એન્ડ સ્ટેજ લિવર ડિસીઝ માટે ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ
લિવર શારીરિક કાર્યો જેમ કે પ્રોટીનનું ઉત્પાદન, લોહી ગંઠાવવાથી લઈને ગ્લુકોઝ, સુગર, આયર્ન અને ચયાપચયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે; તેથી તેને 'શરીરની પ્રયોગશાળા' કહેવામાં આવે છે’. તે માનવ શરીરનું સૌથી મોટું આંતરિક અંગ અને ગ્રંથિ છે અને તેનું વજન આશરે 3-3.5 પાઉન્ડ હોય છે, લિવરમાં રિજનરેશનના ગુણધર્મો પણ હોય છે. જો કે, વાઇરલ હેપેટાઇટિસ, ઑટોઇમ્યુન વિકારો, કૅન્સર, સ્થૂળતા, દારૂ, ડ્રગ્સ, ઝેરી તત્વો અને આનુવંશિક વિકારોને કારણે, લિવરને એટલી હદ સુધી સંપૂર્ણ નુકસાન થઈ શકે છે કે તે નુકસાનમાં સુધાર કરવો અશક્ય બની જાય છે.
આવી પરિસ્થિતિઓમાં, લિવરનું પ્રત્યારોપણ દર્દીની સારવાર માટેનો એકમાત્ર માર્ગ છે. એન્ડ સ્ટેજ લિવર ડિસીઝની જો સારવાર કરવામાં ના આવે, તો તે જીવલેણ સાબિત થઈ શકે છે. હાલમાં, લિવરના પ્રત્યારોપણ નો ખર્ચ મેડિકલ પ્રક્રિયાઓના આધારે ₹5 લાખથી 30 લાખ સુધી અલગ અલગ હોઈ શકે છે (સ્ત્રોત: નેશનલ સેન્ટર ફોર બાયોટેક્નોલોજી ઇન્ફોર્મેશન). ભોગવવા પડતા આવા અતિશય ખર્ચને કારણે ભારે આર્થિક દબાણ સર્જાઈ શકે છે. જીવનમાં આવી સ્વાસ્થ્ય સંબંધિત અનિશ્ચિતતાઓ માટે પોતાને તૈયાર કરવા, ક્રિટિકલ ઇલનેસ કવર પસંદ કરવું ખૂબ જ સલાહભર્યું છે. ગંભીર બીમારી સાથે સંઘર્ષ કરવો સરળ નથી. અને, તમે ઈચ્છો છો કે આવા સમયે તમારો પરિવાર ફંડને મેનેજ કરવાની પળોજણમાં ફસાઈ જવાને બદલે તમારી પડખે ઊભો રહે. તેથી, ક્રિટિકલ ઇલનેસ હેલ્થ પ્લાન પસંદ કરવાની સલાહ આપવામાં આવે છે, જે સ્ટ્રોક અને સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓની સારવાર માટેના મેડિકલ ખર્ચને કવર કરે છે.
એન્ડ સ્ટેજ લિવર ડિસીઝના લક્ષણો નીચે મુજબ હોઈ શકે છે:
- લોહી નીકળવું અથવા ઉઝરડા પડવા
- ભૂખ ના લાગવી
- ઉબકા આવવા
- એકાગ્રતા અને સ્મરણશક્તિનો અભાવ
- પાણી ભરવાને કારણે સોજા
- કમળાના લક્ષણો (આંખો અને ત્વચામાં પીળાશ)
કાયમી અને સુધાર ના કરી શકાય તેવી લિવર ફંક્શનની નિષ્ફળતા, જેના કારણે નીચે આપેલ ત્રણેય સમસ્યા થઈ શકે છે:
- કાયમી કમળો
- અસાઇટીસ
- હેપેટિક એન્સેફેલોપેથી
તમે ઇન્ડેમ્નિટી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ધરાવતા હોવ તો પણ એચડીએફસી અર્ગો ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવી શા માટે જરૂરી છે?
ક્રિટિકલ ઇલનેસ પૉલિસી પરંપરાગત ઇન્ડેમ્નિટી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનથી વિપરીત પ્રકારનો એક બેનિફિટ-પ્લાન છે. પૉલિસીમાં આવરી લેવામાં આવેલ કોઈપણ ગંભીર બીમારીના નિદાન પર જ એકસામટી રકમ (સમ ઇન્શ્યોર્ડ) ચૂકવવામાં આવે છે. જો તમારી સારવાર કરી રહેલ ડૉક્ટર દ્વારા કોઈ ચોક્કસ સારવારની ભલામણ કરવામાં આવે છે, તો એચડીએફસી અર્ગોના ક્રિટિકલ ઇલનેસ પ્લાન હેઠળ તમને એક સાથે એકસામટી રકમ ચૂકવવામાં આવે છે, જેનો ઉપયોગ સારવાર, કાળજી અને રિકવરી માટે કરી શકાય છે. કેટલાક કિસ્સાઓમાં લોનની ચુકવણી, આવકનું થયેલું નુકસાન અથવા જીવનશૈલીમાં ફેરફારોને અપનાવવામાં પણ તેનો ઉપયોગ થઈ શકે છે. ગંભીર બીમારીની સારવાર પાછળ તમારી બચત ખર્ચાઈ શકે છે, તમે કામ પર જઈ શકતા નથી, જેની અસર તમારી કમાણી પર થાય છે, અને તમારી નિયમિત જીવનશૈલીને અસર કરી શકે છે, આવા મુશ્કેલ સમય દરમિયાન તમે પસંદ કરેલ કવર સુધીની એકસામટી રકમ એક જ ટ્રાન્ઝૅક્શનમાં મળતા તમને ઉપયોગી બને છે. તમારું હાલનું આરોગ્ય કવર અથવા એમ્પ્લોયી હેલ્થ ઇન્શ્યોરન્સ અમુક હદ સુધી તમારા તબીબી ખર્ચને આવરી શકે છે, પરંતુ ક્રિટિકલ ઇલનેસ કવર તમને પ્રથમ નિદાન અથવા તબીબની સલાહ પર એક જ વારમાં એક સામટી રકમ ચૂકવવામાં આવે છે.
એચડીએફસી અર્ગોનો એન્ડ સ્ટેજ લિવર ડિસીઝ માટે ક્રિટિકલ ઇલનેસ પ્લાન શા માટે પસંદ કરવો?
તમે તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો, પૈસાની ચિંતા એચડીએફસી અર્ગો ક્રિટિકલ ઇલનેસ કવર પર છોડી દો. આ ઉપરાંત, જો તમારી સારવાર ચાલી રહી હોય અને તેને કારણે તમને આવકનું નુકસાન થાય, તો ઇન્શ્યોરર તમારા પરિવારને નાણાંકીય સહાય પણ પ્રદાન કરશે. 30 દિવસના સર્વાઇવલ પીરિયડ પછી પ્રથમ નિદાન પર એક જ ટ્રાન્ઝૅક્શનમાં એકસામટી રકમ ચૂકવવામાં આવે છે. આ એક સામટી રકમનો ઉપયોગ સંભાળ અને સારવાર, સ્વાસ્થ્ય પુન: પ્રાપ્ત કરવામાં સહાય માટે, દેવાની ચુકવણી અથવા કમાવવાની ઓછી થઈ રહેલી ક્ષમતાને કારણે થતાં આવકના નુકસાનની ભરપાઈ માટે કરી શકાય છે. વધુમાં, ક્રિટિકલ ઇલનેસ હેલ્થ કવર પસંદ કરીને તમે કલમ 80D હેઠળ ટૅક્સમાં પણ લાભ મેળવી શકો છો.