કરતી દવાઓ), કોરોનરી આર્ટરી એન્જિયોપ્લાસ્ટી અથવા ઓપન હાર્ટ સર્જરીની સલાહ આપી શકે છે, જે સામાન્ય રીતે CABG (કોરોનરી આર્ટરી બાયપાસ ગ્રાફ્ટ) તરીકે ઓળખાય છે. સારવાર કોઈપણ હોય, હાર્ટ અટૅક બાદ ઓછામાં ઓછા 1-2 મહિનાનો સંપૂર્ણ આરામ જરૂરી છે. આનો અર્થ એ છે કે દર્દી તેમની નિયમિત પ્રવૃત્તિ કરી શકતા નથી અને તેમની આજીવિકા કમાઈ શકતા નથી.
તમે ઇન્ડેમ્નિટી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ધરાવતા હોવ તો પણ એચડીએફસી અર્ગો ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવી શા માટે જરૂરી છે?
ક્રિટિકલ ઇલનેસ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી એ પરંપરાગત ઇન્ડેમ્નિટી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન્સથી વિપરીત એક બેનિફિટ-પ્લાન છે. જેમાં પૉલિસીમાં આવરી લેવામાં આવેલ કોઈપણ ગંભીર બીમારીના નિદાન પર જ એકસામટી રકમ (સમ ઇન્શ્યોર્ડ) ચૂકવવામાં આવે છે. જો તમારી સારવાર કરી રહેલ ડૉક્ટર દ્વારા કોઈ ચોક્કસ સારવારની ભલામણ કરવામાં આવે છે, તો એચડીએફસી અર્ગોના ક્રિટિકલ ઇલનેસ પ્લાન હેઠળ તમને એક સાથે એકસામટી રકમ ચૂકવવામાં આવે છે, જેનો ઉપયોગ સારવાર, કાળજી અને રિકવરી માટે કરી શકાય છે. કેટલાક કિસ્સાઓમાં લોનની ચુકવણી, આવકનું થયેલું નુકસાન અથવા જીવનશૈલીમાં ફેરફારોને અપનાવવામાં પણ તેનો ઉપયોગ થઈ શકે છે. ક્રિટિકલ ઇલનેસની સારવાર પાછળ તમારી બચત ખર્ચાઈ શકે છે, તમે કામ પર જઈ શકતા નથી, જેની અસર તમારી કમાણી પર થાય છે, અને તમારી નિયમિત જીવનશૈલીને અસર કરી શકે છે, આવા મુશ્કેલ સમય દરમિયાન તમે પસંદ કરેલ કવર સુધીની એકસામટી રકમ એક જ ટ્રાન્ઝૅક્શનમાં મળતા તમને ઉપયોગી બને છે. તમારું હાલનું આરોગ્ય કવર અથવા એમ્પ્લોયી હેલ્થ ઇન્શ્યોરન્સ અમુક હદ સુધી તમારા તબીબી ખર્ચને આવરી શકે છે, પરંતુ ક્રિટિકલ ઇલનેસ કવર તમને પ્રથમ નિદાન અથવા તબીબની સલાહ પર એક જ વારમાં એક સામટી રકમ ચૂકવવામાં આવે છે.
હાર્ટ અટૅક (માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન) માટે શા માટે એચડીએફસી અર્ગોનો ક્રિટિકલ ઇલનેસ પ્લાન પસંદ કરવો?
તમે તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો, પૈસાની ચિંતા એચડીએફસી અર્ગો ક્રિટિકલ ઇલનેસ કવર પર છોડી દો. આ ઉપરાંત, જો તમારી સારવાર ચાલી રહી હોય અને તેને કારણે તમને આવકનું નુકસાન થાય, તો ઇન્શ્યોરર તમારા પરિવારને નાણાંકીય સહાય પણ પ્રદાન કરશે. 30 દિવસના સર્વાઇવલ પીરિયડ પછી પ્રથમ નિદાન પર એક જ ટ્રાન્ઝૅક્શનમાં એકસામટી રકમ ચૂકવવામાં આવે છે. આ એક સામટી રકમનો ઉપયોગ સંભાળ અને સારવાર, સ્વાસ્થ્ય પુન: પ્રાપ્ત કરવામાં સહાય માટે, દેવાની ચુકવણી અથવા કમાવવાની ઓછી થઈ રહેલી ક્ષમતાને કારણે થતાં આવકના નુકસાનની ભરપાઈ માટે કરી શકાય છે. વધુમાં, ક્રિટિકલ ઇલનેસ હેલ્થ કવર પસંદ કરીને તમે કલમ 80D હેઠળ ટૅક્સમાં પણ લાભ મેળવી શકો છો.